વસ્તુસંખ્યાકોશ/વસ્તુસંખ્યા: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રકરણ ૨ - 'ગ' પૂર્ણ
(પ્રકરણ ૨ - 'ક' પૂર્ણ)
(પ્રકરણ ૨ - 'ગ' પૂર્ણ)
Line 1,205: Line 1,205:
:મોહ, પ્રમાદ, ચિત્તની સ્થૂળતા, અશ્રદ્ધા, નિષ્ક્રિય સ્વભાવ, આનંદપ્રમોદનું વ્યસન.
:મોહ, પ્રમાદ, ચિત્તની સ્થૂળતા, અશ્રદ્ધા, નિષ્ક્રિય સ્વભાવ, આનંદપ્રમોદનું વ્યસન.


{{center|'''[ ખ ]'''}}


ખલિફા (૪)
:અબુબક્ર, ઉમ્મર, ઉસમાન, અલી.


ખૂણા (૪)
:ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય.
ખંડ (૫)
:એશિયા, યુરોપ, અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા.
:(૭) (જરથોસ્તી મત)
:(પૂર્વમાં) અરેંજહી, (અગ્નિમાં) ફધ્ધફશુ, (નૈઋત્યમાં) વિદ્ધફષુ, (પશ્ચિમમાં) સ્વહી, (ઈશાનમાં) વોઉરૂજરેષ્ત. (વાયવ્યમાં) વોઉરૂબરેસ્તી, (મધ્યમાં) ખનિરથ.
:(૯)
:ભરત, ઈલાવૃત્ત, કિંપુરુષ, ભદ્ર, કેતુમાલ, હરિ, હિરણ્ય, ૨મ્ય, કુશ.
:(૯)
:ઈલાવૃત્ત, ભદ્રાશ્વ, હરિવર્ષ, કિંપુરુષ, કેતુમાલ, રમ્યક, ભારત, હિરણ્ય, ઉત્તરકુટ.
:(૯)
:ભરત, વર્ત્ત, રામ, દ્રામાળ, કેતુમાલ, હિરે, વિધિવસ, મહિ, સુવર્ણ.
:(૯)
:ઈન્દ્ર, શૈલ, તામ્ર, ગર્ભાસ્ત, નાગ, સૌમ્ય, ચારણ, ગંધર્વ, ભરત.
ખ્યાતિ (૪)
:ઉત્તમ ખ્યાતિ (સ્વયંસિદ્ધિથી), મધ્યમખ્યાતિ (પિતાની સિદ્ધિથી), અધમખ્યાતિ (મામાની સિદ્ધિથી), અધમાતિઅધમ (શ્વસુર સિદ્ધિથી).
:(૫)
:અસત્ખ્યાતિ (શૂન્યવાદ), આત્મખ્યાતિ (ક્ષણિકવાદ), અન્યથા- ખ્યાતિ (ન્યાય), અખ્યાતિ (મીમાંસક), અનિર્વચનીય (અથવા વિવર્તવાદ) (વેદાંત).
{{center|'''[ ગ ]'''}}
ગણ (૩)
:દેવગણ, મનુષ્યગણ, રાક્ષસગણ.
:(૮) (છંદના).
:ય, ૨, ત, ભ, જ, સ, મ ન.
:(૯)
:આદિત્યગણ, (ખગોળ સમિતિ), વિશ્વદેવ (બાંધકામ સમિતિ), વસુ (ખાણિયામંડળ), તુષિત (સહકારી કૃષિમંડળ), ભાસ્વર (રંગરેજમંડળ), અનિલ (૨વાનગી મંડળ), મહારાજિક (કોઠારી મંડળ), સાધ્ય (કામદાર મંડળ), રુદ્ર :(પત્રકારમંડળ).
ગણદેવતા (૯).
:આદિત્ય (૧૨), વિશ્વદેવા (૧૦), વસુ (૮), તુષિત (૩૬), આભાસ્વર (૬૪), વાયુ (૪૯), અનિલ મહારાજિકા (૨૨૦), સાધ્યા (૧૨), રુદ્ર. ૧૧.
ગણપતિ૨દન. (૧)
ગણપતિવાહન. (૩).
:સિંહ (સત્યયુગમાં), મયૂર (ત્રેતાયુગમાં), મૂષક (દ્વાપર અને કલિયુગમાં)
ગણપતિની પત્ની (૨).
:રિદ્ધિ, સિદ્ધિ.
ગતિ. (૪).
:દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ, નરકગતિ.
:(૫) (જૈનમત).
:નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ, દેવગતિ, સિદ્ધિગતિ.
:(૮) (જૈનમત).
:નારકી, તિર્યંચ, તિર્યંચસ્ત્રી, નર, નારી, દેવ, દેવી, સિદ્ધ.
:ગદાયુદ્ધ (૪)
:પ્રક્ષેપ, વિક્ષેપ, પરિક્ષેપ, અભિક્ષેપ.
ગદ્ય (૨)
:કથા, આખ્યાયિકા.
:(૩) ચૂર્ણક, ઉત્કલિકા, વૃત્તગંધિ (અગ્નિપુરાણ).
ગમક (૬) .
:સ્ફુરિત, કંપિત, સ્તિમિત, આંદોલિત, આહત, ઉદાત્ત.
:(૭)
:ઉદાત્ત, સ્ફુરિત, કંપિત, લીન, સ્તિમિત, આંદોલિત, આહત.
:(૧૦)
:ગમક, ડાલુ, જમજમા, સ્ફુરિત, ગિટકડી, કંપિત, પ્રત્યાહત, ત્રિપુશ્યા, આંદોલન, મૂર્છન.
:(૧૫)
:આહત, આંદોલિત, ઉલ્લાસિત, કંપિત, કુરુલ, ગુંફિત, ત્રિભિન્ન, નમિત, મિશ્રિત, મુદિત, પ્લાવિત, તિરિ૫, લીન, કુરિત, વલિત. ગર્વિતા નાયિકા (૩)
:રૂપગર્વિતા, પ્રેમગર્વિતા, ગુણગર્વિતા.
ગવ્ય (૫)
:કંચનવર્ણી ગાયનું દૂધ, શ્વેતવર્ણી ગાયનું છાણ, તામ્રવર્ણી ગાયનું મૂત્ર, નીલવર્ણી ગાયનું ઘી, કૃષ્ણવર્ણી ગાયનું દહીં.
ગાથા (૩)
:સ્તોત્રિય, અનુરૂપ, પર્યાસ.
ગાયકદોષ (૨૫)
:સંદૃષ્ટ, ઉદ્દધૃષ્ટ, સૂત્કારી, ભીત, શક્તિ, કંપિત, કરાલી, વિકલ, કાડી, વિતાલ, કરણ, ઉદ્વડ, ઝોંબક, તુંબકી, વક્રી, પ્રસારી નિમીલક, વિરસ, અપસ્વર, અવ્યક્ત, સ્થાનભ્રષ્ટ, અવ્યવસ્થિત, મિશ્રક, અનવધાન, સાનુનાસિક :(સંગીતરત્નાકર).
ગાયત્રી મુદ્રા (૨૪)
:સંમુખ, સંપુટ, વિતત, વિસ્તૃત, દ્વિમુખ, ત્રિમુખ, ચતુર્મુખ, પંચમુખ, ષણ્મુખ, અધોમુખ, વ્યયકાંજલિક, શકટ, યમપાશ, ગંથિત, સંમુખોન્મુખ, પલંબ, મુષ્ટિ, મત્સ્ય, કૃમ, વરાહ, સિંહાક્રાંત, મહાક્રાંત, મુદ્દગર, પલ્લવ.
ગાયત્રી શક્તિ (૨૪)
:વામદેવી, પ્રિયા, સત્યા, વિશ્વા, ભદ્રવિલાસિની, પ્રભાવતી, જયા, શાંતા, કાંતા, દુર્ગા, સરસ્વતી, વિદ્રુમા, વિશાલેશા, વ્યાપિની, વિમલા, તમોપહારિણી, સૂક્ષ્મા, વિશ્વયોનિ, જાયા, વશ, પન્નાલયા, પરાશોભા, ભદ્રા, ત્રિપદા.
ગાહમબાર (૬) (જરથોસ્તીમત).
:આકાશ, પાણી, પૃથ્વી, વનસ્પતિસૃષ્ટિ, પ્રાણીસૃષ્ટિ, માણસ, (ઈશ્વરનો આભાર માનવા માટે થતી ક્રિયા).
ગીત (૩)
:મહાગીત, અનુગીત, ઉપગીત. (વ. ૨. કો.)
:વેણુગીત, ગોપીગીત, યુગલગીત, ભ્રમરગીત, મહિષીગીત.
ગીતા (૨૬)
:પિંગળગીતા, શંપાકગીતા, મંકિગીતા, બોધ્યગીતા, વિચબ્યુ ગીતા, હારિતગીતા, વૃત્રગીતા, પરાશરગીતા, હંસગીતા, બ્રાહ્મણગીતા, અવધૂતગીતા, અષ્ટાવક્રગીતા, ઈશ્વરગીતા, ઉત્તરગીતા, કપિલગીતા, ગણેશગીતા, દેવગીતા, :પાંડવગીતા, બ્રહ્મગીતા, વ્યાસગીતા, શિવગીતા, સૂત્રગીતા, સૂર્યગીતા.
ગુણ (૩)
:સત્ત્વ, રજસ્, તમસ.
:(૩)
:માધુર્ય, ઓજસ, પ્રસાદ, (કાવ્યના ગુણ).
:(૩)
:ઉપમા (કાલિદાસની), અર્થગૌરવ (ભારવિનું), પદલાલિત્ય (દંડીનું), (માઘની કાવ્યરચનામાં આ ત્રણેય ગુણો એકસાથે મળે છે). (રાજનીતિના).
:(૬) (ગીતાના ગુણ).
:સુસ્વ૨, સુરસ, સુરાગ, મધુરાક્ષર, સાલંકાર, પ્રાણ.
:(૬)
:સંધિ, વિગ્રહ, યાન, આસન, દ્વૈધીભાવ, સમાશ્રય.
:(૧૦)
:બુદ્ધિ, સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ, યત્ન, ધર્મ, અધર્મ, ભાવના, શબ્દ (ન્યાય).
:(૨૪) રૂપ, રસ, ગંધ, રપર્શ, સંખ્યા, પરિમાણ, પૃથક્ત્વ, સંયોગ, વિયોગ, પરત્વ અપરત્વ, ગુરુત્વ, દ્રવત્વ, સ્નેહ, બુદ્ધિ, સુખ, દુ:ખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ, સંસ્કાર.
ગુણસ્થાન (૧૪) (જૈનમત)
:મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, અવિરતિ સમ્યક્દૃષ્ટિ, દેશવિરતિ, પ્રમત્તસંજતિ, અપ્રમત્તસંજતિ, નિયદ્વીબાદર, અનિયટ્ટીબાદર, સૂમસં૫રાય, ઉપશાંતયોહ, ક્ષીણમોહ, સયોગીકેવલી અયોગીકેવલી.
ગુનાના પ્રકાર (૨)
:દીવાની, ફોજદારી.
ગુપ્તિ (૩) (જૈનમત) મનોગુપ્તિ, વાક્ગુપ્તિ, કાયગુપ્તિ.
:(૯) (જૈનમત)
:વસતિ, કથા, નિમિષા, ઇન્દ્રિય-પ્રેક્ષણ, કુડ્યંતર, પૂર્વભક્ત, પ્રણીતાહાર, અતિમાત્રાહાર નિભૂષાત્યાગ.
ગુરુપ્રકાર (૫)
:અર્હંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ.
:(૧૬)
:ગુરુ, મંત્રગુરુ, યંત્રગુરુ, તંત્રગુરુ, વસ્તાદગુરુ, રાજગુરુ, કુળગુરુ, માનેલગુરુ, વિદ્યાગુરુ, કુવિદ્યાગુરુ, અસદગુરુ, યતિગુરુ, માતાગુરુ, પિતાગુરુ, દેવગુરુ, જગતગુરુ
:ગોપ્ય (૯)
:આયુષ્ય, વિત્ત, છિદ્ર, મંત્ર, મૈથુન, ઔષધ, તપ, ઘન, અપમાન.
ગૌણકમ (૪)
:ઉત્પત્તિ, આસિ. વિકૃતિ, સંસ્કૃતિ.
ગૌણકર્મભેદ (૪)
:કૃષ્ણકર્મ, શુક્લકર્મ, મિશ્રકર્મ, પુણ્યકમ (યોગસૂત્ર).
ગૌરી (૯)
:પ્રજ્ઞાગૌરી, જયેષ્ઠાગૌરી, લક્ષ્મીગૌરી, લલિતાગૌરી, ભવાનીગૌરી,
:વિશાલાગૌરી, શૃંગારગૌરી, કનિષ્કાગૌરી, મંગલાગૌરી.
ગૌરીસ્વરૂપ (૨૪),
:તોતલા, ત્રિપુરા, સૌભાગ્ય, વિજયા, ગૌરીપાર્વતી, શૈલેશ્વરી, લલિતા, ઈશ્વરી, મનેશ્વરી, ઉમાપતિદેવી, વીણા, હસ્તિની, ત્રિનેત્રી, રમણી, ફૂલકથા, જંઘા, શૈલેયવિજ્યા, કામેશ્વરી, રક્તક્ષેત્રા, ચડી, જંમિની, વાલપ્રભા, :ભૈરવી.
ગંગા (૫)
:ગંગા, યમુના, સરસ્વતી, કિરણા, ધૂતપાપા.
ગંધ (૮).
:ચંદન, અગર, દેવદાર, કેલીજન, કુસુમશૈલજ, રતાંજળી, જટામાસી, ગોરોચન.
:(૮)
:કસ્તૂરી, કેસર, કૃષ્ણાગર, ગોરૂચંદન, ચંદન, રક્તચંદન, ગોપીચંદન, મલયાગર,
:(૮)
:ગોરૂચંદન, ચંદન, દેવદાર, કપૂર, કૃષ્ણાગર, નાગરમોથ, કસ્તૂરી, કુંકુમ.
:(૧૦)
:ઇષ્ટ (કસ્તુરીમાં), અનિષ્ટ (વિષ્ટામાં), મધુર (ફલમાં), ખાટી. (આમલીમાં), કડવી (મરચાંમાં), નિર્હારી (હિંગમાં), સંહત (કલ્કમાં), રૂક્ષ (સરસવ તેલમાં), સ્નિગ્ધ (ગરમ ઘીમાં) વિશદ, (ચોખામાં).
ગંધક (૩) (વૈદક).
:તજ, ઇલાયચી, તમાલપત્ર,
ગંધર્વ (૨)
:મનુષ્યગંધર્વ, દેવગંધર્વ.
ગંધર્વકુળ (૧૧)
:તુમ્બુરુ, નારદ, હાહા, હૂહૂ, વિશ્વાસુ, સુષેણ, ચિત્રસેન, સુરુચિ, પૂર્ણાયુ, સુવર્ચા, ધૃતરાષ્ટ્ર
ગાંગેય (૪)
:ભીષ્મ, કાર્તિકેય.
ગ્રહ (૭).
:સૂર્ય (આત્મતત્ત્વ), ચંદ્ર (મન), મંગળ (અગ્નિ), બુધ (પૃથ્વી), ગુરુ (આકાશ), શુક્ર (જલ), શનિ (વાયુ). (૯) (જ્યોતિષ પ્રમાણે)
:સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ કેતુ. (૯) (ખગોળ પ્રમાણે) બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચ્યુન, પ્લુટો
:(૮૮)
:અંગારક, વિકાલિક, લોહિતાંક, શનૈશ્વર, આધુનિક, પ્રાધુનિક, કણ, કણકણક, કણક, વિતળીક, કણસંતાનક, સોણ, સહિત, આશ્વાસન, રુત, કાર્યોપિગ, કર્બુરક, અજરક, દુંદુભઠ, શંખ, શંખનાભ, શંખવર્ણાભ, કંસ, કંસનાભ, :કંસવર્ણાભ, નીલ, નીલાવભાસ, રુપ્ય, રુપ્યાવભાસ, ભસ્મક, ભસ્મરાશિ, તિલ, નિત પુષ્પવર્ણ, દક, દકવણ, કાય, બંધ્ય, ઇન્દ્રાગ્નિ, ધૂમકેતુ, હરિ, પિંગલ, બુધ, બૃહસ્વતિ, શુક, રાહુ, અગસ્તિ, પ્રાણપ, ધુર, કામસ્પર્શ, :પ્રમુખ, વિકટ, વિરુધિકલ્પ, પ્રકલ્પ, જટાલ, અરુણ, અગ્નિ, કાલ, મહાકાલ, સ્વસ્તિક, સૌવસ્તિક, વર્ધમાન, પ્રલંબ, નિત્યાલોક, નિત્યોદ્યોત, સ્વયંપ્રભુ, અવભાસ, શ્રેયસસ્કર, ક્ષેમંકર, આરંભકર, પ્રભંકર, અરજા, વિરજા, :અશોક, વીતશેક, વિતપ્ત, વિવસ્મ, વિશાલ, શાલ, સુવત, અનિવૃત્તિ, એકજટી, દ્વિજટી, કર, કરિક, રાજા, અગળ, પુષ્પ, ભાવકેતુ. (ભ.ગો.મં. પૃ. ૨૯૬૩)
ગ્રહધાન્ય (૯)
:ઘઉં (રવિ), ચોખા (ચંદ્ર), તુવેર (મંગળ), જવ (બુધ), ચણા (ગુરુ), મગ (શુક્ર), તલ (શનિ), અડદ (રાહુ), કાંગ (કેતુ).
ગ્રહણ (૨)
:સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ.
ગ્રહરત્ન (૯)
:રવિનું માણેક, ચંદ્રનું મોતી, મંગળનું પરવાળું, બુધનું, પાનું, ગુરુનું પોખરાજ, શુક્રનું હીરો, શનિનું નીલ, રાહુનું ગોમેદ, કેતુનું વૈદૂર્ય.
ગ્રહવર્ણ (૪)
:ગુરુ અને શુક્ર-બ્રાહ્મણ, મંગળ, રવિ-ક્ષત્રિય; બુધ અને ચંદ્ર-વૈશ્ય, શનિ, રાહુ, કેતુ-શૂદ્ર.
ગ્રહવાહન (૯).
:સૂર્ય–સપ્તાશ્વ, ચંદ્ર-મૃગ, મંગળ-મેષ, બુધ-શાર્દૂલ, ગુરુ-ઐરાવત, શુક્ર–અશ્વ, શનિ-પાડો, રાહુ-વાઘરથ, કેતુ-મત્સ્ય.
ગ્રહસ્થિતિ (૯),
:ગર્ભસ્થાને રવિ, બિંદુસ્થાને ચંદ્ર, નેત્રસ્થાને મંગળ, હૃદયસ્થાને બુધ, વિષ્ણુસ્થાને ગુરુ, રેતસ્થાને શુક્ર, નાભિસ્થાને શનિ, ગુદાસ્થાને રાહુ, પગે કેતુ.
ગ્રામ (૩)
:ષડ્જ (ખરજ), મધ્યમ (પંચમ), ગાંધાર (અવસાન).
:(૩) નંદ ગ્રામ, મહાગ્રામ, શંખલગ્રામ.
ગૃહ (૪).
:સમગૃહ, વિષમગૃહ, અતીત, અનાદ્યાત.
:(સંગીત-તાલસ્થાન).
ગ્રૈવેયક (૯)
:ભદ્રા, સુભદ્રા, સુજાત, સુમનસ, સુદર્શન, પ્રિયદર્શન, અમોઘ, સુપ્રતિબદ્ધ, યશોધર.






</poem>
</poem>
17,611

edits

Navigation menu