26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૦. રાંડીરાંડનો તનુજ|મનહર છંદ}} <poem> રાંડીરાંડનો તનુજ કહે, થઈ રાજી રાજી, માજી હું ગયો નજીક શેઠજી મેડીના; હરખની વાત માત શી કહું જો આજતણી, છોકરા છ સાત સાથે હતા મારી હેડીના; એવે સમે ન...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૨૦. રાંડીરાંડનો તનુજ| | {{Heading|૨૦. રાંડીરાંડનો તનુજ|ભુજંગી છંદ}} | ||
<poem> | <poem> | ||
સુખી એક બીજી સખીને કહે છે, અરે આવિયો શીતનો કાળ એ છે; | |||
અનંતા જીવોને ભરાવ્યો ઉચાળો, સખી સજ્જ થૈ આજ આવ્યો શિયાળો. | |||
શિળા વાયુના સૈન્યને સાથ લાવ્યો, હણી બાણ વર્ષાદને તો હઠાવ્યો; | |||
અરે નાસતો નીરદાતા નિહાળો, સખી સજ્જ થૈ આજ આવ્યો શિયાળો. | |||
દિસે જેમ વસ્ત્રે લુંટાઈ ગયાથી, થયું એમ આકાશ અભ્રો જવાથી; | |||
ગયું ઇંદ્રનું ચાપ એ તો સંભાળો, સખી સજ્જ થૈ આજ આવ્યો શિયાળો. | |||
તળાવો નદીઓ તણાં પૂર તૂટે, ખજાના તણાં દ્રવ્ય તે જેમ ખૂટે; | |||
હઠાવે કિનારા બધાને હઠાળો, સખી સજ્જ થૈ આજ આવ્યો શિયાળો. | |||
લીલી સાડિયો જે ધરાએ ધરેલી, દિસે સર્વ તે કાપી ચૂરા કરેલી; | |||
મટ્યો રાજવી વેષ રૂડો રૂપાળો, સખી સજ્જ થૈ આજ આવ્યો શિયાળો. | |||
સહુ ઠામથી નીર સુકાવી દે છે, રિપૂ જેમ લોહી ઘણું ચૂસી લે છે; | |||
શિલાઓ ઉઘાડી દિસે હાડમાળો, સખી સજ્જ થૈ આજ આવ્યો શિયાળો. | |||
કંઈ જીવજંતુ ગુફા મધ્ય પેસે, ડરી શત્રુથી જેમ સંતાઈ બેસે; | |||
કરે લોકના મુખનો રંગ કાળો, સખી સજ્જ થૈ આજ આવ્યો શિયાળો. | |||
કઈ તો તપસ્વી થઈ તાપ તાપે, કઈ લોક અગ્નિ વિષે હોમ આપે; | |||
કરે યજ્ઞનો ચાહિને એમ ચાળો, સખી સજ્જ થૈ આજ આવ્યો શિયાળો. | |||
ધર્યાં બખ્તરો તુલ્યનાં વસ્ત્ર જાડાં, થશે શત્રુના શસ્ત્રને જાણી આડાં; | |||
છબે તોય હોઠે કરીને ઉછાળો, સખી સજ્જ થૈ આજ આવ્યો શિયાળો. | |||
થઈ શેલડી તો વડી સુરસાળા, રિપૂ ભૂપના ભાળિયે જેમ ભાલા; | |||
સુખે ભોગ્ય શ્રીમંતને તો રસાળો, સખી સજ્જ થૈ આજ આવ્યો શિયાળો. | |||
વધી રાત્રિકા ને થયો દીન છોટો, બુરા રાજમાં જેમ અન્યાય મોટો; | |||
વધે કૈકના કાળજામાં કંટાળો, સખી સજ્જ થૈ આજ આવ્યો શિયાળો. | |||
વિના પાનવાળાં કર્યાં ઝાંડવાંને, રિપૂ ભૂપતિ જેમ લૂંટે પ્રજાને; | |||
દિસે પ્રાણિયોનો જથો દુઃખવાળો, સખી સજ્જ થૈ આજ આવ્યો શિયાળો. | |||
</poem> | </poem> | ||
edits