17,022
edits
(Created page with "{{SetTitle}} <br> {{center|'''પ્રકાશન માહિતી'''}} <poem> Baari Bahaar : Poems in Gujarati. By Prahlad Jethalal Parekh. બારી બહાર : પ્રહ્લાદ પારેખ [ચોથી શોધિતવર્ધિત આવૃત્તિ, ૧૯૭૨] સં. ભૃગુરાય અંજારિયા વોરા એન્ડ કંપની, પબ્લિશર, પ્રાઇવેટ લિમિટેડ ૩,...") |
No edit summary |
||
Line 81: | Line 81: | ||
'''બાળવાર્તાનો સંગ્રહ''' : (અપ્રકટ) | '''બાળવાર્તાનો સંગ્રહ''' : (અપ્રકટ) | ||
</poem> | </poem> | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
{{center|<big>'''ત્રીજી આવૃત્તિનું નિવેદન'''</big>}} | |||
{{Poem2Open}} | |||
‘બારી બહાર’ (૧૯૪૦)ની પહેલી આવૃત્તિ પછીનાં વીસ વરસમાં સ્વ. પ્રહ્લાદે લખેલાં કાવ્યો બીજી આવૃત્તિમાં યોગ્ય સ્થાને ગૂંથવાનું, અને એમ કરતાં જરૂર લાગે તેટલા કાવ્યોનો ક્રમ બદલાવવાનું કામ મારે કરવું પડયું હતું. કવિ પોતે જ પોતાનાં કાવ્યોને ઉત્તમ રીતે ગૂંથી શકે એવી મારી દલીલ છતાં સ્વ. પ્રહ્લાદના આગ્રહને મારે વશ થવું પડયું હતું. | |||
ઉપરાંત, પ્રહ્લાદના હાથલખાણમાં, શેલીના હાથલખાણમાં હતાં તેવાં, એક પ્રકારની ઋજુતા અને નિસર્ગવાદ હતાં : જોડણી, અનુસ્વાર, વિરામચિહ્નો, પંક્તિને અને કડીને છંદ, લય અને પ્રાસને લક્ષમાં લઇ મુદ્રણનો અમુક ઘાટ આપવો, એ બધી બાબતોની એ બહુ ચિંતા ન કરતા. પહેલી આવૃત્તિના મુદ્રણમાં, એમના હાથલખાણમાં નથી એવી મુદ્રણને લગતી થોડીઘણી કાળજી કોઈ એ લીધી લાગે છે છતાં, પ્રહ્લાદના લખાણના આ લક્ષણની પ્રબળ અસર રહી ગઈ છે. બીજી આવૃત્તિ વેળાએ તેમણે આ બાબતની જવાબદારી પણ મારા ઉપર નાખેલી. એમણે ગાયેલી કામિનીનું ફૂલ એટલું નાજુક હોય છે કે તેને ચૂંટવા જતાં કાળજી ન રાખીએ તો હાથમાં છૂટી પાંખડીઓ જ આવે. એમની પંક્તિઓમાં વિરામચિહ્નો મૂકતાં મને આ નાની, નાજુક, શ્વેત પાંખડીઓ ઉપર હું મારી ટાંકથી આંકા પાડતો હોઉં એવું લાગેલું પણ ઉત્તમ કાવ્યસંગ્રહનું એક ભાવિ એ છે કે એ પાઠયપુસ્તક બને છે. | |||
આ આવૃત્તિમાં મેં બીજી આવૃત્તિ છપાયા પછી તેમણે લખેલાં કાવ્યોમાંથી પસંદગી કરીને તેર કાવ્યો, અને, અમે તે પહેલાં લખાયેલાં પણ બીજી આવૃત્તિમાં ન લીધેલાં બે કાવ્યો, ‘દિલડું જીત્યું નહીં!’ અને ‘એક ગોરીને’, એમ કુલ પંદર કાવ્યો ઉમેર્યાં છે. આમ કરતાં, તેમની મને મળેલી નોટો, અધૂરાપધૂરા પ્રયોગ– પ્રયત્ન ધરાવતાં અનેક છૂટાં કાગળિયાં, ૯0 જોઈ લીધાં છે. ‘બારી બહાર’ હાલ પાઠયપુસ્તક છે તેથી આવૃત્તિમાં નવાં કાવ્યોને ગૂંથીને ક્રમ ન બદલાવતાં, પરિશિષ્ટ રૂપે એ પંદર કાવ્યો મૂક્યાં છે. | |||
ઉપરકહી હસ્તલિખિત સામગ્રી પહેલી જ વાર ઝીણવટથી જોવા મળતાં બીજી આવૃત્તિમાં અને તે પછીનાં તેનાં ત્રણ પુનમુદ્રણોમાં મળતી ભૂલો સુધારી લીધી છે. ‘ગામની વિદાય’માં છેલ્લી અને ‘આવ, મેહુલિયા !’માં ત્રીજી કડી ઉમેરાઈ છે. ‘એક ફૂલ ખૂલ્યું છે !’માં પહેલી લીટીમાં ‘મારા વા’લમની ડાળીએ નહીં પણ ‘વાડીએ’ નોટમાં મળે છે, તે પ્રમાણે છે. ‘આયો મેહુલિયો !’ માં ‘એ તો આવી આવીને મલકાયો :’ અર્થવિહીન છે. મૂળ નોટ જોતાં કવિના હસ્તાક્ષરમાં પણ વ–લની સમાનતા મળે છે. પણ કવિએ આ ગીત મારી પાસે અનેક વાર ગાયું છે. તેની સ્પષ્ટ સ્મૃતિથી ‘એ તો આલી આલીને મલકાયો :’,–એમ સુધાર્યું છે. ‘ઘાસ અને હું’માં ‘ના છબે છે એક પળ એના ચરણ.’માં કવિએ મને બીજી આવૃત્તિ છપાઈ ગયા પછી કહેલું કે પોતાને ‘છબે’ અભિપ્રેત છે. નોટમાં પણ ‘છબે’ મળે છે. આ ઉપરાંત પુનર્મુદ્રણોમાં ઉમેરાયેલી ભૂલો કાઢી નાખવાની કાળજી રાખી છે. | |||
બીજી આવૃત્તિમાં બીજાં અનેક કાવ્યોની સાથે ‘એકલું’નો મુદ્રણઘાટ બદલાવ્યો હતો. ‘મારા રે હૈયાને તેનું પારખું’નો બંધ પણ એવો જ હોવાથી એનો ઘાટ પણ આ વખતે ‘એકલું’ પ્રમાણે કર્યો છે. બીજાં કાવ્યોમાં પણ ઘાટ બદલાવ્યા છે. | |||
નવાં કાવ્યો ઉમેરવામાં મારાથી જુદી રીતે કોઈ પસંદગી કરી શકે. આ કારણે, અને એમનાં અધૂરાં કાવ્યો, બે જુદી દિશામાં લખી જોયેલાં કાવ્યો. કડીઓ, છૂટી પંક્તિઓ વગેરે જે નોટો અને છૂટાં કાગળિયાંમાં છે તે બહુ વખત ન ટકે, તેથી એક વાર તો આ બધો ખેરો એક જ સ્થળે – બેન તો એક સામયિકમાં–રસિકો સમક્ષ મૂકવનું વિચાર્યું છે. | |||
{{Poem2Close}} | |||
'''–ભૃગુરાય અંજારિયા''' | |||
તા. ૧૦-૫-૧૯૭૦, સાન્તાક્રુઝ-પશ્ચિમ, મુંબઈ | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
{{center|<big>'''બીજી આવૃત્તિનું નિવેદન'''</big>}} | |||
{{Poem2Open}} | |||
‘બારી બહાર’ની પહેલી આવૃત્તિ ઈ.સ. ૧૯૪0માં પ્રગટ થઈ. ત્યાર પછી ઓગણીસ વરસે આ બીજી આવૃત્તિ પ્રગટ થાય છે. આ આવૃત્તિમાં અનુક્રમમાં ફૂદડીની નિશાનીથી દર્શાવેલી કૃતિઓ નવી ઉમેરી છે. અને તે ઉમેરાતાં જૂની કૃતિઓનો ક્રમ બદલાયો છે. | |||
સંગ્રહનાં કાવ્યોમાંથી ‘મુક્ત નિર્ઝર’ કવિવર ટાગોરના ‘નિર્ઝરેર સ્વપ્નભંગ’ કાવ્યનો ભાવનુવાદ છે. ‘અંધ’ તેમના ‘Cycle of Spring’ના ૧0૨ મા પાન ઉપરના અંધ ગાયકે ગાયેલા ગીતનો અનુવાદ છે. તે ઉપરાંત ‘છેલ્લી પૂજા’ અને ‘દાન’ એ બન્ને પણ તેમનાં જ પ્રસિદ્ધ કથાકાવ્યોના અનુવાદ છે. | |||
પહેલી આવૃત્તિ સાથે જોડેલું શ્રી ઉમાશંકર જોશીનું પુરોવચન–’આંતર દર્શન’ આજે બે દાયકા પછીય એટલું જ ઉપયોગી હોઈ, આ આવૃત્તિમાં પણ મૂક્યું છે. એ મૂકવા દેવા માટે શ્રી ઉમાશંકર જોશીનો હૃદયપૂર્વક આભાર માનું છું. | |||
શ્રી મૂળશંકર મો. ભટ્ટે ગીતોની સ્વરચના કરી આપી મિત્રકાર્ય બજાવ્યું છે. | |||
મારા મિત્ર શ્રી બાલમુકુન્દ દવે અને શ્રી બાલુભાઈ પારેખે જે સહકાર આપ્યો છે તે માટે તેમનો અંત:કરણપૂર્વક આભાર માનું છું. | |||
આ આવૃત્તિના પ્રકાશનમાં મારા મિત્ર શ્રી ભૃગુરાય અંજારિયાની પ્રેરણા માટે તેમનો પણ આભારી છું. | |||
{{Poem2Close}} | |||
'''– પ્રહ્લાદ પારેખ''' | |||
સ્વામીનારાયણ ચાલ, રૂમ નં. ૨ | |||
મહાત્મા ગાંધી રોડ, કાંદીવલી (પશ્ચિમ), મુંબઈ | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} |