17,546
edits
(+1) |
(+1) |

Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||

{{float|right|''' | {{float|right|'''સ્વ. રામલાલ મોદીની સંશોધન-દૃષ્ટિ*<ref>* ‘સ્વ. રામલાલ ચુનીલાલ મોદી લેખસંગ્રહ.’ ભાગ ૨ની (સંપાદક :- શ્રી. પુરુષોત્તમદાસ ભીખાભાઇ શાહ, પાટણ, ૧૯૬૫) પ્રસ્તાવના.</ref>'''}}

{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સ્વ. રામલાલ ચુનીલાલ મોદી સ્મારક ગ્રન્થરૂપે તેમના લેખસંગ્રહનો પહેલો ભાગ શ્રી પુરુષોત્તમદાસ ભીખાભાઈ શાહના ખંતીલા આયેાજનથી, સને ૧૯૫૩માં બહાર પડયો હતો; ત્યાર પછી એ લેખસંગ્રહનો બીજો ભાગ પ્રગટ થઈ શકે છે એ સંતોષની વાત છે, કેમકે એ સાથે રામલાલભાઈના ગ્રન્થસ્થ કરવા લાયક લગભગ બધા લેખો સાહિત્યરસિકો સમક્ષ પુસ્તકાકારે રજૂ થાય છે. | સ્વ. રામલાલ ચુનીલાલ મોદી સ્મારક ગ્રન્થરૂપે તેમના લેખસંગ્રહનો પહેલો ભાગ શ્રી પુરુષોત્તમદાસ ભીખાભાઈ શાહના ખંતીલા આયેાજનથી, સને ૧૯૫૩માં બહાર પડયો હતો; ત્યાર પછી એ લેખસંગ્રહનો બીજો ભાગ પ્રગટ થઈ શકે છે એ સંતોષની વાત છે, કેમકે એ સાથે રામલાલભાઈના ગ્રન્થસ્થ કરવા લાયક લગભગ બધા લેખો સાહિત્યરસિકો સમક્ષ પુસ્તકાકારે રજૂ થાય છે. | ||
મારી કિશોરાવસ્થાથી માંડી રામલાલભાઈના સંપર્કનો મને લાભ મળ્યો હતો તેની, એમના વ્યક્તિત્વનાં કેટલાંક પાસાંની તથા વર્ષો સુધી ચાલુ રહેલા અમારા વિદ્યાવિષયક સહકારની વાત લેખસંગ્રહના પહેલા ભાગની પ્રસ્તાવનામાં મેં કરી હતી. આ ઉપરાંત રામલાલભાઈની ઐતિહાસિક પદ્ધતિ અને તેમની સંક્ષિપ્ત અને સુશ્લિષ્ટ નિરૂપણશૈલી વિષે એમાં થોડીક ચર્ચા કરી એમના ગ્રન્થોનો પરિચય આપ્યો હતો તથા લેખસંગ્રહના પ્રથમ ભાગમાં પ્રગટ થયેલા લેખોની સંશોધનાત્મક વિશેષતાઓ પ્રત્યે ધ્યાન દોર્યું હતું; અને નોધ્યું હતું કે ‘એમાંનો પ્રત્યેક લેખ પુરાતત્ત્વના ક્ષેત્રમાં કોઈ ને કોઈ પ્રકારના મૌલિક ચિન્તનનો નમૂનો છે એમ કહેવામાં અત્યુક્તિ નથી. એમાંના કેટલાક લેખેામાંનાં વિધાનો કે અનુમાનો હવે સ્વીકાર્ય થાય કે ન થાય, તોપણ લેખકનું માનસ સત્યની શોધ માટે જે બુદ્ધિયુક્ત પુરુષાર્થ કરે છે એને માટે માન થયા વિના રહેતું નથી.’ | મારી કિશોરાવસ્થાથી માંડી રામલાલભાઈના સંપર્કનો મને લાભ મળ્યો હતો તેની, એમના વ્યક્તિત્વનાં કેટલાંક પાસાંની તથા વર્ષો સુધી ચાલુ રહેલા અમારા વિદ્યાવિષયક સહકારની વાત લેખસંગ્રહના પહેલા ભાગની પ્રસ્તાવનામાં મેં કરી હતી. આ ઉપરાંત રામલાલભાઈની ઐતિહાસિક પદ્ધતિ અને તેમની સંક્ષિપ્ત અને સુશ્લિષ્ટ નિરૂપણશૈલી વિષે એમાં થોડીક ચર્ચા કરી એમના ગ્રન્થોનો પરિચય આપ્યો હતો તથા લેખસંગ્રહના પ્રથમ ભાગમાં પ્રગટ થયેલા લેખોની સંશોધનાત્મક વિશેષતાઓ પ્રત્યે ધ્યાન દોર્યું હતું; અને નોધ્યું હતું કે ‘એમાંનો પ્રત્યેક લેખ પુરાતત્ત્વના ક્ષેત્રમાં કોઈ ને કોઈ પ્રકારના મૌલિક ચિન્તનનો નમૂનો છે એમ કહેવામાં અત્યુક્તિ નથી. એમાંના કેટલાક લેખેામાંનાં વિધાનો કે અનુમાનો હવે સ્વીકાર્ય થાય કે ન થાય, તોપણ લેખકનું માનસ સત્યની શોધ માટે જે બુદ્ધિયુક્ત પુરુષાર્થ કરે છે એને માટે માન થયા વિના રહેતું નથી.’ | ||
લેખસંગ્રહના આ બીજા ભાગમાં ગ્રન્થસ્થ થયેલા જુદા જુદા લેખોને એ દૃષ્ટિએ જોઈએ. પહેલો જ લેખ ‘મધ્યકાલીન ગુજરાતના ઇતિહાસનો અભ્યાસ' રામલાલભાઈની ઇતિહાસવિષયક ચિન્તનદૃષ્ટિનું સુંદર પરિણામ છે. શ્રી દુર્ગાશંકર શાસ્ત્રીકૃત ‘ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ’ના પ્રકાશન સાથે મધ્યકાલીન હિન્દુ ગુજરાતનો રાજકીય ઇતિહાસ પ્રાયઃ સ્પષ્ટ થઈ ગયો છે એ જણાવીને તાત્ત્વિક અને સાંસ્કૃતિક ઇતિહાસના કેટલાક પ્રશ્નોની રામલાલભાઈએ સામર્થ્યપૂર્વક ચર્ચા કરી છે. મધ્યકાલીન હિન્દુ ગુજરાતનો લશ્કરી ઇતિહાસ અને યુદ્ધસામર્થ્ય, સમ્રાટપદ માટે સિદ્ધરાજની મહત્ત્વાકાંક્ષા અને સિદ્ધસસંવતનું પ્રવર્તન, જીતેલા રાજાને માંડલિક બનાવવાની નીતિ અને તેના ઉપર દેખરેખ રાખવા માટે દંડનાયકની નિયુક્તિની પદ્ધતિ તથા તેનાં ભયસ્થાનો, ગુજરાતના સોલંકી રાજાઓમાં વાનપ્રસ્થ સ્વીકારવાની પરિપાટી, ગુર્જર સામ્રાજ્યની ચડતી પડતી તથા અવનતિકાળમાં તેને સ્થિર રાખવા માટે થયેલા વાઘેલા રાણા લવણપ્રસાદના ‘સર્વેશ્વર’પદનો—એક પ્રકારની સરમુખત્યારીનો અખતરો આદિ વિષે તથા આધુનિક સમયમાં ગુજરાતના ઇતિહાસના અધ્યયન અને સંશોધનના વિકાસ પરત્વે તેમણે સુંદર ચર્ચા કરી છે. લેખસંગ્રહના પહેલા ભાગની પ્રસ્તાવનામાં મેં કહ્યું હતું કે ‘રામલાલભાઈનું લેખન મુખ્યત્વે બે વિષય પરત્વે હતું. ગુજરાતનો ઇતિહાસ અને ગુજરાતનું જૂનું સાહિત્ય. પણ એમના વિશાળ વાચન અને પરિશીલનનો પ્રકાશ આ બંને વિષયો ઉપર પડવાને કારણે એમનાં સંશોધનાત્મક લખાણો હંમેશાં સંક્ષિપ્ત, મુદ્દાસર, વિદ્વત્તાના આડંબરથી રહિત અને પ્રસાદ ગુણવાળાં જોવામાં આવે છે.’ પ્રસ્તુત સંગ્રહનો પહેલો લેખ આ દૃષ્ટિએ એમની ઐતિહાસિક નિરૂપણરીતિનું ઉત્કૃષ્ટ પ્રતીક છે. | લેખસંગ્રહના આ બીજા ભાગમાં ગ્રન્થસ્થ થયેલા જુદા જુદા લેખોને એ દૃષ્ટિએ જોઈએ. પહેલો જ લેખ ‘મધ્યકાલીન ગુજરાતના ઇતિહાસનો અભ્યાસ' રામલાલભાઈની ઇતિહાસવિષયક ચિન્તનદૃષ્ટિનું સુંદર પરિણામ છે. શ્રી દુર્ગાશંકર શાસ્ત્રીકૃત ‘ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ’ના પ્રકાશન સાથે મધ્યકાલીન હિન્દુ ગુજરાતનો રાજકીય ઇતિહાસ પ્રાયઃ સ્પષ્ટ થઈ ગયો છે એ જણાવીને તાત્ત્વિક અને સાંસ્કૃતિક ઇતિહાસના કેટલાક પ્રશ્નોની રામલાલભાઈએ સામર્થ્યપૂર્વક ચર્ચા કરી છે. મધ્યકાલીન હિન્દુ ગુજરાતનો લશ્કરી ઇતિહાસ અને યુદ્ધસામર્થ્ય, સમ્રાટપદ માટે સિદ્ધરાજની મહત્ત્વાકાંક્ષા અને સિદ્ધસસંવતનું પ્રવર્તન, જીતેલા રાજાને માંડલિક બનાવવાની નીતિ અને તેના ઉપર દેખરેખ રાખવા માટે દંડનાયકની નિયુક્તિની પદ્ધતિ તથા તેનાં ભયસ્થાનો, ગુજરાતના સોલંકી રાજાઓમાં વાનપ્રસ્થ સ્વીકારવાની પરિપાટી, ગુર્જર સામ્રાજ્યની ચડતી પડતી તથા અવનતિકાળમાં તેને સ્થિર રાખવા માટે થયેલા વાઘેલા રાણા લવણપ્રસાદના ‘સર્વેશ્વર’પદનો—એક પ્રકારની સરમુખત્યારીનો અખતરો આદિ વિષે તથા આધુનિક સમયમાં ગુજરાતના ઇતિહાસના અધ્યયન અને સંશોધનના વિકાસ પરત્વે તેમણે સુંદર ચર્ચા કરી છે. લેખસંગ્રહના પહેલા ભાગની પ્રસ્તાવનામાં મેં કહ્યું હતું કે ‘રામલાલભાઈનું લેખન મુખ્યત્વે બે વિષય પરત્વે હતું. ગુજરાતનો ઇતિહાસ અને ગુજરાતનું જૂનું સાહિત્ય. પણ એમના વિશાળ વાચન અને પરિશીલનનો પ્રકાશ આ બંને વિષયો ઉપર પડવાને કારણે એમનાં સંશોધનાત્મક લખાણો હંમેશાં સંક્ષિપ્ત, મુદ્દાસર, વિદ્વત્તાના આડંબરથી રહિત અને પ્રસાદ ગુણવાળાં જોવામાં આવે છે.’ પ્રસ્તુત સંગ્રહનો પહેલો લેખ આ દૃષ્ટિએ એમની ઐતિહાસિક નિરૂપણરીતિનું ઉત્કૃષ્ટ પ્રતીક છે. | ||
Line 29: | Line 26: | ||
{{right|[‘બુદ્ધિપ્રકાશ’, જૂન ૧૯૬૫]}} | {{right|[‘બુદ્ધિપ્રકાશ’, જૂન ૧૯૬૫]}} | ||

{{reflist}} | |||

edits