ગુજરાતી નિબંધ-સંપદા/ચંદ્રવદન ચી. મહેતા/સેન્સ ઑફ હ્યુમર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Center|'''સેન્સ ઑફ હ્યુમર'''}} ---- {{Poem2Open}} કહે છે કે રશિયનોને હસતાં નથી આવડતું....")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''સેન્સ ઑફ હ્યુમર'''}}
{{SetTitle}}
----
{{Heading|સેન્સ ઑફ હ્યુમર | ચંદ્રવદન ચી. મહેતા}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કહે છે કે રશિયનોને હસતાં નથી આવડતું. આપણે ત્યાં એક જમાનામાં એવી માન્યતા હતી કે જર્મનોને હસતાં નથી આવડતું. અંગ્રેજો જ ફક્ત હસી શકે. બહુ થોડા ફ્રેન્ચ પ્રજાજનો હસી શકે. કેટલીક વાર આવી ઘણી વાર એ પ્રચારમાં આવે છે. પંડિત જવાહરલાલ નેહરુ કે પંડિત મોતીલાલનાં ખમીશ પૅરિસમાં ધોવા જતાં, અને બીજા મેઇલમાં પાછા આવતાં! ભુલાભાઈ દેસાઈ હંમેશાં ફ્રાન્સનું વીશીવૉટર જ પીતા, સુરતના શહેરીઓ કદી રાતે રસોઈ કરતા જ નથી. રાતે ચૂલો સળગાવતા જ નથી, બસ, ભૂસું યા ચવાણું ખાઈને જ જીવે છે. એમ હોય તો રેસ્ટોરાંવાળાંને તડાકો, હોટેલવાળાએ રાતે રસોડું બંધ જ રાખવાનું. આવી આવી લોકવાયકાઓને હદ જ નથી. જમાનાથી ચાલ્યા કરે છે, ચાલતી આવે છે. એમ અંગ્રેજી રાજ્યમાં એ લોકોએ એવું માન્યું હતું કે અંગ્રેજ પ્રજામાં જ સેન્સ ઑફ હ્યુમર છે. જર્મનો ગંભીર, ભારેખમ. સિરિયસ, હસી જ નહિ શકે એ પ્રકારના પ્રજાજનો છે. આપણે પણ હસવાનું શીખ્યા તે અંગ્રેજી પ્રજાના સંબંધમાં આવ્યા પછી, નહિ તો આપણે પણ રોતલ, ફિલસૂફ, ગંભીર ચર્ચા જ કરવાવાળા હતા. માળા હિંદુસ્તાનથી ‘પંચતંત્ર’ અને ‘હિતોપદેશ’ની કથાઓ અરબ્બીમાં ઉતારી ત્યાંથી ફ્રાન્સમાં લઈ જઈ અંગ્રેજીમાં ઉતારી અને કહે છે કે હિન્દુસ્તાનની પ્રજા ગમે તે ગુલતાન ઉડાવી શકે અને મનાવી પણ શકે. પારસીઓની નાનકડી કોમ જે રીતે હસી-હસાવી શકે છે. એની સંખ્યાના પ્રમાણમાં એટલી જ અંગ્રેજોની સંખ્યા એકઠી કરો તો મારા વાલા લાખ એકઠા થાય. અને જો એકબીજાને ઓળખતા ન હોય, અને એમને એકબીજાની ઓળખાણ ન કરાવી હોય તોપણ ચોવીસ કલાક તો શું પણ ચોવીસ મહિના એકબીજાની સામે ડાચાં જોતાં બેસી રહે, પણ મોંમાંથી એક શબ્દ પણ ન બોલે, અને પારસીઓ લાખ એકઠા થઈ બેઠા હોય; અને ભલે એકબીજાને ઓળખતા નહિ હોય તોયે જુઓ નિર્દોષ હાસ્યની રમઝટ.

Navigation menu