ગુજરાતી નિબંધ-સંપદા/સુરેશ જોશી/જળઃ પૃથ્વીનું પૂર્ણવિરામ: Difference between revisions

no edit summary
(Created page with "{{Center|'''જળઃ પૃથ્વીનું પૂર્ણવિરામ'''}} ---- {{Poem2Open}} લખતાંની સાથે જ અક્ષર પાણીન...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''જળઃ પૃથ્વીનું પૂર્ણવિરામ'''}}
{{SetTitle}}
----
{{Heading|જળઃ પૃથ્વીનું પૂર્ણવિરામ | સુરેશ જોશી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
લખતાંની સાથે જ અક્ષર પાણીના રેલામાં તણાઈ જાય છે. હવા પણ જાણે લપસણી થઈ ગઈ છે. શબ્દો ઉચ્ચારાતાં જ સરકી જઈને પાણીના પરપોટામાં પુરાઈ જાય છે. ભીની રુવાંટીવાળું થથરતું શિયાળ મેદાનમાં ઘડીક સંદેહવશ થઈને ઊભું રહે છે. પછી દોડી જાય છે. એના દરમાં તો પાણી ભરાઈ ગયું છે. એ દોડીને ક્યાં જશે? નિશાળના ઘંટ પોતે પોતાનામાં જ ઢબુરાઈને પોઢી ગયા છે. લીમડાની ડાળ પર એક કાગડો કાળા રંગના ડૂચા જેવો બેસી રહ્યો છે. કાગળની હોડીઓ પણ હવે તરી શકે એમ નથી જાણીને શિશુઓ ઘરમાં પુરાઈ ગયા છે રસ્તાનાં પાંસળાં નીકળી આવ્યાં છે.