825
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|સુખ | માવજી મહેશ્વરી}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઉષા થાકેલા પગે પરસેવે નીતરતી ઘેર પહોંચી એને બારણા આગળ જ બેસી પડવાની ઇચ્છા થઈ આવી. એક હાથમાં કેરોસીનનું ડબલું અને બીજા હાથમાં પકડેલી શાકની થેલી સાથે તે થોડી વાર તાળાને જોઈ રહી, બેય વસ્તુઓ નીચે મૂકી સાડીના છેડાથી મોં પરનો પરસેવો લૂછયો. સેંથામાંથી રેલાયેલા કંકુથી સાડીનો છેડો સહેજ લાલ થઈ ગયો. કમરેથી ચાવી કાઢી તેણે તાળું ખોલ્યું. કમને કેરોસીનનું ડબલું અને શાકની થેલી ઉપાડી ઘરમાં આવી અને બધું નીચે મૂકી પલંગ પર ફસડાઈ પડી. વજનદાર થેલી અને ડબલું ઉપાડવાથી હથેળીમાં લાલ આંકા ઊઠી આવ્યા હતા. છેક ક્યાંય દૂર શાક મારકેટ હતી. ત્યાંથી ચાલતા આવવું. રિક્ષા તો ઘણી મળી શકે. પણ… | ઉષા થાકેલા પગે પરસેવે નીતરતી ઘેર પહોંચી એને બારણા આગળ જ બેસી પડવાની ઇચ્છા થઈ આવી. એક હાથમાં કેરોસીનનું ડબલું અને બીજા હાથમાં પકડેલી શાકની થેલી સાથે તે થોડી વાર તાળાને જોઈ રહી, બેય વસ્તુઓ નીચે મૂકી સાડીના છેડાથી મોં પરનો પરસેવો લૂછયો. સેંથામાંથી રેલાયેલા કંકુથી સાડીનો છેડો સહેજ લાલ થઈ ગયો. કમરેથી ચાવી કાઢી તેણે તાળું ખોલ્યું. કમને કેરોસીનનું ડબલું અને શાકની થેલી ઉપાડી ઘરમાં આવી અને બધું નીચે મૂકી પલંગ પર ફસડાઈ પડી. વજનદાર થેલી અને ડબલું ઉપાડવાથી હથેળીમાં લાલ આંકા ઊઠી આવ્યા હતા. છેક ક્યાંય દૂર શાક મારકેટ હતી. ત્યાંથી ચાલતા આવવું. રિક્ષા તો ઘણી મળી શકે. પણ… |