વાર્તાવિશેષ/૨. સમય સાથે: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 102: Line 102:
‘આલમારી સીસમની’ ખાલી છે. એની ચાવી એંશી વર્ષનાં મોટીબાની રાખ સાથે ભળી જાય છે. એમણે જે મૂડી આપવાની હતી એ તો સંસ્કારવારસા રૂપે ત્રીજી પેઢી સુધી પહોંચી ગઈ છે. પણ એની અપેક્ષા બીજી કે ત્રીજી પેઢીને હતી ખરી? રહસ્યનું તત્ત્વ મોટીબાના અકળ હાસ્ય સાથે વિરમે છે. માણસે વારસામાં પ્રેમ સિવાય બીજું આપવાનું પણ શું હોય? કદાચ વ્યક્તિની ગેરહાજરીમાં જ આ વસ્તુ સમજાય છે.

‘બાયફોકલ’માં પતિની વહેંચાઈ ગયેલી દૃષ્ટિ ઇયાગો અને ઑથેલોના અભિન્ન અસ્તિત્વનો અનુભવ કરાવે છે. પત્ની અભિનેત્રી હોય ત્યારે એની સાથે પાઠ કરતા પુરુષપાત્રની ભૂમિકાઓ એના ચિત્ત પર શી શી અસર કરે? એ અસરોનો અહીં રસપ્રદ અભ્યાસ છે. નાયકનું ખંડિત થતું જતું વ્યક્તિત્વ એની આંખોના વધતા નંબર દ્વારા સૂચવાયું છે. બોલકી બની જાય એવી વાર્તા શબ્દસંયમ ધરાવે છે.

વૈભવ-વિલાસની આરાધનામાં રત અદ્યતન નગરજીવન સાંસ્કૃતિક સંપત્તિના અભાવે બાથરૂમની સૃષ્ટિમાં જ ‘સકલ તીરથ’ને સમાવીને જીવે છે. ગ્રામ્ય વ્યક્તિત્વમાં શહેરી પદાવલિ બોલચાલની અરૂઢ છટાઓ સજર્ે છે. ધર્મનાં રૂપકોની ભાષામાં ઉપભોગની મનોદશાઓ વર્ણવીને લેખકે આખી વાર્તાને વ્યંગ્યની નજીક મૂકી આપી છે. આ વાસ્તવિકતા પોતે જ વ્યંગસૂચક હતી એમાં ભાષા દ્વારા સર્જાતો વિરોધ ચિત્રને વધુ ઉપસાવે છે. વાર્તા ‘અવિરામ’ પૂરી થાય છે.
વૈભવ-વિલાસની આરાધનામાં રત અદ્યતન નગરજીવન સાંસ્કૃતિક સંપત્તિના અભાવે બાથરૂમની સૃષ્ટિમાં જ ‘સકલ તીરથ’ને સમાવીને જીવે છે. ગ્રામ્ય વ્યક્તિત્વમાં શહેરી પદાવલિ બોલચાલની અરૂઢ છટાઓ સર્જે છે. ધર્મનાં રૂપકોની ભાષામાં ઉપભોગની મનોદશાઓ વર્ણવીને લેખકે આખી વાર્તાને વ્યંગ્યની નજીક મૂકી આપી છે. આ વાસ્તવિકતા પોતે જ વ્યંગસૂચક હતી એમાં ભાષા દ્વારા સર્જાતો વિરોધ ચિત્રને વધુ ઉપસાવે છે. વાર્તા ‘અવિરામ’ પૂરી થાય છે.
મૂંગી ગ્રામલક્ષ્મીના પ્રતીક સમી રાધુ પિતા અને પુત્ર બંનેના આકર્ષણ અને ઉપભોગનું સાધન બને છે. કામિની સમક્ષ સંદીપનો એકરાર કશું રચનાત્મક પરિણામ લાવી શકતો નથી અને પુત્ર કુણાલ એકાએક પુખ્ત થઈને રાધુનો હાથ ભીડી લે છે. આ દૃશ્ય જોતી કામિનીની નજરમાં ન સમજાય એવી તૃપ્તિ છે. એની આ પ્રતિક્રિયા એના માનસની સંકુલતાને છતી કરે છે અને આર્થિક પરિબળ સાથે મનોવૈજ્ઞાનિક પરિમાણ ઉમેરાય છે. સામાજિક દૃષ્ટિએ ઇષ્ટ પરિવર્તનનો અભાવ અહીં પણ લેખકના ધ્યાન બહાર નથી.

‘રાજરાજેશ્વરી’ વીતેલા યુગની ગ્રંથિઓની અથડામણ અને એના કરુણ અંજામની કથા છે. લેડી રૂપા સુન્દરલાલ રાણી રાજરાજેશ્વરીનું સ્થાન લે છે અને પ્રત્યાઘાતમાં ચોરી કરવા પ્રેરાયેલાં રાણી આપઘાત કરે છે. શિવદાસાનીનું પાત્ર આ છીછરા પરિવર્તનને ઉપસાવી આપવામાં ખપ લાગે છે. રાણી ઉદાર સખાવતો કરતાં હતાં. એમના પુત્ર કુમાર બીજેન્દ્રની મહત્ત્વકાંક્ષા હતી ક્રિકેટ બોર્ડના પ્રમુખ થવાની. આ યશલિપ્સાની પૂર્તિ કરે એટલી સંપત્તિ તો હવે રહી નથી અને સામંતયુગનું સ્થાન મૂડીવાદે લીધું છે તેથી લેડી રૂપા સુન્દરલાલ કોહીનૂર ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સનું ઉદ્‌ઘાટન કરવાનું બહુમાન પામે છે. એમના ફોટા છપાય છે. આટલું સહન કરવાની સ્વસ્થતા હોત તો પૂર્વેનાં દાતા એવાં રાણી ચોરી કરવા પ્રેરાયાં ન હોત અને આત્મહત્યાથી બચી શક્યાં હોત.

Line 117: Line 117:
મોહનલાલ પટેલ કહેતાં ગુજરાતના ચારપાંચ સંસ્કારપુરૂષોનું સ્મરણ થાય છે. એમાં આ મોહનલાલ એ ભોળાભાઈ પટેલના ગુરુ. ભોળાભાઈ કડી સર્વ વિદ્યાલયમાં ભણતા. મેટ્રિક થઈને માણસા હાઈસ્કૂલમાં શિક્ષક થયા. ‘હવા! તુમ ધીરે બહો!’ વાર્તાસંગ્રહના કર્તા એવા પોતાના શિક્ષક મોહનલાલ પટેલની ત્યારે મુગ્ધતાથી વાતો કરે. એ સંગ્રહ ૧૯૫૪માં પ્રગટ થયેલો. ૧૯૬૧-’૬૨માં મોહનભાઈ વધુ અભ્યાસ માટે અમદાવાદ આવ્યા હતા. યુનિવર્સિટી હૉસ્ટેલમાં એમનો સત્સંગ થતો. શક્યતા હતી કે અમદાવાદની પ્રતિષ્ઠિત એ. જી. ટીચર્સ એજ્યુકેશન કૉલેજમાં એ અધ્યાપક બને પણ કડીનું સંચાલકમંડળ એમને ગ્રામ વિસ્તારમાં ખેંચી ગયું. મોહનભાઈએ સજર્નને બદલે શિક્ષણને અગ્રતા આપી. કડી, વિસનગર અને પિલવાઈનાં સર્વ વિદ્યાલયો અને એમનાં છાત્રાલયોએ ઉત્તર ગુજરાતના માધ્યમિક શિક્ષણક્ષેત્રે કરેલું પ્રદાન એક સ્વતંત્ર અભ્યાસનો વિષય છે.

મોહનભાઈનું વર્તન અભિજાત છે અને એમની સાહિત્યિક રુચિ પ્રશિષ્ટ કૃતિઓના વાચનથી ઘડાયેલી છે. ટૂંકી વાર્તાની કળામીમાંસા વિશે એમનું એક અભ્યાસપૂર્ણ પુસ્તક છે. ગુજરાતના છેલ્લા રજપૂત રાજા કરણ વાઘેલા વિશે એમની નવલકથા ‘અંતિમ દીપ’ એક નોંધપાત્ર ઐતિહાસિક નવલકથા છે. વળી, ગુજરાતી સાહિત્યમાં લઘુકથાના પ્રવર્તક અને વ્યાખ્યાકાર તરીકે પણ એમની પ્રતિષ્ઠા છે. એમના કુલ સાત સંગ્રહમાંનો એક સંગ્રહ લઘુકથાનો છે ‘પ્રત્યાલંબન’. ‘કુમાર’ના તંત્રી શ્રી બચુભાઈ રાવત અને ‘નવચેતન’ના તંત્રી શ્રી ચાંપશી ઉદ્દેશી મોહનભાઈની સજર્કતાના ચાહક હતા. ૧૯૫૬માં પ્રગટ થયેલા સંગ્રહ ‘વિધિનાં વર્તુળ’ની એક વાર્તા ‘એમના સોનેરી દિવસો’ સ્મૃતિપટ પર અંકિત હતી. ત્રણ દાયકા પછી પણ એની મુદ્રા ઝાંખી પડી નથી. ગુજરાતી ભાષાની નીવડેલી નવલિકાઓની વાત કરતાં ‘એમના સોનેરી દિવસો’ને વિસારી શકાય નહીં. વિષયવસ્તુ અને એની માવજત વચ્ચે વિરલ સમતુલા સધાઈ છે. નિમ્ન મધ્યમવર્ગીય દંપતીના ભાવાત્મક સંબંધના ચઢાવ ઉતારની કેટલીક ક્ષણો અહીં જીવંત બની ઊઠી છે.

શહેરમાં નોકરી કરતો દામોદર દોઢ-પોણા બે મહિના પછી વરસતા વરસાદમાં ઘેર આવી રહ્યો છે. પત્નીને મળવાની અધીરાઈ અને એમાં વળી વરસાદે સજર્ેલું વાતાવરણ, અરસિક વ્યક્તિ પણ હૂંફ માટે વ્યાકુળતા અનુભવે એવી ક્ષણે પત્ની પતિનો અવાજ પારખી જાય છે અને બારણું ખોલે છે. ‘એ જ પળે વીજળીનો પ્રકાશ પત્નીના ચહેરા ઉપર પડ્યો. એ વખતે એ ચહેરા ઉપર જે પ્રસન્નતા, જે શરમ, જે ઉન્માદ અને જે મદ હતાં એ જોઈને તો દામોદરને બારણામાં જ એને ગાઢ આશ્લેષમાં લઈ લેવાનો આવેગ આવ્યો. અને પત્ની જાણે એના મનનો ભેદ પામી ગઈ હોય એમ બે ડગલાં પાછળ હઠીને બોલી : ‘આવા વરસાદમાં!’
શહેરમાં નોકરી કરતો દામોદર દોઢ-પોણા બે મહિના પછી વરસતા વરસાદમાં ઘેર આવી રહ્યો છે. પત્નીને મળવાની અધીરાઈ અને એમાં વળી વરસાદે સર્જેલું વાતાવરણ, અરસિક વ્યક્તિ પણ હૂંફ માટે વ્યાકુળતા અનુભવે એવી ક્ષણે પત્ની પતિનો અવાજ પારખી જાય છે અને બારણું ખોલે છે. ‘એ જ પળે વીજળીનો પ્રકાશ પત્નીના ચહેરા ઉપર પડ્યો. એ વખતે એ ચહેરા ઉપર જે પ્રસન્નતા, જે શરમ, જે ઉન્માદ અને જે મદ હતાં એ જોઈને તો દામોદરને બારણામાં જ એને ગાઢ આશ્લેષમાં લઈ લેવાનો આવેગ આવ્યો. અને પત્ની જાણે એના મનનો ભેદ પામી ગઈ હોય એમ બે ડગલાં પાછળ હઠીને બોલી : ‘આવા વરસાદમાં!’
‘તું યાદ આવે તો ભઈ’, દામોદર બોલ્યો : ‘વરસાદ, પવન અને વાવાઝોડાંય ભૂલી જવાય છે!’

સંબંધનું આ જે સ્વરૂપ એક ક્ષણમાં સૂચવાય છે તે સાચું છે. વાર્તાને અંતે પણ દામોદર અને ઊર્મિલાની એકમેક માટેની નિસ્બત આટલી જ તીવ્રતાથી બલકે કંઈક વધુ ઊંડાણ સાથે અનુભવાય છે. પણ રાત્રિ દરમિયાન પતિપત્ની વચ્ચેનું મિલન અધૂરું રહે છે, જેને માટે બંને વ્યાકુળ હોય એ ક્ષણ જાગે જાગે ને ઠરી જાય છે. બંને સ્વસ્થ છે. શંકા તો છે જ નહીં અને છતાં વાણી દ્વારા ઊભા થતા અંતરાયો વચ્ચે આવી જ પડે છે. જ્યાં શારીરિક અંતર સહેજે નથી ત્યાં માનસિક અંતર વિમુખતા સજર્ે છે.
સંબંધનું આ જે સ્વરૂપ એક ક્ષણમાં સૂચવાય છે તે સાચું છે. વાર્તાને અંતે પણ દામોદર અને ઊર્મિલાની એકમેક માટેની નિસ્બત આટલી જ તીવ્રતાથી બલકે કંઈક વધુ ઊંડાણ સાથે અનુભવાય છે. પણ રાત્રિ દરમિયાન પતિપત્ની વચ્ચેનું મિલન અધૂરું રહે છે, જેને માટે બંને વ્યાકુળ હોય એ ક્ષણ જાગે જાગે ને ઠરી જાય છે. બંને સ્વસ્થ છે. શંકા તો છે જ નહીં અને છતાં વાણી દ્વારા ઊભા થતા અંતરાયો વચ્ચે આવી જ પડે છે. જ્યાં શારીરિક અંતર સહેજે નથી ત્યાં માનસિક અંતર વિમુખતા સર્જે છે.
ઊર્મિલા પતિને પામવા માગે છે એમાં એની અનેક સંકુલ અભિલાષાઓ સમાયેલી છે. માત્ર એક જ દિવસની રજા લઈને આવેલો પતિ સવારે તો ચાલી નીકળશે. એણે ઘણુંબધું કહેવાનું છે, ઘણુંબધું જાણવાનું છે. એ જે પૂછે છે એમાં એના પક્ષે સંદેહ નથી. ‘ગૃહિણી’ તરીકેના હકનો ખ્યાલ છે પણ એ જે ભાષામાં બોલવા ટેવાયેલી છે એ મધ્યમ વર્ગની ગૃહિણીની ભાષા શહેરમાં અગવડ વેઠીને નોકરી કરતા પતિને જવાબ આપવા ઉત્સુક કરવાને બદલે ઉદાસ કરી મૂકે છે. આ પ્રકારની કેટલીક ક્ષણો એ રીતે આલેખાઈ છે કે એકવિધતાને બદલે આતુરતા ટકી રહે. માને પગે લાગી, ખબરઅંતર પૂછી, જમીને નિરાંતે સુખદુઃખની વાતો કરી, પતિપત્ની મેડી ઉપર સૂવા જાય છે. એમનાં લગ્નને સાડા પાંચ વર્ષ થયાં છે એ પણ સંવાદમાં શુષ્કતા ન આવે એ રીતે સૂચવાચ છે. દામોદરના આગ્રહથી જુદો ખાટલો ઢાળવાનું માંડી વાળીને ઊર્મિલા સાથે સૂએ છે. નોકરીને કારણે આવા સહશયનના દિવસો તો બહુ ઓછા સાંપડ્યા છે. ખૂબીની વાત એ છે કે જે વિગતો સ્નેહ જગવે એ ખપમાં લઈને અંતરાય ઊભા કર્યા છે. પ્રથમ અંતરાયની ક્ષણે પણ ઊર્મિલા જે કંઈ કહે છે એ માત્ર સ્ત્રીસહજ લઢણ છે, એમાં કશો દુરાશય નથી પણ સંવેદનશીલ એવો દામોદર અકળાઈ ઊઠે એવી શક્યતા પડેલી છે. એ અંશ જોઈએ :

‘કેટલા દિવસની રજા લીધી છે?’
‘કેટલા દિવસની રજા લીધી છે?’
Line 135: Line 135:
દામોદરે હોઠ પીસ્યા. કોઈ બીજો દિવસ હોત તો એ બોલી ઊઠ્યો હોત : ‘તો પછી કેશુભાઈ જેવા પાસે પરણવું હતું!’ પણ અત્યારે એણે હોઠ પીસીને ચલાવી લીધું. દામોદર નસોમાં જે ગરમ લોહી લઈને આવ્યો હતો એ જાણે ઠંડું પડી ગયું. એણે ઊર્મિલાની પીઠ ઉપરથી હાથ લીધો. એ બોલ્યો : ‘કયા વખતે શું કહેવું એનું તને ભાન નથી.’

‘પછી કયા સમયે કહું?’ ઊર્મિલા જાણે ફરી પ્રહાર કરતી હતી.

માનસશાસ્ત્રીય યથાર્થની સાથે ભિન્ન મધ્યમવર્ગના રીતરિવાજોની વાસ્તવિકતા પણ અહીં પોતાનો ભાગ ભજવે છે. ઘરમાં વડીલની હાજરીમાં પતિપત્ની અંગત વાત ન કરી શકે અને ‘મર્યાદા’ પાળે એ સ્થિતિને આદર્શ માનનારાં લાખો કુટુંબો આજે પણ હશે. ઊર્મિલાને સૌથી વધુ જરૂર તો અલબત્ત દામોદરની હૂંફની છે, સ્પર્શની છે, સંમિલનની છે પણ જે સામાજિક સંદર્ભો વચ્ચે એનું વ્યક્તિત્વ ઘડાયું છે અને જે ભાષામાં એ વ્યક્તિત્વ વ્યક્ત થાય છે એ અંતરાય સજર્ે છે. એક પછી બીજો પછી ત્રીજો.
માનસશાસ્ત્રીય યથાર્થની સાથે ભિન્ન મધ્યમવર્ગના રીતરિવાજોની વાસ્તવિકતા પણ અહીં પોતાનો ભાગ ભજવે છે. ઘરમાં વડીલની હાજરીમાં પતિપત્ની અંગત વાત ન કરી શકે અને ‘મર્યાદા’ પાળે એ સ્થિતિને આદર્શ માનનારાં લાખો કુટુંબો આજે પણ હશે. ઊર્મિલાને સૌથી વધુ જરૂર તો અલબત્ત દામોદરની હૂંફની છે, સ્પર્શની છે, સંમિલનની છે પણ જે સામાજિક સંદર્ભો વચ્ચે એનું વ્યક્તિત્વ ઘડાયું છે અને જે ભાષામાં એ વ્યક્તિત્વ વ્યક્ત થાય છે એ અંતરાય સર્જે છે. એક પછી બીજો પછી ત્રીજો.
આ અંતરાયો સંઘર્ષનું રૂપ લેતા નથી કેમ કે બંને વચ્ચે જે નાતો છે એનાં મૂળ ઊંડા છે. વળી, દામોદરની માનસિક ભૂમિકા લેખકે એ રીતની કલ્પી છે કે આવેગ કે કડવાશની ક્ષણે પણ ઉદારતાથી વિચારી શકે. એ કારણે મિલનની એક ક્ષણ સર્જાય છે પણ ત્યારે સમય એટલો બધો વીતી ગયો હોય છે કે દિવસભર કામ કરીને થાકેલી ઊર્મિલા ઊંઘી ગઈ હોય છે. લેખકે એ વસ્તુની કાળજી લીધી છે કે પત્નીના માથે ઠંડી હોવાનું આળ ન ચઢે.

બીજે દિવસે દામોદર વિદાય થાય એ પરિસ્થિતિમાં ઊર્મિલાને પતિની ચિંતા કરતી આલેખી છે. અગાઉ હિસાબ માગી કરકસર પર ભાર મૂકતી હતી, હવે સહેજ મોંઘી લૉજમાં જમવા સલાહ આપે છે. પોતાનો સ્વભાવ કેવો છે એ અંગે બંનેની કબૂલાત પછી જાગેલી લાગણીની ક્ષણે આકાશમાં વરસાદ નથી, માત્ર વાદળ છે. બારીમાં ઊભેલી ઊર્મિલાને દામોદર દેખાતો બંધ થાય છે. પોતે આ વખતેય એમને દુભવ્યા, એમ કહી પ્રભુનું નામ લઈ એ બેસી જાય છે. અને એક મર્મસ્પર્શી ક્ષણ સુધી પહોંચીને વાર્તા પૂરી થાય છે.

17,602

edits

Navigation menu