જનાન્તિકે/બેતાલીસ: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ રીડિંગ સંપન્ન
(Created page with "{{SetTitle}} {{Heading|બેતાલીસ|સુરેશ જોષી}} {{Poem2Open}} મૂશળધાર વરસાદ પડે છે. એ જોતાં બૉ...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 4: Line 4:


{{Poem2Open}}
{{Poem2Open}}
મૂશળધાર વરસાદ પડે છે. એ જોતાં બૉદ્લેરની પેલી પંક્તિ મનમાં ઝબકી જાય છે :
અહીં સૂર્યનો સમૂળો બહિષ્કાર કર્યો છે. બહારની હવા પણ કોઈક અંદર પ્રવેશે ત્યારે એની પાછળ લપાતી સંતાતી ઘડીક ડોકિયું માત્ર કરી જાય છે. ‘એર કન્ડિશનિંગ’ બધી ઋતુઓને એક કરી નાખે છે – અથવા એક નવી ઋતુની આબોહવાનો એમાં અનુભવ થાય છે. વિદ્યુતના દીવાનું તેજ ખંધા માણસની આંખની જેમ પોતે બહુ પ્રકટ થયા વિના બીજાને બતાવવા પૂરતું હાજર છે. આથી બધાં વચ્ચે જાહેરમાં બેઠા હોવા છતાં એક પ્રકારના આભાસી વિશ્રમ્ભનું, એકાન્તનું વાતાવરણ ઊભું થતું લાગે છે. ક્રીમ કૉફીનો ઘૂંટડો પીતાં પીતાં હું આજુબાજુની દુનિયાને જોઉં છું. આ વિશ્રમ્ભ અને એકાન્તનું લોકો શું કરવા માગે છે? એક ખૂણામાં આંખ પટપટાવતી એક ષોડશી(કે વીશંતિકા?) ની આજુબાજુ થોડાક જુવાનિયાઓનું ઝૂમખું બેઠું છે. સહેજ સહેજમાં હાસ્યની છોળ ઉછળે છે. પોતે બધાનું ધ્યાન પોતાના તરફ ખેંચી રહી છે. એનું ગૌરવભર્યું ભાન ધૂંધળા વાતાવરણમાં પણ સ્પષ્ટ દેખાઈ આવે છે. વેઈટર (કે બેરર?) ચાવી આપેલા રમકડાની જેમ મૂંગા મૂંગા ફરે છે, અદબથી ઝૂકે છે. બધે સભ્યતાનું ચળકતું વાર્નિશ દેખાય છે. આ દ્વીપ રણદ્વીપ જેવો જ લાગે છે. એની ચારે બાજુ મૃગજળ છે. મૃગજળથી ઘેરાઈને સપનાં જોતાં બેસવું – એ કાંઈ જેવી તેવી વાત છે?
 
{{space}}When the long lines
{{space}}of rain
{{space}}Are like the bars of a
{{space}}vast prison
 
‘Prison’ જોડે ‘vast’ વિશેષણ મૂકવાથી આખી વાત કેવી ભયંકર બની જાય છે! એ વિશાળ કારાગારમાંથી મુક્ત કરવાનું વસુદેવકૃત્ય કોણ કરશે? આ પંક્તિ યાદ આવતાં મન બૉદ્લેરની કાવ્યસૃષ્ટિની આબોહવામાં ચાલ્યું જાય છે. વિશાળ આકાશ પોતે જ ભારે વજનના ઢાંકણની જેમ સૃષ્ટિને ઢાંકી દે છે. એ ઢાંકણ વસાઈ ગયા પછી નાસી છૂટવાનો માર્ગે જ ક્યાં રહ્યો? આકાશ જ અવકાશ આપે, પણ એ જ જો ઢાંકણ બનીને આપણને પૂરી દે તો અકાવશ ક્યાં રહ્યો? અલંકારશાસ્ત્રમાં જે હીનોપમા ગણાય તે કાવ્યમાં હમેશા હીન બની રહે એવું નથી. અહીં હીનોપમાનું સામર્થ્ય જોઈ શકાશે. અસંખ્ય ઉપાધિઓના ભાર નીચે કચડાઈને કણસતા જીવ ઉપર ઢાંકણ વસાઈ જાય છે. એ આખી ક્ષિતિજને ઢાંકી દે છે ને એને પરિણામે જે દિવસ આપણે નસીબે રહે છે તે રાતથી ય વધ ગ્લાનિભર્યો હોય છે. આ પછી બૉદ્લેર જે જે કાંઈ વિશાળ પરિમાણ ધરાવે છે તેને સંકોચતો જાય છે. આથી આપણા પ્રાણ પણ ભીંસાઈ સંકોચાઈને રૂંધાવા માંડે છે, પણ આકાશ જ જ્યાં ઢાંકણની જે વસાઈ ગયું હોય ત્યાં નાસી છૂટવાનો રસ્તો જ ક્યાંથી રહે? પરિમાણના આ સંકોચથી જે ભયાનક નિષ્પન્ન થાય છે તેનો સ્વાદ આ કવિતામાં છે. ધરતી આખી ભેજવાળી અંધારી કોટડીના જેવી બની જાય છે ને એની અંદર આશા ભીરુ ચામાચીડિયાની જેમ લૂણો લાગેલી છત સાથે માથું પટક્યા કરે છે, આવે વખતે આપણા મગજની અંદર જુગુપ્સાજનક કરોળિયાનું ટોળું ચૂપચાપ જાળ બાંધ્યા કરતું હોય એવું લાગે છે. ત્યાં એકાએક પ્રાત:કાળની પ્રાર્થનાનો ઘંટારવ ક્યાંકથી સંભળાય છે. પણ વાતાવરણમાં એનો આખો સંકેત ફરી જાય છે. એનો નાદ જાણે રોષથી છલાંગ ભરીને આકાશ સામે ઘૂરકી રહે છે. નિરાશ્રિત ભૂતપ્રેતની જેમ હતાશ બનીને કણસ્યા કરે છે. એવી પળે ચિત્તના નેપથ્યમાંથી કશાં ઢોલત્રાંસાં વગાડયા વિના કાંઈ કેટલા ય જનાજા મૂંગા મૂંગા એકધારા પસાર થતા હોય એવું લાગે છે. હારી ગયેલી આશા ક્રન્દન કરે છે ને આપણી ઝૂકેલી ખોપરી પર આપખુદ ભીતિ પોતે એના વિજયની કાળી પતાકા ફરકાવી દે છે. આવા દિવસે એ કાળી પતાકા સિવાય બીજું કશું ક્યાંક ફરકતું દેખાતું નથી. જયદેવની મેઘમેદુર સૃષ્ટિથી આ સૃષ્ટિ સાવ જુદી છે.
{{Poem2Close}}
{{Poem2Close}}

Navigation menu