સૌરાષ્ટ્રની રસધાર ભાગ-4/દૂધ-ચોખા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|દૂધ-ચોખા}} {{Poem2Open}} [પાંચાળમાં ભીમોરા અને મેવાસા : બેઉ લાખા ખાચરના બંધાવેલા કિલ્લા : બેઉ એના વંશજો વચ્ચે વહેંચાયેલા. ભીમોરે નાજો ખાચર અને મેવાસે શાદૂળ ખાચર તથા ભોજ ખાચર નામે બે ભ...")
 
No edit summary
 
Line 3: Line 3:

{{Poem2Open}}
{{Poem2Open}}
[પાંચાળમાં ભીમોરા અને મેવાસા : બેઉ લાખા ખાચરના બંધાવેલા કિલ્લા : બેઉ એના વંશજો વચ્ચે વહેંચાયેલા. ભીમોરે નાજો ખાચર અને મેવાસે શાદૂળ ખાચર તથા ભોજ ખાચર નામે બે ભાઈઓનાં રાજ; ત્રીજું ગોરૈયા નામે ધાધલોનું ગામ; ગોરૈયાનું પાકું પગીપણું મેવાસાવાળા ખાચર ભાઈઓ કરે છે. એ ચોકીદારી બદલ ગોરૈયા મેવાસાને પાળ્યા કરે. અને જો ગોરૈયા લૂંટાય તો મેવાસાએ નુકસાની ભરી દેવી એવો કરાર છે : એવે ભીમોરાવાળા નાજા ખાચરે જ પોતાના મેવાસાવાળા પિત્રાઈઓને પાપી ભરોસે ગોરૈયા લૂંટ્યું. મેવાસાવાળા ભોજ ખાચરે ગોરૈયા સાથેના કરારની પવિત્રતાનું પાલન કરવા પોતાના વહાલા પિત્રાઈ નાજા ખાચરની સાથે જ યુદ્ધ માંડીને પોતાનો પ્રાણ દીધો. એના અનુસંધાનની આ ઘટના છે.]
'''[પાંચાળમાં ભીમોરા અને મેવાસા : બેઉ લાખા ખાચરના બંધાવેલા કિલ્લા : બેઉ એના વંશજો વચ્ચે વહેંચાયેલા. ભીમોરે નાજો ખાચર અને મેવાસે શાદૂળ ખાચર તથા ભોજ ખાચર નામે બે ભાઈઓનાં રાજ; ત્રીજું ગોરૈયા નામે ધાધલોનું ગામ; ગોરૈયાનું પાકું પગીપણું મેવાસાવાળા ખાચર ભાઈઓ કરે છે. એ ચોકીદારી બદલ ગોરૈયા મેવાસાને પાળ્યા કરે. અને જો ગોરૈયા લૂંટાય તો મેવાસાએ નુકસાની ભરી દેવી એવો કરાર છે : એવે ભીમોરાવાળા નાજા ખાચરે જ પોતાના મેવાસાવાળા પિત્રાઈઓને પાપી ભરોસે ગોરૈયા લૂંટ્યું. મેવાસાવાળા ભોજ ખાચરે ગોરૈયા સાથેના કરારની પવિત્રતાનું પાલન કરવા પોતાના વહાલા પિત્રાઈ નાજા ખાચરની સાથે જ યુદ્ધ માંડીને પોતાનો પ્રાણ દીધો. એના અનુસંધાનની આ ઘટના છે.]'''
સામસામા બે ડુંગરાને રોકીને સગા ભાઈઓ સરખા બે ગઢ ઊભા છે : એક મેવાસું ને બીજો ભીમોરા. વચ્ચે બે ગાઉના ગાળામાં લીલા રંગના સરોવર-શી લાંપડિયાળ ઊંડી ધરતી પથરાયેલ છે. આઘે આઘે એક ખૂણામાં વાદળરંગી હીંગોળગઢ ઊભો છે અને બીજી દિશાએ ચોટીલા ડુંગર પર બેઠેલી દેવી ચાવંડી છાંયો કરી રહી છે. ઓતરાદી બાજુએ ગૌધનનાં મણ-મણ જેવડાં આઉ પોતાને માથે ઝળુંબતાં જોઈ જોઈને ધરતી માતાની છાતી કેમ જાણે ફુલાયેલી હોય એવી ઠાંગા ડુંગરની લાંબી લાંબી ધારો દેખાય છે.

ઝાલર પર ડંકા પડ્યા તે ટાણે મેવાસાના ગઢમાંથી નીકળીને એક કાઠી ગઢના પાછલા ઢોરા ઉપર ઊભો રહ્યો. બગલમાં તરવાર દાબી છે, ખંભે ધાબળો પડ્યો છે. એનાથી બોલાઈ ગયું : “હાય ભોજ! હાય મારો ભોજ!”
ઝાલર પર ડંકા પડ્યા તે ટાણે મેવાસાના ગઢમાંથી નીકળીને એક કાઠી ગઢના પાછલા ઢોરા ઉપર ઊભો રહ્યો. બગલમાં તરવાર દાબી છે, ખંભે ધાબળો પડ્યો છે. એનાથી બોલાઈ ગયું : “હાય ભોજ! હાય મારો ભોજ!”
Line 17: Line 17:
વાળુ ટાણું થયું. નાજો ખાચર બેઠા છે. હમણાં હમણાં તો એ એકલા બેસીને ખાઈ લે છે. વાળુ લઈને કાઠિયાણી જમાડવા આવ્યાં.
વાળુ ટાણું થયું. નાજો ખાચર બેઠા છે. હમણાં હમણાં તો એ એકલા બેસીને ખાઈ લે છે. વાળુ લઈને કાઠિયાણી જમાડવા આવ્યાં.
તાંસળીમાં કાઠિયાણીએ ચોખા કાઢીને માંહીં દૂધ-સાકર નાખ્યાં, ચોળીને તૈયાર કર્યું, કહ્યું : “હવે આજ સોગ ભાંગો!”
તાંસળીમાં કાઠિયાણીએ ચોખા કાઢીને માંહીં દૂધ-સાકર નાખ્યાં, ચોળીને તૈયાર કર્યું, કહ્યું : “હવે આજ સોગ ભાંગો!”
“કાઠિયાણી! તું મને આજ ગળામણ ખવારવા આવી છો? ભોજ જેવા ભાઈને ગૂડીને હું વયો આવું છું. હજી એના બારમાની બોરિયું  ફટફટે છે, અને હું મોંમાં દૂધ-ચોખા મેલું?”
“કાઠિયાણી! તું મને આજ ગળામણ ખવારવા આવી છો? ભોજ જેવા ભાઈને ગૂડીને હું વયો આવું છું. હજી એના બારમાની બોરિયું<ref>બારમે દિવસે ઉત્તરક્રિયા થતી હોય તે વખતે લૌકિકે આવનારાં સ્વજનોને બેસવા માટે કરેલા બૂંગણના છાંયડા.</ref> ફટફટે છે, અને હું મોંમાં દૂધ-ચોખા મેલું?”
કપાળેથી પરસેવો લૂછી નાખીને આપો નાજો બારી સામે ટાંપી રહ્યા, વળી બોલ્યા : “બધુંય નજરે તરે છે. ગોરૈયાનો માલ વાળીને બેફિકર હાલ્યા આવીએ છીએ ત્યાં તો પાણીમાંથી અગન ઊપડે એમ ભોજને આવતો ભાળ્યો — એકલ ઘોડે, મારતે ઘોડે! “ઊભા રો’, ચોર, ઊભા રો’!” એવા સાદ પાડતો આવે. મેં હાથ ઊંચો કરીને ઈશારે સમજાવ્યું કે ‘પાછો વળી જા!’ પણ ભોજ પાછો વળ્યો નહિ. અમે ઘોડાં ચોંપથી ચલાવ્યાં. સહુએ કહ્યું કે ભોજને આંબવા દેવો નથી. પણ અમે તે કેટલાંક તગડીએ?

“કાઠિયાણી! ભોજ આંબ્યો. બરછી ઉપાડી. મારી ટીલડી વીંધાવાની વાર નહોતી, ત્યાં તો આપણા બરકંદાજોએ ભડાકો કરી નાખ્યો. આજ એને વિસારીને તારા દૂધ-ચોખા ખાવા એ સહેલું નથી.”
“કાઠિયાણી! ભોજ આંબ્યો. બરછી ઉપાડી. મારી ટીલડી વીંધાવાની વાર નહોતી, ત્યાં તો આપણા બરકંદાજોએ ભડાકો કરી નાખ્યો. આજ એને વિસારીને તારા દૂધ-ચોખા ખાવા એ સહેલું નથી.”
18,450

edits

Navigation menu