825
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|કાગડો | ઘનશ્યામ દેસાઈ}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આંખો ખોલી જોયું તો ડાબી બાજુ સમુદ્ર ઊછળેલો. પણ ઊછળીને અટકી ગયેલો દેખાયો. એનાં સફેદ ટોચવાળાં મોજાં ઠેર ઠેર ઊંચાં થયેલાં, વાંકાં વળેલાં, થોડાંક પાણીનાં ટીપાં ઉપર કે નીચેની દિશાએ જતાં હવામાં અધ્ધર લટકેલાં, ને દરિયાનો નીચેનો ભાગ વાંકીચૂંકી લીટીઓ વડે દોરેલો હોય એવો. પડે ગયેલા પવનને લીધે જમણી બાજુ હારબંધ ઊભેલાં સરુ વૃક્ષોનો પડદો આકાશમાં ખીલા મારીને ટીંગાડેલો હોય એમ હાલ્યાચાલ્યા વિનાનો સ્થિર. પીળી રેતીથી કિનારો ચમકતો — ક્યાંક સેંકડો શંખલાં છીપલાંની ભાતવાળો, ક્યાંક કાબરચીતરો. પણ આખા કિનારા પર એકે જીવજંતુ નહિ, દર પણ નહિ અને ભીની રેતીમાં હું એકલો સૂતો હતો. મારા હાથપગ રેતીમાં અર્ધા દટાયેલા; ન હાલે, ન ચાલે. શરીર ઉપર થોડાક રેતીના કણ છુટ્ટા છુટ્ટા ચોંટેલા. એક બાજુથી રેતીમાંથી બહાર નીકળેલાં પગનાં આંગળાં ફિક્કાં સફેદ રંગનાં, એકબીજાંની અડોઅડ ઉપરની બાજુએ જરાક ત્રાંસાં વળેલાં, કોઈક બીજી જ વ્યક્તિનાં હોય એમ લાગણીથી વીંટળાયા વિનાનાં હોય એવાં. | આંખો ખોલી જોયું તો ડાબી બાજુ સમુદ્ર ઊછળેલો. પણ ઊછળીને અટકી ગયેલો દેખાયો. એનાં સફેદ ટોચવાળાં મોજાં ઠેર ઠેર ઊંચાં થયેલાં, વાંકાં વળેલાં, થોડાંક પાણીનાં ટીપાં ઉપર કે નીચેની દિશાએ જતાં હવામાં અધ્ધર લટકેલાં, ને દરિયાનો નીચેનો ભાગ વાંકીચૂંકી લીટીઓ વડે દોરેલો હોય એવો. પડે ગયેલા પવનને લીધે જમણી બાજુ હારબંધ ઊભેલાં સરુ વૃક્ષોનો પડદો આકાશમાં ખીલા મારીને ટીંગાડેલો હોય એમ હાલ્યાચાલ્યા વિનાનો સ્થિર. પીળી રેતીથી કિનારો ચમકતો — ક્યાંક સેંકડો શંખલાં છીપલાંની ભાતવાળો, ક્યાંક કાબરચીતરો. પણ આખા કિનારા પર એકે જીવજંતુ નહિ, દર પણ નહિ અને ભીની રેતીમાં હું એકલો સૂતો હતો. મારા હાથપગ રેતીમાં અર્ધા દટાયેલા; ન હાલે, ન ચાલે. શરીર ઉપર થોડાક રેતીના કણ છુટ્ટા છુટ્ટા ચોંટેલા. એક બાજુથી રેતીમાંથી બહાર નીકળેલાં પગનાં આંગળાં ફિક્કાં સફેદ રંગનાં, એકબીજાંની અડોઅડ ઉપરની બાજુએ જરાક ત્રાંસાં વળેલાં, કોઈક બીજી જ વ્યક્તિનાં હોય એમ લાગણીથી વીંટળાયા વિનાનાં હોય એવાં. |