17,611
edits
No edit summary |
No edit summary |
||
Line 6: | Line 6: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
< | <center>'''‘તોફાન’'''</center> | ||
તેલુગુ લેખક પી. પદ્મરાજૂની નવલિકા ‘તોફાન’ (ગાલિવાન)માં પહેલાં એક પાત્રનો વિગતે પરિચય આપવામાં આવે છે અને પછી બીજા પાત્રને સામે મૂકી એ પૂર્વ-પરિચયનું પરિવર્તિત રૂપ સિદ્ધ કરવામા આવે છે. અહીં વાતાવરણનો નિર્ણાયક પરિબળ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. વાચક છેવટ સુધી વરસાદ અને પવનના તોફાનની અસરમાં રહે છે. પણ કૃતિને અંતે તો એક એવું વિરામબિન્દુ લાધે છે જે જીવન-મરણ અને શરીર-મનના અણધાર્યા મિલનમાંથી પરિણમ્યું છે. ઉપેક્ષા, ભાવદ્વિધા, લાગણી, હૂંફ બધું એક પાત્રના સંદર્ભે પ્રગટે છે અને બીજું પાત્ર તો જાણે એને આપવાનું હતું એ બધું આપીને વિદાય થઈ જાય છે. એણે જે કંઈ લીધું હતું એ બદલા તરીકે ન હતું, એ તો એની જરૂરિયાતમાંથી જન્મેલી ટેવ-કુટેવ હતી. એ બધા સાથે એ મૃત્યુ પામે છે. મૃત્યુ પામવાને કારણે એ સદ્ભાવ જીતે છે અને અંતે તો કેન્દ્રમાં આવી જાય છે પણ લેખકે એ પાત્રને આધાર તરીકે જ ખપમાં લીધું છે. જેના સંવેદન સાથે કામ પાડ્યું છે જેના અસ્તિત્વને વિક્ષિપ્ત અને સ્પંદિત કર્યું છે એ છે શ્રી રાવ. જે વકીલ તરીકે તાજેતરમાં જ નિવૃત્ત થયા છે, પચાસ વર્ષના જ છે, શરીરે સ્વસ્થ છે, પત્નીથી ઉંમરે ઘણા નાના દેખાય છે. ચાર સંતાનોના પિતા છે. સુખસગવડભર્યું ઘર છે. આજે વરસાદના તોફાનમાં મુશ્કેલીમાં મુકાઈ જવું પડ્યું. ગાડીના બીજા વર્ગના ડબ્બામાં પ્રવેશતાં જ એમને એ બધું યાદ આવી ગયું. આ સુખના સ્મરણનો સંદર્ભ સૂચક છે. એમાં એની અભિજાત રુચિનો પણ નિર્દેશ છે. પછી થનાર ઘટનામાં પ્રગટ થનાર રાવનો નવો પરિચય આપવા માટે આ આખી પૂર્વભૂમિકા પ્રસ્તુત બનશે. | તેલુગુ લેખક પી. પદ્મરાજૂની નવલિકા ‘તોફાન’ (ગાલિવાન)માં પહેલાં એક પાત્રનો વિગતે પરિચય આપવામાં આવે છે અને પછી બીજા પાત્રને સામે મૂકી એ પૂર્વ-પરિચયનું પરિવર્તિત રૂપ સિદ્ધ કરવામા આવે છે. અહીં વાતાવરણનો નિર્ણાયક પરિબળ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. વાચક છેવટ સુધી વરસાદ અને પવનના તોફાનની અસરમાં રહે છે. પણ કૃતિને અંતે તો એક એવું વિરામબિન્દુ લાધે છે જે જીવન-મરણ અને શરીર-મનના અણધાર્યા મિલનમાંથી પરિણમ્યું છે. ઉપેક્ષા, ભાવદ્વિધા, લાગણી, હૂંફ બધું એક પાત્રના સંદર્ભે પ્રગટે છે અને બીજું પાત્ર તો જાણે એને આપવાનું હતું એ બધું આપીને વિદાય થઈ જાય છે. એણે જે કંઈ લીધું હતું એ બદલા તરીકે ન હતું, એ તો એની જરૂરિયાતમાંથી જન્મેલી ટેવ-કુટેવ હતી. એ બધા સાથે એ મૃત્યુ પામે છે. મૃત્યુ પામવાને કારણે એ સદ્ભાવ જીતે છે અને અંતે તો કેન્દ્રમાં આવી જાય છે પણ લેખકે એ પાત્રને આધાર તરીકે જ ખપમાં લીધું છે. જેના સંવેદન સાથે કામ પાડ્યું છે જેના અસ્તિત્વને વિક્ષિપ્ત અને સ્પંદિત કર્યું છે એ છે શ્રી રાવ. જે વકીલ તરીકે તાજેતરમાં જ નિવૃત્ત થયા છે, પચાસ વર્ષના જ છે, શરીરે સ્વસ્થ છે, પત્નીથી ઉંમરે ઘણા નાના દેખાય છે. ચાર સંતાનોના પિતા છે. સુખસગવડભર્યું ઘર છે. આજે વરસાદના તોફાનમાં મુશ્કેલીમાં મુકાઈ જવું પડ્યું. ગાડીના બીજા વર્ગના ડબ્બામાં પ્રવેશતાં જ એમને એ બધું યાદ આવી ગયું. આ સુખના સ્મરણનો સંદર્ભ સૂચક છે. એમાં એની અભિજાત રુચિનો પણ નિર્દેશ છે. પછી થનાર ઘટનામાં પ્રગટ થનાર રાવનો નવો પરિચય આપવા માટે આ આખી પૂર્વભૂમિકા પ્રસ્તુત બનશે. | ||
ડબ્બામાં બીજાં ચાર મુસાફરો છે. એમાં એક યુગલ છે, જેની એકબે મુદ્રાઓ આગળ જતાં અસંપ્રજ્ઞાતપણે રાવ માટે ઉદ્દીપક વિભાવનું કામ આપવાની છે એનો વાચકને તે ક્ષણે તો ખ્યાલ નહીં જ આવે. કદાચ છેવટે પણ ન આવે. કોઈક કહી શકે કે બીજાં મુસાફરોની વિગતો ટાળી શકાઈ હોત. ભીખ માગતી યુવતીને જ વિના વિલંબે હાજર કરવાની હતી. એ બીજા સ્ટેશને દાખલ થાય છે. લેખકે સહજતાના ખ્યાલથી આમ કર્યું હશે. જેમ રાવનો પૂર્વપરિચય આધાર તરીકે જરૂરી માન્યો છે તેમ મુસાફરોની હાજરીમાં એમની પાસે ભીખ માગતી વખતે એ ત્રીસેક વર્ષની યુવતીનો પણ કંઈ પરિચય મળી રહે છે. એ દરમિયાન રાવને એની આંખોની ચમક, એની વાચાળતા, જવાબ અને અભિપ્રાય આપી દેવામાં ઉદ્દંડતા જોવા મળે છે. લેખકે રાવને કેન્દ્રમાં રાખીને વાર્તાની ગતિ સાધી હોઈ જે કંઈ થાય છે એ વિશે એની પ્રતિક્રિયા નોંધી છે જ. | ડબ્બામાં બીજાં ચાર મુસાફરો છે. એમાં એક યુગલ છે, જેની એકબે મુદ્રાઓ આગળ જતાં અસંપ્રજ્ઞાતપણે રાવ માટે ઉદ્દીપક વિભાવનું કામ આપવાની છે એનો વાચકને તે ક્ષણે તો ખ્યાલ નહીં જ આવે. કદાચ છેવટે પણ ન આવે. કોઈક કહી શકે કે બીજાં મુસાફરોની વિગતો ટાળી શકાઈ હોત. ભીખ માગતી યુવતીને જ વિના વિલંબે હાજર કરવાની હતી. એ બીજા સ્ટેશને દાખલ થાય છે. લેખકે સહજતાના ખ્યાલથી આમ કર્યું હશે. જેમ રાવનો પૂર્વપરિચય આધાર તરીકે જરૂરી માન્યો છે તેમ મુસાફરોની હાજરીમાં એમની પાસે ભીખ માગતી વખતે એ ત્રીસેક વર્ષની યુવતીનો પણ કંઈ પરિચય મળી રહે છે. એ દરમિયાન રાવને એની આંખોની ચમક, એની વાચાળતા, જવાબ અને અભિપ્રાય આપી દેવામાં ઉદ્દંડતા જોવા મળે છે. લેખકે રાવને કેન્દ્રમાં રાખીને વાર્તાની ગતિ સાધી હોઈ જે કંઈ થાય છે એ વિશે એની પ્રતિક્રિયા નોંધી છે જ. |
edits