ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/નાનાભાઈ જેબલિયા/કાટલું: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ
No edit summary
(પ્રૂફ)
 
Line 10: Line 10:
‘પણ કોણે જોયું? કહું છું, ભૂલ તો નથી થતી ને? બરોબર પાકું છે? આપણા પતુભાઈ? પતુભાઈ જીલુભાઈ, નારંગા ગામના?’
‘પણ કોણે જોયું? કહું છું, ભૂલ તો નથી થતી ને? બરોબર પાકું છે? આપણા પતુભાઈ? પતુભાઈ જીલુભાઈ, નારંગા ગામના?’


સમાચાર આપનારે છાતી ઠબકારીને કહ્યું — ‘હા, હા, પતુભાઈ જીલુભાઈ દસ્તક પોતે! આ કાંઈ ધાપ નથી, નજરોનજરના ખેલ છે. રોઝીએ બહુ ભૂંડાઈના નાખ્યા — બરોબર ગામને ધણ કેડે, શમજી સવાના પાળા પાસે. બચુની વહુએ નજરોનજર જોયું. ઈ ભાત દેવા જાતી’તી. પતુભાઈના મોંમાં સુંડલોક ધૂળ ગરી ગયેલી. ને અરધી કલાકે કળ વળી ત્યારે પાછલા વાડામાં થઈને ઘરભેળા!’
સમાચાર આપનારે છાતી ઠબકારીને કહ્યું — ‘હા, હા, પતુભાઈ જીલુભાઈ દસ્તક પોતે! આ કાંઈ ધાપ નથી, નજરોનજરના ખેલ છે. રોઝીએ બહુ ભૂંડાઈના નાખ્યા — બરોબર ગામને ધણ કેડે, શામજી સવાના પાળા પાસે. બચુની વહુએ નજરોનજર જોયું. ઈ ભાત દેવા જાતી’તી. પતુભાઈના મોંમાં સુંડલોક ધૂળ ગરી ગયેલી. ને અરધી કલાકે કળ વળી ત્યારે પાછલા વાડામાં થઈને ઘરભેળા!’


‘ને ઘોડી? કોરે વાંસે?’
‘ને ઘોડી? કોરે વાંસે?’
Line 34: Line 34:
‘એબ’માં નથુ કાંઈ સમજ્યો નહિ એટલે પતુભાઈએ સાદી ભાષામાં ફરી પૂછ્યુંઃ ‘શી ખોડ છે આમાં, સાચું કહેજે.’
‘એબ’માં નથુ કાંઈ સમજ્યો નહિ એટલે પતુભાઈએ સાદી ભાષામાં ફરી પૂછ્યુંઃ ‘શી ખોડ છે આમાં, સાચું કહેજે.’


‘ખોડમાં કાંઈ નંઈ, બાપુ ફક્ત આને હાકલો મારો કે ઝીંકલી નાખે. અમે રહ્યા ખેડુ માણહ. ખેતર-પાદર જાઈં. કોક સામું મળે કે ‘ઘોડી’ એવું બોલી જવાય, અને બોલ્યા કે ઝીંકલ્યા જ છે, આખા ઘરને પછાડી પછાડીને ખોખરું કરી નાખ્યું છે. લ્યો, આ પેટછૂટી વાત!’ અને પતુભાઈએ રોઝી સાંભળે એ રીતે કહ્યુંઃ ‘એની તે જાતનું ટટ્ટુ!’
‘ખોડમાં કાંઈ નંઈ, બાપુ ફક્ત આને હાકલો મારો કે ઝીંકલી નાખે. અમે રહ્યા ખેડુ માણહ. ખેતર-પાદર જાઈ. કોક સામું મળે કે ‘ઘોડી’ એવું બોલી જવાય, અને બોલ્યા કે ઝીંકલ્યા જ છે, આખા ઘરને પછાડી પછાડીને ખોખરું કરી નાખ્યું છે. લ્યો, આ પેટછૂટી વાત!’ અને પતુભાઈએ રોઝી સાંભળે એ રીતે કહ્યુંઃ ‘એની તે જાતનું ટટ્ટુ!’


રોઝીને પછી તબેલામાં બાંધી પાવરો દીધો, ખરેરો કર્યો, એક વાર કાટલું ખવડાવ્યું. રોઝી શાંત થઈ ગઈ, ડાહી થઈ ગઈ.
રોઝીને પછી તબેલામાં બાંધી પાવરો દીધો, ખરેરો કર્યો, એક વાર કાટલું ખવડાવ્યું. રોઝી શાંત થઈ ગઈ, ડાહી થઈ ગઈ.

Navigation menu