ગુજરાતી નિબંધ-સંપદા/હરનિશ જાની/રૂપ તેરા મસ્તાના: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Center|'''રૂપ તેરા મસ્તાના'''}} ---- {{Poem2Open}} કળિયુગના આરાધ્ય દેવતાનું નામ છે મા...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''રૂપ તેરા મસ્તાના'''}}
{{SetTitle}}
----
{{Heading|રૂપ તેરા મસ્તાના | હરનિશ જાની}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કળિયુગના આરાધ્ય દેવતાનું નામ છે માર્કેટિંગ. સફળ માર્કેટિંગ તેનું નામ કે જેમાં પેકેટમાં કચરો ભર્યો છે એમ જાણ્યા પછી તેને ખરીદવા માટે લોકો પડાપડી કરે. માર્કેટિંગની દુનિયા સવારના સૂર્યોદયથી ચાલુ થાય તે બીજા દિવસના સૂર્યોદય સુધી ચાલે. કોઈક ને કોઈક તમને કાંઈક ને કાંઈક વેચવા પ્રયત્ન કરે. નવા નવા રસ્તા શોધી કાઢે છે. જાહેરાત એ એક સાધન છે. જાહેરાત એ માદક દ્રવ્ય ભરેલી પ્યાલી છે, જે આપણને પિવડાવવામાં આવે છે અને આપણને ખરીદીનો નશો ચઢે છે. રોજેરોજ તો માદક દ્રવ્ય પોષાય નહીં એટલે વેચવાવાળા તે જ પ્યાલીમાં નશાના નામે પાણી પિવડાવે છે. અને બેવકૂફો તેનાથી ઝૂમી ઊઠે છે. વસ્તુ અગત્યની નથી, પરંતુ એ કેવી રીતે તમારી સામે રજૂ કરવામાં આવે છે તે અગત્યનું છે. મારો દીકરો ‘વાઘબકરી છાપ’ ચા ખરીદવા ગયો અને ખરીદી લાવ્યો બ્રાઝિલિન કૉફી. કારણમાં જણાવ્યું કે તેને પૅકેટ ઉપરનો કૉફી પીતી છોકરીનો ફોટો ગમ્યો એટલે કૉફી ખરીદી. મેં કહ્યું કે ‘કૉફી તો તને ભાવતી નથી. કૉફીના બૉક્સ ઉપરની છોકરીનો ફોટો જ ખરીદી લાવવો હતો ને!’

Navigation menu