જનાન્તિકે/પિસ્તાલીસ: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ રીડિંગ સંપન્ન
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|પિસ્તાલીસ|સુરેશ જોષી}}
{{Heading|પિસ્તાલીસ |સુરેશ જોષી}}


{{Poem2Open}}
{{Poem2Open}}
હમણાં પ્રેમપત્રો વાંચું છું – લોકોની નજરથી બચાવીને. વિગ્દતાનું ગૌરવ ઉપાડવા જેટલું ભારઝલ્લું મારું કાઠું જ નથી. આથી મુગ્ધ બનીને સંતોષ માનું છું. મુગ્ધતા હળવી વસ્તુ છે. શા માટે મુગ્ધ થઈ ગયા તેનાં કારણો આપવાની જવાબદારી, મુગ્ધ હોવાને કારણે જ, આપણે માથે રહેતી નથી. પણ્ડિતો પછી ભલે ને કહેતા કે મુગ્ધ અને મૂઢ વચ્ચે ઝાઝું અન્તર નથી.


પ્રેમપત્રની આબોહવામાં વિશ્રમ્ભ હોય છે, ઉષ્માભર્યું એકાંત હોય છે. કોઈક વાર માફકસરની આર્દ્રતા હોય છે ફૂલની પાંખડી પરનાં ઝાકળનાં બિન્દુ જેટલી એની માત્રા હોય છે. એના ઉષ્ણ ઉચ્છ્વાસમાં કોમળતાને કરમાવી નાંખે એવી નિષ્ઠુર પ્રખરતા હોતી નથી. બે બાહુને જોડીને રચી શકાય એટલો એનો પરિઘ હોય છે, ને છતાં એમાંથી સુખની તૃષ્ટિની ત્રિજ્યાઓ અસીમ સુધી વિસ્તર્યા કરતી હોય છે (ખાનગીમાં કહી દઉં : રવીન્દ્રશતાબ્દી પૂરી થયા પછી મેં ‘અસીમ’ શબ્દ વાપરવાની હિંમત કરી છે).
બાળપણમાં મરણની આછી ઝાંખી થયેલી. ત્યારે એ કીડીના ચટકા જેટલું નાનું ને નગણ્ય હતું. ક્રીડાક્ષેત્રની સરહદની અંદર એ પ્રવેશી શકતું નહીં. કોઈક વાર અસાવધાનીને કારણે સહેજ ખુલ્લાં રહી ગયેલાં બારણાંની બીજી તરફ ધોળી ચાદરથી ઢંકાયેલો દેહ, ઘીનો દીવો એવી એની અલપઝલપ રેખા દેખાતી, પણ બીજી જ પળે પતંગ, લખોટી કે ભમરડાની સૃષ્ટિમાં જતા રહેવાતું. ત્યાં મરણની છાયા સરખી પ્રવેશી નહિ શકતી. એમ તો સદા છોલાયેલાં રહેતાં ઘૂંટણ, મલેરિયાથી થરથર ધ્રૂજતું લઘુક શરીર, તાવે રચેલું એકાંત, ક્રીડાક્ષેત્રમાંથી થયેલી હદપારી – આવાં નાનાં નાનાં દુ:ખ ત્યારે હતાં. આંખમાં ‘બોર બોર જેવાં’ આંસુ પણ આવતાં, પણ પછી નીતરી બનેલી આંખમાં ઉલ્લાસની ચમક જરાય ઝાંખી બનતી નહિ. મુખ પર શાશ્વત સ્મિત ધારણ કરનારી ઢીંગલીને અડાબીડ વન વીંધીને પાર કરાવનારો લાકડાનો ઘોડો – આ બધાંની સૃષ્ટિમાં પરાયાપણું લાગતું નહોતું, શરીર અને મન, બહાર અને અંદર એવા કશા ભેદ જ ત્યારે નહોતા. બ્રહ્મનો ભ્રમ ત્યારે રજમાત્ર નહોતો; બધે માયા જ માયા હતી. એ શૈલૂષીના નૃત્યવિભ્રમે એવા તો ચકચૂર હતા કે બારણાંની તરડમાંથી દેખાતી બીજી બાજુની છાયાની કશી પડી જ નહોતી! શરીર અને મનની એ આદિમ અભિન્નતામાં છિદ્ર પાડીને પ્રવેશવાની એ છાયાની મગદૂર નહોતી. એ સૃષ્ટિમાંથી જ્યારે અધોગતિ થઈ ને જ્ઞાનનું ફળ ચાખવા હદપાર થતા ત્યારે પાકવાને માટે સંતાડેલા સીતાફળ જોડે એ કીડીના ચટકા સરખા મરણને પણ સંતાડી આવ્યા હતા. પછી એને સાવ ભૂલી ગયા. પણ એ તો પાકતું જ રહ્યું, બે વિશ્વયુદ્ધોની આંચમાં એ પાકતું ગયું; હવે તો એના ફૂલેલાં નસકોરાંમાંથી નીકળતો વિષાક્ત ફૂત્કાર, એની ધમનીઓમાંનો અંધ ઉન્માદ ક્યારેક આપણા ઉચ્છ્વાસ અને ધબકાર સાથે ભળી જાય છે. ત્યારે એકાએક ભાન થાય છે કે એ આપણી અંદર રહીને સદાએ પાકતું જાય છે. હૃદયને એ ધક્કા મારે છે, આંખોને એ છલકાવે છે, શ્વાસનો લય તોડે છે, ચાલતા ચરણનો પ્રાસ પણ એ ભાંગી નાખે છે, ને ત્યારે રહી રહીને રિલ્કેની આ પંક્તિઓ યાદ આવી જાય છે:


તો વાત આમ છે : એરિકા નામે અઢાર વર્ષની કન્યા ને અર્ધી સદીને આરે પહોંચેલો કવિ રિલ્કે (‘ઓહો, તો તમે આ લોકોના પ્રેમપત્રની વાત કરો છો? અમને તો એમ કે….’ આ ‘કે’ પછીનો ભાગ ભારે અસહ્ય છે, માટે વાક્ય નથી પૂરું કરી શકાયું.) – આ બે વચ્ચે પદ્યમાં ચાલેલો પત્રવ્યવહાર હમણાં હાથે ચઢયો. છેલ્લાં પાંચેક વરસથી રિલ્કેનું નામ જાહેરમાં હોઠે નથી આણ્યું. મુગ્ધતા હમેશા વિદગ્ધોને હાથે હાંસીપાત્ર નીવડે છે. આથી, ભયનો માર્યો, એ નામ હોઠે લાવતો જ નો’તો. બાકી દોસ્તોની મંડળીમાં બેસીને રિલ્કેની કવિતા અમર્યાદપણે માણતો રહ્યો છું. વળી કેટલીક કવિતા, એ શ્રેષ્ઠ છે માટે નહીં પણ અંગત રુચિને સંતોષતી હોવાથી, ગમે છે. ૧૯૨૬માં તો રિલ્કે મરણ પામે છે. ૧૯૨૫ના પાછલા ભાગમાં, મૃત્યુના પડછાયા વચ્ચે બેસીને, એ અઢાર વર્ષની કન્યાના મુખર પ્રેમાલાપને, સ્વસ્થ છતાં ઉષ્માહીન બન્યા વિના, સાંભળે છે. નવેમ્બર ૧૯૨૫માં એરિકા રિલ્કેને પહેલી અને છેલ્લી વાર મળવા આવે છે. ૨૪મી ઑગષ્ટ, ૧૯૨૬ને દિવસે રિલ્કે જર્મન ભાષામાં પોતાની છેલ્લી કવિતા એરિકાને ઉદ્દેશીને લખે છે ત્યારે તો એને મૃત્યુની ઝાંખી થઈ ગઈ હોય છે :
For we only the husk and the leaf,


Over the Nowhere the Everywhere is outspread! મુગ્ધ પ્રેમના ઉદયને સ્વસ્થતા, સમભાવ, વાત્સલ્ય, વિષાદ (હવે શબ્દો નથી જડતા – ઘણા ઘણા ભાવ છે, પણ આપણી ભાષા રાંકડી છે.) – આ બધાંની મિશ્ર લાગણીથી તાટસ્થ્યપૂર્વક જોઈને એવું રૂપ જે રીતે રિલ્કેએ આ કાવ્યમાળામાં આંકી આપ્યું છે તેનો સ્વાદ મને ગમે છે – ખૂબ ખૂબ ભાવે છે. રિલ્કેની આ મહાન કવિતા નથી. વ્યક્તિઓને ઉદ્દેશીને લખાયેલી અસંખ્ય કવિતાઓને રિલ્કેએ, પોતાના જીવનકાળ દરમ્યાન, પ્રસિદ્ધ કરી જ નો’તી. રિલ્કેના મરણ પછી પચ્ચીસ વર્ષે જર્મન ભાષામાં એ પહેલી વાર પ્રસિદ્ધ થઈ. કાવ્યની પ્રસિદ્ધિ વાલેરી કે રિલ્કે જેવા કવિઓ માટે સાવ નગણ્ય વસ્તુ છે. રિલ્કેના સમર્થ અનુવાદક લીશમેને આ બાબતનો ઉલ્લેખ કરતાં નોંધ્યું છે :
The great


‘Publication seems to have become a more and more secondary, perhaps even a more irrelevant consideration, the important thing was to be and to remain a poet.’
Death each has in himself, that is the fruit


પ્રસિદ્ધ હોવું તે નહીં, પણ કવિ હોવું અને કવિત્વને અખણ્ડ રાખવું તે રિલ્કે જેવા સર્જકને માટે મહત્ત્વની વસ્તુ હતી.
round which all revolves.


રિલ્કેનો પ્રેમ વિશેનો ખ્યાલ જુદો જ હતો. એને મન લગ્ન એટલે પતિપત્નીના એકાન્તની એકબીજાને હાથે થતી રક્ષા. એની સ્ત્રીમિત્રોની સંખ્યા ઘણી મોટી હતી. કેટલીકવાર આવો કોમળ હૃદયનો માણસ, માર્થે જેવી સ્ત્રીના સંબંધમાં, અકારણ નિષ્ઠુર બની જતો હોય એવું પણ કોઈકને લાગે. પણ એના જીવનનો એક માત્ર વ્યવસાય કવિ બનવાનો હતો. રિલ્કેએ પોતે આ વિશે એકરાર કરતાં કહ્યું છે :


‘My passionateness is not in love but in insight. And my patience is not the patience of love but of insight.
મરણ સૌ સાથે અન્તિમ વિચ્છેદ કરાવે તે પહેલાં એની ભૂમિકા ક્રમશ: આપણાથી અગોચરે તૈયાર થતી જ જતી હોય છે. એ વિષાદ છે કે મોક્ષ? મોક્ષમાં વિષાદ નથી જ શું? જીવનનાં મૂળ ઊંડે ઊંડે નાખીને, લક્ષલક્ષ બાહુ પ્રસારીને પોષણ મેળવતા રહ્યાં ને જ્યારે ફળ પ્રકટ્યું ત્યારે જાણ્યું કે એમાં જ મરણને પરિપક્વ કર્યું! આ વિષાદનું ધીમે ધીમે ઘેરું થતું જતું ધુમ્મસ લોકારણ્યની વચ્ચે આપણને એકલાઅટૂલા પાડી દે છે. આ એકલવાયાપણું, આ શૂન્ય – એની સાથે દૃષ્ટોદૃષ્ટ થાય છે ત્યારે આજ સુધી સંચિત કરી રાખેલી ભાષા વડે એને તાગવા જતાં જ સમજાઈ જાય છે કે એ કેટલી તો ઊણી છે!


રિલ્કે આ સંદર્ભમાં બીજા બે શબ્દો પ્રયોજે છે : Inseeing અને Heartscape. એને મતે કવિની પ્રતિભાનું અનિવાર્ય લક્ષણ તે આ Inseeing. આ દૃષ્ટિની વિશિષ્ટતા શી છે? એનું સ્વરૂપ શું? રિલ્કેની સમજ કંઈક આવી હતી : આ સૃષ્ટિને કેવળ પોતાની વ્યક્તિગત ચેતનાના કેન્દ્રેથી જોવી નહીં, પણ વિશ્વની સમસ્ત વસ્તુઓના કેન્દ્રમાં પ્રવેશીને એનું રૂપ પ્રત્યેક ક્ષણે રચતા રહેવું તે કવિને માટે અનિવાર્ય છે. હું એક પંખીને જોઉં છું તે મારી વિશિષ્ટ માનવીની ચેતનાના કેન્દ્રમાં રહીને જોઉં છું. એથી મને પંખીનો ખ્યાલ નથી આવતો, પંખીને નિમિત્તે મને મારો જ ખ્યાલ આવે છે. પણ પંખીનું પંખી હોવાપણું જ્યાંથી શરૂ થાય છે તે કેન્દ્રથી જોવાની મારામાં શક્તિ હોવી જોઈએ. પંખીને સરજી ચૂક્યા પછી જે બિંદુએ રહીને ઇશ્વર એના પંખીપણાની સમગ્રતાને જોઈ લે છે તે બિંદુએ રહીને મારે જોવું જોઈએ. વસ્તુ માત્ર એના કેન્દ્રે રહીને કવિની પ્રતીક્ષા કર્યા કરે છે. કવિ એ કેન્દ્રે પહોંચીને સૃષ્ટિને જુએ ત્યારે કવિની અને સૃષ્ટિની સત્તા તીર્થવતી બને છે. આ સિવાય બીજા કોઈ પણ પ્રકારનું અસ્તિત્વ કવિને ઊણું પડે.
મૃત્યુની સાથે સાથે જ પરિપક્વ થતી આવતી, પોતાનામાં રસનો સંચય કરતી આવતી, નવી ભાષાનો ત્યારે ખપ પડે છે. એ ભાષા અસાધારણ નથી હોતી. મૃત્યુ જેવી મહાન ઘટનાને વર્ણવવાને રિલ્કે જીવનની સામાન્ય અતિપરિચિત ઘટનાઓમાંથી કલ્પનો ઊભાં કરે છે :


એરિકાને પણ એણે આ દૃષ્ટિએ જ જોઈ. અઢાર વર્ષની કન્યા પોતાની કાવ્યરચનાઓનું પ્રથમ સંકલન રિલ્કે જેવા પ્રથિતયશ કવિને મોકલવાની હામ ભીડે છે ને એ નિમિત્તે આ પત્રવ્યવહાર શરૂ થાય છે. એરિકા લખે છે : ‘કેવળ ગીત જ પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પૃથ્વીને પવિત્ર બનાવી એનું સ્વાગત કરી શકે છે. જે આનંદમય છે તે જ અખણ્ડ છે.’ કોઈ વિદ્યાર્થિની પોતાની નોટને પહેલે પાને લખે એવી આ પંક્તિઓ છે. પણ જ્યારે એ પોતાના મનોગતને વ્યક્ત કરે છે ત્યારે એમાં સચ્ચાઈ આવે છે ને નૈસર્ગિક કાવ્યત્વનો સ્વાદ પણ એમાં ભળે છે. આપણામાં જે આ આનંદ છે તેના પરિમાણને શી રીતે નાણી જોવું? શિશુને ખોળો ભરીને માતા પામે નહીં ત્યાં સુધી શિશુના અસ્તિત્વનો એને મન શો અર્થ? અને આ આનંદ તો સદા વર્ધમાન છે. એરિકા ખૂબ માર્મિક રીતે આ અનુભવને રજૂ કરે છે. અનાજના કણસલામાં પુષ્ટ થઈ ચૂકેલો ધાન્યનો દાણો પવનની લહરના સ્પર્શને નવા વિકાસના ઇંગિતને પામીને અકળ રીતે પોતાની પુષ્ટતાને એ પૂર્ણતાની દિશામાં અગ્રસર કરવાને વિક્ષુબ્ધ બની ઊઠે છે, તેના જેવી આ સ્થિતિ છે. એરિકાના જીવનને રિલ્કે આ પવનની જેમ સ્પર્શી જાય છે. આથી વિક્ષુબ્ધ થવા છતાં, એરિકા કૃતજ્ઞતાની લાગણી પ્રકટ કરે છે કારણ કે પવનના પ્રત્યેક આંદોલને એનામાં રહેલો ‘હું’નો પુષ્ટ કણ નવી પુષ્ટતાથી સમૃદ્ધ બનવા અધીર થઈ ઊઠે છે, આ સ્થિતિને એણે ‘Glorious confusion’ કહીને ઓળખાવી છે.
…………… like dew


આપણને જે બહુ ભાવતું હોય તે બીજાની નજરે ન ચઢે તેમ સંતાડી રાખીએ, જેને આપણે ખૂબ ચાહતા હોઈએ એનું નામ નિકટના નિકટ મિત્ર આગળ પણ હોઠે ન આણીએ – આવી ગુહ્યતા પ્રેમ સાથે સંકળાયેલી જ હોય છે(કોઈક વૈષ્ણવજન એમ ઓચરતું હતું કે ભાગવતમાં ભગવત્‌પ્રીતિને પરમ ગુહ્ય કહી છે.) એરિકા પોતાના પ્રિય કવિની વાત કોઈને કહેતી નહીં. ત્યારે તો એ કવિ જાણે પોતાની બહાર અસ્તિત્વ ધરાવતો જ નો’તો : You were in me. શી કન્યાની પ્રગલ્ભતા! પણ પછી કોઈ પરિચિત સખીએ એ પ્રિય કવિનું નામ હોઠેથી ચોરીને રોજ બ રોજના જીવનની ઘટમાળ વચ્ચે અટવાતું કરી મૂક્યું! એ કવિની આસપાસ સ્વપ્નોની અનેક સૃષ્ટિ રચીને ભાંગવાની રમત પણ તૂટી પડી. ફરીથી એને કવિની શોધમાં નીકળવું પડયું. વચ્ચે ઘણું અંતર પડી ગયું હતું. એ અંતરને સાંધનાર સેતુ શોધવો પડ્યો. આ ભાવ એણે વિલક્ષણ રીતે મૂક્યો છે.
from the morning grass what’s ours ehales


I can not take in that the blind
from us, like the heat


possess the sun which fails to give me light.
from a smoking dish


પોતાના સિવાયના બીજા કવિ જોડે બોલે, હસે, એની એને ખબર સુધ્ધાં પડે નહીં. એનું કેટલું દુ:ખ! ‘કોઈની જોડે વાત કરતી વેળાએ તમે આ રીતે હસતાં હશો એમ કલ્પીને એવું જ હાસ્ય હોઠ પર લાવવા જાઉં, પણ એ બની શકે નહીં! અત્યાર સુધી તો તમને સમયની પણ બહાર એવા સંતાડીને રાખ્યા હતા કે કોઈ શોધી શકે નહીં. એટલું જ નહીં, મને તો એમ માનવાનું ગમતું કે આ પહેલાં તમે ક્યારે ય, ક્યાં ય, કોઈથી બંધાયા નો’તા. પણ તમે મારી બહાર પણ નક્કર સાચા છો એ હવે જાણું છું. તો કવિ, તમારી પાનખરની આ અલસ વેળાએ તમારી અનેક વસંતોના સંચિત ઉલ્લાસમાંથી એકાદ સ્મિતકણ મને ન આપી શકો?’ એરિકાના આ અનુનયથી પત્રવ્યવહાર શરૂ થાય છે.
(બીજી એલિજી. ૨૫-૨૭)


રિલ્કે એના જવાબમાં લખે છે : You eist: enough. દરેકને પોતાની સત્તા સ્વયંપર્યાપ્ત હોવી જોઈએ. એટલી સમૃદ્ધિ તો અનિવાર્ય જ છે. પણ કવિએ પોતાનું મહત્ત્વનું સર્જન પૂરું કર્યું છે. Elegies અને sonnets લખાઈ ચૂક્યા પછીનો આ સમય છે. સર્જક તરીકે હવે કવિને કશું કરવાનું રહ્યું નથી. માટે જ કવિના અસ્તિત્વની પણ હવે ઇતિ આવી ગઈ છે. આથી રિલ્કે કહે છે :
સવાર પડતાં તૃણાંકુરો પરથી બાષ્પીભૂત થઈને વિખેરાઈ જતું ઝાકળ, ગરમ ખાદ્ય પદાર્થથી ભરેલી રકાબીમાંથી વરાળને રૂપે ધીમે ધીમે ચાલી જતી ગરમી – આ સામાન્ય અને અસામાન્યને ભેગા મૂકવાથી કવિ એમાં રહેલી પરિમાણની વ્યસ્તતાને ભયાનકની અનુભૂતિના ઉદ્દીપન લેખે યોજે છે ને સાથે સાથે મૃત્યુ જે રીતે અદૃશ્ય અગોચર રહીને વ્યાપે છે તેનું પણ તાદૃશ આલેખન કરે છે. કવિના શબ્દો લોકોત્તર નથી હોતા, એમાંથી એ જે નિષ્પન્ન કરે છે તે ચમત્કારી ને અલૌકિક હોય છે. આથી જ રિલ્કેએ એની કાવ્યરચનાના પ્રારંભના તબક્કામાં જ કહેલું :


You eist : enough, But whether I do
The humble words that famish in dull day,


Is a doubt whose solving we’ll suspend.
the inconspicuous words are what I love.


પોતાની આ નિ:શેષતા, લગભગ શૂન્યની સ્થિતિએ પહોંચેલી નિ:શેષતા, એ રિલ્કેને મન વિષાદનો નહીં પણ સાર્થકતાનો જ વિષય હશે. એના જીવનનું લક્ષ્ય જ કદાચ એ હતું. માટે જ એ ઉમેરે છે : ‘આપણે જેને વાસ્તવિક કહીએ છીએ તે આખરે રૂપાન્તર પામીને કલ્પનામાં તદાકાર થઈ જાય છે.’ મારા આંગણામાંની આ નારિયેળી સવારના પ્રકાશમાં એનાં પાંદડાં ચળકે છે, ત્યારે કેટલા ય યોદ્ધાઓ તલવારની પટાબાજી ખેલતા હોય એવું લાગે છે; તો ઘડીક કોઈની સુવર્ણમય વાણીનો પદાન્વય ગોઠવાતો હોય એવું લાગે છે, તો ઘડીક – આપણે ક્યાં અટકીશું? વાસ્તવિકતાનો મોક્ષ ઉત્પ્રેક્ષામાં. માટે જ રિલ્કે કહે છે :
I give them hues out of my festivals,


Transformation’s grades all pass into
and then they smile and slowly become gay.


the imaginary in the end.
દિવસના નીરસ લોકવ્યવહારમાં રજોટાયેલા, આપણું કોઈ રીતે ય ધ્યાન નહિ ખેંચે એવા, પોષણ પામ્યા વિના દુર્બળ થઈ ગયેલા શબ્દો જ કવિને તો ખપના; એને એ પોતા તરફથી આગવું પોષણ આપી શકે, એમાં ગાંઠનો નવો રસ સીંચી શકે, હૃદયમાં ચાલતા ઉત્સવો (કવિના હૃદયમાં તો અવિરત ઉત્સવ ચાલ્યા જ કરતો હોવો જોઈએ. ખુદ મરણને પણ એમાં એક બજવૈયા તરીકે ઢોલક લઈને ઘૂમવું પડે.)નો રંગ ફિક્કા શબ્દો પર નવી ચમક લાવી દે છે; અને પછી એ શબ્દો પર આછું સ્મિત પ્રકટે છે, પછી ધીમે ધીમે એમના મુખ પર ઉલ્લાસની ચમક આવે છે.


આથી એરિકાને કહે છે : ‘મરણ પામેલાંઓ પૈકીનો હું અતિ મૃત હોઉં તોય તારી દૃષ્ટિ મારા કેન્દ્રે રહીને મારી સત્તાને સમગ્રતયા આ રીતે સંકલિત કરી શકતી હોત તો હું તારી આગળ ઉપસ્થિત થયા વિના શી રીતે રહી શકું?’ કોઈને ય જીવતા કરવાની કે જીવતા રાખવાની આ જ એક સંજીવની વિદ્યા છે. આથી રિલ્કે કહે છે :
રિલ્કે આ શોકપ્રશસ્તિઓમાં (હા, શોકપ્રશસ્તિ રિલ્કેની આ કૃતિઓને વર્ણવવાને પૂરેપૂરો યથોચિત શબ્દ છે. એમાં Lament છે, તો સાથે Praise પણ છે, બલકે બન્ને એની રચનામાં અવિનાભાવી છે.) જે કલ્પનો યોજે છે તે બહુધા શ્રુતિગોચર છે, દૃષ્ટિગોચર નથી. આમ તો ભાષા સાંભળવાની વસ્તુ છે ને! પહેલી શોકપ્રશસ્તિનો પ્રારમ્ભ જુઓ :


With your nourishment I can came to be.
Who, if I cried, would hear me


કવિના આ પ્રતિભાવથી એરિકા કૃતાથ થઈ જાય છે, પણ એ જ પળે પોતાને વિષેનો સંશય પણ ઉત્કટતાએ પહોંચે છે. જીવનની છોળ ઉત્તુંગ બનીને ઊછળે છે. હવે એનામાં દીનતા રહી નથી. હવે એને માત્ર એક ઝંખના છે – કવિના માર્ગમાં ગાલીચાની જેમ બિછાઈ જવાની. એના ઉપર કવિનાં પગલાં પડે, કવિના મુખ ઉપર સ્મિત ફરકે તો બસ –
among the angelic orders?


I will know henceforth life is blessed for me.
આ પ્રશ્નચિત્કાર ઘણી મથામણ રૂંધામણને અંતે કવિના મુખમાંથી નીકળી જતો હોય એવું લાગે છે. અંતરીક્ષ તરફ ઉન્મુખ થઈને અસહાયતાભરી સ્થિતિમાં, ચારે બાજુની નિર્જનતા વચ્ચે ઊભા રહીને કવિ આ પૂછે છે. આ પ્રશ્નચિત્કાર ચારે બાજુના શૂન્યમાંથી ઘૂમરાઈને ગોરંભાઈને આપણા કાનમાં ગાજી ઊઠે છે. અન્યત્ર આવો જ ગોરંભાતો ધ્વનિ આપણને સાંભળવા મળે છે.


રિલ્કે આ આદરને વિવેવકપૂર્વક સ્વીકારે છે. એ કહે છે કે આપણા અસ્તિત્વની દરિદ્રતા એવી તો હોય છે કે ક્યાંક પ્રાચુર્ય જોઈને આપણે ગભરાઈ ઊઠીએ છીએ. પ્રેમમાં આ પ્રાચુર્ય અને દારિદ્રય – બન્નેનો ભેગો સ્વીકાર હોય છે. આદરની અતિ માત્રા જ આદરના પાત્રને ભાંગી નાખે એવું ય ન બનવું ઘટે. રિલ્કે અર્થદ્યોતક પંક્તિ આપે છે:
And yet, like a ship’s siren, there howls within me at night


Temples can calculate.
the vast interrogation ‘Whither, whither, whither?’


આદરની અતિ માત્રા આદરના પાત્રને આપણી પ્રાપ્તિના પરિઘની બહાર, નક્ષત્રોની મંડળીમાં, હડસેલી મૂકે. હરરાજીમાં બોલાતા જતા ઊંચા ભાવ સાથે રિલ્કેએ આની સરખામણી કરી છે.
અહીં રાત્રિના નિ:શબ્દ એકાન્તમાં ઊપડતી સ્ટીમરના ભૂંગળાના અવાજનું કલ્પન કવિના પ્રશ્નની આજુબાજુ શૂન્ય અવકાશને પ્રસારી દે છે, ને તેથી તો એક વાર પૂછાયેલો પ્રશ્ન જાણે કે બધી બાજુથી અથડાઈને પડઘા પાડે છે. (રવીન્દ્રનાથની આવી જ પંક્તિઓ યાદ આવી તે ટાંકુ?)


એરિકા કવિના અનુકૂળ પ્રતિભાવથી વિશ્વસ્ત બને છે ને વિશ્રંભપૂર્વક પૂછી લે છે :
રાતેર શંખકુહર વ્યેપે, ગમ્ભીર રવ ઊઠે કેંપે


‘મારો ભય હવે હળવો બન્યો ને મારું ભાવી તમારા ભાવી જોડે સંધાઈ ગયું એમ કહું તો ખોટું નહીં ને?’ આમ કહેવું એ પણ કદાચ હૃદયની નિર્બળતાનો જ ઉદ્રેક હોય એમ માનીને એ કવિની ક્ષમા યાચી લે છે. એને પ્રશ્ન થાય છે. ‘કવિની નમ્રતાને આ પ્રણયનિવેદન ભારરૂપ તો નહીં લાગતું હોય ને?’ પોતે શું પામી છે તેની સાચી ઝાંખી કોઈ વિરલ ક્ષણે એને થઈ જાય છે. ને ત્યારે એ ભયભીત બનીને પૂછી ઊઠે છે : ‘મારાથી આ જીરવી શકાશે?’ પ્રીતિમાંથી જ્યારે ભીતિનો સ્વાદ ઊડી જાય ત્યારે પ્રીતિ અનેક ટેવ પૈકીની એક ટેવ બની જવાની અણી પર છે એમ જાણીને ચેતવું.
સંગવિહીન ચિરન્તનેર


સમવયસ્કોની પ્રીતિ કરતાં આ પ્રીતિ જુદી છે. કવિના જીવનનો એવો મોટો અંશ છે જેમાં એરિકા નો’તી; અને કવિ નહીં હોય ત્યાર પછી પણ એરિકાનું જીવન તો ચાલુ જ રહેશે. બે છેડેના અભાવથી એરિકા બહુ અધીર બની ઊઠે છે. ભૂતકાળમાં જ્યાં જ્યાં કવિ હતા ને પોતે નો’તી તે બધા સમયખણ્ડને એ જેમ બને તેમ જલદી વર્તમાનમાં પુનરુજ્જીવિત કરી લેવા ઇચ્છે છે ને ભાવીમાં કવિના અભાવને એ કવિની મહત્તા વડે ભરી દેવા ઇચ્છે છે. રિલ્કે જેવા, કીર્તિની ખેવનાથી ય જેનું પરિમાણ મોટું છે એવી વ્યક્તિતા ધરાવનારા, કવિની મહત્તાનો પ્રચાર કરવાની આ કન્યાની ઇચ્છા કોઈકને તો નરી બાલિશતા, કે ધૃષ્ટતા લાગે. ના, એમ નથી. આ મહત્તાનો પ્રચાર રિલ્કે વિનાના પોતાના ભાવીની રિક્તતાને ભરી દેવા માટે એ કરવા ઇચ્છે છે, ને સમયને હાથમાંથી સરી જતો જોઈને અધીર બનીને બોલી ઊઠે છે :
વિરહ-ગાન વિરાટ મનેર


…. I must hurry on the course of things and publish all your greatness everywhere.
શૂન્યે કરે નિ:શબ્દેર વિષાદવિસ્તાર.


કવિની મહત્તાને એ નથી ઓળખતી એમ નથી, છતાં એ મહત્તા સામે દીન બનીને ઊભા રહેવાનો એની પાસે સમય નથી. કવિ તો સમુદ્ર છે(મહેરબાની કરીને શંકરાચાર્યને વચ્ચે આણશો નહીં : ‘તરંગ સમુદ્રનો છે, સમુદ્ર તરંગનો નથી.’ ભક્તિમાં જે સવળું હોય છે તે પ્રેમમાં ઘણું ખરું અવળું થઈ જતું દેખાય છે. હવે શંકરાચાર્યને એ કોણ કહે?) પણ પોતે એ સમુદ્રના તરંગ જેવી છે એમ કહેવાની દીનતા એનામાં નથી. દૈન્ય સાચા પ્રેમનું લક્ષણ નથી. પ્રેમની ભાષા અતિશયોક્તિની ભાષા છે. એક જન્મથી એને ચાલતું નથી, એ ભવોભવની વાત કરે છે. આથી આ કન્યા કહે છે: ‘તમે તો સાગર છો, ને હું એ સાગરની ઊર્મિમાળાના શિખર પરની રૂપેરી કલગી છું – ક્ષણાર્ધ જેનું અસ્તિત્વ.’
રાત્રિના શંખકુહરમાંથી વ્યાપી જતો ગમ્ભીર રવ કંપી ઊઠે છે. નિ:સંગ ચિરન્તનના વિરાટ ચિત્તનું વિરહગાન શૂન્યમાં નિ:શબ્દના વિષાદને વિસ્તારે છે, અહીં કવિ શ્રુતિગોચર કલ્પનને આપણી આગળ મૂર્ત કરે છે; ધ્વનિને જે વ્યાપ જોઈએ તે અહીં મળી રહે છે. આ પ્રકારનો Cosmic weep કવિને મહાકવિ બનાવે છે. પણ કવિ બે પંક્તિમાં પણ સિદ્ધ કરે, એને માટે દીર્ઘ કાવ્ય લખવું હંમેશા જરૂરી નથી.) આવી થોડી પંક્તિઓ રિલ્કેની નવમી શોકપ્રશસ્તિમાં છે:


કવિની મહત્તાના પ્રચારને અનુરૂપ એ પોતાના અસ્તિત્વને રૂપાંતરિત કરી નાખવા ઇચ્છે છે. પોતાની જાતને એવી ને એવી સો ટકા સલામત રાખીને કાંઈ પ્રેમ કરી શકાય નહીં. આથી એરિકા કહે છે : ‘તમારા મંદિરના ઘુમ્મટમાં હું ધૂપ બનીને વ્યાપી જઈશ. મારી રિક્ત જીવનરેખાને હું તમારી છબિથી ભરી દઈશ, એની આજુબાજુ હું મઢાઈ જઈશ. તમારી નિર્બાધ ગતિ માટે હું મારી જાતને માર્ગની જેમ વિસ્તારી દઈશ. તમે જ મારું લક્ષ્ય :
Just once.


…. You’re destination, Rome, consummated upon seven hills.
Everything, only for once. Once and no more


તમારી નિઃસ્તબ્ધતાના વિશાળ પાત્રમાં હું શબ્દની જેમ વસીને તમારી સર્જનશીલ નીરવતાને વધાર ગંભીર બનાવી દઈશ. તમે મેઘની જેમ ગર્જશો ત્યારે તમારી એ ગર્જના સાથે હું પ્રાણીમાત્રમાં ભયનો કંપ બનીને વ્યાપી જઈશ.’
And we, too,


રિલ્કે આ શબ્દધોધ (કેવળ શબ્દધોધ?) ઝીલે છે – અવાક્ બનીને. કવિ નવાં નવાં રૂપોનો સર્જક છે. સર્જકે જો તુષ્ટ થઈને કહ્યું હોય : ‘માગ, માગ, જે માગે તે આપું.’ તો ‘મારું નવે રૂપે સર્જન કર.’ એ સિવાય બીજું કશું કોઈ માગે ખરું? આથી જ તો એરિકા કવિને કહે છે : ‘આ પહેલાં મારું કદી કશું રૂપ હતું એ વાત સાવ ભૂલી જાવ, ગઈ કાલનો જે કાંઈ અવશેષ રહ્યો હોય તેના સાવ ચૂરેચૂરા કરી નાખો. મને તમારે હાથે નવું રૂપ આપો. રાત્રિ વીત્યા પછી પ્રભાતે કોઈ ફૂલ પ્રાત:કાલની ધરતીને નીરખી રહે તેમ હું તમને જોયા કરવા ઇચ્છું છું. એ ધરતી પરિચિત ને નિકટની હોવા છતાં કેવી અજાણી લાગે છે! ને ફૂલ હોવા છતાં મારે પ્રભા બનીને તમારા સમસ્ત વિસ્તાર પર ભાસ્વર બનીને વ્યાપી જવું છે.’ એકીસાથે ફૂલ અને પ્રભા – કન્યાનો લોભ કાંઈ ઓછો નથી! હવે રિલ્કે જવાબ વાળે છે. એ જવાબ ઉપર પચાસ વર્ષોનો ભાર નથી. રિલ્કે કહે છે : ‘તું મને તારાં આગલાં રૂપો ભૂલી જવાનું શા માટે કહે છે? મને એનોય લોભ નહીં હોય? તેં મને એકાએક સંચિત કરી લીધો તે શા વડે? બીજાનું આપણા મનમાં સંચિત કરેલું આ રૂપ ‘સાચું’ નથી હોતું છતાં આ heartscape જ આપણું ‘સત્ય નથી?”
once. And never again. But this


– A poem must grow into a heart scape. હોપકિન્સે in scape અને out scapeની વાત કરી છે. કાવ્યની એક નવી કસોટી રિલ્કેએ આપી છે.
having been once though only once,


હવે મને ખૂ…બ ખૂ.. બ ભાવતી પંક્તિઓ આવે છે. કવિએ એરિકાને પ્રત્યક્ષ તો જોઈ નથી, પણ એરિકા એની આગળ પ્રકટ થવા ઇચ્છે છે તો કેવે રૂપે પ્રકટ થાય?
having been once on earth-can it ever be cancelled?


But now I want you hair to be wind blown, Run with the wind against you, till your whole outline – all that you were, are mean, is clear. ..A youthful body pressed against my soul.
(૯, ૧૨-૧૬)


પવનમાં ઊડતી લટ વચ્ચેથી દેખાતું ઢંકાતું મુખ – એની માયા જ જુદી છે. ફરી ફરી નવા રહસ્યમાં એ મુખને ઢાંકે છે, એમાં ગતિનો એક આવર્ત છે, એ આવર્તના વૃંત ઉપર પુષ્પની જેમ મુખ પ્રકટે છે. એને રૂપને સમગ્રતયા જાણવાની પણ એક જ રીત હોઈ શકે: પવનના જેવું ગાઢ નીરન્ધ્રસ્પર્શ આલિંગન, અવકાશની પોકળતા વચ્ચે ઊભેલી નારી તો ચારે બાજુથી ખવાઈ જાય છે, ભૂંસાઈ જાય છે. એકી સાથે એ રૂપની બધી રેખાને સામટી સ્પર્શગોચર કરવી હોય તો, ઉપર કહ્યું તેવું, આલિંગન એકમાત્ર ઉપાય છે એથી ઊણું કશું પરવડે નહીં. એમાં ત્રણેય કાળ ખીચોખીચ સમાઈ જાય છે, સહેજ સરખો અવકાશ બચતો નથી. રિલ્કેએ આ પંક્તિમાં આંકેલી છબિ ફરી ફરી મનઃશ્ચક્ષુ આગળ લોભપૂર્વક રમાડ્યા કરવી ગમે છે. પવન પાસેથી પ્રેમીને ઘણું શીખવાનું છે. પ્રતિકૂળ દિશાનો પવન એ પ્રીતિને માટે કેવી તો અનુકૂળ આબોહવા છે!
અહીં કોઈ વિશાળ ગુંબજની નીચે કે કોઈ નિર્જન ખંડેરની વચ્ચે ઊભા રહીને કોઈ બોલતું હોય એવા પડઘા પડતા સંભળાય છે. આ પૃથ્વી પર બસ એક જ વાર જીવી જઈને ચાલ્યા જવાનું – સદાને માટે ચાલ્યા જવાનું – એની વેદનાનો ઉદ્ગાર onceના પડઘા સચરાચરમાંથી સંભળાય એવી રીતે કાવ્યમાં વિન્યાસ પામે છે. પશુસૃષ્ટિ, વનસ્પતિ, માનવસૃષ્ટિ અને ઉપરનું આકાશ – આ બધા જાણે કવિના પ્રત્યેક ઉદ્ગારનો પડઘો પાડીને એમાં અનુમતિ આપતાં હોય એવો આપણને ભાસ થાય આને જ મળતું આવતું ઉદાહરણ સાતમી શોકપ્રશસ્તિમાં પણ છે:


એરિકાએ પોતાને ‘સાગરની ઊર્મિમાળાના શિખર પરની રૂપેરી કલગી’ કહીને ઓળખાવી હતી. રિલ્કેને intensity અનિવાર્ય હતી. આ intensity ને સમજાવતાં એણે અન્યત્ર કહ્યું છે.
Oh, to be dead at last and endlessly know them,


It is the depth – dimension of our inwardness.
all the stars! For, how, how, how, how to forget


ઊર્મિમાળાના શિખર પરથી આ કલગી વધુ રૂપેરી ક્યારે બને? કોઈ ખડક સાથે અથડાય ત્યારે જ ને? કાંઠા પર કોકડું વળીને વિલોપાઈ જતાં ભંગુર ફીણ અને આ રૂપેરી કલગી – એ બે વચ્ચે એરિકા શું પસંદ કરે? રિલ્કે પોતે તો, જીવનના સંધ્યાકાળે પણ, ઉન્મત સાગર બનવાનું જ પસન્દ કરે છે, કારણ કે,
them!


.. Where the highest, widest wave advances gleams the most lovely silver crest of all.
(૭, ૨૮-૨૯)


એરિકા બધામાંથી અભિભૂત થઈને પૂછી ઊઠે છે : ‘what will come of this? આનો અંજામ શો આવશે? આનાં કરતા તો – …. it were better had I not been born and better if I had not heard your name.
મરણની ભયંકરતા અહીં કેવી રીતે શ્રુતિગોચર કરે છે! મરવું એટલે લય પામવો એવું નહિ, પછી તો અંતરીક્ષમાં જવું, દરેક તારાને ઓળખવો ને એનો ક્યારે અંત આવે! બ્રહ્માણ્ડના અનન્ત વિસ્તાર વચ્ચેની નિર્જનતામાં એક તારાથી બીજા તારા સુધી ફર્યા કરતી દૃષ્ટિનો આ રઝળાટ કેવો યાતનામય હશે! તારાને શી રીતે હતા ન હતા માની શકાય, એનું શી રીતે વિસ્મરણ થઈ શકે? આથી ‘how; how how’ના પડઘા પણ જાણે ગ્રહો નક્ષત્રો સાતે અથડાઈને વિરાટ વિસ્તારમાં રઝળતા હોય એવો આપણને ભાસ થાય છે.


સ્થિતિ જ કદાચ પ્રણયની પરાકાષ્ઠા હશે. હવે કાને પડતા શબ્દો બધા અશ્રુતપૂર્વ લાગે છે. એનો અર્થ કશો નથી. એની જોડે ઢીંગલીની જેમ રમવું ગમે છે. પવનના જેવા ઉદ્દણ્ડ હર્ષશોકને અધીન બનીને સુખ અનુભવે છે. આ શબ્દો કદીક મિનારાની જેમ ઊંચા ને ઊંચા વધે છે, તો કદીક પુષ્પોથી ઘેરાયેલી કુટીર જેવા લાગે છે. શબ્દોનાં આવાં અનેક રૂપ જોઈને એરિકા આનંદવિહ્વળ બની ઊઠે છે.
શોકપ્રશસ્તિઓમાં પડઘા પાડતા પ્રશ્નો, આત્મસંલાપ, અદૃશ્ય નિયતિને સમ્બોધનો, વિષાદના નિ:શ્વાસ ઉલ્લાસના ઉચ્છ્વાસ – આ બધું ફરી ફરી આપણને સંભળાય છે. છંદો કેટલીક વાર શ્લથ મંથર ગતિએ ચાલે છે, કેટલીક વાર વિરામ વિના એકીશ્વાસે વહી જતી પંક્તિઓ આવે છે, તો કેટલીક વાર કવિ વિન્યાસમાં જાણી કરીને શિથિલબંધ યોજે છે. કેટલીક વાર એક મુદ્દો નિરૂપતાં નિરૂપતાં કવિ એને જાણી કરીને પડતો મૂકે છે, પણ તેથી જ ભૂલાઈ જતો નથી, ફરી નવા વેગ સાથે કાવ્યમાં પ્રવેશે જ છે. આ કાવ્યોમાં કોઈક વાર (પહેલી કૃતિમાં છે તેમ) દબાવી રાખેલા હીબકા ‘શ’ અને ‘ફ’ વર્ણોનાં આવર્તનોથી સૂચવ્યા છે; તો ગૌણ વાક્યો અને એ વાક્યોમાં પૂછેલા પ્રશ્નોથી કવિની દ્વિધા અને મથામણ પણ સમર્થ રીતે પ્રકટ થઈ છે. આ કાવ્યપ્રકારને કવિએ આ રચનાઓથી એક વિશિષ્ટ રૂપ આપ્યું છે.


દૂરથી આવતી પવનની લહરીની અપેક્ષામાં માથું સહેજ એક તરફ ઝુકાવીને આપણે ઊભા હોઈએ તેમ રિલ્કે એરિકાની પ્રતીક્ષા કરે છે. એ લહરીને મુખેથી સંગીતની શ્રુતિ પણ વીણી શકાય, ને એ પવન આવતાંની સાથે એકબીજામાં ગૂંથી રાખેલા હાથ, એકાએક, આલિંગનને માટે આપોઆપ પહોળા થઈ જાય. રિલ્કે કહે છે કે પ્રણયની આ સ્થિતિમાં અગ્નિ અને હિમનું રૂદ્ર આલિંગન હોય છે. દૂરથી વહી આવતા ઉજ્જ્વળતાના પ્રવાહની કવિને ઝાંખી થાય છે ને એ પૂછે છે :


Is this brilliance coming from you
રિલ્કેએ આ કાવ્યગુચ્છ લખવો શરૂ કર્યો તે પહેલાં, ૧૫-૨૩ જાનેવારી, ૧૯૧૨માં ‘The Life of Mary’ નો ગુચ્છ રચેલો. કુમારી મૅરીની સ્તુતિમાં ગ્રીક ભાષામાં લખાયેલું એક સ્તોત્ર ત્યારે એના વાંચવામાં આવ્યું હતું. એમાં જોસેફના મનમાં સંશય જાગે છે ત્યારે ફિરસ્તો એને ઠપકો આપે છે એ પ્રસંગ છે. એ વખતની જોસેફની સંશયાકુલ સ્થિતિને વર્ણવતાં મૂળ કવિએ ‘ઝંઝાવાત’ શબ્દ પ્રયોજ્યો છે. પણ એનો જર્મન ભાષામાં અનુવાદ કરનારે (કદાચ લહિયાના અક્ષરો નહીં ઉકેલી શકવાને કારણે) Raum એવો શબ્દ આપ્યો છે. એનો અર્થ space – અવકાશ થાય છે. આથી જોસેફના હૃદયમાં ઝંઝાવાત જાગ્યો એમ નહિ પણ જોસેફના હૃદયમાં વિશાળ અવકાશ પ્રકટ થયો એવો અર્થ રિલ્કેએ કર્યો. આમાંથી (આખરે તો એક લહિયાના પ્રતાપે) રિલ્કેની બહુપ્રિય સંજ્ઞાઓ Heart space, inner-space ઉદ્ભવી. રિલ્કેની કવિતાઓમાં બદ્ધ અને મુક્ત અવકાશ બહુ મોટો ભાગ ભજવે છે. અસ્તિત્વના અનુભવોને અવકાશનાં વિભિન્ન કલ્પનો દ્વારા મૂર્ત કરવાનું એને વધુ ફાવે છે. સમય અને અવકાશનો સન્નદ્ધ બન્ધ ગૂંથી શકાય એવાં કલ્પનોનો એને ખપ હતો. એ બે મળીને એક નવી સત્તાનો અનુભવ આપણને કરાવે છે. એને મન દૂરતા એ જોનાર અને દૃશ્ય પદાર્થ એ બે વચ્ચેનું તંગ ખેંચાણ માત્ર છે. એ ખેંચાણ દૂર થતાં નર્યો શુદ્ધ પ્રસાર વિસ્તરી રહે છે, જેને નથી આદિ, નથી અન્ત, નાનું સરખું ગામડું જોઈને એને વર્ણવતાં એ કહે છે: ‘Transition between two endless spaces’. ને એ ગામડાનું છેલ્લું ઘર તે વિશ્વને છેડે ઊભેલા કોઈ ઘરના જેવું અટૂલું લાગે છે. ભગવાનનું વર્ણન પણ એ અવકાશની પરિભાષામાં જ કરે છે. ભગવાન શાશ્વતનાં વિશાળ મેદાનો પરની પ્રભાતની આભા છે… કાળની રાત્રિ પૂરી થયા પછીનો કુક્કુટધ્વનિ છે. મરણ એટલે જ મુક્ત અવકાશ; રિલ્કેના શબ્દોમાં કહીએ તો openness. એક બાજુ આપણી આન્તરચેતના અને બીજી બાજુ બહારનું આખું વિરાટ વિશ્વ. આપણી ચેતનામાં એ બાહ્ય વિશ્વને જેટલું આત્મસાત્ કરી શકીએ, જે કાંઈ દૃશ્ય છે તેને આપણામાં invisible બનાવીને સમાવી લઈએ તેટલે અંશે વિશ્વ જોડે આપણે અભિન્નતા સિદ્ધ કરી એમ ગણાય. દરેક શ્વાસોચ્છ્વાસની સાથે આપણે વિશ્વમાંના એ વિરાટ અવકાશને આપણામાં નથી સમાવતા? આથી આપણું શ્વસન જ રિલ્કેને મન અદૃશ્ય કાવ્ય છે. કવિ જે લયનો સાક્ષાત્કાર કરે છે તેનું સામું પલ્લુ સ્થિર રાખનાર વજન આ શ્વસન જ છે. એ શ્વસનને કારણે દૂર દૂરનાં નક્ષત્રોનો સ્પર્શ પણ આપણામાં પ્રવેશે છે; ઘણા મરુતો આપણને પુત્રવત્ લાગે છે. જે આપણાથી ઇતર છે તે આ રીતે સ્વકીય બનતું જાય છે. આ અનુભવને વર્ણવતાં રિલ્કેએ એના પત્રમાં લખ્યું છે : ‘….the Infinite passed into him from all sides so intimately that he imagined that he felt the gentle presence of the stars which had entered his breast.’ રવીન્દ્રનાથે પણ બ્રહ્માણ્ડ સાથેની આવી એકતાના અનુભવને ગાયો છે: ‘લક્ષ જોજન દૂરેર તારકા સેઓ મોર નામ જાને’ બાહ્યને અન્તરમાં આત્મસાત્ કર્યા પછી એને વ્યક્તિગત ગણીને જાળવી રાખવાનું શક્ય બનતું નથી. એને મૃત્યુના મુક્ત અવકાશમાં વિસર્જિત કરી દેવાનું જ રહે છે. મૃત્યુનો એ શુદ્ધ અવકાશ – એ તરફ સૌને અભિમુખ થવાનું છે. પુષ્પો એ મુક્ત અવકાશમાં જ ઉન્મુખ બનીને ખીલે છે ને પછી આત્મસમર્પણ કરી દે છે. પુષ્પ ખીલતી વેળાએ બીજા પદાર્થો તરફ ઉન્મુખ બનીને જોતું નથી, તેથી જ એના વિકસનમાં નિર્બાધતા છે, આ મુક્ત અવકાશને એની લાક્ષણિક રીતે ઓળખાવતાં રિલ્કે કહે છે: ‘nowhere without no.’ એ આ કે તે સ્થળે નથી એમ કહીએ તો એને પરિમિત કરી દેવા જેવું થાય; એ ક્યાંય નથી એમ કહીએ તો નેતિવાચક વર્ણન થયું; આથી બીજા નકારથી નેતિનો છેદ ઉડાવીને વર્ણન કર્યું. એ અવકાશ શુદ્ધ છે એનો અર્થ એ કે એ અવકાશ આપણે કશી ઇચ્છાવાસનાની પૂર્તિના સાધન રૂપે શ્વસતા નથી: એવા કશાથી એ અવકાશ ક્લુષિત થયેલો હોતો નથી. બહારના એ મુક્ત અવકાશને જો આપણે આપણી નિદ્રામાં ચેતનાના ઊંડામાં ઊંડાં સ્તર સુધી લઈ જઈ શકીએ, એ સમસ્ત સહિત ગાઢ નિદ્રામાં નિમજ્જન કરી શકીએ તો એના ઊંડાણમાં કલવાઈને એ બધું કેવું તો હળવું ફૂલ બની રહે! કદાચ મરણમાં આ સ્થિતિનો અનુભવ થતો હશે. આવી નિદ્રામાંથી જાગનારો બીજે દિવસે નવી પ્રફુલ્લતા સહિત વિશ્વમાં આંખ ખોલે. એનામાં પછી કશું વાસી ઉબાઈ ગયેલું નહીં રહે. આ શુદ્ધ અને મુક્ત અવકાશ તે જ શાશ્વતી એક ક્ષણમાં પણ એનો સાક્ષાત્કાર થઈ શકે. કવિની આન્તરચેતના અને આ મુક્ત અવકાશ – આ એના સન્નિકર્ષથી જે નવીન અને અપૂર્વ ઉદ્ભવે તે કળા. રાત્રિના અંધકારમાં રિલ્કે ઘણીવાર આ મુક્ત અવકાશને અનુભવે છે. એ કેટલીકવાર ભયંકર એકલવાયાપણાની અસહાયતાનો અનુભવ કરાવે છે, વિશાળ આકાશમાં કોનો સહચાર આશ્વાસનરૂપ થઈ પડે એવો પ્રશ્ન પ્રથમ શોકપ્રશસ્તિમાં કર્યા પછી એની દૃષ્ટિ રાત્રિ પર સ્થિર થાય છે, ને કવિ બોલી ઊઠે છે:


Or form God, as he mokes away?
Oh, and there’s Night, there’s Night, when wind full of cosmic space feeds on our faces.


પવનની ઝડીની જેમ કવિ જ્યારે પ્રિયતમાના દ્વાર સાથે પછડાય છે ત્યારે પ્રિયતમા પ્રત્યુત્તરમાં પ્રકાશની એક નિર્મલ લકીર સ્વાગતમાં રમતી કરી દે છે. કવિના અંતરંગમાં પ્રિયતમા ધીમે ધીમે વૃદ્ધિ પામે છે :
આ રાત્રિ કાંઈ આશ્વાસનરૂપ નથી, એના વિરાટ અવકાશના સ્પર્શવાળા મરુતો એની અનેક જિહ્વાઓથી જાણે આપણને ચાટીને નિ:શેષ કરી નાખે છે. એ રાત્રિ આશ્રય આપતી નથી, એના મરુતો આપણને એની જિહ્વાઓથી ભક્ષી જાય છે! આ રાત્રિના અંધકારમાં જ આપણા પરિમાણો આકાર પામે છે, આપણા હૃદયમાં મૌન પુષ્ટ થાય છે ને વિશ્રબ્ધિને તળિયે ડૂબકી મારી જઈને વસ્તુમાત્રના અંતર્ગત આંદોલન સાથે આપણે એકરૂપ થઈ જઈએ છીએ. સાવ નિશ્ચય નિસ્તરંગ જળમાં પછી આપણી ગતિ નાનો સરખો તરંગ ઉપજાવતી નથી, કારણકે પછી એ આપણી ક્યાં રહી હોય છે? આ અગાધતા જ મૃત્યુ નહિ?


.. You season in the
પણ કવિને અનુભવનું આ પરિમાણ સિદ્ધ કર્યા વિના કેમ ચાલે? આ પરિમાણ સિદ્ધ કર્યા વિના એની અનુભૂતિને એનો સાચો આકાર પ્રાપ્ત થાય નહિ. રિલ્કેએ પોતાને થયેલો આવો અનુભવ ભારે સૂક્ષ્મતાથી વર્ણવ્યો છે. આ શોક પ્રશસ્તિના રચનાકાળ દરમિયાન જ એ અનુભવ એને થયેલો. એક વૃક્ષની બે પાંખાળી ડાળને અઢેલીને એ આરામથી ઊભો હતો. એવી સુખદ સ્થિતિમાં થોડીવાર ઊભા રહ્યા પછી એને એક વિલક્ષણ અનુભૂતિ થઈ. વૃક્ષના થડમાંથી ઉદ્ભવતાં આંદોલનો એ જાણે પોતાના શરીરની બહાર રહીને જોઈ રહ્યો હોય એવો એને અનુભવ થયો. એ શરીર પોતે જ જાણે કે એક નવું ચૈતન્ય હોય ને એનાથી નિરપેક્ષપણે સંવેદનો અનુભવતું હોય એવું એને લાગ્યું. પોતાની કઈ ઇન્દ્રિય વડે એ આ સંવેદનો અનુભવી રહ્યો છે તે આથી જ એ શોધી શક્યો નહીં. આથી જ આ અનુભવને સુખદ કે દુ:ખદ એવી સંજ્ઞાથી વર્ણવી શકાય તેમ નહોતું. આમ છતાં એણે ભારે સાવધાનીથી આ પરિસ્થિતિનો તાગ કાઢવાનો પ્રયત્ન કર્યો. આમ કરવા જતાં એને નવો સાક્ષાત્કાર થયો. એને લાગ્યું કે એ હવે પ્રકૃતિની સામી બાજુએ પહોંચી ગયો છે. પોતાના જ શરીરમાં એ આગન્તુકની જેમ વસતો હોય એવું એને થયું. પછીથી, આ વિલક્ષણ અનુભવ અળપાઈ ન જાય તેની સાવધાની રાખીને એણે પોતાની ચારે બાજુ નજર કરી. આજુબાજુના પરિચિત પદાર્થોને ઓળખ્યા. એને બધું યાદ આવ્યું, પણ હવે જાણે એ બધું કોઈ દૂરના સમયનું હોય એવું એને લાગ્યું; કોઈક કાળે એનો આ બધા જોડે સંબંધ હોય એવી માત્ર સ્મૃતિને જ જાણે એ તાદૃશ ન કરતો હોય! આ બંનેથી એ સ્વતંત્ર હતો. આ ક્ષણે કોઈ એ એનો સમાધિભંગ કર્યો હોત તો કદાચ એને ભારે આઘાત લાગ્યો હોત. એ સમય દરમિયાન એ ઘરનાં મૃતજનો પૈકીનું કોઈ જો કબરમાંથી ઊભું થઈને આવ્યું હોત તો એની જોડે એણે સાવ સ્વાભાવિકતાથી વાત કરી હોત. દૂર દૂર ચાલી આવ્યા પછી પાછું વળીને એ જાણે વિશ્વને જોતો હોય એવું એને થયું. આથી આ ‘જોવા’માં એક નવો સ્વાદ ભળ્યો : ‘as if every thing had been spiced with a touch of the blossom of farewell.’ કાપ્રીના નિવાસ દરમિયાન એક પંખીનો ટહુકો એની ચેતના સાથે એવો તો અભિન્નભાવે ભળી ગયો હતો કે શરીરની સીમાઓ ભેદ્યા વિના જ, સીધો એ જાણે એનામાં પ્રવેશી શક્યો હોય એવું એને લાગ્યું હતું. ટહુકાનો પ્રતિધ્વનિ પાડતી પોતાની ચેતના અને ટહુકો બન્ને એક અખણ્ડ અવકાશમાં એકરૂપ થઈ ગયા હતાં, એને બીજા સ્તર નહોતાં. એ વખતે એણે આંખો બંધ કરી દીધી હતી. જેથી પોતાના શરીરની આકારરેખા વિક્ષેપકારક ન બને. એ ક્ષણે શાશ્વતીનો નિર્બન્ધ પ્રવાહ એનામાં થઈને વહી જતો એણે અનુભવ્યો હતો. આકાશમાં ઉગેલા તારા જાણે પોતાના ચિદાકાશમાં ઉગીને એમનું સૌમ્ય તેજ વેરી રહ્યા હોય એવું એને લાગ્યું હતું.


longest of my years, dark day, bright night.
આવી સંપૂર્ણ શરણાગતિ સંભવે ત્યારે જીવનમૃત્યુની સીમારેખાઓ ભૂંસાઈ જાય છે. ત્યારે આપણા બધા જ કાળ શિશુની જેમ આપણી ચેતનામાં ક્રીડા કરતાં દેખાય છે. માનવો સાથેના સંબંધમાં કશુંક આછું આવરણ આપણી ને બીજા વચ્ચે છવાઈ જઈને જુદા પાડી ન દેતું હોય એવું આપણને લાગે છે. એ હોય છે તો માત્ર આછો, લગભગ પારદર્શી અવકાશ. પણ એને ભેદી શકાતો નથી, એમાં ઓગળી જઈ શકાય ખરું! એમાંથી એક એક અનુભવને નોખા નોખા પસાર કરી શકાય, પણ એ અનુભવો વચ્ચેના સંબંધનો તો એ અવકાશ શોષી જ લે. આવા સંબંધોને શોષી શોષીને એ અવકાશ ભાર થઈ ગયો હોય છે. આ વિચ્છેદ આપણી જેમ જ બીજા અનુભવતા હશે ખરા? આથી એક પ્રકારનો નિર્બન્ધ વ્યવહાર કરવાની મોકળાશ આપણને મળે છે ખરી. પ્રેમીઓ પણ આ અવકાશને ભેદીને આલિંગન કરી શકતા નથી. આલિંગન કરતી વેળાએ અવકાશને જ ખરેખર તો તેઓ આલિંગતા હોય છે. આલિંગનના આવેગથી સંચારિત અવકાશ આકાશમાં કોઈક પંખીની પાંખને વેગ આપે કદાચ, પણ પ્રેમીઓ તો કદી અભિન્ન થઈ શકતા નથી. આપણા સૌની આજુબાજુ આ શૂન્ય અવકાશનું વાતાવરણ છે. બાકીનું બીજું બધું એની બહાર છે.


પ્રિયતમાના શબ્દોને ફૂલના ગુચ્છાની જેમ ખીલી ઊઠવાને કવિ પોતાના હૃદયની કુંવારી ધરતી આપે છે; ને પંખીઓ કેવળ ગીત ગાય છે, માળો બાંધવાની એમને કશી પડી નથી. એમાંથી એકાદ શુદ્ધ ટહુકાર પોતાને માટે સુરક્ષિત રાખવાનું કવિ પ્રિયતમાને કહે છે.


આ ક્ષણે કવિને શૈશવની સ્મૃતિ જાગે છે. જીવનના બે ધ્રુવ ભેગા થાય છે. બે ધ્રુવને એક પ્રસારમાં સમેટી લેવાનું ગજું પ્રેમ સિવાય બીજું કોનું હોઈ શકે? રિલ્કેની કવિતાનો મહત્ત્વનો વિશેષ એના શૈશવની સ્મૃતિનાં કાવ્યોમાં રહેલો છે. દિવસ પૂરો થવા આવ્યો છે, પણ રાત હજી પડી નથી. આ બે વચ્ચેનો ગાળો બાળકોને બહુ મૂંઝવનારો હોય છે. જાણે કેમે કર્યો ખૂટતો નથી. રમતો પૂરી થઈ છે, પણ ઘરમાં દીવા પ્રકટ્યા નથી. ક્રીડાંગણ અને ઘરની વચ્ચે રઝળવાનો આ ગાળો છે. વૃદ્ધંગત વયનો ભાર ઘૂંટણોના સાંધામાં વરતાય છે. કશા સંરક્ષણ વિનાનો, આ અનાગતની નરી પ્રતીક્ષાનો, ગાળો છે. ભાવીમાં પોતે જે થશે તે અને આજનું આ અમર્યાદ અસ્તિત્વ (શૈશવમાં અસ્તિત્વ કાંઠા તોડીને છલકાય છે) – એ બે વચ્ચે કેટલાં ય મરણની છાયાઓ તરતી હોય છે. સ્વાધિકારમત્ત પ્રેમ અણજાણપણે એની ત્રિજ્યાઓ શૈશવની આજુબાજુ વિસ્તારે છે ને રીતે ભાવી પરનો અધિકાર ધીમે ધીમે ઝૂંટવી લે છે.
ઓડેને રિલ્કેને Santa Claus of loneliness કહ્યો છે. રિલ્કેમાં પયગંબરી અભિનિવેશ દેખાયછે. એ ગુહ્યમાં શ્રદ્ધા ધરાવે છે. એનું ‘દર્શન’ ઘણીવાર આપણા ગળે ઊતરે એવું હોતું નથી. આમ છતાં એની અભિવ્યક્તિને માટેની એની નિષ્ઠા ને એ નિમિત્તે ભાષા જેવા નબળા માધ્યમ પાસેથી એણે કઢાવેલું કામ જોઈને આપણે ચકિત થઈ જઈએ છીએ. મને દશ રચનાઓ પૈકીની કઈ ગમે છે એ કહેવું સહેલું નથી. આમાં કોઈ અણમાનીતી નથી, બધી જ માનીતી છે. પણ એ બધીની ક્યાંથી વાત થાય? એ પૈકીની એક (જે કદાચ બીજાને સારી નહિ પણ લાગે) – ચોથી શોકપ્રશસ્તિ મને વધારે ગમે છે, વિશે થોડુંક કહેવાનું મને મન છે.


સાંજની ધૂંધળી આભામાં પોતાને વિશે જ શંકિત બનીને આપણે કેટલીય વાર આપણી જાતને પૂછતા હતા: આ કોણ? પછી તરત જ મોટેરાંઓ પાછાં વળે, ઘર એમના કોલાહલથી ભરાઈ જાય, બારી, બારીમાંથી દેખાતો રસ્તો, પોતાને આપેલા ઢાળિયાના ખાનાંની અંધારિયા વાસ (ઘરના અંધકારની કેવી ગન્ધ આવતી? રસોડાનો અંધકાર, પૂજાની ઓરડીનો ચન્દનઅર્ચિત અંધકાર, સૂવાના ઓરડાનો લપસણો અંધકાર, એના પરથી સહેજસહેજમાં ઢળી પડાય) – આ બધું ચારે બાજુથી ઉભરાઈ ઉઠે. એની ભીડથી ઠેલાઈને બાળપણનો કેટલો બધો સમય બહાર ફેંકાઈ જતો! ક્યાં ગયો સમય? આ દરમિયાન જ ઉપરનું ગ્રહમણ્ડલ એની ભાવી પ્રીતિનો નકશો દોરતું હોય છે. એ નકશાની રેખાઓ વચ્ચે એક દિવસ આ ભોળું હૃદય ગૂંચવાઈને જઈને તરફડી ઊઠશે! ત્યારે પેલું શૈશવ આંબાપીંપળી રમેલા તે બે ડાળની વચ્ચે ઝૂલતું પાછળ રહી ગયું હશે!
આ રચનામાં નાટયાત્મકતા, અત્યંત સંયત સ્વરૂપની ને માટે જ ધનુષ્યની પણછના જેવી સન્નદ્ધ નાટ્યાત્મકતા છે. પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન એ રચાઈ હતી. આથી સમયનો કવિનો આંતરિક સંઘર્ષ પણ એમાં સૂક્ષ્મરૂપે મૂર્ત થયો છે, એમાં કવિના અંગત જીવનનાં પણ કેટલાંક દૃશ્યો વણાઈ ગયાં છે. એના કેન્દ્રમાં મૂળ પ્રશ્ન છે તે કલાની વાસ્તવિકતાનો. અન્યત્ર રિલ્કેએ ઉદ્ગાર કાઢ્યો હતો : ‘O what a world is this! Please, pieces of men, parts of animals, remains of things that have been, and still in movement, driving confusedly as in some uncanny wind, carried and carrying, falling and overtaking itself in Its fall.’ પહેલા વિશ્વયુદ્ધે સર્જેલા ભંગારનું આ તાદૃશ વર્ણન છે. આ બધામાંથી કશુંક અખણ્ડ સરજી શકાય ખરું? વૃક્ષોના જીવનમાં ઋતુઓ વરતાઈ આવે છે, પણ આપણે માનવીઓ આપણા હૃદયની આબોહવા પારખી શકીએ છે ખરા? આપણે એક અને અખણ્ડ નથી. ઋતુના બદલવાનો અણસાર પામીને જ સ્થળાંતર કરતાં પંખીઓની સાહજિક સૂઝ આપણામાં નથી. આથી પ્રતિકૂળ પવનમાં આપણે ઉડવા મથીએ છીએ ને જે થીજી ગયેલા સરોવર પર ઊતરીએ છીએ ત્યાં આવકાર પામતાં નથી. પુષ્પ અને ફળ – આ બન્ને સ્થિતિ વચ્ચે આપણે અવકાશ રાખતાં નથી. પ્રકૃતિમાં આ સ્થિત્યંતરોનો જે ક્રમ છે તે આપણે જાળવી શકતાં નથી. આપણે એકમાં ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ ત્યારે પછીની સ્થિતિ સાથેનો સંઘર્ષ અને એને માટે ચૂકવવાનું મૂલ્ય – આનું ભાન આપણને હોય જ છે. આથી જ રિલ્ક કહે છે : The net’s our enemy. દરેક ક્ષણ પોતપોતાનામાં પર્યાપ્ત થઈને રહે તો સંઘર્ષ જ નહિ રહે. પણ એની પછી બીજી ક્ષણ આવે છે ને એ સંઘર્ષ ઊભો કરે જ છે. માનવસંબંધોમાં પણ એવું જ નથી? પ્રેમી પોતાની પ્રેમિકામાં વધુ અવકાશ મેળવવા ઝંખે છે, આથી એને અનુસરે છે, એને સતત શોધતો પાછળ પાછળ ભટકે છે ને આખરે ઘરની આશ્વસ્તતા પામવા મથે છે. પણ વાસ્તવમાં એવું બને છે ખરું? આપણા જીવનની ઘટનાઓ તે કોઈ ચિત્રમાંના જુદા જુદા રંગના લસરકા જેવી છે, એકના વિરોધમાં બીજા રંગને એમાં ઉપસાવવામાં આવ્યો છે – વિરોધની ભૂમિકા ‘a ground of contrats’s painfully prepared’ આપણા અનુભવપાત્રનું અનિવાર્ય ઘટક બની રહે છે. આગામી વેદનાની કલ્પના વર્તમાનના સંવેદનને કેમ જાણે ‘સુખ’ની સંજ્ઞા આપતી હોય! આપણામાં ઉદ્‌ભવતી ને આપણાં વડે અનુભવાતી લાગણીઓના રૂપને આપણે નથી ઘડતા! એને ઘડનારાં બાહ્ય બળોને જ કેવળ આપણે જાણીએ છીએ. લાગણીના પૂરેપૂરા વ્યાસને આપણે કદી પામી શકતા નથી, આપણી પરિમિતતાના સન્દર્ભમાં એનો જેટલો અંશ ઉપસી આવે છે તેટલાને જ આપણે બહુ તો જાણીએ છીએ.


આથી કવિ એરિકાને ચેતવી દે છે: પ્રેમનો પ્રસાદ ખડો કરવા માટે મારી ભૂમિની અપેક્ષા રાખતી હોય તો જાણી લે કે એ અત્યંત ગુપ્ત છે. એને તું શોધી શકીશ? તારા લોહીને એની કશી એંધાણી મળી નથી? અને સાહસ વગર પ્રીતિ સંભવે?
આટલે આવ્યા પછી એકાએક કવિના જીવનનું એક દૃશ્ય આ રચનામાં વણાઈ જાય છે. કવિ કહે છે : પોતાના જ હૃદયના ખૂલનારા પડદા આગળ કોણ ઊંચે શ્વાસે નથી બેસતું? એ પદડો ઉઘડે છે, પહેલું દૃશ્ય છે વિદાયનું. એ તો આપણને માનવીને સમજાયા વિના રહે? એ પરિચિત ઉદ્યાન (પ્રકૃતિ અને માનવીનું મિલનસ્થાન) જે પવનમાં આછું ઝૂલે છે (કે પછી નાટકમંડળીનો ઉદ્યાનનું દૃશ્ય બતાવતો જીર્ણ પડદો આછો આછો હાલે છે? આખરે આ નાટક જ છે ને!)ને ત્યાં એક નૃત્યકાર પ્રવેશે છે. એને જોતાં જ કવિ ચિત્કાર કરી ઊઠે છે: Not he! ના, એ એ નહિ, બસ, બહુ થયું. એ ભલે ને ગમે તેટલી ચાતુરીથી અભિનય કરતો હોય, છતાં એનું મહોરું એના ચહેરાથી નોખું પડી આવે છે. એ આપણા જેવો ઘરખૂણિયો આદમી છે, રસોડામાં થઈને ઘરમાં પ્રવેશે છે. આમ ઉદ્યાનની રોમાન્ટિકતા રસોડા આગળ પૂરી થાય છે. મહોરું પહેરવાથી કાંઈ કલાકાર થઈ જવાતું નથી કે જિંદગીની કપરી વાસ્તવિકતા સાથે ઢાંકપિછોડી કરી શકાતી નથી. અરધાપરધા આવા કલાકારો કરતાં તો સો ટકા ખોટી (અથવા બીજી રીતે કહીએ તો સાચી) ઢીંગલીઓ સારી. એમાં ભરેલું ભૂસું, એના શરીરના તાર, ને એના પરનું કડક કપડું, એના મુખ પરની શાશ્વત મુદ્રા – આ બધું કવિને વધુ સ્વીકાર્ય છે. કવિ બેઠા બેઠા આ કઠપૂતળીનો ખેલ જોવા તૈયાર છે. નાટયશાળાના દીવા બુઝાઈ જાય પછી, ‘હવે ખેલ ખતમ થયો’ એમ સૂત્રધાર કરે ત્યાર પછી પણ રંગમંચ સુધ્ધાં ખાલી થઈ ગયો હોય ત્યારે એની રિક્તતામાંથી વાતી ભૂખરને સહી લઈને આજુબાજુમાંથી કોઈ અવાક્ પૂર્વજ બેઠા નહીં હોય કે હૂંફ આપનાર કોઈ નારી નહીં હોય તો ય, સાવ એકાકી કવિ બેસી રહેવા ઇચ્છે છે, કારણ કે ‘there’s alwayss some spectacle to look at !’ આ દુનિયામાં કવિને ક્યારે જોવાનું ખૂટે છે! પણ કવિના આ મરણિયાવેડા શા માટે? બે પેઢી વચ્ચે, પિતા અને પુત્ર વચ્ચે સંઘર્ષ ચાલે છે : પિતાને સંબોધીને કવિ કહે છે : મારા જીવનનો પ્રવાહ તમને કટુ નહોતો લાગ્યો? મારા ભાવી વિશે તમે સચિન્ત નો’તા બન્યા? આથી પિતા પુત્રની આંખમાં મીટ માંડે છે. ત્યારે એની દૃષ્ટિ એને ડહોળાયેલી લાગે છે. આ ધૂંધળાપણું એની આન્તરિક અનિશ્ચિતતાને કારણે છે. આ જ પ્રશ્ન કવિ એને ચાહનારી બીજી વ્યક્તિઓને પૂછે છે. પ્રેમનો પ્રારમ્ભ થતાં જ કવિ તો એનાથી મુખ ફેરવીને ચાલતા થાય છે. રિલ્કેની આ અંગત પશ્ચાત્તાપની લાગણી છે. એ કદી પ્રેમથી બંધાઈને રહ્યો નહીં. એનું કારણ એ અહીં આમ આપે છે:


Venturesome child you’re never safe unless you’re risking all.
because the space within your faces changed,


વળી પ્રેમનું લક્ષ્ય પ્રેમી નથી. આથી એરિકા પોતાને એના જીવનનું લક્ષ્ય માને કે સેતુ માને તે રિલ્કેને મંજૂર નથી. પોતે તો માત્ર ઉદ્ઘોષ કેટલો પ્રચણ્ડ હોઈ શકે તેની ખાતરી કરી આપવા પૂરતું, એ ઉદ્ઘોષને ઉચ્ચારનાર મુખ બનવાનું જ પસન્દ કરે છે. એરિકાને એના પ્રેમની પ્રચણ્ડતાની, પોતાને નિમિત્તે, પ્રતીતિ થાય તો બસ. નહીં તો પ્રિયતમાના પુષ્પોદ્યાનમાં પવનની આછી લહર કે પછી વર્ષાના જલબિંદુનો નીરવ નિપાત – આટલું માત્ર બની રહેવા ઇચ્છે છે. અહીં કવિની અનાસક્તિ આપણા ચિત્તમાં આદર ઉપજાવે છે. પછી રિલ્કે, પોતાને પ્રિય એવા દૃષ્ટાન્ત દ્વારા, ઉમેરે છે :
even while I loved it, into cosmic space


Or, In freest moments, of a sudden, both; the catcher and the ball.
where you no longer were…


કવિએ કરેલો વર્ષાના જલબિન્દુનો ઉલ્લેખ એરિકાને કહેવા પ્રેરે છે: ‘માથે વર્ષાનું જળભર્યું વાદળ ઝળુંબ્યું હોય ત્યારે જે શાંતિથી નીચેનાં ખેતર એના વરસવાની પ્રતીક્ષા કરતાં હોય છે એવી શાંતિથી તમે મારા જીવનમાં વરસો એની હું પ્રતીક્ષા કર્યા કરીશ.’ કવિએ પવનની લહરની પણ વાત કરી છે. ‘જો પવનની લહર બનીને આવવું હોય તો ભલે, રીતે આવો, મારા પ્રત્યેક તૃણાંકુરને તમારા સ્પર્શે કૃતાર્થ કરીને આકાશભણી ઉન્મુખ કરી દો.’ પણ પ્રીતિના આકસ્મિક પ્રાચુર્યની ભીતી તો આ ગભરુ કન્યાના હૃદયમાંથી ગઈ નથી, માટે એ કહે છે:
કવિ તો કેવળ cosmic spaceની શોધમાં હતા. કોઈ વિશિષ્ટ વ્યક્તિની શોધમાં નહીં. આથી કવિ કઠપૂતળીનો ખેલ જોવાનું પસંદ કરે છે ને એને એવી તો ઉત્કટતાથી જુએ છે કે એ ઉત્કટતામાં નમી ગયેલા પલ્લાને સરખું કરવા સામે પલ્લે ફિરસ્તાને જ મૂકવાનો રહે છે – આ પૃથ્વી પરનું બીજું કશું પલ્લામાં આવી શકે નહિ. આથી કવિ, કંઈક વ્યંગના કાકુસહિત ઉદ્ગાર કાઢે છે :


Don’t come too strongly
Angle and doll! Then there’s at last a play.


… don’t showering, lay me with too strong a fall,
ને આખરે ઢીંગલી અને ફિરસોત, આ બે પાત્રોનું નાટક જામ્યું ખરું! ઢીંગલી અભિનય કરે છે, ને ફિરસ્તો દોરીસંચાર કરે છે. એ ઢીંગલી શું કરે છે તે જોતો નથી, ને એ પરત્વે સાવ ઉદાસીન છે. આ બેના મિલનમાં અંતરાયરૂપ કશું થતું હોય તો માનવી. એની દ્વિધાગ્રસ્ત ચેતના ઢીંગલી અને ફિરસ્તાના અખણ્ડ અસ્તિત્વને શી રીતે તાગી શકે? પણ ઢીંગલી અને ફિરસ્તો – આ બે મળતાં વર્તુળ પૂરું થાય છે. આ વર્તુળ જ્યાં પૂરું થાય છે ત્યાં અખણ્ડતાની ઝાંખી થાય છે. એ સ્થિતિએ નાટકની-કળાની શક્યતા ખરી. આટલે આવ્યા પછી કવિની લાગણીના તંગ દોર ઢીલા પડે છે. માનવીની દ્વિધા પશુમાં નથી; નટ કે અભિનેતા પોતાનો પાઠ ભજવતી વેળાએ એ પાઠ સાથે અભિન્નતા અનુભવે છે, એટલા પૂરતો એ દ્વિધાગ્રસ્ત નથી. તેમ છતાં એ માનવી અને મહોરાનું અધકચરું સંમિશ્રણ બનીને અટકી જાય છે. તો નર્યું મહોરું-કઠપૂતળી જ અખણ્ડ કહેવાય?


કવિ ક્ષણે જ એરિકાને આસન્ન વિદાયનું ભાન કરાવી દેવા ઇચ્છે છે. આપણા દરેક મિલન પર વિરહની છાયા પડેલી હોય છે. રિલ્કેએ અન્યત્ર કહ્યું છે :
આવો ક્રમ કૃતિમાં છે. રિલ્કે કલ્પે છે તેવી અખણ્ડતા આપણા નસીબમાં છે ખરી? એ કેવળ મુક્ત અવકાશમાં અભિન્ન બની ગયા પછી, ફિરસ્તાની અવસ્થાને પામીને અંતરીક્ષમાં પહોંચ્યા પછી, ફિરસ્તાની અવસ્થાને પામીને અંતરીક્ષમાં પહોંચ્યા પછી, શક્ય નથી? આમ છતાં દ્વિધાના દૂઝતા વ્રણને સ્વીકારીને માનુવી નિયતિથી દૂર ભાગતો છતાં, એમ કરીને પોતાની નિયતિને ઘડતો જાય છે. આથી જ કદાચ માનવી ચાહવા જેવા લાગે છે.


Anticipate all farewells.
રિલ્કેએ અનુભૂતિના નવા પરિમાણનો સ્વાદ કરાવ્યો છે તેનો જગતની કોઈ પણ કવિતાને ખપ છે. એ આપણી ચિત્તધાતુઓમાં એકરસ થાય, આપણાં સંવેદનોને એનો પુટ ચઢે તે જરૂરી છે.
 
પ્રેમીઓનું દરેક મિલન કેવળ પ્રીતિના પાઠ શીખવે છે એવું જ માત્ર નથી. એની સાથે સાથે ભાવી વિરહને ઓળખવાનું પણ શરૂ થઈ ચૂક્યું જ હોય છે. મળીને છૂટા પડતી વેળાએ ‘આવજો ત્યારે’ નું પ્રલંબ બનીને હૃદયમાં વિસ્તરતું શબ્દશૂળ ધીમે ધીમે આપણને આત્યંતિક વિરહની મર્મઘાતક વેદનાનો પરિચય કરાવતું જ રહે છે. આમ મિલન અને વિરહના નાના નાના ખણ્ડોને જોડવાથી જ પ્રેમની સાચી ભાત ઊપસી આવે છે. એમાં મિલનની પડછેનો વિરહ જ એના વિરોધની પ્રખરતાની દ્યુતિથી મિલનને ઑર અજવાળે છે. આપણી સર્વ સદ્ભાગી સુખદ ઘડીઓ વિરહની પળે હવાને વીંઝીને ધસી જતા તીરની તીવ્રતાને પામે છે. શૈશવની એક સ્મૃતિ સાથે રિલ્કે આ અનુભવને સાંકળી દે છે : બાળપણમાં સંતાકૂકડી રમતાં ત્યારે જાતે પસંદ કરેલી જગ્યાએ પોતાની જાતને સ્વેચ્છાથી બરાબર સંતાડી દીધી હોવા છતાં એક સાથે ‘રખેને મને એ શોધી કાઢે’ તથા ‘રખેને મને કોઈ ન શોધી કાઢે તો?’ આવી બે પ્રકારની ભીતિથી આપણે કેવાં વિહ્વળ બની ઊઠતાં? પ્રીતિમાં ય આવું જ હોય છે. એક બાજુ tension of hidenness અને બીજી બાજુ conspiratiorial oneness આ બેની સંતુલિત અવસ્થા, નટના દોર જેવી તંગ, તે પ્રેમની અવસ્થા છે. પકડાઈ જતી વેળાએ જે પાણિગ્રહણ jubilant grabનો સુખદ અનુભવ થાય છે તેની સાથે સાથે જ આપણી પ્રકટતાનો અતિરેક પણ અસહ્ય નીવડે છે.
 
પણ પ્રીતિમાં લુબ્ધતા સર્વથા વર્જ્ય છે. એ અકરાંતિયાવેડાને રિલ્કે ‘morsel of murder’ કહીને ઓળખાવે છે. કેટલીક વાર આ લુબ્ધતાની તીવ્રતા જ તિરસ્કારને પ્રેમને રૂપ દેખાડવાની વંચના કરે છે. પ્રેમમાત્રમાં અંતે તો અપ્રાપ્તિ રહેલી છે. પ્રેમમાં જે શક્ય છે તે tenderclose otherness, આપણી અત્યંત નિકટ છતાં સ્વમાં અભિન્નપણે ભળી ગયેલું નહીં એવું કોઈક બીજું છે એનું મૃદુતાભર્યું સુખદદુ:ખદ ભાન – બસ, આટલે આવીને તો અટકવું જ પડે છે. પણ આ પ્રાપ્તિ – જે અપ્રાપ્તિના પાત્રમાં છલકાઈ ઊઠે છે – બસ નથી? રિલ્કે તો તુષ્ટ છે. કોઈ આપણા જીવનની નમતી સાંજે એના સુન્દર ઉદયને પ્રકટ કરે ત્યારે ઉદયની કાન્તિથી અસ્ત પણ મણ્ડિત થઈ ઊઠે. આથી રિલ્કે કૃતાર્થતાનો ઉદ્ગાર કાઢે છે:
 
‘Here lies’ reads the graveyard stone,
 
‘Here lives’ is put over me:
 
So beautifully, you happen,
 
I want to be.
 
કબરના પથ્થર પર ‘અહીં અંતિમ નિદ્રામાં પોઢ્યો છે’ને સ્થાને ‘અહીં તેનું જીવન ધબકે છે.’ એમ લખાય એટલું બધું પરિવર્તન આ પ્રેમે આણી દીધું છે. ઉલ્લાસનો કદાચ સૌથી સાચો ઉચ્ચાર ‘I want to be’માં છે. અપ્રાપ્તિના પાત્રમાં આપણી આ પ્રાપ્તિના અતિરેકનું છલકાઈ ઉઠવું એ જ આપણા પ્રેમને દ્યુતિમય બનાવે છે. પ્રેમનું આરોહણ દૂરતાના ઉત્તુંગ શિખર પર જ થતું હોય છે, ને એ દૂરતા વચ્ચે પ્રીતિની મુખચ્છબિ પ્રકટે છે ત્યારે એના પર કશીક અપૂર્વ દ્યુતિ દેખાય છે:
 
When silently you breathe in space
 
and show the distance your face,
 
and they congratulate you.
 
કવિની પ્રીતિએ આણેલા પરિવર્તનથી હવે તો આ કન્યાના દર્પણમાં પોતાનું મુખ જોવાની પણ હિંમત કરી શકતી નથી. કવિની ભૂમિમાં એણે પગ મૂકી દીધો છે, ને એ ભૂમિ તે જીવનની પારની ભૂમિ છે. એ અકળાઈને પૂછી ઊઠે છે. ‘કેવળ તમારી સાથેનું સંબંધસૂત્ર એ એક જ મારે માટે સાચું હોય તો પછી આ જગતમાં તમારા સિવાયનું આટલું બધું નાહક શા માટે ખડકી માર્યું છે?’ પણ આ અસહ્યતાની વેદના છતાં કવિની નજરે ચઢ્યાનો જે ચમત્કાર, તેનું સુખ કાંઈ ઓછું નથી.
 
પ્રીતિ બંધન ન બને એવો રિલ્કેએ સદા આગ્રહ રાખ્યો છે. જે સંબંધનું સૂત્ર છે તે બંધંનનું સૂત્ર ન બને એમ એ તરત કહે છે :
 
No, you shall not fall a prey to in those sultry rooms where love is made.
 
પ્રીતિવશ બનેલાના હૃદયની ઉત્કટ ઝંખના એ પોતે જ કેવી સુંદર છે એટલું જ કવિ તો ચીંધવા ઇચ્છે છે. પણ પ્રેમ પ્રેમી આગળ અટકીને પછડાય છે એ એની કરુણતા છે. એ તો પ્રેમીને ય ઉલ્લંઘી જાય છે. આ પૂર્ણતાને રિલ્કે આ રીતે વર્ણવે છે.
 
… like ripened figs, we’ve rose to hide nothing but dark green must show.
 
આપણાં પ્રીતિપાત્રને પ્રીતિમાં જ અગ્રેસર કરવું એ સિવાય બીજું આપણે શું કરી શકીએ?
 
what else could I do but pass you on?
 
‘હું સદા તારો છું.’ એ પ્રીતિનું સૌથી મોટું જૂઠાણું છે. ‘સદાનો તારો’ થઈ જવાની પળે ખસી જઈને પ્રીતિની ગતિને નિર્બાધ રાખવી તેમાં જ સાચી સાર્થકતા છે. પ્રીતિમાં છઠ્ઠી વિભક્તિનો લોપ ન થાય તો એ પ્રીતિ શેની? માટે કવિ કહે છે :
 
I am one who’s only in the right when withholding; who’s no one’s possession.
 
હૃદય સાથે હૃદયને જકડી દેવામાં નરી ભીંસાભીંસ છે. પણ પ્રાપ્તિની ક્ષિતિજોને વિસ્તારીને, એના ચક્રપથને કોઈ બીજા જ વાયુમણ્ડલમાં જઈને દૂરથી જોઈએ તો એનું દ્યુતિમય રૂપ પ્રકટ થાય. રિલ્કેને મન પ્રીતિની એ ચરમ સ્થિતિ છે. તંગ પણછની સન્નદ્ધતા જો અસ્તિત્વનો પર્યાય બની ચૂકે તો પછી આપણને જે કાંઈ અડે તે દૂર દૂર સુધી વિસ્તર્યા વિના ન રહે. મૂઠીની સખત પકડ નહીં પણ તંગ પણછની સન્નદ્ધતા તે પ્રીતિની ઉત્કટતાનું સાચું લક્ષણ છે. પ્રીતિની આ ઉત્કટતાને કયા શબ્દે પહોંચી વળે –
 
With life so tremulous what speech were fitted?
 
માટે કવિ કહે છે:
 
Be silent then.
 
હવે ભય પામવાની પણ જરૂર નથી. આપણાથી અણજાણપણે આપણી આજુબાજુ કાંઈ કેટલી ય શક્તિઓનાં વર્તુળ વિસ્તર્યે જતાં હોય છે. કેન્દ્રસ્થ રહેવાની દૃઢતા હોય તો વિસ્તારથી છળી ન મરીએ. પોતે વર્ષાની જેમ વરસીને કોઈનું જીવન આપ્લાવિત કરી દઈ શકે એવો દાવો કવિને કરવો નથી. વાદળ નહીં, પણ વાદળની છાયા બનીને કોઈકની વિસ્તરતી પ્રભાની ઓથે ઊભા રહી થોડીક ટાઢક આપવાનું જ કદાચ બની શકે. પવનની લહર નહીં પણ એક ફૂલ પરથી બીજા ફૂલ પર ઊડતા પતંગિયાની નાજુક પાંખનું ‘pure to-and-froing over’ નર્યું અહીંથી તહીં ઊડાઊડ કરવું – બસ, કવિ હૃદયો વચ્ચે આટલું જ કરી શકે. ફૂલનો હાર ગૂંથવો પણ પછી બે ડગલાં ચાલતાં જ પહેલું ઝરણું વહેતું મળે તેના પ્રવાહમાં પધરાવી દેવો, તો વરમાળા ફાંસો નહીં બને. સૂત્ર જેવો અર્ક ધરાવતી પંક્તિમાં કવિ કહે છે :
 
Pass all things on, lose nothing that has been. જે સમૃદ્ધિ આવી મળી છે તેને જેનું મુખ પણ દીઠું નથી એવા પર પણ ન્યોછાવર કરી દેવાનું હૃદયને શીખવો. મુખ જોવાની ય શરત શા માટે? આ નક્ષત્રમણ્ડલ દૃષ્ટિ સમક્ષ સરી ન જાય માટે ખૂબ છેટે સરી જઈને એના પર મીટ માંડવી જોઈએ.
 
પ્રીતિની આ સ્થિતિ આ કન્યાના ગજા બહારની વાત છે. એ પોતે તો પોતાની શક્તિ વડે પોતાનું રક્ષણ કરી શકે એમ નથી. કવિના આધારની એને જરૂર છે, માટે એ કવિને પ્રાર્થે છે :
 
My own strenght can’t protect me.
 
I fade in a breath or two,
 
if you do not collect me,
 
the clear, creative you.
 
‘કવિ તમે જો ઇચ્છયું હોત તો મને સાત રંગોમાં વિભક્ત કરીને તમારી કીર્તિની જેમ વિખેરી દીધી હોત. પણ તમે મને અતૂટ રાખી. હું એક માત્ર શ્વેત સંવાદિતારૂપે સંચિત થઈને ટકી રહી.’
 
કવિ કહે છે : ‘સાત રંગોની સમૃદ્ધિની બાદબાકી કરીને શ્વેતની સંવાદિતાનો લોભ ન રાખવો, પણ એ સાત રંગો સમૃદ્ધિને બદલે નરી જટિલતા બની રહેતા હોય તો એને શ્વેતના તેજબાણે વીંધીને શ્વેતમય કરી નાખવા એ જ ઠીક. ને તને હું શી રીતે બાંધી રાખું? તું પુષ્પની સૌરભ જેવી – તને વિસ્તરવા દેવી એ જ ઠીક. હું તંગ પણછ બનું તો ય તીર બનીને તારે જ દૂર ગતિ કરવાની રહેશે. હું બહુ તો, દૂરની દિશા ચીંધનાર નિશાનમાત્ર છું. માર્ગને પોતાના પ્રકાશથી નવડાવનાર સૂર્ય તો તારે જ થવાનું છે. સૂર્ય પોતે રસ્તા પર ઊતરી આવતો નથી. વળી, પોતે જે પ્રકાશિત કરે છે તે માર્ગને એ પોતે કદી વાપરતો નથી. એની સેવા જ માત્ર અવતરે છે. પ્રીતિમાં આવી સૂર્યવૃત્તિ રાખવી.’ કવિના દર્શનની ઝંખના કન્યાને છે. કવિ એને બહુ ઉત્તેજવા ઇચ્છતા નથી. એથી તો કદાચ આ મનોરમ ચમત્કાર ભાંગી પડે. ‘તારી નાડીનો ધબકાર સાંભળી શકું છું. તો શું તું અહીં, પાસે જ નથી?’ પછી ઉમેરે છે:
 
About your place or mine, why should we care?
 
whenever you receive me inwardly,
 
startled as by some future memory:
 
am I not there?
 
કન્યાની ભીતિ દૂર કરવા માટે કવિ કહે છે : ‘દુ:સ્વપ્નમાં જે પશુઓ આવીને તમને ભડકાવી મારે છે તેને જો હું એ ભીતિની અંદર ઓગળી જઈને નક્ષત્રોનાં પરિમાણનાં બનાવી દઉં તો ભીતિ જ દ્યુતિ નહીં બની રહે? આપણી નિદ્રાની આજુબાજુ આકાશની પાંખની ઉષ્માભરી છાયા છે, ત્યારે આખું વિશ્વ પડખામાં લઈને આપણે પોઢયાં હોઈએ છીએ. ત્યાં ભીતિને માટે અવકાશ જ ક્યાં રહ્યો?’ બે પરિમાણ વચ્ચેની વિસંગતિ જ ભય ઉપજાવે છે. પરિણામ સુધારી લેતાં આવડે તો પછી ભય શેનો?
 
આ વિશ્વને કેટલું આપણું કરી શક્યા તેનું જ સરવૈયું આખરે તો કાઢવાનું રહે. ગુલાબની સુવાસ આપણી સુવાસ બની રહે તો જ ગુલાબ આપણામાં વસતુ થાય. હવામાં જે આ ભાર છે તે સુવાસનો છે કે સ્મૃતિનો છે? આ હવા આપણને ક્યાં હરી લઈ જાય છે? કવિ ઝંખે છે : તારા હાથમાંથી આવતી સુવાસ કેવી છે તે જો મેં એકાદ વાર જાણ્યું હોત, તું જે શાલ ઓઢે છે તેની વાસની જો મને ખબર હોત, તારા વાળની વાસ કેવી મૃદુ છે તે મેં જાણ્યું હોત તો – પણ આજે તો,
 
Look how today rose’s scent,
 
This air pervading sentiment
 
separates us?
 
તેમ છતાં કવિ કેટલીક વાર એટલી બધી નિકટતા અનુભવે છે કે એમનાથી કહેવાઈ જાય છે:
 
Almost at times the beating of your heart
 
has been like knocking at my door.
 
કવિએ પોતે પણ પોતાની ઝંખનાને સંયત કરી લીધી છે. દરેક હૃદય પોતપોતાની રાત્રિની નિસ્તબ્ધતામાં પોતાનો આગવો સૂર ઘૂંટી લે તે ઇષ્ટ છે, એમ એને લાગે છે. કવિ માત્ર પોતાની અંદર રહેલા એક અજ્ઞાત સાથી જોડે સંધાયેલો હોય છે. એને શોધવાની રમત તો જિંદગીભર ચાલ્યા જ કરે છે.
 
પણ એરિકા તો કૃતાર્થ થઈ ચૂકી છે. કવિએ એવું તે એને શું આપ્યું છે કે જેથી પોતાનો આત્મા નવેસરથી કવિને હાથે ઘડાય એવું ઇચ્છી બેઠી? એના જવાબમાં એ કહે છે :
 
.. out of himselt I saw him lift
 
the world into my trembling hands.
 
કવિએ એ પોતે ક્ષણ ક્ષણની ધીરજથી, પોતાના અન્તરંગમાં, ઘડેલું આખું વિશ્વ જ એના હાથમાં મૂકી દીધું. પણ એના હાથમાંથી એ સરી પડયું. એને ઉપાડવાનું એનું ગજું શું? તો પછી? હાથમાં રહ્યું શું? નર્યું શૂન્ય, હાથમાં જાણે ક્યારે ય કશું જ નો’તું! તો પછી એ જીવે છે શાને આધારે? જે મળ્યું તેના સતત સ્મરણથી થતા રુદન વડે, અને એ પોતાનાથી કદી ભૂલી નહીં શકાય તેવા આનંદ વડે.
 
એરિકામાં રહેલા કવિનો વિકાસ જોઈ રિલ્કે તુષ્ટ થાય છે. શબ્દો બોલવાનું જોખમ ખેડવું એ કાંઈ જેવી તેવી વાત નથી. દરેક શબ્દને વિસ્તરવાને કેટલો બધો અવકાશ જોઈએ, ને આપણી પાસે એ હોય છે ખરો? કવિને હવે માંદગીના દુ:ખનો અનુભવ થાય છે. એ રોગનું રૂપ હજી પરખાયું નથી, છતાં એને નકારી શકાય એમ નથી. પણ આ
 
… almost illnesses are worse to bear.
 
પંખીને ઉડતાં ઉડતાં કશોક ભાર લાગે ને એથી એની આંખ ઝૂકી જાય, કે ગ્રહો ગતિ કરતાં કરતાં એ ગતિને દોરનાર બળના ભારથી ઘડીભર પોતે જે વિરોધી તત્ત્વોના બન્યા છે તેની વચ્ચેના વિરોધના ભારથી સહેજ થંભી જાય તેના જેવી આ સ્થિતિ છે. કેટલીક વાર મૌનનો ભાર એવો હોય છે. કવિનું મૌન આવું છે.
 
એરિકા કવિનું આ દીર્ઘકાળનું મૌન પોતે તોડ્યું તે બદલ ક્ષમા યાચતાં કહે છે :
 
..bear no ill will
 
because I break a silence of such length.
 
રાત્રિની શેતરંજના પટ પર ગતિ કરતાં પ્યાદા જેવી એરિકાના હૃદયની ગતિ છે. કદીક પ્રગલ્ભ પ્યાદાં જેવી એરિકાના હૃદયની ગતિ છે. કદીક પ્રગલ્ભ, કદીક ભીરુ, પણ કવિને મન પ્રીતિ, તે તારા અને તારા વચ્ચે હોય છે તેવો cosmical સંબંધ છે. પ્રિયતમાનું ગીત એની સાથે કેટલા બધા અવકાશને લઈ આવે છે, ને કવિના મૌનને એ અવકાશથી સભર બનાવી દે છે! હવે કવિને પોતાનો રોગ પરખાતો જાય છે ને એની યાતના વર્ણવતાં કહે છે:
 
by slow degress i sank into a wound,
 
which does not heal as I don’t know where to,
 
and stand in it, I stand in my own blood,
 
in my blood’s torture-bath.
 
પણ આનો વિષાદ તારે કરવાનો ન હોય:
 
… drown the moaning
 
now with your youth.
 
આપણા સમસ્ત સર્જનમાં મૃત્યુનો હાથ અકળ રીતે રહ્યો હોય જ છે. કવિની નિદ્રાહીન દર્દની યાતનાભરી રાતો – ત્યારે એ એરિકાને પૂછે છે : એકનો ટકોરો… પછી ચારનો ટકોરો, ચારે બાજુ આપણામાં છે તેવું અંધારું, ને એની અંદર અવાક્ બનીને બેઠેલો સમય. આવી વેળાએ તારી શય્યા પાસે કયું પુસ્તક પડ્યું હોય છે?
 
પણ હવે કવિ કશું પૂછવા ઇચ્છતા નથી :
 
I don’t ask. Asking has a selfish aim.
 
હવે તો કવિની માત્ર એટલી જ ઇચ્છા છે કે –
 
You lightly sense
 
the brushing wing-tip of my tenderness.
 
વિદાયના વિષાદનો શિલાભાર કવિ કોઈના હૃદય પર ચાંપવા ઇચ્છતા નથી. ચાલ્યા જતી વેળાએ સહેજ સરખો જવાનો અણસાર સ્પર્શે એટલે બસ. હવે કવિને પોતાનો અંત દેખાવા લાગ્યો છે. જેણે બીજાને જળ સીંચીને પોષ્યા તેનો ઝરો હવે ખૂટી ગયો છે. પણ જીવનને કે મરણને ગ્લાનિથી આવકારાય નહીં, મરણને તો નહીં જ. ને રિલ્કેનો તો કવિધર્મ ‘praising’ નો જ હતો. એને તો થાક, કંટાળો કે ગ્લાનિ પરવડે નહીં. ઉત્સાહ વિના પ્રશંસા સંભવે? આ જે ભાર લાગે છે તે તો merely through homing weight. છેલ્લી કવિતામાં કવિ અર્ધ વિરામ, અલ્પ વિરામ વાપરતા નથી. બંગાળીઓ કહે છે તેમ કવિ હવે ‘પૂર્ણચ્છેદ’ – પૂર્ણવિરામની નજીક છે. ખોઈને પામેલું હૈયું જ આપણું સાચું બને છે, કવિને પ્રશ્ન થાય છે : આપણે દડો ઊંચે નાખીએ છીએ ત્યારે હાથને એનું જે વજન લાગે છે તે જ વજન એ ઊંચેથી પાછો વળીને આપણા હાથમાં આવે છે ત્યારે હોય છે ખરું? કે પછી એમાં ઘરભણી પાછા વળવાનું ‘homing weight’ ઉમેરાયું હોય છે? આમ કહીને કવિ કદાચ એમ કહેવા ઇચ્છે છે કે જીવનની અંતિમ વેળાએ વિષાદનો કે મરણનો ભાર એમને લાગ્યો નથી, મરણનું પણ એમણે ગ્લાનિથી સ્વાગત નથી કર્યું. આ તો માત્ર સહેજ સરખો ભાર છે.
 
એરિકાની છબિ મેં જોઈ નથી, રિલ્કેનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હતું, પણ સોહામણા પુરુષ તરીકે કદાચ એને ન ઓળખાવાય, પણ પ્રેમના અન્તરંગનું આ ઊઘડેલું સૌન્દર્ય જોવું મને ગમ્યું છે.
{{Poem2Close}}
{{Poem2Close}}

Navigation menu