ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/સુરેશ જોષી/રાક્ષસ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{Center|'''રાક્ષસ'''}}
{{SetTitle}}
----
{{Heading|રાક્ષસ | સુરેશ જોષી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
મારી પથારી પાસેની, છજામાં પડતી, બારી પર એક કાંકરો આવીને અથડાયો, તરત જ બીજો કાંકરો આવીને અથડાયો. હું સફાળો બેઠો થઈ ગયો. આજુબાજુ સૂતેલું કોઈ જાગી નહિ જાય એમ, ચોરપગલે, નીચે ઊતર્યો. ઓસરીમાં ઝીણું કરીને રાખેલું ફાનસ હોલવી નાખ્યું. વદ ચોથનો ચન્દ્ર ઊગવાનો આભાસ જ હજી પૂર્વમાં હતો, એના ધૂંધળા અસ્તરમાં બધું લપેટાઈ ગયું હતું. મેં આજુબાજુ નજર કરી, કોઈ દેખાયું નહીં. હું સહેજમાં ઊભો રહી ગયો. ઊભા રહેતાંની સાથે જ મને અકળ રીતે સમજાઈ ગયું કે બાજુમાં રહ્યું રહ્યું કોઈ મારી રજેરજ હિલચાલ પર નજર રાખી રહ્યું છે. મેં દોડવા માંડ્યું. થોડે છેટે ધૂંધળા આભાસમાં કોઈનો આકાર સરી જતો દેખાયો. સંકેત મુજબ મેં સીટી વગાડી. સામેથી તરત જ સીટીનો અવાજ સંભળાયો. થોડેક છેટેના ઘટાદાર લીમડાના પડછાયામાં એ આકાર અદૃશ્ય થઈ ગયો. હું સહેજ મૂંઝાઈને ઊભો રહી જવા જતો હતો ત્યાં ફરી સીટી વાગી. હું દોડીને લીમડા પાસે પહોંચ્યો. એના પડછાયામાંથી પેલા આકારે કરેલા તર્જનીસંકેતને હું અનુસર્યો. પાસે જઈને હું કશુંક બોલવા જતો હતો ત્યાં એણે તરત હોઠ પર આંગળી ધરીને મને ચૂપ કરી દીધો. કશું બોલ્યા વિના પૂર્વ તરફ આંગળી ચીંધી. ચન્દ્ર ઊગતો હતો. એના અજવાળામાં મેં એને જોઈ. નજર ઠેરવીને જોઈ રહું તે પહેલાં એ હાથ ખેંચીને મને દોડાવી લઈ ગઈ. આજુબાજુનાં ઝાડ વચ્ચે ઢંકાયેલી એક નાની દહેરી આગળ આવીને અમે ઊભાં. એણે અણસારાથી મને ઘૂંટણિયે પડવાનું સૂચવ્યું, પછી એ વાંકી વળી. એનું મોઢું મારા માથા પર હતું. એનો ઉષ્ણ ઉચ્છ્‌વાસ મને સ્પર્શી જતો હતો. એ હોઠ ફફડાવીને કશુંક અસ્પષ્ટ ગણગણી. પછી મારા ગળામાં કશુંક બાંધી દીધું, હું કશુંક પૂછું તે પહેલાં જ એ બોલી. આંખ બંધ કરીને સાત વાર ગોળ ગોળ ફર, હું કહું ત્યારે જ આંખ ખોલજે. મેં એના કહ્યા મુજબ કર્યું. મારો હાથ પકડીને એ દોડવા લાગી. મેં પણ બંધ આંખે દોડવા માંડ્યું. થોડેક ગયા પછી એણે કહ્યું: હવે આંખ ખોલી દે. મેં આંખો ખોલી. હવે ચન્દ્ર ઝાડના માથા પર પૂરેપૂરો આવી ગયો હતો. મેં એને જોઈ. આજે એને યાદ કરવા મથું છું ત્યારે એ ચહેરો પૂરો દેખાતો નથી. માત્ર થોડું થોડું યાદ આવે છે. એના આગલા બે દાંત પડી ગયા હતા. એના કાનમાંનાં એરિંગ ચમકતાં હતાં, ને એનું કપાળ અસ્તવ્યસ્ત વાળથી ઢંકાઈ ગયું હતું. એમાંથી એની બે તરવરાટભરી આંખોનો ચમકારો દેખાતો હતો. એ મને કહેતી: ‘તેં જૂઈની ઘણી કાચી કળીઓ એક વાર તોડી નાખી હતી તેથી જૂઈ પરીનો તને શાપ છે. તને કશું પૂરું યાદ નહીં રહે. તું જે યાદ કરશે તેમાં કંઈક ને કંઈક ખૂટતું હશે.’ જૂઈ પરીના આ શાપને શી રીતે પાછો ખેંચાવવો તે વિશે અમે બન્નેએ કાંઈ ઓછી મથામણ નથી કરી, પણ શાપ તે શાપ.

Navigation menu