રચનાવલી/૧૮૮: Difference between revisions

Jump to navigation Jump to search
+ Audio
(Created page with "{{SetTitle}} {{Heading| ૧૮૮. આર્સેનિયો (મોન્તાલે) |}} {{Poem2Open}} એકધારા લોખંડની સાંકળ જેવા જડબેસલાક માંડ માંડ ચસતા દિવસોથી કોણ વાજ નથી આવી ગયું? રોજિંદા નિત્યક્રમથી કોણ કંટાળી નથી ગયું? ઘરેડમાં રહેલા જ...")

(+ Audio)

(2 intermediate revisions by 2 users not shown)
Line 3: Line 3:
{{Heading| ૧૮૮. આર્સેનિયો (મોન્તાલે)  |}}
{{Heading| ૧૮૮. આર્સેનિયો (મોન્તાલે)  |}}

{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/8/8c/Rachanavali_188.mp3

૧૮૮. આર્સેનિયો (મોન્તાલે)  • રચનાવલી - ચન્દ્રકાન્ત ટોપીવાળા • ઑડિયો પઠન: શૈલેશ

{{Poem2Open}}
{{Poem2Open}}
એકધારા લોખંડની સાંકળ જેવા જડબેસલાક માંડ માંડ ચસતા દિવસોથી કોણ વાજ નથી આવી ગયું? રોજિંદા નિત્યક્રમથી કોણ કંટાળી નથી ગયું? ઘરેડમાં રહેલા જીવનથી ઊબકો કોને નથી આવ્યો? દરરોજની દોડદોડ અને તોય ઠેરના ઠેર એવું સાવ ગતિ વગરનું નીરસ જીવવું કોને પસંદ છે? દરેક જણ કોઈ ચમત્કાર ઇચ્છે છે. દરેક જણ રાહ જુએ છે. કોઈ ચમત્કાર એને ઉગારી લે. આવો ચમત્કાર ઇટાલીના જાણીતા કવિ યુજિન મોન્તાલેએ પણ ઇચ્છેલો. સમયની રગશિયા ક્ષણોને તોડી નાખવા એણે જીવ પર આવી પ્રયત્ન કરેલો, પણ નિષ્ફળ ગયેલો. ચમત્કાર થતો થતો રહી ગયો. ચમત્કાર થયો જ નહીં. જૂઠા એકસૂરીલા જીવાતા જીવન સાથે એ જડાયેલો રહ્યો. આસપાસના જગતથી છૂટકારો પામી શકાય એવું મનુષ્યના ભાગ્યમાં લખાયેલું જ નથી.

કવિ મોન્તાલેની આવી હતાશા એની પ્રસિદ્ધ કાવ્યરચના ‘આર્મેનિયો'માં પ્રગટ થઈ છે. મોન્તાલેની ‘આર્સેનિયો" કાવ્યરચના એના કાવ્યસંગ્રહ ‘કટલ માછલીના હાડકાં’માં સચવાયેલી છે. અન્ય રચનાઓની જેમ આ રચનામાં પણ કટલ માછલીનાં હાડકાં પ્રતીક બનીને આવ્યાં છે મોન્તાલે ૫૨ એના જન્મસ્થળ લિગુરિયાના દરિયાકાંઠાની અસર ખાસ્સી છે. આ દરિયાકાંઠા પર વિખરાયેલાં કટલ માછલીઓનાં હાડકાં (એટલે સમુદ્ર ફૅનો) મોન્તાલેના કાવ્યમાં વારંવાર ડોકાય છે. સમુદ્રકાંઠે આવાં સફેદ સમુદ્રફેનો દરિયામાંથી તણાઈ આવેલા કૂચડા જોડે, રેતી અને દરિયાઈ વેલાઓ વચ્ચે પડ્યાં રહે છે. દરિયાનું દરેક મોજું એને વારંવાર ઉપર તળે કરી આમતેમ ફંગોળે છે અને એમાં જીવન તેમજ ગતિનો આભાસ ઊભો થાય છે. ઓર્સેનિયો’માં જીવનની આવી જ ગતિ વગરની ગતિ-નિર્જીવ ગતિને મોન્તાલે રજૂ કરવા ધારી છે.
કવિ મોન્તાલેની આવી હતાશા એની પ્રસિદ્ધ કાવ્યરચના ‘આર્મેનિયો’માં પ્રગટ થઈ છે. મોન્તાલેની ‘આર્સેનિયો’ કાવ્યરચના એના કાવ્યસંગ્રહ ‘કટલ માછલીના હાડકાં’માં સચવાયેલી છે. અન્ય રચનાઓની જેમ આ રચનામાં પણ કટલ માછલીનાં હાડકાં પ્રતીક બનીને આવ્યાં છે મોન્તાલે ૫૨ એના જન્મસ્થળ લિગુરિયાના દરિયાકાંઠાની અસર ખાસ્સી છે. આ દરિયાકાંઠા પર વિખરાયેલાં કટલ માછલીઓનાં હાડકાં (એટલે સમુદ્ર ફૅનો) મોન્તાલેના કાવ્યમાં વારંવાર ડોકાય છે. સમુદ્રકાંઠે આવાં સફેદ સમુદ્રફેનો દરિયામાંથી તણાઈ આવેલા કૂચડા જોડે, રેતી અને દરિયાઈ વેલાઓ વચ્ચે પડ્યાં રહે છે. દરિયાનું દરેક મોજું એને વારંવાર ઉપર તળે કરી આમતેમ ફંગોળે છે અને એમાં જીવન તેમજ ગતિનો આભાસ ઊભો થાય છે. ઓર્સેનિયો’માં જીવનની આવી જ ગતિ વગરની ગતિ-નિર્જીવ ગતિને મોન્તાલે રજૂ કરવા ધારી છે.
‘ઓર્સેનિયો’ એ મોન્તાલે પોતાના રચેલા પાત્રને દીધેલું કાલ્પનિક નામ છે. કાવ્યના આરંભમાં વંટોળ ચકરાતો ચકરાતો છતો પર અને ખુલ્લી જગ્યાઓમાં ધૂળ ઉડાડી રહ્યો છે. હૉટલોની ચળકતી બારીઓની સામે સૂતરાઉ કપડાંની ઝૂલ ઓઢીને ઘોડા ગતિહીન ઊભા છે. આર્સોનિયો’ દરિયા તરફ આગળ વધે છે. દિવસ વરસાદી છે અલપઝલપ સૂરજ દેખાઈ રહ્યો છે, ત્યાં કાંસીજોડાનો અવાજ સમયની જડબેસલાક ક્ષણોને તોડીફોડી નાખે છે.
‘આર્સેનિયો’ એ મોન્તાલે પોતાના રચેલા પાત્રને દીધેલું કાલ્પનિક નામ છે. કાવ્યના આરંભમાં વંટોળ ચકરાતો ચકરાતો છતો પર અને ખુલ્લી જગ્યાઓમાં ધૂળ ઉડાડી રહ્યો છે. હૉટલોની ચળકતી બારીઓની સામે સૂતરાઉ કપડાંની ઝૂલ ઓઢીને ઘોડા ગતિહીન ઊભા છે. આર્સોનિયો દરિયા તરફ આગળ વધે છે. દિવસ વરસાદી છે અલપઝલપ સૂરજ દેખાઈ રહ્યો છે, ત્યાં કાંસીજોડાનો અવાજ સમયની જડબેસલાક ક્ષણોને તોડીફોડી નાખે છે.
લાગે છે કે જાણે કોઈ બીજું જ જગત ખૂલ્યું. આર્સેનિયો આગળ વધે છે. દૂર ઊંચે જલસ્તંભ તોળાઈ રહ્યો છે. વંટોળમાં સમુદ્રી વાદળો આમતેમ ઘસડાઈ રહ્યા છે. એને થાય છે કે કાંઠાના કાંકરાઓને કચડતો પગ આજે ભલે પડતો, ભલે પગ દરિયાઈ વેલામાં આજે ગૂંચવતો. ઘણા વખતથી રાહ જોવાતી હતી એ ક્ષણ આવી ગઈ છે. આ ક્ષણ જ એને ગતિહીન ગતિ, જડબેસલાક સમયમાંથી ઉગારશે.

ત્યાં તાડનાં ઝુંડ વચ્ચે વાયોલિનના સૂરના ફુવારા ઊડી રહ્યા છે. ઓચિંતો કડાકો થાય છે. આકાશના ભૂરા ખૂણે વ્યાધતારાના આછા પ્રકાશમાં તોફાન સારું લાગે છે. સાંજ એકદમ નજીક છે. રતુંબડ આકાશના પટ પર વીજળી ચમકે છે તો કિંમતી ધાતુના વૃક્ષની ડાળીઓ ફેલાતી લાગે છે. જિપ્સીઓના નગારાં તોફાનને તાલ આપી રહ્યાં છે કાંઠા પર અંધારુ સાંજને રાતમાં પલટે છે. પૃથ્વી અને આકાશ વચ્ચે કાળો પડછાયો છવાઈ જાય છે એકલદોકલ નૌકાઓ તરી રહી છે, એના દીવા ટમટમે છે.

Line 18: Line 31:

{{HeaderNav2
{{HeaderNav2
|previous =
|previous = ૧૮૭
|next =
|next = ૧૮૯

Navigation menu