શાંત કોલાહલ/સ્વપ્ન: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ રીડિંગ સંપન્ન
(Created page with " <center>'''સ્વપ્ન'''</center> <poem> જે સ્વપ્ન જોયું, અહીં જાગૃતિ સંગ એનું સંધાન પામું, પ્રિય હે, રમણીય કેવું ! હું એકલો કહીં મહાનદને કિનાર ઊભો વિલોકી રહું દૂરની અદ્રિકુંજ : કોઈ અગમ્ય લહું કર્ષણ દુર્...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 49: Line 49:
ક્યાંયે ન કોઈ દિસતું, રવહીન શાન્તિ  
ક્યાંયે ન કોઈ દિસતું, રવહીન શાન્તિ  
વ્યાપી બધે, પણ હવા મહિં ભાર ભૂર.
વ્યાપી બધે, પણ હવા મહિં ભાર ભૂર.
ના દ્રષ્ટિની શ્રવણનીય ન લેશ ભ્રાન્તિ,
ના દૃષ્ટિની શ્રવણનીય ન લેશ ભ્રાન્તિ,
રે કોઈ ગોપન રહી રમતું અદૂર !
રે કોઈ ગોપન રહી રમતું અદૂર !


Line 59: Line 59:
ક્યાં અદ્રિકુંજ તણી સુંદરતા અને ક્યાં
ક્યાં અદ્રિકુંજ તણી સુંદરતા અને ક્યાં
એકાન્ત નિર્જન અહીં અવ રક્ત શ્યામ !
એકાન્ત નિર્જન અહીં અવ રક્ત શ્યામ !
ચોમેર-કાશ તરું અંતરિયાળ-થી હ્યાં
ચોમેર-કાશ તરુ અંતરિયાળ-થી હ્યાં
મંડાય ભૂખી શત આંખ અદીઠ આમ.
મંડાય ભૂખી શત આંખ અદીઠ આમ.


Line 68: Line 68:


મેં ભાલમાહિં  કીધ લેપન ભસ્મ કેરું :
મેં ભાલમાહિં  કીધ લેપન ભસ્મ કેરું :
ને પ્રેત- અસ્થિ-અવશેષ પડેલ સર્વ
ને પ્રેત - અસ્થિ - અવશેષ પડેલ સર્વ
એને ધરી દઈ વહેણનીમાંહિ, હેરું
એને ધરી દઈ વહેણનીમાંહિ, હેરું
તો વાયુમંડલ કશું હળવું પ્રફુલ્લ !
તો વાયુમંડલ કશું હળવું પ્રફુલ્લ !
Line 79: Line 79:
એના જવે અચલ મૌન બન્યું વિલોલ :
એના જવે અચલ મૌન બન્યું વિલોલ :
ઉલ્લાસપૂર્ણ ટહુકે ઊડતાં વિહંગ :
ઉલ્લાસપૂર્ણ ટહુકે ઊડતાં વિહંગ :
નાં કોઈ પૂર્વ-પરિભાવન-યાદ તો ય  
ના કોઈ પૂર્વ-પરિભાવન-યાદ તો ય  
હાવાં અહીંનું સહું તે લહું અંતરંગ !
હાવાં અહીંનું સહુ તે લહું અંતરંગ !


બ્હોળો કંઇક તટ પૂર્ણ થતાં જ ગાઢ
બ્હોળો કંઈક તટ પૂર્ણ થતાં જ ગાઢ
આવ્યું અરણ્ય તરુગુંફથી દ્રષ્ટિરમ્ય.
આવ્યું અરણ્ય તરુગુંફથી દૃષ્ટિરમ્ય.
આછી સુગંધ સહ કો પ્રસરંત ગાન
આછી સુગંધ સહ કો પ્રસરંત ગાન
જેની ન કર્ણશ્રુતિ, જે પણ વૃતિગમ્ય.
જેની ન કર્ણશ્રુતિ, જે પણ વૃત્તિગમ્ય.


એમાં પ્રવેશતણી ન્યાળી ન કોઈ કેડી
એમાં પ્રવેશતણી ન્યાળી ન કોઈ કેડી
Line 91: Line 91:
એવી અડોઅડ વનસ્પતિ વિસ્તરેલી
એવી અડોઅડ વનસ્પતિ વિસ્તરેલી
જે છેદી ભેદી કરીને જ ધરાય પાય.
જે છેદી ભેદી કરીને જ ધરાય પાય.


મેં ચાર, છાતી ઊંચી, એડી નીચે દબાવી,
મેં ચાર, છાતી ઊંચી, એડી નીચે દબાવી,
Line 103: Line 102:
એકાગ્ર, તત્પર ક્ષણે ભરવા જ ફાળ !
એકાગ્ર, તત્પર ક્ષણે ભરવા જ ફાળ !


શાં નેત્ર નીલ ધુતિથી ચમકે બધાંનાં
શાં નેત્ર નીલ દ્યુતિથી ચમકે બધાંનાં
જે તીક્ષ્ણ તીર સમ વેધક(દર્શનીય) :
જે તીક્ષ્ણ તીર સમ વેધક(દર્શનીય) :
ને બાજુમાં જ ફલ પક્વ લહું મઝાનાં
ને બાજુમાં જ ફલ પક્વ લહું મઝાનાં
Line 111: Line 110:
કર્બૂર વાહસ પ્રલંબ પ્રચંડકાય.
કર્બૂર વાહસ પ્રલંબ પ્રચંડકાય.
નિશ્ચેષ્ટ ને વળી કહીં કંઈ પત્રછાયો,
નિશ્ચેષ્ટ ને વળી કહીં કંઈ પત્રછાયો,
સૂતેલ શો, દ્રગ છતાં ઊઘડે મીંચાય !
સૂતેલ શો, દૃગ છતાં ઊઘડે મીંચાય !


આંહી બધે જ અવરોધન કિંતુ પેલો
આંહી બધે જ અવરોધન કિંતુ પેલો
Line 121: Line 120:
આવે હવા પર સહેલતું આ દિશામાં.
આવે હવા પર સહેલતું આ દિશામાં.
ક્યારેક સાદ- કલનાદ કરંત, જોઈ
ક્યારેક સાદ- કલનાદ કરંત, જોઈ
જાણે મને ઈજન દેતું પ્રસન્નતામાં.
જાણે મને ઇજન દેતું પ્રસન્નતામાં.


ઝૂકી નજીક, ત્રણ ચક્ર લઇ વિશાળ,
ઝૂકી નજીક, ત્રણ ચક્ર લઈ વિશાળ,
રે શાન્ત દ્રષ્ટિ-ઋજુ બોલ-તણા ઈશારે
રે શાન્ત દૃષ્ટિ-ઋજુ બોલ-તણા ઇશારે
દેખાડતું ન પથ હોય શું એમ જાય.
દેખાડતું ન પથ હોય શું એમ જાય.
પાછું ફરી; હું સરું દોરવણી પ્રમાણે.
પાછું ફરી; હું સરું દોરવણી પ્રમાણે.
Line 134: Line 133:


એ શ્યામ શૈલ તણી ભેખડ ખીણ માંહે
એ શ્યામ શૈલ તણી ભેખડ ખીણ માંહે
કૈ પદ્મરાગ, કહી તો વળી ઇન્દ્રનીલ  
કૈં પદ્મરાગ, કહી તો વળી ઇન્દ્રનીલ  
જેવા વિભિન્ન બહુ વર્ણની ઝાંય સોહે,
જેવા વિભિન્ન બહુ વર્ણની ઝાંય સોહે,
ત્યાં કો ગુહાલય તણા લહું રત્નકીલ.
ત્યાં કો ગુહાલય તણા લહું રત્નકીલ.


ને એ જ તે સ્થલથી ઉદ્દભવતું સૂરીલું
ને એ જ તે સ્થલથી ઉદ્‌ભવતું સૂરીલું
વીણાની સંગ મધુ કંઠનું રમ્ય ગાન;
વીણાની સંગ મધુ કંઠનું રમ્ય ગાન;
એની પરંપરિત લ્હેરની છોળ ઝીલું
એની પરંપરિત લ્હેરની છોળ ઝીલું
Line 148: Line 147:
રે ઘોર ઘોષથી  ધ્રૂજંત દિગન્તરાલ.
રે ઘોર ઘોષથી  ધ્રૂજંત દિગન્તરાલ.


જેવી સહેજ કરું દંડથી યુકત હસ્ત
જેવો સહેજ કરું દંડથી યુક્ત હસ્ત
ઊંચો, ત્યહીં ઉભય શાન્ત વિનમ્ર ભાવે
ઊંચો, ત્યહીં ઊભય શાન્ત વિનમ્ર ભાવે
પાળેલ હોય પશુ તેમ લપાય; સ્વસ્થ
પાળેલ હોય પશુ તેમ લપાય; સ્વસ્થ
સોપાનશ્રેણી ચડી જાઉં  ગુહાની માંહે.   
સોપાનશ્રેણી ચડી જાઉં  ગુહાની માંહે.   
Line 159: Line 158:


ખોળાનું બીન નિજ બાજુ વિશે ધરીને  
ખોળાનું બીન નિજ બાજુ વિશે ધરીને  
પયઁકથી ઊતરી સસ્મિત આવકાર
પર્યંકથી ઊતરી સસ્મિત આવકાર
દેતી, સમીપ મુજ આવતી, અન્ય એને
દેતી, સમીપ મુજ આવતી, અન્ય એને
નીલાંચલા અનુસરી રહી અષ્ટ નાર.
નીલાંચલા અનુસરી રહી અષ્ટ નાર.


પત્યેક વાદ્ય અવ મૌન મહીં તથાપિ
પ્રત્યેક વાદ્ય અવ મૌન મહીં તથાપિ
માધુર્યથી સભર ઝંકૃતિ સંભળાય !
માધુર્યથી સભર ઝંકૃતિ સંભળાય !
ત્યાં સુંદરી અનુનયે શી વશિત્વવાળી  
ત્યાં સુંદરી અનુનયે શી વશિત્વવાળી  
સૌહાર્દઈંગિતથી ભીતર દોરી જાય !
સૌહાર્દઇંગિતથી ભીતર દોરી જાય !


આતિથ્ય કેવલ નહીં, પરિચાર ભિન્ન  
આતિથ્ય કેવલ નહીં, પરિચાર ભિન્ન  
Line 175: Line 174:
એણે ઊંડા ઉમળકાથી અનામિકાની
એણે ઊંડા ઉમળકાથી અનામિકાની
મુદ્રા મને દીધ સુશોભિત પંચરત્ને :
મુદ્રા મને દીધ સુશોભિત પંચરત્ને :
ને કર્ણગોષ્ટ સમ મંદ વદંત વાણી
ને કર્ણગોષ્ટિ સમ મંદ વદંત વાણી
એના રહસ્યની કંઇક સલજ્જ થૈને.
એના રહસ્યની કંઈક સલજ્જ થૈને.


‘જેણે કરાંગુલિ વિષે ધરી મુદ્રિકા આ
‘જેણે કરાંગુલિ વિષે ધરી મુદ્રિકા આ
Line 186: Line 185:
ઊભી ત્રિભંગમહિં સુંદર ત્યાં જ એના
ઊભી ત્રિભંગમહિં સુંદર ત્યાં જ એના
કૂણા મૃણાલકરને ગ્રહીને અમૂલ
કૂણા મૃણાલકરને ગ્રહીને અમૂલ
વીંટી પરોવી દીધ મેં લહી નંદહેલા !
વીંટી પરોવી દીધ મેં; લહી નંદહેલા !


સંસ્પર્શના બલ થકી ધરીને મને જ્યાં  
સંસ્પર્શના બલ થકી ધરીને મને જ્યાં  
ધીરે પદે લઇ જતી નિજ ગર્ભ ગેહે
ધીરે પદે લઈ જતી નિજ ગર્ભ ગેહે
રે ધન્ય એ પલ, હું જાગી નિહાળું છું ત્યાં
રે ધન્ય એ પલ, હું જાગી નિહાળું છું ત્યાં
તો આપણે જ અભિલગ્ન રહેલ નેહે !
તો આપણે જ અભિલગ્ન રહેલ નેહે !

Navigation menu