825
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|લેખોત્સવ | જયરાય વૈદ્ય}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પ્રજાનું પંચાંગ હોય છે તેમ વ્યક્તિનું પણ હોત તો? તો આપણે સૌ તેમાંની ઓછામાં ઓછી બે તિથિને પર્વણી તરીકે જરૂર પાળતાઃ એક જનમની, બીજી લગનની. એ બે તો કંકુના અક્ષરે લખવા જેવી; એ પંચાંગમાં એકાદ કાજળના અક્ષરની અધિકારી પણ નીકળે; જેમ કે, જે દહાડે તમે જિંદગીભરનો સૌથી ખારીલો દુશ્મન કોઈને કર્યો હોય તે, અથવા વહાલામાં વહાલું સ્વજન ‘મૃત્યુ પીને સ્મશાન સિધાવ્યું’ હોય તે. સામસામા નાકાની આવી બે પ્રકારની તિથિઓ ઉપરાંત, કેટલીક બીજી પણ તેમાં ઉમેરાય. પહેલી વાર નિશાળે બેઠા હો તે તિથિ; પહેલવહેલી વાર માસ્તરની મોટી કે ચાર આંગળાંનો સ્વાદ ચાખ્યો હોય તે (જોકે આ યાદ આવવી મુશ્કેલ છે); પહેલું ઇનામ જીત્યા હો તે; નોકરી કે ધંધાની શરૂઆત કરી હોય તે; વહુ જોડે પહેલી વાર વઢ્યા હો તે; તેને પહેલી જ કસબી સાડી અપાવીને તમારું ખીસું હલકુંફૂલ કર્યું હોય તે; (ને તમે જ વહુ હો તો) અધૂરે ભણતરે ‘સનાતની’ પિતાએ નિશાળ છોડાવી હોય તે તિથિ; એથી ઊલટી દશામાં, મૅટ્રિક થઈને સંસારની મૅટ્રિકના–મૅટ્રિમનીના–પંથે પળ્યાં હો તે; માસિકમાં તમારો પહેલો લેખ (પતિની કે મોટા ભાઈની વધુ પડતી મદદથી લખેલો પણ તમારો) છપાયો હોય તે; ધૂની વરે જે દહાડે અસહકારમાં ઝંપલાવેલું તે; સ્ત્રી-સભામાં જે દિવસ તમે પહેલું ભાષણ (જરા થોથવાઈને પણ) આપ્યું હોય તે; અને બાળકો જે જે તિથિ કે તારીખે જન્મ્યાં હોય તે. | પ્રજાનું પંચાંગ હોય છે તેમ વ્યક્તિનું પણ હોત તો? તો આપણે સૌ તેમાંની ઓછામાં ઓછી બે તિથિને પર્વણી તરીકે જરૂર પાળતાઃ એક જનમની, બીજી લગનની. એ બે તો કંકુના અક્ષરે લખવા જેવી; એ પંચાંગમાં એકાદ કાજળના અક્ષરની અધિકારી પણ નીકળે; જેમ કે, જે દહાડે તમે જિંદગીભરનો સૌથી ખારીલો દુશ્મન કોઈને કર્યો હોય તે, અથવા વહાલામાં વહાલું સ્વજન ‘મૃત્યુ પીને સ્મશાન સિધાવ્યું’ હોય તે. સામસામા નાકાની આવી બે પ્રકારની તિથિઓ ઉપરાંત, કેટલીક બીજી પણ તેમાં ઉમેરાય. પહેલી વાર નિશાળે બેઠા હો તે તિથિ; પહેલવહેલી વાર માસ્તરની મોટી કે ચાર આંગળાંનો સ્વાદ ચાખ્યો હોય તે (જોકે આ યાદ આવવી મુશ્કેલ છે); પહેલું ઇનામ જીત્યા હો તે; નોકરી કે ધંધાની શરૂઆત કરી હોય તે; વહુ જોડે પહેલી વાર વઢ્યા હો તે; તેને પહેલી જ કસબી સાડી અપાવીને તમારું ખીસું હલકુંફૂલ કર્યું હોય તે; (ને તમે જ વહુ હો તો) અધૂરે ભણતરે ‘સનાતની’ પિતાએ નિશાળ છોડાવી હોય તે તિથિ; એથી ઊલટી દશામાં, મૅટ્રિક થઈને સંસારની મૅટ્રિકના–મૅટ્રિમનીના–પંથે પળ્યાં હો તે; માસિકમાં તમારો પહેલો લેખ (પતિની કે મોટા ભાઈની વધુ પડતી મદદથી લખેલો પણ તમારો) છપાયો હોય તે; ધૂની વરે જે દહાડે અસહકારમાં ઝંપલાવેલું તે; સ્ત્રી-સભામાં જે દિવસ તમે પહેલું ભાષણ (જરા થોથવાઈને પણ) આપ્યું હોય તે; અને બાળકો જે જે તિથિ કે તારીખે જન્મ્યાં હોય તે. |