17,546
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|એક|સુરેશ જોષી}} {{Poem2Open}} દૈનિક ઘટમાળના ગુરુત્વાકર્ષણની સીમા...") |
(પ્રૂફ રિડિંગ પૂર્ણ) |
||
Line 6: | Line 6: | ||
દૈનિક ઘટમાળના ગુરુત્વાકર્ષણની સીમાને વટાવીને કેટલીક ઘટનાઓ ચિત્તના ખગોળમાં ગ્રહરૂપ બનીને સદા ઘૂમ્યા કરે છે. એની પરિક્રમાના યાત્રાપથ પર આપણે અણજાણપણે કેટલીયે વાર વિહરવા નીકળી પડીએ છીએ. ત્યાંથી જ આપણે સત્ય લાવીએ છીએ. | દૈનિક ઘટમાળના ગુરુત્વાકર્ષણની સીમાને વટાવીને કેટલીક ઘટનાઓ ચિત્તના ખગોળમાં ગ્રહરૂપ બનીને સદા ઘૂમ્યા કરે છે. એની પરિક્રમાના યાત્રાપથ પર આપણે અણજાણપણે કેટલીયે વાર વિહરવા નીકળી પડીએ છીએ. ત્યાંથી જ આપણે સત્ય લાવીએ છીએ. | ||
સ્મરણ એ કેવળ સંચય નથી. સ્મરણના દ્રાવણમાં રાસાયણિક પ્રક્રિયા પામીને આપણું તથ્ય નવાં નવાં વિસ્મયકર રૂપો ધારણ કરતું જાય છે. તથ્યનો વિકાસ જ સ્મરણમાં જ થાય છે; ત્યાં જ એનાં શાખા, પલ્લવ અને ફળફૂલ પ્રકટે છે. આથી જ આપણે મરણનો છેદ સ્મરણથી ઉડાડી શક્યા, આથી જ તો આપણી ભાષામાં શુદ્ધ અભાવવાચક શબ્દો બહુ થોડા જડશે. | સ્મરણ એ કેવળ સંચય નથી. સ્મરણના દ્રાવણમાં રાસાયણિક પ્રક્રિયા પામીને આપણું તથ્ય નવાં નવાં વિસ્મયકર રૂપો ધારણ કરતું જાય છે. તથ્યનો વિકાસ જ સ્મરણમાં જ થાય છે; ત્યાં જ એનાં શાખા, પલ્લવ અને ફળફૂલ પ્રકટે છે. આથી જ આપણે મરણનો છેદ સ્મરણથી ઉડાડી શક્યા, આથી જ તો આપણી ભાષામાં શુદ્ધ અભાવવાચક શબ્દો બહુ થોડા જડશે. ‘અભાવ’ શબ્દમાં ય પ્રાધાન્ય તો ‘ભાવ’નું જ છે, આગળ વળગાડેલો ‘અ’ તો કેવળ ઉપસર્ગ છે. જેનું સ્મરણ ગયું તેનું સાતત્ય ગયું. નદીને કાંઠે નગરો વસે છે, સંસ્કૃતિ જન્મે છે. આપણું મનોરાજ્ય પણ સ્મૃતિની સ્રોતસ્વિનીને કાંઠે વસે છે. | ||
મારું બાળપણ જે ગામમાં વીત્યું તેનું નામ હું તમને નહીં કહું. મોંઘો ખજાનો કોઈને ખબર ન પડે તેમ દાટીને સંતાડી રાખવો પડે. એ ગામના સીમાડા અદ્ભુત અને ભયાનક રસથી બંધાયલા હતા એટલો જ હું એનો ભૌગોલિક પરિચય આપીશ. નામ તો જરઠ સ્થવિરોની શોધ છે, મને લાગે છે કે વ્યાકરણની શરૂઆત પણ ક્રિયાપદથી થઈ હશે, એ ક્રિયાના કરનારને ક્રિયા કર્યા બદલનું અભિમાન | મારું બાળપણ જે ગામમાં વીત્યું તેનું નામ હું તમને નહીં કહું. મોંઘો ખજાનો કોઈને ખબર ન પડે તેમ દાટીને સંતાડી રાખવો પડે. એ ગામના સીમાડા અદ્ભુત અને ભયાનક રસથી બંધાયલા હતા એટલો જ હું એનો ભૌગોલિક પરિચય આપીશ. નામ તો જરઠ સ્થવિરોની શોધ છે, મને લાગે છે કે વ્યાકરણની શરૂઆત પણ ક્રિયાપદથી થઈ હશે, એ ક્રિયાના કરનારને ક્રિયા કર્યા બદલનું અભિમાન ઉપજ્યું હશે, ત્યાર પછી જ કર્તા, કર્તાનું નામ, વિશેષણ વગેરેનો પ્રપંચ વિસ્તર્યો હશે. નામની દાબડીમાં પદાર્થને મૂકીને બંધ કરી દેવાનું બાળકને રૂચતું કે પરવડતું નથી. નામની જડ નિશ્ચિંતતા એના સ્વૈરવિહારને સીમિત કરી દે છે, ને શિશુ તો સ્વભાવથી જ કવિ હોય છે. પ્રસ્તુત–અપ્રસ્તુત વચ્ચેના રમણીય ગોટાળામાંથી એ સદા અલંકારો રચ્યાં જ કરે છે. બાળપણની રમતનું સૌથી મોટું રમકડું તે ઉત્પ્રેક્ષા : ‘હું જાણે રાજા હોઉં, ને તું જાણે રાણી હોય.’ આમ ‘જાણે કે’ની ચાવીથી નવાં નવાં જગત ખૂલતાં જાય. પછી આપણે મોટા થઈએ, ડાહ્યાડમરા થઈએ ત્યારે અર્થાંતરન્યાસનાં પોટલાં બાંધતાં થઈ જઈએ. | ||
મારા ગામમાં રાજાનો કિલ્લો હતો, વન હતું, વનમાં વાઘ હતા, રીંછ હતાં. એક નદી હતી. એનું નામ ઝાંખરી. સંસ્કૃત નામોનો ઝંકાર એમાં નથી. ઝાંખરામાં થઈને રસ્તો કરી વહેતી વહેતી આવતી માટે ઝાંખરી. અહીં ક્રિયા અને સંજ્ઞા વચ્ચેનો સંબંધ નિકટનો છે, માટે એ નામ ગમ્યું અને માટે એ તમને કહ્યું. તાપી તો દૂર, સાતકાશીના ગાઢ વનમાં થઈને વહે. પણ આ ઝાંખરીનાં છીછરાં પાણીમાં પગ ઝબકોળીએ કે તરત ધરતી સાથે જકડાયેલા પગ પણ પ્રવાહી થઈને વહી જાય, એના અસ્ખલિત ખળખળ નાદમાં તાપીની વાણી સંભળાય. એના શીતલ સ્પર્શમાં સાતકાશીના નિબિડ અરણ્યમાં | મારા ગામમાં રાજાનો કિલ્લો હતો, વન હતું, વનમાં વાઘ હતા, રીંછ હતાં. એક નદી હતી. એનું નામ ઝાંખરી. સંસ્કૃત નામોનો ઝંકાર એમાં નથી. ઝાંખરામાં થઈને રસ્તો કરી વહેતી વહેતી આવતી માટે ઝાંખરી. અહીં ક્રિયા અને સંજ્ઞા વચ્ચેનો સંબંધ નિકટનો છે, માટે એ નામ ગમ્યું અને માટે એ તમને કહ્યું. તાપી તો દૂર, સાતકાશીના ગાઢ વનમાં થઈને વહે. પણ આ ઝાંખરીનાં છીછરાં પાણીમાં પગ ઝબકોળીએ કે તરત ધરતી સાથે જકડાયેલા પગ પણ પ્રવાહી થઈને વહી જાય, એના અસ્ખલિત ખળખળ નાદમાં તાપીની વાણી સંભળાય. એના શીતલ સ્પર્શમાં સાતકાશીના નિબિડ અરણ્યમાં ઘૂંટયેલા મસૃણ અન્ધકારના સ્પર્શની સ્મૃતિ હતી. દુંદાળા ગણપતિ આનન્દચૌદશને દિવસે એમાં ડૂબકી મારીને અલોપ થઈ જતા ને દશેરાના દિવસે માતાના જવારાની સોનાની સળીઓ એનાં પાણીમાં તરી રહેતી. એ ઝાંખરીએ ધરાયેલો વાઘ પાણી પીવા આવતો, શરૂશરૂમાં બીડી પીવાનું સાહસ કરવા શીખેલા કેટલાક સોબતીઓએ, રખે ને એમના આ અપલક્ષણની ચાડી ખાઈ દઉં એ બીકે, મારા મોઢામાં ય બીડી ખોસી દીધેલી તે પણ આ ઝાંખરીની સાક્ષીએ. મોટી મોટી યોજનાઓના આ દિવસોમાં પણ એ ઝાંખરી એની નગણ્યતાને જાળવી રહી છે. | ||
ગામને પૂર્વ છેડે ‘સતીનું | ગામને પૂર્વ છેડે ‘સતીનું વન’ એ નામથી ઓળખાતું આંબાવાડિયું હતું. એ આંબાવાડિયામાં એક ચોતરો હતો. પાસે એક દહેરી હતી ને એમાં સતીનાં પગલાં હતાં. એ સતીના મહિમાની ત્યારે અમને કશી ખબર નહોતી, પણ એ પગલાંની છાપ મન પર આજ સુધી અંકાયેલી રહી છે. દંતકથાઓની ફલદ્રુપ ભૂમિમાં એ પગલાં અમને દોરી જતાં હતાં. એ આંબાવાડિયા પર શાખિયાં તૈયાર થયાં છે એ સમાચાર વીજળીવેગે પ્રસરી જતા ને અમારી ટોળી નીકળી પડતી. રખેવાળને કેમ ભોળવવો, કેમ ખોટી દિશામાં દોડાવવો, આગલી હરોળમાં કોણ રહે – આ બધાંની પાકી વ્યવસ્થા થતી, વ્યૂહ રચાતો ને અન્તે મિષ્ટ કેરીમાં સાહસની ઓર મીઠાશ ભેળવીને અમે થોડે દૂર, રેલવેના પાટા પાસેના ઝરણની ઠંડકમાં, ઉમરાના ઝાડની ઘટામાં, આરોગવા બેસતા. એ પાતાળઝરણું અદ્ભુત રસનું પણ ઝરણું હતું. એ ઝરણાએ ચિત્તમાંનાં કેટલાંય પાતાળઝરણાંને, ત્યાર પછી તો, વહેતાં કરી દીધાં છે. | ||
બાલ્યવયમાં | બાલ્યવયમાં ઇન્દ્રિયોના દ્વાર આગળ બાહ્ય જગત એવી તો ભીડ કરીને ઊભું રહેતું કે ન પૂછો વાત! એ જ્ઞાનનો કાળ નહોતો, વિસ્મયનો કાળ હતો. ઇન્દ્રિયોની અરસપરસની ઓળખ પણ તાજી જ શરૂ થઈ હતી. આંખ પાછળથી બધી ઇન્દ્રિયોને નેતા બનીને દોરે છે, પણ બાલ્યવયમાં આંખ કરતાં ય સ્પર્શ કદાચ વધુ સતેજ હોય છે. ત્યારે જગત પોતાની ઓળખાણ મનને નહિ પણ શરીરને આપતું હોય છે. આથી જ આંખે જોયા છતાં બાળક સાપને પણ હાથમાં પકડવા જાય છે. સ્વાદ એ પણ સ્પર્શનો જ એક પ્રકાર કહેવાય. વનમાં કેટલાંય અજાણ્યાં ફળો જોડે ચાખી ચાખીને પરિચય કેળવેલો. આજે ય એનાં નામ કે કુળગોત્રની ખબર નથી, માત્ર એની સ્મૃતિ છે. પણ મોટા થઈએ છીએ તેમ તેમ શરીર મરતું જાય છે, ઠાઠડી પર ચઢાવીને ફૂંકી મારતાં પહેલાં તો ક્યારનું ય આપણે એને ફૂંકી માર્યું હોય છે. સ્પર્શ અને સ્વાદની વાત કરવા જઈએ તો તે પ્રાકૃતતામાં ખપી જાય છે. આંખનું ને કાનનું જ આધિપત્ય વધતું જાય છે. બાળકનો જીવનખંડ નીતિની હકુમત નીચે આવ્યો હોતો નથી. આથી અસ્પૃશ્યતાના જટિલ નિયમોની કાંટાવાડ એને નડતી નથી. આપણા બાલ્યકાળની ઘણી સ્મૃતિઓ સ્પર્શની, સ્વાદની કે ગન્ધની સ્મૃતિઓ હોય છે. આ સ્મૃતિઓ શરીરની સ્મૃતિ છે. મનની સ્વતંત્રપણે શરીરને પણ એનું આગવું સ્મરણ હોય છે. એવી સ્મૃતિથી શરીર ઉદ્દીપ્ત થાય ત્યારે ડાહ્યા માણસો મનુસ્મૃતિનો આશ્રય લેવા દોડે છે. બાલ્યવયમાં તો શિશુનું શરીર તાર મેળવેલી વીણાની જેમ સહેજ સહેજમાં ઝંકૃત થઈ ઊઠે છે. તંગ પણછવાળા ધનુષ્યની જેમ સહેજ સરખા આઘાતથી અજ્ઞાન અગોચરની દિશામાં શરગતિએ એ દોટ મૂકે છે. મોટા થઈને આપણે શરીરની ઝાઝી વાત કરતા નથી, આપણે દેહદેહીની ફિલસૂફી ડહોળીએ છીએ. ગન્ધ એ આપણી અભિજ્ઞાનની મુદ્રિકા છે. એને કોઈ ગળી ન જાય એટલી કાળજી રાખીએ તો પ્રત્યાખ્યાનનો શાપ આપણને નહિ નડે. | ||
કવિતામાં આપણે ‘ફૂલ બોલે | કવિતામાં આપણે ‘ફૂલ બોલે છે’ એમ કહીએ છીએ, પણ બાલ્યકાળમાં તો એ કવિતા નહીં, પણ વાસ્તવિકતા જ લાગે છે. દરેક ફૂલની ભાષા જુદી. કેસૂડો બોલે તે જુદું, મહુડો બોલે તે જુદું, ને શીમળાના લાલચટ્ટક ફૂલની બડાશ વળી જુદી જ તરેહની. મોગરો, જૂઈ, જાઈ, ચમેલી પરીકથામાંથી ભૂલી પડેલી નાનકડી નાજુકડી પરીઓ જ જાણે! બાલ્યકાળમાં મધુમાલતી પર જુલમ ગુજારેલો તેને સંભારીને હજુ ય મન ચણચણી ઊઠે છે. કોઈ સોબતીના મનમાં તરંગ ઊઠ્યો : ચાલો અત્તર બનાવીએ. ચૈત્રના અન્તભાગના દિવસો. પરીક્ષાબરીક્ષા પરવારી ચૂકેલા, મધુમાલતીને આખી ય ખંખેરીને ફૂલોનો ઢગલો કર્યો, રસોડામાંથી તપેલું ચોરી આણ્યું, લાકડાં એકઠાં કરી સળગાવ્યાં ને પાણીમાં ફૂલ નાખીને ઉકાળ્યાં. સાંજ થતામાં અત્તરના શીશા ભરાઈ જશે એવી કલ્પના હતી, પણ સાંજ થઈને પાણી તો એવું ને એવું રહ્યું! જાદુના પ્રયોગ પણ અજમાવેલા ને થોડું વૈદક પણ ખરુંસ્તો! | ||
વૃક્ષોવૃક્ષોની છાયા જુદી હોય છે, તે હજુ ય યાદ આવે છે. શિરીષની આછી | વૃક્ષોવૃક્ષોની છાયા જુદી હોય છે, તે હજુ ય યાદ આવે છે. શિરીષની આછી સુગંધવાળી છાંય, લીમડાની મંજરીની મહેકથી તરબતર શીતળ છાયા ને પીપળાની વાચાળ છાયા – વૈશાખની બપોરે વૃક્ષોની છાયાના ચંદરવા નીચે જ અમારો દરબાર ભરાતો. વૃક્ષ સાથે, પંખીનો પરિચય પણ થતો. કાબરને જ મેના માનીને એને પકડીને એની પાસે મીઠાં ગાણાં ગવડાવવાનો પણ પ્રયોગ કરી જોયેલો. આ વનસ્પતિ અને પંખી પરિવાર સાથેની આત્મીયતા હજુ ય શહેરની સાંકળી જગ્યાના ટૂકડામાં એકાદ ગુલાબ મોગરાને નિમંત્રવાની ઘેલછા કરાવે છે. બાળપણના પાઠ્યપુસ્તકના અક્ષર સાથે મધુમાલતીનાં ડાળપાંદડાં ને ફૂલની છાયા એવાં તો ભળી ગયાં છે કે થોડાં વરસના વિચ્છેદ પછી ફરીથી મધુમાલતીને આંગણે બોલાવી આણી છે. | ||
ઘાસના બીડ પર આંગળી ફેરવીને સારીગમ | ઘાસના બીડ પર આંગળી ફેરવીને સારીગમ છેડી જતા પવનને જોવો એ પણ લ્હાવો છે. કિલ્લા પર રૂસા નામનું ઘાસ થાય છે. એની એક પ્રકારની તીવ્ર વાસ આવે છે. સવારનું ઝાકળ પડયું હોય ને એ વાસ પર આળોટીએ તો શરીરને બહુ સુખ થતું; ત્યારે એમ થતું કે આ ઘાસની ભેગા ઘાસ બનીને મહેકી ઊઠીએ, પવનમાં માથા પરની કલગી છટાથી ઝૂલાવીએ. આજે ય વર્ષાના પ્રારંભના દિવસોની કોઈક રાતે એકાએક વરસેલી વરસાદની ઝડીના અવાજથી જાગી જવાય છે, ત્યારે ધરતીના પેટાળમાંનાં અસંખ્ય તૃણબીજોનાં ગર્ભસ્ફુરણનો અનુભવ થતાં ચિત્ત વિહ્વળ બની ઊઠે છે. જમીનના નાના સરખા ટૂકડા પર ખેતી કરવાની રમત રમતાં ત્યારે વાવેલાં બીજમાંથી ફણગા ફૂટે તે જોઈને આનંદનો રોમાંચ થતો. એ કૂંપળો જાણે અમારા સર્જનના મહાન પરાક્રમની પતાકા બનીને ફરફરી રહેતી ને વળી મકાઈનો છોડ ઉધરી આવ્યો હોય, એમાં મોતી જેવા દાણા દૂધભર્યા ગોઠવાઈ ગયા હોય ને એની સોનેરી મૂછના ગુચ્છા બહાર આવે, ત્યારે એ અમારા જ વિજયની ચામર ઝૂલતી હોય એવું લાગતું. પોતાનાં રેશમી સ્વપ્નોને ઉડાવી મૂકતો શીમળો અમને તો બીજા કારણે જાણીતો હતો. શીમળાનો કાંટો ને ગૂંદીની છાલ ભેગાં ચાવવાથી મોઢે પાન ખાધા જેવો રંગ આવે એવી એક મિત્રે શોધ કરી હતી, પછી એક અનુભવસિદ્ધ પ્રયોગ તરીકે એને જાહેર કરતાં કેટલી વાર! રંગોને ને સ્વાદને ત્યારે છૂટા પાડી શકાતા નહિ. | ||
નિશાળમાંનું કાળું પાટિયું ઓળખ્યું તે પહેલાં | નિશાળમાંનું કાળું પાટિયું ઓળખ્યું તે પહેલાં સુખડના ફળની કાળવી મીઠાશને અમે ઓળખી ચૂક્યા હતા. ફણસોટા નામનો એક છોડ યાદ આવે છે. એ રંગનો ખરો જાદુગર હતો. એનાં લીલાંછમ પાંદડાં જોતજોતામાં લાલચટ્ટક થઈ જતાં, ને તમે એને મસળી નાખો તો એમાંથી ધોળું દૂધ નીકળતું. લીલામાંથી લાલ ને લાલમાંથી ધોળું – આવું બહુરંગીપણું જોઈ ભારે અચરજ થતું. ઘણે વર્ષે કોઈએ કહ્યું કે એ છોડનું દૂધ દદ્રુનાશક છે. પણ આજે ય મારા મનમાં તો એ રંગના જાદુગર તરીકે જ જડાઈ ગયો છે. | ||
કિલ્લાના જીર્ણ અવશેષો અમારી સાહસભૂમિ હતી. જંગલી વેલને બાઝીને અમે ટારઝનની જેમ એક ઝાડથી બીજે ઝાડ કૂદતા. કિલ્લામાં ભોંયરાના ગુપ્ત માર્ગો હતા. એના રહસ્યમય | કિલ્લાના જીર્ણ અવશેષો અમારી સાહસભૂમિ હતી. જંગલી વેલને બાઝીને અમે ટારઝનની જેમ એક ઝાડથી બીજે ઝાડ કૂદતા. કિલ્લામાં ભોંયરાના ગુપ્ત માર્ગો હતા. એના રહસ્યમય અંધારને તળિયે પણ અમારામાંના સાહસિકો ડૂબકી મારી આવતા. અમારો એક સાથી અદ્રુસ એમાં સોનું છે એવી ભાળ કાઢી લાવ્યો. બસ, પછી પૂછવું જ શું! સોનાની કિંમત નહોતી, એ તો સાહસના નિમિત્તરૂપ હતું. ભોંયરાના પોલાણમાં દીવાલ સાથે પથ્થરનો અથડાવાનો અવાજ ધાતુ જેવા રણકારની ભ્રાન્તિ ઊભી કરતો હતો, આથી સોનાની ખાઢ્યા શોધી કાઢયાનો આનંદ, એમાંનું રતિભાર સોનું લીધા વિના, પૂરી નિસ્પૃહતાથી અમે સૌએ માણ્યો. | ||
પરીકથામાંની આખી અદ્ભુત સૃષ્ટિ આ અરણ્યાચ્છન્ન કિલ્લામાં અમે શોધતા. અષ્ટકોણી વાવની પાળે બેસીને | પરીકથામાંની આખી અદ્ભુત સૃષ્ટિ આ અરણ્યાચ્છન્ન કિલ્લામાં અમે શોધતા. અષ્ટકોણી વાવની પાળે બેસીને રૂમઝૂમ પગલે સ્નાન કરવા ઊતરતી રાજકુંવરીને જોતા, તો એ જ ભીના અંધકારમાં કોઈ જીનના વાળની જટાનો ભાસ થતાં અમે ભયથી ફફડી ઊઠીને ભાગી જતા, પાંદડું ખખડતાં પાછળ જોતાં, વૃક્ષની પડછંદી કાયાનો પડછાયો જોઈને ‘માણસ ગંધાય, માણસ ખાઉં’ કરતો રાક્ષસ ઊભો છે કે શું? – એવી ભ્રાન્તિથી અમે છળી મરતા, પાકેલા અનુચ્છ (સીતાફળ નામ તો પાછળથી જાણ્યું)ની અંદરની રાખોડી ધોળાશવાળી પેશીઓ ડાકણના દાંત જેવી લાગતી ને કાપીને મૂકેલા દાડમના સૂર્યના તડકામાં ચળકતા પ્રત્યેક લાલ લાલ દાણામાં એક એક તેજપરી છુપાઈને લાલચટ્ટક હસી રહી હોય એવું દેખાતું. બોરડીને ઝૂડીને નીચે પાડેલાં બોરનો ખટમધુરો સ્વાદ ચાખતા ત્યારે દેવશિશુની કાલી વાણીનો સ્વાદ ચાખતા હોઈએ એવું લાગતું. કોઈ ચાંદની રાતે જાગી ઊઠીને બહાર નજર જતી તો ચંદ્ર જાણે વાર્તા કહેતો હોય ને આખું વન માથું ધુણાવીને હોંકારો પૂરતું હોય એવું લાગતું. રાત્રિના અંધકારમાં સંભળાતી વાઘની ત્રાડથી માથે–મોઢે રજાઈ ઓઢી લઈને બચવા મથતા; ઉંબર બહાર પગ મૂકતાં અદ્ભુત અને ભયાનકનું સામ્રાજ્ય શરૂ થઈ જતું. | ||
સમય ત્યારે ઘડિયાળના સેકન્ડના કાંટાનાં પગલે મપાતો ન હતો. સમયમાં સેલારા મારવાનું ત્યારે રુચતું. એક સરખો વનરાજિનો પર્ણમર્મર કાને પડતો હોય, વર્ષા | સમય ત્યારે ઘડિયાળના સેકન્ડના કાંટાનાં પગલે મપાતો ન હતો. સમયમાં સેલારા મારવાનું ત્યારે રુચતું. એક સરખો વનરાજિનો પર્ણમર્મર કાને પડતો હોય, વર્ષા ઋતુમાં એકધારો ટપકટપક વરસાદ ટપકતો હોય, ત્યારે સમયનાં ચરણચિહ્ન ભૂંસાઈ જતાં, વાર્તા સાંભળવાના લોભમાં ઊંઘને પણ પાછી હડસેલતા હોઈએ, એક વાર્તા પૂરી થાય એટલે ‘હવે બીજી’ એમ માગણી કરતાં હોઈએ, ત્યારે ચતુર ડોશીમા શરૂ કરે – એક વાર રાજકુંવર રાજકુંવરીને કહીને ગયો કે આવતે વર્ષે વરસાદ પડે અને તું દસ ટીપાં ગણે તે પહેલાં હું આવી પહોંચીશ. રાજકુંવરી તો આકાશભણી મીટ માંડીને બેઠી. એક દિવસ કાળું વાદળું દેખાયું, એક ટીપું એના ગાલ પર પડ્યું ટપ, એક ટીપું પીપળાના પાંદડા પર પડ્યું ટપ, એક ટીપું વડના પાંદડા પર પડ્યું ટપ – આમ ટપ ટપ ટપ ટીપાં પડ્યે જ જાય, રાજકુંવરીની આંખમાં ય આંસુ ટપક્યે જ જાય…. ટપ ટપ ટપ ને અમારી આંખોમાં મીઠી નિદ્રા ટપકતી જાય – ટપ ટપ ટપ. | ||
વનરાજિની કાવ્યસૃષ્ટિનો મુખ્ય અલંકાર જ અતિશયોક્તિ. પર્ણમર્મરનો એ સૂર તો હજી ભૂલાતો નથી. ધરતીને માટે આપણે નારીજાતિવાચક શબ્દ વાપરીએ છીએ. પણ ડુંગરાળ ભાગમાં ખુલ્લા આકાશ નીચે સૂર્યના પ્રખર પ્રકાશમાં ઊભા હોઈએ ત્યારે એ ભૂમિખંડની સૂર્યદત્ત તામ્ર પુંસકતા જોઈને કોઈ નરજાતિવાચક શબ્દ શોધવાનું મન થઈ આવે. વનમાં ચાલીએ ને શહેરમાં માર્ગ પર ચાલીએ એમાં ય કેટલો ફેર! વનમાં તો આપણાં પગલાંને સાપના સરી જવાનો સ્પર્શ થાય, વાઘની છલાંગ ભરતી ગતિનો સ્પર્શ થાય, શહેરમાં મોટર અને ટ્રામની આંચકાભરી યાંત્રિક ગતિ આપણા ચરણની ગતિના લયને તોડે. | |||
બાલ્યવયમાં, ભાષા નથી શીખ્યા હોતા ત્યારે, આખું શરીર પ્રતિભાવની ક્રિયામાં સામેલ થાય છે. પછી બધાં અંગોનું કામ જીભ સંભાળી લે છે. પણ બાળપણમાં તો આંબાની ડાળે લીલો મરવો જોઈને ‘આપો’ એમ બોલવાનો બદલે આખું શરીર એ તરફ સહજ પ્રતિભાવથી વળી જાય છે. ધીમેધીમે શરીરને આ પ્રતિભાવની ક્રિયામાંથી પાછું વાળીને આપણે સંસ્કારી થતાં જઈએ છીએ તેમ તેમ શરીર નિશ્ચેષ્ટ બનતું જાય છે ને આપણને એનો ભાર વરતાવા લાગે છે. નવું ખીલેલું ફૂલ જોઈને આખું શરીર હવે એની પાસે દોડી જતું નથી. માત્ર આંખ એને જોઈને અહેવાલ આપી છૂટે છે. પેલી બાળવાર્તાના મોટા મહેલની જેમ હવે એના ઘણા ઓરડા અવાવરું પડી રહે છે. | |||
એક સાથે આવેલા ત્રણ ત્રણ મરણના આઘાતથી મૂક થઈ ગયેલા દાદા અને બહેરાંમૂંગાં ફોઈબા – આ બે મૌનની વચ્ચે મારા બાળપણનું ઝરણું વહ્યું. એના પર પેલા શોકની ઘેરી છાયા પડી ગઈ. આજે ય કશું બોલતો હોઉં, ત્યારે એકાએક પેલી છાયા ઘેરાય છે ને મને બાલ્યવયનો એ ઓરડો યાદ આવે છે. એને એક ખૂણે દીવેલનું કોડિયું ટમટમતું હોય ને એની થરકતી જ્યોતના બિહામણા પડછાયા ઓરડાની ભીંત પર નાચતા હોય, વીજળીના દીવાની આજની સૃષ્ટિમાં એ છાયાની સૃષ્ટિ અલોપ થઈ ગઈ છે. સાથે સાથે એ છાયાની માયા પણ ગઈ છે. | |||
વાળ બજારમાં વેચવા નીકળશે. એ બાળપણને કયાં સંતાડીશું? શુકલ પક્ષના ત્રીજ–ચોથના | બાળપણને હવે ક્યાંક સંગોપીને રાખવું પડશે, નહીં તો શાણપણ એને વટાવી ખાશે. ઉડપંખ ઘોડો ને પેલી રાજકુંવરીનો સોનેરી વાળ બજારમાં વેચવા નીકળશે. એ બાળપણને કયાં સંતાડીશું? શુકલ પક્ષના ત્રીજ–ચોથના ચંદ્રના ચીંદરડામાં વીંટાળીને એને સાચવી રાખીશું? | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits