ઇવાન દિનીશવીચના જીવનનો એક દિવસ/પ્રારંભિક: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ રીડિંગ
(+1)
(પ્રૂફ રીડિંગ)
Line 17: Line 17:
{{Poem2Open}}
{{Poem2Open}}


સાહિત્યના પ્રકારો ગણીએ તો અનુવાદનો પણ એમાં સમાવેશ થાય. ભાષાંતર કે અનુવાદ આધુનિક યુગની દેન નથી. એ પ્રાચીન કાળથી ચાલતી આવેલી પ્રથા છે. ત્યારે પણ વ્યાપાર માટે, ધર્મ પ્રચાર માટે, તીર્થયાત્રાઓ માટે કે પછી બીજી સંસ્કૃતિઓનું થોડું જ્ઞાન મેળવવા માટે આંતરદેશીય પ્રવાસો થતા જ હતા, અને વિજ્ઞાનના, ફિલસૂફીના, ધર્મના અને સાહિત્યના જ્ઞાનની આપ-લે પણ થતી હતી. આ દ્વિભાષીઓમાં પૂજારીઓ, પાદરીઓ, વિદ્વાનો, યાત્રીઓ અને વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હતો. તે વખતે સાહિત્ય તો હતું, પણ એને છાપવાની સુવિધા ન હતી; મૌખિક પરંપરાથી એ સાહિત્યનો પ્રચાર અને પ્રસાર થતો. યાત્રિકો પણ જેટલું ગ્રહણ થાય એટલું કરીને પોતાને દેશ જઈને, પોતાની ભાષામાં, પોતાની રીતે એનો પ્રસાર કરતા જેને adaptations પણ કહી શકાય. એમ અનુવાદો, ભાવાનુવાદો અને adaptations તો થતા જ હતા. આજે આંગળીઓના ટેરવે દુનિયા છે, તેથી પ્રાચીન કાળ કરતાં આજનો માનવી એની બીજા દેશો માટેની, બીજી સંસ્કૃતિઓ માટેની જિજ્ઞાસાને સહલાઈથી પોષી શકે છે, અને અનુવાદ એક એવું માધ્યમ છે જે આખા વિશ્વનું મનોરંજન, જ્ઞાન, અને સાહિત્ય, આપણને આપણી ભાષામાં જાણવાની તક આપે છે, એને માણવાની તક આપે છે.
સાહિત્યના પ્રકારો ગણીએ તો અનુવાદનો પણ એમાં સમાવેશ થાય. ભાષાંતર કે અનુવાદ આધુનિક યુગની દેન નથી. એ પ્રાચીન કાળથી ચાલતી આવેલી પ્રથા છે. ત્યારે પણ વ્યાપાર માટે, ધર્મ પ્રચાર માટે, તીર્થયાત્રાઓ માટે કે પછી બીજી સંસ્કૃતિઓનું થોડું જ્ઞાન મેળવવા માટે આંતરદેશીય પ્રવાસો થતા જ હતા, અને વિજ્ઞાનના, ફિલસૂફીના, ધર્મના અને સાહિત્યના જ્ઞાનની આપ-લે પણ થતી હતી. આ દ્વિભાષીઓમાં પૂજારીઓ, પાદરીઓ, વિદ્વાનો, યાત્રીઓ અને વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હતો. તે વખતે સાહિત્ય તો હતું, પણ એને છાપવાની સુવિધા ન હતી; મૌખિક પરંપરાથી એ સાહિત્યનો પ્રચાર અને પ્રસાર થતો. યાત્રિકો પણ જેટલું ગ્રહણ થાય એટલું કરીને પોતાને દેશ જઈને, પોતાની ભાષામાં, પોતાની રીતે એનો પ્રસાર કરતા જેને adaptations પણ કહી શકાય. એમ અનુવાદો, ભાવાનુવાદો અને adaptations તો થતા જ હતા. આજે આંગળીઓના ટેરવે દુનિયા છે, તેથી પ્રાચીન કાળ કરતાં આજનો માનવી એની બીજા દેશો માટેની, બીજી સંસ્કૃતિઓ માટેની જિજ્ઞાસાને સહેલાઈથી પોષી શકે છે, અને અનુવાદ એક એવું માધ્યમ છે જે આખા વિશ્વનું મનોરંજન, જ્ઞાન અને સાહિત્ય, આપણને આપણી ભાષામાં જાણવાની તક આપે છે, એને માણવાની તક આપે છે.
 
Booker Prizeની અનુવાદ માટેની juryના અધ્યક્ષ, ફ્રેન્ક વેને અનુવાદની સરસ પરિભાષા આપી છે, “Translation is an intimate, intricate dance that crosses borders, cultures and languages.”
Booker Prizeની અનુવાદ માટેની juryના અધ્યક્ષ, ફ્રેન્ક વેને અનુવાદની સરસ પરિભાષા આપી છે, “Translation is an intimate, intricate dance that crosses borders, cultures and languages.”
તો અનુવાદ કરવો એટલે પોતપોતાની ભૌગોલિક સરહદોમાં વસતી બંને સંસ્કૃતિઓનો અને બંને ભાષાઓનો સુંદર સમન્વય હાંસલ કરવો.
 
અનુવાદ કરવાનું વિચાર્યું એટલે આ સીમાઓની, સંસ્કૃતિઓની અને ભાષાઓની સરહદોને કઈ રીતે પાર કરવી, એ સુંદર સમન્વય કેવી રીતે હાંસલ કરવો, એનું ચિંતન શરૂ થયું. શબ્દકોશમાં જોયું તો ‘translation’નો અર્થ ‘ભાષાંતર, અનુવાદ, તરજુમો’ એમ જણાવેલુ. પણ જયારે કોઈ પુસ્તકનો, કોઈ નિબંધનો, કોઈ વક્તવ્યનો ‘અનુવાદ’ થાય છે ત્યારે એનું માત્ર ‘ભાષાંતર’ નથી થતું હોતું, પણ ફ્રેન્ક વેન કહે છે એમ, એ એનાથી આગળ વધે છે, અને એક નવા સ્વરૂપમાં આપણી સમક્ષ આવે છે. એમાં બંને સંસ્કૃતિઓની ફોરમ હોય છે, બંને ભાષાઓની મહેક હોય છે.
તો અનુવાદ કરવો એટલે પોતપોતાની ભૌગોલિક સરહદોમાં વસતી બંને સંસ્કૃતિઓનો અને બંને ભાષાઓનો સુંદર સમન્વય હાંસલ કરવો.
વિચાર આવ્યો હતો, અને સમય પણ હતો, એટલે મેં કોઈ સારી નવલકથાની,  કોઈ સારા  લેખકની શોધ શરૂ કરી અને આખરે મેંનોબેલ લોરયેટ અલેક્ઝાંદ્ર  સોલ્ઝનિત્સિન નો અનુવાદ કરવાનું વિચાર્યું. પણ એમની કઈ નવલકથા પસંદ કરવી એ બીજો પ્રશ્ન ઊભો થયો. એમના અમુક પુસ્તકો વાચેલાં હતાં,અલબત્ત એક વાચક તરીકે, એની પાછળ કોઈ ઊંડો અભ્યાસ નહોતો કર્યો. એટલે એમણે કઈ નવલકથા ક્યારે લખી, કેવા સંજોગોમાં લખી, એનું research કર્યું. એમની કૃતિઓમાંથી ‘વન ડે ઇન ધ લાઇફ ઑફ ઇવાન દિનીશવીચ’ને પસંદ કરી. એને પસંદ કરવાનાં બે કારણો હતાં. એક તો એ કે આ નવલકથા થોડી ટૂંકી છે અને મારે માટે નવલકથાના અનુવાદનો આ પહેલો અનુભવ હતો. એટલે બહુ મોટી નવલકથા હાથમાં લેવાની મારામાં હિમ્મત ન હતી. આ નવલકથા પસંદ કરવાનું બીજું કારણ, જે મારે મન વધારે મહત્ત્વનું હતું, તે એ કે આ નવલકથા એક આશાવાદી નવલકથા છે. એનો નાયક, શુખવ, એક positive, હકારાત્મક વ્યક્તિત્વ ધરાવતો પાત્ર છે. શુખવને એ ગુનો કબૂલ કરાવેલો હતો જે એમણે કર્યો ન હતો, અને એના પછી એ ગુનાની દસ વરસની સજા પણ થઈ હતી. સાત-આઠ વરસની સજા તો એ કાપી ચૂક્યા હતા. તેમ છતાંય, તે labour campsના અત્યાચારો સામે ઝૂકી નહોતા ગયા; તે કંઈ ખોટું કે નીચ કાર્ય કર્યા વગર, હતાશ થયા વગર પોતાને labour campના માહોલમાં સાચવી રહ્યા હતા. એવું પણ ન હતું કે તે હકીકતોને ગણકારતા ન હતા, કે તેનાથી અજાણ હતા. એમને ભવિષ્યમાં શું-શું થઈ શકે એનું પૂરેપૂરું ભાન હતું. એ જાણતા હતા કે દસ વરસની સજા કાપીને એ અહીંથી બહાર નીકળે ત્યારે ખરા. તો પણ એ જીવનથી હારી નહોતા ગયા, કોઈ ફરિયાદ વગર, કોઈ બળાપા વગર શક્ય હોય તેટલું કરી છૂટતા હતા અને ના થાય તો એનો જીવ નહોતા બાળતા. આવા વ્યક્તિની વાત કરવાની કોને ના ગમે? આમ તમને એ નવલકથા હતાશાજનક લાગે, છાવણીનું કઠોર જીવન દર્શાવતી અઢળક ઘટનાઓ આ નવલકથામાં છે. તેમ છતાંય શુખવ અને એમના સાથીઓ જે હિંમત અને જુસ્સાથી એ આપત્તિઓનો સામનો કરે છે, એ આ નવલકથાને ઉગારી લે છે. આ નવલકથાનું કથાવસ્તુ પણ universal છે, એટલે દરેક સંસ્કૃતિના, દરેક સમાજના વાચકો એને માણી શકે એમ મને થયું. તેથી નવલકથાનો અનુવાદ કરવામાં મને વધુ રસ પડયો અને આ બીડું ઝડપ્યું.
 
અનુવાદ કરવાનું વિચાર્યું એટલે આ સીમાઓની, સંસ્કૃતિઓની અને ભાષાઓની સરહદોને કઈ રીતે પાર કરવી, એ સુંદર સમન્વય કેવી રીતે હાંસલ કરવો, એનું ચિંતન શરૂ થયું. શબ્દકોશમાં જોયું તો ‘translation’નો અર્થ ‘ભાષાંતર, અનુવાદ, તરજુમો’ એમ જણાવેલુ. પણ જ્યારે કોઈ પુસ્તકનો, કોઈ નિબંધનો, કોઈ વક્તવ્યનો ‘અનુવાદ’ થાય છે ત્યારે એનું માત્ર ‘ભાષાંતર’ નથી થતું હોતું, પણ ફ્રેન્ક વેન કહે છે એમ, એ એનાથી આગળ વધે છે, અને એક નવા સ્વરૂપમાં આપણી સમક્ષ આવે છે. એમાં બંને સંસ્કૃતિઓની ફોરમ હોય છે, બંને ભાષાઓની મહેક હોય છે.
 
વિચાર આવ્યો હતો, અને સમય પણ હતો, એટલે મેં કોઈ સારી નવલકથાની,  કોઈ સારા  લેખકની શોધ શરૂ કરી અને આખરે મેં નોબેલ લોરયેટ અલેક્ઝાંદ્ર  સોલ્ઝનિત્સિન નો અનુવાદ કરવાનું વિચાર્યું. પણ એમની કઈ નવલકથા પસંદ કરવી એ બીજો પ્રશ્ન ઊભો થયો. એમના અમુક પુસ્તકો વાંચેલાં હતાં, અલબત્ત એક વાચક તરીકે, એની પાછળ કોઈ ઊંડો અભ્યાસ નહોતો કર્યો. એટલે એમણે કઈ નવલકથા ક્યારે લખી, કેવા સંજોગોમાં લખી, એનું research કર્યું. એમની કૃતિઓમાંથી ‘વન ડે ઇન ધ લાઇફ ઑફ ઇવાન દિનીશવીચ’ને પસંદ કરી. એને પસંદ કરવાનાં બે કારણો હતાં. એક તો એ કે આ નવલકથા થોડી ટૂંકી છે અને મારે માટે નવલકથાના અનુવાદનો આ પહેલો અનુભવ હતો એટલે બહુ મોટી નવલકથા હાથમાં લેવાની મારામાં હિમ્મત ન હતી. આ નવલકથા પસંદ કરવાનું બીજું કારણ, જે મારે મન વધારે મહત્ત્વનું હતું, તે એ કે આ નવલકથા એક આશાવાદી નવલકથા છે. એનો નાયક, શુખવ, એક positive, હકારાત્મક વ્યક્તિત્વ ધરાવતું પાત્ર છે. શુખવને એ ગુનો કબૂલ કરાવેલો હતો જે એમણે કર્યો ન હતો, અને એના પછી એ ગુનાની દસ વરસની સજા પણ થઈ હતી. સાત-આઠ વરસની સજા તો એ કાપી ચૂક્યા હતા. તેમ છતાંય, તે labour campsના અત્યાચારો સામે ઝૂકી નહોતા ગયા; તે કંઈ ખોટું કે નીચ કાર્ય કર્યા વગર, હતાશ થયા વગર પોતાને labour campના માહોલમાં સાચવી રહ્યા હતા. એવું પણ ન હતું કે તે હકીકતોને ગણકારતા ન હતા, કે તેનાથી અજાણ હતા. એમને ભવિષ્યમાં શું-શું થઈ શકે એનું પૂરેપૂરું ભાન હતું. એ જાણતા હતા કે દસ વરસની સજા કાપીને એ અહીંથી બહાર નીકળે ત્યારે ખરા. તો પણ એ જીવનથી હારી નહોતા ગયા, કોઈ ફરિયાદ વગર, કોઈ બળાપા વગર શક્ય હોય તેટલું કરી છૂટતા હતા અને ના થાય તો એનો જીવ નહોતા બાળતા. આવા વ્યક્તિની વાત કરવાની કોને ના ગમે? આમ તમને એ નવલકથા હતાશાજનક લાગે, છાવણીનું કઠોર જીવન દર્શાવતી અઢળક ઘટનાઓ આ નવલકથામાં છે. તેમ છતાંય શુખવ અને એમના સાથીઓ જે હિંમત અને જુસ્સાથી એ આપત્તિઓનો સામનો કરે છે, એ આ નવલકથાને ઉગારી લે છે. આ નવલકથાનું કથાવસ્તુ પણ universal છે, એટલે દરેક સંસ્કૃતિના, દરેક સમાજના વાચકો એને માણી શકે એમ મને થયું. તેથી નવલકથાનો અનુવાદ કરવામાં મને વધુ રસ પડયો અને આ બીડું ઝડપ્યું.
 
રૂસી ભાષા તો આવડતી ન હતી, એટલે કોણે-કોણે એના અંગ્રેજીમાં અનુવાદો કર્યા છે, એ શોધ્યું. પાંચ અનુવાદકોએ આ નવલકથાનો અંગ્રેજીમાં અનુવાદ કરેલો છે. એ પાંચમાંથી એચ. ટી. વિલેટ્સનો અનુવાદ સોલ્ઝનિત્સિને જાતે પ્રમાણિત કરેલો છે, એટલે એ અનુવાદનો ગુજરાતીમાં અનુવાદ કરવાનું નક્કી કર્યું.
રૂસી ભાષા તો આવડતી ન હતી, એટલે કોણે-કોણે એના અંગ્રેજીમાં અનુવાદો કર્યા છે, એ શોધ્યું. પાંચ અનુવાદકોએ આ નવલકથાનો અંગ્રેજીમાં અનુવાદ કરેલો છે. એ પાંચમાંથી એચ. ટી. વિલેટ્સનો અનુવાદ સોલ્ઝનિત્સિને જાતે પ્રમાણિત કરેલો છે, એટલે એ અનુવાદનો ગુજરાતીમાં અનુવાદ કરવાનું નક્કી કર્યું.
આ નવલકથાનો અનુવાદ ગુજરાતીમાં થઈ ચૂક્યો હતો. સુશ્રી સુભદ્રાબહેન ગાંધીએ એનો અનુવાદ કરેલો છે. પણ હું એવું માનું છું કે એક જ પુસ્તકના બહુવિધ અનુવાદ થાય એમાં વાંધો શું? લેખકની જેમ અનુવાદકની પણ પોતાની style હોય છે, એની પોતાની માનસિકતા હોય છે, અને દરેક અનુવાદક પોતાની રીતે મૂળ કૃતિનું અર્થઘટન કરે છે, અને આ બધું એના અનુવાદમાં પરાવર્તિત થાય છે. આમ વધારે અનુવાદો થાય તો વિવિધતા આવે. એટલે આ મુદ્દો વાચક ઉપર છોડીને મેં ‘વન ડે ઇન ધ લાઇફ ઑફ ઇવાન દિનીશવીચ’નો અનુવાદ કરવાનો વિચાર ચાલુ રાખ્યો.
આ નવલકથાનો અનુવાદ ગુજરાતીમાં થઈ ચૂક્યો હતો. સુશ્રી સુભદ્રાબહેન ગાંધીએ એનો અનુવાદ કરેલો છે. પણ હું એવું માનું છું કે એક જ પુસ્તકના બહુવિધ અનુવાદ થાય એમાં વાંધો શું? લેખકની જેમ અનુવાદકની પણ પોતાની style હોય છે, એની પોતાની માનસિકતા હોય છે, અને દરેક અનુવાદક પોતાની રીતે મૂળ કૃતિનું અર્થઘટન કરે છે, અને આ બધું એના અનુવાદમાં પરાવર્તિત થાય છે. આમ વધારે અનુવાદો થાય તો વિવિધતા આવે. એટલે આ મુદ્દો વાચક ઉપર છોડીને મેં ‘વન ડે ઇન ધ લાઇફ ઑફ ઇવાન દિનીશવીચ’નો અનુવાદ કરવાનો વિચાર ચાલુ રાખ્યો.
સોલ્ઝનિત્સિનએ જે સંજોગોમાં આ નવલકથા લખી હતી એ જાણીને મને એનો અનુવાદ કરવામાં વધારે રસ પડ્યો. ૧૯૫૬માં એમને forced labour campની કેદમાંથી મુક્ત કરવામાં આવેલા પણ દક્ષિણી કઝાકિસ્તાનમાં દેશવટો મળ્યો હતો. ત્યાં એ એક શિક્ષક તરીકે કામ કરતા હતા, અને રાતના, કોઈને સહેજ પણ અણસાર ના આવે એટલી ગુપ્ત રીતે, આ નવલકથા લખતા હતા. આ નવલકથા કોઈ દિવસ છપાશે નહિ, એની એમને ખાતરી હતી. (જોકે પછી રાજનૈતિક પરિસ્થિતી થોડી બદલાઈ, અને ૧૯૬૦માં આ નવલકથા એક રૂસી સામયિકમાં છપાઈ હતી.) આ વાત એમણે નોબેલ પુરસ્કાર સ્વીકારતી વખતે પણ કરી છે,“during all the years until 1961, not only was I convinced I should never see a single line of mine in print in my lifetime, but, also, I scarcely dared allow any of my close acquaintances to read anything I had written because I feared this would become known.”
રૂસમાં સોલ્ઝનિત્સિનની માત્ર ત્રણ લઘુ વાર્તાઓ અને આ નવલકથાનું જ પ્રકાશન થઈ શક્યું હતુ. ૧૯૬૨માં, જ્યારે એમની આ નવલકથા ‘નુવે મીર’ નામના સામયિકમાં પ્રગટ થઈ હતી, ત્યારની રાજનૈતિક પરિસ્થિતિને જોતાં એમા ફેરફાર કરાયા હતા અને અમુક પ્રસંગો એમાંથી બાકાત રખાયા હતા, જેમ કે ત્યુરીન ‘કુલાક’ હતો માટે એની ધરપકડ થઈ હતી, કે શુખવને માર મારી-મારીને કબૂલાત ઉપર એમની સહી લેવાઈ હતી, કે પછી બેપ્તીસ્ત ધર્મ પાળનારાઓને કાયમ પચીસ વરસની કેદ થતી, અને વિદેશીઓ સાથે સંપર્ક માટે પણ એટલાં જ વરસની સજા ફટકારતા. એ ફેરફાર થોડા સામયિકના નિર્દેશ અનુસાર થયા હતા અને થોડા સોલ્ઝનિત્સિનએ પોતે કરેલા. એટલે આ આવૃત્તિ, પછીથી, પશ્ચિમી દેશોમાં છપાયેલી આવૃત્તિઓ કરતા થોડી ટૂંકી અને થોડી જુદી હતી. શરૂઆતના અનુવાદો આ સંક્ષિપ્ત આવૃત્તિ ઉપરથી થયા હતા; પ્રસ્તુત અનુવાદ પૂર્ણ આવૃત્તિનો છે.


નવલકથાઓ સમાજનું દર્પણ કહેવાય, એટલે એમાં જે તે સમયનું સામાજિક વાતાવરણ તો હોય જ, પણ કદાચ રાજનૈતિક અને આર્થિક વાતાવરણનો પણ ઉલ્લેખ હોય, જુદાં-જુદાં પાત્રો, એમની જુદી-જુદી બોલી, અને એ ભાષાની, એ બોલીની સૂક્ષ્મતા જે એના વિવરણોમાં, એનાં વર્ણનોમાં અને એના સંવાદોમાં જોવા મળે, એમ ઘણું બધું હોય. એટલે એ સમયનું સામાજિક વાતાવરણ તો ખરું જ, પણ આ પુસ્તક માટે એનું રાજનૈતિક વાતાવરણ ઊંડાણથી સમજવું ઘણું જરૂરી લાગ્યું. તો જ આ પ્રતિષ્ઠિત લેખકને, એની આ મહાન કૃતિને ન્યાય આપી શકાય, એમ મને લાગ્યું. સોલ્ઝનિત્સિન ના પોતાના જીવનમાં શું-શું બન્યું હતું, તે જાણવાનું પણ જરૂરી લાગ્યું. ઇન્ટરનેટ ઉપરથી આ બધું સેહલાઈથી મળી ગયું. આમ કર્યું એટલે મારે મન આ નવલકથાની એક ભૂમિકા બંધાઈ, રાજનૈતિક ઊથલપાથલોનો અને સમાજ ઉપર એની અસરોનો ખ્યાલ આવ્યો. તે થોડા વધારે સમજાવા લાગ્યા, અને સોલ્ઝનિત્સિનની આ નવલકથા માટેની ભાષા અને શબ્દોનો ઉપયોગ થોડા સ્પષ્ટ થયા. સોલ્ઝનિત્સિનના જીવન વિશે જાણવા મળ્યું, એટલે એ જાણવા મળ્યું કે શુખવની જેમ એમણે પણ forced labour campમાં સજા ભોગવી હતી.
સોલ્ઝનિત્સિનએ જે સંજોગોમાં આ નવલકથા લખી હતી એ જાણીને મને એનો અનુવાદ કરવામાં વધારે રસ પડ્યો. ૧૯૫૬માં એમને forced labour campની કેદમાંથી મુક્ત કરવામાં આવેલા પણ દક્ષિણી કઝાકિસ્તાનમાં દેશવટો મળ્યો હતો. ત્યાં એ એક શિક્ષક તરીકે કામ કરતા હતા, અને રાતના, કોઈને સહેજ પણ અણસાર ના આવે એટલી ગુપ્ત રીતે, આ નવલકથા લખતા હતા. આ નવલકથા કોઈ દિવસ છપાશે નહિ, એની એમને ખાતરી હતી. (જોકે પછી રાજનૈતિક પરિસ્થિતી થોડી બદલાઈ, અને ૧૯૬૦માં આ નવલકથા એક રૂસી સામયિકમાં છપાઈ હતી.) આ વાત એમણે નોબેલ પુરસ્કાર સ્વીકારતી વખતે પણ કરી છે, “during all the years until 1961, not only was I convinced I should never see a single line of mine in print in my lifetime, but, also, I scarcely dared allow any of my close acquaintances to read anything I had written because I feared this would become known.”
આ બધું વાંચતાં, શોધતાં એક એવી વાત જાણવા મળી જેને લીધે મારા મનમાં સોલ્ઝનિત્સિન  માટે માન ઔર વધી ગયું. આ નવલકથાના નાયકનું પૂરું નામ છે, ઇવાન દિનીશવીચ શુખવ. લેખક પોતે ‘શુખવ’ નામ જ વાપરે છે. ‘ઇવાન દિનીશવીચ’ તો માત્ર સંવાદોમાં જ આવે છે. શુખવ સંભવતઃ શુખા ઉપરથી લીધું છે, જે ‘અલેક્ઝાંદ્ર’ નામ માટે રૂસી ભાષામાં વપરાતુ સૌથી પ્રચલિત nickname છે. આમ  સોલ્ઝનિત્સિનના નામનો  પડઘો શુખવના નામમાં પડે છે. તેમ છતાંય કેટલી તટસ્થતાથી, કેટલી નિષ્પક્ષતાથી શુખવની વાત એ આપણને કરે છે. આ સિદ્ધિ એમની મહાનતાની સાબિતી જ ગણાય.
 
રૂસમાં સોલ્ઝનિત્સિનની માત્ર ત્રણ લઘુ વાર્તાઓ અને આ નવલકથાનું જ પ્રકાશન થઈ શક્યું હતુ. ૧૯૬૨માં, જ્યારે એમની આ નવલકથા ‘નુવે મીર’ નામના સામયિકમાં પ્રગટ થઈ હતી, ત્યારની રાજનૈતિક પરિસ્થિતિને જોતાં એમાં ફેરફાર કરાયા હતાં અને અમુક પ્રસંગો એમાંથી બાકાત રખાયા હતા, જેમ કે ત્યુરીન ‘કુલાક’ હતો માટે એની ધરપકડ થઈ હતી, કે શુખવને માર મારી-મારીને કબૂલાત ઉપર એમની સહી લેવાઈ હતી, કે પછી બેપ્તીસ્ત ધર્મ પાળનારાઓને કાયમ પચીસ વરસની કેદ થતી, અને વિદેશીઓ સાથે સંપર્ક માટે પણ એટલાં જ વરસની સજા ફટકારતા. એ ફેરફાર થોડા સામયિકના નિર્દેશ અનુસાર થયા હતા અને થોડા સોલ્ઝનિત્સિનએ પોતે કરેલા. એટલે આ આવૃત્તિ, પછીથી, પશ્ચિમી દેશોમાં છપાયેલી આવૃત્તિઓ કરતા થોડી ટૂંકી અને થોડી જુદી હતી. શરૂઆતના અનુવાદો આ સંક્ષિપ્ત આવૃત્તિ ઉપરથી થયા હતા; પ્રસ્તુત અનુવાદ પૂર્ણ આવૃત્તિનો છે.
 
નવલકથાઓ સમાજનું દર્પણ કહેવાય, એટલે એમાં જે તે સમયનું સામાજિક વાતાવરણ તો હોય જ, પણ કદાચ રાજનૈતિક અને આર્થિક વાતાવરણનો પણ ઉલ્લેખ હોય, જુદાં-જુદાં પાત્રો, એમની જુદી-જુદી બોલી, અને એ ભાષાની, એ બોલીની સૂક્ષ્મતા જે એના વિવરણોમાં, એનાં વર્ણનોમાં અને એના સંવાદોમાં જોવા મળે, એમ ઘણું બધું હોય. એટલે એ સમયનું સામાજિક વાતાવરણ તો ખરું જ, પણ આ પુસ્તક માટે એનું રાજનૈતિક વાતાવરણ ઊંડાણથી સમજવું ઘણું જરૂરી લાગ્યું. તો જ આ પ્રતિષ્ઠિત લેખકને, એની આ મહાન કૃતિને ન્યાય આપી શકાય, એમ મને લાગ્યું. સોલ્ઝનિત્સિનના પોતાના જીવનમાં શું-શું બન્યું હતું, તે જાણવાનું પણ જરૂરી લાગ્યું. ઇન્ટરનેટ ઉપરથી આ બધું સેહલાઈથી મળી ગયું. આમ કર્યું એટલે મારે મન આ નવલકથાની એક ભૂમિકા બંધાઈ, રાજનૈતિક ઊથલપાથલોનો અને સમાજ ઉપર એની અસરોનો ખ્યાલ આવ્યો. તે થોડા વધારે સમજાવા લાગ્યા, અને સોલ્ઝનિત્સિનની આ નવલકથા માટેની ભાષા અને શબ્દોના ઉપયોગ થોડા સ્પષ્ટ થયા. સોલ્ઝનિત્સિનના જીવન વિશે જાણવા મળ્યું, એટલે એ જાણવા મળ્યું કે શુખવની જેમ એમણે પણ forced labour campમાં સજા ભોગવી હતી.
આ બધું વાંચતાં, શોધતાં એક એવી વાત જાણવા મળી જેને લીધે મારા મનમાં સોલ્ઝનિત્સિન  માટે માન ઔર વધી ગયું. આ નવલકથાના નાયકનું પૂરું નામ છે, ઇવાન દિનીશવીચ શુખવ. લેખક પોતે ‘શુખવ’ નામ જ વાપરે છે. ‘ઇવાન દિનીશવીચ’ તો માત્ર સંવાદોમાં જ આવે છે. શુખવ સંભવતઃ શુખા ઉપરથી લીધું છે, જે ‘અલેક્ઝાંદ્ર’ નામ માટે રૂસી ભાષામાં વપરાતું સૌથી પ્રચલિત nickname છે. આમ  સોલ્ઝનિત્સિનના નામનો  પડઘો શુખવના નામમાં પડે છે. તેમ છતાંય કેટલી તટસ્થતાથી, કેટલી નિષ્પક્ષતાથી શુખવની વાત એ આપણને કરે છે. આ સિદ્ધિ એમની મહાનતાની સાબિતી જ ગણાય.


દરેક પુસ્તક માટે કદાચ આટલો બધો research ના કરવો પડે, અને બિલકુલ research ના કરીએ, તો પણ અનુવાદ તો થઈ જ શકે. મને આ પુસ્તક માટે કરવાનું  મન થયું કારણ કે આ નવલકથા થોડીક જુદી છે---આ સંપૂર્ણપણે કાલ્પનિક નથી. લેખકના પોતાના અનુભવો આ નવલકથાનો પ્રેરણાસ્ત્રોત છે, એટલે એનો context સમજવા, એનું background જાણવાનું મને મન થયું.
દરેક પુસ્તક માટે કદાચ આટલો બધો research ના કરવો પડે, અને બિલકુલ research ના કરીએ, તો પણ અનુવાદ તો થઈ જ શકે. મને આ પુસ્તક માટે કરવાનું  મન થયું કારણ કે આ નવલકથા થોડીક જુદી છે---આ સંપૂર્ણપણે કાલ્પનિક નથી. લેખકના પોતાના અનુભવો આ નવલકથાનો પ્રેરણાસ્ત્રોત છે, એટલે એનો context સમજવા, એનું background જાણવાનું મને મન થયું.
૧૯૭૪માં સોલ્ઝનિત્સિને રૂસી નાગરિકતા ગુમાવી; ત્યાં સુધી એમણે જે લેખયું, એને છાની રીતે એ વિદેશ મોકલી દેતા અને ત્યાં જ છપાવતા. પછી તો ૧૯૭૬માં એ અમેરિકા ગયા અને એમના પરિવાર સાથે એ ત્યાં અઢાર વરસ રહ્યા. ૧૯૯૦માં એમની રૂસી નાગરિકતા પછી અપાઈ અને એ ૧૯૯૪માં વતન પાછા ફર્યા.
૧૯૭૪માં સોલ્ઝનિત્સિને રૂસી નાગરિકતા ગુમાવી; ત્યાં સુધી એમણે જે લેખયું, એને છાની રીતે એ વિદેશ મોકલી દેતા અને ત્યાં જ છપાવતા. પછી તો ૧૯૭૬માં એ અમેરિકા ગયા અને એમના પરિવાર સાથે એ ત્યાં અઢાર વરસ રહ્યા. ૧૯૯૦માં એમની રૂસી નાગરિકતા પછી અપાઈ અને એ ૧૯૯૪માં વતન પાછા ફર્યા.


પશ્ચિમી દેશોમાં એમને અને એમના લખાણને ઘણું માન મળ્યુ. એમનાં લખાણો, ખાસ કરીને આ નવલકથાએ અને તે પછી એમની ‘ધ ગુલાગ આર્કિપેલાગો’એ પશ્ચિમી દેશોને રૂસમાં જે રાજનૈતિક પરિસ્થિતિ હતી, તે છતી પાડી. અને ૧૯૭૦માં એમને નોબેલ પુરસ્કારથી સમ્માનિત કરાયા. એમના વૈવિધ્યપૂર્ણ લખાણોમાં તમને બધું જ મળે, નવલકથાથી માંડીને ટૂંકીવાર્તા, નિબંધો, નાટકો, કવિતાઓ, વ્યાખાનો બધું જ.
પશ્ચિમી દેશોમાં એમને અને એમના લખાણને ઘણું માન મળ્યું. એમનાં લખાણો, ખાસ કરીને આ નવલકથાએ અને તે પછી એમની ‘ધ ગુલાગ આર્કિપેલાગો’એ પશ્ચિમી દેશોને રૂસમાં જે રાજનૈતિક પરિસ્થિતિ હતી, તે છતી પાડી. અને ૧૯૭૦માં એમને નોબેલ પુરસ્કારથી સન્માનિત કરાયા. એમના વૈવિધ્યપૂર્ણ લખાણોમાં તમને બધું જ મળે, નવલકથાથી માંડીને ટૂંકીવાર્તા, નિબંધો, નાટકો, કવિતાઓ, વ્યાખાનો બધું જ.
 
ભાષા ના હોત તો પુસ્તકો પણ ના હોત, કદાચ એટલે જ મૂલ્યાંકન કરતી વખતે આપણે, જાણે-અજાણે, એની ભાષા ઉપર વધારે ભાર મૂકીએ છીએ. ભાષા સારી ના હોય, એનો પ્રવાહ, એનો flow બરાબર ના ચાલે તો પુસ્તક વાંચવામાં આનંદ નથી આવતો. બીજી ભાષાઓનું સાહિત્ય માણવું હોય તો અનુવાદ એક માત્ર વિકલ્પ છે. એટલે કોઈ પણ અનુવાદિત પુસ્તક હાથમાં લઈએ ત્યારે એવી આશા સાથે લઈએ કે એ મૂળ કૃતિને ન્યાય આપશે. મારા હિસાબે અનુવાદકની સૌથી મોટી જવાબદારી એ છે કે અનુવાદિત ભાષાના બીબામાં પણ મૂળ કૃતિની સુંદરતાને જાળવી રાખવી. એટલે અનુવાદ કરતી વખતે ભાષાનું બરાબર ધ્યાન રાખવું પડે. મૂળ રચનાની ભાષાશૈલી, એની બોલી, એની વાક્યરચના, એનો flow બધાનું ધ્યાન રાખવું પડે. જો લેખકની, એના બીજાં લખાણોની, થોડી જાણકારી હોય તો એની ભાષાનો, એની શૈલીનો થોડો વધારે ખ્યાલ આવે, અને અનુવાદક પોતાની ભાષાને, શૈલીને, એની બોલીને સાચવીને પણ મૂળ કૃતિના શબ્દોને, વાક્યોને, વફાદાર રહી શકે, અને સાથે સાથે એનો flow પણ સાચવી શકે. એવું બને તો જ અનુવાદિત પુસ્તક વાંચવામાં આનંદ આવે.
 
મારે તો પાછો અનુવાદનો અનુવાદ કરવાનો હતો. એટલે આમ તો ત્રણ સંસ્કૃતિઓનો, ત્રણ ભાષાઓનો સમન્વય કરવાનો હતો. મૂળ કૃતિ રૂસી ભાષામાં. અનુવાદમાં મૂળ નામો, જે રૂસી ભાષામાં હતાં, તે તો રાખવાં જ પડે. તે ઉપરાંત અંગ્રેજી અનુવાદમાં અમુક શબ્દો રૂસી ભાષાના જ રાખ્યા હતા. એમાંથી કયા લેવા અને કયા નહીં, તે નક્કી કરવાનું હતું. દરેક ભાષાની પોતાની ખૂબીઓ હોય છે, અને એની સીમાઓ પણ હોય છે. અંગ્રેજીમાં રાખ્યા હતા એ બધા શબ્દો ગુજરાતીમાં ના પણ શોભે. એટલે મેં અમુક શબ્દો રાખ્યા, જેમ કે ‘કલખોશ’, ‘કુલાક’, વગેરે; પણ ‘ઝેક’ શબ્દ, જે મારી રાખવાની ઇચ્છા હતી તે મેં ના રાખ્યો. કારણ? ‘ઝેક’ એટલે labour camp નો કેદી. હવે એક વચન માટે તો બરાબર પણ એનું બહુવચન શું કરવું? ‘ઝેક્સ’ તો થોડું વિચિત્ર લાગે, ‘ઝેકઓ’ પણ ના રખાય. એટલે મેં ‘કેદી’ રાખવાનું નક્કી કર્યું. પણ ‘સ્તોનિયન’, ‘મલદેવિયન’ જેવા શબ્દો એમના એમ જ રાખ્યા. જે રૂસી અને અંગ્રેજી શબ્દો ગુજરાતી ભાષામાં સહેલાઈથી સમાઈ જાય, એવા શબ્દો મેં રાખ્યા. આવા શબ્દો અનુવાદને મૂળ કૃતિની એક flavor આપે છે એમ હું માનું છું.


ભાષા ના હોત તો પુસ્તકો પણ ના હોત, કદાચ એટલે જ મૂલ્યાંકન કરતી વખતે આપણે, જાણે-અજાણે, એની ભાષા ઉપર વધારે ભાર મૂકીએ છીએ. ભાષા સારી ના હોય, એનો પ્રવાહ, એનો flow બરાબર ના ચાલે તો પુસ્તક વાંચવામાં આનંદ નથી આવતો. બીજી ભાષાઓનું સાહિત્ય માણવું હોય તો અનુવાદ એક માત્ર વિકલ્પ છે. એટલે કોઈ પણ અનુવાદિત પુસ્તક હાથમાં લઈએ ત્યારે એવી આશા સાથે લઈએ કે એ મૂળ કૃતિને ન્યાય આપશે. મારા હિસાબે  અનુવાદકની સૌથી મોટી જવાબદારી એ છે કે અનુવાદિત ભાષાના બીબામાં પણ મૂળ કૃતિની સુંદરતાને જાળવી રાખવી. એટલે અનુવાદ કરતી વખતે ભાષાનું બરાબર ધ્યાન રાખવું પડે. મૂળ રચનાની ભાષાશૈલી, એની બોલી, એની વાક્યરચના, એનો flow બધાનું ધ્યાન રાખવું પડે. જો લેખકની, એના બીજાં લખાણોની, થોડી જાણકારી હોય તો એની ભાષાનો, એની શૈલીનો થોડો વધારે ખ્યાલ આવે, અને અનુવાદક પોતાની ભાષાને, શૈલીને, એની બોલીને સાચવીને પણ મૂળ કૃતિના શબ્દોને, વાક્યોને, વફાદાર રહી શકે, અને સાથે સાથે એનો flow પણ સાચવી શકે. એવું બને તો જ અનુવાદિત પુસ્તક વાચવામાં આનંદ આવે.
મારે તો પાછો અનુવાદનો અનુવાદ કરવાનો હતો. એટલે આમ તો ત્રણ સંસ્કૃતિઓનો, ત્રણ ભાષાઓનો સમન્વય કરવાનો હતો. મૂળ કૃતિ રૂસી ભાષામાં. અનુવાદમાં મૂળ નામો, જે રૂસી ભાષામાં હતાં, તે તો રાખવાં જ પડે. તે ઉપરાંત અંગ્રેજી અનુવાદમાં અમુક શબ્દો રૂસી ભાષાના જ રાખ્યા હતા. એમાંથી કયા લેવા અને કયા નહીં, તે નક્કી કરવાનું હતું. દરેક ભાષાની પોતાની ખૂબીઓ હોય છે, અને એની સીમાઓ પણ હોય છે. અંગ્રેજીમાં રાખ્યા હતા એ બધા શબ્દો ગુજરાતીમાં ના પણ શોભે. એટલે મેં અમુક શબ્દો રાખ્યા, જેમ કે ‘કલખોશ’, ‘કુલાક’, વગેરે; પણ ‘ઝેક’ શબ્દ, જે મારી રાખવાની ઇચ્છા હતી તે મેં ના રાખ્યો. કારણ? ‘ઝેક’ એટલે labour camp નો કેદી. હવે એક વચન માટે તો બરાબર પણ એનું બહુવચન શું કરવું? ‘ઝેક્સ’ તો થોડું વિચિત્ર લાગે, ‘ઝેકઓ’ પણ ના રખાય. એટલે મેં ‘કેદી’ રાખવાનું નક્કી કર્યું. પણ ‘સ્તોનિયન’, ‘મલદેવિયન’ જેવા શબ્દો એમના એમ જ રાખ્યા. જે રૂસી અને અંગ્રેજી શબ્દો ગુજરાતી ભાષામાં સહલાઈથી સમાઈ જાય, એવા શબ્દો મેં રાખ્યા. આવા શ્બ્દો અનુવાદને  મૂળ કૃતિની એક flavor આપે છે એમ હું માનું છું.
મેં જે શબ્દો રૂસી ભાષામાં રાખ્યા હતા, તેમાં જરૂર પડી ત્યાં બે-ત્રણ શબ્દોમાં એમનો અર્થ સ્પષ્ટ કર્યો.  ઇન્ટરનેટ ઉપરથી ઉચ્ચારો શોધવાનો પ્રયત્ન કર્યો, પણ બધા શબ્દોના ના મળ્યા, એટલે નક્કી કર્યું કે મૂળ રૂસી ભાષી પાસે એ બધા શબ્દોના ઉચ્ચારો કરાવવા અને તે પ્રમાણે મેં ગુજરાતીમાં જોડણી કરી.
મેં જે શબ્દો રૂસી ભાષામાં રાખ્યા હતા, તેમાં જરૂર પડી ત્યાં બે-ત્રણ શબ્દોમાં એમનો અર્થ સ્પષ્ટ કર્યો.  ઇન્ટરનેટ ઉપરથી ઉચ્ચારો શોધવાનો પ્રયત્ન કર્યો, પણ બધા શબ્દોના ના મળ્યા, એટલે નક્કી કર્યું કે મૂળ રૂસી ભાષી પાસે એ બધા શબ્દોના ઉચ્ચારો કરાવવા અને તે પ્રમાણે મેં ગુજરાતીમાં જોડણી કરી.
૧૯૫૦-૬૦ના દશકની આ કૃતિની ભાષા પ્રમાણમાં સાદી અને સરળ છે. આ નવલકથાનું કથા-વસ્તુને અનુરૂપ એની ભાષા છે, સરળ, પણ forceful, impact આવે એવી, સાથે સાથે થોડી અસભ્ય અને તોછડી પણ છે.કેદીઓ બોલે એવી ભાષા, એમના ચોકિયાતો બોલે એવી, હિંસા અને નિરાશાની વચ્ચે રહેતા લોકોની ભાષા છે. અંગ્રેજીમાં જેને slang કહીએ એ શબ્દો પણ આમાં છે, જેમ કે ‘shit’, ‘dolt’, ‘crud’, ‘old man’. આવી ભાષાનો અનુવાદ કરવો સહેલો ન હતો. મૂળ કૃતિની જેમ, અનુવાદની ભાષા સરળ, પણ પ્રબળ અને અસરકારક વાપરવાની હતી. ગાળો, અપશબ્દો અને slangને ગુજરાતી ભાષાનો ઢોળ ચઢાવવાનો પડકાર હતો. મૂળ કૃતિમાં જે છાવણીનું વાતાવરણ ઊભું કરેલું એ અનુવાદમાં ઊભું કરવાનું હતું. એટલે દરેક શબ્દને, દરેક વાક્યને હું સારો એવો સમય આપતી, કોઈક વાર તો એક શબ્દને, એક વાક્યને ગોઠવવામાં કલ્લાકો નીકળી જતા.
 
તમે પોતે એ કૃતિના સર્જક નથી, એ વાત અનુવાદકે કાયમ યાદ રાખવી પડે. અનુવાદ સારો થાય જ્યારે તમને મૂળ કૃતિની દુનિયાની, એના સમાજની,એની ભાષાની સમજણ હોય, અને એ સમજણ સાથે તમે એનું એ જ સૌંદર્ય, એ જ પ્રભાવ, પોતાની ભાષાના બીબામાં ઉતારી શકો, અને એને એક નવું જ પણ એટલું જ સુંદર સ્વરૂપ આપી શકો.
૧૯૫૦-૬૦ના દશકની આ કૃતિની ભાષા પ્રમાણમાં સાદી અને સરળ છે. આ નવલકથાનું કથા-વસ્તુને અનુરૂપ એની ભાષા છે, સરળ, પણ forceful, impact આવે એવી, સાથે સાથે થોડી અસભ્ય અને તોછડી પણ છે. કેદીઓ બોલે એવી ભાષા, એમના ચોકિયાતો બોલે એવી, હિંસા અને નિરાશાની વચ્ચે રહેતા લોકોની ભાષા છે. અંગ્રેજીમાં જેને slang કહીએ એ શબ્દો પણ આમાં છે, જેમ કે ‘shit’, ‘dolt’, ‘crud’, ‘old man’. આવી ભાષાનો અનુવાદ કરવો સહેલો ન હતો. મૂળ કૃતિની જેમ, અનુવાદની ભાષા સરળ, પણ પ્રબળ અને અસરકારક વાપરવાની હતી. ગાળો, અપશબ્દો અને slangને ગુજરાતી ભાષાનો ઢોળ ચઢાવવાનો પડકાર હતો. મૂળ કૃતિમાં જે છાવણીનું વાતાવરણ ઊભું કરેલું એ અનુવાદમાં ઊભું કરવાનું હતું. એટલે દરેક શબ્દને, દરેક વાક્યને હું સારો એવો સમય આપતી, કોઈક વાર તો એક શબ્દને, એક વાક્યને ગોઠવવામાં કલ્લાકો નીકળી જતા.
 
તમે પોતે એ કૃતિના સર્જક નથી, એ વાત અનુવાદકે કાયમ યાદ રાખવી પડે. અનુવાદ સારો થાય જ્યારે તમને મૂળ કૃતિની દુનિયાની, એના સમાજની, એની ભાષાની સમજણ હોય, અને એ સમજણ સાથે તમે એનું એ જ સૌંદર્ય, એ જ પ્રભાવ, પોતાની ભાષાના બીબામાં ઉતારી શકો, અને એને એક નવું જ પણ એટલું જ સુંદર સ્વરૂપ આપી શકો.
 
મેં કશેક વાંચેલું, “Sometimes translators need to look at the whole constellation and not just the star: a silent night sky of significance/extended meanings/ingested cultural meanings to fully operate between two languages.” તો અનુવાદકે બે સ્તરે કામ કરવાનું હોય છે. એક સ્તરે એ મૂળ કૃતિના શબ્દોનો સામાન્ય અર્થ કરે છે જે એને શબ્દકોશમાંથીપણ મળી રહે છે, અને બીજા સ્તરે એ વાક્યોનું અને શબ્દોનું ‘significance’, એમના ‘extended meanings’નો,  એમના ‘ingested cultural meanings’નો અનુવાદ કરે છે. આનો અર્થ એ કે અનુવાદકે પારકી સંસ્કૃતિને પોતાની બનાવીને વાચક સામે લાવવી પડે. એટલે એને માત્ર  બંને ભાષાઓનો જ નહિ પણ બંને સંસ્કૃતિઓનો પણ પૂરેપૂરો પરિચય હોવો જોઈએ. તો જ એ સારો અનુવાદ કરી શકે.
મેં કશેક વાંચેલું, “Sometimes translators need to look at the whole constellation and not just the star: a silent night sky of significance/extended meanings/ingested cultural meanings to fully operate between two languages.” તો અનુવાદકે બે સ્તરે કામ કરવાનું હોય છે. એક સ્તરે એ મૂળ કૃતિના શબ્દોનો સામાન્ય અર્થ કરે છે જે એને શબ્દકોશમાંથીપણ મળી રહે છે, અને બીજા સ્તરે એ વાક્યોનું અને શબ્દોનું ‘significance’, એમના ‘extended meanings’નો,  એમના ‘ingested cultural meanings’નો અનુવાદ કરે છે. આનો અર્થ એ કે અનુવાદકે પારકી સંસ્કૃતિને પોતાની બનાવીને વાચક સામે લાવવી પડે. એટલે એને માત્ર  બંને ભાષાઓનો જ નહિ પણ બંને સંસ્કૃતિઓનો પણ પૂરેપૂરો પરિચય હોવો જોઈએ. તો જ એ સારો અનુવાદ કરી શકે.
તો એકલો તારો નહિ, પણ constellation જોઈને, વાતાવરણ જોઈને મેં આ વાક્યમાં ‘ગૂ’ શબ્દ લખ્યો---“……….They’re not worth the bread we give them. We ought to feed them on shit.”
તો એકલો તારો નહિ, પણ constellation જોઈને, વાતાવરણ જોઈને મેં આ વાક્યમાં ‘ગૂ’ શબ્દ લખ્યો---“……….They’re not worth the bread we give them. We ought to feed them on shit.”
“............આ લોકો ને તો ખાવાનુંજ ના આપવું જોઈએ, ગૂં જ ખવડાવવું જોઈએ!”
“............આ લોકો ને તો ખાવાનું જ ના આપવું જોઈએ, ગૂ જ ખવડાવવું જોઈએ!”
‘Shit’ શબ્દના મળ કે ગૂં સિવાય બીજા પણ અર્થ કાઢી શકાય, ગંદવાડ, કચરો, ગંદું. થોડો વિચાર કરીને મેં ગૂં લખ્યું. મને આ વાક્ય માટે એ જ શબ્દ બરાબર લાગ્યો.
 
‘Shit’ શબ્દના મળ કે ગૂ સિવાય બીજા પણ અર્થ કાઢી શકાય, ગંદવાડ, કચરો, ગંદું. થોડો વિચાર કરીને મેં ગૂ લખ્યું. મને આ વાક્ય માટે એ જ શબ્દ બરાબર લાગ્યો.
 
‘It’s dog eat dog here’, ‘…….wear a wooden overcoat’, ‘…..turned our toes up…..’
‘It’s dog eat dog here’, ‘…….wear a wooden overcoat’, ‘…..turned our toes up…..’
નો અનુવાદ આમ કર્યો,
નો અનુવાદ આમ કર્યો,
‘અહી તો માણસ માણસને ભરખી ખાય’,‘…….લાકડા ભેગું થવું.......’‘…….એ બાપડો ઊકલી ગયો જ સમઝો......’
‘અહી તો માણસ માણસને ભરખી ખાય’,‘…….લાકડા ભેગું થવું.......’‘…….એ બાપડો ઊકલી ગયો જ સમઝો......’
વાકયોનો અનુવાદ અક્ષરષઃ કરું તો એનો અર્થ સ્પષ્ટ ના થાય, એટલે આ વાકયોનો અનુવાદ આમ કર્યો.
 
વાક્યોનો અનુવાદ અક્ષરષઃ કરું તો એનો અર્થ સ્પષ્ટ ના થાય, એટલે આ વાક્યોનો અનુવાદ આમ કર્યો.
 
કોઈ પણ રચનામાં આવી ભાષા જવલ્લેજ જોવા મળે. પણ મેં જેમ પહેલાં કહ્યું હતું એમ, મૂળ કૃતિનો સર્જક અનુવાદક પોતે નથી હોતો. એટલે તમે જેમ પાત્રોને ના બદલી શકો, નવલકથાના પ્રસંગોને ના બદલી શકો, એમ એ ભાષાને પણ ના બદલી શકો. મૂળ કૃતિમાં જેવી ભાષા હોય, એવી જ ભાષા અનુવાદમાં પણ રાખવી પડે.
કોઈ પણ રચનામાં આવી ભાષા જવલ્લેજ જોવા મળે. પણ મેં જેમ પહેલાં કહ્યું હતું એમ, મૂળ કૃતિનો સર્જક અનુવાદક પોતે નથી હોતો. એટલે તમે જેમ પાત્રોને ના બદલી શકો, નવલકથાના પ્રસંગોને ના બદલી શકો, એમ એ ભાષાને પણ ના બદલી શકો. મૂળ કૃતિમાં જેવી ભાષા હોય, એવી જ ભાષા અનુવાદમાં પણ રાખવી પડે.
મેં મોટા ભાગનાં વાક્યોનો, શબ્દોનો ક્રમ સાચવવાનો પ્રયત્ન કર્યો છે, પણ અમુક ઠેકાણે ભાષાનો લય સાચવવા, એનો flow જાળવવા એ ક્રમને થોડો આઘોપાછો કર્યો છે. મારા હિસાબે વાકયોના અને શબ્દોના ક્રમ કરતા ભાષાના પ્રવાહનું મહત્ત્વ વધારે હોય.
 
આ નવલકથાના અંગ્રેજી અનુવાદક, એચ. ટી. વિલેટ્સનો ૧૯૨૨માં ઈંગ્લેન્ડમાં જન્મ થયો હતો. તેઓએ ધ કવીન્સ કૉલેજ ઑકસફર્ડમાં અભ્યાસ કરેલો અને ઑકસફર્ડ યુનિવર્સિટીમાં જ રશિયન ઇતિહાસના પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા હતા. એમણે રૂસી ભાષામાંથી અંગ્રેજીમાં ઘણા અનુવાદો કર્યા છે. આ નવલકથાની લઢણ, એની શૈલી અનુવાદ માટે ઘણી અઘરી છે. આ નવલકથામાં સોલ્ઝનિત્સિનએ સ્વ ક્થનીય (ફર્સ્ટ પર્સન નેરેટીવે) અને પર ક્થનીય (થર્ડ પર્સન નેરેટીવે) બંને શૈલીનો ઉપયોગ કરીને વાર્તા આગળ વધારી છે અને બંને કથનીયોનો ઉપયોગ એમણે ઘણી સરસ રીતે કર્યો છે. વાંચવામા કોઈ ખલેલ નથી આવતી, કોઈ અવરોધ નથી નડતો. જોકે મોટા ભાગની નવલકથા સ્વ ક્થનીય છે, એક અભણ, ગામડાના માણસની કથા. તળપદી ભાષા, અને છાવણીની પ્રચલિત બોલીમાં સંવાદો લખીને એમણે એ માણસની એક સરસ છબી આપણી સમક્ષ ઊભી કરી દીધી છે, અને વિલેટ્સ એ છબીને આપણી સમક્ષ લાવી શક્યા છે, એ જ અનુવાદક તરીકે એમનું સામર્થ્ય સિદ્ધ કરે છે. તો નવાઈની વાત નથી કે સોલ્ઝનિત્સિનએ પોતે એમના અનુવાદને પ્રમાણિત કર્યો છે. એટલે જો આના ગુજરાતી આનુવાદમાં કોઈ ખામી દેખાય, કોઈ ક્ષતિ લાગે, તો એનો દોષ મારા માથે છે.
મેં મોટા ભાગનાં વાક્યોનો, શબ્દોનો ક્રમ સાચવવાનો પ્રયત્ન કર્યો છે, પણ અમુક ઠેકાણે ભાષાનો લય સાચવવા, એનો flow જાળવવા એ ક્રમને થોડો આઘોપાછો કર્યો છે. મારા હિસાબે વાક્યોના અને શબ્દોના ક્રમ કરતા ભાષાના પ્રવાહનું મહત્ત્વ વધારે હોય.
 
આ નવલકથાના અંગ્રેજી અનુવાદક, એચ. ટી. વિલેટ્સનો ૧૯૨૨માં ઈંગ્લેન્ડમાં જન્મ થયો હતો. તેઓએ ધ ક્વીન્સ કૉલેજ ઑક્સફર્ડમાં અભ્યાસ કરેલો અને ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં જ રશિયન ઇતિહાસના પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા હતા. એમણે રૂસી ભાષામાંથી અંગ્રેજીમાં ઘણા અનુવાદો કર્યા છે. આ નવલકથાની લઢણ, એની શૈલી અનુવાદ માટે ઘણી અઘરી છે. આ નવલકથામાં સોલ્ઝનિત્સિનએ સ્વ કથનીય (ફર્સ્ટ પર્સન નેરેટીવે) અને પર ક્થનીય (થર્ડ પર્સન નેરેટીવે) બંને શૈલીનો ઉપયોગ કરીને વાર્તા આગળ વધારી છે અને બંને કથનીયોનો ઉપયોગ એમણે ઘણી સરસ રીતે કર્યો છે. વાંચવામા કોઈ ખલેલ નથી આવતી, કોઈ અવરોધ નથી નડતો. જોકે મોટા ભાગની નવલકથા સ્વ કથનીય છે, એક અભણ, ગામડાના માણસની કથા. તળપદી ભાષા, અને છાવણીની પ્રચલિત બોલીમાં સંવાદો લખીને એમણે એ માણસની એક સરસ છબી આપણી સમક્ષ ઊભી કરી દીધી છે, અને વિલેટ્સ એ છબીને આપણી સમક્ષ લાવી શક્યા છે, એ જ અનુવાદક તરીકે એમનું સામર્થ્ય સિદ્ધ કરે છે. તો નવાઈની વાત નથી કે સોલ્ઝનિત્સિનએ પોતે એમના અનુવાદને પ્રમાણિત કર્યો છે. એટલે જો આના ગુજરાતી આનુવાદમાં કોઈ ખામી દેખાય, કોઈ ક્ષતિ લાગે, તો એનો દોષ મારા માથે છે.


અહી હું જો પદ્મશ્રી ડૉ. સિતાંશુભાઈ યશશ્ચંદ્ર અને સુશ્રી અંજનીબહેનનો ઉલ્લેખ ના કરું તો ચાલે નહીં. એ બંને એ જ મને આ કાર્ય પૂરું કરવાનું પ્રોત્સાહન આપ્યું છે. સુધારાવધારા કરવામાં એમનાં સૂચનો, અને દરેક પગલે એમનું માર્ગદર્શન ના હોત તો મારાથી આ કાર્ય પૂરું ના થયું હોત.
અહી હું જો પદ્મશ્રી ડૉ. સિતાંશુભાઈ યશશ્ચંદ્ર અને સુશ્રી અંજનીબહેનનો ઉલ્લેખ ના કરું તો ચાલે નહીં. એ બંને એ જ મને આ કાર્ય પૂરું કરવાનું પ્રોત્સાહન આપ્યું છે. સુધારાવધારા કરવામાં એમનાં સૂચનો, અને દરેક પગલે એમનું માર્ગદર્શન ના હોત તો મારાથી આ કાર્ય પૂરું ના થયું હોત.
Line 56: Line 77:
એકત્ર ફાઉન્ડેશન એક એવું મધ્યમ છે જે દેશ-વિદેશમાં વસતા ગુજરાતી ભાષાના રસિકો સુધી પુસ્તકો પહોંચાડે છે. આ કૃતિને એનો લાભ આપવા માટે હું શ્રી અતુલભાઈ રાવળ અને એકત્ર ફાઉન્ડેશનનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું.
એકત્ર ફાઉન્ડેશન એક એવું મધ્યમ છે જે દેશ-વિદેશમાં વસતા ગુજરાતી ભાષાના રસિકો સુધી પુસ્તકો પહોંચાડે છે. આ કૃતિને એનો લાભ આપવા માટે હું શ્રી અતુલભાઈ રાવળ અને એકત્ર ફાઉન્ડેશનનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું.


રૂસી ભાષાના અટપટા શબ્દોના સાચા ઉચ્ચારો મેળવી આપવા બદલ શ્રી કેદાર દેસાઈ નો આભાર માનીશ.  એમના થકી જ હું એ નામોના, એ શબ્દોના સાચા ઉચ્ચારો મેળવી, અહી લખી શકી છું.  
રૂસી ભાષાના અટપટા શબ્દોના સાચા ઉચ્ચારો મેળવી આપવા બદલ શ્રી કેદાર દેસાઈ નો આભાર માનીશ.  એમના થકી જ હું એ નામોના, એ શબ્દોના સાચા ઉચ્ચારો મેળવી, અહીં લખી શકી છું.  


વિશ્વમાં અનેક ભાષાઓ છે અને એ દરેક ભાષાનું પોતાનું અનેરું સાહિત્ય પણ છે. એ બીજી ભાષાનું સાહિત્ય આપણે ત્યારે જ માણી શકીએ જ્યારે તેનો અનુવાદ થાય અને એને આપણી ભાષામાં વાંચી શકીએ. એ જ હેતુથી આ પુસ્તકનો અનુવાદ કર્યો છે.
વિશ્વમાં અનેક ભાષાઓ છે અને એ દરેક ભાષાનું પોતાનું અનેરું સાહિત્ય પણ છે. એ બીજી ભાષાનું સાહિત્ય આપણે ત્યારે જ માણી શકીએ જ્યારે તેનો અનુવાદ થાય અને એને આપણી ભાષામાં વાંચી શકીએ. એ જ હેતુથી આ પુસ્તકનો અનુવાદ કર્યો છે.


અનુવાદમાં જો મૂળ રચનાનું લઢણ, એની શૈલી, એની કથનીનો પ્રવાહ, એનાં પાત્રોનું વ્યક્તિત્વ, અને એ રચનાનો માહોલ જાળવી રાખી શકીએ, તો જ એ અનુવાદનો અર્થ છે. વિલેટ્સ એ સફળતાપૂર્વક કરી શકયા છે. આ અનુવાદમાં મારો પણ એ જ પ્રયત્ન રહ્યો છે, જેમાં જો હું થોડાઘણા અંશે પણ સફળ થઈ હોઉં તો એ મારે માટે ઘણું છે.
અનુવાદમાં જો મૂળ રચનાનું લઢણ, એની શૈલી, એની કથનીનો પ્રવાહ, એનાં પાત્રોનું વ્યક્તિત્વ, અને એ રચનાનો માહોલ જાળવી રાખી શકીએ, તો જ એ અનુવાદનો અર્થ છે. વિલેટ્સ એ સફળતાપૂર્વક કરી શક્યા છે. આ અનુવાદમાં મારો પણ એ જ પ્રયત્ન રહ્યો છે, જેમાં જો હું થોડાઘણાં અંશે પણ સફળ થઈ હોઉં તો એ મારે માટે ઘણું છે.


{{Poem2Close}}
{{Poem2Close}}

Navigation menu