ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/સુમન શાહ/છોટુ: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ
No edit summary
(પ્રૂફ)
 
Line 16: Line 16:
આવા આડેધડ વધી ગયેલા તડબૂચો મને હંમેશાં ઇડિયટ જેવા લાગ્યા છે. હું હોઉં ત્યારે કેવું કરે છે એ જુઓ :
આવા આડેધડ વધી ગયેલા તડબૂચો મને હંમેશાં ઇડિયટ જેવા લાગ્યા છે. હું હોઉં ત્યારે કેવું કરે છે એ જુઓ :

આવતોકને સોફામાં બેસી – બેસી શું – લંબાઈ પડે. ઘણી વાર તો ટિપૉઈ પર પગ પણ લંબાવી દે – જાણે એના બાપનું ઘર હોય! ‘ચા-પાણી કરશો ને?’ રસોડા તરફ જતાં હંસા રીતસર ટહુકતી લાગે. ‘બેસો બેસો, ભાભી.’ છોટુએ ક્યારથી હંસાને ‘ભાભી’ કહેવું શરૂ કરી દીધેલું તે મને ઘણું ઘણું વિચાર્યા પછી પણ યાદ આવ્યું નથી – ’બેસો, વાત કરો ને, શું ચાલે છે? મારી તે કાંઈ મહેમાનગતિ કરવાની હોય!’ હંસાને સામે બેસાડવા ઊંચો થયેલો છોટુનો હાથ એ બેસે પછી જ હેઠો પડે. એ પણ એકદમ કહ્યાગરી થઈ, પાલવ સરખો કરતી, સોફામાં સામે બેસી જાય છે – એના સફેદ દાંત દેખાય એવું ખુલ્લું હસતી. ‘સફારી તમને સરસ લાગે છે, છોટુભાઈ.’ મારા આશ્ચર્ય વચ્ચે હંસા આવું કાંઈક બકી બડે. ‘એ… એમ! ‘ સફારી તરફ જોતાં એનું એકાદું બટન રમાડતો છોટુ એકદમ ખુશ થઈ બોલે : ‘તમને ગમ્યું એટલે બસ!’ મને થાય : ‘તમને’ એટલે કોને? કોને કોને? એ વિચારે, છોટુ હવે નવી શી વાતો કાઢશે તેની વિમાસણમાં હું એની ચેષ્ટા નીરખતો રહું. ‘ભલે, કાંઈ નહીં તો પાણી તો પીઓ’ કહીને હંસા સહસા ઊઠીને, ગ્લાસ લઈ પાછી ફરે ને છોટુને ધરી રહે. લંબાઈ પડેલો એ બેઠો થાય ને એની કટેવ પ્રમાણે હંસાનાં આંગળાંને સ્પર્શ કરતો કરતો જડથાની જેમ ગ્લાસ લે – ’ટિપૉઈ પર ઠોકી દેતી હોય તો’ – એવું એક આખું વાક્ય મારા મોંમાં સમસમી ઊઠે, પણ બોલું નહીં. પાણી છોટુ, હંમેશાં થોડુંક જ પીતો હોય છે. એને ખબર નથી કે આ બધું રજેરજ છપાય છે મારા મગજમાં. ઊપસેલી જાડી લીલી નસોવાળા એનાં કાંડાંને તેમજ ટૂંકા પણ પહોળા નખવાળાં એનાં જાડાં આંગળાંને હું બરાબર ઓળખું છું – એનાં એ આંગળાં મને જો એકલાં પણ મળે ને તોપણ ઓળખી કાઢું.
આવતોકને સોફામાં બેસી – બેસી શું – લંબાઈ પડે. ઘણી વાર તો ટિપૉઈ પર પગ પણ લંબાવી દે – જાણે એના બાપનું ઘર હોય! ‘ચા-પાણી કરશો ને?’ રસોડા તરફ જતાં હંસા રીતસર ટહુકતી લાગે. ‘બેસો બેસો, ભાભી.’ છોટુએ ક્યારથી હંસાને ‘ભાભી’ કહેવું શરૂ કરી દીધેલું તે મને ઘણું ઘણું વિચાર્યા પછી પણ યાદ આવ્યું નથી – ’બેસો, વાત કરો ને, શું ચાલે છે? મારી તે કાંઈ મહેમાનગતિ કરવાની હોય!’ હંસાને સામે બેસાડવા ઊંચો થયેલો છોટુનો હાથ એ બેસે પછી જ હેઠો પડે. એ પણ એકદમ કહ્યાગરી થઈ, પાલવ સરખો કરતી, સોફામાં સામે બેસી જાય છે – એના સફેદ દાંત દેખાય એવું ખુલ્લું હસતી. ‘સફારી તમને સરસ લાગે છે, છોટુભાઈ.’ મારા આશ્ચર્ય વચ્ચે હંસા આવું કાંઈક બકી બડે. ‘એ… એમ! ‘ સફારી તરફ જોતાં એનું એકાદું બટન રમાડતો છોટુ એકદમ ખુશ થઈ બોલે : ‘તમને ગમ્યું એટલે બસ!’ મને થાય : ‘તમને’ એટલે કોને? કોને કોને? એ વિચારે, છોટુ હવે નવી શી વાતો કાઢશે તેની વિમાસણમાં હું એની ચેષ્ટા નીરખતો રહું. ‘ભલે, કાંઈ નહીં તો પાણી તો પીઓ’ કહીને હંસા સહસા ઊઠીને, ગ્લાસ લઈ પાછી ફરે ને છોટુને ધરી રહે. લંબાઈ પડેલો એ બેઠો થાય ને એની કટેવ પ્રમાણે હંસાનાં આંગળાંને સ્પર્શ કરતો કરતો જડથાની જેમ ગ્લાસ લે – ’ટિપૉઈ પર ઠોકી દેતી હોય તો’ – એવું એક આખું વાક્ય મારા મોંમાં સમસમી ઊઠે, પણ બોલું નહીં. પાણી છોટુ, હંમેશાં થોડુંક જ પીતો હોય છે. એને ખબર નથી કે આ બધું રજેરજ છપાય છે મારા મગજમાં. ઊપસેલી જાડી લીલી નસોવાળાં એનાં કાંડાંને તેમજ ટૂંકાં પણ પહોળાં નખવાળાં એનાં જાડાં આંગળાંને હું બરાબર ઓળખું છું – એનાં એ આંગળાં મને જો એકલાં પણ મળે ને તોપણ ઓળખી કાઢું.

એ અડબંગને એમ છે કે આ જેન્તીલાલ ભોટ છે! પણ હાળાને એક દી તો… પણ શું એક દી તો? એનાં શું આંગળાં કાપી નાખવાનો? કાંડું તોડી નાખવાનો? શો સ્વાદ ચખાડવાનો’તો એને, માથું?! — હંસા જ જ્યાં રિસ્પૉન્સ આપે છે તે! ગ્લાસ ટ્રેમાં લાવતાં શું થાય છે એને? બધું ટ્રેમાં જ લાવવાનું હોય ને? ટ્રે તો નાનીમોટી બેચાર વસાવી છે! વચમાં એક વાર મેં એને કહેલું : “તમે – ગુસ્સે થાઉં ત્યારે ક્યારેક હું એને ‘તમે’ કહું છું – ટ્રેનો ઉપયોગ કરવાનું રાખો. આમ હાથોહાથ સારું નથી લાગતું, એ દેશી રીતભાત છોડો હવે,’ ત્યારથી હંસા કોઈને પણ ચાનો કપ કે પાણીનો ગ્લાસ ટ્રેમાં જ આપે. પણ મારા આશ્ચર્ય વચ્ચે ઘણા પ્રસંગે પાછી ભૂલી ગઈ હોય, છોટુના કિસ્સામાં આબાદ રીતે ભૂલી જ ગઈ હોય! કેવું કહેવાય? શું સમજતી હશે એના મનમાં? મને થાય કે હંસાને સાવ ભોળી માનવી તે કદાચ ભૂલ થાય…

Line 24: Line 24:
એનો સ્વભાવ જ એવો છે. ખરે જ. હંસાએ પણ માર્ક કર્યું છે કે પંદર-વીસ દિવસના આંતરે, કાં તો બુધવારે કે ગુરુવારે છોટુ ટપકે છે : ‘કાલે બુધ ને? પેલો આવવાનો!’ – એમ કહેતી હંસા હવે તો મને ઠીક ઠીક અકળ લાગવા માંડી છે : એમનું બધું ગોઠવેલું તો નહીં હોય ને!

એક વાર ‘વીજળીઘર’ પાસે રોડ ક્રૉસ કરતાં મને છોટુ મળી ગયો. હું ‘ઍડ્વાન્સ’ ભણી જતો’તો ને એ બાજુથી આ તરફ આવતો’તો. મને જોઈને ‘વીજળીઘર’ની ફૂટપાથે મારી જોડે પાછો ફર્યો : ‘જવાય છે, રસ્તામાં વળી ક્યારે ભેટો થવાનો હતો તમારો? શું ચાલે છે જેન્તીભૈ? કોઈ દી નહીં ને આજે એકલા કેમ? હંસાભાભીની તબિયત તો સારી છે ને?’ સાલાને ‘હંસાભાભી’ બોલતાં મોંમાં આઇસક્રીમ પડ્યાનું સુખ થતું લાગે છે – મને થયું. પછી જૂઠું જ કહેવાનું મન થયું કે ‘હા, દવા લેવા જ જઉં છું હંસાની’ – પણ પછી ચમકારામાં જ સમજાઈ ગયું કે આમ કહેવાથી તો પહાડ જેવડી ભૂલ કરી બેસવાનો! આ ગધેડાને એવું ના કહેવાય. એટલે મેં તો, આમતેમજોતાં ગલ્લાંતલ્લાં કરવા માંડ્યાં. દરમિયાનમાં ટ્રાફિક પાછો બંધ થઈ ગયેલો. એટલે તો, છોટુ, જલદી ઊખડે જ શાનો મારાથી? મને સામું પૂછવાનું મન થયું : તમે કેમ એકલા નીકળ્યા છો, છોટુભાઈ? પણ એવું કશું પૂછવું તે પણ ભૂલનો બાપ જ ઠરે! સ્ત્રીઓની કશી પણ વાત વચમાં લાવ્યા વિના જ આની જોડે પતાવવું સારું : ‘ચાલો નીકળું ત્યારે, ફરી મળશું પાછા.’ પણ છોડે તો છોટુ શાનો? ‘આ સન્ડે ઘેર છો ને?’ મેં કહ્યું : ‘ના, સૂરત જવાનો છું.’ ‘ઓહોઓ! એમ! કાંઈ નહીં, મળશું ત્યારે તો, ફરી કોઈ વાર… આવજોઓઓ,’ કહી પાછો ‘એ આવજો જેન્તીભૈ’ ઉમેરતો છોટુ ગયો. મને શી ખબર કે જૂઠું નહીં, પણ સાચું બોલવું એય આ દુષ્ટના દાખલામાં તો ગંભીર ભૂલ જ ઠરશે! સોમવારે રાતે સૂરતથી પાછો આવ્યો કે તુર્ત જ હંસાએ હંમેશની જેમ એકદમ જ સમાચાર આપ્યા : ‘છોટુ આવ્યો’તો, સન્ડે સન્ડે કરતો’તો…’ ‘થયું કે સન્ડેની રજા છે એટલે તમને બન્નેને મળાશે.’
એક વાર ‘વીજળીઘર’ પાસે રોડ ક્રૉસ કરતાં મને છોટુ મળી ગયો. હું ‘ઍડ્વાન્સ’ ભણી જતો’તો ને એ બાજુથી આ તરફ આવતો’તો. મને જોઈને ‘વીજળીઘર’ની ફૂટપાથે મારી જોડે પાછો ફર્યો : ‘જવાય છે, રસ્તામાં વળી ક્યારે ભેટો થવાનો હતો તમારો? શું ચાલે છે જેન્તીભૈ? કોઈ દી નહીં ને આજે એકલા કેમ? હંસાભાભીની તબિયત તો સારી છે ને?’ સાલાને ‘હંસાભાભી’ બોલતાં મોંમાં આઇસક્રીમ પડ્યાનું સુખ થતું લાગે છે – મને થયું. પછી જૂઠું જ કહેવાનું મન થયું કે ‘હા, દવા લેવા જ જઉં છું હંસાની’ – પણ પછી ચમકારામાં જ સમજાઈ ગયું કે આમ કહેવાથી તો પહાડ જેવડી ભૂલ કરી બેસવાનો! આ ગધેડાને એવું ના કહેવાય. એટલે મેં તો, આમતેમ જોતાં ગલ્લાંતલ્લાં કરવા માંડ્યાં. દરમિયાનમાં ટ્રાફિક પાછો બંધ થઈ ગયેલો. એટલે તો, છોટુ, જલદી ઊખડે જ શાનો મારાથી? મને સામું પૂછવાનું મન થયું : તમે કેમ એકલા નીકળ્યા છો, છોટુભાઈ? પણ એવું કશું પૂછવું તે પણ ભૂલનો બાપ જ ઠરે! સ્ત્રીઓની કશી પણ વાત વચમાં લાવ્યા વિના જ આની જોડે પતાવવું સારું : ‘ચાલો નીકળું ત્યારે, ફરી મળશું પાછા.’ પણ છોડે તો છોટુ શાનો? ‘આ સન્ડે ઘેર છો ને?’ મેં કહ્યું : ‘ના, સૂરત જવાનો છું.’ ‘ઓહોઓ! એમ! કાંઈ નહીં, મળશું ત્યારે તો, ફરી કોઈ વાર… આવજોઓઓ,’ કહી પાછો ‘એ આવજો જેન્તીભૈ’ ઉમેરતો છોટુ ગયો. મને શી ખબર કે જૂઠું નહીં, પણ સાચું બોલવું એય આ દુષ્ટના દાખલામાં તો ગંભીર ભૂલ જ ઠરશે! સોમવારે રાતે સૂરતથી પાછો આવ્યો કે તુર્ત જ હંસાએ હંમેશની જેમ એકદમ જ સમાચાર આપ્યા : ‘છોટુ આવ્યો’તો, સન્ડે સન્ડે કરતો’તો…’ ‘થયું કે સન્ડેની રજા છે એટલે તમને બન્નેને મળાશે.’

‘એ સાલીનો સમજે છે શું એના મગજમાં?’ મારો પારો અચાનક જ ઊંચે ચડી રહ્યો’તો. સૂરતનું મારું કામ પણ પતેલું નહીં એટલેય ચિડાયેલો હતો :
‘એ સાલીનો સમજે છે શું એના મગજમાં?’ મારો પારો અચાનક જ ઊંચે ચડી રહ્યો’તો. સૂરતનું મારું કામ પણ પતેલું નહીં એટલેય ચિડાયેલો હતો :
Line 172: Line 172:
અમે બન્ને નિશ્ચલ હતાં હવે. અલગ અલગ રીતે, અમે બન્ને બેલ વાગવાની રાહ જોતાં’તાં. એ આવવો જ જોઈએ… જરૂર…
અમે બન્ને નિશ્ચલ હતાં હવે. અલગ અલગ રીતે, અમે બન્ને બેલ વાગવાની રાહ જોતાં’તાં. એ આવવો જ જોઈએ… જરૂર…

*
<center>*</center>

પછીની વાત તો શું કરું? એમાં નથી મારી શંકા, નથી મારો વિશ્વાસ, નથી હંસાની સચ્ચાઈ, નથી હંસાની ચીડ.
પછીની વાત તો શું કરું? એમાં નથી મારી શંકા, નથી મારો વિશ્વાસ, નથી હંસાની સચ્ચાઈ, નથી હંસાની ચીડ.
17,546

edits

Navigation menu