17,386
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(પ્રૂફ) |
||
Line 2: | Line 2: | ||
{{Heading|રાક્ષસ | સુરેશ જોષી}} | {{Heading|રાક્ષસ | સુરેશ જોષી}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મારી પથારી પાસેની, છજામાં પડતી, બારી પર એક કાંકરો આવીને અથડાયો, તરત જ બીજો કાંકરો આવીને અથડાયો. હું સફાળો બેઠો થઈ ગયો. આજુબાજુ સૂતેલું કોઈ જાગી નહિ જાય એમ, ચોરપગલે, નીચે ઊતર્યો. ઓસરીમાં ઝીણું કરીને રાખેલું ફાનસ હોલવી નાખ્યું. વદ ચોથનો | મારી પથારી પાસેની, છજામાં પડતી, બારી પર એક કાંકરો આવીને અથડાયો, તરત જ બીજો કાંકરો આવીને અથડાયો. હું સફાળો બેઠો થઈ ગયો. આજુબાજુ સૂતેલું કોઈ જાગી નહિ જાય એમ, ચોરપગલે, નીચે ઊતર્યો. ઓસરીમાં ઝીણું કરીને રાખેલું ફાનસ હોલવી નાખ્યું. વદ ચોથનો ચંદ્ર ઊગવાનો આભાસ જ હજી પૂર્વમાં હતો, એના ધૂંધળા અસ્તરમાં બધું લપેટાઈ ગયું હતું. મેં આજુબાજુ નજર કરી, કોઈ દેખાયું નહીં. હું સહેજમાં ઊભો રહી ગયો. ઊભા રહેતાંની સાથે જ મને અકળ રીતે સમજાઈ ગયું કે બાજુમાં રહ્યું રહ્યું કોઈ મારી રજેરજ હિલચાલ પર નજર રાખી રહ્યું છે. મેં દોડવા માંડ્યું. થોડે છેટે ધૂંધળા આભાસમાં કોઈનો આકાર સરી જતો દેખાયો. સંકેત મુજબ મેં સીટી વગાડી. સામેથી તરત જ સીટીનો અવાજ સંભળાયો. થોડેક છેટેના ઘટાદાર લીમડાના પડછાયામાં એ આકાર અદૃશ્ય થઈ ગયો. હું સહેજ મૂંઝાઈને ઊભો રહી જવા જતો હતો ત્યાં ફરી સીટી વાગી. હું દોડીને લીમડા પાસે પહોંચ્યો. એના પડછાયામાંથી પેલા આકારે કરેલા તર્જનીસંકેતને હું અનુસર્યો. પાસે જઈને હું કશુંક બોલવા જતો હતો ત્યાં એણે તરત હોઠ પર આંગળી ધરીને મને ચૂપ કરી દીધો. કશું બોલ્યા વિના પૂર્વ તરફ આંગળી ચીંધી. ચંદ્ર ઊગતો હતો. એના અજવાળામાં મેં એને જોઈ. નજર ઠેરવીને જોઈ રહું તે પહેલાં એ હાથ ખેંચીને મને દોડાવી લઈ ગઈ. આજુબાજુનાં ઝાડ વચ્ચે ઢંકાયેલી એક નાની દહેરી આગળ આવીને અમે ઊભાં. એણે અણસારાથી મને ઘૂંટણિયે પડવાનું સૂચવ્યું, પછી એ વાંકી વળી. એનું મોઢું મારા માથા પર હતું. એનો ઉષ્ણ ઉચ્છ્વાસ મને સ્પર્શી જતો હતો. એ હોઠ ફફડાવીને કશુંક અસ્પષ્ટ ગણગણી. પછી મારા ગળામાં કશુંક બાંધી દીધું, હું કશુંક પૂછું તે પહેલાં જ એ બોલી. આંખ બંધ કરીને સાત વાર ગોળ ગોળ ફર, હું કહું ત્યારે જ આંખ ખોલજે. મેં એના કહ્યા મુજબ કર્યું. મારો હાથ પકડીને એ દોડવા લાગી. મેં પણ બંધ આંખે દોડવા માંડ્યું. થોડેક ગયા પછી એણે કહ્યું: હવે આંખ ખોલી દે. મેં આંખો ખોલી. હવે ચંદ્ર ઝાડના માથા પર પૂરેપૂરો આવી ગયો હતો. મેં એને જોઈ. આજે એને યાદ કરવા મથું છું ત્યારે એ ચહેરો પૂરો દેખાતો નથી. માત્ર થોડું થોડું યાદ આવે છે. એના આગલા બે દાંત પડી ગયા હતા. એના કાનમાંનાં એરિંગ ચમકતાં હતાં, ને એનું કપાળ અસ્તવ્યસ્ત વાળથી ઢંકાઈ ગયું હતું. એમાંથી એની બે તરવરાટભરી આંખોનો ચમકારો દેખાતો હતો. એ મને કહેતી: ‘તેં જૂઈની ઘણી કાચી કળીઓ એક વાર તોડી નાખી હતી તેથી જૂઈ પરીનો તને શાપ છે. તને કશું પૂરું યાદ નહીં રહે. તું જે યાદ કરશે તેમાં કંઈક ને કંઈક ખૂટતું હશે.’ જૂઈ પરીના આ શાપને શી રીતે પાછો ખેંચાવવો તે વિશે અમે બન્નેએ કાંઈ ઓછી મથામણ નથી કરી, પણ શાપ તે શાપ. | ||
એ બોલી: ‘તારા ગળામાં મેં તાવીજ બાંધી દીધું છે એટલે હવે તને કશું નહીં થાય. એ તાવીજ મને ખાસ ભોળા ભૂવાએ આપ્યું છે. એમાં શું શું છે તે જાણે છે? ઘુવડની આંખની ભસ્મ, વાઘની મૂછનો વાળ, સાત આમલીના ઝુંડવાળા રાક્ષસનો દાંત,’ – આવી કાંઈ કેટલીય વસ્તુ એ ગણાવી ગઈ. આજે એમાંની બધી મને યાદ પણ નથી. સાચું રક્ષાકવચ તો એના હાથનો સ્પર્શ જ હતો. એ કહેવાની ભાષા એ વયે મને આવડતી નહોતી તેથી કાંઈ એ ઓછું સાચું નહોતું. | એ બોલી: ‘તારા ગળામાં મેં તાવીજ બાંધી દીધું છે એટલે હવે તને કશું નહીં થાય. એ તાવીજ મને ખાસ ભોળા ભૂવાએ આપ્યું છે. એમાં શું શું છે તે જાણે છે? ઘુવડની આંખની ભસ્મ, વાઘની મૂછનો વાળ, સાત આમલીના ઝુંડવાળા રાક્ષસનો દાંત,’ – આવી કાંઈ કેટલીય વસ્તુ એ ગણાવી ગઈ. આજે એમાંની બધી મને યાદ પણ નથી. સાચું રક્ષાકવચ તો એના હાથનો સ્પર્શ જ હતો. એ કહેવાની ભાષા એ વયે મને આવડતી નહોતી તેથી કાંઈ એ ઓછું સાચું નહોતું. | ||
Line 14: | Line 14: | ||
એની આંખો જ જાણે પગમાં હતી. એક ક્ષણની પણ અનિશ્ચિતતા વિના એ મને દોરી જતી હતી. ઘડીમાં એ એની કાયાને સંકેલીને નાના દડા જેવી બનાવીને ઢાળ પરથી દડી જતી તો ઘડીમાં ઊડપંખ સાપની જેમ એ કૂદતી કૂદતી આગળ વધતી. શરીરમાં જાણે એક્કેય હાડકું ન હોય તેમ એ પાણીના રેલાની જેમ પ્રવાહી બનીને સરી જતી ત્યારે મારાં બરડ હાડકાં મને હેરાન હેરાન કરી નાખતાં. દોડે ત્યારે રેશમના દડાની જેમ ઊખળી જાય, એનો પડછાયો પાછળ હાંફતો સંભળાય, ઝાડની ડાળીઓની ભુલભુલામણીમાંથી એ સાપની જેમ સરી જાય, તરાપ મારતા ચિત્તાની સાવધાની ને ચપળતા ને સાથે પતંગિયાની નાજુકાઈ, ગામને સીમાડે અડીને રહેલા વનને એ રજેરજ જાણતી. વૃક્ષનાં ઝુંડેઝુંડ રાક્ષસ. પવન ફૂંકાય, પાંદડાં ખખડે ને સંભળાય. માણસ ગંધાય, માણસ ખાઉં. દરેક રાક્ષસનાં એણે નામ પાડેલાં; કોઈનું બુચિયો, તો કોઈનું નામ સુરણિયો. એ કહેતી, ઝાડને ઝુંડેઝુંડે રાક્ષસ. પણ ફૂલની પાંખડીએ પાંખડીએ પરી. પરી પણ બે જાતની. હસતી પરી ને રોતી પરી. સવાર થતાં આંખ ખોલતી વેળાએ ખૂબ કાળજી રાખવી પડે. આંખ ખોલતાંની સાથે જો રોતી પરી આંખમાં પેસી જાય તો આખો દિવસ રડવું પડે. હસતી પરી એનું હાસ્ય આપણી આંખમાં આંજી દે પછી કોઈ રાક્ષસની મગદૂર નહીં કે આપણી સામે આંખ માંડીને જુએ. અમે વનમાં ભટકીને આવા તો કેટલાય રાક્ષસોને જેર કર્યા હતા. છતાં કોઈ વાર એ ઉદાસ થઈને વિચારે ચઢી જતી ને કહેતી: ‘દુનિયામાં રાક્ષસ વધતા જ જાય છે. માણસના હાથે માણસના લોહીનું ટીપું પડે એટલે એક ટીપામાંથી સો રાક્ષસ ઊભા થાય. બોલ શું કરીશું? હજી તો આપણે આ એક વનનાય રાક્ષસને પૂરા જેર કર્યા નથી.’ | એની આંખો જ જાણે પગમાં હતી. એક ક્ષણની પણ અનિશ્ચિતતા વિના એ મને દોરી જતી હતી. ઘડીમાં એ એની કાયાને સંકેલીને નાના દડા જેવી બનાવીને ઢાળ પરથી દડી જતી તો ઘડીમાં ઊડપંખ સાપની જેમ એ કૂદતી કૂદતી આગળ વધતી. શરીરમાં જાણે એક્કેય હાડકું ન હોય તેમ એ પાણીના રેલાની જેમ પ્રવાહી બનીને સરી જતી ત્યારે મારાં બરડ હાડકાં મને હેરાન હેરાન કરી નાખતાં. દોડે ત્યારે રેશમના દડાની જેમ ઊખળી જાય, એનો પડછાયો પાછળ હાંફતો સંભળાય, ઝાડની ડાળીઓની ભુલભુલામણીમાંથી એ સાપની જેમ સરી જાય, તરાપ મારતા ચિત્તાની સાવધાની ને ચપળતા ને સાથે પતંગિયાની નાજુકાઈ, ગામને સીમાડે અડીને રહેલા વનને એ રજેરજ જાણતી. વૃક્ષનાં ઝુંડેઝુંડ રાક્ષસ. પવન ફૂંકાય, પાંદડાં ખખડે ને સંભળાય. માણસ ગંધાય, માણસ ખાઉં. દરેક રાક્ષસનાં એણે નામ પાડેલાં; કોઈનું બુચિયો, તો કોઈનું નામ સુરણિયો. એ કહેતી, ઝાડને ઝુંડેઝુંડે રાક્ષસ. પણ ફૂલની પાંખડીએ પાંખડીએ પરી. પરી પણ બે જાતની. હસતી પરી ને રોતી પરી. સવાર થતાં આંખ ખોલતી વેળાએ ખૂબ કાળજી રાખવી પડે. આંખ ખોલતાંની સાથે જો રોતી પરી આંખમાં પેસી જાય તો આખો દિવસ રડવું પડે. હસતી પરી એનું હાસ્ય આપણી આંખમાં આંજી દે પછી કોઈ રાક્ષસની મગદૂર નહીં કે આપણી સામે આંખ માંડીને જુએ. અમે વનમાં ભટકીને આવા તો કેટલાય રાક્ષસોને જેર કર્યા હતા. છતાં કોઈ વાર એ ઉદાસ થઈને વિચારે ચઢી જતી ને કહેતી: ‘દુનિયામાં રાક્ષસ વધતા જ જાય છે. માણસના હાથે માણસના લોહીનું ટીપું પડે એટલે એક ટીપામાંથી સો રાક્ષસ ઊભા થાય. બોલ શું કરીશું? હજી તો આપણે આ એક વનનાય રાક્ષસને પૂરા જેર કર્યા નથી.’ | ||
એક ઝરણાને કાંઠે એણે મને ઊભો રાખ્યો ને કહ્યું, ‘અહીં જ ઊભો રહેજે. રૂપરૂપના | એક ઝરણાને કાંઠે એણે મને ઊભો રાખ્યો ને કહ્યું, ‘અહીં જ ઊભો રહેજે. રૂપરૂપના અંબાર જેવી રૂમઝૂમ કરતી કોઈ રાજકુંવરી તારો હાથ ઝાલવા આવે તો મોઢું ફેરવીને ઊભો રહી જજે. હું હમણાં આવું છું.’ આમ કહીને એ તો એક ઝબકારામાં અદૃશ્ય થઈ ગઈ. ઝરણું ખળખળ વહેતું હતું, ઉપર ચાંદની વરસતી હતી. ખળખળ અવાજ રૂમઝૂમ સંભળાવા લાગ્યો ને પાણી પર ચમકતી ચાંદનીમાં રેશમી વસ્ત્રની સળ દેખાવા લાગી. હું ફફડી ઊઠ્યો, મોઢું ફેરવીને આંખ બંધ કરીને ઊભો રહી ગયો. દૂર ઘૂક્ ઘૂક્ કરીને કોઈ ઘુવડ બોલવા લાગ્યું. એ અવાજ પાસે ને પાસે આવતો ગયો. તમરાં એકસરખાં બોલવા લાગ્યાં. પહેલાં નહીં સાંભળેલા કાંઈ કેટલાય તરેહતરેહના અવાજ સંભળાવા લાગ્યા. ત્યાં એ સૌ અવાજોને દૂર હડસેલીને એની સીટી બજી ઊઠી. હું ક્ષણનો પણ વિચાર કર્યા વિના એ સીટીની દિશામાં દોડ્યો. એ સામેથી દોડતી આવતી જ હતી. એના હાથમાં એક પાકું સીતાફળ હતું. એના એણે બે ભાગ કર્યા. અંદરની ધોળી પેશીઓ ચાંદનીમાં ચમકી રહી. હું એને મોઢામાં મૂકવા જતો હતો ત્યાં એ બોલી ઊઠી. ‘આ ધોળી પેશીઓ શેમાંથી બનેલી છે તે જાણે છે? આપણા ગામની માલી ડાકણના બે દાંતનું ખાતર નાખીને મેં મારે હાથે આ સીતાફળી ઉછેરી છે. એટલે જ તો એ ડાકણના દાંત જેવી મોટી મોટી પેશીઓ થઈ છે.’ હું ખાતો અટકી ગયો તે જોઈને એણે કહ્યું. ‘અરે બીકણ, આ કંઈ ડાકણના દાંત નથી. એમાંથી તો આ ફળ થયું.’ પછી એ હસીને બેવડ વળી ગઈ. | ||
વળી અમારી દોડાદોડ શરૂ થઈ. ઘુવડના અવાજથી મારા શરીરમાં એક | વળી અમારી દોડાદોડ શરૂ થઈ. ઘુવડના અવાજથી મારા શરીરમાં એક કંપ દોડી ગયો તે એ તરત જ સ્પર્શથી વરતી ગઈ. એણે કહ્યું: ‘પંખીનો બોલ પારખતાં આવડવું જોઈએ. જો કાન દઈને એક ચિત્તે બધું સાંભળીએ તો બધું સમજાય. આ ઘુવડ શું કહે છે તે જાણે છે? એ આપણને પૂછે છે: ‘ક્યાં જાવ છો’ લ્યા? ક્યાં જાવ છો’લ્યા.’ જોજે હં, હું હમણાં એને જવાબ આપું છું.’ ને એ સહેજ ફેરફાર કરીને ‘ઘૂક–ઘૂઉક્ ઘૂઉઉક્ ઘૂક્ ઘૂક્’ બોલી. પછી થોડી વારમાં જ ઘુવડનો ઊડી જવાનો અવાજ સંભળાયો. એટલે એ હસીને બોલી: ‘જોયું ને? મેં એને કહ્યું: ભાગ અહીંથી, ભાગ અહીંથી.’ ને વળી એ હસી પડી. મેં એને સહેજ ચગાવવા પૂછ્યું: ‘આ તમરાં સાથે વાત કરતાં આવડે છે?’ એટલે એ એકદમ ગંભીર થઈ ગઈ ને બોલી: ‘જાણે છે, એ શેનો અવાજ છે? અંધકારના તંતુ સાથે તંતુને ગૂંથવાનો એ અવાજ છે. પ્રલય વખતે સૃષ્ટિને ઢાંકી દેવાનું વસ્ત્ર રોજ રાતે એઓ વણ્યે જ જાય છે. જે માણસનું મરણ થવાનું હોય તેની નાડીમાં એનો અવાજ સંભળાય.’ હું તો એનો જવાબ સાંભળીને સ્તબ્ધ થઈ જઈને મારી નાડીના ધબકારા સાંભળવા લાગ્યો. એ તરત જ આ વરતી ગઈ ને મારો કાન આમળીને બોલી: ‘હત્ રે ગાંડા, તું તો સાવ બાઘો જ નીકળ્યો.’ ને વળી એમ દોટ મૂકીને આવ્યાં સીધા ભોળા ભૂવાની ઝૂંપડીએ. ઝૂંપડી પાસે આવતાં જ તાપણીના લાલ ભડકા દેખાયા. એણે મને એકદમ સાવધ કરી દીધો: ‘ચૂપ, એ કાંઈ ભોગ આપતો લાગે છે.’ અમે દૂર રહીને જોયું ઘુમાતા અડાયામાં બે બળતા અંગારા ચોઢી દીધા હોય તેવી ભૂવાની બે તગતગતી આંખો એના કાળા મોઢા પર તગતગી રહી હતી. એ કાંઈ બબડતો હતો. એના હાથમાં તરતનો કાપેલો મરઘો હતો. એનું લોહી નીચે ટપકી રહ્યું હતું. | ||
ત્યાંથી અમે ભાગ્યા. હવે મધરાત થવા આવી હતી. એક જાંબુડા નીચે અમે સહેજ થાક ખાવા બેઠાં. પછી એ ઊઠી. એણે મારી સામે થોડી વાર સુધી આંખો માંડીને જોયા કર્યું. પછી એ બોલી: ‘આજે હું તને એવું કંઈક બતાવવાની છું જે તું જિંદગીભર નહીં ભૂલી શકે.’ એથી વધુ ખુલાસો એણે કર્યો નહીં, ને એણે મારો હાથ ઝાલીને મને ખેંચ્યો, અમે ફરી દોટ મૂકી. | ત્યાંથી અમે ભાગ્યા. હવે મધરાત થવા આવી હતી. એક જાંબુડા નીચે અમે સહેજ થાક ખાવા બેઠાં. પછી એ ઊઠી. એણે મારી સામે થોડી વાર સુધી આંખો માંડીને જોયા કર્યું. પછી એ બોલી: ‘આજે હું તને એવું કંઈક બતાવવાની છું જે તું જિંદગીભર નહીં ભૂલી શકે.’ એથી વધુ ખુલાસો એણે કર્યો નહીં, ને એણે મારો હાથ ઝાલીને મને ખેંચ્યો, અમે ફરી દોટ મૂકી. |
edits