ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/ઍરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર – અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, 1935: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 8: Line 8:
|}
|}
{{dhr|2em}}
{{dhr|2em}}
{{color|LightSeaGreen|{{સ-મ|'''{{larger|ઍરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર: એક ભૂમિકા}}'''}}}}
{{color|LightSeaGreen|{{સ-મ|'''{{larger|ઍરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર: એક ભૂમિકા}}'''}}}}<ref>* ‘ઍરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર’માં મૂકેલો પ્રવેશક. અહીં થોડા ફેરફાર સાથે.</ref>
{{dhr|1em}}
{{dhr|1em}}

Line 36: Line 36:
વિરેચનપદ્ધતિની મોટી મર્યાદા એ છે કે તેમાં કરુણા અને ભીતિ જેવી લાગણીઓનો ખરાબ લાગણીઓ તરીકે સ્વીકાર થયેલો છે. આ સ્વીકાર પ્લેટોની માન્યતાને મળતો આવે છે પણ ઍરિસ્ટોટલની માન્યતા એવી નહોતી. ઍરિસ્ટોટલે બુદ્ધિતંત્રની પેઠે લાગણીતંત્રનો પણ સ્વીકાર કર્યો છે અને લાગણીઓ હીન છે એવું એણે કહ્યું નથી. એણે તો એવું કહ્યું છે કે લાગણીઓને જો કાબૂમાં ન રાખીએ તો નુકસાનકારક નીવડે. એટલે લાગણીઓને કેળવવી જોઈએ અને કાબૂમાં રાખવી જોઈએ.

જેમણે ઍરિસ્ટોટલની આ વિચારપીઠિકાનો સ્વીકાર કર્યો. તેઓએ વિશોધનપદ્ધતિને જન્મ આપ્યો. આ પદ્ધતિમાં કૅથાર્સિસનો મુદ્દો માત્ર કરુણા અને ભીતિ એ બે જ લાગણીઓને સ્પર્શે છે એવું નથી, પણ સમગ્ર લાગણીતંત્રને સ્પર્શે છે એમ સ્વીકારાયું છે; અને ઍરિસ્ટોટલે કરુણા અને ભીતિ એ બે જ લાગણીઓનો નિર્દેશ કર્યો છે તેનું કારણ એ છે કે એ બે લાગણીઓ પ્રતિનિધિરૂપ છે. કરુણા તો સારી લાગણી છે અને ભીતિ સામાન્ય સંજોગોમાં તે માનસિક તંદુરસ્તીની સૂચક છે. આ લાગણીઓને કાબૂમાં રાખવી જોઈએ, એમનું વિરેચન સાધવાની – એમને હાંકી કાઢવાની જરૂર નથી. હાંકી કાઢવાનું કદાચ શક્ય પણ નથી.

વિશોધનપદ્ધતિના પુરસ્કર્તાઓએ પોતાનું સમર્થન ઍરિસ્ટોટલના Niomachean Ethicsમાંની વિચારણામાંથી શોધ્યું છે. નૈતિક ગુણવત્તાની વાત કરતાં ઍરિસ્ટોટલ નોંધે છે કે લાગણી એના બંને અંતિમે અનુભવવી તે ગુણની નિશાની નથી, અતિશય આનંદ અનુભવવો કે આનંદ ભાગ્યે જ અનુભવવો એ બંને અંતિમો તંદુરસ્તીની કે ગુણવત્તાની સૂચક નથી. એવું જ દુ:ખની લાગણીનું છે; અને બધી જ લાગણીઓ માટે આ સાચું છે. બંને અંતિમોની વચ્ચે સમતુલા જળવાવી જોઈએ. ઍરિસ્ટોટલ તે ત્યાં સુધી કહે છે કે લાગણી યોગ્ય જગાએ, યોગ્ય સમયે, યોગ્ય રીતે અને યોગ્ય પદાર્થ, પ્રાણી કે લોક પ્રત્યે દર્શાવવી જોઈએ. ઉત્તમ ચારિત્ર્યની એ નિદર્શક છે.*
વિશોધનપદ્ધતિના પુરસ્કર્તાઓએ પોતાનું સમર્થન ઍરિસ્ટોટલના Niomachean Ethicsમાંની વિચારણામાંથી શોધ્યું છે. નૈતિક ગુણવત્તાની વાત કરતાં ઍરિસ્ટોટલ નોંધે છે કે લાગણી એના બંને અંતિમે અનુભવવી તે ગુણની નિશાની નથી, અતિશય આનંદ અનુભવવો કે આનંદ ભાગ્યે જ અનુભવવો એ બંને અંતિમો તંદુરસ્તીની કે ગુણવત્તાની સૂચક નથી. એવું જ દુ:ખની લાગણીનું છે; અને બધી જ લાગણીઓ માટે આ સાચું છે. બંને અંતિમોની વચ્ચે સમતુલા જળવાવી જોઈએ. ઍરિસ્ટોટલ તે ત્યાં સુધી કહે છે કે લાગણી યોગ્ય જગાએ, યોગ્ય સમયે, યોગ્ય રીતે અને યોગ્ય પદાર્થ, પ્રાણી કે લોક પ્રત્યે દર્શાવવી જોઈએ. ઉત્તમ ચારિત્ર્યની એ નિદર્શક છે.<ref>જુઓ Ethics, 1106 b 8-23</ref>
ઍરિસ્ટોટલના આ વિચારસંદર્ભમાં કૅથાર્સિસનો સંકેત નૈતિકતાથી બંધાઈ જાય છે. ટ્રૅજેડી જોવાથી સામાજિક શીખે છે કે કરુણા અને ભીતિ જેવી લાગણીઓનો ઉપયોગ કેવી રીતે કરવો અથવા તો એમને ક્યારે કેવી રીતે દોર આપવો. હમ્ફી હાઉસ જેવા પણ કૅથાર્સિસની વિભાવનાને ‘Wider ethical context’માં જોવાનું સૂચવે છે. એ વાત સાચી છે કે જીવનના અનુલક્ષમાં ઍરિસ્ટોટલે ટ્રૅજેડીના અસ્તિત્વની સાર્થકતા પૂરવાર કરવાનો પ્રયત્ન કર્યો છે પણ એનું વલણ બોધલક્ષી કે નીતિલક્ષી નથી. ટ્રૅજેડીનું (કે કવિતાસમગ્રનું) કાર્ય–function–અમુક હેતુ માટે હોવું જોઈએ એવું એણે ક્યાંય કહ્યાનું જાણમાં નથી.

બૂચર વિરેચનપદ્ધતિ તરફ જરાક ઝૂકીને પછી વિશોધનપદ્ધતિ તરફ આવે છે. એમણે એક વાત મહત્ત્વની કરી છે કે ‘માનસિક સંતુલન’ તો કાવ્યાસ્વાદની માત્ર એક ભૂમિકા છે; અને કૅથાર્સિસની પરિણતિ તે આનંદાનુભૂતિમાં છે:
બૂચર વિરેચનપદ્ધતિ તરફ જરાક ઝૂકીને પછી વિશોધનપદ્ધતિ તરફ આવે છે. એમણે એક વાત મહત્ત્વની કરી છે કે ‘માનસિક સંતુલન’ તો કાવ્યાસ્વાદની માત્ર એક ભૂમિકા છે; અને કૅથાર્સિસની પરિણતિ તે આનંદાનુભૂતિમાં છે:
“The poets found out how the transport of human pity and human fear might, under the excitation of art, be dissolved in joy, and the pain escape in the purified tide of human sympathy.”
“The poets found out how the transport of human pity and human fear might, under the excitation of art, be dissolved in joy, and the pain escape in the purified tide of human sympathy.”
આ બંને ય પદ્ધતિઓ સામાજિકની મન:સ્થિતિનું વિશ્લેષણ કરે છે. પણ એ ય ભૂલવું ન જોઈએ કે ઍરિસ્ટોટલનો ઝોક તો કવિતાકલા પરત્વે છે. કૅથાર્સિસ એ ઍરિસ્ટોટલને મન આનંદનો એક પ્રકારવિશેષ છે. ઍરિસ્ટોટલ કહે છે “...આપણે ટ્રૅજેડી પાસેથી સર્વ પ્રકારના આનંદની અપેક્ષા ન રાખતાં માત્ર તેને અનુરૂપ આનંદની જ અપેક્ષા રાખવી જોઈએ. અને કવિએ જે આનંદ આપવાનો છે તે તો અનુકરણ દ્વારા કરુણા અને ભીતિમાંથી જન્માવાતો હોવાથી એટલું તો સ્પષ્ટ જ છે કે આ ગુણ ઘટના પર અંકિત થવો જોઈએ.”* ઍરિસ્ટોટલના આ ખંડને ધ્યાનમાં રાખીને Leon Golden આ પ્રમાણે ટ્રૅજેડીની વ્યાખ્યામાંના કૅથાર્સિસ અંગેના ભાગનો અનુવાદ આપે છે: “...through the representation of pitiable and fearful incidents, the catharsis of such pitiable and fearful incidents.” મોટા ભાગના અનુવાદો કૅથાર્સિસને pity અને fearની સાથે જોડે છે, જ્યારે ગોલ્ડન એને ઘટનાઓ સાથે જોડે છે. ટ્રૅજેડીનો આનંદ એ ઘટનાઓમાં મૂર્ત થવો જોઈએ, એવા ઍરિસ્ટોટલના અભિપ્રાય સાથે ગોલ્ડનનો અનુવાદ સંગત પણ છે. બૂચરની નજર ત્યાં પડેલી હતી. એ કહે છે કે ટ્રૅજેડીમાં નિરૂપાયેલી ઘટનાઓની ઊંડી સમજની સાથે કૅથાર્સિસને સંબંધ છે.
આ બંને ય પદ્ધતિઓ સામાજિકની મન:સ્થિતિનું વિશ્લેષણ કરે છે. પણ એ ય ભૂલવું ન જોઈએ કે ઍરિસ્ટોટલનો ઝોક તો કવિતાકલા પરત્વે છે. કૅથાર્સિસ એ ઍરિસ્ટોટલને મન આનંદનો એક પ્રકારવિશેષ છે. ઍરિસ્ટોટલ કહે છે “...આપણે ટ્રૅજેડી પાસેથી સર્વ પ્રકારના આનંદની અપેક્ષા ન રાખતાં માત્ર તેને અનુરૂપ આનંદની જ અપેક્ષા રાખવી જોઈએ. અને કવિએ જે આનંદ આપવાનો છે તે તો અનુકરણ દ્વારા કરુણા અને ભીતિમાંથી જન્માવાતો હોવાથી એટલું તો સ્પષ્ટ જ છે કે આ ગુણ ઘટના પર અંકિત થવો જોઈએ.”<ref>* જુઓ ‘ઍરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર’, પૃ. 28</ref> ઍરિસ્ટોટલના આ ખંડને ધ્યાનમાં રાખીને Leon Golden આ પ્રમાણે ટ્રૅજેડીની વ્યાખ્યામાંના કૅથાર્સિસ અંગેના ભાગનો અનુવાદ આપે છે: “...through the representation of pitiable and fearful incidents, the catharsis of such pitiable and fearful incidents.” મોટા ભાગના અનુવાદો કૅથાર્સિસને pity અને fearની સાથે જોડે છે, જ્યારે ગોલ્ડન એને ઘટનાઓ સાથે જોડે છે. ટ્રૅજેડીનો આનંદ એ ઘટનાઓમાં મૂર્ત થવો જોઈએ, એવા ઍરિસ્ટોટલના અભિપ્રાય સાથે ગોલ્ડનનો અનુવાદ સંગત પણ છે. બૂચરની નજર ત્યાં પડેલી હતી. એ કહે છે કે ટ્રૅજેડીમાં નિરૂપાયેલી ઘટનાઓની ઊંડી સમજની સાથે કૅથાર્સિસને સંબંધ છે.
ટ્રૅજેડીના રચિયતા આંતિરક રીતે કરુણાત્મક અને ભીતિજનક હોય એવા ઘટનારાશિને પસંદ કરે. આવો ઘટનારાશિ તે લોકકથાઓ કે ઇતિહાસમાંથી વીણી લાવે. પછી તે એ ઘટનારાશિને એવી રીતે રજૂ કરે કે તેમાંની ઘટનાઓને એક ક્રિયામાં બાંધી લેતા સંભવિતતા અને જરૂરિયાતના સિદ્ધાંતો ઊપસી આવે. નાટ્યરચના જેમ જેમ શરૂઆતથી અંત સુધી ગતિ કરતી રહે તેમ તેમ પેલા સિદ્ધાન્તોને ક્રિયા સાથેનો સંબંધ પણ નક્કી થતો આવે. આવી રચનાવાળી ટ્રૅજેડી જોનાર પ્રેક્ષકગણના મનમાં પછીથી ઘટના સ્પષ્ટ થતી આવે અને એ ઘટનાઓ પાછળ રહેલો સનાતનતાનો સિદ્ધાંત એની સામે ખુલતો આવે. સનાતનતા સાથેનો ઘટનાઓનો સંબંધ જાણવો એ ક્રિયા જ આનંદપ્રેરક છે. આ જાણવું–સમજવું તે સ્પષ્ટીકરણની પદ્ધતિમાં મહત્ત્વનું છે. આ પદ્ધતિનો પુરસ્કાર કરવાનું માન લી ગોલ્ડનને ફાળે જાય છે.**
ટ્રૅજેડીના રચિયતા આંતિરક રીતે કરુણાત્મક અને ભીતિજનક હોય એવા ઘટનારાશિને પસંદ કરે. આવો ઘટનારાશિ તે લોકકથાઓ કે ઇતિહાસમાંથી વીણી લાવે. પછી તે એ ઘટનારાશિને એવી રીતે રજૂ કરે કે તેમાંની ઘટનાઓને એક ક્રિયામાં બાંધી લેતા સંભવિતતા અને જરૂરિયાતના સિદ્ધાંતો ઊપસી આવે. નાટ્યરચના જેમ જેમ શરૂઆતથી અંત સુધી ગતિ કરતી રહે તેમ તેમ પેલા સિદ્ધાન્તોને ક્રિયા સાથેનો સંબંધ પણ નક્કી થતો આવે. આવી રચનાવાળી ટ્રૅજેડી જોનાર પ્રેક્ષકગણના મનમાં પછીથી ઘટના સ્પષ્ટ થતી આવે અને એ ઘટનાઓ પાછળ રહેલો સનાતનતાનો સિદ્ધાંત એની સામે ખુલતો આવે. સનાતનતા સાથેનો ઘટનાઓનો સંબંધ જાણવો એ ક્રિયા જ આનંદપ્રેરક છે. આ જાણવું–સમજવું તે સ્પષ્ટીકરણની પદ્ધતિમાં મહત્ત્વનું છે. આ પદ્ધતિનો પુરસ્કાર કરવાનું માન લી ગોલ્ડનને ફાળે જાય છે.<ref>જુઓ ‘Aristotle’s Poetics’, Tr. Leon Golden, Comm. 0. B. Hardison Jr. (Prentice Hall, 1968).</ref>
8. પ્લેટોની ચોખલિયા શિસ્તમાંથી ઍરિસ્ટોટલ બહાર આવે છે અને પ્લેટોએ અપનાવેલું સંવાદનું સ્વરૂપ એ છોડી દે છે એ નોંધપાત્ર ઘટના છે. પ્લેટો એકાદ ગૃહીત લઈને પછી સંવાદમાં દલીલપરમ્પરા દ્વારા સાબિત કરવાનો બૌદ્ધિક પ્રયત્ન કરે છે જ્યારે ઍરિસ્ટોટલ એવા કોઈ ગૃહીતનો પૂર્વસ્વીકાર કર્યા વિના વસ્તુગત સત્યની શોધ કરે છે. તે સમયે સાહિત્યની કોઈ પુખ્ત સિદ્ધાન્તસરણી અસ્તિત્વમાં નહોતી આવી. એટલે કેટલીક જગાએ ઍરિસ્ટોટલ પોતાની રીતે અક્ષુણ્ણ માર્ગે આગળ વધે છે; અને એવાં કેટલાંક સ્થાનોમાં અસંગતિઓ પ્રવેશવા પામી છે. પરંતુ સાહિત્યતત્ત્વવિચારની કેટલીક મૂળભૂત સમસ્યાઓ રોપી આપવાનું કાર્ય આ ગ્રંથમાં એને હાથે થયું છે અને તે સમસ્યાઓ ત્યાર પછી ચર્ચાતી જ રહી છે. જ્યાં સુધી આ સનાતન સમસ્યા છે ત્યાં સુધી આ ગ્રંથનાં સ્થાન અને માન રહેવાનાં છે.

{{Right|[‘અન્વીક્ષા’, 1970]}}<br>
{{Right|[‘અન્વીક્ષા’, 1970]}}<br>
1,026

edits

Navigation menu