17,546
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(પ્રૂફ) |
||
Line 32: | Line 32: | ||
હરિયાએ તાણ કરી પણ પૈસા ન લીધા તે ન જ લીધા. બગીચામાં ફરતો હતો તો બેત્રણ જણા હસીને ઊભા રહ્યા. હરિયો હવે તો કાનવાળી વાત સમજી ગયો હતો, એટલે એણે બેય જણ પાસે કાન વિશે ખૂબ વાતો કરી. હરિયાને થયું, ના, ના ક્યો ન ક્યો પણ કાનેય ગધેડીનો છે રૂપાળો, આપણો બાકી. | હરિયાએ તાણ કરી પણ પૈસા ન લીધા તે ન જ લીધા. બગીચામાં ફરતો હતો તો બેત્રણ જણા હસીને ઊભા રહ્યા. હરિયો હવે તો કાનવાળી વાત સમજી ગયો હતો, એટલે એણે બેય જણ પાસે કાન વિશે ખૂબ વાતો કરી. હરિયાને થયું, ના, ના ક્યો ન ક્યો પણ કાનેય ગધેડીનો છે રૂપાળો, આપણો બાકી. | ||
પણ હરિયાને રહી રહીને થાતું’તું કે આમ તો કેમ રહેવાય. નિશાળ ન મળે, નદી ન મળે, કેટલા દી રહેવાય. પણ સાહેબે કહ્યું, ‘હરિભાઈ, હવે તમને | પણ હરિયાને રહી રહીને થાતું’તું કે આમ તો કેમ રહેવાય. નિશાળ ન મળે, નદી ન મળે, કેટલા દી રહેવાય. પણ સાહેબે કહ્યું, ‘હરિભાઈ, હવે તમને ખંભારિયે નહીં ગમે.’ પણ હરિયો તો કહે કે મને ખંભારિયે જાવા દિયો તો જ હા, નકર ના. | ||
ખંભારિયામાં હરિયાના ભાઈબંધ બધા ભણીને પાસ થઈ ગયા ને હરિયાને થયું કે આ ગધેડીનું ભણવાનું તો રહી ગયું. પણ પછી થયું, આ કાન આવો મજાનો છે, પછી ભણીનેય શું ઓટલા વારવાના છે. એને ભાઈબંધ રસ્તામાં મળી જતા પણ બધાંય કાંઈક આઘા થઈ ગયા લાગતા. કાને તે કરી છે ને કાંઈ, હરિયાને વારે વારે થઈ આવતું. | ખંભારિયામાં હરિયાના ભાઈબંધ બધા ભણીને પાસ થઈ ગયા ને હરિયાને થયું કે આ ગધેડીનું ભણવાનું તો રહી ગયું. પણ પછી થયું, આ કાન આવો મજાનો છે, પછી ભણીનેય શું ઓટલા વારવાના છે. એને ભાઈબંધ રસ્તામાં મળી જતા પણ બધાંય કાંઈક આઘા થઈ ગયા લાગતા. કાને તે કરી છે ને કાંઈ, હરિયાને વારે વારે થઈ આવતું. | ||
તે બસ, પછી તો હરિયાને ખંભારિયામાં | તે બસ, પછી તો હરિયાને ખંભારિયામાં મજા ન પડી તે પાછો જામનગર આવ્યો. અને ત્યાંથી રાજકોટ, ભાવનગર, અમદાવાદ, વડોદરા એમ કરતાં કરતાં મુંબઈ પહોંચી ગયો. મુંબઈમાં પણ ગામેગામની જેમ એના કાનના વખાણ સંભળાતા. હરિયો લિફ્ટ પાસે ઊભો રહેતો તો લોકો જગ્યા કરી આપતા, સિનેમા જોવા જતો તો ટિકિટ લઈ દેતા. ખાવા જતો તો ભાણું ખવરાવી દેતા, અને દરિયાકિનારે બેસતો તો, પાછળથી અવાજ સંભળાતા: ‘પેલા વાદળી ખમીસવાળા છે ને એ જ હરિશ્ચંદ્ર!’ ‘હા, જુઓને અહીં ક્યાંથી એમનો કાન બરાબર દેખાય છે. છે ને? જોયું ને? તો વળી કોઈ આવીને વાત કરતું, ઘરે બોલાવતું, અને કાનનાં વખાણ કરતું. | ||
એક દિવસ હરિયો રેતીમાં બેઠો હતો, અને પલાંઠી વાળીને રેતીમાં પોતાનું નામ લખતો હતો, ત્યારે કૉલેજની બેત્રણ છોકરીઓનો પડછાયો પાછળથી દેખાતો. એમાંથી એક જણીએ ઘણીબધી ચોપડિયુંનો થોકડો ઉપાડ્યો હતો. હરિયાને થયું, દફતર લેતી હોય તો શો વાંધો? | |||
છોકરીઓએ બીતાં બીતાં અને હસતાં હસતાં હરિયાને પૂછ્યું: ‘આપનું નામ હરિશ્ચંદ્ર… ખરું ને?’ | છોકરીઓએ બીતાં બીતાં અને હસતાં હસતાં હરિયાને પૂછ્યું: ‘આપનું નામ હરિશ્ચંદ્ર… ખરું ને?’ | ||
Line 64: | Line 64: | ||
* | * | ||
હરિયો કાનમાં માને છે, એ વાત કહ્યા પછી હવે હરિયાની ચિંતા થાય છે કે એણે જીવનની તમામ બાબતો કાન અંગે છોડી દીધી છે. હરિયો એટલે કાન, અને કાન વિનાનો હરિયો એટલે શૂન્ય એવો તાલ દુનિયા ગોઠવી રહી છે અને | હરિયો કાનમાં માને છે, એ વાત કહ્યા પછી હવે હરિયાની ચિંતા થાય છે કે એણે જીવનની તમામ બાબતો કાન અંગે છોડી દીધી છે. હરિયો એટલે કાન, અને કાન વિનાનો હરિયો એટલે શૂન્ય એવો તાલ દુનિયા ગોઠવી રહી છે અને કમભાગી હરિયો એ વાત માનતો થઈ ગયો છે: હરિયો એટલે કાન અને કાન વિનાનો હરિયો એટલે શૂન્ય અને એમાં ને એમાં હરિયો વીંટળાઈ રહ્યો છે. ચિંતા થાય એટલે એવી ચિંતા થાય છે કે કાલ સવારે હરિયાને માલૂમ પડે કે દુનિયા બહુ આગળ નીકળી ગઈ છે અને દુનિયાના બધા જણ પાસે નાનીમોટી ઘણીબધી ચીજો પડી છે ટકવા, ટકાવવા માટેની, જ્યારે હરિયા પાસે છે માત્ર એક કાન. અને એક જ નંગ કાન, પહેલાં જેવો હતો એવો ને એવો જ કાન, ત્યાં અટકી પડેલો કાન, અને જીવતો બંધ થઈ ગયેલો કાન. અને કાન વિનાનો હરિયો છે શૂન્ય. એટલે હરિયાનો અર્થ થાય જીવતો અટકી પડેલો કાન, જ્યારે દુનિયા એટલે પૂરપાટ દોડતી, વધતી જીવતી દુનિયા. | ||
હરિયો કોઈ દિવસ ઊઠીને જાણશે કે આખો તાલ આવો થયો છે, ત્યારે કેટલો જીવ બાળશે, આજથી પાંચ, સાત, દસ કે બાર વર્ષ પછી? | હરિયો કોઈ દિવસ ઊઠીને જાણશે કે આખો તાલ આવો થયો છે, ત્યારે કેટલો જીવ બાળશે, આજથી પાંચ, સાત, દસ કે બાર વર્ષ પછી? |
edits