18,124
edits
(+1) |
(+1) |
||
Line 126: | Line 126: | ||
એમ.બી.એ. તો ગ્રેજ્યુએટ ડિગ્રી એટલે ઘણાએ ફૂલ ટાઈમ જોબ પહેલાં કરેલી. પોતાનો ચાલુ જોબ છોડીને વળી પાછું ભણવા બેસવું એ મારે માટે નવી વાત હતી. આપણે ત્યાં તો તમે ભણવાનું પૂરું કરો, અને પછી નોકરીધંધો કરો. એક વાર નોકરીધંધો શરૂ કર્યા પછી ભણવું કેવું અને વાત કેવી? મોટી ઉંમરે ભણવા જવું એમાં અહીં કોઈ શરમ નહીં. બલકે એ અમેરિકન ખાસિયત હતી. અહીંની જાણીતી બિઝનેસ સ્કૂલ્સમાં તો તમે જો બેચલર ડીગ્રી લઈને પછી કંઈ ફૂલ ટાઈમ કામ કરેલું હોય તો એડમિશન મળવાની શક્યતા વધુ. | એમ.બી.એ. તો ગ્રેજ્યુએટ ડિગ્રી એટલે ઘણાએ ફૂલ ટાઈમ જોબ પહેલાં કરેલી. પોતાનો ચાલુ જોબ છોડીને વળી પાછું ભણવા બેસવું એ મારે માટે નવી વાત હતી. આપણે ત્યાં તો તમે ભણવાનું પૂરું કરો, અને પછી નોકરીધંધો કરો. એક વાર નોકરીધંધો શરૂ કર્યા પછી ભણવું કેવું અને વાત કેવી? મોટી ઉંમરે ભણવા જવું એમાં અહીં કોઈ શરમ નહીં. બલકે એ અમેરિકન ખાસિયત હતી. અહીંની જાણીતી બિઝનેસ સ્કૂલ્સમાં તો તમે જો બેચલર ડીગ્રી લઈને પછી કંઈ ફૂલ ટાઈમ કામ કરેલું હોય તો એડમિશન મળવાની શક્યતા વધુ. | ||
પરિવર્તનશીલ અમેરિકા | |||
<center>'''પરિવર્તનશીલ અમેરિકા'''</center> | |||
નિરંતર પરિવર્તનશીલતા એ એક અમેરિકન લાક્ષણિકતા છે. અહીં છાશવારે એકે એક બાબતમાં કંઈ ને કંઈ ફેરફાર થતા રહેતા હોય છે. આમાં ટેક્નૉલોજીનો ફાળો તો મોટો જ, પણ સાથે સાથે બધી બાબતમાં સુધારોવધારો કર્યા કરવો એ જાણે કે અમેરિકન સ્વભાવ છે. જાણે કે એમને કૂલે ભમરો છે. અમેરિકનો એક ઠેકાણે પલાંઠી વાળીને શાંતિથી બેસી જ ન શકે. એમને કોઈ એક વસ્તુથી સંતોષ ન હોય, તેમ કંઈ ને કંઈ નવું કરવું જોઈએ, નવી નવી વસ્તુઓ જોઈએ. આને લીધે અનેક પ્રકારના નવા નવા ગેજેટ મારકેટમાં હંમેશ આવ્યા જ કરતા હોય છે. કાર, કમ્પ્યૂટર અને જેટ એંજીનથી માંડીને ટોસ્ટર સુધી એકે એક વસ્તુનાં નવાં મોડેલ દર વરસે આવ્યા કરે. ભાગ્યે જ કોઈ એવી પ્રજા હશે જે ટેક્નોલોજીને પોતાના નિત્ય જીવનમાં અને વેપારધંધામાં અમેરિકનોની જેમ સાંગોપાંગ વણી લેતી હશે. | નિરંતર પરિવર્તનશીલતા એ એક અમેરિકન લાક્ષણિકતા છે. અહીં છાશવારે એકે એક બાબતમાં કંઈ ને કંઈ ફેરફાર થતા રહેતા હોય છે. આમાં ટેક્નૉલોજીનો ફાળો તો મોટો જ, પણ સાથે સાથે બધી બાબતમાં સુધારોવધારો કર્યા કરવો એ જાણે કે અમેરિકન સ્વભાવ છે. જાણે કે એમને કૂલે ભમરો છે. અમેરિકનો એક ઠેકાણે પલાંઠી વાળીને શાંતિથી બેસી જ ન શકે. એમને કોઈ એક વસ્તુથી સંતોષ ન હોય, તેમ કંઈ ને કંઈ નવું કરવું જોઈએ, નવી નવી વસ્તુઓ જોઈએ. આને લીધે અનેક પ્રકારના નવા નવા ગેજેટ મારકેટમાં હંમેશ આવ્યા જ કરતા હોય છે. કાર, કમ્પ્યૂટર અને જેટ એંજીનથી માંડીને ટોસ્ટર સુધી એકે એક વસ્તુનાં નવાં મોડેલ દર વરસે આવ્યા કરે. ભાગ્યે જ કોઈ એવી પ્રજા હશે જે ટેક્નોલોજીને પોતાના નિત્ય જીવનમાં અને વેપારધંધામાં અમેરિકનોની જેમ સાંગોપાંગ વણી લેતી હશે. | ||
Line 147: | Line 148: | ||
મેં જોયું તો પતિ સાથે અમેરિકા આવેલી દેશી સ્ત્રીઓને પણ અહીંનું સ્ત્રીસ્વાતંત્ર્ય ગમી ગયું છે. જે કોઈ ભણીને, ડિગ્રી લઈને આવેલી હોય તેમને અહીં તરત કામ મળી જાય. જે બહેન ડૉક્ટર થઈને આવેલી હોય તે તો એન્જિનિયર પતિ કરતાં વધુ કમાતી થઈ જાય! અહીંનું સ્ત્રીદાક્ષિણ્ય પણ આપણી સ્ત્રીઓને ગમે છે. અમેરિકન પુરુષો એમને માટે દરવાજો ઉઘાડે, એ રૂમમાં આવે તો ઊભા થાય, એમને માટે ડ્રીન્કસ લઈ આવે, વિવેકથી વાત કરે, વાત કરતા સ્મિત આપે—આવું બધું, ઇન્ડિયન પુરુષો અહીં પણ નથી કરતા, તો દેશની વાત શી કરવી? | મેં જોયું તો પતિ સાથે અમેરિકા આવેલી દેશી સ્ત્રીઓને પણ અહીંનું સ્ત્રીસ્વાતંત્ર્ય ગમી ગયું છે. જે કોઈ ભણીને, ડિગ્રી લઈને આવેલી હોય તેમને અહીં તરત કામ મળી જાય. જે બહેન ડૉક્ટર થઈને આવેલી હોય તે તો એન્જિનિયર પતિ કરતાં વધુ કમાતી થઈ જાય! અહીંનું સ્ત્રીદાક્ષિણ્ય પણ આપણી સ્ત્રીઓને ગમે છે. અમેરિકન પુરુષો એમને માટે દરવાજો ઉઘાડે, એ રૂમમાં આવે તો ઊભા થાય, એમને માટે ડ્રીન્કસ લઈ આવે, વિવેકથી વાત કરે, વાત કરતા સ્મિત આપે—આવું બધું, ઇન્ડિયન પુરુષો અહીં પણ નથી કરતા, તો દેશની વાત શી કરવી? | ||
અમેરિકાની જાહોજલાલી | |||
<center>'''અમેરિકાની જાહોજલાલી'''</center> | |||
દેશની ગરીબી અને તંગી હજી હમણાં જ અનુભવીને આવ્યો હતો એટલે મારે મન સૌથી વધુ આશ્ચર્યજનક વાત તો અમેરિકાની સમૃદ્ધિ અને ભૌતિક જાહોજલાલીની હતી. આપણે ત્યાં જે પૈસાદારો જ માણી શકે એ બધું સામાન્ય માણસને અહીં સહેલાઈથી મળતું હતું તે મેં જોયું. સામાન્યમાં સામાન્ય માણસને પણ જીવનની બધી પ્રાથમિક જરૂરિયાતો મળતી હતી. સારું રહેવાનું, ખાવાપીવાનું, અને વ્યક્તિગત સગવડ બધાને મળે. મધ્યમ વર્ગના લોકોની પાસે પણ રહેવા માટે મોટાં ઘર, એકે એક ઘરમાં લીવિંગ રૂમ, ડાઈનિંગ રૂમ, બે ત્રણ બેડરૂમ, બેઝમેન્ટ, આગળપાછળ યાર્ડ હોય. ઘરમાં સેન્ટ્રલ હિટિંગ અને એરકન્ડીશનિંગ, રેફ્રિજરેટર, ઠંડા અને ગરમ પાણીના શાવર, ટોઇલેટ વગેરેની વ્યવસ્થા હોય. જેની પાસે આવાં ઘર ન હોય, તે અપાર્ટમેન્ટ કે ફ્લૅટમાં રહે, જો કે તેમાં પણ બધી સગવડો તો હોય જ. બધાને ત્યાં બબ્બે નહીં તો ઓછામાં ઓછી એક કાર તો ડ્રાઈવે કે ગરાજમાં જરૂર પડી હોય. અને એ કારમાં પણ અનેક પ્રકારનાં ગેજેટ હોય. | દેશની ગરીબી અને તંગી હજી હમણાં જ અનુભવીને આવ્યો હતો એટલે મારે મન સૌથી વધુ આશ્ચર્યજનક વાત તો અમેરિકાની સમૃદ્ધિ અને ભૌતિક જાહોજલાલીની હતી. આપણે ત્યાં જે પૈસાદારો જ માણી શકે એ બધું સામાન્ય માણસને અહીં સહેલાઈથી મળતું હતું તે મેં જોયું. સામાન્યમાં સામાન્ય માણસને પણ જીવનની બધી પ્રાથમિક જરૂરિયાતો મળતી હતી. સારું રહેવાનું, ખાવાપીવાનું, અને વ્યક્તિગત સગવડ બધાને મળે. મધ્યમ વર્ગના લોકોની પાસે પણ રહેવા માટે મોટાં ઘર, એકે એક ઘરમાં લીવિંગ રૂમ, ડાઈનિંગ રૂમ, બે ત્રણ બેડરૂમ, બેઝમેન્ટ, આગળપાછળ યાર્ડ હોય. ઘરમાં સેન્ટ્રલ હિટિંગ અને એરકન્ડીશનિંગ, રેફ્રિજરેટર, ઠંડા અને ગરમ પાણીના શાવર, ટોઇલેટ વગેરેની વ્યવસ્થા હોય. જેની પાસે આવાં ઘર ન હોય, તે અપાર્ટમેન્ટ કે ફ્લૅટમાં રહે, જો કે તેમાં પણ બધી સગવડો તો હોય જ. બધાને ત્યાં બબ્બે નહીં તો ઓછામાં ઓછી એક કાર તો ડ્રાઈવે કે ગરાજમાં જરૂર પડી હોય. અને એ કારમાં પણ અનેક પ્રકારનાં ગેજેટ હોય. | ||
Line 194: | Line 196: | ||
મારે માટે એવું કંઈ થવાનું નહોતું. જે કુટુંબમાં ઉચ્ચ અભ્યાસનું મહત્ત્વ હોય તે કૉલેજ ગ્રેજ્યુએશનનો ઉત્સવ કરે, પણ અમારા કુટુંબમાં હું શું ભણું છું તેની જ કોઈને ખબર ન હોય, અને કાકા તો એમ માનતા હતા કે હાઈસ્કૂલ પછી કંઈ ભણવું એ જ નકામું છે, તો પછી હું કયા મોઢે કહું કે મારું ગ્રેજ્યુએશન થવાનું છે તો તેની સેરીમનીમાં તમે આવો. આ કારણે મારી પાસે પીએચ.ડી સુધીની આજે ચાર ચાર ડિગ્રીઓ હોવા છતાં મેં કયારેય ગ્રેજ્યુએશન સેરીમનીમાં માર્ચ કરીને એકેય ડિગ્રી લીધી નથી કે ફોટા પડાવ્યા નથી. મુંબઈમાં મને બી.કોમ. અને એલ.એલ.બી.ની ડિગ્રીઓ મળી ત્યારે ખબર પણ નહોતી કે સેરીમની ક્યારે હતી! જોબ શોધવાની મથામણ જ એવડી મોટી હતી કે ગ્રેજ્યુએશન સેરીમનીનો વિચાર પણ નહોતો કર્યો. | મારે માટે એવું કંઈ થવાનું નહોતું. જે કુટુંબમાં ઉચ્ચ અભ્યાસનું મહત્ત્વ હોય તે કૉલેજ ગ્રેજ્યુએશનનો ઉત્સવ કરે, પણ અમારા કુટુંબમાં હું શું ભણું છું તેની જ કોઈને ખબર ન હોય, અને કાકા તો એમ માનતા હતા કે હાઈસ્કૂલ પછી કંઈ ભણવું એ જ નકામું છે, તો પછી હું કયા મોઢે કહું કે મારું ગ્રેજ્યુએશન થવાનું છે તો તેની સેરીમનીમાં તમે આવો. આ કારણે મારી પાસે પીએચ.ડી સુધીની આજે ચાર ચાર ડિગ્રીઓ હોવા છતાં મેં કયારેય ગ્રેજ્યુએશન સેરીમનીમાં માર્ચ કરીને એકેય ડિગ્રી લીધી નથી કે ફોટા પડાવ્યા નથી. મુંબઈમાં મને બી.કોમ. અને એલ.એલ.બી.ની ડિગ્રીઓ મળી ત્યારે ખબર પણ નહોતી કે સેરીમની ક્યારે હતી! જોબ શોધવાની મથામણ જ એવડી મોટી હતી કે ગ્રેજ્યુએશન સેરીમનીનો વિચાર પણ નહોતો કર્યો. | ||
{{Poem2Close}} | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 |