18,124
edits
No edit summary |
No edit summary |
||
Line 109: | Line 109: | ||
એમની બાજુના જ ફ્લૅટમાં એક ભલી પારસી વિધવા બાઈ રહેતી. એનું નામ બાનુબહેન. એ મને એના ફ્લૅટમાં લઈ જાય. કંઈ ને કંઈ ખાવાનું આપે જ. હંમેશ વેલ ડ્રેસ્ડ હોય. ઘરમાં પણ શુઝ પહેરેલા હોય. મોઢા પર પાવડરના થથેરા હોય. એ પાવડરની તીવ્ર ગંધ હજી સુધી નાકમાં રહી ગઈ છે. એમને ખબર પડી કે હું નવોસવો દેશમાંથી આવ્યો છું તો મને સલાહસૂચના, શિખામણ આપે. મુંબઈના વાતાવરણથી ગભરાવું નહીં એમ કહે. થોડા સમયમાં “ટને બધું સમજાઈ જશે.” શાળાનાં પાઠ્યપુસ્તકોમાં ફિરોઝશાહ મહેતા અને જમશેદજી ટાટા વિશે વાંચ્યું હતું, પણ પારસીઓનો આ મારો પહેલો અનુભવ. પ્રજા તરીકેની એમની સાલસતાની મારા પર બહુ સરસ છાપ પડી. વરસો પછી અમેરિકામાં પીટ્સબર્ગ યુનિવર્સિટીમાં હું ભણાવતો હતો ત્યાં સાયરસ મહેતા કરીને મારો એક પારસી કલીગ હતો. એ પણ ખૂબ સાલસ અને ખાનદાન માણસ હતો. અમારી બન્નેની મૈત્રી જામી હતી. | એમની બાજુના જ ફ્લૅટમાં એક ભલી પારસી વિધવા બાઈ રહેતી. એનું નામ બાનુબહેન. એ મને એના ફ્લૅટમાં લઈ જાય. કંઈ ને કંઈ ખાવાનું આપે જ. હંમેશ વેલ ડ્રેસ્ડ હોય. ઘરમાં પણ શુઝ પહેરેલા હોય. મોઢા પર પાવડરના થથેરા હોય. એ પાવડરની તીવ્ર ગંધ હજી સુધી નાકમાં રહી ગઈ છે. એમને ખબર પડી કે હું નવોસવો દેશમાંથી આવ્યો છું તો મને સલાહસૂચના, શિખામણ આપે. મુંબઈના વાતાવરણથી ગભરાવું નહીં એમ કહે. થોડા સમયમાં “ટને બધું સમજાઈ જશે.” શાળાનાં પાઠ્યપુસ્તકોમાં ફિરોઝશાહ મહેતા અને જમશેદજી ટાટા વિશે વાંચ્યું હતું, પણ પારસીઓનો આ મારો પહેલો અનુભવ. પ્રજા તરીકેની એમની સાલસતાની મારા પર બહુ સરસ છાપ પડી. વરસો પછી અમેરિકામાં પીટ્સબર્ગ યુનિવર્સિટીમાં હું ભણાવતો હતો ત્યાં સાયરસ મહેતા કરીને મારો એક પારસી કલીગ હતો. એ પણ ખૂબ સાલસ અને ખાનદાન માણસ હતો. અમારી બન્નેની મૈત્રી જામી હતી. | ||
નોકરી મળી, પણ પગાર વગરની! | |||
<center>'''નોકરી મળી, પણ પગાર વગરની!'''</center> | |||
દેશમાં કામધંધા ભાંગી પડ્યા હતા. જોબ્સ હતા જ નહીં. કાકાને એમ કે હું મુંબઈ જઈને જલદી જલદી નોકરી લઈશ. કોઈ ધંધાની લાઈન પકડીશ. સ્વતંત્ર ધંધો શરૂ કરીશ, અને તેમનો બોજો ઉપાડી લઈશ. અમારા સગામાંથી જ મુંબઈ જઈને સફળ થયેલ કેટલાક લોકોના દાખલા હતા. એમાં મુખ્ય અમૃતલાલનો. એ કાકાના મોટા ભાઈના (જેને અમે બાપુજી કહેતા) મોટા દીકરા. મુંબઈની હમામ સ્ટ્રીટમાં એમની મોટી ઑફિસ. અમારા બધા માટે અમૃતલાલ મોડેલ. બહુ ઝાઝું ભણેલ નહીં. હાઇસ્કૂલ માંડ માંડ પૂરી કરી હતી. પણ મુંબઈમાં ધીકતો ધંધો કરે. ખૂબ કમાય. સાયનમાં મોટો ફ્લૅટ લીધો. દેશમાંથી બાપુજીના આખા કુટુંબને મુંબઈ બોલાવી લીધું. બહેનોને એક પછી એક પરણાવી દીધી. ભાઈઓને કામે લગાડી દીધા. | દેશમાં કામધંધા ભાંગી પડ્યા હતા. જોબ્સ હતા જ નહીં. કાકાને એમ કે હું મુંબઈ જઈને જલદી જલદી નોકરી લઈશ. કોઈ ધંધાની લાઈન પકડીશ. સ્વતંત્ર ધંધો શરૂ કરીશ, અને તેમનો બોજો ઉપાડી લઈશ. અમારા સગામાંથી જ મુંબઈ જઈને સફળ થયેલ કેટલાક લોકોના દાખલા હતા. એમાં મુખ્ય અમૃતલાલનો. એ કાકાના મોટા ભાઈના (જેને અમે બાપુજી કહેતા) મોટા દીકરા. મુંબઈની હમામ સ્ટ્રીટમાં એમની મોટી ઑફિસ. અમારા બધા માટે અમૃતલાલ મોડેલ. બહુ ઝાઝું ભણેલ નહીં. હાઇસ્કૂલ માંડ માંડ પૂરી કરી હતી. પણ મુંબઈમાં ધીકતો ધંધો કરે. ખૂબ કમાય. સાયનમાં મોટો ફ્લૅટ લીધો. દેશમાંથી બાપુજીના આખા કુટુંબને મુંબઈ બોલાવી લીધું. બહેનોને એક પછી એક પરણાવી દીધી. ભાઈઓને કામે લગાડી દીધા. | ||
Line 116: | Line 117: | ||
મારી સામે, બલકે કાકાની સામે આવા દાખલાઓ હતા. મને મુંબઈ મોકલીને રાહ જોઈને બેઠા હતા કે ક્યારે હું મુંબઈમાં સ્થાયી થાઉં અને દેશમાંથી ભાઈબહેનોને બોલાવું. હું મુંબઈ આવ્યો ત્યારે મારી ઉંમર સત્તર વરસની. કશી ગતાગમ નહીં. છાપાં મૅગેઝિન અને બૉલીવુડની મૂવીઓમાં જે મુંબઈ જોયેલું એ જ. મુંબઈમાં નોકરી ગોતવાની વાત તો બાજુ રહી, પણ એના રસ્તાઓ, બસ, ટૅક્સી, ટ્રામ, ટ્રૈનમાં કેમ આવવું જવું તેનું પણ મને ભાન નહોતું. પણ ભલા બહેનબનેવીએ મારી સંભાળ લીધી. બનેવી મને દૂરના એક માસા પાસે લઈ ગયા. એ મૂળજી જેઠા મારકેટની એક પેઢીમાં ગુમાસ્તા હતા. માસાને કહે કે તમારી પેઢીમાં નટુને હમણાં બેસાડો. માસા કહે, આવીને ભલે બેસે અને કામકાજ શીખે. પણ હમણાં એને પગાર બગાર નહિ આપીએ. બનેવી કહે, વાંધો નહીં. પગારની જરૂર નથી. બસ, તમારા હાથ નીચે કેળવજો અને કામકાજ શીખવજો. ભલું થાજો એ માસાનું કે આમ એમને કારણે મને નોકરી મળી. આ મારી પહેલી નોકરી, જોકે પગાર વગરની. | મારી સામે, બલકે કાકાની સામે આવા દાખલાઓ હતા. મને મુંબઈ મોકલીને રાહ જોઈને બેઠા હતા કે ક્યારે હું મુંબઈમાં સ્થાયી થાઉં અને દેશમાંથી ભાઈબહેનોને બોલાવું. હું મુંબઈ આવ્યો ત્યારે મારી ઉંમર સત્તર વરસની. કશી ગતાગમ નહીં. છાપાં મૅગેઝિન અને બૉલીવુડની મૂવીઓમાં જે મુંબઈ જોયેલું એ જ. મુંબઈમાં નોકરી ગોતવાની વાત તો બાજુ રહી, પણ એના રસ્તાઓ, બસ, ટૅક્સી, ટ્રામ, ટ્રૈનમાં કેમ આવવું જવું તેનું પણ મને ભાન નહોતું. પણ ભલા બહેનબનેવીએ મારી સંભાળ લીધી. બનેવી મને દૂરના એક માસા પાસે લઈ ગયા. એ મૂળજી જેઠા મારકેટની એક પેઢીમાં ગુમાસ્તા હતા. માસાને કહે કે તમારી પેઢીમાં નટુને હમણાં બેસાડો. માસા કહે, આવીને ભલે બેસે અને કામકાજ શીખે. પણ હમણાં એને પગાર બગાર નહિ આપીએ. બનેવી કહે, વાંધો નહીં. પગારની જરૂર નથી. બસ, તમારા હાથ નીચે કેળવજો અને કામકાજ શીખવજો. ભલું થાજો એ માસાનું કે આમ એમને કારણે મને નોકરી મળી. આ મારી પહેલી નોકરી, જોકે પગાર વગરની. | ||
મૂળજી જેઠા મારકેટ | |||
<center>'''મૂળજી જેઠા મારકેટ'''</center> | |||
મૂળજી જેઠા મારકેટની દુનિયા જ જુદી હતી. એની હાયરારકીમાં સૌથી ઉપર શેઠ. તે ઉપર બેઠા બેઠા બધા પર રાજ કરે. એની નીચે મહેતાજીઓ. પછી ગુમાસ્તાઓ, એની નીચે ઘાટીઓ. હું તો સાવ નવોસવો એટલે ઘાટીઓથી પણ નીચે. મારે તો બધું એકડે એકથી શીખવાનું હતું. પહેલાં તો મારે મારકેટની ભૂગોળ શીખવાની હતી. અસંખ્ય ગલીઓ, અનેક ચોક, આજુબાજુની શેરીઓ, ચાનાસ્તાની દુકાનો, ખમતીધર શેઠિયાઓની ખ્યાતનામ પેઢીઓ, મિલોના એજન્ટની પેઢીઓ, મોટી મોટી બૅંકો—આ બધું ક્યાં છે એ શીખવાનું હતું. આ બધી જગ્યાએ જલદી કેમ જવાય તે ઘાટીઓ બરાબર જાણે. એ તો હાથગાડીઓમાં માલ ભરીને લોકોનાં ટોળાં વચ્ચે રસ્તો કાઢતા ઝટપટ દોડે. હું જોતો રહું. | મૂળજી જેઠા મારકેટની દુનિયા જ જુદી હતી. એની હાયરારકીમાં સૌથી ઉપર શેઠ. તે ઉપર બેઠા બેઠા બધા પર રાજ કરે. એની નીચે મહેતાજીઓ. પછી ગુમાસ્તાઓ, એની નીચે ઘાટીઓ. હું તો સાવ નવોસવો એટલે ઘાટીઓથી પણ નીચે. મારે તો બધું એકડે એકથી શીખવાનું હતું. પહેલાં તો મારે મારકેટની ભૂગોળ શીખવાની હતી. અસંખ્ય ગલીઓ, અનેક ચોક, આજુબાજુની શેરીઓ, ચાનાસ્તાની દુકાનો, ખમતીધર શેઠિયાઓની ખ્યાતનામ પેઢીઓ, મિલોના એજન્ટની પેઢીઓ, મોટી મોટી બૅંકો—આ બધું ક્યાં છે એ શીખવાનું હતું. આ બધી જગ્યાએ જલદી કેમ જવાય તે ઘાટીઓ બરાબર જાણે. એ તો હાથગાડીઓમાં માલ ભરીને લોકોનાં ટોળાં વચ્ચે રસ્તો કાઢતા ઝટપટ દોડે. હું જોતો રહું. | ||
Line 153: | Line 155: | ||
આમ રતિભાઈએ મારી કવિ થવાની અને સાહિત્યનો અભ્યાસ કરવાની વાત ઉપર ઠંડું પાણી રેડ્યું. એ કહે એવું લિટરેચરનું લફરું લગાડીશ તો તને નોકરી નહીં મળે. તારે તો કૉમર્સમાં જવાનું છે, બી. કોમ. થવાનું છે. બી. કોમ. થઈશ તો કોઈ સારી કંપનીમાં નોકરી મળશે. કોઈ ધંધાની લાઈન પકડાશે. કવિતા ફવિતા લખવાથી તારું કંઈ વળવાનું નથી. આખરે રતિભાઈ જ મારી કૉલેજની ફી ભરવાના હતા અને હવે પછી મુંબઈમાં મારી સંભાળ લેવાના હતા તો મારાથી તેમની અવગણના કેમ થાય? વધુમાં એમને કારણે જ હું મારકેટમાંથી છૂટવાનો હતો. આપણે તો નીચી મુંડીએ એમણે જે કહ્યું તે કરવા તૈયાર થઈ ગયા. એ મને મુંબઈની જાણીતી સીડનહામ કૉલેજમાં લઈ ગયા. મેટ્રિકની પરીક્ષામાં મારો ફર્સ્ટ ક્લાસ આવેલો તેથી એડમિશનમાં કોઈ વાંધો ન પડ્યો. આમ હું મારકેટની દુનિયામાંથી છૂટ્યો અને કૉલેજીયન થયો. અને બહેનને ઘરેથી નીકળીને નાતની બોર્ડિંગમાં દાખલ થયો. | આમ રતિભાઈએ મારી કવિ થવાની અને સાહિત્યનો અભ્યાસ કરવાની વાત ઉપર ઠંડું પાણી રેડ્યું. એ કહે એવું લિટરેચરનું લફરું લગાડીશ તો તને નોકરી નહીં મળે. તારે તો કૉમર્સમાં જવાનું છે, બી. કોમ. થવાનું છે. બી. કોમ. થઈશ તો કોઈ સારી કંપનીમાં નોકરી મળશે. કોઈ ધંધાની લાઈન પકડાશે. કવિતા ફવિતા લખવાથી તારું કંઈ વળવાનું નથી. આખરે રતિભાઈ જ મારી કૉલેજની ફી ભરવાના હતા અને હવે પછી મુંબઈમાં મારી સંભાળ લેવાના હતા તો મારાથી તેમની અવગણના કેમ થાય? વધુમાં એમને કારણે જ હું મારકેટમાંથી છૂટવાનો હતો. આપણે તો નીચી મુંડીએ એમણે જે કહ્યું તે કરવા તૈયાર થઈ ગયા. એ મને મુંબઈની જાણીતી સીડનહામ કૉલેજમાં લઈ ગયા. મેટ્રિકની પરીક્ષામાં મારો ફર્સ્ટ ક્લાસ આવેલો તેથી એડમિશનમાં કોઈ વાંધો ન પડ્યો. આમ હું મારકેટની દુનિયામાંથી છૂટ્યો અને કૉલેજીયન થયો. અને બહેનને ઘરેથી નીકળીને નાતની બોર્ડિંગમાં દાખલ થયો. | ||
બોર્ડિંગની દુનિયા | |||
<center>'''બોર્ડિંગની દુનિયા'''</center> | |||
કૉલેજમાં જવાથી એક ફાયદો થયો: હું બહેનના ઘરેથી બહાર નીકળી શક્યો. રતિભાઈએ મને બોર્ડિંગમાં દાખલ કરાવ્યો. એ જમાનામાં સૌરાષ્ટ્રમાં એકાદ બે કૉલેજ હતી. સાવરકુંડલા, મહુવા, શિહોર, રાજુલા જેવાં નાનાં નાનાં ગામોમાંથી જો છોકરાઓને કૉલેજમાં જવું હોય તો એમને મુંબઈ આવવું પડે. પણ મુંબઈમાં રહેવું ક્યાં? આ છોકરાઓ મુંબઈ કૉલેજમાં જાય ત્યારે તેમના રહેવાની સગવડ થાય તે માટે કપોળ નાતિના આગેવાન શેઠિયાઓએ ઠેઠ ૧૮૯૬માં નાતિની એક બોર્ડિંગ શરૂ કરી હતી. એ શરૂ થઈ ત્યારે તો માત્ર દસેક જેટલા વિદ્યાર્થીઓ હતા. આજે સોએક જેટલા વિદ્યાર્થીઓ ત્યાં રહીને મુંબઈની વિધવિધ કૉલેજોમાં મેડીસીન, એન્જિનિયરીંગ, કૉમર્સ, આર્ટ્સ, લૉ, એવું જુદું જુદું ભણે છે. રતિભાઈ પોતે જ આ બોર્ડિંગમાં રહીને ભણ્યા હતા. બોર્ડિંગની બાજુમાં જ પોદ્દાર કૉમર્સ કૉલેજ હતી, પણ એમણે મને ઠેઠ ચર્ચગેટ સ્ટેશન પાસે આવેલી સીડનહામ કૉલેજમાં દાખલ કર્યો કારણ કે એ પોતે ત્યાં ગયા હતા. મુંબઈમાં સીડનહામનું નામ પણ મોટું. | કૉલેજમાં જવાથી એક ફાયદો થયો: હું બહેનના ઘરેથી બહાર નીકળી શક્યો. રતિભાઈએ મને બોર્ડિંગમાં દાખલ કરાવ્યો. એ જમાનામાં સૌરાષ્ટ્રમાં એકાદ બે કૉલેજ હતી. સાવરકુંડલા, મહુવા, શિહોર, રાજુલા જેવાં નાનાં નાનાં ગામોમાંથી જો છોકરાઓને કૉલેજમાં જવું હોય તો એમને મુંબઈ આવવું પડે. પણ મુંબઈમાં રહેવું ક્યાં? આ છોકરાઓ મુંબઈ કૉલેજમાં જાય ત્યારે તેમના રહેવાની સગવડ થાય તે માટે કપોળ નાતિના આગેવાન શેઠિયાઓએ ઠેઠ ૧૮૯૬માં નાતિની એક બોર્ડિંગ શરૂ કરી હતી. એ શરૂ થઈ ત્યારે તો માત્ર દસેક જેટલા વિદ્યાર્થીઓ હતા. આજે સોએક જેટલા વિદ્યાર્થીઓ ત્યાં રહીને મુંબઈની વિધવિધ કૉલેજોમાં મેડીસીન, એન્જિનિયરીંગ, કૉમર્સ, આર્ટ્સ, લૉ, એવું જુદું જુદું ભણે છે. રતિભાઈ પોતે જ આ બોર્ડિંગમાં રહીને ભણ્યા હતા. બોર્ડિંગની બાજુમાં જ પોદ્દાર કૉમર્સ કૉલેજ હતી, પણ એમણે મને ઠેઠ ચર્ચગેટ સ્ટેશન પાસે આવેલી સીડનહામ કૉલેજમાં દાખલ કર્યો કારણ કે એ પોતે ત્યાં ગયા હતા. મુંબઈમાં સીડનહામનું નામ પણ મોટું. | ||
Line 234: | Line 237: | ||
જારેચા સાથે મુંબઈમાં મેં બહુ આંટા માર્યા છે. જારેચાને કૉલેજમાં સહજતાથી અંગ્રેજીમાં વાતો કરતા, હરતાફરતા જોઈ મને થોડી ધરપત થઈ. થયું કે હું પણ વરસે બે વરસે આમ અંગ્રેજી બોલતો થઈ જઈશ. હું જ્યારે કૉલેજના જુનિયર વરસમાં આવ્યો ત્યારે એ તો બી.કોમ થઈ ગયા હતા. જ્યારે મોટા ભાગના ગ્રેજુએટ્સ નોકરી ગોતતા હતા ત્યારે એ અમેરિકા જવાનો વિચાર કરતા હતા! મને થયું, “આ માણસ ગજબ છે! છે સામાન્ય સ્થિતિના, માંડ માંડ મધ્યમ વર્ગના કહી શકાય એવા કુટુંબમાંથી આવે છે, અને છતાં અમેરિકા જવાની વાત કરે છે!” | જારેચા સાથે મુંબઈમાં મેં બહુ આંટા માર્યા છે. જારેચાને કૉલેજમાં સહજતાથી અંગ્રેજીમાં વાતો કરતા, હરતાફરતા જોઈ મને થોડી ધરપત થઈ. થયું કે હું પણ વરસે બે વરસે આમ અંગ્રેજી બોલતો થઈ જઈશ. હું જ્યારે કૉલેજના જુનિયર વરસમાં આવ્યો ત્યારે એ તો બી.કોમ થઈ ગયા હતા. જ્યારે મોટા ભાગના ગ્રેજુએટ્સ નોકરી ગોતતા હતા ત્યારે એ અમેરિકા જવાનો વિચાર કરતા હતા! મને થયું, “આ માણસ ગજબ છે! છે સામાન્ય સ્થિતિના, માંડ માંડ મધ્યમ વર્ગના કહી શકાય એવા કુટુંબમાંથી આવે છે, અને છતાં અમેરિકા જવાની વાત કરે છે!” | ||
જારેચા અમેરિકા ઉપડ્યા! | |||
<center>'''જારેચા અમેરિકા ઉપડ્યા!'''</center> | |||
એ જમાનામાં લોકોને અમેરિકા જવાનો મોટો મોહ હતો. આંગળીના વેઢે ગણાય એટલા જ અમેરિકા જઈ આવેલા લોકોને હું ઓળખતો. તે વખતે અમને અમેરિકા માત્ર હોલીવુડની મૂવીઓ અને લાઈફ ટાઈમ મૅગેઝિનમાં જોવા મળતું એ જ. જો કે અમેરિકા વિશે જાણવાની ઉત્સુકતા ઘણી. એ વખતે મુંબઈમાં હજી ટીવી પણ આવ્યું નહોતું, તો પછી સીએનએન વગેરે ટીવી શૉની વાત ક્યાં કરવી? આજે એ બધા શૉને કારણે લોકોને અમેરિકાની નવાઈ નથી રહી. કહો કે એનું આકર્ષણ ઘટ્યું છે. વધુમાં અમેરિકાની અવરજવર પણ વધી ગઈ છે. દેશમાં ભાગ્યે જ કોઈ ઉચ્ચ મધ્યમ વર્ગનું કે પૈસાદાર ઘર એવું હશે કે જેમાંથી કોઈક ને કોઈક–દીકરો, દીકરી, ભાઈ, બહેન, જમાઈ, કે સાઢું અમેરિકામાં નહીં હોય. તે લોકો આવતા જતા હોય. વળી આવા સાધનસંપન્ન લોકો હવે તો અમેરિકામાં નિયમિત વેકેશન માણવા જાય છે! | એ જમાનામાં લોકોને અમેરિકા જવાનો મોટો મોહ હતો. આંગળીના વેઢે ગણાય એટલા જ અમેરિકા જઈ આવેલા લોકોને હું ઓળખતો. તે વખતે અમને અમેરિકા માત્ર હોલીવુડની મૂવીઓ અને લાઈફ ટાઈમ મૅગેઝિનમાં જોવા મળતું એ જ. જો કે અમેરિકા વિશે જાણવાની ઉત્સુકતા ઘણી. એ વખતે મુંબઈમાં હજી ટીવી પણ આવ્યું નહોતું, તો પછી સીએનએન વગેરે ટીવી શૉની વાત ક્યાં કરવી? આજે એ બધા શૉને કારણે લોકોને અમેરિકાની નવાઈ નથી રહી. કહો કે એનું આકર્ષણ ઘટ્યું છે. વધુમાં અમેરિકાની અવરજવર પણ વધી ગઈ છે. દેશમાં ભાગ્યે જ કોઈ ઉચ્ચ મધ્યમ વર્ગનું કે પૈસાદાર ઘર એવું હશે કે જેમાંથી કોઈક ને કોઈક–દીકરો, દીકરી, ભાઈ, બહેન, જમાઈ, કે સાઢું અમેરિકામાં નહીં હોય. તે લોકો આવતા જતા હોય. વળી આવા સાધનસંપન્ન લોકો હવે તો અમેરિકામાં નિયમિત વેકેશન માણવા જાય છે! | ||
Line 257: | Line 261: | ||
ટાઈમ્સમાં ડ્રાઈવર માટે બહુ વોન્ટ એડ આવતી, પણ આપણને ડ્રાઇવિંગ કરતા આવડવું જોઈએને! બાઈસીકલ જ જો નથી આવડતી તો કાર ચલાવાની વાત ક્યાં કરું? એક વાર એમ પણ થયેલું કે ચલો, ડ્રાઈવિંગના ક્લાસ ભરું. ગલ્ફના દેશોમાં ભણેલા માણસોની જરૂર હતી તો થયું કે ચાલો, પાસપોર્ટ કઢાવીએ અને નોકરી જ જો મળી જતી હોય તો ગલ્ફ ઉપડીએ. એ જમાનામાં હજી કમ્પ્યૂટર આવ્યા નો’તા. ટાઈપ રાઈટર અને ટાઇપિસ્ટોની બોલબાલા હતી. દરેક નાની મોટી ઑફિસમાં કોરસ્પોંડસ અને ઇન્વોઇસ તૈયાર કરવા માટે ટાઇપિસ્ટની બહુ જરૂર હોય. એટલે ટાઇપિસ્ટોની મોટી માંગ હતી. પણ આપણને ટાઈપીંગ ક્યાં આવડતું હતું? આખરે ટાઈપીંગ ક્લાસ પણ શરૂ કર્યા. મને એમ થયા કરતુ હતું કે જે સ્કીલ્સની નોકરીના બજારમાં ખાસ જરૂર છે તેમાંનું મને કંઈ આવડતું નથી, અને જે કંઈ આવડે છે તેની કોઈ ડિમાંડ નથી. મને વારંવાર થતું કે મેં બી. કોમ થઈને શું કાંદો કાઢ્યો? આ કરતાં જો મારકેટમાં જ ચોંટી રહ્યો હોત તો કોઈ લાઈન હાથ લાગી હોત. આ ચાર વરસો કૉલેજમાં બગાડ્યાં તેને બદલે કદાચ કોઈ ધંધો શીખ્યો હોત. પણ હવે મારકેટમાં થોડું જવાય છે? બી.કોમ થયા પછી ગુમાસ્તા કેમ થવાય? | ટાઈમ્સમાં ડ્રાઈવર માટે બહુ વોન્ટ એડ આવતી, પણ આપણને ડ્રાઇવિંગ કરતા આવડવું જોઈએને! બાઈસીકલ જ જો નથી આવડતી તો કાર ચલાવાની વાત ક્યાં કરું? એક વાર એમ પણ થયેલું કે ચલો, ડ્રાઈવિંગના ક્લાસ ભરું. ગલ્ફના દેશોમાં ભણેલા માણસોની જરૂર હતી તો થયું કે ચાલો, પાસપોર્ટ કઢાવીએ અને નોકરી જ જો મળી જતી હોય તો ગલ્ફ ઉપડીએ. એ જમાનામાં હજી કમ્પ્યૂટર આવ્યા નો’તા. ટાઈપ રાઈટર અને ટાઇપિસ્ટોની બોલબાલા હતી. દરેક નાની મોટી ઑફિસમાં કોરસ્પોંડસ અને ઇન્વોઇસ તૈયાર કરવા માટે ટાઇપિસ્ટની બહુ જરૂર હોય. એટલે ટાઇપિસ્ટોની મોટી માંગ હતી. પણ આપણને ટાઈપીંગ ક્યાં આવડતું હતું? આખરે ટાઈપીંગ ક્લાસ પણ શરૂ કર્યા. મને એમ થયા કરતુ હતું કે જે સ્કીલ્સની નોકરીના બજારમાં ખાસ જરૂર છે તેમાંનું મને કંઈ આવડતું નથી, અને જે કંઈ આવડે છે તેની કોઈ ડિમાંડ નથી. મને વારંવાર થતું કે મેં બી. કોમ થઈને શું કાંદો કાઢ્યો? આ કરતાં જો મારકેટમાં જ ચોંટી રહ્યો હોત તો કોઈ લાઈન હાથ લાગી હોત. આ ચાર વરસો કૉલેજમાં બગાડ્યાં તેને બદલે કદાચ કોઈ ધંધો શીખ્યો હોત. પણ હવે મારકેટમાં થોડું જવાય છે? બી.કોમ થયા પછી ગુમાસ્તા કેમ થવાય? | ||
આખરે નોકરી મળી | |||
<center>'''આખરે નોકરી મળી'''</center> | |||
ઘણી વાર મેઘનાદ ભટ્ટને મફતલાલ મિલની એમની ઑફિસમાં મળવા જાઉં. તપાસ કરું કે એમને ત્યાં કોઈ નોકરીની શક્યતા ખરી કે? એક વાર કહે કે અહીં મફતલાલમાં નોકરી મળવી મુશ્કેલ, પણ મારા એક મિત્ર મહેતા અહીંથી હમણાં નોકરી છોડીને થોમસન ઍન્ડ ટેલર નામના નવા ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં ચીફ એકાઉન્ટટન્ટ તરીકે જોડાયા છે. તમારી ઇચ્છા હોય તો તેમને વાત કરું, જો ત્યાં કોઈ જગ્યા હોય તો. મેં કહ્યું, ભાઈસાહેબ, કંઈક કરો ને! એમને કહો કે મહેરબાની કરીને મને રાખી લે. કોઈ પણ પગાર ચાલશે. એમણે મહેતાને વાત કરી. હું એ મહેતા સાહેબને મળવા ગયો. એ કહે આવતી કાલથી આવી જજો. પગાર મળશે મહિનાનો દોઢસોનો. હું તો રાજીના રેડ થઈ ગયો. આમ મને નોકરી મળી પણ આખરે ઓળખાણથી જ. ખંતથી સારા અક્ષરથી જે એપ્લીકેશન કરી હતી તે બધી નકામી જ નીવડી. | ઘણી વાર મેઘનાદ ભટ્ટને મફતલાલ મિલની એમની ઑફિસમાં મળવા જાઉં. તપાસ કરું કે એમને ત્યાં કોઈ નોકરીની શક્યતા ખરી કે? એક વાર કહે કે અહીં મફતલાલમાં નોકરી મળવી મુશ્કેલ, પણ મારા એક મિત્ર મહેતા અહીંથી હમણાં નોકરી છોડીને થોમસન ઍન્ડ ટેલર નામના નવા ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં ચીફ એકાઉન્ટટન્ટ તરીકે જોડાયા છે. તમારી ઇચ્છા હોય તો તેમને વાત કરું, જો ત્યાં કોઈ જગ્યા હોય તો. મેં કહ્યું, ભાઈસાહેબ, કંઈક કરો ને! એમને કહો કે મહેરબાની કરીને મને રાખી લે. કોઈ પણ પગાર ચાલશે. એમણે મહેતાને વાત કરી. હું એ મહેતા સાહેબને મળવા ગયો. એ કહે આવતી કાલથી આવી જજો. પગાર મળશે મહિનાનો દોઢસોનો. હું તો રાજીના રેડ થઈ ગયો. આમ મને નોકરી મળી પણ આખરે ઓળખાણથી જ. ખંતથી સારા અક્ષરથી જે એપ્લીકેશન કરી હતી તે બધી નકામી જ નીવડી. | ||
Line 311: | Line 316: | ||
પંચમિયા આગળ પાછો ગયો. એમને પૂછ્યું, હવે મારે શું કરવું? એ કહે, વોરા સાહેબ જઈને કહો કે તમારે તો એલ.આઈ.સી.ની ઑફિસમાં જોબ જોઈએ છે. હું પાછો વોરા સાહેબને મળવા ગયો. કીધું કે ઑફિસની નોકરીનું કાંઇક કરી આપો. ફરી વાર મળવા ગયો એ એમને નહીં ગમ્યું. કહે, કે એ માટે તમારે અરજી કરવી પડે, એક્ઝામ આપવી પડે, એવા જોબ માટે હજારો લોકોની લાઈન લાગેલી છે. હું સમજી ગયો કે એ કંઈ મને એમ ને એમ એલ.આઈ.સી.ની નોકરી અપાવી દેવાના નથી. જો કે પંચમિયાએ કહ્યું તેમ વોરાનો એક ઈશારો થાય તો મને એલ.આઈ.સી.નો જોબ ફટ કરતા મળી જાય. આપણે તો પાછા હતા ત્યાં ને ત્યાં! સદ્ભાગ્યે આ વખતે મેં મારો થોમસન ઍન્ડ ટેલરનો જોબ ચાલુ રાખ્યો હતો. | પંચમિયા આગળ પાછો ગયો. એમને પૂછ્યું, હવે મારે શું કરવું? એ કહે, વોરા સાહેબ જઈને કહો કે તમારે તો એલ.આઈ.સી.ની ઑફિસમાં જોબ જોઈએ છે. હું પાછો વોરા સાહેબને મળવા ગયો. કીધું કે ઑફિસની નોકરીનું કાંઇક કરી આપો. ફરી વાર મળવા ગયો એ એમને નહીં ગમ્યું. કહે, કે એ માટે તમારે અરજી કરવી પડે, એક્ઝામ આપવી પડે, એવા જોબ માટે હજારો લોકોની લાઈન લાગેલી છે. હું સમજી ગયો કે એ કંઈ મને એમ ને એમ એલ.આઈ.સી.ની નોકરી અપાવી દેવાના નથી. જો કે પંચમિયાએ કહ્યું તેમ વોરાનો એક ઈશારો થાય તો મને એલ.આઈ.સી.નો જોબ ફટ કરતા મળી જાય. આપણે તો પાછા હતા ત્યાં ને ત્યાં! સદ્ભાગ્યે આ વખતે મેં મારો થોમસન ઍન્ડ ટેલરનો જોબ ચાલુ રાખ્યો હતો. | ||
હવે શું કરવું? | |||
<center>'''હવે શું કરવું?'''</center> | |||
મારી સાથે જે મિત્રો કૉલેજમાં હતા તેમાંથી મોટે ભાગે બધા લાગવગ ઓળખાણને કારણે સારી સારી નોકરીએ લાગી ગયા. કેટલાક બાપદાદાના ધંધામાં બેસી ગયા. ભાગ્યશાળી નબીરાઓ અમેરિકા પહોંચી ગયા. કેટલાકે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ થવા માટે જરૂરી આર્ટિકલ ભરવા મંડ્યા. આ બધા નસીબદાર લોકોની મને ખૂબ ઇર્ષા આવતી. મારે સાવ સામાન્ય ક્લર્ક તરીકે નોકરી કરવી પડે છે એની શરમ પણ થતી હતી. મને થતું કે હું કોને શું મોઢું બતાડું? મેં મિત્રો અને સગાંવહાલાંઓને મળવાનું જ બંધ કરી દીધું. મળવાનું થાય તો અચૂક પૂછપરછ થાય, “હમણાં ક્યાં નોકરી કરો છો? ક્યાં રહો છો? ધંધાની કોઈ લાઈન હાથમાં આવી કે?” આમાંથી એકેય પ્રશ્નના મારી પાસે સંતોષ કારક જવાબ નહોતા. કોઈ જાણીતું મને મળવા આવવાનું કહે તો હું એ ટાળું. એક વાર થોમસન ઍન્ડ ટેલરના મેઝેનીન ફલોરમાં જ્યાં હું બેસતો ત્યાંથી નીચે સ્ટોરમાં મેં બે મિત્રોને આવતા આવતા જોયા. હું દોડીને બાથરૂમમાં જઈ સંતાઈ ગયો! કંઈ કામે ગાંધી બ્હાર ગયા હશે, એમ માનીને થોડી વાર મારી રાહ જોઈને મિત્રો પાછા ગયા. | મારી સાથે જે મિત્રો કૉલેજમાં હતા તેમાંથી મોટે ભાગે બધા લાગવગ ઓળખાણને કારણે સારી સારી નોકરીએ લાગી ગયા. કેટલાક બાપદાદાના ધંધામાં બેસી ગયા. ભાગ્યશાળી નબીરાઓ અમેરિકા પહોંચી ગયા. કેટલાકે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ થવા માટે જરૂરી આર્ટિકલ ભરવા મંડ્યા. આ બધા નસીબદાર લોકોની મને ખૂબ ઇર્ષા આવતી. મારે સાવ સામાન્ય ક્લર્ક તરીકે નોકરી કરવી પડે છે એની શરમ પણ થતી હતી. મને થતું કે હું કોને શું મોઢું બતાડું? મેં મિત્રો અને સગાંવહાલાંઓને મળવાનું જ બંધ કરી દીધું. મળવાનું થાય તો અચૂક પૂછપરછ થાય, “હમણાં ક્યાં નોકરી કરો છો? ક્યાં રહો છો? ધંધાની કોઈ લાઈન હાથમાં આવી કે?” આમાંથી એકેય પ્રશ્નના મારી પાસે સંતોષ કારક જવાબ નહોતા. કોઈ જાણીતું મને મળવા આવવાનું કહે તો હું એ ટાળું. એક વાર થોમસન ઍન્ડ ટેલરના મેઝેનીન ફલોરમાં જ્યાં હું બેસતો ત્યાંથી નીચે સ્ટોરમાં મેં બે મિત્રોને આવતા આવતા જોયા. હું દોડીને બાથરૂમમાં જઈ સંતાઈ ગયો! કંઈ કામે ગાંધી બ્હાર ગયા હશે, એમ માનીને થોડી વાર મારી રાહ જોઈને મિત્રો પાછા ગયા. | ||
Line 372: | Line 378: | ||
જેવા અમે પહોંચ્યા કે કોર્ટ ઑફિસરે અમને ઝટપટ સહી સિક્કા કરાવી, ‘કોન્ગ્રેચ્યુલેશન’ કહી ચાલતી પકડી. આમ ફેરા ફર્યા વગર કે સપ્તપદીનાં પગલાં ભર્યા વગર અમે પ્રભુતામાં પગલાં માંડ્યા! અમે પરણ્યા તો ખરા, પણ અમારે લગ્નની સુહાગ રાત ક્યાં કાઢવી એ પ્રશ્ન મોટો હતો. ઘર તો હતું નહીં. આનો ઉપાય મેં શોધી કાઢ્યો હતો : જેવા લગ્ન થાય કે તે જ દિવસે માથેરાન જવું, હનીમૂન માટે. અને જે દિવસે માથેરાનથી પાછા આવીએ તે જ દિવસે નલિનીએ દેશમાં જવું, એટલે મુંબઈમાં રાત કાઢવાનો સવાલ જ ઊભો ન થાય. | જેવા અમે પહોંચ્યા કે કોર્ટ ઑફિસરે અમને ઝટપટ સહી સિક્કા કરાવી, ‘કોન્ગ્રેચ્યુલેશન’ કહી ચાલતી પકડી. આમ ફેરા ફર્યા વગર કે સપ્તપદીનાં પગલાં ભર્યા વગર અમે પ્રભુતામાં પગલાં માંડ્યા! અમે પરણ્યા તો ખરા, પણ અમારે લગ્નની સુહાગ રાત ક્યાં કાઢવી એ પ્રશ્ન મોટો હતો. ઘર તો હતું નહીં. આનો ઉપાય મેં શોધી કાઢ્યો હતો : જેવા લગ્ન થાય કે તે જ દિવસે માથેરાન જવું, હનીમૂન માટે. અને જે દિવસે માથેરાનથી પાછા આવીએ તે જ દિવસે નલિનીએ દેશમાં જવું, એટલે મુંબઈમાં રાત કાઢવાનો સવાલ જ ઊભો ન થાય. | ||
માથેરાનમાં હનીમૂન | |||
<center>'''માથેરાનમાં હનીમૂન'''</center> | |||
લગ્નના સહીસિક્કા થયા. વડીલોને પગે લાગી અમે સીધા ગયા બોરીબંદર સ્ટેશને. માથેરાનની ગાડી પકડી. રાતે હોટેલમાં પહોંચ્યા. જીવનમાં પહેલી જ વાર હોટેલમાં રહેવાનું થયું. અને તેમાંય કોઈ સ્ત્રી સાથે! મારે મન મોટી વાત હતી. વેવિશાળ પછી અમને બહાર ફરવા જવાની છૂટ હતી. નલિનીને લઈને હોલીવુડની ફિલ્મો જોવા જતો. એમાં હીરો અને હિરોઈનના છૂટથી ચુંબન કરવાના દૃશ્યો આવતાં. એ જોવા માટે અમે હોલીવુડની મૂવીઓ જોવા જતા. એ જમાનામાં બૉલીવુડની હિન્દી ફિલ્મોમાં ચુંબનનાં દૃશ્યો સેન્સર બોર્ડ કાપી નાખતું હતું. માથેરાનની હોટેલમાં તો અમે એકલા જ હતા. અહીં તો બધું કરવાની અમને છૂટ હતી. મારી જે જાતીય ભૂખ હતી તે હવે હું કશાય સંકોચ વગર સંતોષી શકું તેમ હતું. છતાં અમે સંયમ જાળવ્યો. જ્યાં સુધી મુંબઈમાં રહેવાની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી અમારે કુટુંબ શરૂ નહોતું કરવું. | લગ્નના સહીસિક્કા થયા. વડીલોને પગે લાગી અમે સીધા ગયા બોરીબંદર સ્ટેશને. માથેરાનની ગાડી પકડી. રાતે હોટેલમાં પહોંચ્યા. જીવનમાં પહેલી જ વાર હોટેલમાં રહેવાનું થયું. અને તેમાંય કોઈ સ્ત્રી સાથે! મારે મન મોટી વાત હતી. વેવિશાળ પછી અમને બહાર ફરવા જવાની છૂટ હતી. નલિનીને લઈને હોલીવુડની ફિલ્મો જોવા જતો. એમાં હીરો અને હિરોઈનના છૂટથી ચુંબન કરવાના દૃશ્યો આવતાં. એ જોવા માટે અમે હોલીવુડની મૂવીઓ જોવા જતા. એ જમાનામાં બૉલીવુડની હિન્દી ફિલ્મોમાં ચુંબનનાં દૃશ્યો સેન્સર બોર્ડ કાપી નાખતું હતું. માથેરાનની હોટેલમાં તો અમે એકલા જ હતા. અહીં તો બધું કરવાની અમને છૂટ હતી. મારી જે જાતીય ભૂખ હતી તે હવે હું કશાય સંકોચ વગર સંતોષી શકું તેમ હતું. છતાં અમે સંયમ જાળવ્યો. જ્યાં સુધી મુંબઈમાં રહેવાની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી અમારે કુટુંબ શરૂ નહોતું કરવું. | ||
Line 403: | Line 410: | ||
અત્યારની ભણેલી સ્ત્રીઓની સરખામણીમાં બા એક મા તરીકે કદાચ નપાસ થાય. પોતાની નિરક્ષરતાને કારણે એમણે પોતાનાં બાળકો સાથે બેસીને ક્યારેય કોઈ ચોપડી વાંચી નથી, કે નથી કરી કોઈ દેશદુનિયાના વર્તમાન પ્રવાહોની ચર્ચા. પણ પોતાની જિંદગી જે સહનશીલતા અને સહિષ્ણુતાથી બાએ જીવી બતાડી છે તે મારે માટે આજે પણ મોટી દીવાદાંડી સમાન છે. | અત્યારની ભણેલી સ્ત્રીઓની સરખામણીમાં બા એક મા તરીકે કદાચ નપાસ થાય. પોતાની નિરક્ષરતાને કારણે એમણે પોતાનાં બાળકો સાથે બેસીને ક્યારેય કોઈ ચોપડી વાંચી નથી, કે નથી કરી કોઈ દેશદુનિયાના વર્તમાન પ્રવાહોની ચર્ચા. પણ પોતાની જિંદગી જે સહનશીલતા અને સહિષ્ણુતાથી બાએ જીવી બતાડી છે તે મારે માટે આજે પણ મોટી દીવાદાંડી સમાન છે. | ||
પાછો મુંબઈમાં | |||
<center>'''પાછો મુંબઈમાં'''</center> | |||
નલિનીને બા કાકા આગળ દેશમાં મૂકીને મારે તો મુંબઈ પાછું જવાનું હતું. જવાની આગલી રાતે મને ઊંઘ જ ન આવી. હું મારા ભવિષ્યના વિચારે ચડ્યો. મોટે ઉપાડે મેં લગ્ન તો કર્યું, પણ હવે શું? ભવિષ્ય એકદમ નિરાશાજનક દેખાયું. થયું કે હું શું કરી બેઠો? મુંબઈ જઈને મૂળજી જેઠા મારકેટની ન કરવા જેવી નોકરી કરવાની છે, એ જ પેઢીમાં ભૈયાઓ અને ઘાટીઓ સાથે સૂવાનું છે, નાતની વીશીમાં ખાવાનું છે, બા કાકાને મદદ કરવાની વાત તો બાજુમાં રહી, હું એમને માથે નલિનીનો ભાર મૂકીને જાઉં છું. | નલિનીને બા કાકા આગળ દેશમાં મૂકીને મારે તો મુંબઈ પાછું જવાનું હતું. જવાની આગલી રાતે મને ઊંઘ જ ન આવી. હું મારા ભવિષ્યના વિચારે ચડ્યો. મોટે ઉપાડે મેં લગ્ન તો કર્યું, પણ હવે શું? ભવિષ્ય એકદમ નિરાશાજનક દેખાયું. થયું કે હું શું કરી બેઠો? મુંબઈ જઈને મૂળજી જેઠા મારકેટની ન કરવા જેવી નોકરી કરવાની છે, એ જ પેઢીમાં ભૈયાઓ અને ઘાટીઓ સાથે સૂવાનું છે, નાતની વીશીમાં ખાવાનું છે, બા કાકાને મદદ કરવાની વાત તો બાજુમાં રહી, હું એમને માથે નલિનીનો ભાર મૂકીને જાઉં છું. | ||
Line 444: | Line 452: | ||
દરેક જગ્યાએ જ્યાં અમને રહેવાનું મળે ત્યાં અમારી આઇડેન્ટિટી બદલાય. નવા નામે રહેવાનું. મુંબઈમાં રહેતા અમારા જુદાં જુદાં સગાંઓનાં નામે અમે અરજી કરતા. અમારે બરાબર યાદ રાખવું પડે કે અત્યારે જ્યાં રહીએ છીએ તે કયા નામે રહીએ છીએ અને કયા નામે આપણે અહીં ઓળખાઈએ છીએ. એક સૅનેટોરિયમમાં છોકરાઓ મને હરિશ્ચન્દ્ર કહીને મારી ઠેકડી ઉડાડતા, કારણ કે ત્યાં અમે નલિનીના બહેન તારાબહેનના નામે સૅનેટોરિયમ લીધું હતું. નલિની તારામતિ થયેલી. પાડોશના છોકરાઓએ હરિશ્ચન્દ્ર-તારામતિવાળી દંતકથાને આધારે મને હરિશ્ચન્દ્ર બનાવી દીધો! જ્યારે હું ઘર બહાર નીકળું ત્યારે હરિશ્ચન્દ્ર કહીને મારો હુરિયો બોલાવતા. બહુ મોડેથી ખબર પડી કે શા માટે છોકરાઓ મને હરિશ્ચન્દ્ર કહેતા. | દરેક જગ્યાએ જ્યાં અમને રહેવાનું મળે ત્યાં અમારી આઇડેન્ટિટી બદલાય. નવા નામે રહેવાનું. મુંબઈમાં રહેતા અમારા જુદાં જુદાં સગાંઓનાં નામે અમે અરજી કરતા. અમારે બરાબર યાદ રાખવું પડે કે અત્યારે જ્યાં રહીએ છીએ તે કયા નામે રહીએ છીએ અને કયા નામે આપણે અહીં ઓળખાઈએ છીએ. એક સૅનેટોરિયમમાં છોકરાઓ મને હરિશ્ચન્દ્ર કહીને મારી ઠેકડી ઉડાડતા, કારણ કે ત્યાં અમે નલિનીના બહેન તારાબહેનના નામે સૅનેટોરિયમ લીધું હતું. નલિની તારામતિ થયેલી. પાડોશના છોકરાઓએ હરિશ્ચન્દ્ર-તારામતિવાળી દંતકથાને આધારે મને હરિશ્ચન્દ્ર બનાવી દીધો! જ્યારે હું ઘર બહાર નીકળું ત્યારે હરિશ્ચન્દ્ર કહીને મારો હુરિયો બોલાવતા. બહુ મોડેથી ખબર પડી કે શા માટે છોકરાઓ મને હરિશ્ચન્દ્ર કહેતા. | ||
મુંબઈ છોડવાનું નક્કી કર્યું | |||
<center>'''મુંબઈ છોડવાનું નક્કી કર્યું'''</center> | |||
મુંબઈમાં અમારી નાતનાં બધાં જ સૅનેટોરિયમોમાં હવે અમે રહી ચૂક્યા હતા. એક ઠેકાણે તો એક્ષ્ટેન્શન પણ લીધું હતું. કેટલીક જગ્યાએ ટ્રસ્ટીઓ અને મહેતાજીઓ અમને ઓળખી ગયા હતા. હવે ફરી વાર ત્યાં જવું મુશ્કેલ હતું. એ મળે તોયે ત્રણ મહિના પછી તો એનો એ જ પ્રશ્ન ઊભો રહેવાનો છે. વધુમાં આ સૅનેટોરિયમમાં દર ત્રણ મહિને થતી રઝળપાટથી હું થાક્યો પણ હતો. જો સૅનેટોરિયમ મળ્યું તો મુંબઈમાં ક્યાં અથવા કયા પરામાં અને કેવું મળશે તે બાબતમાં અમારો કોઈ ચોઈસ થોડો હતો? ભારતીય વિદ્યાભવનની બાજુમાં જે એક જગ્યા મળી હતી, તે એવી તો ખખડધજ હતી કે ક્યારે પડી ભાંગશે તેનો કોઈ ભરોસો ન હતો. રૂમની વચમાં જ ટેકા માટે મોટા થાંભલાઓ મૂકાયેલા હતા! | મુંબઈમાં અમારી નાતનાં બધાં જ સૅનેટોરિયમોમાં હવે અમે રહી ચૂક્યા હતા. એક ઠેકાણે તો એક્ષ્ટેન્શન પણ લીધું હતું. કેટલીક જગ્યાએ ટ્રસ્ટીઓ અને મહેતાજીઓ અમને ઓળખી ગયા હતા. હવે ફરી વાર ત્યાં જવું મુશ્કેલ હતું. એ મળે તોયે ત્રણ મહિના પછી તો એનો એ જ પ્રશ્ન ઊભો રહેવાનો છે. વધુમાં આ સૅનેટોરિયમમાં દર ત્રણ મહિને થતી રઝળપાટથી હું થાક્યો પણ હતો. જો સૅનેટોરિયમ મળ્યું તો મુંબઈમાં ક્યાં અથવા કયા પરામાં અને કેવું મળશે તે બાબતમાં અમારો કોઈ ચોઈસ થોડો હતો? ભારતીય વિદ્યાભવનની બાજુમાં જે એક જગ્યા મળી હતી, તે એવી તો ખખડધજ હતી કે ક્યારે પડી ભાંગશે તેનો કોઈ ભરોસો ન હતો. રૂમની વચમાં જ ટેકા માટે મોટા થાંભલાઓ મૂકાયેલા હતા! |