825
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''જોગના ધોધ'''}} ---- {{Poem2Open}} અમે શિમોગા છોડ્યું અને આજુબાજુ નાની નાની લ...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|જોગના ધોધ | સુન્દરમ્}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અમે શિમોગા છોડ્યું અને આજુબાજુ નાની નાની લીલી લીલી ટેકરીઓની હાર શરૂ થઈ. થોડી વારમાં તો માર્ગથી દૂર દૂર દેખાતાં વૃક્ષો અમારી સડકની હારોહાર જ આવી પહોંચ્યાં, અને અમારો સાથ છોડવા ન ઇચ્છતાં હોય તેમ ચીવટપૂર્વક ક્યાંય લગી અમારી સાથે ચાલુ રહ્યાં. મોટા જનવૃંદમાં આપણા પરિચિત માણસોને પણ આપણે એકદમ ઓળખી શકતા નથી, અને અપરિચિતોનું તો કશું વ્યક્તિત્વ જ હોતું નથી. આ બધાં વૃક્ષોની બાબતમાં તેમ જ બનવા લાગ્યું. માત્ર એમાં આપણા બાવળ અને વાંસનાં ઝુંડ છાનાં રહેતાં ન હતાં. ૫૦-૬૦ ફીટ સુધી ઊંચાં વધીને સો-બસો વાંસ પોતાનાં કલગી જેવાં પિચ્છવાળાં માથાં બધી દિશામાં ઝુકાવી ખૂબ રમણીય ચિત્ર ઊભું કરતાં હતાં. | અમે શિમોગા છોડ્યું અને આજુબાજુ નાની નાની લીલી લીલી ટેકરીઓની હાર શરૂ થઈ. થોડી વારમાં તો માર્ગથી દૂર દૂર દેખાતાં વૃક્ષો અમારી સડકની હારોહાર જ આવી પહોંચ્યાં, અને અમારો સાથ છોડવા ન ઇચ્છતાં હોય તેમ ચીવટપૂર્વક ક્યાંય લગી અમારી સાથે ચાલુ રહ્યાં. મોટા જનવૃંદમાં આપણા પરિચિત માણસોને પણ આપણે એકદમ ઓળખી શકતા નથી, અને અપરિચિતોનું તો કશું વ્યક્તિત્વ જ હોતું નથી. આ બધાં વૃક્ષોની બાબતમાં તેમ જ બનવા લાગ્યું. માત્ર એમાં આપણા બાવળ અને વાંસનાં ઝુંડ છાનાં રહેતાં ન હતાં. ૫૦-૬૦ ફીટ સુધી ઊંચાં વધીને સો-બસો વાંસ પોતાનાં કલગી જેવાં પિચ્છવાળાં માથાં બધી દિશામાં ઝુકાવી ખૂબ રમણીય ચિત્ર ઊભું કરતાં હતાં. |