825
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|દત્તક પિતા | પીતાંબર પટેલ}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એ વખતે મારી પત્ની સુવિદ્યા પ્રસૂતિગૃહમાં હતી. હું સવારસાંજ રોજ તેની ખબર કાઢવા જતો. ત્યાં મારા જેવા બીજા અધીરિયા પતિઓ પણ આવતા હશે, પણ મારું ધ્યાન એક ડોસાએ ખેંચ્યું. તેમની ઉંમર સાઠ ઉપરની હશે, પણ તેમની તંદુરસ્તી એવી તો સુંદર હતી કે તેમની ઉંમર દેખાવા દેતી ન હતી. હું દવાખાનામાં પગ મૂકું એટલે બહાર બાંકડા પર એ બેઠેલા જ જણાય. અમને સવારે આઠ વાગ્યા પછી અંદર જવા દેતા; એથી હું રોજ આઠ વાગ્યા પહેલાં પહોંચી જતો, પણ મારા આશ્ચર્ય વચ્ચે હું એ ડોસાને મારા પહેલાં આવેલા જોતો. તે બહાર બાંકડા પર બેઠા બેઠા મરાઠી દૈનિક ‘લોકમાન્ય’ વાંચતા જ હોય. તેમના મોં પરની પ્રસન્નતા, નિર્મળતા તેમની સાથે પરિચય કરવા પ્રેરે એવી હતી. | એ વખતે મારી પત્ની સુવિદ્યા પ્રસૂતિગૃહમાં હતી. હું સવારસાંજ રોજ તેની ખબર કાઢવા જતો. ત્યાં મારા જેવા બીજા અધીરિયા પતિઓ પણ આવતા હશે, પણ મારું ધ્યાન એક ડોસાએ ખેંચ્યું. તેમની ઉંમર સાઠ ઉપરની હશે, પણ તેમની તંદુરસ્તી એવી તો સુંદર હતી કે તેમની ઉંમર દેખાવા દેતી ન હતી. હું દવાખાનામાં પગ મૂકું એટલે બહાર બાંકડા પર એ બેઠેલા જ જણાય. અમને સવારે આઠ વાગ્યા પછી અંદર જવા દેતા; એથી હું રોજ આઠ વાગ્યા પહેલાં પહોંચી જતો, પણ મારા આશ્ચર્ય વચ્ચે હું એ ડોસાને મારા પહેલાં આવેલા જોતો. તે બહાર બાંકડા પર બેઠા બેઠા મરાઠી દૈનિક ‘લોકમાન્ય’ વાંચતા જ હોય. તેમના મોં પરની પ્રસન્નતા, નિર્મળતા તેમની સાથે પરિચય કરવા પ્રેરે એવી હતી. |