વાર્તાવિશેષ/૬. વાર્તાઓ : પ્રશિષ્ટ અને લોકપ્રિય: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 111: Line 111:
‘ગુડ નાઈટ ડેડી’માં પુત્રીને પરીકથાની સૃષ્ટિમાં લઈ જવાને બહાને પિતા પોતાના વિષમ વર્તમાનમાંથી પણ જાણે પલાયન શોધે છે, પણ એ એટલું સહેલું નથી, ક્ષણિક ઝબકારા જેવું છે. પિતાના જીવનની વાસ્તવિક બીના તો એ છે કે કાલ સવારે પુત્રી જશે. કોર્ટે એટલી મુદત માટે જ પુત્રીનું સાહચર્ય મંજૂર કરેલું હતું. પત્ની સાથેના વિચ્છેદનું કથાનક વાર્તાની કલાત્મક માવજતને કારણે પુત્રીના વિચ્છેદનું પરિમાણ ધારણ કરે છે. લગ્નવિચ્છેદના નિર્મમ કરુણમાં વાત્સલ્યનો ઋજુલ સ્પર્શ ઉમેરાય છે અને એમાંથી નીપજે છે એક આર્દ્ર ક્ષણ  કરુણાર્દ્ર ક્ષણ. ‘તેડાગર’નો વિચ્છેદ માતાના મૃત્યુને કારણે ઊભો થયો છે. પુત્ર મલય પ્રત્યેનો પિતાનો ભાવ જવાબદારી બનવાની સાથે એની વિવશતાને પણ સંકોર્યા કરે છે. કરુણ-પર્યવસાયી સંવેદન ઘૂંટાતું રહે છે. ‘ચૉન્ટી’માં જવાબદાર વ્યક્તિઓની ઉદાસીનતા, સ્વાર્થપરાયણતા અને બાળકની અબોધતા વૃદ્ધ વ્યક્તિને લાચાર પરિસ્થિતિમાં મૂકી દે છે. બાળકને જે હળવું અને કહી દેવા જેવું લાગે છે એ જ વૃદ્ધાની સહુથી મોટી કરુણતા છે. કહેવાય એથી જુદું અનુભવાય એવી રચનારીતિ અહીં પ્રયોજાઈ છે. બોલીનો લહેકો તુચ્છકાર જગવવા ખપ લાગે છે અને બાળકને વાર્તાકથક બનાવીને લેખકે એમાં ધારી સફળતા મેળવી છે. ‘જ્યોતિષી’નું ઝીણવટભર્યું આલેખન ગ્રામીણ વાતાવરણમાં કરુણને ઘૂંટે છે. જ્યોતિષ પરની નિયતિની જીત કરતાં મનુષ્યની હાર તરફ વાચકનું લક્ષ ગયા વિના નહીં રહે. ‘એમના માટે’નો નીતિન જાણે છે કે વિભાએ તો પ્રેમનું ઍબોર્શન કરાવી લીધું હતું અને હવે એ જે બાળકને જન્મ આપવાની છે એ એના પતિનું છે. આ હકીકત જાણવા પૂર્વેનું એનું મુગ્ધ વલણ જડતા ધારણ કરીને અણધારી ક્ષણે, મૂકેલી ચા પીધા વિના જ વિભાના જીવનમાંથી વિદાય લે છે, અંધકારમાં પ્રવેશવા. નીતિનનો દેખીતો અણગમો એની કરુણતાને શમાવી શકે તેમ નથી. ‘એક ઍબ્સર્ડ પીપળાની વાર્તા’ લગ્નમાં ન પરિણમેલા પ્રેમની વ્યથા સમયના લાંબા પટમાં પણ બહુ ઓછા શબ્દોમાં આલેખે છે. ‘હોવું’ને ‘ન-હોવું’ માનીને ચાલવામાં કરુણનો છેલ્લો સ્પર્શ છે. ‘વિયેના વુડ્‌ઝ’ની કરુણતા મનુષ્યના વ્યક્તિગત સંબંધને અનુલક્ષીને નથી. લેખિકાએ સંસ્કૃતિ-ભેદનો આધાર લઈને, ભૌતિક સમૃદ્ધિની ભીંસમાં એકલવાયા બનેલા પાશ્ચાત્ય માણસના જીવન અને મરણની વાસ્તવલક્ષી વિગતો દ્વારા એના કરુણ બલ્કે દયાપાત્ર બનેલા તબક્કાનું આલેખન કર્યું છે. મરનારનાં સગાંસંબંધીને દફનવિધિમાં હાજર રહેવાનો સમય નથી કેમ કે એમને બરફની રમતોનું આકર્ષણ છે. મોતીભાઈ અને અમિતને એ ક્રિયામાં હાજર રહેવાના પૈસા મળે છે. પણ એથી આનંદિત થવાને બદલે મોતીભાઈ રસ્તા પર જોરથી થૂંકે છે. આ તિરસ્કાર પેલી ભૌતિક ઉપભોગવાદી સભ્યતા પ્રત્યેનો છે, મરનાર માણસ પ્રત્યેની ભારતીય સહાનુભૂતિ એમાં નિમિત્ત બને છે.

<center><big>''૫'''</big></center>
<center><big>'''૫'''</big></center>

‘વાર્તાનો અંત’ (મોહમ્મદ માંકડ)ના મુકુંદને પક્ષઘાત છે. એને એકાએક અંત પામવાનો મનસૂબો હતો, આગાહી પણ કરતો. વાર્તાકથક મિત્ર એને કેવી સ્થિતિમાં જુએ છે? ‘જિંદગી પોતાનું બધું વજન માણસ ઉપર મૂકી દે અને મોત એ બોજો ઉઠાવવાની ના પાડ્યા કરે  અને માણસ જીવે પણ નહીં, મરે પણ નહીં.’ એક વાર્તા અને એક જીવન સમાન્તર ચાલે છે. એકેયનો અંત આવતો નથી. રૂંધામણમાંથી મુક્તિ નથી. આ નવલિકા વિચાર કહે છે એ સાથે વાચકને વિચારતો કરે છે.

Line 118: Line 118:
‘નવો કાયદો’ (ભૂપેશ અધ્વર્યુ), ‘શહેર’ (લલિતકુમાર બક્ષી) અને ‘બંધ નગર’ (સત્યજિત શર્મા) કથાવસ્તુની મદદ વિના યુગચેતના અને સાંસ્કૃતિક પરિવર્તનની ક્ષણોને ચીંધતી કૃતિઓ છે. નવા વાર્તાકારે શુષ્ક થવાનું જોખમ ખેડીને જે બૌદ્ધિક સાહસો કર્યાં છે એની અહીં ઝાંખી થાય છે. ‘નવો કાયદો’ વિશે મેં અન્યત્ર વિસ્તારથી લખ્યું છે. એનું ફાટક અવિસ્મરણીય છે. એ કેવા કેવા ફેરફારોનું સાક્ષી બને છે!

<center><big>''૬'''</big></center>
<center><big>'''૬'''</big></center>

‘ખલાસ’ (જયંત ખત્રી), ‘રઘડો નતોડ’ (ચુનીલાલ મડિયા), ‘પરિવર્તન’ (રાધેશ્યામ શર્મા), ‘શો જવાબ?’ (સરોજ પાઠક), ‘નિરીક્ષક’ (ઉત્પલ ભાયાણી), ‘સુવ્વરની ઓલાદ’ (ભગવતીકુમાર શર્મા), ‘છબીલકાકાનો બીજો પગ’ (રાવજી પટેલ), ‘ચાલ! હું જાઉં છું’ (જ્યોતીષ જાની) આદિ વાર્તાઓ એક પાત્ર પર મંડાયેલી છે, ભલે એમને અન્ય પાત્રોના સંદર્ભો ખપ લાગતા હોય. વ્યક્તિચરિત્રના નિરૂપણમાં માનસશાસ્ત્રીય વિશ્લેષણ અનિવાર્ય બને. ‘ખલાસ’માં માનસિક સંતુલન ગુમાવી બેઠેલા માણસની મરણોન્મુખ જિજીવિષા છે, તો ‘રઘડો નતોડ’માં અણધાર્યો પરાજય જીરવી ન શકતા માણસ પર એક તુચ્છ ઘટનાનો કારમો ભાર છે. ‘પરિવર્તન’ ભવિષ્યલક્ષી નથી, વ્યક્તિલક્ષી છે. પણ એ ભારરૂપ ન બનતાં સંવેદના જગવે છે. ‘શો જવાબ?’માં વહેંચાયેલા મનની આંટીઘૂંટી છે. અનિર્ણયની સ્થિતિ વ્યક્તિનો પોતાનો પરિચય પણ આપે છે. ‘છબીલકાકાનો બીજો પગ’ માત્ર વ્યક્તિચરિત્રની વાર્તા નથી. બાબુડિયો છબીલકાકાના વ્યક્તિત્વના પૂર્વાર્ધ તરીકે પણ વર્તે છે. અવૈધ સંકુલ સંબંધો અહીં સહજભાવે વરતાય છે, પાત્રોના વર્તન દ્વારા. અહીં કશું જ વિશિષ્ઠ નથી, જે ગૌણ છે તે ગૌણ નથી. ‘નિરીક્ષક’માં વાર્તાની ઘટનાના સાક્ષી બનતા પાત્રની ઉદાસીનતા-તટસ્થતા નોંધપાત્ર છે. ‘સુવ્વરની ઓલાદ’માં ગ્રામ્ય બલ્કે વિકૃત લાગતી વ્યક્તિઓ વચ્ચેના મજ્જાગત સંબંધનું પાત્રોચિત પ્રબળ ભાષા દ્વારા અને પ્રતીતિજનક વર્તન દ્વારા આલેખન થયું છે. વાર્તા અંતે ખરું વજન ધારણ કરી રહે છે. ‘ચાલ! હું જાઉં છું.’ નો વાર્તાકથક મનોમન જઈ આવે છે. આ તરંગો એનું સુખ છે. જેમના જીવનમાં આથી વિશેષ કશું બનતું જ નથી એવા અભાગિયા નગરવાસીઓમાંનો એ એક છે.

<center><big>''૭'''</big></center>
<center><big>'''૭'''</big></center>

એકાએક પ્રશ્ન થાય છે : આ સંગ્રહમાં સુખાન્ત વાર્તાઓ કેટલી?

Line 130: Line 130:
બંને વાર્તાઓમાં દામ્પત્ય અને કુટુંબ કેન્દ્રમાં છે. કુટુંબ માણસની કુંઠિત એકલતાને છોડવી શકે. તેથી પૂર્વે કૌટુંબિક પ્રકારની સામાજિક નવલિકાઓ મોટે ભાગે સુખાન્ત નીવડતી.

<center><big>''૮'''</big></center>
<center><big>'''૮'''</big></center>

સાતમા દાયકામાં નવલિકાની રચનારીતિ, ભાષાકર્મ, ઘટનાનું તિરોધાન, સંવેદના જેવા મુદ્દાઓ વિશે લેખકોએ પાશ્ચાત્ય નવલિકાના સંદર્ભમાં વિચાર કર્યો, પ્રયોગ કર્યો. જાણે કે વાર્તાકારોની એક નવી પેઢી પ્રાપ્ત થઈ. સુરેશ હ. જોષી એના અગ્રણી હતા. ઘટનાના તિરોધાન વિશેનો એમનો ઊહાપોહ એક આખો દાયકો ચાલુ રહ્યો. વસ્તુસંકલના અને ચરિત્ર વિશે ઉદાસીનતા આવી. કલ્પનપ્રધાન ભાષા લખવાથી પ્રયોગશીલ વાર્તાકાર થવાય એવી સમજણથી નવલેખકો ચાલ્યા. સુરેશ જોષીનું કાવ્યાત્મક ગદ્ય એમની આગવી શક્તિનું સૂચક છે. કવિતાના આ વિલક્ષણ આક્રમણે લલિત નિબંધ અને નવલિકા વચ્ચેનું અંતર ઓછું કરી નાખ્યું. એથી નવલિકાએ સહન કરવાનું આવ્યું. અન્ય સાહિત્ય-સ્વરૂપોની સરખામણીમાં જોઈએ તો આજે નવલિકાનું ચલણ નહીંવત્‌ છે.

Navigation menu