જનાન્તિકે/ચાલીસ: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ રીડિંગ સંપન્ન
(Created page with "{{SetTitle}} {{Heading|ચાલીસ|સુરેશ જોષી}} {{Poem2Open}} ખૂબ ખૂબ માયા છે, ને માટે જ ખૂબ ખૂબ સ...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 4: Line 4:


{{Poem2Open}}
{{Poem2Open}}
ખૂબ ખૂબ માયા છે, ને માટે જ ખૂબ ખૂબ સુખ પણ છે. જે જાણી કરીને અતડા રહે છે, અતડા રહેવા બદલ અભિમાન સેવે છે, તેની પ્રત્યે પણ અપાર કરુણા થાય છે. મારું ચાલે તો એમનો એ બોજો ઉતારવામાં મદદ કરું. કરડાકીભરી નજરે જ જોવા ટેવાયેલાની આંખમાં શી રીતે સ્નિગ્ધતાનું અંજન આંજવું તેનો ઘણી વાર વિચાર કરું છું. સ્પર્શબધિર ને ચક્ષુબધિર લોકોને જોઉં છું, ને મારું હૃદય દ્રવી જાય છે. દિવસો સુધી ફૂલને ને સ્પર્શ્યા હોય, કોઈની ગ્રીવાની સુંવાળી રૂંવાટીને પંપાળી ન હોય, વૃક્ષની ઘટાના સ્પર્શના મખમલમાં દૃષ્ટિને આળોટવા દીધી નહીં હોય ને છતાં મનને એનું દુ:ખ નહીં થાય, કશું કઠે નહીં એવા ય લોકો હોય છે. આંખ જોતી હોય છે છતાં એનામાં આશ્ચર્યની ચમક ન હોય, કેવળ મનની કચેરીના નોંધણી કારકુનનું જ કામ આંખ કરતી હોય એવું ય ક્યાં નથી બનતું? કોઈના મોઢા પર સ્મિત જોઉં છું – શબ પર ચઢાવેલા ફૂલના જેવું, ને આંખ ભીની થઈ જાય છે; કોઈ મારી આંખોમાં આંખ માંડે છે ત્યારે એક દૃષ્ટિના ઘૂંટથી આંખોમાં રહેલો બધો વિષાદ પી જવાનું મન થાય છે. પણ મારી જ પાંચ વર્ષની કન્યાના જગતમાં હું પ્રવેશી શકતો નથી. જેને આત્મીય કહીએ તેની સૃષ્ટિની સીમાઓ પણ ભેદી શકાતી નથી. હૉસ્પિટલની બારીમાંથી ડોકિયાં કરતાં ફૂલના જેવી કરુણ દૃષ્ટિએ કોઈ જોતું હોય છે ત્યારે એ આંખની પાંપણોને કોમળ સ્પર્શથી શાતા આપવાનું મન થાય છે. શરદ્ બેઠી છે. સોનું લૂંટાવવાના દિવસો છે. ક્યાં છે સોનું?
નોકરી કરવા જાઉં છું ત્યાં બારીમાંથી નજર કરું છું તો એક પ્રચણ્ડકાય વૃક્ષરાજને જોઉં છું, એને ગળે લેટિન ભાષામાં લખેલા એના નામનું પાટિયું ટાંગ્યું છે – એ જોઈને નંબરવાળો ડગલો પહેરતા જેલના કેદી યાદ આવે છે. બોટનિકલ ગાર્ડનના વનસ્પતિ પરિવાર વચ્ચે આ આરણ્યકનો મેળ ખાતો નથી. એના પર્ણમર્મરનો છંદ સાંભળું છું ને મારામાં રહેલો આરણ્યક એમાં સાદ પૂરાવે છે. સૂડાઓનું ટોળું આવીને એના પર બેસે છે. શુકપંક્તિનો વિન્યાસ હું બેઠો બેઠો જોયા કરું છું. એ વૃક્ષરાજની આજુબાજુ વિષાદનો પરિવેશ છે, એકાકીપણાના વર્તુળમાં પુરાઈને એ જે દીનતા ધારણ કરે છે તે નથી સહેવાતી. એની અને મારી શિરાઓમાં ઝંઝાવાતનો ઉદ્દામ લય છે. પુસ્તકોના ઢગ વચ્ચે ઠાવકું મોં રાખીને જિજ્ઞાસુ વિદ્યાર્થીઓ સાથે વાતો કરતો હોઉં છું ત્યારે મારામાં વસતો ઘણાં વર્ષો પહેલાંનો કિશોર છલાંગ ભરીને વૃક્ષની સૌથી ઊંચી ડાળે ચઢીને હીંચવા અધીરો બનીને બેઠો હોય છે, અહીંના સભ્ય પણ્ડિતો વચ્ચે એવું વન્ય વર્તન કાંઈ કોઈ નભાવી નહીં લે, માટે ગમ ખાઈને બેસી રહું છું. મારા ચિત્તના નેપથ્યમાં સ્તબ્ધ બનીને ઊભેલા વૃક્ષ પરથી શુકપંક્તિઓ પાંખ ફફડાવતીકને ઊડી જાય છે.
{{Poem2Close}}
{{Poem2Close}}

Navigation menu