ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ઈશ્વર પેટલીકર/લોહીની સગાઈ: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ
No edit summary
(પ્રૂફ)
Line 12: Line 12:
માતૃત્વની લાગણીમાં ખેંચાઈ વહુઓ અમરતકાકીને અન્યાય કરી બેસતી એટલું જ, બાકી દીકરીનાં બાળકો પ્રત્યે પણ એમનું વર્તન એવું જ હતું. એ કારણે, વહુઓ પતિ આગળ બબડીને જ્યારે રહી જતી ત્યારે દીકરી માને મોંએ જ સંભળાવી દેતી : ‘મંગુને ખોટાં લાડ લડાવીને તેં જ વધારે ગાંડી કરી મૂકી છે. ટેવ પાડીએ તો ઢોરનેય ઝાડો-પેશાબ ક્યાં કરાય અને ક્યાં ન કરાય તેનું ભાન આવે છે, તો બાર વરસની છોડી ગમે તેટલી ગાંડી હોય પણ એને ટેવ પાડી હોય તો શું આટલું ભાન ન આવે? એ મૂંગી છે, પણ કંઈ બહેરી નથી કે આપણું કાને ન ધરે, ભૂલ કરે તો બે લપડાક ચોડી દીધી હોય તો બીજી વખત તરત ભાન રાખે.’

દીકરી આગળ કંઈ બોલે તે પહેલાં અમરતકાકીની આંખો વરસવા માંડતી. દીકરીનું હૈયું પણ ભરાઈ આવતું, પરંતુ કઠણ કાળજું કરી એ મનનો ડૂમો કાઢી નાખતી : ‘તું જાણે છે કે દીકરીને લાડ કરી સુખી કરું છું, પણ યાદ રાખજે કે તું જ એની સાચી વેરણ છે. તું કંઈ કાયમ બેસી રહેવાની નથી. ભાભીઓને પનારે એ પડશે ત્યારે રોજ એનાં મળમૂતર ધોવા જેટલી કોઈ આળપંપાળ નહીં કરે, અને એ દુઃખી દુઃખી થઈ જશે.’ સહેજ અટકીને ધીમે સાદે એ કહેતી, ‘કહેવત છે એ ખોટી નહીં કે પારકી મા જ કાન વીંધે. દવાખાનામાં મૂકવાથી ડાહી નહીં થવાની હોય તો નહીં થાય, પણ ઝાડો-પેશાબ અને કપડાંનું ભાન આવશે તોય બસ છે. ભાઈઓના ઘરમાં ભગવાને ધાન ઘણું આપ્યું છે; ભાભીઓ ટંક ખાવા ન આપે એવી કજાત પણ નથી.’
દીકરી આગળ કંઈ બોલે તે પહેલાં અમરતકાકીની આંખો વરસવા માંડતી. દીકરીનું હૈયું પણ ભરાઈ આવતું, પરંતુ કઠણ કાળજું કરી એ મનનો ડૂમો કાઢી નાખતી : ‘તું જાણે છે કે દીકરીને લાડ કરી સુખી કરું છું, પણ યાદ રાખજે કે તું જ એની સાચી વેરણ છે. તું કંઈ કાયમ બેસી રહેવાની નથી. ભાભીઓને પનારે એ પડશે ત્યારે રોજ એનાં મળમૂતર ધોવા જેટલી કોઈ આળપંપાળ નહીં કરે, અને એ દુઃખી દુઃખી થઈ જશે.’ સહેજ અટકીને ધીમે સાદે એ કહેતી, ‘કહેવત છે એ ખોટી નથી કે પારકી મા જ કાન વીંધે. દવાખાનામાં મૂકવાથી ડાહી નહીં થવાની હોય તો નહીં થાય, પણ ઝાડો-પેશાબ અને કપડાંનું ભાન આવશે તોય બસ છે. ભાઈઓના ઘરમાં ભગવાને ધાન ઘણું આપ્યું છે; ભાભીઓ ટંક ખાવા ન આપે એવી કજાત પણ નથી.’

અમરતકાકી લોકોને દવાખાના અંગે પાંજરાપોળની ઉપમા આપતાં ત્યારે લોકો પરાયાં તરીકે જે કહી શકતા નહીં તે દીકરી કહી નાખતી : ‘દવાખાનું પાંજરાપોળ જેવું હશે અને કદાચ મંગુ મરી ગઈ તો એનો અને કુટુંબનો છુટકારો થશે!’
અમરતકાકી લોકોને દવાખાના અંગે પાંજરાપોળની ઉપમા આપતાં ત્યારે લોકો પરાયાં તરીકે જે કહી શકતા નહીં તે દીકરી કહી નાખતી : ‘દવાખાનું પાંજરાપોળ જેવું હશે અને કદાચ મંગુ મરી ગઈ તો એનો અને કુટુંબનો છુટકારો થશે!’
Line 136: Line 136:
અમરતકાકી : ‘એને દહીં બહુ ભાવે છે. દરરોજ તો ના બને, પણ બીજેત્રીજે દહાડે આપજો. એવું વધારાનું જે ખર્ચ થશે તે અમે આપીશું. જે એની ચાકરી કરતું હશે તેને પણ રાજી કરશું.’
અમરતકાકી : ‘એને દહીં બહુ ભાવે છે. દરરોજ તો ના બને, પણ બીજેત્રીજે દહાડે આપજો. એવું વધારાનું જે ખર્ચ થશે તે અમે આપીશું. જે એની ચાકરી કરતું હશે તેને પણ રાજી કરશું.’

અમરતકાકી અને દીકરો મંગુને મૂકી દવાખાનાની બહાર નીકળ્યાં ત્યારે બંનેનાં મોં ઉપર શોકનાં વાદળ છવાયેલાં હતાં. મૂંગાં મૂંગાં બંને બહાર ઊભેલી ઘોડાગાડીમાં બેસી વિદાય થયાં. ગાડીના ડબામાં પગ મૂકતાં અમરતકાકીને સાંભરી આવ્યું – દવાખાનામાં સૂવા ખાટલો આપતાં હશે કે નહીં? મંગુ નીચે સૂઈ રહેલી નથી, એટલે જો ખાટલો નહીં હોય તો એને નહીં ફાવે. મનમાં થયું કે પોતાને અંદર જોવા જવા દીધી હોત તો આ ભાળવણી કરવાનું રહી ન જાત. ઓરડીમાં ખાટલો ન જુવત એટલે તરત સાંભરી આવત.
અમરતકાકી અને દીકરો મંગુને મૂકી દવાખાનાની બહાર નીકળ્યાં ત્યારે બંનેનાં મોં ઉપર શોકનાં વાદળ છવાયેલાં હતાં. મૂંગાં મૂંગાં બંને બહાર ઊભેલી ઘોડાગાડીમાં બેસી વિદાય થયાં. ગાડીના ડબામાં પગ મૂકતાં અમરતકાકીને સાંભરી આવ્યું – દવાખાનામાં સૂવા ખાટલો આપતાં હશે કે નહીં? મંગુ નીચે સૂઈ રહેતી નથી, એટલે જો ખાટલો નહીં હોય તો એને નહીં ફાવે. મનમાં થયું કે પોતાને અંદર જોવા જવા દીધી હોત તો આ ભાળવણી કરવાનું રહી ન જાત. ઓરડીમાં ખાટલો ન જુવત એટલે તરત સાંભરી આવત.

દવાખાનામાં કામ કરનાર માયાળુ છે, ભલાં છે, એવી ખાતરી અમરતકાકીને થઈ હતી. પરંતુ એમને અંદર જવા દીધાં ન હતાં એટલે વસવસો રહી ગયો હતો કે આપણને નહીં ગમે તેવું હશે ત્યારે જ અંદર જવા નહીં દેવાનો કાયદો કર્યો હશે ને? એનો ટેકો આપતું હતું પેલું અધખોલું બારણું; ભૂતની માફક ભમતી ગંદી, જથરવથર અને ભૂખે મરી ગઈ હોય તેવી બિહામણી ગાંડી સ્ત્રીઓ. એ સાથે અમરતકાકીને મંગુ પોતાને ન જોવાથી રડતી હોય તેવો સાદ સંભળાયો. એમની આંખમાંથી આંસુ ચાલ્યાં. બાજુમાં બેઠેલી સ્ત્રીએ પૂછપરછ કરી : ‘કેમ બા, રડો છો? કોઈનું મૈણું થયું છે?’

17,546

edits

Navigation menu