18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1,835: | Line 1,835: | ||
<poem> | <poem> | ||
અમેરિકા પાછા ફરીને બૅગ ખાલી કરતાં | |||
વડોદરામાં કંઈક ખરીદી કરી હશે તેની એક થેલી હાથમાં આવી | |||
એ થેલી પર દુકાનનું સ૨નામું લખેલું હતું – | |||
‘સાધના ટોકીઝના ખાંચામાં.’ | |||
બસ આ એક વાક્ય, અને મને ગમી ગઈ, નવેસરથી | |||
ગુજરાતમાં બોલાતી | |||
ગુજરાતી ભાષા | |||
પછી તો આખો દિવસ હું વિચારતી રહી | |||
બીજું શું, શું થતું હશે સાધના ટોકીઝના ખાંચામાં? | |||
જરૂર કોઈ તરુણી | |||
પોળના ઓળખીતા-પાળખીતાઓની નજર બચાવતી | |||
ઊભી હશે ત્યાં, ફિલ્મ જોવા, એના પ્રેમીની રાહ જોતી. | |||
તેનાથી થોડેક દૂર, કોઈ બીજો છોકરો | |||
ફિલ્મની ટિકિટ બ્લેકમાં વેચી રહ્યો હશે | |||
હિન્દીની છાંટવાળી ગુજરાતીમાં બોલતો. | |||
તેની નજીકમાં, કોઈ રિક્ષાવાળો, બેઠો હશે | |||
પોતાની રિક્ષામાં, મીટર ડાઉન કરીને. | |||
પછી કોઈ મધ્યમવર્ગીય સદ્ગૃહસ્થ આવશે | |||
હાથમાં શ્રીખંડની થેલી લઈને | |||
‘ચાલ, રાવપુરા આગળ લઈ લે. કેટલા થશે?’ | |||
પછી તેમની વચ્ચે થોડી રકઝક થશે | |||
ડભોઈ અને અમદાવાદની ગુજરાતીમાં | |||
અને એમ શરૂ થઈ જશે એક સવારી. | |||
એ રિક્ષાના ગયા પછી, તેની પાછળની કોઈ બીજી રિક્ષા | |||
આગળ આવીને ગોઠવાઈ જશે ત્યાં. | |||
એ રિક્ષાવાળો, રાહ જોતાં જોતાં વાંચી રહ્યો હશે | |||
કોઈ ગુજરાતી છાપું – | |||
‘અકોટામાં પકડાયું કોલગર્લ રેકેટ, | |||
એનઆરઆઈ ગ્રાહકો માટે સાડીઓની સ્પેશ્યલ ઑફર, | |||
કડક બજારમાં લાગેલી આગમાં પાંચ દુકાનો ભસ્મીભૂત, | |||
ફતેહગંજમાં ધોળા દિવસે લાખોની લૂંટ, વડોદરામાં લટટરી ફૅસ્ટિવલ, | |||
અલકાપુરીમાં વિદેશી દારૂ જપ્ત, પાયલ ફરસાણની દુકાનનું નવું સરનામું, ઉત્તરાયણના ચાઈનીઝ દોરાથી ઘવાયેલાં પક્ષીઓ, સીંગતેલના ભાવમાં તેજી, | |||
માંજલપુર સ્થિત યુવાન માટે જોઈએ છે નોકરી કરતી કન્યા, | |||
ડૉક્ટર વિદેશ પ્રવાસે ગયા છે, કમાટીબાગની ટોય ટ્રેન ફરી ચાલુ થઈ.’ | |||
રિક્ષાવાળો થોડી વારે છાપું ગડી કરીને, સીટ નીચે દબાવીને મૂકશે | |||
જોઈ રહેશે, તેની બાજુમાં હાટડી માંડીને બેઠેલા એક વૃદ્ધ મોચીને. | |||
એ વયસ્ક મોચી, વર્ષો પહેલા આવેલા હશે વડોદરા, કપડવંજથી | |||
અને પછી રહી ગયા હશે, ખંડેરાવ માર્કેટની કોઈ ગલીમાં. | |||
એ કાકાથી થોડે દૂર, કોઈ બાઈ | |||
બિહારના કોઈ ગરીબ ગામમાંથી આવેલી | |||
અને હવે ભાંગી-તૂટી ગુજરાતી બોલતી | |||
શેરીનો કચરો વાળી રહી હશે. | |||
ખૂણે-ખૂણે કચરાની ઢગલીઓ ભેગી કરીને | |||
તે જરા વા૨ પોરો ખાવા બેઠી હશે | |||
સાધના ટોકીઝના ખાંચામાં | |||
અંદર, થિયેટરમાં ફિલ્મ શરૂ થાય ને અંધારું થશે એટલે | |||
પેલો છોકરો, પેલી તરુણીને કીસ કરશે | |||
અને બોલશે, મુસલમાન ગુજરાતીમાં – | |||
‘મેં તને બહુ પ્રેમ કરું છું.’ | |||
બહાર ટોકીઝની ગલીમાં | |||
ફરી એક વાર શરૂ થઈ હશે ચહલપહલ | |||
કોઈ દીક્ષામહોત્સવના વરઘોડાની. | |||
આવતીકાલથી બધું જ ત્યજી દેનારી | |||
કોઈ જૈન કિશોરી, આજે સોળ-શણગાર સજીને | |||
તૈયાર થઈ હશે અને જોઈ રહી હશે | |||
લોકોએ ઊંચકેલી તેની ગાદીમાં બેઠા બેઠા | |||
અહીંથી પસાર થતાં | |||
સિનેમાઘરની બહાર લટકતા પોસ્ટરને. | |||
</poem> | |||
== ૫૯. પાલર પાણી == | |||
<poem> | |||
હું કહેતી, ચા પીધી. | |||
તમે કહેતા, ચા પીધો. | |||
અને એમ, આપણે પ્રેમ કર્યો | |||
આપણી પોતાની માલિકીની | |||
આ ગુજરાતી ભાષાને | |||
ને એમ, આપણે લખી થોડીક કવિતાઓ, ગુજરાતીમાં | |||
ક્યારેક કોઈ જાહેર રસ્તા પર | |||
હારબંધ ગોઠવાયેલી સ્ટ્રીટલાઇટોની રોશનીમાં | |||
તો ક્યારેક કોઈ ઘરની પછીતે રેલાતા | |||
દીવાના ઝાંખા ઝાંખા પ્રકાશમાં. | |||
ક્યારેક હાઇવે પર, સામેથી પૂરપાટ દોડી આવતી | |||
અને આપણને અથડાઈને નાસી જતી | |||
લખપતથી કોલસા ભરીને આવતી | |||
ટ્રકની હેડલાઇટના પચરંગી અજવાળામાં | |||
તો ક્યારેક વળી | |||
કાગળ પર દોરેલા સૂરજના | |||
આંધળા કરી દેતા ઉજાસમાં. | |||
ક્યારેક ગુજરાતી ભાષા ધસી આવી આપણી કવિતામાં | |||
ભુજના હમીરસર તળાવની પાળી તોડીને | |||
ગઢની રાંગ સુધી ઊછળતા પાણીની જેમ | |||
તો ક્યારેક, આપણે વાગોળતાં રહ્યાં શબ્દો | |||
મનમાં ને મનમાં | |||
કચ્છના વગડામાં | |||
ગાંડા બાવળની ફળીઓ ચાવ્યા કરતી | |||
કોઈ એકલદોકલ બકરીની જેમ. | |||
અને ક્યારેક વળી, કેલિફોર્નિયા જતા-આવતા | |||
વિમાનની અંદર | |||
અંગ્રેજીમાં સંભળાયા કરતી જીવન-મરણની સૂચનાઓનો | |||
રીડિંગ લૅમ્પની, માંદી, ડીમ લાઇટમાં | |||
આપણે કરતા રહ્યા તરજુમો | |||
ગુજરાતી કવિતામાં, | |||
એક સમય હતો, જ્યારે | |||
ગુજરાતમાં બોલાતી ગુજરાતી ભાષા સાંભળવા માટે | |||
આમ વાદળોને ચીરી નાંખતો પ્રવાસ નહોતો કરવો પડતો | |||
પણ મૃત્યુ, હંમેશ આપણી નજીક રહ્યું | |||
વડોદરાનાં વૃક્ષોની જેમ. | |||
‘મૃત્યુ દુષ્ટ હોવું જોઈએ, નહીં તો દેવો શા માટે અમરત્વને પસંદ કરે?’ | |||
પ્રાચીન ગ્રીક કવયિત્રી સાફોએ કરેલો આવો એક સવાલ | |||
મેં ફરી પૂછ્યો હતો તમને, વર્ષો પહેલાં | |||
વડોદરાની કોઈ વૈશાખી બપોરે | |||
પણ તમે કોઈ જવાબ નહોતા આપી શક્યા | |||
અને એમ, મેં મેળવી લીધો હતો એક જવાબ. | |||
પછી તો આપણી કવિતાઓમાં જીવતાં થયાં | |||
કંઈ કેટલાંય જનાવરો | |||
પાલતું પ્રાણીઓ અને રાની પશુઓ. | |||
ઈજા પામ્યાં તેઓ ક્યારેક | |||
પણ જીવતાં રહ્યાં | |||
આપણે પણ | |||
એ જનાવરો ભેગાં | |||
મૃત્યુ પામ્યા વિના | |||
હાથીઓ માટે બનાવાયેલા ખાડામાં. | |||
હાથીઓની લંબાતી સૂંઢો, લાંબા દાંત, પાગલ ચિત્કાર | |||
અને આપણને કચડી નાખવા ઉગામેલા વજનદાર પગ તળે | |||
જમીન સરસાં પડેલાં આપણે | |||
જીવતાં રહ્યાં, મૃત્યુની સાવ લગોલગ જઈને. | |||
હવે ન કોઈ સવાલ જીવન વિશે | |||
ન મૃત્યુ વિશે | |||
કે ન તો અમરત્વ વિશે. | |||
હવે તો બસ, વિમાનના સ્થગિત વાતાવરણમાં | |||
અડધી-પડધી ઊંઘમાં, અધખુલ્લી આંખોએ | |||
વિચારે ચડી જઈએ | |||
શુદ્ધ ગુજરાતીમાં. | |||
ત્યારે વિમાનમાં બાજુની સીટ ૫૨ બેઠેલી | |||
કોઈ અમેરિકન વ્યક્તિ પૂછે, અંગ્રેજીમાં | |||
‘તમે કંઈ કહ્યું?’ | |||
અને આપણે જવાબ આપીએ, ધરા૨, ગુજરાતીમાં જ, | |||
‘ના, કંઈ નહીં.’ | |||
હાથી હવે પગ ઉગામશે | |||
સિંહ હવે મોઢું ખોલશે | |||
મૃત્યુ આવી રહ્યું છે | |||
નજીક, વધુ નજીક | |||
ને હું, | |||
દિલ્હીના લોધી ગાર્ડનમાં ચાલતાં ચાલતાં | |||
એક વૃક્ષ પર લાગેલી તકતીમાં, ‘પ્રોઝોપીસ જૂલીફલોરા’ નામ વાંચીને | |||
તમને કહી રહી છું, ‘આ એ જ છે, કચ્છનો ગાંડો બાવળ, આ તેનું વૈજ્ઞાનિક નામ.’ | |||
પછી જરા ત્યાં અટકીને, આપણે આગળ વધી જઈએ છીએ. | |||
કચ્છના કોઈ ગામમાં, આંગણામાં મૂકેલા પ્યાલામાં | |||
નળિયા પરથી નીતરતું, વરસાદનું ચોખ્ખું, પાલર પાણી ભેગું થતું રહેશે. | |||
મને બહુ ગમતો, આ ગુજરાતી શબ્દ | |||
આજે, કેટલાયે વખત પછી, અચાનક યાદ આવ્યો | |||
અમરત્વની આ ઘડીએ. | |||
મૃત્યુ, તું દુષ્ટ નથી. | |||
(આ કવિતા – મૃત્યુ માટે, ગુજરાતી ભાષા માટે, સિતાંશુ માટે) | |||
</poem> | |||
== ૬૦. માંડવો પાન, શેકેલ સોપારી, તૂફાન તમાકુ == | |||
<poem> | |||
પામ્યાનો આનંદ | |||
શું ખોવાયું હતું તેના પર આધાર રાખે છે. | |||
જો કે કંઈક ખોવાઈ જાય ત્યારે | |||
શું ખોવાયું તેનો ખ્યાલ નથી હોતો | |||
અને કેટલીક વાર જે મળે તેના મૂલ્યની જાણ નથી થતી | |||
ત્યાં સુધી | |||
જ્યાં સુધી એ ખોવાય નહીં. | |||
આ એક એવી રમત છે, જેમાં | |||
વાસ્તવમાં નથી કંઈ ખોવાતું | |||
કે નથી કંઈ મળતું | |||
પણ મને હવે અમરતા જ આદત થઈ ગઈ છે | |||
કંઈક ખોઈ નાખવાની | |||
કંઈક શોધવાની | |||
કે કશુંક છુપાવી દેવાની | |||
મેં સંતાડી દીધેલી વસ્તુઓ | |||
આમ તો ઘરના ખૂણે ખૂણે દેખાતી હોય છે | |||
છતાં હું જાણે અજાણ હોવાનો ઢોંગ કરતી હોઉં છું. | |||
એ છુપાવેલી વસ્તુઓ શોધવા | |||
ક્યારેક તો આખું ઘર માથે લઉં છું. | |||
મને જોઈએ છે | |||
કંઈક મળી આવ્યાનો આનંદ. | |||
આજે સવારથી હું શોધી રહી છું | |||
કાગળની એ ચબરખી | |||
જેના પર પપ્પાએ લખી આપ્યું હતું - | |||
માંડવો પાન, શેકેલ સોપારી, તૂફાન તમાકુ. | |||
નાનપણમાં ગલીના નાકે આવેલી દુકાને | |||
પપ્પા માટે પાન લેવા જતી વખતે | |||
હું આખા રસ્તે આ શબ્દો ગોખતી જતી હતી. | |||
આજકાલ દિવસ ઊગે ને હું શોધવા માંડું છું એ ચબરખી. | |||
ભીનાં નાગરવેલનાં પાન જેવી મારી આંખો બિડાય છે | |||
રખે ને ક્યાંક મળી આવે | |||
એ હસ્તાક્ષર. | |||
</poem> | </poem> |
edits