18,288
edits
No edit summary |
(પ્રૂ) |
||
Line 6: | Line 6: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
હે નૂતન જીવન આવ. હે કઠોર, નિષ્ઠુર નીરવ આવ, હે ભીષણ શોભન આવ. અપ્રિય, વિરસ, તિક્ત આવ, અશ્રુજળથી ભીંજાયેલા આવ, ભૂષણ વગરના ખાલી આવ, ચિત્તને પાવન કરનાર આવ. | હે નૂતન જીવન આવ. હે કઠોર, નિષ્ઠુર નીરવ આવ, હે ભીષણ શોભન આવ. અપ્રિય, વિરસ, તિક્ત આવ, અશ્રુજળથી ભીંજાયેલા આવ, ભૂષણ વગરના ખાલી આવ, ચિત્તને પાવન કરનાર આવ. | ||
વીણા, વેણુ, માલતીની માળા, પૂર્ણિમાની રાત્રિ અને માયાનું ધુમ્મસ બધું રહેવા દે. હૃદયના શોણિતનું પ્રાશન કરનાર પ્રખર હોમાનલ શિખા આવ. હે પરમ દુઃખના આવાસસ્થાન આવ, આશા-અંકુરનો નાશ કર,હે સંગ્રામ આવ, હે મહાજય આવ, હે | વીણા, વેણુ, માલતીની માળા, પૂર્ણિમાની રાત્રિ અને માયાનું ધુમ્મસ બધું રહેવા દે. હૃદયના શોણિતનું પ્રાશન કરનાર પ્રખર હોમાનલ શિખા આવ. હે પરમ દુઃખના આવાસસ્થાન આવ, આશા-અંકુરનો નાશ કર, હે સંગ્રામ આવ, હે મહાજય આવ, હે મરણસાધન આવ. | ||
'''૧૮૯૫''' | '''૧૮૯૫''' | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
Line 12: | Line 12: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અમે અલગારીઓની ટોળી છીએ. સંસારરૂપી પદ્મપત્ર ઉપર પાણીની પેઠે સદા ડગમગતા રહીએ છીએ. આમારું આવવુ.−જવું ખાલી હવા જેવું છે, એનું કંઈ ફળ નથી. અમે કરણ–કારણ જાણતા નથી, રીતભાત જાણતા નથી કે શાસન કે મના માનતા નથી. અમે પોતાની ધૂન પ્રમાણે, મનના ઝોક પ્રમાણે જંજીર તોડી નાખી છે. | અમે અલગારીઓની ટોળી છીએ. સંસારરૂપી પદ્મપત્ર ઉપર પાણીની પેઠે સદા ડગમગતા રહીએ છીએ. આમારું આવવુ.−જવું ખાલી હવા જેવું છે, એનું કંઈ ફળ નથી. અમે કરણ–કારણ જાણતા નથી, રીતભાત જાણતા નથી કે શાસન કે મના માનતા નથી. અમે પોતાની ધૂન પ્રમાણે, મનના ઝોક પ્રમાણે જંજીર તોડી નાખી છે. | ||
હે લક્ષ્મી, તારાં વાહનો ધનથી અને પુત્રોથી ભર્યાંભાદર્યાં થાઓ, | હે લક્ષ્મી, તારાં વાહનો ધનથી અને પુત્રોથી ભર્યાંભાદર્યાં થાઓ, તારી ચરણરજમાં આળોટો; અમે તો ખભે ગોદડી ને ઝોળી લઈને પૃથ્વી પર ફરીશું. તારા બંદરમાં બાંધેલા ઘાટ ઉપર સોનાની પાટથી લદાયેલી હોડી પડી છે, અનેક હાટમાં અનેક રત્નો છે, પણ અમે તો ફક્ત લંગર તોડી નાખેલી ભાંગેલી હોડી તરતી મૂકી છે. | ||
અમે હવે એ શોધીએ છીએ કે અકૂલ સાગરનો કોઈ કિનારો મળે છે કે કેમ, આ ભવસાગરમાં કોઈ ટાપુ છે કે કેમ? જો સુખ ન મળે તો અમે ડૂબકી મારીને રસાતળ ક્યાં છે તે જોઈશું. અમે ભેગા થઈને આખો વખત અભાગિયાઓનો મેળો ભરીશું, ગીતો ગાઈશું અને રમતો રમીશું, અને ગળામાં ગીત નહિ આવે તો કોલાહલ કરીશું. | અમે હવે એ શોધીએ છીએ કે અકૂલ સાગરનો કોઈ કિનારો મળે છે કે કેમ, આ ભવસાગરમાં કોઈ ટાપુ છે કે કેમ? જો સુખ ન મળે તો અમે ડૂબકી મારીને રસાતળ ક્યાં છે તે જોઈશું. અમે ભેગા થઈને આખો વખત અભાગિયાઓનો મેળો ભરીશું, ગીતો ગાઈશું અને રમતો રમીશું, અને ગળામાં ગીત નહિ આવે તો કોલાહલ કરીશું. | ||
'''૧૮૯૬''' | '''૧૮૯૬''' | ||
Line 20: | Line 20: | ||
અરે, તમે બધા જ સારા છો, જેના ભાગ્યમાં જે મળ્યું તે અમારે માટે સારું છે. અમારા આ અંધારા ઘરમાં સાંજનો દીવો પ્રકટાવો. કોઈ ખૂબ ઉજ્જવળ, કોઈ મ્લાન છલછલ, કોઈ કશુંક બાળે, તો કોઈકનો પ્રકાશ સ્નિગ્ધ. | અરે, તમે બધા જ સારા છો, જેના ભાગ્યમાં જે મળ્યું તે અમારે માટે સારું છે. અમારા આ અંધારા ઘરમાં સાંજનો દીવો પ્રકટાવો. કોઈ ખૂબ ઉજ્જવળ, કોઈ મ્લાન છલછલ, કોઈ કશુંક બાળે, તો કોઈકનો પ્રકાશ સ્નિગ્ધ. | ||
નૂતન પ્રેમમાં નવવધૂ એનુ માથાથી તે પગ સુધીનું બધું માત્ર મધુ, પુરાતનમાં બધું ખટમધુરું, સહેજ તીવ્ર. વાણી જ્યારે વિદાય કરે ત્યારે આંખ આવીને પગને પકડી લે. રાગની સાથે અનુરાગને સરખે ભાગે ઢાળો. | નૂતન પ્રેમમાં નવવધૂ એનુ માથાથી તે પગ સુધીનું બધું માત્ર મધુ, પુરાતનમાં બધું ખટમધુરું, સહેજ તીવ્ર. વાણી જ્યારે વિદાય કરે ત્યારે આંખ આવીને પગને પકડી લે. રાગની સાથે અનુરાગને સરખે ભાગે ઢાળો. | ||
અમે તૃષ્ણા, તમે અમૃત—તમે તૃપ્તિ, અમે ક્ષુધા—તમારી વાત કહેવા જતાં કવિની | અમે તૃષ્ણા, તમે અમૃત—તમે તૃપ્તિ, અમે ક્ષુધા—તમારી વાત કહેવા જતાં કવિની વાક્ ચાતુરી ખૂટી ગઈ. જે મૂર્તિ નયનમાં જાગે છે તે બધી જ મને ગમે છે. કોઈ ખાસ્સી ગૌરવર્ણ હોય છે તો કોઈ ખાસ્સી કાળી. | ||
'''૧૮૯૬''' | '''૧૮૯૬''' | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
Line 32: | Line 32: | ||
{{center|'''૫'''}} | {{center|'''૫'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
માત્ર જવું આવવું, માત્ર પ્રવાહમાં વહેવું, માત્ર અજવાળા અંધારામાં રડવું હસવું. માત્ર દર્શન પામવાં, માત્ર સ્પર્શ કરી જવો, માત્ર દૂર જતાં જતાં રોતાં રોતાં જોવું, માત્ર નવી દુરાશામાં આગળ ચાલી જાય છે—પાછળ મિથ્યા આશા મૂકી જાય છે. અનંત વાસના લઈને ભાંગેલું બળ જીવ સટોસટનાં કામ કરીને ભાંગેલું ફળ પામે છે, | માત્ર જવું આવવું, માત્ર પ્રવાહમાં વહેવું, માત્ર અજવાળા અંધારામાં રડવું હસવું. માત્ર દર્શન પામવાં, માત્ર સ્પર્શ કરી જવો, માત્ર દૂર જતાં જતાં રોતાં રોતાં જોવું, માત્ર નવી દુરાશામાં આગળ ચાલી જાય છે—પાછળ મિથ્યા આશા મૂકી જાય છે. અનંત વાસના લઈને ભાંગેલું બળ જીવ સટોસટનાં કામ કરીને ભાંગેલું ફળ પામે છે, તૂટેલી નાવ લઈને પારાવારમાં વહે છે. ભાવ રોઈ મરે છે. ભાષા ભાંગેલી છે. હૃદય હૃદયમાં અડધો પરિચય છે, અડધી વાત પૂરી થતી નથી. લજ્જાથી, ભયથી, ત્રાસથી, અડધા વિશ્વાસથી માત્ર અડધો પ્રેમ (છે). | ||
'''૧૮૯૬''' | '''૧૮૯૬''' | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
Line 40: | Line 40: | ||
ભલે દુ:ખમાં બળવું પડે તો ખોટો વિચાર નહિ; ભલે દૈન્ય વેઠવું પડે પણ ખોટું કામ નહિ; ; ભલે દંડ ભોગવવો પડે પણ ખોટું વચન નહિ; સત્યનો જય હો, જય હો, જય હો. | ભલે દુ:ખમાં બળવું પડે તો ખોટો વિચાર નહિ; ભલે દૈન્ય વેઠવું પડે પણ ખોટું કામ નહિ; ; ભલે દંડ ભોગવવો પડે પણ ખોટું વચન નહિ; સત્યનો જય હો, જય હો, જય હો. | ||
અમે સૌ આજે મંગલકાર્યમાં પ્રાણ સમર્પણ કરીશું; મંગલમયનો જય હો, જય હો. અમે પુણ્ય પામીશું, પુણ્યથી શોભીશું, પુણ્યનાં ગીત ગાઈશું. મંગલમયનો જય હો, જય હો. | અમે સૌ આજે મંગલકાર્યમાં પ્રાણ સમર્પણ કરીશું; મંગલમયનો જય હો, જય હો. અમે પુણ્ય પામીશું, પુણ્યથી શોભીશું, પુણ્યનાં ગીત ગાઈશું. મંગલમયનો જય હો, જય હો. | ||
ભલે દુઃખમાં બળવું પડે તો | ભલે દુઃખમાં બળવું પડે તો પણ અશુભ વિચાર તો નહીં જ કરીએ; ભલે દૈન્ય વેઠવું પડે પણ અશુભ કાર્ય તો નહીં જ કરીએ; ભલે દંડ ભોગવવો પડે પણ અશુભ વચન તો નહીં જ ઉચ્ચારીએ. મંગલમયનો જય હો, જય હો. | ||
જે બધા ભયના ભયરૂપે છે તે અભય બ્રહ્મનામ અમે બધાએ આજે લીધું છે, જે થવાનું હોય તે થાય, અમે શોક નહિ કરીએ, બ્રહ્મધામ જઈશું જ. બ્રહ્મધામ જઈશું જ. બ્રહ્મનો જય હોય, જય હો, જય હો. | જે બધા ભયના ભયરૂપે છે તે અભય બ્રહ્મનામ અમે બધાએ આજે લીધું છે, જે થવાનું હોય તે થાય, અમે શોક નહિ કરીએ, બ્રહ્મધામ જઈશું જ. બ્રહ્મધામ જઈશું જ. બ્રહ્મનો જય હોય, જય હો, જય હો. | ||
ભલે દુ:ખમાં બળવું પડે તોયે ભય નથી, ભય નથી; ભલે દૈન્ય વેઠવું પડે તોયે ભય નથી, ભય નથી. ભલે મૃત્યુ નજીક આવે તોયે ભય નથી, ભય નથી. બ્રહ્મનો જય હો, જય હો, જય હો. | ભલે દુ:ખમાં બળવું પડે તોયે ભય નથી, ભય નથી; ભલે દૈન્ય વેઠવું પડે તોયે ભય નથી, ભય નથી. ભલે મૃત્યુ નજીક આવે તોયે ભય નથી, ભય નથી. બ્રહ્મનો જય હો, જય હો, જય હો. | ||
Line 49: | Line 49: | ||
{{center|'''૭'''}} | {{center|'''૭'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ભલે હું સામે પાર ન જઈ | ભલે હું સામે પાર ન જઈ શક્યો. જે પવનથી હોડી ચાલતી તે પવન હું મારે અંગે લગાવું છું. | ||
ભલે હું સામે પાર જઈ ન શકયો, પણ ઘાટ તો છે ને, ત્યાં હું બેસી શકું છું. જો મારી આશાની હોડી ડૂબી ગઈ તો હું તમને હોડી ચલાવતા જોઈશ. | ભલે હું સામે પાર જઈ ન શકયો, પણ ઘાટ તો છે ને, ત્યાં હું બેસી શકું છું. જો મારી આશાની હોડી ડૂબી ગઈ તો હું તમને હોડી ચલાવતા જોઈશ. | ||
હાથ પાસે, અને ખોળામાં જે છે તે જ પુષ્કળ છે; આખા દિવસનું મારું શું એ જ કામ છે કે સામા કિનારા તરફ રડતાં રડતાં જોઈ રહેવું. | હાથ પાસે, અને ખોળામાં જે છે તે જ પુષ્કળ છે; આખા દિવસનું મારું શું એ જ કામ છે કે સામા કિનારા તરફ રડતાં રડતાં જોઈ રહેવું. | ||
Line 72: | Line 72: | ||
તડકો ચડે છે, વરસાદ પડે છે, વાંસના વનમાં પાંદડાં હલે છે, ખેડેલી માટીની ગંધથી ભર્યોભર્યો વાયુ વાય છે. | તડકો ચડે છે, વરસાદ પડે છે, વાંસના વનમાં પાંદડાં હલે છે, ખેડેલી માટીની ગંધથી ભર્યોભર્યો વાયુ વાય છે. | ||
લીલા પ્રાણના ગીતની લિપિ, રેખાએ રેખાએ દેખા દે છે, કયો તરુણ કવિ નૃત્યથી ડોલતા છંદે મસ્ત બની જાય છે ? | લીલા પ્રાણના ગીતની લિપિ, રેખાએ રેખાએ દેખા દે છે, કયો તરુણ કવિ નૃત્યથી ડોલતા છંદે મસ્ત બની જાય છે ? | ||
ડાંગરના | ડાંગરના કણસલામાં પુલક દોડે છે, માગશરના સોનેરી તડકામાં ને પૂર્ણિમાની ચાંદનીમાં આખી પૃથ્વી હસી ઊઠે છે. | ||
'''૧૯૧૧''' | '''૧૯૧૧''' | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|'''૧૧'''}} | {{center|'''૧૧'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અમે બધા કામમાં હાથ દઈએ છીએ, બધા કામમાં. કોઈ બાધાબંધન નથી, રે નથી. જોઈએ છીએ, શોધીએ છીએ, સમજીએ છીએ ,હંમેશાં તોડીએ છીએ, ઘડીએ છીએ, ઝૂઝીએ છીએ. અમે બધા દેશમાં બધા વેશમાં ભમતા ભમીએ છીએ, કરી શકીએ કે ના કરી શકીએ, ભલે જીતીએ કે હારીએ—જો એમ ને એમ સુકાન છોડી દઈએ તો એ શરમથી જ મરી જઈએ. પોતાના હાથના જોરે જ અમે સર્જન કરી દઈએ છીએ. અમે પ્રાણ દઈ ઘર બાંધીએ છીએ, તેમાં જ રહીએ છીએ. | અમે બધા કામમાં હાથ દઈએ છીએ, બધા કામમાં. કોઈ બાધાબંધન નથી, રે નથી. જોઈએ છીએ, શોધીએ છીએ, સમજીએ છીએ, હંમેશાં તોડીએ છીએ, ઘડીએ છીએ, ઝૂઝીએ છીએ. અમે બધા દેશમાં બધા વેશમાં ભમતા ભમીએ છીએ, કરી શકીએ કે ના કરી શકીએ, ભલે જીતીએ કે હારીએ—જો એમ ને એમ સુકાન છોડી દઈએ તો એ શરમથી જ મરી જઈએ. પોતાના હાથના જોરે જ અમે સર્જન કરી દઈએ છીએ. અમે પ્રાણ દઈ ઘર બાંધીએ છીએ, તેમાં જ રહીએ છીએ. | ||
'''૧૯૧૧''' | '''૧૯૧૧''' | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
Line 123: | Line 123: | ||
{{center|'''૧૮'''}} | {{center|'''૧૮'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
હે નદી, તું તારા વેગથી ઉન્મત્ત જેવી બની ગઈ છે, હું સ્તબ્ધ ચંપાનું વૃક્ષ સુગંધને કારણે તન્દ્રાહીન છું, હું સદા અચલ રહું છું, મારી | હે નદી, તું તારા વેગથી ઉન્મત્ત જેવી બની ગઈ છે, હું સ્તબ્ધ ચંપાનું વૃક્ષ સુગંધને કારણે તન્દ્રાહીન છું, હું સદા અચલ રહું છું, મારી ગંભીર ગતિને હું ગુપ્ત રાખું છું. મારી ગતિ નવીન પર્ણોમાં છે, મારી ગતિ ફૂલની ધારામાં છે. | ||
હે નદી, તારા વેગથી જ તું ઉન્મત જેવી, અનેક માર્ગે બહાર દોડી જઈને તું તને જ ખોઈ બેસે છે. મારી ગતિ વિશે તે કશું જ કહી શકાય નહીં. એ તો પ્રાણની પ્રકાશ તરફની ગતિ. આકાશ એનો આનંદ ઓળખે ને બીજો જાણે રાત્રિનો નીરવ તારો. | હે નદી, તારા વેગથી જ તું ઉન્મત જેવી, અનેક માર્ગે બહાર દોડી જઈને તું તને જ ખોઈ બેસે છે. મારી ગતિ વિશે તે કશું જ કહી શકાય નહીં. એ તો પ્રાણની પ્રકાશ તરફની ગતિ. આકાશ એનો આનંદ ઓળખે ને બીજો જાણે રાત્રિનો નીરવ તારો. | ||
'''૧૯૧૫''' | '''૧૯૧૫''' | ||
Line 146: | Line 146: | ||
{{center|'''૨૧'''}} | {{center|'''૨૧'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આકાશમાં આકાશમાર્ગે હજારો સ્ત્રોતે | આકાશમાં આકાશમાર્ગે હજારો સ્ત્રોતે ઝરણાની ધારાની પેઠે જગત ઝરે છે. મારા શરીર મનની અધીર ધારા સાથે સાથે અવિરામ વહે છે. એ પ્રવાહોના પછડાટે પછડાટે દિનરાત ગીત જાગે છે. તે ગીતે ગીતે મારા પ્રાણોમાં કેટલાંય મોજાં ઊઠ્યાં છે. મારા કિનારા પર ભુક્કો થઈને શત શત ગીત વીખરાય છે. એ જ આકાશ-ડુબાડતી ધારાના હીંચકે હું અવિરત ઝૂલું છું. એ નૃત્યઘેલી વ્યાકુલતા વિશ્વના પ્રાણમાં છે તે સદા મને જાગૃત રાખે છે, શાંતિ માનતી નથી, | ||
ચિરદિનનાં હાસ્યરુદન ઢગલેઢગલા તરી રહ્યાં છે. આ બધુ ઊંઘ વગરની, ઢાળેલી આંખે કોણ જોઈ રહે છે? અરે ઓ, એ આંખોમાં મારી આંખો નિષ્પલક થઈ જાઓ ને ! એ જ આકાશ ભરી દેતા દર્શનની સાથે નિરંતર જોઈશ. | ચિરદિનનાં હાસ્યરુદન ઢગલેઢગલા તરી રહ્યાં છે. આ બધુ ઊંઘ વગરની, ઢાળેલી આંખે કોણ જોઈ રહે છે? અરે ઓ, એ આંખોમાં મારી આંખો નિષ્પલક થઈ જાઓ ને ! એ જ આકાશ ભરી દેતા દર્શનની સાથે નિરંતર જોઈશ. | ||
'''૧૯૧૮''' | '''૧૯૧૮''' | ||
Line 154: | Line 154: | ||
આ પાંદડે પાંદડે પ્રકાશનું નૃત્ય એ જ તો ગમ્યું હતું. શાલવનમાં ગાંડી હવા, એ જ તો મારા મનને મતવાલું કરી મૂકે છે. લાલ માટીના રસ્તે થઈને હાટમાં જતા પથિકો ઉતાવળા ચાલ્યા જાય છે. ધૂળમાં બેઠેલી નાની છોકરી રમવાની છાબ એકલી એકલી સજાવી રહી છે. સામે નજર કરતાં આ જે કંઈ જોઉં છું એ સૌ મારી આંખોમાં વીણા વગાડે છે. | આ પાંદડે પાંદડે પ્રકાશનું નૃત્ય એ જ તો ગમ્યું હતું. શાલવનમાં ગાંડી હવા, એ જ તો મારા મનને મતવાલું કરી મૂકે છે. લાલ માટીના રસ્તે થઈને હાટમાં જતા પથિકો ઉતાવળા ચાલ્યા જાય છે. ધૂળમાં બેઠેલી નાની છોકરી રમવાની છાબ એકલી એકલી સજાવી રહી છે. સામે નજર કરતાં આ જે કંઈ જોઉં છું એ સૌ મારી આંખોમાં વીણા વગાડે છે. | ||
મારી આ જે વાંસની વાંસળી છે, તે ખેતરના સ્વરોનું સાધન છે. મારા મનને આ ધરણીની માટીના બંધને બાંધ્યું છે. નીલ આકાશના પ્રકાશની ધારાનું જેઓએ તાજું તાજું પાન કર્યું છે એવાં બાળકોની આંખોની દૃષ્ટિ મેં મારી બન્ને આંખોમાં ભરી દીધી છે. એમના કુમળા ગળાના સૂરથી મારી વીણાના સૂર મેં બાંધ્યા છે. | મારી આ જે વાંસની વાંસળી છે, તે ખેતરના સ્વરોનું સાધન છે. મારા મનને આ ધરણીની માટીના બંધને બાંધ્યું છે. નીલ આકાશના પ્રકાશની ધારાનું જેઓએ તાજું તાજું પાન કર્યું છે એવાં બાળકોની આંખોની દૃષ્ટિ મેં મારી બન્ને આંખોમાં ભરી દીધી છે. એમના કુમળા ગળાના સૂરથી મારી વીણાના સૂર મેં બાંધ્યા છે. | ||
દૂર જવાની ધૂન થતાં સૌ મને ઘેરી વળીને અટકાવે છે. ગામનું આકાશ સરગવાના ફૂલરૂપી હાથનો ઇશારો કરીને મને પોકારી રહ્યું છે. હે ભાઈ, પાસેની સુધા પૂરી થઈ નથી, એટલે દૂરની ક્ષુધા લાગી નથી. આ જે સૌ | દૂર જવાની ધૂન થતાં સૌ મને ઘેરી વળીને અટકાવે છે. ગામનું આકાશ સરગવાના ફૂલરૂપી હાથનો ઇશારો કરીને મને પોકારી રહ્યું છે. હે ભાઈ, પાસેની સુધા પૂરી થઈ નથી, એટલે દૂરની ક્ષુધા લાગી નથી. આ જે સૌ નાનીસૂની વસ્તુ છે તેમના છેડાનો પત્તો લાગતો નથી. આજે પણ તુચ્છ દિનનો મારો ગાવાનો વારો પૂરો થયો નથી ! | ||
મને ગમ્યું છે, મારું મન મુગ્ધ થયું છે, એ જ વાત ગાતો ફરું છું. રાત દિવસ સમય ક્યાં મળે છે, એટલે તે કામની વાતો ટાળતો ફરું છું ! મન મગ્ન થઈ ગયું છે, આંખો મગ્ન થઈ ગઈ છે. મને નકામો બોલાવો છો ! એમને ઘણી આશા છે, એઓ ભલે ઘણું એકઠું કરો ! હું તો માત્ર ગાતો ફરું છું, એથી વધુ મોટો થવા હું માગતો નથી. | મને ગમ્યું છે, મારું મન મુગ્ધ થયું છે, એ જ વાત ગાતો ફરું છું. રાત દિવસ સમય ક્યાં મળે છે, એટલે તે કામની વાતો ટાળતો ફરું છું ! મન મગ્ન થઈ ગયું છે, આંખો મગ્ન થઈ ગઈ છે. મને નકામો બોલાવો છો ! એમને ઘણી આશા છે, એઓ ભલે ઘણું એકઠું કરો ! હું તો માત્ર ગાતો ફરું છું, એથી વધુ મોટો થવા હું માગતો નથી. | ||
'''૧૯૧૮''' | '''૧૯૧૮''' | ||
Line 160: | Line 160: | ||
{{center|'''૨૩'''}} | {{center|'''૨૩'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આવી રીતે જ જો દિવસ જતો હોય તો છો જતો. મનને ઊડવું છે તો ગીતની પાંખો પસારીને છો ઊડતું. આજે મારા | આવી રીતે જ જો દિવસ જતો હોય તો છો જતો. મનને ઊડવું છે તો ગીતની પાંખો પસારીને છો ઊડતું. આજે મારા પ્રાણના ફુવારાનો સૂર વહી રહ્યો છે, દેહનો બંધ તૂટી ગયો છે, માથા ઉપર આકાશનું પેલું સુનીલ ઢાંકણું ખૂલી ગયું છે. | ||
ધરતીએ આજે પોતાનું હૃદય ફેલાવ્યું છે, તે જાણે માત્ર વાણીરૂપ બની ગઈ છે. કઠણ માટી આજે મનને બાધારૂપ થતી નથી. તે આજે કયા સૂરમાં મેળવેલું છે. વિશ્વ પોતાના મનની વાત કરે છે, આજે જો કામ પડી રહેતું હોય તો ભલે પડી રહેતું. | ધરતીએ આજે પોતાનું હૃદય ફેલાવ્યું છે, તે જાણે માત્ર વાણીરૂપ બની ગઈ છે. કઠણ માટી આજે મનને બાધારૂપ થતી નથી. તે આજે કયા સૂરમાં મેળવેલું છે. વિશ્વ પોતાના મનની વાત કરે છે, આજે જો કામ પડી રહેતું હોય તો ભલે પડી રહેતું. | ||
'''૧૯૧૮''' | '''૧૯૧૮''' | ||
Line 173: | Line 173: | ||
ક્યાંક દૂર દૂરથી મારા મનમાં, મારા સમસ્ત પ્રાણમાં વાણીની ધારા વહી આવે છે. એ મારા કાનમાં ક્યારેક શું કહે તે ક્યારેક સાંભળું છું, ક્યારેક નથી સાંભળતો. | ક્યાંક દૂર દૂરથી મારા મનમાં, મારા સમસ્ત પ્રાણમાં વાણીની ધારા વહી આવે છે. એ મારા કાનમાં ક્યારેક શું કહે તે ક્યારેક સાંભળું છું, ક્યારેક નથી સાંભળતો. | ||
મારી નિંદ્રામાં, મારા કોલહલમાં મારા આંખનાં અશ્રુમાં એનો જ સૂર, એનો જ સૂર જીવનની ગુફાના ઊંડાણમાં ગુપ્ત ગીતને રૂપે મારા કાનમાં બજ્યા કરે છે. | મારી નિંદ્રામાં, મારા કોલહલમાં મારા આંખનાં અશ્રુમાં એનો જ સૂર, એનો જ સૂર જીવનની ગુફાના ઊંડાણમાં ગુપ્ત ગીતને રૂપે મારા કાનમાં બજ્યા કરે છે. | ||
કોઈ ઘન ગહન નિર્જન તીરે એનું ભાંગવા ઘડવાનું છાયાતળે ચાલ્યા કરે. હું જાણતો નથી કે કયા દક્ષિણના પવનથી ઊછળતા તરંગોમાં એ ચઢે છે, પડે છે. આ ધરણીને એ ગગનપારની આકૃતિમાં તારા સાથે બાંધી દે છે. સુખ સાથે દુ:ખને ભેળવીને એ કાનમાં ને કાનમાં રડે છે : ‘આ | કોઈ ઘન ગહન નિર્જન તીરે એનું ભાંગવા ઘડવાનું છાયાતળે ચાલ્યા કરે. હું જાણતો નથી કે કયા દક્ષિણના પવનથી ઊછળતા તરંગોમાં એ ચઢે છે, પડે છે. આ ધરણીને એ ગગનપારની આકૃતિમાં તારા સાથે બાંધી દે છે. સુખ સાથે દુ:ખને ભેળવીને એ કાનમાં ને કાનમાં રડે છે : ‘આ નહીં, આ નહીં.’ | ||
'''૧૯૧૮''' | '''૧૯૧૮''' | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
Line 179: | Line 179: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જે પ્રાણના અંધકારમાં હતો તે વિશ્વના પ્રકાશની પાર આવ્યો. | જે પ્રાણના અંધકારમાં હતો તે વિશ્વના પ્રકાશની પાર આવ્યો. | ||
સ્વપ્નના વિઘ્નને તોડીને તે બહાર દોડી આવ્યો, બેઉ આંખો આભી બની એને જોઈ રહી. આંસુની ધારાથી મેં માળા | સ્વપ્નના વિઘ્નને તોડીને તે બહાર દોડી આવ્યો, બેઉ આંખો આભી બની એને જોઈ રહી. આંસુની ધારાથી મેં માળા ગૂંથી હતી; એ માયાના હારથી મેં એને બાંધ્યો હતો. | ||
રે, નીરવ વેદનાથી મેં જેની પૂજા કરી, આખું વિશ્વ એની વંદના | રે, નીરવ વેદનાથી મેં જેની પૂજા કરી, આખું વિશ્વ એની વંદના કરે છે. | ||
'''૧૯૧૮''' | '''૧૯૧૮''' | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
Line 188: | Line 188: | ||
તારા મારા મિલનથી આમ પ્રવાહ વહે છે. | તારા મારા મિલનથી આમ પ્રવાહ વહે છે. | ||
તારો દીવો બળે છે, તારા ઘરમાં સાથીદાર છે— મારે માટે રાત છે, મારે માટે તારા છે, | તારો દીવો બળે છે, તારા ઘરમાં સાથીદાર છે— મારે માટે રાત છે, મારે માટે તારા છે, | ||
તારે ભૂમિ છે, મારે જળ છે — તારે બેસી રહેવાનું છે, મારે ચાલ ચાલ કરવાનું છે. | |||
તારા હાથમાં રહે છે(સચવાય છે), મારા હાથમાં ક્ષય છે— | તારા હાથમાં રહે છે(સચવાય છે), મારા હાથમાં ક્ષય છે— | ||
તારા મનમાં ભય છે, મારું મન નિર્ભય છે. | તારા મનમાં ભય છે, મારું મન નિર્ભય છે. | ||
Line 195: | Line 195: | ||
{{center|'''૨૮'''}} | {{center|'''૨૮'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જ્યારે આ રસ્તા ઉપર મારા પગનાં ચિહ્ન નહિ પડે, જ્યારે આ આ ઘાટે હું પાર ઉતારવાની નાવડી નહિ ચલાવું, જ્યારે હું વેચવાનું ને ખરીદવાનું પતાવી દઈશ, લેણ-દેણ ચૂકવી દઈશ, જ્યારે આ હાટમાં અવર- જવર બંધ થઈ જશે, ત્યારે ભલે તમે મને યાદ ન રાખો, તારા તરફ નજર માંડીને ભલે મને ન બોલાવો. | જ્યારે આ રસ્તા ઉપર મારા પગનાં ચિહ્ન નહિ પડે, જ્યારે આ આ ઘાટે હું પાર ઉતારવાની નાવડી નહિ ચલાવું, જ્યારે હું વેચવાનું ને ખરીદવાનું પતાવી દઈશ, લેણ-દેણ ચૂકવી દઈશ, જ્યારે આ હાટમાં અવર-જવર બંધ થઈ જશે, ત્યારે ભલે તમે મને યાદ ન રાખો, તારા તરફ નજર માંડીને ભલે મને ન બોલાવો. | ||
જ્યારે | જ્યારે તાનપુરાના તારો ઉપર ધૂળ ભેગી થઈ હશે, ઘરને આંગણે કાંટા ઝાંખરાં ઊગી નીકળ્યાં હશે, ફૂલબાગે જ્યારે ગાઢ ઘાસનો વનવાસનો વેશ ધારણ કર્યો હશે, તળાવની ધારને શેવાળે આવીને ઘેરી લીધી હશે, ત્યારે ભલે મને ન સંભારો, તારા તરફ નજર માંડીને ભલે મને ન બોલાવો. | ||
તે વખતે આ જ પ્રમાણે આ નાટકમાં વાંસળી વાગશે, આજે જે રીતે દિવસ વીતે છે તે રીતે ત્યારે પણ વીતશે, તે દિવસે પાર જનારી નાવડી આજ રીતે ઘાટે ઘાટે ઊભરાશે, પેલા ખેતરમાં ગાયો ચરશે, અને ગોવાળિયા રમશે. ત્યારે ભલે મને યાદ ન રાખો, તારા તરફ નજર માંડીને ભલે મને ન બોલાવો. | તે વખતે આ જ પ્રમાણે આ નાટકમાં વાંસળી વાગશે, આજે જે રીતે દિવસ વીતે છે તે રીતે ત્યારે પણ વીતશે, તે દિવસે પાર જનારી નાવડી આજ રીતે ઘાટે ઘાટે ઊભરાશે, પેલા ખેતરમાં ગાયો ચરશે, અને ગોવાળિયા રમશે. ત્યારે ભલે મને યાદ ન રાખો, તારા તરફ નજર માંડીને ભલે મને ન બોલાવો. | ||
ત્યારે કોણ કહે છે કે તે પ્રભાતે હું નહિ હોઉં? બધી રમતોમાં આ હું રમતો રહીશ. મને નવે નામે બોલાવતા હશો, નવા બાહુપાશમાં બાંધતા હશો. શાશ્વતકાળનો તે હું આવજા કરતો હઈશ. તે વખતે ભલે મને યાદ ન રાખો, તારા તરફ નજર માંડીને ભલે મને ન બોલાવો. | ત્યારે કોણ કહે છે કે તે પ્રભાતે હું નહિ હોઉં? બધી રમતોમાં આ હું રમતો રહીશ. મને નવે નામે બોલાવતા હશો, નવા બાહુપાશમાં બાંધતા હશો. શાશ્વતકાળનો તે હું આવજા કરતો હઈશ. તે વખતે ભલે મને યાદ ન રાખો, તારા તરફ નજર માંડીને ભલે મને ન બોલાવો. | ||
Line 204: | Line 204: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જે ક્રંદનથી હૃદય ક્રંદન કરે છે, તે જ ક્રંદનથી તેણે પણ ક્રંદન કર્યું જે બંધનથી મને બાંધે છે, તે જ બંધને તેને બાંધ્યો. | જે ક્રંદનથી હૃદય ક્રંદન કરે છે, તે જ ક્રંદનથી તેણે પણ ક્રંદન કર્યું જે બંધનથી મને બાંધે છે, તે જ બંધને તેને બાંધ્યો. | ||
મેં રસ્તે રસ્તે તેને શોધ્યો, મનમાં મનમાં તેને પૂજ્યો, તે પૂજામાં છુપાઈને મારી પણ | મેં રસ્તે રસ્તે તેને શોધ્યો, મનમાં મનમાં તેને પૂજ્યો, તે પૂજામાં છુપાઈને મારી પણ તેણે સાધના કરી. | ||
મહાસાગર પાર કરીને મનને હરી લેવા આવ્યો હતો પણ હોડીમાં તે પાછો ન ગયો, તે પોતાને જ ખોઈ બેઠો. તેની પોતાની માધુરી તેની પોતાની સાથે જ ચાતુરી કરે છે, તે પકડશે કે પકડાશે; શું વિચારીને તેણે જાળ બિછાવી | મહાસાગર પાર કરીને મનને હરી લેવા આવ્યો હતો પણ હોડીમાં તે પાછો ન ગયો, તે પોતાને જ ખોઈ બેઠો. તેની પોતાની માધુરી તેની પોતાની સાથે જ ચાતુરી કરે છે, તે પકડશે કે પકડાશે; શું વિચારીને તેણે જાળ બિછાવી? | ||
'''૧૯૧૮''' | '''૧૯૧૮''' | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
Line 215: | Line 215: | ||
{{center|'''૩૧'''}} | {{center|'''૩૧'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ કેવળ આળસભરી માયા છે, આ કેવળ વાદળાંની રમત છે, | આ કેવળ આળસભરી માયા છે, આ કેવળ વાદળાંની રમત છે, આ કેવળ મનના મનોરથ હવામાં વહેતા મૂકવા જેવું છે. આ કેવળ મનમાં ને મનમાં માળા ગૂંથીને તોડી નાખવા જેવું છે, ક્ષણભરના હાસ્ય અને રુદનને ગીત ગાઈને પૂરા કરવા જેવું છે. લીલાં પાંદડાં ઉપર આખો વખત સૂર્યનાં કિરણોમાં ફૂલો પોતાની છાયા સાથે રમ્યાં કરે છે. — આ પણ વસંતના સમીરમાં એ છાયાની રમત જ છે. | ||
જાદુના દેશમાં જાણે જાણી જોઈને રસ્તો ભૂલીને આખો દિવસ અન્યમનસ્ક બનીને આમ તેમ ફરું છું. જાણે કોઈને આપવાં છે માટે જાણે ક્યાંક ફૂલ વીણું છું — સાંજે કરમાયેલાં ફૂલ વનેવનમાં ઊડી જાય છે. આ રમત રમે એવો હાય, રમતનો ભેરુ કોણ છે? ભૂલમાં ભૂલમાં ગીત ગાઉં છું, કોઈ સાંભળે છે તો કોઈ નથી સાંભળતું — જો કંઈ યાદ આવે તો, જો કોઈ પાસે આવે તો. | જાદુના દેશમાં જાણે જાણી જોઈને રસ્તો ભૂલીને આખો દિવસ અન્યમનસ્ક બનીને આમ તેમ ફરું છું. જાણે કોઈને આપવાં છે માટે જાણે ક્યાંક ફૂલ વીણું છું — સાંજે કરમાયેલાં ફૂલ વનેવનમાં ઊડી જાય છે. આ રમત રમે એવો હાય, રમતનો ભેરુ કોણ છે? ભૂલમાં ભૂલમાં ગીત ગાઉં છું, કોઈ સાંભળે છે તો કોઈ નથી સાંભળતું — જો કંઈ યાદ આવે તો, જો કોઈ પાસે આવે તો. | ||
'''૧૯૧૯''' | '''૧૯૧૯''' | ||
Line 229: | Line 229: | ||
{{center|'''૩૩'''}} | {{center|'''૩૩'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
માટીનો દીવો માટીના ઘરની ગોદમાં છે. સાંધ્યતારો એનો પ્રકાશ જોવાને માટે તાકી રહે છે. તે દીવો પ્રિયાની વ્યાકુળ દૃષ્ટિના જેવા પલક વગરનો છે. તે દીવો માના પ્રાણના ભયની પેઠે ડોલે છે. તે દીવો શ્યામલ ધરાના હૃદય ઉપર બુઝાય | માટીનો દીવો માટીના ઘરની ગોદમાં છે. સાંધ્યતારો એનો પ્રકાશ જોવાને માટે તાકી રહે છે. તે દીવો પ્રિયાની વ્યાકુળ દૃષ્ટિના જેવા પલક વગરનો છે. તે દીવો માના પ્રાણના ભયની પેઠે ડોલે છે. તે દીવો શ્યામલ ધરાના હૃદય ઉપર બુઝાય છે ને સળગે છે, તે દીવો ચંચળ પવનમાં વ્યથાથી પળેપળે કંપે છે. | ||
સંધ્યાતારાની વાણી આકાશમાંથી આશીર્વાદ લઈને ઊતરી, અમર શિખા મર્ત્ય શિખારૂપે પ્રગટી ઊઠવાને અધીરી થઈ. | સંધ્યાતારાની વાણી આકાશમાંથી આશીર્વાદ લઈને ઊતરી, અમર શિખા મર્ત્ય શિખારૂપે પ્રગટી ઊઠવાને અધીરી થઈ. | ||
'''૧૯૧૯''' | '''૧૯૧૯''' | ||
Line 237: | Line 237: | ||
મારા દિવસો સોનાના પિંજરામાં ના રહ્યા — તે પેલા મારા વિવિધરંગી દિવસો. રુદન-હાસ્યના બંધન તે સહી શક્યાં નહીં—તે પેલા મારા વિવિધરંગી દિવસો. | મારા દિવસો સોનાના પિંજરામાં ના રહ્યા — તે પેલા મારા વિવિધરંગી દિવસો. રુદન-હાસ્યના બંધન તે સહી શક્યાં નહીં—તે પેલા મારા વિવિધરંગી દિવસો. | ||
આશા હતી કે તે મારા પ્રાણના ગીતની ભાષા શીખશે (પણ) તે ઊડી ગયા, બધી વાત કહી નહીં—તે પેલા મારા વિવિધરંગી દિવસો. | આશા હતી કે તે મારા પ્રાણના ગીતની ભાષા શીખશે (પણ) તે ઊડી ગયા, બધી વાત કહી નહીં—તે પેલા મારા વિવિધરંગી દિવસો. | ||
હું સ્વપ્ન જોઉં છું. જાણે તેઓ કોઈની આશાએ મારા ભાંગેલા | હું સ્વપ્ન જોઉં છું. જાણે તેઓ કોઈની આશાએ મારા ભાંગેલા પિંજરાની આસપાસ ફરે છે — તે પેલા મારા વિવિધરંગી દિવસો. | ||
આટલી વેદના શું વંચના હોઈ શકે? એ બધાં શું છાયાનાં પંખી છે? આકાશની પાર શું કંઈ લઈ ગયા નહીં ? — તે પેલા મારા વિવિધરંગી દિવસો. | આટલી વેદના શું વંચના હોઈ શકે? એ બધાં શું છાયાનાં પંખી છે? આકાશની પાર શું કંઈ લઈ ગયા નહીં ? — તે પેલા મારા વિવિધરંગી દિવસો. | ||
'''૧૯૧૯''' | '''૧૯૧૯''' | ||
Line 250: | Line 250: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અરે હાય રે હાય દિવસ વીતી જાય છે, ચાની સ્પૃહાથી ચંચલ બનેલ હે ચાતક દલ ચાલો. ચાલો. કીટલીમાંનું પાણી ખદખદીને ઊછળતું કલકલ અવાજ કરે છે. ચીનના આકાશમાંથી પૂર્વી પવનના સ્ત્રોતમાં શ્યામલ રસધરપુંજ આવ્યો છે. શ્રાવણના દિવસે ઝરઝર રસ ઝરે છે, હે ટોળેટોળાં લોકો ઉપભોગ કરો, ઉપભોગ કરો. | અરે હાય રે હાય દિવસ વીતી જાય છે, ચાની સ્પૃહાથી ચંચલ બનેલ હે ચાતક દલ ચાલો. ચાલો. કીટલીમાંનું પાણી ખદખદીને ઊછળતું કલકલ અવાજ કરે છે. ચીનના આકાશમાંથી પૂર્વી પવનના સ્ત્રોતમાં શ્યામલ રસધરપુંજ આવ્યો છે. શ્રાવણના દિવસે ઝરઝર રસ ઝરે છે, હે ટોળેટોળાં લોકો ઉપભોગ કરો, ઉપભોગ કરો. | ||
આવો તમે પોથીઓને સાચવનાર, તધ્ધિત અને કારકનો ઉદ્ધાર કરનાર હે કર્ણધાર, ગણિતધુરંધર, કાવ્યપુરંદર, ભૂવિવરણભંડારી આવો. વિશ્વના ભારથી નમેલા શુષ્ક રુટિન પથમરુમાં ફરવાથી થાકેલા તમે આવો. હિસાબકિતાબથી | આવો તમે પોથીઓને સાચવનાર, તધ્ધિત અને કારકનો ઉદ્ધાર કરનાર હે કર્ણધાર, ગણિતધુરંધર, કાવ્યપુરંદર, ભૂવિવરણભંડારી આવો. વિશ્વના ભારથી નમેલા શુષ્ક રુટિન પથમરુમાં ફરવાથી થાકેલા તમે આવો. હિસાબકિતાબથી ભયભિત બનેલા, હિસાબના ટાંટિયા મેળવવામાં ગૂંચવાયેલા અને તેથી જેની આંખમાં આંસુ આવી ગયેલાં છે એવા, ગીતની વીથિઓમાં ફરનારા હાથમાં તંબૂરાવાળા અને તાલ અને તાનમાં મગ્ન એવા આવો, રંગ અને રેખાવાળા પટને અને પીંછીને ફેંકી દઈને હે ચિત્રકાર ઝટપટ આવો. કૉન્સ્ટિટયૂશનના નિયમોના પારંગત અને દલીલમાં ન થાકનારા એવા આવો. કમિટીમાંથી ભાગી જનારા, બંધારણનો ભંગ કરનારા આવો. ભૂલા પડેલા અને લથડિયાં ખાનારા આવો. | ||
'''૧૯૨૪''' | '''૧૯૨૪''' | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
Line 268: | Line 268: | ||
{{center|'''૩૯'''}} | {{center|'''૩૯'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મારા મનમાં ને મનમાં ક્રીડાઘર બાંધવા બેઠો છું. કેટલીય રાત એ માટે જાગ્યો છું તે તને શું | મારા મનમાં ને મનમાં ક્રીડાઘર બાંધવા બેઠો છું. કેટલીય રાત એ માટે જાગ્યો છું તે તને શું કહું? પ્રભાતે પથિક સાદ દઈ જાય છે, અરેરે, મને અવકાશ મળતો નથી. બહારની ક્રીડામાં ભાગ લેવા એ મને બોલાવે છે. હું શી રીતે જાઉં ? | ||
જે આપણું બધાંનું ફેંકી દેવાયેલુ, વેડફી નાખેલું, પુરાણા ખરાબ દિવસોના ઢગલા જેવું — એ બધાંમાંથી હું મારુ ઘર રચું છું. જે મારી નવી રમતનો સાથી છે તેનું જ એ રમતનું સિંહાસન છે. એ ભાંગેલાને કશાક જાદુથી જોડી દેશે. | જે આપણું બધાંનું ફેંકી દેવાયેલુ, વેડફી નાખેલું, પુરાણા ખરાબ દિવસોના ઢગલા જેવું — એ બધાંમાંથી હું મારુ ઘર રચું છું. જે મારી નવી રમતનો સાથી છે તેનું જ એ રમતનું સિંહાસન છે. એ ભાંગેલાને કશાક જાદુથી જોડી દેશે. | ||
'''૧૯૨૫''' | '''૧૯૨૫''' | ||
Line 274: | Line 274: | ||
{{center|'''૪૦'''}} | {{center|'''૪૦'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પંખી કહે છે, ‘ચંપા, મને કહે, તું કેમ ચુપચાપ રહે છે? પ્રાણ ભરીને હું જે ગીત ગાઉં છું તે સમસ્ત પ્રભાતના સૂરનુ દાન છે. તે શું તું તારા હૃદયમાં ગ્રહણ કરે છે? તો પછી તું શા માટે | પંખી કહે છે, ‘ચંપા, મને કહે, તું કેમ ચુપચાપ રહે છે? પ્રાણ ભરીને હું જે ગીત ગાઉં છું તે સમસ્ત પ્રભાતના સૂરનુ દાન છે. તે શું તું તારા હૃદયમાં ગ્રહણ કરે છે? તો પછી તું શા માટે ચૂપચાપ રહે છે?’ | ||
સાંભળીને ચંપાએ કહ્યું, | સાંભળીને ચંપાએ કહ્યું, ‘અરેરે, જે મારું ગાયેલું ગીત સાંભળી શકે, તે પંખી તું નથી, તું નથી’ | ||
પંખી કહે છે, ‘ચંપા, મને કહે, તું કેમ આટલો છૂપો રહે છે? ફાગણની સવારે ચંચળ પવન ઊડતાં ઊડતાં જે પોકારી જાય છે તે શું તું તારા હૃદયમાં ગ્રહણ કરે છે? તો પછી તું શા માટે છૂપો રહે છે? | પંખી કહે છે, ‘ચંપા, મને કહે, તું કેમ આટલો છૂપો રહે છે? ફાગણની સવારે ચંચળ પવન ઊડતાં ઊડતાં જે પોકારી જાય છે તે શું તું તારા હૃદયમાં ગ્રહણ કરે છે? તો પછી તું શા માટે છૂપો રહે છે?’ | ||
સાંભળીને ચંપાએ કહ્યું, ‘અરેરે, જે મારું ઊડવાનું જોઈ શકે તે પંખી તું નથી, તું નથી’. | સાંભળીને ચંપાએ કહ્યું, ‘અરેરે, જે મારું ઊડવાનું જોઈ શકે તે પંખી તું નથી, તું નથી’. | ||
'''૧૯૨૫''' | '''૧૯૨૫''' | ||
Line 283: | Line 283: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
હે બંસરી, વાગ, વાગ. | હે બંસરી, વાગ, વાગ. | ||
હે સુંદરી, મંગલ સંધ્યાસમયે ચંદનની માળાથી | હે સુંદરી, મંગલ સંધ્યાસમયે ચંદનની માળાથી શણગાર સજ. મને એમ થાય છે કે તે ચંચલ પ્રવાસી વસંતના ફાગણ માસમાં આવે છે—શું આજે પણ મધુકરના પદના ભારથી કંપતો ચંપક આંગણામાં ખીલ્યો નથી ? | ||
માથે લાલ અંચલ અને હાથમાં કિંશુકનાં કંકણ (ધારણ કરીને) ઝાંઝરથી ઝમકતા ચરણે, સૌરભથી મંથર વાયુમાં વંદન-સંગીતના ગુંજનથી ગાજતા નંદનકુંજમાં તું વિરાજ. | માથે લાલ અંચલ અને હાથમાં કિંશુકનાં કંકણ (ધારણ કરીને) ઝાંઝરથી ઝમકતા ચરણે, સૌરભથી મંથર વાયુમાં વંદન-સંગીતના ગુંજનથી ગાજતા નંદનકુંજમાં તું વિરાજ. | ||
'''૧૯૨૫''' | '''૧૯૨૫''' | ||
Line 289: | Line 289: | ||
{{center|'''૪૨'''}} | {{center|'''૪૨'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જે હંમેશાં નાસતો ફરે છે, નજર | જે હંમેશાં નાસતો ફરે છે, નજર ચૂકાવે છે, ઇશારાથી હાક મારી જાય છે, તે શું આજે સુગંધભર્યા વસંતના સંગીતમાં આ પકડાઈ ગયો ? | ||
પેલું શું એનું ઉત્તરીય અશોકની શાખામાં ફરફરે છે? આજે શું પલાશના વનમાં પેલો તે જ રંગની પીંછી ફેરવી રહ્યો છે? મલ્લિકાની પેલી ભંગીમાં એ શું તેનાં ચરણ તાલે તાલે પડે છે? | પેલું શું એનું ઉત્તરીય અશોકની શાખામાં ફરફરે છે? આજે શું પલાશના વનમાં પેલો તે જ રંગની પીંછી ફેરવી રહ્યો છે? મલ્લિકાની પેલી ભંગીમાં એ શું તેનાં ચરણ તાલે તાલે પડે છે? | ||
ના રે ના, એ તો કદી પકડાતો હશે? એ તો હાસ્યથી ભરેલા દીર્ઘ શ્વાસમાં તણાતો જાય છે. હાલકડોલક થઈને તે નકામો મનને ભોળવે છે, અને સ્વપ્નમાં તરંગો ઉછાળે છે. એમ લાગે છે જાણે તે વિચ્છેદની ખાલી રાત્રિએ છુપાઈને આવે છે, આંખની આડે પોતાના નિત્ય જાગરણનું આસન બિછાવે છે, અને ધ્યાનની વર્ણછટાથી તે મનને વ્યથાના રંગે રંગ્યા કરે છે. | ના રે ના, એ તો કદી પકડાતો હશે? એ તો હાસ્યથી ભરેલા દીર્ઘ શ્વાસમાં તણાતો જાય છે. હાલકડોલક થઈને તે નકામો મનને ભોળવે છે, અને સ્વપ્નમાં તરંગો ઉછાળે છે. એમ લાગે છે જાણે તે વિચ્છેદની ખાલી રાત્રિએ છુપાઈને આવે છે, આંખની આડે પોતાના નિત્ય જાગરણનું આસન બિછાવે છે, અને ધ્યાનની વર્ણછટાથી તે મનને વ્યથાના રંગે રંગ્યા કરે છે. | ||
Line 296: | Line 296: | ||
{{center|'''૪૩'''}} | {{center|'''૪૩'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
દૂર દેશનો પેલો ગોવાળનો છોકરો, મારા માર્ગમાં વડની છાયા તળે આખો દિવસ રમી ચાલી ગયો; શું ગીત ગાયું તે તો તે જાણે, (પણ) તેનો સૂર મારા પ્રાણમાં બજે છે. કહો જોઉં, તમે તેની વાતનો કંઈ આભાસ પામ્યા? હું જ્યારે તેને પૂછું છું, ‘તને શું લાવી આપું?' ત્યારે તે એટલું જ કહે છે, 'બીજું | દૂર દેશનો પેલો ગોવાળનો છોકરો, મારા માર્ગમાં વડની છાયા તળે આખો દિવસ રમી ચાલી ગયો; શું ગીત ગાયું તે તો તે જાણે, (પણ) તેનો સૂર મારા પ્રાણમાં બજે છે. કહો જોઉં, તમે તેની વાતનો કંઈ આભાસ પામ્યા? હું જ્યારે તેને પૂછું છું, ‘તને શું લાવી આપું?' ત્યારે તે એટલું જ કહે છે, 'બીજું કાંઈ નહીં, તારા ગળાની માળા.’ જો હું આપું તો તે શું પૈસા આપશે તે વિચાર કરવામાં સમય ચાલી જાય છે. પાછા આવીને જોઉં છું તો તે ધૂળમાં વાંસળી ફેંકીને ચાલી ગયો છે. | ||
'''૧૯૨૫''' | '''૧૯૨૫''' | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
Line 309: | Line 309: | ||
{{center|'''૪૫'''}} | {{center|'''૪૫'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
થાકેલા કપાળ ઉપર મૃદુ પવન | થાકેલા કપાળ ઉપર મૃદુ પવન જૂઈની માળાથી સ્પર્શે છે. અર્ધી ઊંઘમાં નયનને ચૂમીને સ્વપ્ન આપી જાય છે. | ||
વનની છાયા એ જ મનનો સાથી છે, કોઈ વાસના નથી. રસ્તાની ધારે આસન બિછાવું છું. પાછું ફરીને જોતા નથી. | વનની છાયા એ જ મનનો સાથી છે, કોઈ વાસના નથી. રસ્તાની ધારે આસન બિછાવું છું. પાછું ફરીને જોતા નથી. વાંસનાં પાંદડાં નીરવ ચિંતનમાં ગાથા ભેળવી દે છે. | ||
ગગનના પટ ઉપર મેઘની લીલા એ અલસ લિપિનું લખાણ છે; કયા દૂર દૂરના સ્મરણપટ ઉપર મરીચિકા જાગી ? | ગગનના પટ ઉપર મેઘની લીલા એ અલસ લિપિનું લખાણ છે; કયા દૂર દૂરના સ્મરણપટ ઉપર મરીચિકા જાગી ? | ||
ચૈત્રના દિવસે તપેલી વેળા તૃણનો છેડો પાથરીને આકાશ નીચે સુગંધનો તરાપો પવનમાં વહેતો મૂકે છે. મહુડાની ડાળ ઉપર વિજન વેદનાથી કપોત બોલે છે. | ચૈત્રના દિવસે તપેલી વેળા તૃણનો છેડો પાથરીને આકાશ નીચે સુગંધનો તરાપો પવનમાં વહેતો મૂકે છે. મહુડાની ડાળ ઉપર વિજન વેદનાથી કપોત બોલે છે. | ||
Line 317: | Line 317: | ||
{{center|'''૪૬'''}} | {{center|'''૪૬'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
શું પામ્યો નથી તેનો હિસાબ મેળવવા મારું મન રાજી નથી. આજે હૃદયની છાયામાં ને પ્રકાશમાં બંસી બજી ઊઠે છે. મેં આ ધરણીને ચાહી હતી એથી જ સ્મૃતિ ફરી ફરીને મારા મનમાં જાગે છે. કેટલીયે વસંતે દક્ષિણાનિલે મારી છાબ ભરી દીધી છે. નયનનાં જળ ઊંડે, હૃદયના ગહન સ્તરે, રહ્યાં છે. વેદનાના રસથી ગુપ્ત રીતે સાધનાને સફળ કરે છે, કદી કદી તાર તૂટયા હતા ખરા, એટલા સારુ કોણ હાહાકાર કરે. તોય સૂર વારે વારે | શું પામ્યો નથી તેનો હિસાબ મેળવવા મારું મન રાજી નથી. આજે હૃદયની છાયામાં ને પ્રકાશમાં બંસી બજી ઊઠે છે. મેં આ ધરણીને ચાહી હતી એથી જ સ્મૃતિ ફરી ફરીને મારા મનમાં જાગે છે. કેટલીયે વસંતે દક્ષિણાનિલે મારી છાબ ભરી દીધી છે. નયનનાં જળ ઊંડે, હૃદયના ગહન સ્તરે, રહ્યાં છે. વેદનાના રસથી ગુપ્ત રીતે સાધનાને સફળ કરે છે, કદી કદી તાર તૂટયા હતા ખરા, એટલા સારુ કોણ હાહાકાર કરે. તોય સૂર વારે વારે સંધાયો હતો તે જ આજે યાદ આવે છે. | ||
'''૧૯૨૬''' | '''૧૯૨૬''' | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
Line 327: | Line 327: | ||
પ્રાણની વીણાના તારમાં જે બજી ગયું તે તો કેવળ ગીત હતું, માત્ર વાણી હતી. | પ્રાણની વીણાના તારમાં જે બજી ગયું તે તો કેવળ ગીત હતું, માત્ર વાણી હતી. | ||
દેવ-સભામાં જે સુધાનું પાન થાય છે તેનો નથી મળતો સ્પર્શ કે નથી મળતું પરિમાણ. | દેવ-સભામાં જે સુધાનું પાન થાય છે તેનો નથી મળતો સ્પર્શ કે નથી મળતું પરિમાણ. | ||
નદીના પ્રવાહમાં, ફૂલોનાં વનેવનમાં, આંખોના ખૂણામાં માધુરી-મંડિત હાસ્યમાં, એ અમૃતનું પેટ ભરીને પાન કરો—અને મુક્તિરૂપે એને | નદીના પ્રવાહમાં, ફૂલોનાં વનેવનમાં, આંખોના ખૂણામાં માધુરી-મંડિત હાસ્યમાં, એ અમૃતનું પેટ ભરીને પાન કરો—અને મુક્તિરૂપે એને ઓળખી લો ! | ||
'''૧૯૨૬''' | '''૧૯૨૬''' | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
Line 333: | Line 333: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ વખતે જવા પહેલાં તારા પોતાના રંગથી, તારા ગુપ્ત રંગથી, તારા તરુણ હાસ્યના અરુણ રંગથી, અશ્રુજળના કરુણ રંગથી રંગી જા. | આ વખતે જવા પહેલાં તારા પોતાના રંગથી, તારા ગુપ્ત રંગથી, તારા તરુણ હાસ્યના અરુણ રંગથી, અશ્રુજળના કરુણ રંગથી રંગી જા. | ||
રંગ જાણે મારા મર્મમાં લાગે, મારાં બધાં કર્મમાં લાગે, સંધ્યાદીપની ટોચે લાગે, | રંગ જાણે મારા મર્મમાં લાગે, મારાં બધાં કર્મમાં લાગે, સંધ્યાદીપની ટોચે લાગે, ગંભીર રાત્રિના જાગરણમાં લાગે, (એમ હું ઇચ્છું છું). | ||
જતાં પહેલાં મને જગાડી જા, મારા રક્તમાં તારા ચરણનો ઝોલો લગાવી જા. | |||
અંધારી રાત્રિની છાતીમાં જેમ તારા જાગે છે, | અંધારી રાત્રિની છાતીમાં જેમ તારા જાગે છે, પાષાણની ગુફાના ઓરડામાં જેમ ઝરણની ધારા જાગે છે, મેઘના હૃદયમાં જેમ મેઘનો મંદધ્વનિ જાગે છે, વિશ્વનૃત્યના કેન્દ્રમાં જેમ છંદ જાગે છે, તેમ તું મને ઝોલો નાખતો જા, જવાને માર્ગે આગળ ધપાવી જા, ક્રન્દનનું બંધન તોડી જા. | ||
'''૧૯૨૬''' | '''૧૯૨૬''' | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|'''૪૯'''}} | {{center|'''૪૯'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પ્રવાસી, અનુકૂળ પવનને જોરે ઘેર ચાલ્યો આવ. ત્યાં જો, પેલે પાર લઈ જનારી નાવ કેટલીક વાર આવી અને ગઈ. આકાશમાં નાવિકોનું ગાન | પ્રવાસી, અનુકૂળ પવનને જોરે ઘેર ચાલ્યો આવ. ત્યાં જો, પેલે પાર લઈ જનારી નાવ કેટલીક વાર આવી અને ગઈ. આકાશમાં નાવિકોનું ગાન ગૂંજી ઊઠ્યું. આખા આકાશમાં તૈયારી ચાલી રહી છે. પવનમાં નિયંત્રણ છે. મને કોઈ ઉત્તર ન આપ્યો, તેથી તું ગૃહત્યાગી છે. બહારથી અને અંતરથી નિર્વાસિત છે. | ||
'''૧૯૨૮''' | '''૧૯૨૮''' | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|'''૫૦'''}} | {{center|'''૫૦'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સ્વપ્નને કિનારેથી આહ્વાન મેં સાંભળ્યું છે, એટલે તો જાગીને વિચારું છું—કોઈ ક્યારેય શું સ્વપ્નલોકની ચાવી શોધી શકે છે ? ન તો ત્યાં | સ્વપ્નને કિનારેથી આહ્વાન મેં સાંભળ્યું છે, એટલે તો જાગીને વિચારું છું—કોઈ ક્યારેય શું સ્વપ્નલોકની ચાવી શોધી શકે છે ? ન તો ત્યાં દેવા માટે, ન તો કંઈ મેળવવા માટે, તેનો કોઈ દાવો નથી — જગતમાંથી સ્વપ્નલોકની ચાવી ખોવાઈ ગઈ છે. | ||
ઇચ્છવાના—મેળવવાના હૃદયની અંદર અ-પ્રાપ્તિનું પુષ્પ ખીલે છે, તેની ભૂલી પડેલી સુગંધથી આકાશ ભરાઈ જાય છે. જેને ગીતોમાં શોધતો ફરું છું, (અને) જે જન પ્રાણના | ઇચ્છવાના—મેળવવાના હૃદયની અંદર અ-પ્રાપ્તિનું પુષ્પ ખીલે છે, તેની ભૂલી પડેલી સુગંધથી આકાશ ભરાઈ જાય છે. જેને ગીતોમાં શોધતો ફરું છું, (અને) જે જન પ્રાણના ગંભીર અતલમાં ઊતરી ગયો છે, તેણે જ સ્વપ્નલોકની ચાવી ચોરી લીધી છે. | ||
'''૧૯૨૮''' | '''૧૯૨૮''' | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
Line 363: | Line 363: | ||
આકાશ માર્ગે તૂરી બજી - સૂર્ય અગ્નિરથમાં પધારે છે. | આકાશ માર્ગે તૂરી બજી - સૂર્ય અગ્નિરથમાં પધારે છે. | ||
આ પ્રભાતે જમણા હાથમાં વિજયખડ્ગ ધારણ કર. | આ પ્રભાતે જમણા હાથમાં વિજયખડ્ગ ધારણ કર. | ||
ધર્મ તારી મદદમાં છે, વિશ્વવીણા તારી મદદમાં છે, અમર વીર્ય તારી મદદમાં છે, વજ્રપાણિ મદદમાં છે. | ધર્મ તારી મદદમાં છે, વિશ્વવીણા તારી મદદમાં છે, અમર વીર્ય તારી મદદમાં છે, વજ્રપાણિ તારી મદદમાં છે. | ||
દુર્ગમ રસ્તો ગૌરવથી તારા પગલાં ધારણ કરશે. | દુર્ગમ રસ્તો ગૌરવથી તારા પગલાં ધારણ કરશે. | ||
ચિત્તમાં અભયનું બખ્તર—તારી છાતીએ પણ એ જ પહેર. | ચિત્તમાં અભયનું બખ્તર—તારી છાતીએ પણ એ જ પહેર. | ||
Line 370: | Line 370: | ||
{{center|'''૫૩'''}} | {{center|'''૫૩'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પોતાને | પોતાને ભૂલી જ્યારે, હે નટરાજ, તમે પ્રલય-નૃત્ય કર્યું, ત્યારે જટાનું બંધન ખૂલી ગયું. તેથી ઉન્માદિની ગંગા મુક્ત ધારાઓમાં દિશાઓ ભૂલી જાય છે. સંગીતમાં તેના તરંગો આંદોલિત થઈ ઊઠ્યા. આકાશની પાર સૂર્યના પ્રકાશે ઉત્તર આપ્યો. ગૃહત્યાગ કરનારને (ગંગાને) અભયવાણી સંભળાવી દીધી. પોતાના સ્ત્રોતમાં પોતે મત્ત થઈ જાય છે; પોતે પોતાની જ સાથી થઈ. બધું ખોઈ દેનારીને પોતાના કિનારે કિનારે બધું જ મળ્યું. | ||
'''૧૯૨૯''' | '''૧૯૨૯''' | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
Line 377: | Line 377: | ||
હે પ્રબળ પ્રાણ, આકાશમાં મરુવિજયની ધજા ઉડાવ, હે કોમલ પ્રાણ, કરુણાના પુણ્યથી ધૂળને ધન્ય કર. | હે પ્રબળ પ્રાણ, આકાશમાં મરુવિજયની ધજા ઉડાવ, હે કોમલ પ્રાણ, કરુણાના પુણ્યથી ધૂળને ધન્ય કર. | ||
હે મોહન પ્રાણ, મૌન માટીના મર્મનું ગીત તારા મર્મર ધ્વનિમાં ક્યારે ગાજી ઊઠશે, ( ક્યારે) ફૂલમાં, ફળમાં અને પલ્લવમાં માધુરી ભરી દેશે ? | હે મોહન પ્રાણ, મૌન માટીના મર્મનું ગીત તારા મર્મર ધ્વનિમાં ક્યારે ગાજી ઊઠશે, ( ક્યારે) ફૂલમાં, ફળમાં અને પલ્લવમાં માધુરી ભરી દેશે ? | ||
હે પથિકના બંધુ, છાયાનું આસન બિછાવીને, હે શ્યામસુંદર, તું આવ. પવનની અધીર રમતના સાથી, નીલ આકાશને મત્ત બનાવી દે. ઉષા સમયે શાખામાં ગીતની આશા જગાડ, સંધ્યા સમયે | હે પથિકના બંધુ, છાયાનું આસન બિછાવીને, હે શ્યામસુંદર, તું આવ. પવનની અધીર રમતના સાથી, નીલ આકાશને મત્ત બનાવી દે. ઉષા સમયે શાખામાં ગીતની આશા જગાડ, સંધ્યા સમયે વિરામગંભીર ભાષા લાવ, રાતને સમયે સુપ્ત ગીતોનો માળો રચી દે, હે ઉદાર પ્રાણ. | ||
'''૧૯૨૯''' | '''૧૯૨૯''' | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|'''૫૫'''}} | {{center|'''૫૫'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
હું એને જ કહું કૃષ્ણકળી, ગામના લોકો જેને કાળવી કહે. વાદળભર્યા દિવસે મેદાનમાં મેં એ કાળી કન્યાની કાળી હરણી જેવી આંખો જોઈ હતી. એના માથા પર સહેજ સરખોય ઘૂમટો નહોતો, એની મુક્ત લટ પીઠ પર આાળોટતી હતી. કાળવી? ભલે ને એ ગમે તેટલી કાળી હોય, મેં તો એની કાળી હરણી | હું એને જ કહું કૃષ્ણકળી, ગામના લોકો જેને કાળવી કહે. વાદળભર્યા દિવસે મેદાનમાં મેં એ કાળી કન્યાની કાળી હરણી જેવી આંખો જોઈ હતી. એના માથા પર સહેજ સરખોય ઘૂમટો નહોતો, એની મુક્ત લટ પીઠ પર આાળોટતી હતી. કાળવી? ભલે ને એ ગમે તેટલી કાળી હોય, મેં તો એની કાળી હરણી જેવી આંખો જોઈ છે. | ||
ગાઢ વાદળ છવાયાથી અંધારું થયેલું જોઈને બે કાળી ગાયો ભાંભરતી હતી. તેથી એ શામળી કન્યા ઉતાવળી વ્યાકુળ ઝૂંપડીમાંથી ગભરાઈને બહાર આવી. આકાશ ભણી એની બંને ભ્રમર ઊંચી કરીને એણે થોડીવાર મેઘની ગર્જના સાંભળી. કાળવી? એ ભલેને ગમે તેટલી કાળી હોય, મેં તો એની કાળી હરણી જેવી આંખો જોઈ છે. | ગાઢ વાદળ છવાયાથી અંધારું થયેલું જોઈને બે કાળી ગાયો ભાંભરતી હતી. તેથી એ શામળી કન્યા ઉતાવળી વ્યાકુળ ઝૂંપડીમાંથી ગભરાઈને બહાર આવી. આકાશ ભણી એની બંને ભ્રમર ઊંચી કરીને એણે થોડીવાર મેઘની ગર્જના સાંભળી. કાળવી? એ ભલેને ગમે તેટલી કાળી હોય, મેં તો એની કાળી હરણી જેવી આંખો જોઈ છે. | ||
એકાએક પૂર્વનો પવન દોડી આવ્યો, | એકાએક પૂર્વનો પવન દોડી આવ્યો, ધાનના ખેતરને તરંગિત કરી ગયો. હું ક્યારીની ધારે એકલો ઊભો હતો, મેદાનમાં બીજું કોઈ હતું નહીં. એણે મારા ભણી મીટ માંડીને જોયું કે નહીં તે તો હું જ જાણું ને એ કન્યા જ જાણે. કાળવી? એ ભલેને ગમે તેટલી કાળી હોય, મેં તો એની કાળી હરણી જેવી આંખો જોઈ છે. | ||
આમ જ કાળો કાજળવર્ણો મેઘ જેઠ માસમાં ઈશાન ખૂણે ચઢી આવે છે, આમ જ કાળી કોમળ છાયા અષાઢ માસમાં તમાલવનમાં ઢળે છે. આમ જ શ્રાવણની રાતે એકાએક ચિત્તમાં આનંદ ઘનીભૂત થઈ ઊઠે છે. કાળવી ? એ ભલેને ગમે તેટલી કાળી હોય, મેં તો એની કાળી હરણી જેવી આંખો જોઈ છે. | આમ જ કાળો કાજળવર્ણો મેઘ જેઠ માસમાં ઈશાન ખૂણે ચઢી આવે છે, આમ જ કાળી કોમળ છાયા અષાઢ માસમાં તમાલવનમાં ઢળે છે. આમ જ શ્રાવણની રાતે એકાએક ચિત્તમાં આનંદ ઘનીભૂત થઈ ઊઠે છે. કાળવી ? એ ભલેને ગમે તેટલી કાળી હોય, મેં તો એની કાળી હરણી જેવી આંખો જોઈ છે. | ||
હું કૃષ્ણકળી એને જ કહું છું, બીજા લોકોને જે કહેવું હોય તે કહે. મયનાપાડાના મેદાનમાં એ કાળી કન્યાની કાળી હરણી જેવી આંખો જોઈ હતી. એણે માથા પર વસ્ત્રનો છેડો ખેંચી લીધો નહોતો, એને તો લજ્જા પામવાનો અવકાશ પણ ન મળ્યો. કાળવી? એ ભલેને ગમે તેટલી કાળી હોય, મેં તો એની કાળી હરણી જેવી આંખો જોઈ છે. | હું કૃષ્ણકળી એને જ કહું છું, બીજા લોકોને જે કહેવું હોય તે કહે. મયનાપાડાના મેદાનમાં એ કાળી કન્યાની કાળી હરણી જેવી આંખો જોઈ હતી. એણે માથા પર વસ્ત્રનો છેડો ખેંચી લીધો નહોતો, એને તો લજ્જા પામવાનો અવકાશ પણ ન મળ્યો. કાળવી? એ ભલેને ગમે તેટલી કાળી હોય, મેં તો એની કાળી હરણી જેવી આંખો જોઈ છે. | ||
Line 398: | Line 398: | ||
{{center|'''૫૭'''}} | {{center|'''૫૭'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
હે આકાશવિહારી નીરદવાહન જલ, શૈલ શિખરે શિખરે તારી લીલાનું સ્થળ હતું. તેં રંગેરંગમાં, કિરણે કિરણમાં સવારે અને સાંજે લાલ અને સોનેરી રંગમાં, સ્વપ્નોની નાવો પવને પવનમાં વહાવી છે. છેવટે હરિયાળી ધરતીના પ્રેમમાં ભૂલીને તું નીચે ઊતરી આવ્યુ હતું, (અને) જ્યાં પૃથ્વીનું | હે આકાશવિહારી નીરદવાહન જલ, શૈલ શિખરે શિખરે તારી લીલાનું સ્થળ હતું. તેં રંગેરંગમાં, કિરણે કિરણમાં સવારે અને સાંજે લાલ અને સોનેરી રંગમાં, સ્વપ્નોની નાવો પવને પવનમાં વહાવી છે. છેવટે હરિયાળી ધરતીના પ્રેમમાં ભૂલીને તું નીચે ઊતરી આવ્યુ હતું, (અને) જ્યાં પૃથ્વીનું ગંભીર અંધકારતલ છે ત્યાં જાણે ક્યારે બંધાઈ ગયું. આજ પથ્થરના દ્વારને તોડી નાખ્યું છે, કેટલા યુગો પછી તું દોડી આવ્યું છે ! નીલ આકાશનું ખોવાયેલું સ્વપ્ન ગીતમાં ઊભરાય છે. | ||
'''૧૯૩૨''' | '''૧૯૩૨''' | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|'''૫૮'''}} | {{center|'''૫૮'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મારા આંગણામાં ફાગણમાસમાં કયા ઉચ્છવાસથી શિરીષની ડાળીઓ | મારા આંગણામાં ફાગણમાસમાં કયા ઉચ્છવાસથી શિરીષની ડાળીઓ પર થાક્યા વિના ફૂલ ખિલવવાની રમત ચાલે છે? કૂજનવિરત, શાન્ત, વિજન સંધ્યાની વેળાએ દરરાજ તે ખીલેલું શિરીષ મને જોઇને પ્રશ્ન પૂછે છે, ‘આવ્યો છે? ' | ||
ગયા વર્ષે આવા જ દિવસે ફાગણ માસે કયા ઉચ્છ્વાસથી સ્વર્ગપુરીના કોઈ નૂપુરના તાલ પર શિરીષની ડાળીઓમાં, નૃત્યનો નશો ચઢ્યો હતો ? દરરોજ તે ચંચલ પ્રાણે પ્રશ્ન પૂછ્યો હતો, કહો તો ખરા, શું એ નથી આવ્યો ? ’ | ગયા વર્ષે આવા જ દિવસે ફાગણ માસે કયા ઉચ્છ્વાસથી સ્વર્ગપુરીના કોઈ નૂપુરના તાલ પર શિરીષની ડાળીઓમાં, નૃત્યનો નશો ચઢ્યો હતો ? દરરોજ તે ચંચલ પ્રાણે પ્રશ્ન પૂછ્યો હતો, કહો તો ખરા, શું એ નથી આવ્યો ? ’ | ||
ફરીથી ક્યારે આવા જ દિવસે ફાગણ માસે શેના આધારે અલખજનના ચરણના શબ્દથી મત્ત થઈ તેની ડાળીઓ સાંભળતી રહેશે? દરરોજ તેનો મર્મર સ્વર કયા વિશ્વાસથી મને કહેશે, ‘તે આવે છે?’ | ફરીથી ક્યારે આવા જ દિવસે ફાગણ માસે શેના આધારે અલખજનના ચરણના શબ્દથી મત્ત થઈ તેની ડાળીઓ સાંભળતી રહેશે? દરરોજ તેનો મર્મર સ્વર કયા વિશ્વાસથી મને કહેશે, ‘તે આવે છે?’ | ||
Line 428: | Line 428: | ||
{{center|'''૬૨'''}} | {{center|'''૬૨'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
બધુ, કયો પ્રકાશ આંખે લાગ્યો! લાગે છે, તું સૂર્યલોકમાં દીપ્તિ રૂપે હતો! યુગે યુગે રાતદિવસ મન તારી પ્રતીક્ષા કરતું હતું. મર્મ અને વેદનાના ગાઢ અંધકારમાં (મન) હતું. (એના) જનમોજનમ વિરહશોકમાં | બધુ, કયો પ્રકાશ આંખે લાગ્યો! લાગે છે, તું સૂર્યલોકમાં દીપ્તિ રૂપે હતો! યુગે યુગે રાતદિવસ મન તારી પ્રતીક્ષા કરતું હતું. મર્મ અને વેદનાના ગાઢ અંધકારમાં (મન) હતું. (એના) જનમોજનમ વિરહશોકમાં ગયા. અસ્ફુટ મંજરીઓવાળા કુંજવનમાં સંગીતશૂન્ય વિષાદભર્યા મનમાં, સંગી વિનાની લાંબી દુઃખની રાત શું નિર્જનમાં શયન બિછાવીને વીતશે ? હે સુંદર, હે સુંદર, તારી વરણમાળા લઈને આવ. અવગુંઠનની છાયા દૂર કરી, લજ્જાભર્યું હસતું મુખ શુભ પ્રકાશમાં જો. | ||
'''૧૯૩૬''' | '''૧૯૩૬''' | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
Line 439: | Line 439: | ||
{{center|'''૬૪'''}} | {{center|'''૬૪'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મને સાદ દેશો નહીં, સાદ દેશો નહીં. મારું કામકાજ ભૂલી જતું મન કોણ જાણે ક્યાંય દૂર જતું રહે છે અને સ્વપ્નની સાધના કર્યા કરે છે. એ હાથમાં ન ઝલાય એવી છાયા કાંઈ પકડાવાની નથી, મારા મનમાં એ મોહિની માયા રચી ગઈ છે. જાણું નહીં જે આ કયા દેવતાની દયા, જાણું નહીં જે આ કોનો પ્રપંચ ! અંધારા આંગણામાં પ્રદીપ પ્રગટાવ્યો નથી. હું તો બળી ચૂકેલા વનની માલણ, હું ખાલી હાથે અકિંચન બનીને રાત- દિવસ વીતાવું છું. જો એ આવશે તો | મને સાદ દેશો નહીં, સાદ દેશો નહીં. મારું કામકાજ ભૂલી જતું મન કોણ જાણે ક્યાંય દૂર જતું રહે છે અને સ્વપ્નની સાધના કર્યા કરે છે. એ હાથમાં ન ઝલાય એવી છાયા કાંઈ પકડાવાની નથી, મારા મનમાં એ મોહિની માયા રચી ગઈ છે. જાણું નહીં જે આ કયા દેવતાની દયા, જાણું નહીં જે આ કોનો પ્રપંચ ! અંધારા આંગણામાં પ્રદીપ પ્રગટાવ્યો નથી. હું તો બળી ચૂકેલા વનની માલણ, હું ખાલી હાથે અકિંચન બનીને રાત- દિવસ વીતાવું છું. જો એ આવશે તો એના ચરણની છાયામાં મારી વેદના બિછાવી દઈશ, એને હું મારા આંસુભીના રિક્ત જીવનની કામના જણાવીશ. | ||
'''૧૯૩૭''' | '''૧૯૩૭''' | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
Line 452: | Line 452: | ||
અમે નવા યૌવનના દૂત છીએ, અમે ચંચલ છીએ, અમે અદ્ભુત છીએ. | અમે નવા યૌવનના દૂત છીએ, અમે ચંચલ છીએ, અમે અદ્ભુત છીએ. | ||
અમે વાડ ભાંગીએ છીએ, અમે અશોક વનના લાલ નશાથી લાલ બની જઈએ છીએ. અમે ઝંઝાવાતનું બંધન તોડી નાખીએ છીએ. અમે વિદ્યુત છીએ. | અમે વાડ ભાંગીએ છીએ, અમે અશોક વનના લાલ નશાથી લાલ બની જઈએ છીએ. અમે ઝંઝાવાતનું બંધન તોડી નાખીએ છીએ. અમે વિદ્યુત છીએ. | ||
અમે ભૂલ કરીએ છીએ — અગાધ જળમાં ઝંપલાવીને ઝૂઝીને અમે કિનારે પહોંચીએ છીએ. જીવનમરણના ઝંઝાવાતમાં જ્યાં જ્યાં હાક પડે છે ત્યાં અમે તૈયાર | અમે ભૂલ કરીએ છીએ — અગાધ જળમાં ઝંપલાવીને ઝૂઝીને અમે કિનારે પહોંચીએ છીએ. જીવનમરણના ઝંઝાવાતમાં જ્યાં જ્યાં હાક પડે છે ત્યાં અમે તૈયાર હોઈએ છીએ. | ||
'''૧૯૩૮''' | '''૧૯૩૮''' | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
Line 467: | Line 467: | ||
{{center|'''૬૯'''}} | {{center|'''૬૯'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
હે નૂતન, જન્મની પ્રથમ શુભ | હે નૂતન, જન્મની પ્રથમ શુભ ક્ષણ ફરીથી દેખાડો. ધુમ્મસને ખોલીને સૂર્યની જેમ તું પ્રકટ થા. રિક્તતાની છાતી ભેદીને પોતાને મુક્ત કર. જીવનનો જય વ્યક્ત થાઓ, તારી અંદર અસીમનું ચિરવિસ્મય પ્રગટ થાઓ. | ||
પૂર્વ દિશામાં શંખ બજે છે. પચીસમી વૈશાખે ( રવીન્દ્રનાથનો જન્મદિવસ ) મારા ચિત્તમાં ચિરનૂતનનું આહ્વાન કર્યું છે. | પૂર્વ દિશામાં શંખ બજે છે. પચીસમી વૈશાખે ( રવીન્દ્રનાથનો જન્મદિવસ ) મારા ચિત્તમાં ચિરનૂતનનું આહ્વાન કર્યું છે. | ||
'''૧૯૪૧''' | '''૧૯૪૧''' |