આત્માની માતૃભાષા/43.: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 874: Line 874:
}}
}}


{{Poem2Open}}
અમદાવાદ,
૧૪-૧-૧૯૫૧; ૧૪-૩-૧૯૫૧
`નાટ્યકવિતા એ કવિત્વશક્તિને આહ્વાનરૂપ છે. ગુજરાતી કવિતાએ પણ એ આહ્વાનનો પ્રતિશબ્દ પાડવાનો જ રહે છે.'
– ઉમાશંકર
આ આહ્વાનને ઝીલીને પ્રતિશબ્દ પાડવાના પ્રયત્ન રૂપે ઉમાશંકરે `કવિતામાં એલિયટે કહેલો `ત્રીજો અવાજ' ખીલવવાની – પદ્મનાયક વિકસાવવાની દિશામાં જે સર્જનાત્મક પ્રયોગો કર્યાં તે `પ્રાચીના' અને `મહાપ્રસ્થાન'માં પ્રાપ્ત ચૌદ કૃતિઓ.
`નિમંત્રણ' તેમાંની એક કૃતિ.
તેને `પદ્મનાટ્ય' કહીએ કે `નાટ્યપદ્મ', સર્જનાત્મક કૃતિ તરીકેના તેના ભાવનના સંદર્ભમાં તે અપ્રસ્તુત છે. પરંતુ તેમાં નિર્દેશાયેલો `પદ્મ' અને `નાટ્ય'નો સહસંબંધ પ્રસ્તુત છે. અત્રે `નિમંત્રણ'ને એ લક્ષમાં રાખીને અવલોકવાનો મર્યાદિત પ્રયત્ન છે.
વૈશાલીમાં પધારેલા ભગવાન બુદ્ધે નિમંત્રણ સ્વીકારી લીધું હોવાથી હરખાતી આમ્રપાલી અને હજી હેવ નિમંત્રણ આપવા જતા નગરના શ્રેષ્ઠીઓ માર્ગમાં એકઠાં થઈ જતાં તેમની વચ્ચે નિમંત્રણ વિશે જ જે સંવાદ થાય છે તેનું જ આ `નિમંત્રણ'માં નિરૂપણ છે.
માત્ર સંવાદનું જ નિરૂપણ હોવાથી તેમાં કોઈ ક્રિયારૂપ નાટ્યાત્મક પ્રસ્તુતિને અવકાશ નથી. પરંતુ સંવાદો પૂરા નાટ્યાત્મક હોઈ આ કૃતિ – શબ્દપ્રધાન એટલે – વાચિક અભિનયની બની રહે છે – દૃશ્ય કરતાં વિશેષ રૂપે શ્રાવ્ય. એ દૃષ્ટિએ, તથા પૃથ્વીછંદમાં પદ્મરૂપ હોઈ તેને નાટ્યપદ્મ કહી શકાય.
<center>*</center>
કૃતિનો આરંભ બે રથોની અથડામણથી થાય છે. (સમગ્ર કૃતિમાં માત્ર આટલો જ ક્રિયાનિર્દેશ છે.) આ અથડામણથી થતા બે પક્ષોના સંપર્કમાંથી જ પછીનો દ્વંદાત્મક સંવાદોનો પ્રસંગ પ્રગટે છે. એ સંવાદો પણ સામસામી ખેંચતાણના એટલે કે આગ્રહોની ‘શાબ્દિક અથડામણ’ના છે. એટલે રથોની અથડામણ ભૌતિક અથડામણ રૂપે સૂચક પ્રાસ્તાવિક નિર્દેશ બની રહે છે.
<center>*</center>
કૃતિના પ્રારંભનો જ એ સંવાદ, જે રીતે પૃથ્વીછંદની એક જ પંક્તિના ખંડોમાં, છંદને જાળવીને પણ પૂર્ણ તથા નાટ્યોચિત રીતે, તેમજ રથસારથીઓ બોલે તેવી – બોલચાલની – ભાષામાં રચાયો છે તેમાં જ ‘નાટ્ય’ અને ‘પદ્મ’નો સહયોગ પ્રતીત થઈ જાય છે. તેમજ, તે સાથે, પ્રા. રા. વિ. પાઠકને જે પૃથ્વી નાટ્યોચિત નથી લાગ્યો તેની નાટ્યોચિતતા પણ પરખાઈ જાય છે. ઉમાશંકરે નોંધ્યું છે તેમ પૃથ્વીના આવા પ્રયોગથી બળવંતરાય પ્રસન્ન થાય તે સ્વાભાવિક છે. છંદની અનુકૂળતા-પ્રતિકૂળતા છંદના બંધારણને બદલે તેના પ્રયોજકની સર્જનાત્મક કુશળતા પર વધુ આધાર રાખે છે. આ પછીના સંવાદોમાં ધન વગેરેના પ્રસ્તાવ કરતા શ્રેષ્ઠીઓ સાથેના સંવાદોમાં નાટ્યાત્મક તો શેખરના તથા આમ્રપાલીના ઉદ્ગારોમાં ભાષાના કાવ્યાત્મક એમ વિવિધ સ્તરે વાણી બદલાતી જાય છે. પરંતુ પૃથ્વીનું બંધારણ જળવાયા જ કર્યું છે! એ જ ખંડના બંધમાં વહેવારુ ઉચ્ચારણથી માંડીને ભાવ અને ભાવનાસભર ઉક્તિઓ રચાઈ છે અને તે નાટ્યાત્મક રીતે. નાટ્ય-પદ્યના પરસ્પર સહકારી અનુબંધથી સર્જાતા નાટ્યપદ્યનો અહીં સુખદ અનુભવ થાય છે.
આ ક્ષણમાં સંઘર્ષની એક રૂપે તો ઓળખ થાય છે. એક પક્ષે ‘અમે અહી છતાં...’નો – ધનિકોનો, પ્રતિષ્ઠિત નાગરિકોનો દર્પ છે. – એમનું ઘમંડ વ્યક્ત થાય છે. તો સામે, ભલે હવે ધનવાન, પણ નગરવનિતા તરીકે નષ્ટશીલા એવી નારીની, ભગવાનના સ્વીકારરૂપ પ્રસાદથી પુષ્ટ એવી અચલ શ્રદ્ધા છે! એક પક્ષે ‘અમે’નું અભિમાન અને ‘તું’ વિશે મનમાં રોપાઈ ગયેલી તુચ્છતા એ બે વચ્ચેની આ ખેંચતાણ છે, તો આમ્રપાલીના ચિત્તમાં પોતાને માટે સ્વીકારી લીધેલો ‘હીન’ ભાવ અને પાવન, પ્રસાદથી જાગી ઊઠેલી આત્મશ્રદ્ધા એનું અહીં નિરૂપણ છે.
આમ્રપાલી પાસે ભગવાન બુદ્ધની નિમંત્રણસ્વીકૃતિ જાણે મુક્તિસ્પર્શ સમું વરદાન છે! એ કહે છે તેમ ‘હવે જ મળતી મુક્તિ!’ શ્રેષ્ઠીઓને તેની સમજ નથી. એટલે તેઓ એ ખૂંચવવા ધમકી ઉચ્ચારે છે. (‘કાશ જતે ટળી!’) ખરીદવાનો પ્રયત્ન કરે છે (‘દઈશ લક્ષ પાંચ... દસ... વીસ!’) તે પણ તે ‘ગણે ન કંઈ’, ત્યારે તેને તેનો ભૂતકાળ યાદ કરાવી તેને ‘મહાસર્પિણી’ કહેવાય છે. પણ એની પણ એને અસર નથી! (‘યથેચ્છ અભિનંદજો... નિંદજો!’) એ દોષ-કથાની મુક્તિ સમી અત્યારે તો, જ્યારથી ‘ચરણધૂલી અર્હંતની’ તે પામી ત્યારથી ‘ઉરે સ્ફુરંત શૈશવની એહ નિર્દોષતા!’
અહીં વ્યાવહારિક અને ભાવનાશીલ અનુભૂતિપ્રેરિત એવી બે પરસ્પર વિરુદ્ધ ચૈતસિક સ્થિતિ વચ્ચે જ ખેંચતાણ છે! એટલે નાગરિક વર્ગ તો લગ્ન, નગરવનિતાને બદલે તેનું નગરલક્ષ્મીને સ્થાને સ્થાપન, એમ પ્રસ્તાવો વધાર્યા જ કરે છે! એક સામાન્યાના આટઆટલી લાલચો સામેય થતા નકારથી એમનું ઘવાયેલું અભિમાન ઉશ્કેરાયું છે! – અને આખરે માગ્યું મેળવવા આ શ્રેષ્ઠીઓ અભિમાન મૂકીને ‘ક્ષમા પ્રાર્થીએ’ કહીને (જાણે હાથ જોડી, ઘૂંટણિયે પડીને!) ‘દઈ દે તું સુજ્ઞે!’ એમ વિનંતી કરતા થઈ જાય છે. (આરોહ પછી અવરોહ!)
પણ –
પ્રસ્તાવોના ઉત્તરોત્તર બદલાતી ભૂમિકાએ ચઢતા જતા પ્રમાણ સાથે, કદાચ, આમ્રપાલીનો નિશ્ચય પણ અધિકાધિક દૃઢ થતો જતો હશે! તે સાથે તેનું ‘વ્યક્તિત્વ’ પણ વધુ ને વધુ અભિજાત, નિર્મળ, સાત્ત્વિક બનતું જાય છે. કૃતિમાંની તેની છેલ્લી ઉક્તિમાંના તેના વિવેક અને વિનયમાં, તેના એ – માત્ર નિમંત્રણના સ્વીકારથી અનુભવાતી કરુણાથી સર્વપાર્થિવતાવિગલિત વ્યક્તિત્વનો ઉઘાડ છે. એટલું જ નહીં પણ એનો કેવળ સ્વ-કલ્યાણમાંથી સર્વકલ્યાણકારી દૃષ્ટિમાં વિસ્તાર થાય છે! ઊર્ધ્વગતિ!
પ્રસ્તાવો અને તેના પ્રતિકારોના સંવાદ રૂપે, વચમાં અનેક પૂર્વસ્મૃતિ અને અન્ય ભાવોમાં વળાંકો લેતી, આરોહ-અવરોહને નિરૂપતી જે આંતરિક ક્રિયા તે જ આ કૃતિની ‘નિમંત્રણ’ની સામાન્ય માગણીથી શરૂ થઈ અંતે સમયપાર પ્રસરતી સર્વલોકકલ્યાણકારી સદ્ભાવનામાં પરિણત થાય છે. આ કૃતિગત ક્રિયાનું આરોહણ છે.
નાટ્યાત્મક-કાવ્યાત્મક રૂપે નિરૂપાયેલી બાહ્યરૂપ કશમકશ અને આંતરિક ભાવનાત્મક સંઘર્ષ, અંતે, શ્રદ્ધાન્વિત ભાવનાના શાંતરસમાં વિરમે છે... ત્યાં શાંત પ્રસન્નતા છે!
અંતે એટલું જ કે આવી કૃતિઓ વારંવાર પઠન-વાચિક અભિનયન રૂપે પ્રસ્તુત થવી જોઈએ જેથી તેનો શ્રણાનુભવ પામી શકાય, ને તો જ કૃતિ સુપેરે સાર્થક થાય.
{{Poem2Close}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
18,450

edits

Navigation menu