825
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''‘હિમાલયની પત્રયાત્રા’નો અંશ'''}} ---- {{Poem2Open}} દસેક દિવસ પહેલાં નીલુ ભ...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|‘હિમાલયની પત્રયાત્રા’નો અંશ | કિશનસિંહ ચાવડા}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
દસેક દિવસ પહેલાં નીલુ ભૂરું સ્વચ્છ અકલંક આકાશ જોઈને એક પહાડીએ જંગલમાં કહ્યું કે, આકાશનું આ રૂપ બરફ પડવાની આગાહી આપે છે. કોણ માને? સોળે કળાએ સૂરજ પ્રકાશે, વાદળાંનું નામનિશાન નહિ; અને સ્વચ્છતા તો કહે હું સ્વચ્છતા જ. સૂર્યાસ્ત વખતે ચોમાસા જેવી રંગોની ઉજાણી નહિ. ચોમાસાના સૂર્યાસ્તનું ઐશ્વર્ય તો ગજબનું. એક વાદળું એક રંગને પકડે, એ જ રંગ બીજામાં, ત્રીજામાં, પાંચમામાં અને પચ્ચીસમામાં નવા રંગ પૂરતું અને વિવિધ રંગોનો ગુણાકાર કરતું ચાલ્યું જાય. સાંભળ્યું હતું કે હિમાલયમાં આંખ મીંચો ત્યાં દૃશ્યરંગ ખોવાઈ જાય અને નવો જન્મે, એને વાસ્તવિકતા ભાળી. સૂર્ય અસ્તાચળે જતો હોય ત્યારે રંગાનો તો એક દૃબદબાભર્યો દરબાર ભરાય. તેજસ્વી ને ઘેરા રંગોની બેઠક સૂર્યની આસપાસ, ભીના આછા અને મધુર રંગો બહાર બેઠા હોય; પણ વ્યક્તિત્વ એમનું નમૂનેદાર. દરેકની આકૃતિ, દરેકની પ્રકૃતિ, રંગોનું આ અદ્ભુત મિલન આખરે એક સુવર્ણ રંગમાં સમાઈ જાય. સર્યનું છેલ્લું કિરણ ખાઈમાં જંપી જાય તે પહેલાં આ સુવર્ણરંગમાંથી વાદળાંઓએ એક અપૂર્વ આકૃતિ રચી. આકૃતિ આબેહૂબ માનવપુરુષની, પણ કદ અતિમાનવનું સુવર્ણથી રસાયેલી કાંતિ. વેદના જાણે હિરણ્યગર્ભ! આ તો એક દિવસનું દૃશ્ય, દરરોજનાં લીલાવિસ્તાર અને રૂપછટા નવીન! તમે હો તો એનું સૉનેટ રચાય! | દસેક દિવસ પહેલાં નીલુ ભૂરું સ્વચ્છ અકલંક આકાશ જોઈને એક પહાડીએ જંગલમાં કહ્યું કે, આકાશનું આ રૂપ બરફ પડવાની આગાહી આપે છે. કોણ માને? સોળે કળાએ સૂરજ પ્રકાશે, વાદળાંનું નામનિશાન નહિ; અને સ્વચ્છતા તો કહે હું સ્વચ્છતા જ. સૂર્યાસ્ત વખતે ચોમાસા જેવી રંગોની ઉજાણી નહિ. ચોમાસાના સૂર્યાસ્તનું ઐશ્વર્ય તો ગજબનું. એક વાદળું એક રંગને પકડે, એ જ રંગ બીજામાં, ત્રીજામાં, પાંચમામાં અને પચ્ચીસમામાં નવા રંગ પૂરતું અને વિવિધ રંગોનો ગુણાકાર કરતું ચાલ્યું જાય. સાંભળ્યું હતું કે હિમાલયમાં આંખ મીંચો ત્યાં દૃશ્યરંગ ખોવાઈ જાય અને નવો જન્મે, એને વાસ્તવિકતા ભાળી. સૂર્ય અસ્તાચળે જતો હોય ત્યારે રંગાનો તો એક દૃબદબાભર્યો દરબાર ભરાય. તેજસ્વી ને ઘેરા રંગોની બેઠક સૂર્યની આસપાસ, ભીના આછા અને મધુર રંગો બહાર બેઠા હોય; પણ વ્યક્તિત્વ એમનું નમૂનેદાર. દરેકની આકૃતિ, દરેકની પ્રકૃતિ, રંગોનું આ અદ્ભુત મિલન આખરે એક સુવર્ણ રંગમાં સમાઈ જાય. સર્યનું છેલ્લું કિરણ ખાઈમાં જંપી જાય તે પહેલાં આ સુવર્ણરંગમાંથી વાદળાંઓએ એક અપૂર્વ આકૃતિ રચી. આકૃતિ આબેહૂબ માનવપુરુષની, પણ કદ અતિમાનવનું સુવર્ણથી રસાયેલી કાંતિ. વેદના જાણે હિરણ્યગર્ભ! આ તો એક દિવસનું દૃશ્ય, દરરોજનાં લીલાવિસ્તાર અને રૂપછટા નવીન! તમે હો તો એનું સૉનેટ રચાય! |