મિતાક્ષર/નવજાગૃતિનો અરુણોદય: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 244: Line 244:
<center><ref>૨૫. આ ઉપ-પ્રકરણમાં દાદોબા અંગેની માહિતી ‘દાદોબા ચરિત્ર'ને આધારે.</ref>દાદોબા અને દુર્ગારામ</center>

{{Poem2Open}}
{{Poem2Open}}

હવે આપણે જેમની અસરથી જ નહિ, જેમની સીધી પ્રેરણા અને દોરવણીથી દુર્ગારામે સુધારામાં ઝંપલાવ્યું અને માનવધર્મ સભાનો જન્મ થયો—એવી मान्यता વિષે જરા વધુ વિગતે વિચારવું જરૂરી બને છે.

Line 274: Line 273:
<center>સુરતના સાથીઓ</center>
<center>સુરતના સાથીઓ</center>
{{Poem2Open}}
{{Poem2Open}}

દુર્ગારામના પ્રવૃત્તિકાળ દરમ્યાનના મુખ્ય સાથી સુધારકોમાં ‘ચાર દદ્દા’માંના દાદોબા અંગે તો આપણે વિગતે જોઈ ગયા. બીજા છે દિનમણિશંકર શાસ્ત્રી. આપણે જોયું તેમ તેઓ એક ઉચ્ચ કક્ષાના પંડિત-શાસ્ત્રી હતા. ખુલ્લી રીતે સુધારામાં ઝંપલાવવા તૈયાર ન હોવા છતાં, દુર્ગારામના મિત્ર-સાથી તરીકે તેમની પૂંઠે રહ્યા હતા. મહેતાજી અનેક વાર, —વિધવાને પુનર્લગ્ન કરી લેવાના ઉપદેશવાળા : કિસ્સામાંય તથા બનાવટી શાસ્ત્રોના લખનારા પાસેય શાસ્ત્રચર્ચા કરવાના પ્રસંગે— તેમને પોતાની સાથે લઈને જતા હતા. પાછળથી તેઓ દુર્ગારામના ટેકેકાર રહ્યા ન હતા, એમ જણાય છે. બલ્કે, મહીપતરામ પરદેશથી પાછા ફર્યા બાદ, પાછળથી તેમણે પ્રાયશ્ચિત્ત કર્યા છતાંય, તેમને ન્યાતમાં દાખલ ન કરવાના આગ્રહી જુનવાણીમાં દિનમણિશંકર મુખ્ય હતા. ××× ત્રીજા દલપતરામ માસ્તર ઉત્સાહી અને સાચા દિલના સુધારક હતા, અને દુર્ગારામના પ્રસંશક-શિષ્ય સરખા હતા. છેલ્લા દામોદરદાસ શેઠ. એમની સુધારા પ્રત્યેની સર્વસાધારણ સહાનુભૂતિ નજરે પડે છે.

__________________
બાકી તો, દુર્ગારામને દાદોબા ઉપરાંત, જો કોઈ પુરુષની ખૂબ જ મોટી ઓથ મળી હોય તો તે હતા હેનરી ગ્રીન સાહેબ. તેઓ સુરતની અંગ્રેજી શાળાના પ્રિન્સિપાલ હતા. (દાદોબા તેમના આસિસ્ટંટ હતા. એ રીતે દાદોબા ઉપર પણ ગ્રીનની અસર હોઈ શકે.) ગ્રીન ‘agnostic' અજ્ઞેયવાદી હતા; અને દેવળમાં પાઠ પૂજા કરવા જતા નહિ. તેઓ નાસ્તિક તરીકે પ્રખ્યાત થયા હતા અને દુર્ગારામના સુધારાને સહાય કરવામાં હંમેશાં તત્પર રહ્યા હતા.

<ref>૨૭. ‘મારી હકીકત'ના આધારે.</ref>નર્મદ ૧૮૫૧માં મુંબઈ અભ્યાસ કરી સુરત પાછો ફર્યો હતો અને ૧૮૫૧ (ફેબ્રુઆરી)થી ૧૮૫૪ (જાન્યુઆરી) સુધી સુરત રહ્યો હતો. આ દરમ્યાન પોતાના સગા દોલતરામ સાથે મળીને ‘સ્વદેશ હિતેચ્છુ’ નામની મંડળી ઊભી કરી હતી, અને ‘જ્ઞાનસાગર’ નામનું અઠવાડિક ભાગીદારીમાં કાઢ્યું હતું. નર્મદ ઉમેરે છે કે, દોલતરામે<ref>૨૮. આ દોલતરામ વકીલ હશે. કેટલાક પાંચ દદ્દામાં દામોદરદાસને બદલે એમનું નામ મૂકે છે. (જુઓ સ. સુ. પૃ. ૧૭) આ ગૃહસ્થ સુધારાના સાથી તરીકે જેમની ગણતરી કરેલ છે તે દોલતરામ કેશવરામ હશે. (દુ. ચ.. પા. ૨૪) અને પાછળથી વિરોધમાં પડ્યો હશે, એમ લાગે છે.</ref> આ છાપું શરૂ કર્યું તેની પાછળ તેની મતલબ દુર્ગારામ મહેતાજીની કેટલીક ‘નરસી ચાલ’ જાહેરમાં આણવાની હતી, તેવું તેને પાછળથી માલૂમ પડ્યું હતું (‘મારી હકીકત' પૃ. ૩૫).

Line 310: Line 306:
<center>૭. કમજોરીઓ — સુધારાની કસોટી?</center>
<center>૭. કમજોરીઓ — સુધારાની કસોટી?</center>
{{Poem2Open}}
{{Poem2Open}}

આમ છતાં, દુર્ગારામની—ગુજરાતના આદ્ય સુધારકની કેટલીક ગંભીર દેખાય તેવી કમજોરીઓ અંગે પણ આપણે વિચાર કરવો રહે છે.

Line 389: Line 384:
૨૪. India To-day (R. P. Dutt)  
૨૪. India To-day (R. P. Dutt)  
૨૫. Bombay Gazetter Vol. II (1877)
૨૫. Bombay Gazetter Vol. II (1877)
{{Poem2Close}}
</poem>
 
'''વિશ્વમાનવ મે ૧૯૬૦.'''
'''વિશ્વમાનવ મે ૧૯૬૦.'''
<hr>
<hr>
'''સંદર્ભો'''
{{Reflist}}
{{Reflist}}
<br>
<br>

Navigation menu