એકોત્તરશતી/૯૩. એકતાન: Difference between revisions

Jump to navigation Jump to search
Added Years + Footer
(Created page with "{{SetTitle}} {{Heading| વૃન્દવાદન (ઐકતાન)}} {{Poem2Open}} આ વિપુલ પૃથ્વીનું કેટલું ઓછું જાણું છું! દેશદેશમાં કેટલાંય નગરો, રાજધાની- માણસની કેટલી કીર્તિ, કેટકેટલાં નદી, ગિરિ, સિંધુ, મરુભૂમિ, કેટકેટલા અજાણ્ય...")
 
(Added Years + Footer)
Line 9: Line 9:
માણસ પોતાના અંતરમાં રહેતો હોય છે ત્યાં તે સૌથી દુર્ગમ હોય છે, બહારના દેશમાં કે કાળમાં તેનું કશું પરિમાપ નથી હોતું. તે અંતરમય હોય છે. અંતર સાથે અંતર મેળવીએ છીએ ત્યારે તેના અંતરનો પરિચય થાય છે. તેમાં પ્રવેશનો હમેશાં માર્ગ મળતો નથી; મારી જીવનયાત્રાની વાડો બાધા થઈને પડી છે. ખેડૂત ખેતરમાં હળ ચલાવે છે, વણકર બેસીને સાળ ઉપર વણે છે, માછી જાળ નાખે છે—એમનો વિચિત્ર કર્મભાર બહુ દૂર દૂર પ્રસરેલો છે, તેનો આધાર લઈને આખો સંસાર ચાલે છે. તેના અત્યંત ક્ષુદ્ર ભાગમાં સન્માનના કાળાપાણીમાં સન્માનના ઊંચા મંચ ઊપર સાંકડી બારીમાં હું બેઠો છું. કોઈ કોઈ વાર હું પેલા મહોલ્લાના આંગણાની નજીક ગયો છું: અંદર પ્રવેશ કરું એવી શક્તિ બિલકુલ હતી નહિ. જીવન સાથે જીવનનો યોગ કર્યો ન હોય તો ગીતની ફેરી કૃત્રિમ માલથી વ્યર્થ થાય છે. એટલે હું એ નિંદાની વાત—મારા સૂરની અપૂર્ણતા સ્વીકારી લઉં છું. મારી કવિતા, હું જાણું છું કે વિવિધમાર્ગે  ગઈ છે છતાં તે સર્વત્રગામી થઈ નથી.

ખેડૂતના જીવનમાં જે માણસ ભાગીદાર છે, જેણે કર્મ અને વચનથી સાચી આત્મીયતા મેળવી છે, જે ધરતીની નજીક છે, તે કવિની વાણી માટે હું કાન માંડીને રહ્યો છું. સાહિત્યના આનંદભોજનમાં હું પોતે જે આપી શકતો નથી, તેની જ શોધમાં સદા રહું છું. તે સત્ય હો. કેવળ ભાવભંગીથી આંખને ન ભોળવો. સત્ય મૂલ્ય ચૂકવ્યા વગર જ સાહિત્યની ખ્યાતિ ચોરી લેવી એ સારું નથી, સારું નથી, એ તો નકલ છે, શોખની મજૂરી છે. અખ્યાત જનના નિર્વાક્ મનના કવિ આવ; મર્મની બધી વેદનાઓ બહાર કાઢ, આ પ્રાણહીન દેશમાં જ્યાં ચારે દિશા ગીતવિહોણી છે, તે અવજ્ઞાના તાપથી શુષ્ક અને નિરાનન્દ બનેલી મરુભૂમિને તું રસથી પૂર્ણ કરી દે. તેના અંતરમાં તેનો પોતાનો જ જે ઝરો છે તેઓને જ તું વહેતો કરી દે. સાહિત્યના વૃન્દવાદનની સંગીતસભામાં જેમની પાસે એકતારો છે તેઓને પણ સન્માન મળો— જેઓ દુ:ખમાં ને સુખમાં મૂક છે, જેઓ વિશ્વની સામે નતશિર અને મૂંગા છે, હે ગુણી, જેઓ પાસે હોવા છતાં દૂર છે, તેઓની વાણી સાંભળવા પામું એવી ઇચ્છા છે. તું તેમનો સ્વજન થઈને રહે, તારી ખ્યાતિમાં તેઓ જાણે પોતાની ખ્યાતિ પામે. હું વારંવાર તને નમસ્કાર કરીશ.

<br>
૨૧ જાન્યુઆરી, ૧૯૪૧
{{સ-મ|||'''(અનુ. નગીનદાસ પારેખ)'''}} <br>
‘જન્મદિને’
{{સ-મ|||'''(અનુ. નગીનદાસ પારેખ)'''}}  
{{Poem2Close}} {{HeaderNav2 |previous = ૯૨. આમાર કીર્તિરે આમિ કરિ ના વિશ્વાસ|next =૯૪. હિંસ્ર રાત્રિ આસે ચુપે ચુપે }}
17,582

edits

Navigation menu