17,546
edits
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
(+નેવિગેશન ટૅબ) |
||
Line 10: | Line 10: | ||
ને ક્યાં છે સમય? કાળ જેવું વિકરાળ જેનું નામ છે તે બિચારો કાંડાઘડિયાળના રેડિયમ-ટિપ્ટ કાંટાઓમાં આગિયાના નાના શા જૂથની જેમ બેસી રહ્યો છે. સૂરજના હાથ છોડાવીને નાસી ગયેલા સાત ઘોડાઓમાંનો એકાદ ભૂલો પડીને મારા લોહીની ગુફામાં શરણું શોધે છે. ને ચન્દ્ર? અમારા સોનગઢવ્યારાની ગામીત ચૌધરી આદિવાસી બાઈઓના ગળામાંના ચાંદીના સિક્કા જેવો લાગે છે. રાતે એ ય ઢંકાઈ જાય છે ત્યારે આપણાં મૌનની બીજલેખા જ જાણે અજવાળું પાથરતી લાગે છે. ધૂસરતા જ્યારે ઘેરી બને છે એકાદ ખૂણે સૂરજની લાલ આંચ નજરે પડે છે ત્યારે મસમોટું કબૂતર આપણને સૌને ઢાંકીને બેઠું હોય એવું લાગે છે. અથવા આલ્ફ્રેડ હિચકોકના ‘The Birds’માંનું કોઈ લાલ ચાંચવાળું ભૂખરું પંખી આપણને ટોચી ખાવા તત્પર થઈને બેઠું હોય એવું લાગે છે. વૃક્ષનાં પાંદડાં નાના બાળકની સાંકડી હથેલી જેવાં છે, રમવાને માટે લોભથી એકઠી કરેલી લખોટીઓ એમની હથેળીમાં સરી પડે તેમ આ પાંદડાં પરથી પાણીનાં ટીપાં સર્યે જ જાય છે. જળના મુખ પર આદિકાળનો વિષાદ છે, એના પ્રવાહ પર આ કોની છબિ અંકાઈ છે? અહીં થોડાંક પંખીઓ કોઈકના હસ્તાક્ષરની જેમ એના પર અંકાઈને ઊડી જાય છે. સળગી ઉઠેલા ઝૂમાંના પાંજરામાંના સિંહની જેમ મારામાં પૂરાઈ રહેલું એકાંત ત્રાડ પાડી ઊઠે છે. ધૂળના ઢેફાની ભીનાશને નીચે આશ્રય લઈ રહેલા કોઈ અલ્પાયુ કીટની હળવી તુચ્છતા આ પળે સ્પૃહણીય લાગે છે. આ બધું છતાં સળગતી જામગરીના વેગથી મારું લોહી મારામાં ધસે છે. એ પેલા નાસી છૂટેલા સૂરજના સાત ઘોડા પૈકીના એકે મચાવેલો ઉત્પાત હશે? ન જાને! ને બહાર સમય ધીમી ગતિએ સરી રહ્યો છે – થીજી ગયેલા બરફ પર ચાલતી ગોકળગાયની જેમ એ રેખા આંકતો જાય છે. આ ધૂસરતાથી પૂલ પોતાનામાંના મધુને શી રીતે સંગોપી રાખી શકતું હશે? મને તો મારું પ્રતિબિંબ પણ કોઈ ભીરુ ત્રસ્ત પંખની ગોળ આંખમાં સંતાડી દેવાનું મન થાય છે. થોડોક અસંબદ્ધ શબ્દો-ટનલમાંથી ગાડી પસાર થતી હોય ત્યારે અંધારામાં કોઈક વાર અજવાળાનો સાંધો માર્યો હોય તેના જેવા – મનમાં આવે છે. એને ટાંકો મારીને જોડવાનું મન થતું નથી. જે કાંઈ બોલીએ તે આજે અસંબદ્ધ જલ્પના બની રહે છે. આ ધૂસરતાનો છદ્મવેશ પહેરીને કોઈ ઠગવા નીકળ્યું છે એવું લાગે છે; આથી નમણાં ફૂલની પાછળ બંદૂકનું નાળચું સંતાયું હોવાનો વહેમ જાય છે. અસ્તિત્વવાદીઓ હોવાનું કૈવલ્ય ભોગવવાનું કહે છે. પણ આપણું હોવું એ બીજા કોઈનો બુરખો, મહોરું, ઢાલ તરીકે પણ ખપમાં આવતું હોય ત્યારે? આથી ધૂસરતાની ‘નેગેટીવ’ તડકાના દ્રાવણમાં ધોવાઈ જશે ત્યારે કઈ છબિ દેખાશે તેનું મને અચરજ થાય છે. વ્યર્થતા ને સાર્થકતાના પલ્લાં આ આબોહવામાં સમતોલ રહેતાં નથી. આથી તો ‘રોમાન્ટિક’ની ગાળો ખાવાનો વારો આવે છે, ને એમ છતાં શિયાળાના આ દિવસોમાં માવઠાનાં પાણીનો સંચય કરીને બેઠેલાં કંજૂસ ખાબોચિયાંને પણ પોતાની લીલાથી કદર્યતામાંથી ઉગારી લેનારી એ ડહોળા પાણીમાં સેલારા મારતું નગણ્ય જંતુ જોઈ રહેવાનો લોભ જતો કરી શકતો નથી. ભોળું કે મુગ્ધ મન (જે રવીન્દ્રનાથ, કાફકા અને સાર્ત્રને એક જ ભાવે ભજે એનામાં કાંઈ અક્કલ ખરી?) અશોકના શિલાલેખ અને આ નગણ્ય જંતુના જળલેખ વચ્ચે કોઈ વિવેક કરવાની તત્પરતા બતાવતું નથી. ઊલટાનું ધૂસરતાની આડશે થોડા ભારને (મારા જેવાની બાબતમાં ‘ગૌરવને’ નહીં કહેવાય તે જાણું છું.) ફગાવી દેવાની સગવડ મળી રહે છે તે ઝડપી લેવા હું તૈયાર થઈ જાઉં છું. અર્થના નક્કર ગાંગડાને ય ધૂસરતાનો પાસ બેસે છે. એના પર પછીથી હીરાની જેમ પાસાં પાડી શકાતાં નથી. ચંદ્ર જેવા ચંદ્રને લસણની કળી કહીને વખારમાં નાખી દેવાની નાદાનિયત પણ પરવડે છે. કેનેડીની હત્યાના સમાચારવાળા છાપાને પંખીની જેમ ઉડાવે છે, શઢની જેમ ફુલાવે છે, ને પછી – આટલી લાલચો આપ્યા પછી – ભોંય ભેગું કરી દે છે. હવે તો તડકો નીકળ્યો છે, પણ એ ધૂસરતાની અવળી બાજુ – એના અસ્તર – જેવો લાગે છે. ખંડિયેરની દીવાલ પરના લીલના લીલા પ્રલેપ પર તડકાનું ઢોળ ચઢાવવાનું શરૂ થઈ ચૂક્યું છે. હવે આ રીતે બોલેલું છાજે નહીં, હાંસી થાય, માટે બંધ કરું. પણ થોડી ઘણી ધૂસરતા કોનામાં નથી હોતી? તમે નમ્રતાપૂર્વક પણ એનો ઇન્કાર કરી નહીં શકો. | ને ક્યાં છે સમય? કાળ જેવું વિકરાળ જેનું નામ છે તે બિચારો કાંડાઘડિયાળના રેડિયમ-ટિપ્ટ કાંટાઓમાં આગિયાના નાના શા જૂથની જેમ બેસી રહ્યો છે. સૂરજના હાથ છોડાવીને નાસી ગયેલા સાત ઘોડાઓમાંનો એકાદ ભૂલો પડીને મારા લોહીની ગુફામાં શરણું શોધે છે. ને ચન્દ્ર? અમારા સોનગઢવ્યારાની ગામીત ચૌધરી આદિવાસી બાઈઓના ગળામાંના ચાંદીના સિક્કા જેવો લાગે છે. રાતે એ ય ઢંકાઈ જાય છે ત્યારે આપણાં મૌનની બીજલેખા જ જાણે અજવાળું પાથરતી લાગે છે. ધૂસરતા જ્યારે ઘેરી બને છે એકાદ ખૂણે સૂરજની લાલ આંચ નજરે પડે છે ત્યારે મસમોટું કબૂતર આપણને સૌને ઢાંકીને બેઠું હોય એવું લાગે છે. અથવા આલ્ફ્રેડ હિચકોકના ‘The Birds’માંનું કોઈ લાલ ચાંચવાળું ભૂખરું પંખી આપણને ટોચી ખાવા તત્પર થઈને બેઠું હોય એવું લાગે છે. વૃક્ષનાં પાંદડાં નાના બાળકની સાંકડી હથેલી જેવાં છે, રમવાને માટે લોભથી એકઠી કરેલી લખોટીઓ એમની હથેળીમાં સરી પડે તેમ આ પાંદડાં પરથી પાણીનાં ટીપાં સર્યે જ જાય છે. જળના મુખ પર આદિકાળનો વિષાદ છે, એના પ્રવાહ પર આ કોની છબિ અંકાઈ છે? અહીં થોડાંક પંખીઓ કોઈકના હસ્તાક્ષરની જેમ એના પર અંકાઈને ઊડી જાય છે. સળગી ઉઠેલા ઝૂમાંના પાંજરામાંના સિંહની જેમ મારામાં પૂરાઈ રહેલું એકાંત ત્રાડ પાડી ઊઠે છે. ધૂળના ઢેફાની ભીનાશને નીચે આશ્રય લઈ રહેલા કોઈ અલ્પાયુ કીટની હળવી તુચ્છતા આ પળે સ્પૃહણીય લાગે છે. આ બધું છતાં સળગતી જામગરીના વેગથી મારું લોહી મારામાં ધસે છે. એ પેલા નાસી છૂટેલા સૂરજના સાત ઘોડા પૈકીના એકે મચાવેલો ઉત્પાત હશે? ન જાને! ને બહાર સમય ધીમી ગતિએ સરી રહ્યો છે – થીજી ગયેલા બરફ પર ચાલતી ગોકળગાયની જેમ એ રેખા આંકતો જાય છે. આ ધૂસરતાથી પૂલ પોતાનામાંના મધુને શી રીતે સંગોપી રાખી શકતું હશે? મને તો મારું પ્રતિબિંબ પણ કોઈ ભીરુ ત્રસ્ત પંખની ગોળ આંખમાં સંતાડી દેવાનું મન થાય છે. થોડોક અસંબદ્ધ શબ્દો-ટનલમાંથી ગાડી પસાર થતી હોય ત્યારે અંધારામાં કોઈક વાર અજવાળાનો સાંધો માર્યો હોય તેના જેવા – મનમાં આવે છે. એને ટાંકો મારીને જોડવાનું મન થતું નથી. જે કાંઈ બોલીએ તે આજે અસંબદ્ધ જલ્પના બની રહે છે. આ ધૂસરતાનો છદ્મવેશ પહેરીને કોઈ ઠગવા નીકળ્યું છે એવું લાગે છે; આથી નમણાં ફૂલની પાછળ બંદૂકનું નાળચું સંતાયું હોવાનો વહેમ જાય છે. અસ્તિત્વવાદીઓ હોવાનું કૈવલ્ય ભોગવવાનું કહે છે. પણ આપણું હોવું એ બીજા કોઈનો બુરખો, મહોરું, ઢાલ તરીકે પણ ખપમાં આવતું હોય ત્યારે? આથી ધૂસરતાની ‘નેગેટીવ’ તડકાના દ્રાવણમાં ધોવાઈ જશે ત્યારે કઈ છબિ દેખાશે તેનું મને અચરજ થાય છે. વ્યર્થતા ને સાર્થકતાના પલ્લાં આ આબોહવામાં સમતોલ રહેતાં નથી. આથી તો ‘રોમાન્ટિક’ની ગાળો ખાવાનો વારો આવે છે, ને એમ છતાં શિયાળાના આ દિવસોમાં માવઠાનાં પાણીનો સંચય કરીને બેઠેલાં કંજૂસ ખાબોચિયાંને પણ પોતાની લીલાથી કદર્યતામાંથી ઉગારી લેનારી એ ડહોળા પાણીમાં સેલારા મારતું નગણ્ય જંતુ જોઈ રહેવાનો લોભ જતો કરી શકતો નથી. ભોળું કે મુગ્ધ મન (જે રવીન્દ્રનાથ, કાફકા અને સાર્ત્રને એક જ ભાવે ભજે એનામાં કાંઈ અક્કલ ખરી?) અશોકના શિલાલેખ અને આ નગણ્ય જંતુના જળલેખ વચ્ચે કોઈ વિવેક કરવાની તત્પરતા બતાવતું નથી. ઊલટાનું ધૂસરતાની આડશે થોડા ભારને (મારા જેવાની બાબતમાં ‘ગૌરવને’ નહીં કહેવાય તે જાણું છું.) ફગાવી દેવાની સગવડ મળી રહે છે તે ઝડપી લેવા હું તૈયાર થઈ જાઉં છું. અર્થના નક્કર ગાંગડાને ય ધૂસરતાનો પાસ બેસે છે. એના પર પછીથી હીરાની જેમ પાસાં પાડી શકાતાં નથી. ચંદ્ર જેવા ચંદ્રને લસણની કળી કહીને વખારમાં નાખી દેવાની નાદાનિયત પણ પરવડે છે. કેનેડીની હત્યાના સમાચારવાળા છાપાને પંખીની જેમ ઉડાવે છે, શઢની જેમ ફુલાવે છે, ને પછી – આટલી લાલચો આપ્યા પછી – ભોંય ભેગું કરી દે છે. હવે તો તડકો નીકળ્યો છે, પણ એ ધૂસરતાની અવળી બાજુ – એના અસ્તર – જેવો લાગે છે. ખંડિયેરની દીવાલ પરના લીલના લીલા પ્રલેપ પર તડકાનું ઢોળ ચઢાવવાનું શરૂ થઈ ચૂક્યું છે. હવે આ રીતે બોલેલું છાજે નહીં, હાંસી થાય, માટે બંધ કરું. પણ થોડી ઘણી ધૂસરતા કોનામાં નથી હોતી? તમે નમ્રતાપૂર્વક પણ એનો ઇન્કાર કરી નહીં શકો. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav2 | |||
|previous = ઓગણપચાસ | |||
|next = | |||
}} |
edits