825
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|કમાઉ દીકરો | ચુનીલાલ મડિયા}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ભેંસ ગાભણી હતી ત્યારથી જ ગલાશેઠે અઘરણિયાત વહુની જેમ એની ચાકરી કરવા માંડી હતી. શેઠને તો ઘરનાં જ ખેતરવાડી રહ્યાં એટલે ઘાસ કે નીરણ–પૂળાની તો ખેંચ ન જ હોય, પણ ઓછામાં પૂરું ખેડુસાઈ વેપારધંધો હોવાથી કપાસિયાની કમી ન હતી, વળી, ગલાશેઠને મૂળથી જ ઢોરઢાંખર ઉપર બહુ ભાવ. આ ભેંસને તો તેમણે હથેળી ઉપર જ રાખી હતી, પણ જ્યારે ભેંસ વિયાણી અને પાડીની આશા રાખી હતી, ત્યાં પાડો આવ્યો ત્યારે ગલાશેઠ સિવાયનાં સૌ માણસો નિરાશ થયાં. શેઠનેય ઘડીભર લાગ્યું તો ખરું કે આ તો દવરામણનો સવા રૂપિયો પણ માથે પડ્યો. પણ શેઠ ગમે તેવા તોય મોટા માણસ, અને એમનાં મન પણ મોટાં, એટલે પાડીને બદલે પાડો આવતાં એમણે બહુ વિમાસણ ન અનુભવી. | ભેંસ ગાભણી હતી ત્યારથી જ ગલાશેઠે અઘરણિયાત વહુની જેમ એની ચાકરી કરવા માંડી હતી. શેઠને તો ઘરનાં જ ખેતરવાડી રહ્યાં એટલે ઘાસ કે નીરણ–પૂળાની તો ખેંચ ન જ હોય, પણ ઓછામાં પૂરું ખેડુસાઈ વેપારધંધો હોવાથી કપાસિયાની કમી ન હતી, વળી, ગલાશેઠને મૂળથી જ ઢોરઢાંખર ઉપર બહુ ભાવ. આ ભેંસને તો તેમણે હથેળી ઉપર જ રાખી હતી, પણ જ્યારે ભેંસ વિયાણી અને પાડીની આશા રાખી હતી, ત્યાં પાડો આવ્યો ત્યારે ગલાશેઠ સિવાયનાં સૌ માણસો નિરાશ થયાં. શેઠનેય ઘડીભર લાગ્યું તો ખરું કે આ તો દવરામણનો સવા રૂપિયો પણ માથે પડ્યો. પણ શેઠ ગમે તેવા તોય મોટા માણસ, અને એમનાં મન પણ મોટાં, એટલે પાડીને બદલે પાડો આવતાં એમણે બહુ વિમાસણ ન અનુભવી. |