ટોળાં અવાજ ઘોઘાટ/૩૦ -અજનબી અગેાચર આંતરિક: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
()
 
Line 46: Line 46:
કાવ્યની લગની એવી લાગેલી કે લખવા-વાંચવામાં કલાકો જાય. સુન્દરમ્ –ઉમાશંકર-રાજેન્દ્ર-નિરંજન-પ્રિયકાન્ત-ઉશનસૂ-જયંત પાઠક-મકરન્દ દવે-પ્રજારામ વગેરેનાં કાવ્યોનું એકાંતમાં પઠન ચાલે, ઉતાવળ વગર આમ સાવ નિરાંતે, કાવ્યોનાં કાવ્યો કંઠસ્થ થઈ ગયેલાં. વળી ખાસ ગમતા કવિમાં હરિશ્ચંદ્ર ભટ્ટ. એમનો ઘૂંટાયેલો ગૂઢ, સૂક્ષ્મ લય હજુ કર્ણચેતના પર ચીપકેલો છે. પ્રહ્‌લાદ અને શ્રીધરાણી પણ ખાસ, પ્રિય. કાન્ત-બળવંતરાય-ન્હાનાલાલ અને અમુક કાવ્યો બાળશંકરનાં ફરી ફરીને વાંચું. નરસિંહ–મીરા–દયારામને તો ગાઉં, એકાન્તમાં. પ્રેમાનંદ તો આખ્યાનશૈલીમાં જ, મારી રીતે, વાંચું. સંસ્કૃત કવિતા-નાટક, કથારસથી વિશેષ તો, વાણીરસથી વાંચ્યા કરું.
કાવ્યની લગની એવી લાગેલી કે લખવા-વાંચવામાં કલાકો જાય. સુન્દરમ્ –ઉમાશંકર-રાજેન્દ્ર-નિરંજન-પ્રિયકાન્ત-ઉશનસૂ-જયંત પાઠક-મકરન્દ દવે-પ્રજારામ વગેરેનાં કાવ્યોનું એકાંતમાં પઠન ચાલે, ઉતાવળ વગર આમ સાવ નિરાંતે, કાવ્યોનાં કાવ્યો કંઠસ્થ થઈ ગયેલાં. વળી ખાસ ગમતા કવિમાં હરિશ્ચંદ્ર ભટ્ટ. એમનો ઘૂંટાયેલો ગૂઢ, સૂક્ષ્મ લય હજુ કર્ણચેતના પર ચીપકેલો છે. પ્રહ્‌લાદ અને શ્રીધરાણી પણ ખાસ, પ્રિય. કાન્ત-બળવંતરાય-ન્હાનાલાલ અને અમુક કાવ્યો બાળશંકરનાં ફરી ફરીને વાંચું. નરસિંહ–મીરા–દયારામને તો ગાઉં, એકાન્તમાં. પ્રેમાનંદ તો આખ્યાનશૈલીમાં જ, મારી રીતે, વાંચું. સંસ્કૃત કવિતા-નાટક, કથારસથી વિશેષ તો, વાણીરસથી વાંચ્યા કરું.


શબ્દને, લયને, અર્થને તલ્લીનતાથી પામ્યો છું શૈશવમાં, કિશોરાવસ્થામાં, યુવાનવસ્થામાં જેમ, તેમ ક્રમશઃ તિરાડો પણ એમાં સમાન્તર પડતી રહી છે. એકડિયા-બગડિયામાં સાથે ભણતાં હરિજનોનાં એકલ-દોકલ બાળકોને ગાભા જેવા પાથરણા પર અલગ, ખૂણામાં, તિરસ્કૃત દશામાં માંડ બે ચોપડી ભણતાં જોયાં છે. પાણી પાનારી કોળી બાઈ પણ બધા છોકરા પાણી પી લે પછી હરિજનનાં બાળકોને ધિક્કારી ધિક્કારી હડધૂત કરી ખૂબ આઘે-ઊંચેથી પાણી રેડે. મેલું ઉપાડતા હરિજનોને હડધૂત કરતા ઘરના-બહારના વડીલોને, બ્રાહ્મણ-વાણિયા પટેલોને, રોષથી જોતો થયો છું. એમની નાની-મોટી ક્રૂરતાઓ જોઈ વર્ષોથી આ ભદ્ર ગણાતા લોકોને ‘શ્રદ્ધેય’ ગણવાનું છોડી દીધું છે. હરિજનના બાળકને અડવાનું ‘પાપ’ કરતો. જનોઈ શરીર પરથી ઉતારીને ખૂણામાં ઘા કરી જોયા કરતો મારું શું ‘અનિષ્ઠ’ થાય છે તે. વર્ષોથી જનોઈ કાયમ માટે ફગાવી દીધી છે. એક વાર વગડામાં, એક હનુમાનજીના મંદિરમાં મૂર્તિને મુત્રધારાથી પરિપ્લાવિત કરવાનું ‘પાપ’ પણ કરેલું છે. આવી નાની નાની પાપ-પરંપરાઓ સતત ચાલતી રહી છે. વાંકદર્શનને કરને જે કંઈ આત્મસાત્ થતું હતું ત્વરાથી, તલ્લીનતાથી તે ધીમે ધીમે મંદ ગતિએ કતરાતું, ખવાતું, ક્ષીણ થતું રહ્યું છે. કિશોરાવસ્થામાં ગાંધીપરસ્ત, ખાદીનાં કપડાં પહેરતો. રેશનિંગમાં અનાજ સંતાડતાં માતાપિતાને, ઇન્સ્પેક્ટર આવશે ત્યારે ‘કહી’ દઈશ એવી ધમકી આપતો. સત્યનારાયણનો પ્રસાદ અસત્યનારાયણોની વચ્ચે ઊછરતાં ઊછરતાં ખાધો છે. ગાંધીજીની હત્યા વખતે હચમચી ગયેલો. આખો દિવસ જમેલો નહીં. ગાંધીજીને મેં ચાહ્યા છે કુમળી, તરવરતી વયે; અને છતાં પંક્તિ આવે છે તો કેવી આવે છે !-
શબ્દને, લયને, અર્થને તલ્લીનતાથી પામ્યો છું શૈશવમાં, કિશોરાવસ્થામાં, યુવાનવસ્થામાં જેમ, તેમ ક્રમશઃ તિરાડો પણ એમાં સમાન્તર પડતી રહી છે. એકડિયા-બગડિયામાં સાથે ભણતાં હરિજનોનાં એકલ-દોકલ બાળકોને ગાભા જેવા પાથરણા પર અલગ, ખૂણામાં, તિરસ્કૃત દશામાં માંડ બે ચોપડી ભણતાં જોયાં છે. પાણી પાનારી કોળી બાઈ પણ બધા છોકરા પાણી પી લે પછી હરિજનનાં બાળકોને ધિક્કારી ધિક્કારી હડધૂત કરી ખૂબ આઘે-ઊંચેથી પાણી રેડે. મેલું ઉપાડતા હરિજનોને હડધૂત કરતા ઘરના-બહારના વડીલોને, બ્રાહ્મણ-વાણિયા પટેલોને, રોષથી જોતો થયો છું. એમની નાની-મોટી ક્રૂરતાઓ જોઈ વર્ષોથી આ ભદ્ર ગણાતા લોકોને ‘શ્રદ્ધેય’ ગણવાનું છોડી દીધું છે. હરિજનના બાળકને અડવાનું ‘પાપ’ કરતો. જનોઈ શરીર પરથી ઉતારીને ખૂણામાં ઘા કરી જોયા કરતો મારું શું ‘અનિષ્ઠ’ થાય છે તે. વર્ષોથી જનોઈ કાયમ માટે ફગાવી દીધી છે. એક વાર વગડામાં, એક હનુમાનજીના મંદિરમાં મૂર્તિને મૂત્રધારાથી પરિપ્લાવિત કરવાનું ‘પાપ’ પણ કરેલું છે. આવી નાની નાની પાપ-પરંપરાઓ સતત ચાલતી રહી છે. વાંકદર્શનને કરને જે કંઈ આત્મસાત્ થતું હતું ત્વરાથી, તલ્લીનતાથી તે ધીમે ધીમે મંદ ગતિએ કતરાતું, ખવાતું, ક્ષીણ થતું રહ્યું છે. કિશોરાવસ્થામાં ગાંધીપરસ્ત, ખાદીનાં કપડાં પહેરતો. રેશનિંગમાં અનાજ સંતાડતાં માતાપિતાને, ઇન્સ્પેક્ટર આવશે ત્યારે ‘કહી’ દઈશ એવી ધમકી આપતો. સત્યનારાયણનો પ્રસાદ અસત્યનારાયણોની વચ્ચે ઊછરતાં ઊછરતાં ખાધો છે. ગાંધીજીની હત્યા વખતે હચમચી ગયેલો. આખો દિવસ જમેલો નહીં. ગાંધીજીને મેં ચાહ્યા છે કુમળી, તરવરતી વયે; અને છતાં પંક્તિ આવે છે તો કેવી આવે છે !
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
Line 54: Line 54:


{{Poem2Open}}
{{Poem2Open}}
રખડતા ગાંડાઓને પજવતાં બાળકો તો ઠીક પણ મોટેરાંઓને જોઈને તમતમી ગયો છું. બાળકોને રિબાતાં-ઢિબાતાં-ઢોર માર ખાતાં જોયાં છે. મેં માર નથી ખાધો; પણ માર તો મને જ પડ્યો છે. તનતોડ મજૂરી કરતા અધભૂખ્યા લોકોને જોયા છે અને રાજાઓના-ધરમવીરોના-નેતાઓના વૈભવી વરઘોડાઓ, શોભાયાત્રાઓ જોઈને ક્ષુબ્ધ થયો છું. આ એક સતત લાંબી પ્રક્રિયા ચાલી છે. બ્રાહ્મણ-વાણિયા એટલે બધા ભદ્ર લોકો; એમનાં ધરમ, કરમ એમના ધર્મગ્રંથો, તત્વગ્રંથો બધું ધીમે ધીમે ઊથલી પડ્યું છે, ચિત્તકોષોમાંથી. આવી મનોદશામાં ચેવખને ચાહતો થયો. દોસ્તાંયેવ્સ્કી માટે પરમ આદર થયો. ફોઈડનું કંઈક ઊલટથી વંચાયું. (એય જો કે ઊથલી પડ્યું છે આજે મનોવિજ્ઞાનના નામનું બધું.) રોષની જગ્યાએ બિનંગતપણું આવતું ગયું. સદ્-અસદ્, પાપ-પુણ્ય, ગુડ-ઇવિલની સમજણ, ભેદબુદ્ધિ ઘસાતી, ઓગળતી, અભિન્ન બનતી ચાલી. શાયલોક પણ વિલન મટી જાય એવો આલેખ ‘મરચન્ટ ઓફ વેનિસ’માં જ મળી રહે છે. દુરિત પણ પરિણામરૂપ છે. ગાંધી-હિટલર પરિણામો છે. કારણોની સંકુલ જટાજાલનાં પરિણામરૂપ માણસનું વ્યક્તિત્વ છે. માનસશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, તત્વશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, બધાં, માણસોને ઘડનારાં પરિબળોને પામતાં પામતાં, હાંફી ગયાં છે. માણસ હાંફી રહ્યો છે પોતાના મૂળની શોધમાં. બાયૉલોજીની ખણખોદ ચાલુ છે, ફર્સ્ટ લિવિંગ ઓર્ગેનિઝમનું મૂળિયું તપાસતી. When અને How-ની ધારણાઓ કંઈક આપી શકાઈ છે. Why-ના જવાબમાં શૂન્ય. એકકોષી પ્રથમ જીવથી માંડીને આજના મલ્ટીસેલ્યુલર મેન સુધીના આ બાપડા જીવોનું પોતાનું કર્તવ્ય કેટલું ? Free will, Free choice-ની વાત બધી તળે ઉપર થઈ ગઈ છે, માણસ પણ ગુણધર્મોવાળાં તત્વોનો, સજીવ, તો સજીવ. સમુચ્ચય છે. એ તત્વો અને એના ગુણધર્મો સંધાં હજુ કંઈ ઊકલ્યાં નથી. આવી સ્થિતિમાં ભાવનાની, આદર્શની વાત પરમ કરુણ કે પરમ હાસ્યાસ્પદ લાગે છે. ઉત્ક્રાંતિક્રમ [જો એમાં સત્ય હોય તો]માં મળેલા વિશેષ ભાનને લીધે માણસનું આયુષ્ય વધ્યું છે; પણ એ સભાનતા એને પોતાના મૂલ પ્રયોજનનો અર્થ શોધવા પ્રેરે છે. માણસની વંધ્ય સભાનતા રહસ્યમતા, ગૂઢતા પાસે હીજરાઇ રહી છે કે હસી રહી છે. આત્મસાત્ કરતાં કરતાં રચાયા હતા તે સ્તંભો કડડભૂસ તૂટી રહ્યા છે આંતરિક શબ્દચેતનામાં, લયચેતનામાં. નિરાધાર છે બધું અંદર. ગબડે છે, ખખડે છે, તૂટે છે, ચિરાય છે, અથડાય છે, પછડાય છે આડું અવળું ઈધરતીધર ચિત્રવિચિત્ર સંકુલ, તેમાં ગીત-ગઝલનું સિમ્પલ ગાણું ગાઈ શકાય તેમ રહ્યું નથી, સળંગ. એના પરંપરિત ચરસી લયનાં આવર્તનોમાં ચેતના એકધારી લીન તલ્લીન બની શકે એવા ગંજેરી હાલ ઇન્ટિગ્રેટેડ, રહ્યા નથી. ટ્રાંક્વિલાઈઝરની ટીકડી જેવા ગીત-ગઝલના એકધારા લય-આવર્તનોની થેરપીની જરૂર નથી, છટ્.
રખડતા ગાંડાઓને પજવતાં બાળકો તો ઠીક પણ મોટેરાંઓને જોઈને તમતમી ગયો છું. બાળકોને રિબાતાં-ઢિબાતાં-ઢોર માર ખાતાં જોયાં છે. મેં માર નથી ખાધો; પણ માર તો મને જ પડ્યો છે. તનતોડ મજૂરી કરતા અધભૂખ્યા લોકોને જોયા છે અને રાજાઓના-ધરમવીરોના-નેતાઓના વૈભવી વરઘોડાઓ, શોભાયાત્રાઓ જોઈને ક્ષુબ્ધ થયો છું. આ એક સતત લાંબી પ્રક્રિયા ચાલી છે. બ્રાહ્મણ-વાણિયા એટલે બધા ભદ્ર લોકો; એમનાં ધરમ, કરમ, એમના ધર્મગ્રંથો, તત્વગ્રંથો બધું ધીમે ધીમે ઊથલી પડ્યું છે, ચિત્તકોષોમાંથી. આવી મનોદશામાં ચેવખને ચાહતો થયો. દૉસ્તાંયેવ્સ્કી માટે પરમ આદર થયો. ફૉઈડનું કંઈક ઊલટથી વંચાયું. (એય જો કે ઊથલી પડ્યું છે આજે મનોવિજ્ઞાનના નામનું બધું.) રોષની જગ્યાએ બિનંગતપણું આવતું ગયું. સદ્-અસદ્, પાપ-પુણ્ય, ગુડ-ઇવિલની સમજણ, ભેદબુદ્ધિ ઘસાતી, ઓગળતી, અભિન્ન બનતી ચાલી. શાયલોક પણ વિલન મટી જાય એવો આલેખ ‘મરચન્ટ ઑફ વેનિસ’માં જ મળી રહે છે. દુરિત પણ પરિણામરૂપ છે. ગાંધી-હિટલર પરિણામો છે. કારણોની સંકુલ જટાજાલનાં પરિણામરૂપ માણસનું વ્યક્તિત્વ છે. માનસશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, તત્ત્વશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, બધાં, માણસોને ઘડનારાં પરિબળોને પામતાં પામતાં, હાંફી ગયાં છે. માણસ હાંફી રહ્યો છે પોતાના મૂળની શોધમાં. બાયૉલોજીની ખણખોદ ચાલુ છે, ફર્સ્ટ લિવિંગ ઑર્ગેનિઝમનું મૂળિયું તપાસતી. When અને How-ની ધારણાઓ કંઈક આપી શકાઈ છે. Why-ના જવાબમાં શૂન્ય. એકકોષી પ્રથમ જીવથી માંડીને આજના મલ્ટીસેલ્યુલર મૅન સુધીના આ બાપડા જીવોનું પોતાનું કર્તવ્ય કેટલું ? Free will, Free choice-ની વાત બધી તળે ઉપર થઈ ગઈ છે, માણસ પણ ગુણધર્મોવાળાં તત્ત્વોનો, સજીવ, તો સજીવ. સમુચ્ચય છે. એ તત્ત્વો અને એના ગુણધર્મો સંધાં હજુ કંઈ ઊકલ્યાં નથી. આવી સ્થિતિમાં ભાવનાની, આદર્શની વાત પરમ કરુણ કે પરમ હાસ્યાસ્પદ લાગે છે. ઉત્ક્રાંતિક્રમ [જો એમાં સત્ય હોય તો]માં મળેલા વિશેષ ભાનને લીધે માણસનું આયુષ્ય વધ્યું છે; પણ એ સભાનતા એને પોતાના મૂલ પ્રયોજનનો અર્થ શોધવા પ્રેરે છે. માણસની વંધ્ય સભાનતા રહસ્યમતા, ગૂઢતા પાસે હીજરાઇ રહી છે કે હસી રહી છે. આત્મસાત્ કરતાં કરતાં રચાયા હતા તે સ્તંભો કડડભૂસ તૂટી રહ્યા છે આંતરિક શબ્દચેતનામાં, લયચેતનામાં. નિરાધાર છે બધું અંદર. ગબડે છે, ખખડે છે, તૂટે છે, ચિરાય છે, અથડાય છે, પછડાય છે આડું અવળું ઈધરતીધર ચિત્રવિચિત્ર સંકુલ, તેમાં ગીત-ગઝલનું સિમ્પલ ગાણું ગાઈ શકાય તેમ રહ્યું નથી, સળંગ. એના પરંપરિત ચરસી લયનાં આવર્તનોમાં ચેતના એકધારી લીન તલ્લીન બની શકે એવા ગંજેરી હાલ ઇન્ટિગ્રેટેડ, રહ્યા નથી. ટ્રાંક્વિલાઈઝરની ટીકડી જેવા ગીત-ગઝલના એકધારા લય-આવર્તનોની થૅરપીની જરૂર નથી, છટ્.
બટાકાનું શાક ભાવે છે. આઈસ્ક્રીમ ભાવે છે. બેકેટ ગમે છે, અતિ. આયોનેસ્કો ગમે છે. પિન્ટર ગમે છે. ટોમ સ્ટોપાર્ડ ગમે છે. એક ઓસ્ટ્રિયન, જર્મન ભાષામાં લખતો નાટ્યકાર પિટર હેન્કી (Handke) ખાસ ગમે છે. એમ તો શિયાળામાં તડકાનો સ્પર્શ ગમે છે. ચોમાસામાં નાહેલાં હરિત ચોખ્ખાં વૃક્ષો જોયા કરું છું. ખિસકોલીને ત્વરાથી ખાતી જોવી ગમે છે. ના કોઈ પણ અલંકાર નહીં, કહેવો હોત તો સ્વભાવોકિત અલંકાર. ટૂંકમાં વર્ણનો. નર્યાં વાસ્તવિક વર્ણનો, દા.ત. પ્રેમાનંદમાં આવે છે તેવાં વર્ણનો બહુ ગમે છે. સિમ્બૉલની-ફિમબૉલની વાત કરતાં પ્રકૃતિનાં, પ્રાણીઓનાં, મનુષ્યનાં નખશિખ વાસ્તવિક, ઇન્દ્રિયસંતર્પક વર્ણનો ઘણાં ગમે છે. ચલચિત્રો જોવાં ગમે છે. ગોદાર્દ, એલન રેને (Alan Resnais),  કુરોસાવા ગમે છે. હમણાં ફિલ્મોત્સવ-’૮૪માં જાપાનના દિગ્દર્શક નાગીસા ઓશિમાનાં ચિત્રો જોયાં. એક ફિલ્મ ‘ડેથ બાય હેંગિગ’ લા-જવાબ. પોલિશ દિગ્દર્શક વાઝદાનાં ચિત્રો જોવાં ગમે છે. અને ખાસ, અપનેવાલા લાગતા, એટલે મેટાફિઝિકલ સબજેક્ટવાળા, યંગ પૉલિશ ડિરેક્ટર ઝાનૂસીનાં ચલચિત્રો અપનકો બહુત અચ્છે લગતે હૈ. ફાસબાઈન્ડર, સલામ. બર્ગમાનદાદા અને ઇટાલિયન પાસોલિની, હંગેરિયન જેન્ક્સો અને....અને ચેક દિગ્દર્શિકા જેણે ‘ડેઈઝિઝ’ નામની અતિ સુંદર ફિલ્મ બનાવી હતી તે, ઉચ્ચાર જે હોય તે, વેરા સિટિલોવા કે ચિટિલોવા ગમી ગયાં છે. ઘણાં નામ ઊપસી આવે છે મનમાં. પ્રિયજનો એવું કહેતા હોય છે તે એમના મિલનમાં રાત આખી, કલાકો, જાણે ક્ષણભરમાં પસાર ન થઈ ગયા હોય ! ચલચિત્રો જોવામાં ખબર નથી પડતી અને સમય પસાર થઈ જાય છે. અહીં લાંબી નામાવલિ અને લાંબી વાત અપ્રસ્તુત છે. પણ એક દિગ્દર્શકનો ઉલ્લેખ તો કરવો જ પડશે, વોલ્કર સ્કોનડ્રોફ. આ જર્મન દિગ્દર્શકનાં ચલચિત્રો પહેલી જ વાર જોવાની તક મળી ફિલ્મોત્સવ-‘૮૪માં. ગુન્ટર ગ્રાસની ‘ધ ટીન ડ્રમ’ નવલકથા પરથી બનાવેલી ફિલ્મ, આજ સુધી જોયેલી ફિલ્મોમાં યાદગાર બની રહેશે. આ બધું લખું છું કેમ કે અંતરમાં વાસના પડેલી છે, ફિલ્મ બનાવવાની. લૉટરીની ટીકિટો લઉં છું. કોઈ મોટું ઇનામ લાગી જાય તો ચલચિત્રો બનાવવાં છે. આમ તો, મનોમન તો, ઘણા શોટ્સ લેવાતા રહે છે.


બધું અસ્પષ્ટ અને ધૂંધળું અને ગૂઢ બની ગયું છે. શબ્દની મદદથી રંગભૂમિની ભાષાથી ગૂઢ પ્રદેશમાં ફરતાં ફરતાં વધારે ગૂઢતાથી ઘેરાતો જાઉં છું. જોકે કાચી કેરી અને ડુંગળીના કચુંબરમાંથી જે પાણી છૂટે છે તે ગમે છે, ચાટવું. હેમખેમ છે બધું એમ તો. ઊથલી પડશે સ્વયં ઝાડ એમ તો કેમ કહી શકાય ? ઝાડ ઊથલી પડે છે મૂળસોતું તેનાં કંઈ એક બે કારણો નથી હોતાં. અસંખ્ય, અપરિસંખ્યેય કારણો હોય, ભલે આપણને બે-પાંચ જણાતાં હોય. અને વળી આપણા મૂળનું લોકેશન જ હજી શોધી શકાયું નથી ત્યાં વળી અમુક કારણોસર ઊથલી પડીશું એમ કેમ અનુમાન કરવું ? જીવનરસ તો છીંક ખાતી વખતે પ્રગટ થાય છે અને રતૂમડા ગાજરને કૈડ કૈડ ખાતી વખતે પણ થાય છે. એટલે વળી શું પેસિસિઝમ અને શું ઓપ્ટિમિઝમ ? ટૂંકમાં, શબ્દના સથવારામાં પણ રાત્રિ પસાર થઈ જાય એવું છે. એક ‘સિંહાસન’ પર આરભેલું કાવ્ય પડ્યું છે અપૂર્ણ. નહીં માનો, પણ એકએક ખાવાની ચીજ ઉપર, પીવાની ચીજ ઉપર, વાનગી ઉપર લખવું છે, કાવ્ય. એક અર્ધા સુકાયેલા પાંદડા ઉપર કવિતા લખવી છે; વળી એક નિર્મમ, બિનંગત, સાક્ષી જેવું, જલકમલવત્ પ્રાણી અનુભવાય છે અંદર, અનિદ્રિત, નિષ્પલક; તગતગતી આંખોવાળું જે એને આમ શબ્દમાં રૂપાન્તરિત કરવાના પ્રયત્નો હજુ ક્યાં પૂરા થયાં છે ? ધડ્ ધડ્ ધડ્ ધડાકા સાથે કવચ તોડવાનાં છે બધાં શબ્દચેતનનાં અને પ્રવેશતા જવાનું છે અંદર નીસરણી મૂકીને પગથિયાં ઊતરતાં ઊતરતાં, ક્યાંક ભૂસકા મારીને, ક્યાંક સરિસૃપ સરકતા સાવધાન, નકશા વિના, છેક મૂળિયા સુધી. શબ્દના મૂળ ઈ માણસનાં મૂળ? કામે લાગી ગયા છીએ. શું કામ? કીડી કણ શોધવા નીકળે એવું કંઈ નથી આ. યોગક્ષેમ માટે તો કરીએ છીએ વૈદું. શબ્દના મૂળ, કુળનાં કુળ પામવાની આ ધખના શાને ?  
બટાકાનું શાક ભાવે છે. આઈસ્ક્રીમ ભાવે છે. બૅકેટ ગમે છે, અતિ. આયોનેસ્કો ગમે છે. પિન્ટર ગમે છે. ટોમ સ્ટોપાર્ડ ગમે છે. એક ઑસ્ટ્રિયન, જર્મન ભાષામાં લખતો નાટ્યકાર પિટર હૅન્કી (Handke) ખાસ ગમે છે. એમ તો શિયાળામાં તડકાનો સ્પર્શ ગમે છે. ચોમાસામાં નાહેલાં હરિત ચોખ્ખાં વૃક્ષો જોયા કરું છું. ખિસકોલીને ત્વરાથી ખાતી જોવી ગમે છે. ના કોઈ પણ અલંકાર નહીં, કહેવો હોય તો સ્વભાવોક્તિ અલંકાર. ટૂંકમાં વર્ણનો. નર્યાં વાસ્તવિક વર્ણનો, દા.ત. પ્રેમાનંદમાં આવે છે તેવાં વર્ણનો બહુ ગમે છે. સિમ્બૉલની-ફિમબૉલની વાત કરતાં પ્રકૃતિનાં, પ્રાણીઓનાં, મનુષ્યનાં નખશિખ વાસ્તવિક, ઇન્દ્રિયસંતર્પક વર્ણનો ઘણાં ગમે છે. ચલચિત્રો જોવાં ગમે છે. ગોદાર્દ, એલન રેને (Alan Resnais),  કુરોસાવા ગમે છે. હમણાં ફિલ્મોત્સવ-’૮૪માં જાપાનના દિગ્દર્શક નાગીસા ઓશિમાનાં ચિત્રો જોયાં. એક ફિલ્મ ‘ડેથ બાય હેંગિગ’ લા-જવાબ. પૉલિશ દિગ્દર્શક વાઝદાનાં ચિત્રો જોવાં ગમે છે. અને ખાસ, અપનેવાલા લાગતા, એટલે મેટાફિઝિકલ સબજેક્ટવાળા, યંગ પૉલિશ ડિરેક્ટર ઝાનૂસીનાં ચલચિત્રો અપનકો બહુત અચ્છે લગતે હૈ. ફાસબાઇન્ડર, સલામ. બર્ગમાનદાદા અને ઇટાલિયન પાસોલિની, હંગેરિયન જેન્ક્સો અને....અને ચેક દિગ્દર્શિકા જેણે ‘ડેઈઝિઝ’ નામની અતિ સુંદર ફિલ્મ બનાવી હતી તે, ઉચ્ચાર જે હોય તે, વેરા સિટિલોવા કે ચિટિલોવા ગમી ગયાં છે. ઘણાં નામ ઊપસી આવે છે મનમાં. પ્રિયજનો એવું કહેતા હોય છે તે એમના મિલનમાં રાત આખી, કલાકો, જાણે ક્ષણભરમાં પસાર ન થઈ ગયા હોય ! ચલચિત્રો જોવામાં ખબર નથી પડતી અને સમય પસાર થઈ જાય છે. અહીં લાંબી નામાવલિ અને લાંબી વાત અપ્રસ્તુત છે. પણ એક દિગ્દર્શકનો ઉલ્લેખ તો કરવો જ પડશે, વોલ્કર સ્કોનડ્રોફ. આ જર્મન દિગ્દર્શકનાં ચલચિત્રો પહેલી જ વાર જોવાની તક મળી ફિલ્મોત્સવ-‘૮૪માં. ગુન્ટર ગ્રાસની ‘ધ ટીન ડ્રમ’ નવલકથા પરથી બનાવેલી ફિલ્મ, આજ સુધી જોયેલી ફિલ્મોમાં યાદગાર બની રહેશે. આ બધું લખું છું કેમ કે અંતરમાં વાસના પડેલી છે, ફિલ્મ બનાવવાની. લૉટરીની ટીકિટો લઉં છું. કોઈ મોટું ઇનામ લાગી જાય તો ચલચિત્રો બનાવવાં છે. આમ તો, મનોમન તો, ઘણા શૉટ્સ લેવાતા રહે છે.
 
બધું અસ્પષ્ટ અને ધૂંધળું અને ગૂઢ બની ગયું છે. શબ્દની મદદથી રંગભૂમિની ભાષાથી ગૂઢ પ્રદેશમાં ફરતાં ફરતાં વધારે ગૂઢતાથી ઘેરાતો જાઉં છું. જોકે કાચી કેરી અને ડુંગળીના કચુંબરમાંથી જે પાણી છૂટે છે તે ગમે છે, ચાટવું. હેમખેમ છે બધું એમ તો. ઊથલી પડશે સ્વયં ઝાડ એમ તો કેમ કહી શકાય ? ઝાડ ઊથલી પડે છે મૂળસોતું તેનાં કંઈ એક બે કારણો નથી હોતાં. અસંખ્ય, અપરિસંખ્યેય કારણો હોય, ભલે આપણને બે-પાંચ જણાતાં હોય. અને વળી આપણા મૂળનું લોકેશન જ હજી શોધી શકાયું નથી ત્યાં વળી અમુક કારણોસર ઊથલી પડીશું એમ કેમ અનુમાન કરવું ? જીવનરસ તો છીંક ખાતી વખતે પ્રગટ થાય છે અને રતૂમડા ગાજરને કૈડ કૈડ ખાતી વખતે પણ થાય છે. એટલે વળી શું પેસિસિઝમ અને શું ઓપ્ટિમિઝમ ? ટૂંકમાં, શબ્દના સથવારામાં પણ રાત્રિ પસાર થઈ જાય એવું છે. એક ‘સિંહાસન’ પર આરંભેલું કાવ્ય પડ્યું છે અપૂર્ણ. નહીં માનો, પણ એકએક ખાવાની ચીજ ઉપર, પીવાની ચીજ ઉપર, વાનગી ઉપર લખવું છે, કાવ્ય. એક અર્ધા સુકાયેલા પાંદડા ઉપર કવિતા લખવી છે; વળી એક નિર્મમ, બિનંગત, સાક્ષી જેવું, જલકમલવત્ પ્રાણી અનુભવાય છે અંદર, અનિદ્રિત, નિષ્પલક; તગતગતી આંખોવાળું જે એને આમ શબ્દમાં રૂપાન્તરિત કરવાના પ્રયત્નો હજુ ક્યાં પૂરા થયાં છે ? ધડ્ ધડ્ ધડ્ ધડાકા સાથે કવચ તોડવાનાં છે બધાં શબ્દચેતનનાં અને પ્રવેશતા જવાનું છે અંદર નીસરણી મૂકીને પગથિયાં ઊતરતાં ઊતરતાં, ક્યાંક ભૂસકા મારીને, ક્યાંક સરિસૃપ સરકતા સાવધાન, નકશા વિના, છેક મૂળિયા સુધી. શબ્દના મૂળ ઈ માણસનાં મૂળ? કામે લાગી ગયા છીએ. શું કામ? કીડી કણ શોધવા નીકળે એવું કંઈ નથી આ. યોગક્ષેમ માટે તો કરીએ છીએ વૈદું. શબ્દના મૂળ, કુળનાં કુળ પામવાની આ ધખના શાને ?  


મારી ભાષામાં કામ કરતા બે કવિઓના હાલ શા છે તે જાણવાનું કુતૂહલ રહે છે. મૃત્યુ અને દુરિત આ બે પર ઉમાશંકરનું ટાંકણું ગોઠવાયેલું છે. ‘સપ્તપદી’માં એ ટાંકણાનો અવાજ સંભળાય છે. જટાયુના અંત પછી સિતાંશુનો તંત ક્યાં ચોંટ્યો છે તે મારા કુતૂહલનો વિષય છે. રસોડામાંથી, ચઢતા આલુના શાકની ગંધકણિકાઓ સુક્ષ્મ આ અપનકો ભી અજનબી લગતાં I-નાં સર્વ સ્ત્રોતોને વિકસિત કરી નાખે છે ક્ષણાર્ધમાં, ચુચૂકનો સ્પર્શ થતાં બાળકના હોઠ ખૂલી જાય તેમ; એમ ચેતોવિસ્તાર અનુભવાય છે આ ક્ષણે વળી વધારામાં કેમ કે ગાલ પર પડે છે પોષનો તડકો. અને આ ક્ષણે અર્થાત્ આ લખું છું તે ક્ષણે અડકો દડકો અને તડકો એમના ત્રિપદથી મારી સમગ્ર ચેતનાને ખેંચી રહ્યા છે હળુ હળુ અને હું ખેંચાઈ રહ્યો છું અગોચર આંતરિકમાં.
મારી ભાષામાં કામ કરતા બે કવિઓના હાલ શા છે તે જાણવાનું કુતૂહલ રહે છે. મૃત્યુ અને દુરિત આ બે પર ઉમાશંકરનું ટાંકણું ગોઠવાયેલું છે. ‘સપ્તપદી’માં એ ટાંકણાનો અવાજ સંભળાય છે. જટાયુના અંત પછી સિતાંશુનો તંત ક્યાં ચોંટ્યો છે તે મારા કુતૂહલનો વિષય છે. રસોડામાંથી, ચઢતા આલુના શાકની ગંધકણિકાઓ સુક્ષ્મ આ અપનકો ભી અજનબી લગતાં I-નાં સર્વ સ્ત્રોતોને વિકસિત કરી નાખે છે ક્ષણાર્ધમાં, ચુચૂકનો સ્પર્શ થતાં બાળકના હોઠ ખૂલી જાય તેમ; એમ ચેતોવિસ્તાર અનુભવાય છે આ ક્ષણે વળી વધારામાં કેમ કે ગાલ પર પડે છે પોષનો તડકો. અને આ ક્ષણે અર્થાત્ આ લખું છું તે ક્ષણે અડકો દડકો અને તડકો એમના ત્રિપદથી મારી સમગ્ર ચેતનાને ખેંચી રહ્યા છે હળુ હળુ અને હું ખેંચાઈ રહ્યો છું અગોચર આંતરિકમાં.
17,546

edits

Navigation menu