ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/હરિકૃષ્ણ પાઠક/ઘરભંગ: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ
No edit summary
(પ્રૂફ)
Line 16: Line 16:
હજી આ દોઢ-બે વરસ પહેલાં જ આ બધાંમાંથી કોઈ કોઈ તો પ્રભાસપાટણની જાત્રાએ જતાં વેરાવળમાં ઘેર પણ આવી ગયું છે. પણ આજે મારા બેટાઓને ઓળખાણ આઘી પડી ગઈ છે. એકબે જણને તો આંખને ખૂણેથી મારી વાત કરતાંયે જાણે સાંભળી લઉં છું. પડખે થઈને ફરડક… ફરડક… ફરડક કરતી પેલી રમા પસાર થાય છે ને બસ એમ જ લતા સાંભરી આવે છે. ઘણીયે વાર કહેતી કે રમા તો મારી ખાસ બેનપણી છે. આ એની બેનપણી! — પૂછતીયે નથી કે શું થયું’તું લતાને? છોકરીઓને ભણાવવાનું કેમનું ગોઠવ્યું? લૉજનું ખાવું ફાવે છે? કશું પૂછતી નથી; ને જુએ છે ત્યારે એવું જુએ છે, જાણે કો’ક દુખિયારું કૌતુક આવી ચડ્યું ના હોય!

આ જમવા બેઠો ને પેલો જુગો પંડ્યો નીકળ્યો પીરસવા. મારી બેટી આ પંડ્યાની ઓલાદ; પારકે ઘરે તો તાણ કરી કરીને પીરસે. મારી પાસે આવ્યો કે મોં પહોળું કરીને કહેઃ અરે, મોં તો તને ઓળખ્યો નહિ! ગઈ કાલે વડોદરાના મહેમાનો સાથે ગુરુકુળમાંથી તારી દીકરીઓ આવી ત્યારે જ તને સંભાર્યો’તો, કહે છે કે તું તો નહોતો આવવાનો…
આ જમવા બેઠો ને પેલો જુગો પંડ્યો નીકળ્યો પીરસવા. મારી બેટી આ પંડ્યાની ઓલાદ; પારકે ઘરે તો તાણ કરી કરીને પીરસે. મારી પાસે આવ્યો કે મોં પહોળું કરીને કહેઃ અરે, મેં તો તને ઓળખ્યો નહિ! ગઈ કાલે વડોદરાના મહેમાનો સાથે ગુરુકુળમાંથી તારી દીકરીઓ આવી ત્યારે જ તને સંભાર્યો’તો, કહે છે કે તું તો નહોતો આવવાનો…

કોણ કહે છે? મેં પૂછ્યું, તો કહેઃ કોઈ નહિ. આ તો અમથી વાત થતી’તી. બાકી આવ્યો એ સારું કર્યું. જરા જઈએ — આવીએ, તો મન જરી હળવું થાય.

Line 22: Line 22:
અરે ભઈ, તને કોણે કહ્યું કે મારું મન ભારે છે? હોય એ તો. જ્યારે માણસને આવી પડે ત્યારે લાગે. દુઃખ થાય. બધું થાય. પણ પછી બધું કોઠે પડી જાય. ને માણસ કાંઈ એમ મરી થોડું જવાનું હતું. કે બદલાઈ થોડું જવાનું હતું? ને બધાંને કહેવા થોડું જ બેસાય છે કે આ જેન્તી તો એનો એ જ છે! દોઢ-બે વરસ પહેલાં હતો એવો જ. હજી એને હસતાં આવડે છે; ખડખડાટ, કાન ફાડી નાખે એવું, ઘર આખું ગજાવી મૂકે એવું…

પણ મારું બેટું જે કોઈ આવે છે તે ખરખરો કરતું જ આવે છે? અરે ભઈ, હું કાંઈ અહીં કોણ-મોકાણે નથી આવ્યો. હું તો લગનમાં આવ્યો છું લગનમાં. ને લગનેય પાછું સગ્ગા કાકાના દીકરાનું. પણ મારા વાલા જે મળે છે એ બધા…
પણ મારું બેટું જે કોઈ આવે છે તે ખરખરો કરતું જ આવે છે? અરે ભઈ, હું કાંઈ અહીં કાણ-મોકાણે નથી આવ્યો. હું તો લગનમાં આવ્યો છું લગનમાં. ને લગનેય પાછું સગ્ગા કાકાના દીકરાનું. પણ મારા વાલા જે મળે છે એ બધાં…

આ પેલી રમા બેઉ છોકરીઓ સાથે વાતે વળી છે. પલપલિયાં પાડતી જાય છે, પોતે તો રડે છે પણ પેલી બાપડી બેઉ કૂણી કળીઓનેય ઢીલી-વીલી કરે છે. માંડ ભૂલી છે બધું. એમને પાછી દુઃખી દુઃખી કરે છે. પણ હવે તો હું હસવાનો. ગાંડો થઈને હસવાનો. ખડખડાટ હસવાનો. ગમે તેવું — નામનુંયે કારણ મળશે તોય હસવાનો…

Navigation menu