17,611
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૬. મેઘદૂત (મેઘદૂત)}} {{Poem2Open}} કવિવર, ક્યારે કયા વિસ્મૃત વર્ષમાં કયા પુણ્ય આષાઢના પ્રથમ દિવસે તમે મેઘદૂત લખ્યું હતું? મેઘમન્દ્ર શ્લોક પોતાના અંધારમય સ્તરે સ્તરમાં વિશ્વના જેટલ...") |
No edit summary |
||
Line 15: | Line 15: | ||
અંધકારથી ઘેરાયલા ઘરમાં એકલો બેસીને મેઘદૂત વાંચી રહ્યો છું. ઘર તજેલા મને મુક્ત ગતિવાળા મેઘની પીઠ પર બેઠક લીધી છે અને એ દેશદેશાંતરમાં ઉડ્યું છે. ક્યાં છે આમ્રકૂટ પર્વત? ક્યાં વહે છે વિન્ધ્યને ચરણે વિખરાયેલી શિલાઓથી વિષમ એવી ગતિવાળી નિર્મલ રેવા? વેત્રવતીના તટ પર પરિપકવ ફળથી શ્યામ એવા જંબુવનની છાયામાં ખીલેલા કેવડાની વાડથી ઘેરાયલું દશાર્ણ ગ્રામ ક્યાં છૂપાઈ રહ્યું છે? પથ પરના વૃક્ષોની શાખામાં પોતાના કલરવથી વૃક્ષરાજિને ઘેરીને ગ્રામપંખી વર્ષામાં ક્યાં માળા બાંધે છે? નથી જાણતો જુઈવનમાં વિહરનારી વનાંગનાઓ કયા નદી તટ પર ફરે છે. એમના તપ્ત કપોલના તાપથી કરમાઈ ગયેલું કાનમાં ધારણ કરેલું કમલ મેઘની છાયાને માટે આકુલ થાય છે, જે ભ્રૂવિલાસ શીખી નથી એવી કઈ સ્ત્રીઓ, ગામડાંની વહુવારૂઓ, આકાશમાં ઘનઘટા જોઈને દૃષ્ટિ ઊંચી કરીને મેઘ ભણી જુએ છે? એમનાં નીલ નયનોમાં મેઘની છાયા પડે છે. કયા મેઘશ્યામ પર્વત પર મુગ્ધ સિધ્ધાંગના જલભર નવમેઘ જોઈને ઉત્સુક બનીને શિલાતલે બેઠી હતી, એકાએક ભયંકર આંધી આવવાથી ચકિત ચિકત બનીને ભયથી ગભરાઈને વસ્ત્ર સંકોરીને ગુફાનો આશ્રય શોધતી ફરે છે? કહે છે, ‘ઓ મા ગિરિશૃંગોને પણ ઉડાવી દેશે કે શું!’ ક્યાં છે અવંતીપુરી? ક્યાં છે નિર્વિન્ધ્યા નદી? ક્યાં ઉજ્જયિની ક્ષીપ્રા નદીના નીરમાં પોતાના મહિમાની છાયા જુએ છે? ત્યાં મધરાતે પ્રણયચાંચલ્ય ભૂલીને મકાનના મોભે પારેવાં પોઢી ગયાં છે. કેવળ વિરહવિકારથી રમણી સોયથી ભેદી શકાય એવા અંધકારમાં રાજમાર્ગ પર કવચિત્ ઝબકતી વીજળીના પ્રકાશમાં પ્રેમ અભિસારે બહાર નીકળે છે. ક્યાં છે બ્રહ્માવર્તમાં પેલું કુરુક્ષેત્ર? ક્યાં છે કનખલ જ્યાં પેલી યૌવનચંચલ જહ્નુકન્યા ગૌરીની ભ્રૂકુટિભંગીની અવહેલા કરી ફેનરૂપી પરિહાસને મિશે ચંદ્રનાં કિરણોથી ઉજ્જવલ ધૂર્જટિની જટા સાથે રમે છે. એ જ રીતે મારું હૃદય મેઘરૂપે દેશદેશમાં ફરતું વહેતું જાય છે કામનાના મોક્ષધામરૂપી અલકાનગરીમાં અંતે નાંગરવા માટે, જ્યાં સૌંદર્યની આદિસૃષ્ટિ વિરહિણી પ્રિયતમા વિરાજે છે. તમારા સિવાય લક્ષ્મીની વિલાસપુરીનું ઉદ્ઘાટન કરીને ત્યાં અમરલોકમાં મને કોણ લઈ જઈ શકત? જ્યાં અનંત વસંતમાં નિત્યપુષ્પવનમાં નિત્યચન્દ્રના પ્રકાશમાં ઇન્દ્રનીલના પર્વતની તળેટીમાં હેમપદ્મથી ખીલેલા સરાવરને કાંઠે મણિપ્રાસાદમાં અપાર સમૃદ્ધિમાં નિમગ્ન એવી એકાકિની વિરહવેદના રડે છે. ઉઘાડી બારીમાંથી એને જોઈ શકાય છે, પથારીને છેડે લીન થયેલી કાયાવાળી (પ્રિયા), જાણે પૂર્વ ગગનને છેડે અસ્તપ્રાય એવી પાતળી શશીરેખા! કવિ, તમારા મંત્રથી આજે હૃદયના બંધનની રૂંધાયેલી વ્યથા મુક્ત બની જાય છે. જ્યાં અનંત સૌંદર્યમાં એકલી જાગીને વિરહિણી પ્રિયા લાંબી રાત વિતાવે છે તે વિરહનો સ્વર્ગલોક હું પામ્યો છું. | અંધકારથી ઘેરાયલા ઘરમાં એકલો બેસીને મેઘદૂત વાંચી રહ્યો છું. ઘર તજેલા મને મુક્ત ગતિવાળા મેઘની પીઠ પર બેઠક લીધી છે અને એ દેશદેશાંતરમાં ઉડ્યું છે. ક્યાં છે આમ્રકૂટ પર્વત? ક્યાં વહે છે વિન્ધ્યને ચરણે વિખરાયેલી શિલાઓથી વિષમ એવી ગતિવાળી નિર્મલ રેવા? વેત્રવતીના તટ પર પરિપકવ ફળથી શ્યામ એવા જંબુવનની છાયામાં ખીલેલા કેવડાની વાડથી ઘેરાયલું દશાર્ણ ગ્રામ ક્યાં છૂપાઈ રહ્યું છે? પથ પરના વૃક્ષોની શાખામાં પોતાના કલરવથી વૃક્ષરાજિને ઘેરીને ગ્રામપંખી વર્ષામાં ક્યાં માળા બાંધે છે? નથી જાણતો જુઈવનમાં વિહરનારી વનાંગનાઓ કયા નદી તટ પર ફરે છે. એમના તપ્ત કપોલના તાપથી કરમાઈ ગયેલું કાનમાં ધારણ કરેલું કમલ મેઘની છાયાને માટે આકુલ થાય છે, જે ભ્રૂવિલાસ શીખી નથી એવી કઈ સ્ત્રીઓ, ગામડાંની વહુવારૂઓ, આકાશમાં ઘનઘટા જોઈને દૃષ્ટિ ઊંચી કરીને મેઘ ભણી જુએ છે? એમનાં નીલ નયનોમાં મેઘની છાયા પડે છે. કયા મેઘશ્યામ પર્વત પર મુગ્ધ સિધ્ધાંગના જલભર નવમેઘ જોઈને ઉત્સુક બનીને શિલાતલે બેઠી હતી, એકાએક ભયંકર આંધી આવવાથી ચકિત ચિકત બનીને ભયથી ગભરાઈને વસ્ત્ર સંકોરીને ગુફાનો આશ્રય શોધતી ફરે છે? કહે છે, ‘ઓ મા ગિરિશૃંગોને પણ ઉડાવી દેશે કે શું!’ ક્યાં છે અવંતીપુરી? ક્યાં છે નિર્વિન્ધ્યા નદી? ક્યાં ઉજ્જયિની ક્ષીપ્રા નદીના નીરમાં પોતાના મહિમાની છાયા જુએ છે? ત્યાં મધરાતે પ્રણયચાંચલ્ય ભૂલીને મકાનના મોભે પારેવાં પોઢી ગયાં છે. કેવળ વિરહવિકારથી રમણી સોયથી ભેદી શકાય એવા અંધકારમાં રાજમાર્ગ પર કવચિત્ ઝબકતી વીજળીના પ્રકાશમાં પ્રેમ અભિસારે બહાર નીકળે છે. ક્યાં છે બ્રહ્માવર્તમાં પેલું કુરુક્ષેત્ર? ક્યાં છે કનખલ જ્યાં પેલી યૌવનચંચલ જહ્નુકન્યા ગૌરીની ભ્રૂકુટિભંગીની અવહેલા કરી ફેનરૂપી પરિહાસને મિશે ચંદ્રનાં કિરણોથી ઉજ્જવલ ધૂર્જટિની જટા સાથે રમે છે. એ જ રીતે મારું હૃદય મેઘરૂપે દેશદેશમાં ફરતું વહેતું જાય છે કામનાના મોક્ષધામરૂપી અલકાનગરીમાં અંતે નાંગરવા માટે, જ્યાં સૌંદર્યની આદિસૃષ્ટિ વિરહિણી પ્રિયતમા વિરાજે છે. તમારા સિવાય લક્ષ્મીની વિલાસપુરીનું ઉદ્ઘાટન કરીને ત્યાં અમરલોકમાં મને કોણ લઈ જઈ શકત? જ્યાં અનંત વસંતમાં નિત્યપુષ્પવનમાં નિત્યચન્દ્રના પ્રકાશમાં ઇન્દ્રનીલના પર્વતની તળેટીમાં હેમપદ્મથી ખીલેલા સરાવરને કાંઠે મણિપ્રાસાદમાં અપાર સમૃદ્ધિમાં નિમગ્ન એવી એકાકિની વિરહવેદના રડે છે. ઉઘાડી બારીમાંથી એને જોઈ શકાય છે, પથારીને છેડે લીન થયેલી કાયાવાળી (પ્રિયા), જાણે પૂર્વ ગગનને છેડે અસ્તપ્રાય એવી પાતળી શશીરેખા! કવિ, તમારા મંત્રથી આજે હૃદયના બંધનની રૂંધાયેલી વ્યથા મુક્ત બની જાય છે. જ્યાં અનંત સૌંદર્યમાં એકલી જાગીને વિરહિણી પ્રિયા લાંબી રાત વિતાવે છે તે વિરહનો સ્વર્ગલોક હું પામ્યો છું. | ||
પાછો ખોવાઈ જાય છે. જોઉં છું, ચારેકોર અવિશ્રામ વૃષ્ટિ પડે છે. નિર્જન નિશા અંધકારને ગાઢ કરતી આવે છે. મેદાનને છેડે તટહીનને પહોંચવા વાયુ ક્રંદન કરતો વહે છે. અધરાતે નીંદ વિહોણી આંખે હું ચિંતવું છું. કોણે આવો શાપ આપ્યો છે? શા માટે આવો અંતરાય છે? ઊંચે જોઈને રૂંધાયેલા કોડ શા માટે રડે છે? પ્રેમ પોતાનો માર્ગ કેમ નથી પામતો? ત્યાં જગતનાં નદી પર્વત બધાંયની પાર સૂર્યવિહોણી મણિથી પ્રકાશિત સંધ્યાના પ્રદેશમાં માનસ સરોવરને તીરે વિરહશયનમાં કયો નર સદેહે ગયો છે? | પાછો ખોવાઈ જાય છે. જોઉં છું, ચારેકોર અવિશ્રામ વૃષ્ટિ પડે છે. નિર્જન નિશા અંધકારને ગાઢ કરતી આવે છે. મેદાનને છેડે તટહીનને પહોંચવા વાયુ ક્રંદન કરતો વહે છે. અધરાતે નીંદ વિહોણી આંખે હું ચિંતવું છું. કોણે આવો શાપ આપ્યો છે? શા માટે આવો અંતરાય છે? ઊંચે જોઈને રૂંધાયેલા કોડ શા માટે રડે છે? પ્રેમ પોતાનો માર્ગ કેમ નથી પામતો? ત્યાં જગતનાં નદી પર્વત બધાંયની પાર સૂર્યવિહોણી મણિથી પ્રકાશિત સંધ્યાના પ્રદેશમાં માનસ સરોવરને તીરે વિરહશયનમાં કયો નર સદેહે ગયો છે? | ||
૨૦-૨૧ મે ૧૮૯૦ | |||
‘માનસી’ | |||
{{સ-મ|||'''(અનુ. નિરંજન ભગત)'''}} <br> | {{સ-મ|||'''(અનુ. નિરંજન ભગત)'''}} <br> | ||
{{Poem2Close}} | |||
{{HeaderNav2 |previous =૫. વ્યક્ત પ્રેમ |next =૭. અહલ્યાર પ્રતિ }} |
edits