ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પ્રભુદાસ પટેલ/ખાખી જીવડાં: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{Center|'''ખાખી જીવડાં'''}}
{{SetTitle}}
----
{{Heading|ખાખી જીવડાં | પ્રભુદાસ પટેલ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ઝેરી જીવડું ચટકી ગયાની લ્હાય લ્હાય બળતરા, અષાઢી મેહનો અકળાટ ને બફારો… ને એ ય ઓછું હોય તેમ, ચોપાડમાંથી ધસી ાવતાં ધીમાંધીમાં કાનફુસિયાં! શનુ અકળાઈ. પરસેવે દદડતા શરીરને સાલ્લાના છેડા વતી લૂછતાં લૂછતાં તે બહાર ધસી આવી. પણ પેલાં તો ગાયબ! શનુ મનોમન બબડી ઊઠીઃ ‘આ હાહુ-હહરોય જીવતે જીવ તળવા બેઠાં સે. હાય રે દઝારા! અ… ને એય ચંદુડા હંગાત્યે બેહીને? એ હત્તાં ય કઈ ઘાણીએ પીલવા બેઠાં સે… ઈજ હમજાતું નથ્થ.’ શનુના મનમાં કેટલાય સવાલો ઊગી નીકળ્યાઃ ‘સેલ્લા તૈણ દા’ડાથી ઈયાંની વચ્ચે શ્યું રંધાઈ રેયું અશે? ને ઈ યે ઈ ગોલરા હંગાત્યે? પોતાનાથી છાનું એવું તે શ્યું અશે વળી? ઈ તૈણે ક્યાંક પોતાના વિશે તો કંઈ…? ને આગળનો વિચાર કરતાં જ તેને હલબલાટી થઈ આવી. ‘આજ તો ઈયાંના મનની વાત પામીને જ રેવું સે’ — એવા નિશ્ચય સાથે શનુ વાડાના ઝાંપા પાસે દોડી આવી. તેણે ઝાંપો ખોલ્યોય ખરો, પણ જેવો મકાઈમાં પેસવા પગ ઉપાડયો ત્યાં તો ખાખી જીવડાંની લ્હાય લ્હાય બળતરાની યાદે તે પાછી ધકેલાઈ પડી. પછી તો તે ચોપાડમાં આવી ત્યારે જ તેને જંપ પડ્યો.

Navigation menu