|
|
Line 75: |
Line 75: |
| * [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/ચોપાઈ|ચોપાઈ]] | | * [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/ચોપાઈ|ચોપાઈ]] |
| * [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/મણિલાલ હ. પટેલના કાવ્યસંગ્રહો|મણિલાલ હ. પટેલના કાવ્યસંગ્રહો]] | | * [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/મણિલાલ હ. પટેલના કાવ્યસંગ્રહો|મણિલાલ હ. પટેલના કાવ્યસંગ્રહો]] |
|
| |
|
| |
| == મનુ-મગનની વીતકકથા ==
| |
|
| |
|
| |
|
| |
| <poem>
| |
| કાયમની કઠણાઈ, વ્હાલા! કાયમની કઠણાઈ
| |
| મનુભાઈને માથે ખાસમ્ખાસ લખાઈ
| |
| કાયમની કઠણાઈ
| |
| ખેલ – તમાશા – નૌટંકી ને નિત્ય ભવાઈ
| |
| વ્યવસ્થાઓ એવી જડબેસલાક કરાઈ
| |
| એ ચાલે ત્યાં દશે દિશાએ
| |
| ઊભી વાટે આડા ડુંગર
| |
| આજુબાજુ ખાઈ
| |
| તળેટીઓ તરડાઈ
| |
| મનુભાઈનું જીવતર જાણે
| |
| ભડભડ બળતા દવની વચ્ચે
| |
| ઘેરાયેલાં વનડુંગર વનરાઈ
| |
| કોણ બળે ને કોણ બાળતું
| |
| કોણ ટાળતું કાયમ એને
| |
| સૂનકારની ટેકરીઓના ટોળે
| |
| અંધકારની છોળો ઠેલે
| |
| રણરેતીની ઝળહળ ઝાળે
| |
| ડાળે ઢાળે બળતી વેળ ઢળાઈ
| |
| મનુભાઈની કેડી એકલવાઈ
| |
| એના શિરે કોણ ગુજારે શું શું એ તો –
| |
| એ જાણે કે જાણે સાધુસાંઈ
| |
| કાયમની કઠણાઈ
| |
|
| |
| જોકે, મનુભાઈને ખબર પડે છે
| |
| પિંજરમાં પૂરેલું પંખી કેમ રડે છે
| |
| કોણ સડે છે કોશેકોશે
| |
| ડાળે ડાળે ફૂલપાંદડે હોંશે
| |
| પ્રેમ જ કાયમ પોષે
| |
| માટી ફોડી માથું ઊંચકે
| |
| તરણું નિજના જોરે
| |
| કોક વરસતું ફોરેફોરે
| |
| કોક અજાણે દોરે
| |
| તો પણ અહીંયાં વિપરીત થૈને
| |
| કોણ નડે છે કાયમ માટે
| |
| અંદર જૈને અડ્યા કરે છે
| |
| દરેક ભવમાં છાતી વચ્ચે
| |
| જગ્યા કરે છે ખીલા હરદમ કાઠા
| |
| માઠામાઠા દિવસો વચ્ચે
| |
| જંપી જાવા શોધે છે એ
| |
| પળપળ શાંત સરાઈ
| |
| કાયમની કઠણાઈ... વ્હાલા...
| |
| કાંઈ ન બોલે સાંઈ...
| |
|
| |
| કોઈ કહે છે મનુભૈ તો સારા માણસ
| |
| કોઈ ઉમેરેઃ જિદ્દી પણ છે -
| |
| સરળ લાગતો હોય ભલેને
| |
| બાંધછોડની બાબતમાં એ અઘરો જણ છે
| |
| ત્રીજો પુરુષ એકવચનમાં વાસ્તવદર્શી
| |
| સંબંધવાચક વિભક્તિમાં ભાવુક પણ છે...
| |
| સીધોસાદો માણસ છે આ મનુ મગનને નામે
| |
| ના, ના, એવો ખેલાડી તો નથી નથી, હા!
| |
| જોકે એના મનસપટલ પર
| |
| અંકાઈ છે લીટીઓ ઊભી આડી
| |
| ભોગ બન્યો છે રસમોનો એ
| |
| વણદીધેલી કસમોમાં અટવાયો છે
| |
| સાગર આ રઘવાયો...
| |
| મિત્રો કહે છેઃ રંગીન જણ છે, લ્હેર કરે છે
| |
| છૂપા વેશે વિક્રમ જેવોઃ સુખદુઃખ વાંચે
| |
| અમુક બાબતે ચક્રમ પણ છે ખૂંચેખાંચે
| |
| ઢાંચેઢાંચે નહિ ઢળનારો
| |
| હારે તો પણ નહિ વળનારો
| |
| ગમે ન એને ખોટો ધારો
| |
| સુધારાની વાતે એને સમાજ કાઢે બ્હારો
| |
| વ્હાલાં થૈને મુખ ફેરવે ઘરનાં માણસ
| |
| છાતી એની બળતું ફાનસ
| |
| દીવા જેવું એનું હોવું ઝળહળ બળતું
| |
| તો પણ એને માથે રોજ તવાઈ
| |
| પોતાનું જણ પૂછીપૂછીને રોજ કરે ખરાઈ
| |
| કાયમની કઠણાઈ...
| |
|
| |
| ઇન્ટરવ્યૂમાં, મનુભાઈએ
| |
| ‘હું તો અમથું ઝાડ હોત તો સારું’
| |
| એવી ચોખ્ખી વાત કહી છે
| |
| પીડાઓ પ્રખ્યાત સહી છે
| |
| ‘સુખ તો ઊડતું પતંગિયું છે ચંચળ ચંચળ’
| |
| ‘‘હોવું’ એનું નામ જ દુઃખ છે’ :
| |
| મનુભાઈની સમજણ આવી પાક્કી છે
| |
| શમણામાં પણ સામે કાંઠે
| |
| મનુભાઈથી ના પ્હોંચાતું
| |
| કાયમ એમનું ઉધાર ખાતું
| |
| જોકે–
| |
| ‘વેઠે છે એ વિકસે પણ છે’
| |
| ઉક્તિ એમણે સાચ્ચે જીવતી રાખી છે
| |
| ઝાડ થવાની ઇચ્છા એમણે
| |
| ઊંડું સમજી સાચા મનથી ચાખી છે
| |
| દાઢીમૂછમાં ઝીણું ઝીણું હસવાનું પણ ફાવે છે
| |
| અણજાણી આંખે વસવાનું ભાવે છે
| |
| મનુભાઈના મનમાં, ખરું પૂછો તો
| |
| નથી ભરાઈ જરી હવા કે રાઈ
| |
| જાણે છે એ જીવતર નામે તાર તાર તન્હાઈ
| |
| સાંઈ!
| |
| બધા ગ્રહોની વચ્ચે રમતીભમતી –
| |
| તો પણ પૃથ્વી એકલવાઈ
| |
| કાયમની કઠણાઈ...
| |
| જાણી લેવા જેવી છે આ –
| |
| માણસ કહેતાં મનુભાઈની કૈંક સીમાઓઃ
| |
| ઊનાં ઊનાં આંસુના એ માણસ છે
| |
| છેક ભીતરમાં ફરે શારડી બારે મહિના
| |
| એ પોતે પણ –
| |
| નથી કોઈના અને ક્યહીંના!
| |
| તરુવર અને પંખીઓની જેમ જ
| |
| નીરવ નીરવ ગાતાં લાગે
| |
| લીલાપીળા તેજફુવારે શાતા લાગે
| |
| તરુભૂમિ એ દેવભૂમિ છે
| |
| માટી જ્યાં અદકેરી મા છે
| |
| ગાતાં પંખી મનુભાઈની ઇચ્છાઓ છે
| |
| ખાલીખાલી કિસ્સાઓ છે બધ્ધું
| |
| ‘જીવતર નામે ફોગટ લીલા’ – એવું આ ભાઈ –
| |
| છાનામાના માને એમાં
| |
| અનુભવોના કાળા કાળા હિસ્સાઓ છે...
| |
| કરે પ્રવૃત્તિ ઉમળકાથી તો પણ કહે છેઃ
| |
| અર્થ વગરના આંટાફેરા ભંગુર ભંગુર
| |
| હોવું પણ છે હાથ વગરનું ચપટીક બપટીક...
| |
| સમ્બન્ધોને પોલા કહે છે
| |
| સગપણ એ તો –
| |
| દાઝ્યા ઉપર ડામ તથા ફરફૉલા કહે છે
| |
| મનુભાઈમાં અક્કલ જેવું જરી ના લાગે
| |
| આ ઑમ બોબડું
| |
| ખાલીખાલી વાગે છે અહીં
| |
| ખાલીપીલી ખેલ–તમાશા–
| |
| નૌટંકી ને નિત્ય ભવાઈ
| |
| શૉર કરે શરણાઈ
| |
| કાયમની કઠણાઈ, વ્હાલા
| |
| કાયમની કઠણાઈ...
| |
| </poem>
| |
|
| |
| == તમે આવો ==
| |
|
| |
| <poem>
| |
| વૃક્ષોની હથેળીઓમાં વૈશાખી તડકો
| |
| હજી હમણાં જ ખોબો વાળતાં શીખેલાં –
| |
| કાંચનારને પાંદડે પાંદડે હેતની હેલી
| |
| આંગણામાં હંસો ઊતરી આવ્યા છે
| |
| જૂઈ જાઈ ને ચમેલી ઘેલી ઘેલી
| |
| રતુંબડી પીપળ કૂંપળ ચળક ચળક
| |
| પર્પલ પૃથ્વી પુષ્પિત પળ પળ
| |
| કોયલ વેલનાં વાદળી ફૂલમાં રમે
| |
| આસમાની આશાનું આકાશ.
| |
|
| |
| તમે સાંભળો છો? તમે ત્યાં નથી –
| |
| જ્યાં તમે છો! તમે તો અહીં છો –
| |
| આ મ્હૉરી ઊઠેલી મોગરવેલની કળીઓમાં
| |
| ટગરીની વિસ્મયચકિત આંખોમાં
| |
| ગાંડાતૂર ડમરાની તોફાની સુગંધોમાં
| |
| કૂંપળે કૂંપળે પ્રસન્નતા વ્હેંચતી
| |
| સવારની ભૂરીભૂખરી પાંખોમાં... તમે –
| |
| આ આંગણામાં તડકોછાંયો કોમળ મુકુલ
| |
| ફરફરતું દુકુલ... રગરગમાં તરુવર તમે!
| |
|
| |
| ગુલમ્હોરે કેસરિયાં કર્યાં છે
| |
| સ્વાગતમાં ઊભા છે મશાલચી સોનમ્હોર
| |
| બપોરી તડકાને હંફાવતા ગરમાળા
| |
| છાંયડાથી ભીંજાતી જાય છે સડકો
| |
| તમે આવો પુનઃ ને અડકો
| |
| જૌહર કરતી વેળાઓને કાંઠે –
| |
| જન્માંતરોથી બેઠો છું – હું એકલો...!
| |
| </poem>
| |
|
| |
| == પિતાજી! સ્વપ્નમાં આવે છે ==
| |
|
| |
| <poem>
| |
| ખાલી ખાલી ખાટલાઓથી ભરેલી
| |
| સૂમસામ પડસાળ વચ્ચે એકલા બેસીને
| |
| કોઈની વાટ જોતા પિતાજી સ્વપ્નમાં આવે છે...
| |
| ગામ જવાની હઠ હજી એટલે છૂટતી નથી!
| |
| પિતાજીએ ઉછેરેલા આંબા હવે ફળતા નથી
| |
| ઝાંખીપાંખી સ્મૃતિ જેવા એ ઊભા છે હજી—!
| |
| પિતાજીની વાટ જોતા ખાલી ઘર જેવા!!
| |
| ડૂમો હજી ઓગળતો નથી ભેખડ જેવો.
| |
|
| |
| વ્હાલની વેળાઓ, વાડામાં તડકે સૂકવેલા
| |
| પાપડની જેમ સુકાઈ ગઈ... અમને કદીય–
| |
| બાથમાં નહિ લઈ શકેલા બાપા; અને,
| |
| એમને કદી પણ અડકી નહીં શકેલાં અમે...!
| |
| સ્વપ્નમાં ભીની આંખે જોઈ રહે છે પિતાજી!
| |
| ત્યારે નહિ સમજાયેલી એમની વિધુર વેદનાઓ;
| |
| બહુ છેટું પડી ગયું છે એમણે પૂરેલાં ધાનથી...!
| |
|
| |
| વાડાનાં વૃક્ષો હવે સંવાદ કરતાં નથી
| |
| રાતની ચાદર પર આગિયા ભરત ભરતા નથી
| |
| નથી આવતા સાપ થઈને પૂર્વજો ઘર સાચવવા
| |
| ખેતરોની મુઠ્ઠી ખુલ્લી પડી ગઈ છે
| |
| આવતાં નથી વખતનાં વાવાઝોડાં હવે
| |
| બોલતું નથી ડરામણું ઘુવડ
| |
| સંભળાતી નથી શિયાળવાંની લાળી...!
| |
|
| |
| છત અને મોભ વગરના ઘરમાં રાતવાસો કરું... ડરું!
| |
| અઘરું હોય છે પિતાજી થવું...
| |
| સમજણની પીડાઓનું પોટલું લઈને
| |
| ગામ જાઉં છું.. પાછો વળું છું પોટલું લઈને–
| |
| પિતાજી હજી સ્વપ્નમાં આવે છે-ઉત્સુક
| |
| હું જોઈ રહું છું. વાવાઝોડા પછીની શાંતિ
| |
| – એમની આંખોમાં!!
| |
| </poem>
| |
|
| |
| == દુઃસ્વપ્ન ==
| |
|
| |
| <poem>
| |
| ગામ પાછું સપનામાં આવ્યું છે :
| |
| હવડ કૂવામાંથી નીકળેલી રાતે
| |
| મૂઠ મારીને ગામને પથ્થર કરી દીધું છે
| |
| અંધારાએ મારી આંગળી પકડી લીધી છે
| |
| હાથમાં દીવા લઈને પાદરના વડ નીચે
| |
| રાતીપીળી બાંધણી પ્હેરી જોગણીઓ રમે છે...
| |
|
| |
| આંબલીના પોલા થડમાંથી સજીધજીને
| |
| વરણાગી વંતરી બ્હાર નીકળી છે
| |
| પડછાયા એનો પ્હેરો ભરે છે
| |
| સન્નાટો શેરીમાં સભા ભરીને બેઠો છે
| |
| મકાનો આંખો મીંચીને જોઈ રહ્યાં છે...
| |
|
| |
| વચલા ફળિયાના પીપળ–ચોરે
| |
| દેવલોક પામેલા ભાભાઓ
| |
| પડછાયા પ્હેરીને ગૂપચૂપ બેઠા છે
| |
| જાવલી ડાકણ કોઈનું કાળજું રાંધીને
| |
| હમણાં જ ખાવા બેઠી છે...
| |
|
| |
| રમજુડા ભૂવાએ ધૂણી ધૂણીને છેવટે
| |
| લંગડા ભૂતને ગાગરમાં પૂર્યો છે
| |
| અંધારું મને નેળિયા બ્હાર લાવે છે
| |
| કાળો પાડો મુખીનું ખેતર ચરે છે
| |
| ઘોડાના ડાબલા ગાજે છે - અચાનક
| |
| ગામ છેવાડે કોઈ મરણ-પોક મૂકે છે
| |
| હું જાગી જાઉં છું : પરસેવે રેબઝેબ...!!
| |
| </poem>
| |
|
| |
| == સીમમાં ==
| |
|
| |
| <poem>
| |
| તડકો અને હું : બન્ને બેઠા છીએ ક્યારીમાં
| |
| દૂર સુધી જંપી ગઈ છે ઇચ્છાઓ
| |
| પેલું પ્હાડની કૂખમાં મારું ગામ—
| |
| પોરો ખાતા ગોધણ જેવું ધરતીજડ્યું!
| |
|
| |
| અમને અડી અડીને નીરવતા લીલી
| |
| ચઢી જાય દૂર પેલી ટેકરીઓના ઢાળ
| |
| હસ્તધૂનન કરતા શેઢાઓ મસ્તીખોર
| |
| વળી વળીને મળી જાય
| |
| મળી મળીને વળી જાય પાછા...
| |
|
| |
| ઘાસ જાણે મનોરથ માટીના
| |
| સાગ માથે મુગટ મ્હોર્યો
| |
| મૂછ ફૂટી મકાઈનાં મર્દ ખેતરો
| |
| ઊંચાં થઈ થઈને જુવે
| |
| ભીનેવાન ખીલતી બાજરીને બેઘડી!
| |
| નાભિ નીચે જાગે અગ્નિ
| |
| કોમળ કમર જેવો વળાંક લેતી નદી...
| |
|
| |
| છાંયડા લંબાવતાં વૃક્ષો પાછળ
| |
| સંતાતો સૂરજ રતુંબડી સહી કરી
| |
| સાંજને સીમનો ચાર્જ સોંપી
| |
| ચાલ્યો જાય અસીમની ઓ પાર!
| |
|
| |
| સારસ યુગલ છેલ્લો ટહુકો કરી ઊડી
| |
| જાય ધીમે ધીમે ઓલવાઈ જાય આકાશ
| |
| પડખું ફરી જાય પૃથ્વી!!
| |
| </poem>
| |
|
| |
| == આવશું ==
| |
|
| |
| <poem>
| |
| અષાઢી મેઘ જેમ અણધાર્યા કોકવાર તારે મલક ચઢી આવશું
| |
| ધોધમાર, ઝરમર, ફુહાર વળી વીજળી ને વાછંટો લાવશું
| |
| {{Space}}{{Space}}{{Space}} કોકવાર તારે મલક...
| |
|
| |
| {{Space}} પ્હાડોને પાદરનો નોખો વરસાદ -
| |
| {{Space}}{{Space}} એવું ભીંજાતાં ભીંજાતાં ગણવાનું હોય નહીં
| |
| {{Space}} ખેતર ને માટીની જેમ બધું લથબથ મહેંકાય
| |
| {{Space}}{{Space}} પછી શેઢાનું શાણપણ ભણવાનું હોય નહીં
| |
|
| |
| ઘર આગળ મોગરો; ગુલાબ વળી વાડામાં બારમાસી ગલગોટા વાવશું
| |
| {{Space}}{{Space}} કોકવાર તારે મલક....
| |
|
| |
| {{Space}} વૃક્ષોમાં અજવાળું થાય એવી વેળાનાં
| |
| {{Space}}{{Space}} પંખીઓ તારામાં અટકળને ગાશે
| |
| {{Space}} બળબળતી પડસાળો ટળવળતી ઓસરીઓ
| |
| {{Space}}{{Space}}{{Space}} ટાઢોળા વાયરાની જેમ બધે વાશે
| |
|
| |
| માયાળું લોક મને રોકશે ને કહેશે કે વરસો રે વાદળની જેમ વહી જાવ શું?
| |
| અણધાર્યા અષાઢી મેઘ જેમ કોકવાર તારે મલક ચઢી આવશું
| |
| </poem>
| |
|
| |
| == વાટઃ ચાર કાવ્યો ==
| |
|
| |
| <poem>
| |
| '''૧'''
| |
| મેં તો કાયમ વાટ જોઈ છેઃ
| |
| કઠોર કપરા કાળા ઉનાળા કૂણા પડશે
| |
| આભલે આબી <Ref>આબીઃ વરસાદ પૂર્વે આભમાં નીકળતી વાદળીઓ</ref> નીકળશે
| |
| તરસ્યાં સીમવગડામાં કોળમડી <ref>કોળમડીઃ વરસાદ પૂર્વેના ઠંડા કે વાદળીઓ હંકારી જતા પવનોવાળી સવારની વેળા</ref> વળશે
| |
| ખાખરીનાં કાચાં પાન જેવી
| |
| હવાઓ અંગેઅંગે રાગ જગવશે
| |
| દરિયે ગયેલી ખાલીખમ વાદળીવેળાઓ
| |
| જળ ભરીને પાછી વળશે...ને
| |
| તરસ્યા મલકને માથે મેઘો મંડાશે...
| |
| ફળિયાની ધૂળમાં ચકલીઓ ન્હાશે
| |
| માટી ફૉરી ઊઠશેઃ મ્હૉરી ઊઠશે મન!
| |
| પણ આ તે કેવી અંચાઈ!
| |
| થોડાંક છાંટાઓએ જ (ધૂળની જેમ)
| |
| છાતીને ચાળણી ચાળણી કરી દીધી છે
| |
| ડુંગરે ડુંગરે વને વને દવ લાગ્યો છે ને –
| |
| નવસોને નવ્વાણું રઘવાઈ નદીઓમાં
| |
| લ્હાય લાગી છે લ્હાય...!
| |
| હે યજ્ઞવેદીના દેવતા!
| |
| અમને કયા ગુન્હાઓની
| |
| સજા થઈ રહી છે... આ?
| |
| કેમ??
| |
| </poem>
| |
|
| |
| <poem>
| |
| '''૨'''
| |
| મેં તો કાયમ વાટ જોઈ છેઃ
| |
| કે, મેઘો મ્હેર કરશે
| |
| ને કાંટાળી વાડે કંકોડીના વેલા ચઢશે
| |
| સીમ લીલછાઈ જશે
| |
| પ્હાડ થયેલો ડૂમો ઑગળીને
| |
| પાદર સુધી વહી આવશે
| |
| રતુંબડી સાંજ વાડવેલાનાં
| |
| વાદળી ફૂલોેમાં જાંબલી જાદુ લાવશે
| |
| ફળિયાને ત્રિભેટે ભીની માટી થાપીને
| |
| સાથે ઘર ઘર રમતી છોકરી પછી
| |
| ભાથું લઈને આવશે... ને
| |
| ભૂખ્યા દેવને જમાડશે...
| |
| ત્યાં જ માની હાક પડશેઃ
| |
| ‘સાંજ પડી... ચાલ્યો આવ...’
| |
| પણ આ શું? –
| |
| ઋતુએ રસ્તા બદલી લીધા કે શું?–
| |
| માતાના રથ પાછા વળી ગયા-અડધેથી?
| |
| કંકોડીને કાતરા ખાઈ ગયા
| |
| ચૂલામાં શીતળા માએ વાસો કર્યો છે
| |
| ને કાચાં કોરાં ધાન એમ ને એમ
| |
| કોઠારોમાં સડી રહ્યાં છે
| |
| ચપટી કૂલેર પણ નસીબ ન થાય –
| |
| એવા તે કિયા જનમના ગુન્હાઓની
| |
| શિક્ષા થાય છે... આ?!
| |
| </poem>
| |
|
| |
| <poem>
| |
| '''૩'''
| |
| મેં તો કાયમ વાટ જોઈ છે કે –
| |
| સીમખેતરને વ્હાલથી
| |
| વીંટળાઈ વળતા શેઢાઓની જેમ
| |
| વ્હાલાં વળગી પડશે અમને, જાણે –
| |
| નેવનાં પાણી મોભે ચઢશે...
| |
| અજાણ્યો પથિક ઘરનો પરોણો થશે
| |
| લાપસીનાં આંધણ મૂકાશે, ને –
| |
| સામા ઘરની છોકરી આપણને
| |
| ધારીધારીને જોશે એવું કે –
| |
| ઘર અમારું ગોકળ આઠમનો મેળો થૈ જશે!
| |
| મોસમને પરવાળાં ચૂમી લેશે
| |
| કરાની કંથેરના જાળામાં
| |
| હોલીના માળામાં
| |
| વાદળી આકાશ ઊતરી આવશે...
| |
| પણ આ શું –
| |
| વેળાઓ વસૂકી ને ઋતુઓ પાછી વળી ગઈ?
| |
| હે રતિપતિ!
| |
| ઘરમાં એકલતાએ ઈંડાં મૂક્યાં છે
| |
| ને સન્નાટો સેવે છે દિવસ ને રાત...
| |
| બોબડી બોલાશ ને બ્હેરી હવાઓ
| |
| બાવળિયા વેળાઓ વાગે છે ને
| |
| મારી વ્હાલી ભાષા લોહીલુહાણ થૈ જાય છે!
| |
|
| |
| અમને બેઉ છેડેથી સળગાવીને
| |
| કયા ભવનાં કયાં વેર વાળો છો?
| |
| હે દેવ...!
| |
| </poem>
| |
|
| |
| <poem>
| |
| '''૪'''
| |
| મેં તો કાયમ વાટ જોઈ છે –
| |
| પાનખરના પડાવ ઊઠશે, ને –
| |
| ડાળે ડાળે કથ્થાઈ કૂંપળો ફૂટશે
| |
| ઝાડની છાયામાં સૂતી ધૂળમાં
| |
| ડમરી ઊઠશે, પછી –
| |
| કૂંપળ કળી ઊઘડી ને ફૂલ બનશે
| |
| પંખીઓ વસંત ગાશે
| |
| લીલા વાયરા વાશે
| |
| વણઝારા પોઠો લઈને પાછા ફરશે
| |
| પાદર ઘૂમર માંડીને ગાશે
| |
| લોક ઓળો ને પૉંક ખાશે
| |
| તે એઈ... ને લીલા લ્હેર...
| |
| પરંતુ અચાનક આ અવળી ચૉટ શાની છે?
| |
| ભીતરમાં ફરતી શારડીએ તો
| |
| આડો આંક વાળ્યો છે
| |
| હોવાપણું ચાળણી ચાળણી થઈ ગયું છે
| |
| દૂઝણી વેળાઓ દોહવાતી નથી હવે
| |
| તે નજરુંનાં ઝેરે ઝેરે
| |
| ઘેરે ઘેરે ને નસે ને નાડીએ
| |
| વાડે વગડે તથા જંગલ ઝાડીએ
| |
| દવની જિહ્વા લપકારા લેતી ફરે છે
| |
| તાગે છે ઓળાઓ તળને
| |
| બોલે ને બાળે
| |
| ધગધગતું સીસું ઢાળે તે –
| |
| વેઠીને વેઠ્યું ના જાય ને
| |
| જીવીને જીત્યું ના જાય તે –
| |
| કયા ભવમાં અમે
| |
| તમારી ગાયો તરસી પાછી વાળેલી? હેં?
| |
| તે શાની શિક્ષા થાય છે, અમને... આમ?
| |
| શું કામ??
| |
| જવાબ આપો દેવ!!
| |
| બોલતા કેમ નથી??
| |
| મોંમાં મગ ભર્યા છે??
| |
| મેં તો કાયમ વાટ જોઈ છે –
| |
| તમારા જવાબની વાટ
| |
| કાયમ...!
| |
| </poem>
| |
|
| |
| == નદી ==
| |
|
| |
| <poem>
| |
| એવું નથી કે નદી કેવળ
| |
| નક્ષત્રલોકમાં વહે છે
| |
| નદી ઊતરે છે પ્હાડોમાં
| |
| જંગલ-ઝાડોમાં, જટામાં
| |
| જળપરી થઈને વિહરવા
| |
| વણખૂંદ્યા ખોળે ખેલવા
| |
| નદી ઊતરે છે ઊંડાણોમાં
| |
| વનમાં જન-મનમાં વ્હેતી
| |
| ઝમઝમ ઝમે ઝીણું ઝીણું
| |
| અબોટ ખીણોમાં કુંવારકા નદી
| |
| રૂપાનાં ઝાંઝર જેવી
| |
| રજતવર્ણી આકાશગંગા જાણે
| |
| ભેખડો પરથી ભૂસકા મારે
| |
| પૃથ્વીના પડતર પ્રદેશોમાં
| |
| વેદનાને વ્હાલ કરતી
| |
| નદી વહે છે તીણી કસક લઈને
| |
| એકલી એકાંત થઈને
| |
| રગેરગમાં રહેતી
| |
| આદિમતાની વાત કહેતી
| |
| નિર્દોષ નદી કોશેકોશમાં
| |
| જાગતી રહે છે જન્મારો
| |
| પિતૃગૃહે –
| |
| કદી પાછી ફરતી નથી નદી...
| |
| સદી પછી સદી સૌન્દર્યવતી
| |
| કાળની વાતોમાં વહી જતી રાતોમાં
| |
| સીમને સુવર્ણ સુવર્ણ કરી દેતી
| |
| નદી-તડકાની જમાતોમાં
| |
| પૃથ્વીના પથ્થરિયા ડૂમાને
| |
| દેવ બનાવવા સદા તત્પર તે –
| |
| આપણી ઉદાસ સાંજને
| |
| આરતીમાં પલટી દેવા
| |
| આવી પૂગે છે ગામના પાદરે
| |
| ગામને કેડ્ય ઉપર તેડી લેતી
| |
| કુંવારી માતા જાણે
| |
| કામણગારી તે કાયમ ચાહવા જેવી
| |
| અનહદની આર્દ્ર એંધાણીઓ લઈને
| |
| દીવાની જેમ પ્રગટે છે પાંપણે પાંપણે
| |
| ઝાકળનાં જળ થઈને
| |
| સવારે સાંજરે વારેવારે નદી
| |
| ઊતરે છેક પાતાળે
| |
| ચઢે તરુવરની ડાળે ડાળે...
| |
|
| |
| ઢાળ ભાળી ઢળતી
| |
| મૂળથી ભોળી તે ભૂલથી
| |
| જઈ ચઢી શહેરમાં સહેલવા
| |
| ને નખરાંખોર શહેર તો નકટું
| |
| નિર્દય ને નિષ્ઠુર નિર્વસ્ત્ર
| |
| કાળવું ભૂખાળવું
| |
| ન્હોર મારે બીકાળવું
| |
| ઉઝરડે છાતી ઝેરી ગોબરાં જળ
| |
| કયા જનમનાં વેરી ગંધાતાં...
| |
|
| |
| લીરેલીરા કરે ઊતરડે મરડે
| |
| અંગાંગને પ્રજાળે બાળે તરડે
| |
| બળતી તિરાડો ગળી જાય નદી
| |
| બેબાકળી બાવરી ભડભડ
| |
| બળી જાય નદી
| |
| સદી પછી સદી
| |
| તરસી ને તરસી
| |
| એ જ નદી...
| |
| </poem>
| |
|
| |
| == ખેતરો ==
| |
|
| |
| <poem>
| |
| એવું રખે માનતા કે –
| |
| ખેતરો કેવળ સીમમાં રહે છે
| |
| ખેતરો આવે છે વાડામાં, ખળામાં
| |
| ફળિયાં વીંધી પ્રવેશે છે પડસાળે-ઓરડે
| |
| કોઠારે, કોઠીએ ઓળખ તાજી કરતાં
| |
| ફરી વળે છે ઘરમાં, ઘટમાં ખેતરો
| |
| ખેતરો બોલે છે મન ખોલે છે
| |
| તગતગે છે આંખોમાં આખેઆખાં...
| |
|
| |
| શાંત ને શાણાં દેખાતાં મોસમી –
| |
| ખેતરો માથું ઊંચકે છે
| |
| જંગે ચડે છે આકાશે અડે છે
| |
| પવન કહે તો માની જાય છે પળમાં
| |
| આંબા મહુડાના છાંયડા પી પીને
| |
| માટીની મોજ ગાય છે ખેતરો
| |
| આકરી બપોરના
| |
| બેપનાહ તડકા માટે
| |
| ખોળો પાથરતાં ખેતરો
| |
| ઉદાસ સાંજને લઈ લે છે આગોશમાં...
| |
|
| |
| પ્રવાસમાં માઈલો સુધી
| |
| હાથ ફેલાવી બોલાવતાં, કુંવારી –
| |
| સગર્ભા નારીના નમણા ચહેરા જેવાં
| |
| કાચી તૂરી સુગંધભર્યાં ખેતરો
| |
| ધુમ્મસનું મલમલ ઓઢી
| |
| ચાંદની થઈને તમારા
| |
| ઘરની બારી સુધી આવી જાય છે
| |
|
| |
| તમે સૂંઘ્યાં છે કદી ખેતરોને
| |
| ખરેખરી ખાતરીપૂર્વક હેતથી?!
| |
| કેવાં તો એકલવાયાં હોય છે એ...
| |
| ક્યારેક રઘવાટમાં કે ભૂલથી
| |
| શહેરની ભૂખાળવી સરહદ સુધી
| |
| આવતાં તો આવી જાય છે –
| |
| આ ભલાં ભોળાં માવતર ખેતરો
| |
| મકાઈને બદલે મકાનો ઊગતાં જોઈને
| |
| હબકી જાય છે બિચારાં બાપડાં
| |
| સિમેન્ટના સકંજામાંથી છૂટવા –
| |
| પાછાં વળવા વલવલતાં સિસકતાં
| |
| ધધકતાં ખેતરો
| |
| કદીય માફ નથી કરવાનાં આપણને
| |
| ફ્લેટમાં કેદ થઈ ગયેલાં આપણાં ખેતરો...
| |
| </poem>
| |
|
| |
| == શલ્ય ==
| |
|
| |
| <poem>
| |
| એ સાચું છે કે –
| |
| આપણી હથેળીથી જ શરૂ થાય છે આકાશ
| |
| તો એ પણ સત્ય છે કે –
| |
| આપણી ત્વચાની સરહદે જ
| |
| સમાપ્ત થાય છે આપણું અસ્તિત્વ
| |
| આ બીકાળવા દિવસો ને કાળવી રાતો
| |
| ભ્રાન્તિઓની ભાતો
| |
| આપણે ઓળખી શકતા નથી નભનો નાતો...
| |
|
| |
| આપણો જન્મ આપણી પસંદગી નથી
| |
| ને નહિ હોય મૃત્યુ પણ ઇચ્છામૃત્યુ!
| |
| આ પવનો જ પજવે છે પીડા થૈ થૈ ને...
| |
| રસ્તાઓ કાઢવામાં ને દોડતા રહેવામાં જ
| |
| હાંફી ગઈ છે વસ્તી ને તો ય હસવું પડે છે હંમેશાં
| |
| હોવાપણાની શૂળ વાગે છે ભણકારાની જેમ
| |
| ને લોહીલુહાણ કરે છે કાળકારસાની ભાષાઓ...
| |
|
| |
| પોલા ને પોચા, ભલા ને ભારાડી છીએ આપણે
| |
| વળી ભણતરે ભણેલા ભરતીઓટ, તે ઠોઠ આપણે
| |
| જાત ને જંતુને જાણવાથી બચવા મથતા આપણે
| |
| રોજ નીકળી જઈએ અસલથી દૂર ને દૂર
| |
| સાંજ પડે ગુફામાં પરત ફરીએ છીએ –
| |
| પડછાયા વિનાના ભદ્ર-સંસ્કારી!
| |
| તૂટીને ય છૂટી શકતા નથી આપણે આપણાથી
| |
| નિર્ભ્રાન્ત થઈને ય નાસી શકતા નથી
| |
| નિષ્ઠુર સમયની જાળમાં ઊભેલા આપણે...
| |
| </poem>
| |
|
| |
| == મરણ તરફ ==
| |
|
| |
| <poem>
| |
| હાથમાંથી વાસણ પડી જાય એમ
| |
| આ જીવતર પણ પડી તો નહી જાય – ?
| |
| એવી બીક લાગે છે...
| |
| પળોજણોને પાળવાની ક્યાં સુધી?
| |
| આપણા વડે એમાંથી કોઈ નવી પૃથ્વી તો
| |
| જન્મી શકવાની નથી!
| |
| કંથેરના જાળામાં આકાશ ઈંડાં મૂકશે, તોય
| |
| પવન પાંખો આપીને ઉરાડી જશે પોતાની સાથે...
| |
|
| |
| ભર્યા ફળિયામાં જીવતર અવાવરું અને પડતર;
| |
| ઘડતર ઘરેડ બની રુંધતું રહ્યું નવતર નાદને
| |
| ઓરડે ઓરડે અંધારાની રમત ચાલે છે
| |
| ચારેબાજુ કોઈ ચોકી કરે છે આપણી
| |
| નખશિખ નિર્જનતા ઘેરી વળે છે ત્યારેય
| |
| કોઈ ફર્યા કરે છે અંદર ને વળી અરવ...
| |
|
| |
| બહુ દૂર નથી જવાનું આમ તો
| |
| ધૂળથી મૂળ સુધી ને
| |
| કૂંપળથી કળી સુધી
| |
| અંકુરથી સુક્કી સળી સુધીની આ યાત્રા
| |
| કાતરા કાપી ખાય છે નિત્ય ને નીરવ
| |
| શેરીના છેલ્લા ઝાડ પર ઘડીક
| |
| સૂનમૂન બેસીને તકડો ઊડી જાય છે
| |
| પછી પાંખો વીંઝતું કાળું કાળું પ્હાડ જેવું પંખી
| |
| પાસે ને પાસે બહુ પાસે – ચોપાસે...
| |
| બીકમાં ને બીકમાં
| |
| હાથમાંથી જમવાની થાળી છૂટી જાય છે
| |
| બા બૂમ પાડી ઊઠે છે, ને –
| |
| દીવો રામ થઈ જાય છે...
| |
| </poem>
| |
|
| |
| == ઉપેક્ષા ==
| |
|
| |
| <poem>
| |
| બળ્યાં ઝળ્યાં ઝાડવાં કશુંય બોલ્યાં નહીં
| |
| કપાઈ ગયેલાં ખેતરોએ મુખ ફેરવી લીધું
| |
| સુક્કા શેઢાઓ જાળ નાખીને બેસી રહ્યા
| |
| તીખાં તીણાં તણખલાં
| |
| ઘડીક તલવાર તાણીને ટટ્ટાર થયાં
| |
| દાંત કચકચાવતા તોતિંગ તડકાઓ
| |
| અવળી પૂંઠે ઊભા રહ્યા – આઘા આઘા
| |
| કંથેર કાંટાળી વાડ વાગે એટલી વેગળી રહી
| |
| નકરા પડતરમાં ઊગેલા નફકરા આવળ
| |
| એય અજાણ્યા થઈ આડું જોઈ રહ્યા
| |
| તણખતી તગતગ થતી તરસી વેળાઓ
| |
| અડ્યે અભડાતી હોય એમ છેટી રહી
| |
| આક્રમક અંધારાને આંતરી, જંપી ગયેલાં
| |
| આળસુ એદી નેેળિયાં જાગ્યાં નહીં
| |
| હિજરાતો હવડ કૂવો પણ મૂંગો રહ્યો
| |
| ખાલીખમ સુગરીમાળા પણ સૂના મૂંગામંતર
| |
| આકળા બેબાકળા બનીને મેં જોયું મારી અંદર
| |
| તો ત્યાં હું પણ ન્હોતો
| |
| મેં પૂછ્યુંઃ હું ક્યાં છું?
| |
| પણ કશેથી કોઈ બોલ્યું જ નહિ...
| |
| </poem>
| |
|
| |
| == માટી અને મેઘ ==
| |
|
| |
| <poem>
| |
| માટી અને મેઘનાં મન મળી ગયાં છે
| |
| આ તડકો અને ઘાસ એવાં તો ભળી ગયાં છે –
| |
| કે નોખાં પાડી શકાતાં નથી પરસ્પરને
| |
| કઈ સોનાસળી ને કઈ કિરણસળી...!
| |
| હળી ગઈ છે હવાઓ મોસમી પવનો સાથે
| |
| તે ઘાસમાં ઘૂમરીઓ ખાય છે આકાશ!
| |
| પૃથ્વી સ્પંદિત થઈ ઊઠી છે આજે...
| |
| દરજીડો પાન સીવીને માળો રચે છે
| |
| રતુંબડો રાગ છલકાય છે કૂંપળે કૂંપળે
| |
| કાબરી ગાયે પાસો મૂક્યો હોય એમ –
| |
| આભલું વરસે છે... ધરતી તેજ તેજ છે...
| |
| સીતાફળીની ડાળે ડાળે સારા દ્હાડા બેઠા છે!
| |
| અરે! આ તો ધૂપ-છાંવ કે અલખની પ્રીતિ?
| |
| આ તરુઘટાઓ છે કે મેઘમાટીની અભિવ્યક્તિ રીતિ?!
| |
| ખેતરે ખેતરે ઝાંઝરી ને –
| |
| ઋતુની ખંજરી વાગે છે દિવસરાત...
| |
| કાંટાળી વાડે વાડે ફૂલોવાળી વેલ ચઢી છે –
| |
| હવે, કવિતા લખવાની જરૂર જ ક્યાં છે? –
| |
| મેઘ અને માટીનાં મન મળી ગયાં છે...
| |
| </poem>
| |
|
| |
| == તુંઃ કવિતા ==
| |
|
| |
| <poem>
| |
| આંબે મંજરી આવે એમ
| |
| તું આવે છે હોઠ સુધી
| |
| પાતાળો વીંધીને...
| |
| કૂંપળે કૂંપળે લીલાશ
| |
| આંખોમાં ભીનાશ
| |
| તું હણહણતી ઋતુ
| |
| રણઝણતી મહેક
| |
| રોમેરોમે તું
| |
| ઊઘડે તડકો થઈને
| |
| હવાઓ રમણે ચઢે
| |
| કાંટાળા થૉરને
| |
| વેલ વીંટળાઈ વળે
| |
| તીતીઘોડા જોડું બનાવે
| |
| ઊંડે ધરબાયેલી ગાંઠને
| |
| પાછો અંકુર ફૂટે
| |
| ખેડેલા ખેતરની
| |
| કંસાર જેવી માટીમાં
| |
| પિયતનાં પાણી પ્રવેશે
| |
| એમ તું પ્રવેશે છે કણેકણમાં
| |
| હવે ચાસે ચાસે લહેર ઊઠશે
| |
| તું મૉલ થઈને
| |
| લચી પડશે ખેતરમાં –
| |
| મારામાં...!
| |
| </poem>
| |
|
| |
| == મારે તો ==
| |
|
| |
| <poem>
| |
| મારે તો માટી થવું હતું
| |
| બીજ બનીને ઊગવું હતું
| |
| મ્હોરીને મ્હેકવું હતું
| |
| ખેતરમાં મૉલ બનીને
| |
| શીખવું હતું સહન કરતાં –
| |
| વૃક્ષ થઈને, ભણવી હતી ઋતુઓ...
| |
|
| |
| પહાડોવનો કોતર કરાડો
| |
| ખૂંદવા હતાં ઝરણું થઈને
| |
| ગાવું હતું પ્રેમનું ગીત –
| |
| પંખી થઈને, – આંબવું હતું આકાશ...
| |
|
| |
| કૂંપળ કળી ને પુષ્પ થવું હતું
| |
| સુગંધિત પવન થઈને
| |
| પહોંચવું હતું નક્ષત્રલોકમાં
| |
| વર્ષા બનીને વરસવું હતું
| |
| તરસી તરડાયેલી ધરતી પર
| |
| મ્હેક થઈને મટી જવું હતું ઘડીક...
| |
|
| |
| જરીક જંપી જવું હતું
| |
| પતંગિયું થઈને પુષ્પની ગોદમાં...
| |
| ને તેં મને માણસ બનાવ્યો?!
| |
| અરે અરે... મને પૂરેપૂરું –
| |
| ચાહતાં ય ક્યાં આવડે છે હજી...?!
| |
| </poem>
| |
|
| |
| == તું... ==
| |
|
| |
| <poem>
| |
| તું જ તો છે માટીમાં
| |
| ને વૃક્ષોમાં પણ તું જ...
| |
| તું અવનિ અને આકાશની
| |
| ભૂરી ભૂરી આશા...
| |
| માટીમાં મહેક ને વૃક્ષોમાં સ્વાદ
| |
| પાંદડે પાંદડે તારા જ તો રંગો છે
| |
| ને પત્તી પત્તીએ સુગંધ...
| |
| તું જાણે છે –
| |
| રાગ અને આગ એક જ તો છે...
| |
|
| |
| ઋતુઓ તને જોઈને વસ્ત્રો બદલે છે
| |
| પવન ભણે તારી પાસે સુવાસના પાઠ
| |
| તડકો શીખે રંગો ઘૂંટતા તારી કને
| |
| તારી ઓથે અંધારું રચે રૂપ-આકારો
| |
| સવાર તારાથી જ છે ભીની ભીની
| |
| ને તને અડીને સમય કોમળ કોમળ...
| |
|
| |
| વસંત પંચમી પહેલાં જ
| |
| આંબે આંબે
| |
| મંજરી થઈને લચી પડે છે તું
| |
| પૃથ્વી થોડે ઊંચે ઊંચકાઈ છે
| |
| ને આકાશ ખાસ્સું નીચે ઊતર્યું છે
| |
| હું આટલો સમૃદ્ધ ને પ્રસન્ન
| |
| ન્હોતો કદીય
| |
| અવનિ અને આકાશ વચ્ચે...
| |
| </poem>
| |
|
| |
| ==અમેરિકાનાં પાનખર વૃક્ષોને –==
| |
|
| |
| <poem>
| |
| સલામ!
| |
| અમેરિકાનાં પાનખરવૃક્ષો,
| |
| તમને સલામ!
| |
| આમ અસલથી ઊભેલાં જોયાં છે
| |
| તમને ધીરગંભીર ઠરેલ
| |
| સદીઓથી સંસ્કૃતિ સાચવતાં શિષ્ટ પ્રશિષ્ટ!
| |
| પહાડો ખીણો વનો ઉપવનો મેદાનોમાં
| |
| મદમસ્ત જોયાં છે તમને લીલાશ છાંટતાં...
| |
| પણ રંગે રાતાં માતાં તે
| |
| રંગેચંગે જંગે ચડતાં તો
| |
| આજે જ જોયાં જંગલોમાં ઝળહળતાં
| |
| રંગદર્શી છટાઓથી છટપટાતાં, તે –
| |
| કત્લેઆમ કરતાં ક્યાંથી શીખ્યાં છો?
| |
| અમેરિકાનાં પાનખર-વૃક્ષો, સલામ!
| |
| સરેઆમ લીલી કટોરીઓમાં
| |
| ભરી ભરી પીધેલા હજારો સૂરજ
| |
| સળગી ઊઠ્યા છે એક સામટા આજે –
| |
| તમારામાં પ્રગટ્યો છે રંગ લીલાનો વિભાવ
| |
| કહો કે લીલાની રંગ લીલાનો સ્વભાવ;
| |
| પૃથ્વીનો એક માત્ર રંગ લીલો, તે –
| |
| આમ અચાનક આજે આ
| |
| દઝાડતા – ઠારતા – બળબળતું બ્હેકાવતા
| |
| રંગમેળાઓ આગ અને રાગના
| |
| અમારી આંખે ઝિલાય તો છે
| |
| પણ સમાતા નથી એ રાતામાતા રંગો
| |
| ભાષાના પાત્રમાં... હે પાનખરના સાથીઓ!
| |
| પાંદડે પાંદડે વિશેષણો તો ક્યાંથી લાવું?!
| |
| અવનિના ખોળામાં અગ્નિ થઈ
| |
| મ્હાલતી આ માયાને – તમારી કાયાને
| |
| અચંબિત આભ જોયા કરે છે... ને હુંય!
| |
| આ મારકણો મરુન ને મસ્તીખોર લાલ
| |
| જાંબલી ભાલાઓના પરપલ પ્રહારો
| |
| ધોવાઈને ઊજળો થયેલો કથ્થાઈ – કિરમજી
| |
| ને સંતાતો ફરતો રાખોડી ભૂરો ને નારંગી
| |
| રાતી-પીળી છટાઓ છાકટી થઈ ફરે...
| |
| સૂની શેરીમાં કેસરી સવાર તરે છે
| |
| આ શુદ્ધ સુવર્ણ શો તડકો ટાઢો હિમ
| |
| રંગોની અંગીઠીમાં અંગો શેકવા
| |
| ફરી વળે છે ઝાડવે ઝાડવે...
| |
| ને પેલા પહાડો પરથી રાતી પીળી
| |
| ખીણોમાં ખાબકતી રંગછટાઓ
| |
| રાજસ્થાનમાં જૌહર કરતી
| |
| રજપૂતાણીઓ છે કે શું?
| |
| હે પાનખરનાં વૃક્ષો!
| |
| તમે તો ક્યાંથી ઓળખો એમને?
| |
| એ મરી જાણતી હતી એમ ગર્વથી
| |
| ગૌરવથી કેસરિયાં કરતા પતિની જેમ...
| |
| ઋતુના રંગો પ્હેરતાં પ્હેરતાં
| |
| પવનમાં લ્હેરાતાં લ્હેરતાં ખુમારીથી
| |
| ખરી જવાનું આવડે છે તમને ય...
| |
| ઝિંદાદિલી તો કોઈ તમારી પાસેથી શીખે...
| |
| સલામ! હે પાનખર વૃક્ષો... અલવિદા...
| |
| </poem>
| |
|
| |
| == અલવિદા! અમેરિકાનાં વૃક્ષો... ==
| |
|
| |
| <poem>
| |
| આવજો... વ્હાલાં!
| |
| અલવિદા! અમેરિકાનાં વૃક્ષો...
| |
| તમેય મને ગમતાં છો – ઓક, મેપલ ને પાઇન!
| |
| આમ તમને છોડી જવાનું ગમતું તો નથી,
| |
| પણ, ત્યાં મારાં વતનગામમાં, માતાના –
| |
| ડુંગર માથે કેસરિયાં કરતો ફાગણિયો
| |
| પૂર્વજ કેસૂડો હાક મારે છે. સાંભળો છો તમે?!
| |
| આગની આંચ મને બાવરું બાવરું બોલાવે છે
| |
| એ શીમળા તો તમે ક્યાંથી જોયા હોય?
| |
| ભીંતે કંકુથાપા દેતી કન્યાની હિંગળોક
| |
| કંકુ હથેળીઓ જેવાં એનાં ફૂલો હઠીલાં
| |
| મને અજંપ કરી મૂકે છે... આટલે દૂર!
| |
| ને મુંબઈ ઍરપૉર્ટના રન-વેના છેડા સુધી
| |
| મને વળાવવા આવેલા ગુલમોર-ગરમાળાઃ
| |
| – અમે એકબીજાને મળીએ ત્યારે જ મ્હોરીએ છીએ...
| |
| જાણું છું સુગંધો તમારાથી છેટી રહે છે
| |
| અમારા મ્હોરેલા આંબાની છટા અને ઘટા
| |
| એની મંજરીની માદક મ્હેક તમે જરાક
| |
| સૂંઘો તો તમને માટીમાં મળી જવાનું મન થાય...
| |
| થાય કે નિર્ગંધ અવતાર તો ધૂળ છે...!
| |
| અમે તો કડવો લીમડો ઘોળનારા ને
| |
| ખાટી આમલી ખાનારા ખાનાબદોશ છીએ
| |
| રંગો ને ફૂલો તો તમારાં ય સુંદર છે
| |
| ચૅરીબ્લોઝમ મને ય આકર્ષે છે પણ
| |
| મૂળમાટીએ આપેલી ને રોમેરોમે
| |
| દીવા પ્રગટાવતી સુગંધો તો
| |
| અમારા કેવડિયા – નાગચંપા – કૈલાસપતિમાં છે
| |
| ચૈત્રમાં ખીલેલા આંકલાની આક્રમક ગંધ
| |
| ભાલા લઈને રસ્તો રોકે છે
| |
| મ્હોરેલી અરણીઓ ચૈત્રી રાત્રિને જ નહિ
| |
| કવિની કવિતાને ય મઘમઘતી કરી દે છે
| |
| પારિજાત વનોને ય મ્હેકાવે છે – સ્વર્ગમાં!
| |
| બ્હેકાવે છે બાવરી નારને મધુકુન્દિકા...!
| |
| ને જંગલોને ગાંડા કરતો મહુડો અહીં ક્યાં છે?
| |
| અમારું કદમ્બ સાદ પાડે છે મને સદીઓથી...
| |
| રજા આપો, અમેરિકાનાં વ્હાલાં વૃક્ષો...
| |
| અલવિદા! આવજો...
| |
| </poem>
| |
|
| |
| == કોણ છે એ...? ==
| |
|
| |
| <poem>
| |
| એ કોણ છે જે એનું જ ધાર્યું કરે છેે?
| |
| મારામાં રહીને મને જ અજંપ કરે છે!
| |
| બારેમાસ બાવનની બહાર ને અંદર નિર્દય ને નીરવ
| |
| જાળ નાખીને બેસી રહે છે મારામાં મને પકડવા!
| |
| મક્કમ રહીને માથું ખાય છે છાનુંછપનું પૂછી પૂછીને કે
| |
| તું કોણ છે ને શા માટે છે? મસ્તીખોર –
| |
| શક્કરખોર છે કે શકોરું?
| |
| રોજેરોજ કઠોરતા સાથે ઘસી ઘસીને
| |
| મને ધાર કાઢે છે પણ વાર કરતાં વારે છે
| |
| એ કોણ છે? જે ઊભો રહે છે મારામાં –
| |
| ને મને ઊઠબેસ કરાવે છે કાયમ
| |
| જે દોડતો નથી પણ દોડાવીને દમ કાઢે છે
| |
| ગમ પડવા દેતો નથી ગડની ને
| |
| ઓળખ આપતો નથી જડના જડની...
| |
| મૂળમાં ધૂળમાં કૂળમાં રગદોળે છે ને રાચે છે
| |
| ક કરવતથી કાપે છે ને મ મરજીથી માપે છે
| |
| કળથી કેળવે છે પળેપળ પ્રજાળે છે બાળે છે
| |
| ભૂખ શીખવાડી ભમતો રાખે છે પછાડા નાખે છે
| |
| મોટો કરીને શાપે છે ને એ ય પછી
| |
| નિરાંતે તાપે છે તાપણું કરીને મારામાં સતત
| |
| કોણ છે એ જે બધું જ ધૂળમાંથી મેળવે છે
| |
| ને ધૂળમાં મેળવે છે બધું જ –
| |
| કોણ છે એ કાના માતર વગરનો
| |
| મારામાં – તમારામાં – તેનામાં – તેઓમાં
| |
| કોણ છે એ જે –
| |
| </poem>
| |
|
| |
| == હું પાછો આવીશ... ==
| |
|
| |
| <poem>
| |
| હું પાછો આવીશ –
| |
| દંતકથા જેવા આ મારા ગામમાં...
| |
| કોથળિયા ડુંગર પર
| |
| લાખા વણજારાનો ખજાનો દટાયેલો છે હજીય
| |
| એ ચરુના રણકાર રાતદિવસ સંભળાય છે સતત...
| |
| ને મારી મહીસાગરમાના ઊંડા ધરામાં
| |
| વસે છે મણિધર ફણિધર નાગ, મણિ લઈને –
| |
| હજી ય તે રાતે ચરવા નીકળે છે બ્હાર
| |
| જોજનો જોજનો ફેલાતાં એનાં અજવાળાં
| |
| એ અજવાળાની ધારે ધારે વહ્યો આવીશ પાછો...
| |
| પેલી આથમણી ટેકરીઓના ઢોળાવે ઢાળે
| |
| ટીમરુનાં ઝાડ ઝૂલે છે, ને –
| |
| એનાં પાનમાં વાળેલી બીડીઓ પીવાય છે હજી
| |
| હું એ બીડીઓની સુવાસ લેવા પાછો આવીશ...
| |
| કોતર ધારે બાવળ ડાળે ઝૂલતા સુગરી માળે ઝૂલવા –
| |
| જલદી પાછો આવીશ!
| |
|
| |
| પ્હેલા વરસાદે ફૉરી ઊઠતી
| |
| માટીની આદિમ મ્હેક લેવા
| |
| કંકુવર્ણી મખમલી ઇન્દ્રગોપ થઈને
| |
| ખેતરે ખેતરે વરસી પડીશ...
| |
| ગોકળ ગાયનું રૂપ ધરીને
| |
| પેલી રાતીપીળી ટેકરીઓના
| |
| લીલેરા ઢાળ ચઢવા ઉતરવા
| |
| હું પાછો આવીશ પાલ્લા ગામમાં...!
| |
| નદી કિનારે છાનુંછપનું ન્હાતી –
| |
| વયમાં આવેલી બેનદીકરીઓની લજ્જા અને
| |
| કૂવા કાંઠે પાણી ભરતી વહુવારુઓની મજાક –
| |
| જોવા સાંભળવા ને સૂંઘવા-ચાખવા હું પાછો આવીશ...
| |
| ચાસેચાસે લ્હેરાતા માટીના શ્વાસ
| |
| શેઢે શેઢે કલગી ઝુલાવતું લાંબડું ઘાસ
| |
| ને ચામર ચળકાવતાં કાશ...
| |
| મકાઈના ખેતરમાં વાગતી પવનખંજરી
| |
| ડૂંડે ડૂંડે ડોલતી બાજરી... જોબનની હાજરી
| |
| સુગંધ રણકાવતી ડાંગરની સોન-કંટીઓના
| |
| ઉલ્લાસે ઓળઘોળ સીમને મળવા
| |
| હું પાછો આવીશ –
| |
| ખળામાં હાલરું હાંકવા... મોસમ ઉપણવા
| |
| કૂવામાં કબૂતર ને તાર પર હોલો થૈ બેસવા
| |
| તરસ્યાં તેતર છાતીમાં લઈને
| |
| હું આવીશ... ચાસ ને કલકલિયો થઈને!
| |
| કાળે ઉનાળે ય નહીં સૂકાતો
| |
| ચીડો થઈને હું –
| |
| ઊગી નીકળીશ ખેતરે ખેતરે...
| |
|
| |
| (ચીડોઃ કદી નહીં સૂકાતું, ગાંઠમાંથી ફૂટતું રહેતું ફાંકડું ઘાસ)
| |
| </poem>
| |
|
| |
| == (એક સાદીસીધી કવિતા) ==
| |
| '''<big>કાશીરામ કાકાની વાત</big>'''
| |
|
| |
| <poem>
| |
| કરમસદના કાશીરામકાકા કશે જતા નથી
| |
| એ ભલા ને ભલી એમની કેળ બાજરી
| |
| ખમતીધર ખોરડાના ધણીની ખેતીમાં
| |
| કણનું મણ થાય ને કાયા પરસેવે ન્હાય
| |
| હાથી મૂકો તો ય પાછો પડે એવી કેળ
| |
| તે લૂમો લેવા મુંબાઈનો મારવાડી આવે...
| |
|
| |
| ટ્રેક્ટરનો જમાનો આવ્યો તે એય લાવ્યા
| |
| પણ હળબળદ ને ગાડુંઃ વાડામાં તૈયાર હોય
| |
| યંત્રોનું એવું તે ખરે તાકડે બગડી બતાવે
| |
| ને વીજળી તો વારે વારે પિયર જાય, એટલે
| |
| પંપ બાપડા પાંગળા, છતે ડિઝલે ઓશિયાળા...
| |
|
| |
| કાશીરામકાકા કહે છે કે –
| |
| "ઋતુઓ રાજાનીય રાહ નથી જોતી
| |
| ને ધરતીમાતા બીજ નથી ખોતી
| |
| બાકી જિન્દગી અને ધોતી ઘસાય... જર્જર થાય...
| |
| આ જુવોને પંડનાં છોકરાં પરદેશ ગયાં તે
| |
| જમીન થોડી પડતર રખાય છે, હેં!
| |
| માલિકે આપણી વેઠવા વાસ્તે વરણી કરી તે
| |
| આપણે જાતને સાવરણી કરી –
| |
| લીલાલ્હેર તે આ સ્તો વળી...!"
| |
|
| |
| કાશીરામકાકાનો સંદીપ
| |
| સીમાને પરણીને સીડની ગયો
| |
| વિનોદ વિધિને પરણીને વેનકુંઅર જઈ વસ્યો
| |
| ને બીના બોરસદના બિપિનને પરણીને
| |
| બાલ્ટીમોરમાં, – હા બાબરી બાધા માટે બધાં
| |
| બે વર્ષે આવે, પણ –
| |
| બાજરીનું ખેતર તો બાધરને જ સાચવવાનું...!
| |
|
| |
| કાશીરામકાકા તો કશે જતા નથી, પણ –
| |
| સરદાર પટેલનાં વતનવાસીઓ
| |
| શિકાગોમાં ઘણાં... કે ત્યાં ચરોતરની
| |
| ન્યાત મળી, આરતી અને પ્રસાદ પછી
| |
| નક્કી થયું કે વતનની સેવા કરીએ!
| |
| કાશીરામકાકાને તેડીએ ને સન્માન કરીએ...
| |
| કાકા મને કહે કે – "મનુ ભૈ ચાલો ત્યારે
| |
| તમે ય પેન્સિલવેનિયામાં
| |
| પરેશનાં પોતરાંને રમાડતા આવજો..."
| |
| મોટા હૉલમાં મેળાવડો થયો
| |
| એકેય થાંભલા વિના આભલા જેવી છત...
| |
| કાશીરામકાકાને આઈપેડ આપ્યું ને
| |
| ઘઉંની સાથે ચીલ પાણી પીવે તેમ
| |
| મનુભૈને આઈફોન અર્પણ કરીને
| |
| ન્યાત તો રાજી રાજી...
| |
| અરે, કાશીરામકાકાને કહોઃ ‘બે શબ્દો બોલે...’
| |
| કાકાને થયું–ભલે ત્યારે! બોલ્યાઃ
| |
| "વ્હાલાં વતનવાસીઓ... ભગવાન ભલું કરજો!
| |
| આપણી ભૂમિ તે આપણી ભૂમિ! મોતી પાકે મોતી!
| |
| મેં નાપાડના નરસીને બોલાવીને નર્સરી સોંપી, તે –
| |
| બેપાંદડે થયો! ને એનો નીતિન
| |
| નર્સરીમાં રોપા ગણતાં ગણતાં
| |
| દાક્તરી કૉલેજમાં ગયો... બુદ્ધિ બુશના બાપની થોડી છે?!
| |
| પણ મૂળ વાત તો ભીતર ભોંયની છે, ભાઈઓ!
| |
| માલીપાનો ખાલીપો બઉ ખખડે હાં કે!
| |
| પ્રાર્થનાઓ કરીએ કે કૂતરાં પાળી બચીઓ ભરીએ–
| |
| –બધું જ ફાંફાં અને ફોતરાં છે–!
| |
| ભીતરની ભોમકા ફળવતી જળવતી બને તો ભયો ભયો
| |
| અમેરિકાએ આટલું શીખવાનું છે...
| |
| બાકી તો પરિશ્રમ જ પારસમણિ છે...
| |
| બહેનો ને બંધુઓ! સુખી થજો ને સુખી કરજો..."
| |
|
| |
| દેશીઓ કાશીરામકાકાને કેટલું સમજ્યા
| |
| એની તો ખબર નથી પડી
| |
| પણ સીઆઈઆઈએ એ આ ટૂંકા પ્રવચન વિશે
| |
| લાંબો અભ્યાસ કરવા કમર કસી છે, ને –
| |
| કાશીરામકાકા કરમસદ આવી ગયા છે.
| |
| </poem>
| |
|
| |
| == ક્યાં ગયા એ લોકો? ==
| |
|
| |
| <poem>
| |
| મને ગમતા હતા એ લોકો, જે –
| |
| અજાણ્યા વટેમારગુંને
| |
| ઘરે તેડી લાવી જમાડતા
| |
| તડકો પ્હેરી ખેતરે જતા
| |
| સાંજે, વરસાદે પલળતા પાછા વળતા
| |
| જ્યાં જતા ત્યાં
| |
| મારુંતારું કર્યા વગર કામે વળગતા
| |
| વિધવાને ખળે ખેતર લાવી આપતા
| |
| વહુવારુને બેડું ચઢાવતાં
| |
| જરાક મલકાઈ છલકાઈ જતા
| |
| કન્યાદાન માટે કરકસર કરી બચત કરતા...
| |
| વગડાને વ્હાલ કરતા
| |
| વાડે વાડે કંકોડીના વેલા વાવતા
| |
| એમનો પરસેવો પવનમાં પમરતો
| |
| ખેતરોમાં મૉલ થઈ ઝુલે છે હજીય...
| |
|
| |
| એ લોકો ગમતા હતા મને
| |
| જે ટેકરીઓમાં ગામ વસાવતા
| |
| સાપને સરકી જવા દેતા
| |
| ઉનાળાની ઊભી વાટે પરબ બંધાવતા
| |
| પગે ચાલી પરગામ જતા
| |
| નદી ઓળંગવા
| |
| પાણી ઉતરવાની વાટ જોતા
| |
| પાડોશીને ખાટલે નવું વાણ ભરી આપતા
| |
| ચાર ભજીયાં માટે જીવ બગાડતા
| |
| સીમમાં જતાં, લક્કડિયા માતાને
| |
| ગામની સુખાકારી માટે વિનવતા...
| |
|
| |
| એ લોકો પડતી રાતે પડસાળે બેસી
| |
| મહાભારત સાંભળતાં, ભરી સભામાં –
| |
| ભીષ્મના મૌન સામે અકળાઈ જતા,
| |
| બીજે દિવસે ઘરના વાડામાં
| |
| પીઠ પર પૃથ્વી મૂકી અવતાર ગણવા
| |
| નીકળેલી ગોકળગાયને જોઈને શાંત થૈ જતા,
| |
| ‘છાણના દેવને કપાસિયાની આંખો જ શોભે’ –
| |
| જેવી કહેવત ઘડતા
| |
| અમારી નિશાળની ચોપડી ઊંધી પકડી
| |
| ઉકેલવા મથતા અને પૂછતા –
| |
| આ ચોપડીને પાને પાને આટલાં બધાં
| |
| કીડીમંકોડા મરેલાં કેમ ચોંટાડ્યાં છે?
| |
| ભજનમાં કબીરની સાખી ગાતા
| |
| ક્યારેક પાદરના વડ નીચે ચૉરે
| |
| જાણે છે જ નહિ એમ બેસી રહેતા
| |
| એ લોકો, જેમને મેં
| |
| જાત અને ઝાડ સાથે
| |
| વાતો કરતા જોયા-સાંભળ્યા હતા...
| |
| શનિવારે એક ટાણું કરતા
| |
| કૂતરાને કટકો રોટલોને બિલાડીને
| |
| ઘીવાળો કોળિયો ભાત ખવડાવતા,
| |
| મેળે જતા ચગડોળે બેસી છેલ થતા
| |
| ને વળતાં પત્ની માટે
| |
| સાકરનું દેરુ ને બંગડી લાવતા,
| |
| બપોરે કૂવાકાંઠે પોતાનાં જોડી કપડાં
| |
| ધોઈ ને સૂકાવાની વાટ જોતાં જોતાં
| |
| પાદરના પાળિયા ને નવરાવીને
| |
| સિન્દુર ચઢાવતા...
| |
| ઝાયણીના દિવસે ઝાંપે જઈ અને –
| |
| ગામ આખાને ગળે મળતા –
| |
| મેં હજી હમણાં સુધી જોયા હતા
| |
| દરેક ગામમાં ને મારામાં ય – !
| |
| એમના ય વંશવારસો હતા...
| |
| હું શોધું છું એમને –
| |
| મને ગમતા હતા એ માણસો
| |
| ક્યાં ગૂમ થઈ ગયા એ...?
| |
| ક્યાં??
| |
| </poem>
| |
|
| |
| == ‘મૅર મૂઈ...’ ==
| |
|
| |
| <poem>
| |
| ઝાડવાએ ધારી ધારીને મને જોઈ...
| |
|
| |
| કૂંપળની જેમ હું ય શરમાઈ,
| |
| {{Space}} દોડી ગઈ હરખ સંતાડવાની ઑલે
| |
|
| |
| ‘ક્યાં છે તું...’ પૂછે શોબિગી ને
| |
| {{Space}} પીપળ પર કંસારા રઘવાયું બોલે
| |
| ‘મૅર મૂઈ...’ માએ કહ્યું ને –
| |
| {{Space}} હું તો માને વળગીને ખૂબ રોઈ...
| |
| ઝાડવાએ ધારી ધારીને મને જોઈ...
| |
|
| |
| પાંદડાંમાં સૂરજ ઊતરે ને એમ
| |
| {{Space}} મારામાં ઊતરે છે ઝળહળતું ઝાડવું
| |
| અણજાણ્યું પંખી કૈં એવું તો ગાય
| |
| {{Space}} મારે નામ એનું કેમ કરી પાડવું
| |
| હું જ મને શોધું છું ક્યારની
| |
| {{Space}} મેં જ મને રસ્તામાં ખોઈ...
| |
| ઝાડવાએ ધારી ધારીને મને જોઈ...
| |
| </poem>
| |
|
| |
| == ભીની આંખો ==
| |
|
| |
| <poem>
| |
| ભીની આંખો લૈ
| |
| બા, તું અમને મૂકી એકલાં ગૈ...!
| |
| તે દિવસથી આંખ અમારી
| |
| કદી ન કોરી થૈ... ભીની આંખો લૈ...
| |
|
| |
| બન્ધ બારણાં બારી જેવા
| |
| સગપણ વચ્ચે જીવીએ...
| |
| ખાલી ખાલી ખેતર જેવાં
| |
| દિવસ-રાતને વ્યર્થ શીવીએ –
| |
| દુઃખનો દોરો લૈ!
| |
| બા, તું અમને મૂકી એકલાં ગૈ...!
| |
|
| |
| વૃક્ષ વિનાની ધરતી જેવું
| |
| ઊનું જીવતર સૂનું લાગે...
| |
| જૂની સાંભરણ છાતી વચ્ચે
| |
| બળબળતું રણ થૈને જાગે –
| |
| વેળા તરસી લૈ...
| |
| આંખ અમારી હજી ન કોરી થૈ...
| |
|
| |
| બા, તું અમને મૂકી એકલાં ગૈ...
| |
| ભીની આંખો દઈ...!!
| |
| </poem>
| |
|
| |
| == પ્હાડોમાં... ==
| |
| ::'''(શિખરિણી – સૉનેટ)'''
| |
|
| |
| <poem>
| |
| મને આ પ્હાડોનો પરિચય નથી એક ભવનો,
| |
| ઘરોબો વર્ષોનો અયુત સદીઓ કૈં જનમનો...
| |
| તમે નૈ માનો, હું તરુવર હતો આ ગિરિવને
| |
| કદી આ ઢોળાવે, ખીણ-કૂહર ને ભેખડ કને.
| |
| વળી આ પ્હાડોમાં ધૂમસમય વાતાવરણ થૈ
| |
| ઝૂક્યો’તો ઝાડોમાં ઋતુ રણકતી રંગત લઈ...
| |
| વીંટાયો ડાળોમાં થડ થડ થયો વેલ ફૂલની
| |
| ધરાના રોમાંચે તૃણતૃણ પીધી ગન્ધ મૂળની!
| |
|
| |
| કદી આ પ્હાડોમાં ઋષિમુનિ થયો મંત્ર રચવા,
| |
| થઈ પાછો આવ્યો રૂપવતી, તપોભંગ કરવા...
| |
| સગી આંખે જોયા વનવસનમાં પાંડવ જતા,
| |
| વિયોગે સીતાના રઘુપતિ દીઠા વિહ્વળ થતા!
| |
| હવે જોવા મારે ઝખમ દૂઝતા પ્હાડ-તરુના?!
| |
| કયા એવા શાપે રગરગ બળું? તોય મરું ના...?
| |
| </poem>
| |
|
| |
| == દીવો બળતો નથી ==
| |
|
| |
| <poem>
| |
| હળથી થાકીપાકી છૂટેલા બળદ જેવું મનઃ
| |
| સાગરનાં મોજાં જેવો ધસી આવતો અંધકાર
| |
| ક્યાંય દીવો બળતો નથી...
| |
| શું હશે પહાડોમાં?
| |
| પહાડોની પેલે પાર શું હશે?
| |
|
| |
| રતિશ્રમિત ઊંઘેલાં પંખીઓના શ્વાસ સંભળાય છે,
| |
| ભૂંસાઈ ગયું છે બધું જ!
| |
| ટોળું-વિખૂટ્યા પંખી જેવો પવન
| |
| અજાણી કન્યાની આકર્ષક આંખો જેવાં નક્ષત્રો,
| |
| કામોત્સુક વન્યપશુઓના લીલા અવાજના
| |
| લોહીમાં વાગતા ભણકારા...
| |
| ને રીંછની જેમ સામેથી સૂંઘતી હવા,
| |
| ખરેલાં પાંદડાંની ભૂખરી સૂકી ગંધ
| |
| કાગળ જેવી સપાટ હથેલી,
| |
| નકશાની નદીઓ જેવી હથેલીની રેખાઓ
| |
| નાગ જેવું પગમાં વીંટાતા રસ્તાઓ...
| |
|
| |
| ગૂંચવાઈ ગયેલી દોરી જેવી સ્મૃતિઓ
| |
| વૃક્ષોની લાલ કાળી ખાટી તૂરી ગંધના ફુવારાઓ
| |
| બાળભેરુ જેવું ક્યાંક પગને પકડતું ઝરણું...
| |
| ને તાવ સમો કડવો બેસ્વાદ થાક...
| |
| ...મારા પ્રવાસમાં રોજ રોજ જોઉં છું,
| |
| ક્યાંય દીવો બળતો નથી તે શું હશે?
| |
| શું હશે પ્રવાસમાં?
| |
| </poem>
| |
|
| |
| == સારણેશ્વરમાં સાંજે ==
| |
|
| |
| <poem>
| |
| વનવટો પામેલાં
| |
| પંખીઓ વૃક્ષો લઈને જ ઊડી ગયાં હશે?
| |
| શબ્દો ખાલીખમ સૂગરીમાળે ઝૂરે
| |
| સૂકાં પાંદડાંના પીળા અવાજોમાં.
| |
|
| |
| ભીને પગલે વહી જતી ઓસરતી નદી
| |
| ઊભી રહી જાય કદીકકદી
| |
| વૃક્ષોની જાંબુડી છાયાઓ તરે જળમાં
| |
| એકલા ધડ જેવાં ધૂળિયાં ખંડેરો પર
| |
| ચૂંદડીના પાલવની ઝળહળતી કથ્થઈ ભાતનું તોરણ,
| |
| સુકાયેલાં અશ્રુ જેવાં તોળાઈ રહેલાં શિલ્પો
| |
| મૈથુનમગ્ન શિલ્પયુગલ પર
| |
| સુક્કાખંખ સમયની હવડ જીભ ફુગાયેલી
| |
| તડકાનો કાચિંડો રંગો બદલે
| |
|
| |
| ઢગલો થઈ પડેલો રાતા સમયનો કર્બૂર રથ
| |
| જીર્ણ મંદિરના પ્રાંગણમાં,
| |
| કબૂતરિયા રંગો રઝળે હવામાં
| |
| ટહુકતાં પુષ્પો સલામ સરખું ખરી પડ્યાં છે
| |
| થોડીક કીડીઓ તડકાના શબને દરમાં લઈ જવા મથે.
| |
|
| |
| વાદ્ય જેવું જંગલ
| |
| રસ્તા વચ્ચે આંધળી ચાકણ થૈને સૂતું છે
| |
| લક્કડખોદ મને ખોદ્યા કરે
| |
| ક્યાંક કૂંપળમાં કષ્ટાતી હશે મારી કવિતા?
| |
| કાલે કદાચ
| |
| પુષ્પોને લઈને પતંગિયાં
| |
| છવાઈ જશે જંગલ ઉપર...
| |
| ...!
| |
| </poem>
| |
|
| |
| == પોળોના પ્હાડોમાં (૩) ==
| |
|
| |
| <poem>
| |
| મને આપો મારો તરુપ્રણય પાછો પ્રથમનો
| |
| મને આપો પાછાં રુધિર રમતાં આદિમ વનો.
| |
| મને ઘેરી લે છે સરિત, તરુ, પ્હાડો, ગીચ વનો
| |
| મને શોધે મારાં હરિતવરણાં ગ્રામીણ જનો.
| |
| સંબંધો સન્દર્ભો ઉતરડી અને નાગરજનો
| |
| નર્યા સ્વાર્થે શોષે, નગર-રણની સંસ્કૃતિ જુઓ!
| |
| મને સ્થાપો મારા અસલ ઘરમાં, આદિમ જન
| |
| વહી આવું પાછો ત્યજી દઈ બધાં બંધન ઘન!
| |
| સ્તનો શાં શૃંગોમાં તરુવરતટે કે જળતટે
| |
| પુરાણી માટીમાં મુજ ઘર ભીનું હોવું જ ઘટે,
| |
| બધું ભૂલી જૈને કુસુમવત્ શા વાય પવનો
| |
| બધું ભૂલી જૈને તૃણવત્ ભમે આદિમ જનો.
| |
| મને આપો મારો તરુસમય પાછો પ્રથમનો
| |
| હું આદિવાસી છું અયુત શતકો તે જનમનો.
| |
| </poem>
| |
|
| |
| == કાળ ==
| |
|
| |
| <poem>
| |
| (ખંડકાવ્ય)
| |
| હણહણતું જંગલ મ્હેકાય
| |
| આભ ઉપર ઢોળાતું જાય
| |
| પર્વત ટોચે પહોંચી જોતાં સોળે દિશા ખૂલે
| |
| મનમાં મારા, જંગલ જોતાં
| |
| જનમ જનમનાં અજવાળાંએ ઝૂલે...
| |
| {{Space}} સાગ સીસમ ને સરગવા સાદડ શીમળા શાલ
| |
| {{Space}} મહુડા બહેડા બોેરડી ઉમરા જાંબુ તાલ
| |
| {{Space}} આંકલવા ઊંચા ઘણા ટીમરું કાળાં ધાડ
| |
| {{Space}} નામ વગરનાં ઉગીયાં અડોઅડ કૈં ઝાડ
| |
| {{Space}}{{Space}} ઝાડે ઝાડે દીવા બળે
| |
| {{Space}}{{Space}} અંધારાં ઝળહળે
| |
| {{Space}}{{Space}} એવા સમયની તળે
| |
| {{Space}}{{Space}} જંતુ જેવું મન મારું પાછું વળે
| |
| {{Space}} જંગલ જાતે રચ્યા કરે પડછાયાની ભાત
| |
| {{Space}} વચ્ચે એને સાંભરે માણસ ને મ્હોલાત
| |
| {{Space}} પણ જંગલ રમતું રહે : દિવસ પાછળ રાત
| |
| {{Space}} ફાનસ લઈ ફરતી રહે સમય નામની ઘાત
| |
| {{Space}}{{Space}} લીલી લીલી કણજીએ કૈં કેવડિયાના છોડ
| |
| {{Space}}{{Space}} ક્યાંક ફૂટ્યા છે ડાળીએ રાતા રાતા કોડ
| |
| {{Space}}{{Space}} ચઈતર ચંપો ખીલતો કેસૂડો બેજોડ
| |
| {{Space}}{{Space}} ઋતુ ઋતુના વાયરા લેતા કેવો મોડ!
| |
|
| |
| વૃક્ષોનાં તો ગામ વસ્યાં છે ટેકરીઓનાં ફળિયાં
| |
| આ પાન ફરકતાં દેખું એ તો આવાસોનાં નળિયાં
| |
| આ ઝાકળ બિન્દુ લાગે છે ઝળઝળિયાં
| |
| ક્યાંક અયોધ્યા હસ્તિનાપુર
| |
| કો’ક દટાયાં નેપૂર ઉપર વેલ ઊગી છે
| |
| ફૂલો એનાં સુગંધની ઘૂઘરીઓ
| |
| રાત પડે તે રણકી ઊઠે
| |
| કોની પૂંઠે?
| |
| {{Space}} જંગલની તો નોખી ને નખરાળી ગંધ
| |
| {{Space}} જંગલમાં અજવાળાં અંધ
| |
| {{Space}} બંધ પડ્યા છે દરવાજા પણ ખુલ્લા છે સંબંધ
| |
| *
| |
| માણસ નહીં હું મુલ્ક છું થાય અનુભવ એવો
| |
| ભીતરથી ખોદો મને મોહન-જો-દડો જેવો
| |
| {{Space}} ખંડેરો પર ઝાડ
| |
| {{Space}} પાંડવ જેવા પ્હાડ
| |
| {{Space}} ટેકરીઓ જે થોડી થોડી
| |
| {{Space}} લાગે સહોદરોની જોડી
| |
| {{Space}} વ્હેતા વાયુ થંભે છે ત્યાં દોડી
| |
| {{Space}} ઘાસ ચરે છે કુરુક્ષેત્રમાં ઘોડી
| |
| વિરહવિહ્વળા નારીનો અવતાર હશે આ નદી?
| |
| જળપરીની છાયાઓને રમતી દેખું
| |
| ઝળહળતી એક નગરી પેખું
| |
| જંગલ સાખે વહી ગઈ છે કેટકેટલી સદી
| |
| જે ગત જનમોમાં ચાખી’તી મેં કદીક કદી!
| |
| વહી ગયેલી નદીઓ સદીઓ દટ્ટણપટ્ટણ નગરનિવાસો
| |
| મારી ભીતર જાગે
| |
| મરી ગયેલા રાજાઓ સત્તાઓ પાછી માગે
| |
| તે હું આપું ક્યાંથી?
| |
| {{Space}} પ્રાગૈતિહાસિક કાળનીય પેલે પારથી
| |
| {{Space}} વર્તમાનની ધાર સુધી
| |
| {{Space}} ફેલાયેલો હું આ ક્ષણે
| |
| {{Space}} અરણ્યાવતાર પામું છું
| |
| {{Space}} રાતી કીડી રૂપે મારું હોવુ માત્ર
| |
| {{Space}} સમગ્ર જંગલને ભયભીત કરી મૂકે છે!
| |
| હું માટીનો જાયો
| |
| મ્હેંકાતી માટી શ્વસનારો
| |
| માટીના ખોળે વસનારો
| |
| માટી ચાખું, માટી પીઉં
| |
| માટી પ્હેરું ઓઢું
| |
| સાવ અચાનક સીમને મારી
| |
| એરુ જેવી સડક આભડી
| |
| લોક આભડ્યાં
| |
| યંત્ર આભડ્યાં
| |
| શ્હેર આભડ્યાં સૌને!
| |
| {{Space}} ગામ નગરનો નિર્વાસિત હું
| |
| {{Space}} આજે પાછો અરણ્યવાસી
| |
| {{Space}} જંગલ મારી માતા જંગલ મારો શ્વાસ
| |
| {{Space}} હું ઓગળતો વૃક્ષો ને વેલીમાં—
| |
| {{Space}} વૃક્ષોની ડેલીમાં.
| |
| {{Space}} હું ગટગટ પીઉં ઝરણાં નદીઓ
| |
| {{Space}} ખાઈ જાઉં છુ સદીઓ.
| |
| {{Space}} હું પથ્થરયુગનું પીળું પીળું ઘાસ
| |
| {{Space}} અણુયુગનો ફળફળતો નિશ્વાસ
| |
| {{Space}} હું પંખીનો માળો બનવા વનમાં આવ્યો,
| |
| {{Space}} જંગલ ઉડતાં આવી મુજને ચાખે
| |
| {{Space}} પડાવ નાખે
| |
| કોયલ કાબર લેલાં દૈયડ કપોત-કબૂતર કાગ
| |
| અહીં તો એના રડ્યાખડ્યા છે રાગ
| |
| દેવચકલીઓ લક્કડખોદો સમડી ગીધ ને શકરો બાજ
| |
| તેતર બગલાં ઘૂવડ ચીબરી ખરગોશોનું રાજ
| |
| {{Space}} જનમ જનમથી જંગલ વચ્ચે
| |
| {{Space}} સમય વૃક્ષની નીચે
| |
| {{Space}} ઊભો ઊભો હું પલળું છું
| |
| {{Space}} અજવાળાનાં પગલાં સૂંઘે અંધકારનો વાઘ
| |
| {{Space}} છૂપાવી ઊભાં છે વૃક્ષા જનમજનમની આગ
| |
| વર્તમાનની ધ્વજાપતાકા લહેરાતી પર્ણોમાં
| |
| સદીઓના સરવાળા મળતા નદીઓના ચરણોમાં
| |
| કણ્વાશ્રમની દંતકથાઓ મળતી રહે હરણોમાં
| |
| જંગલ જોવા મળતું મુજને હજ્જારો વર્ણોમાં!
| |
| {{Space}} પંખી થઈને વૃક્ષે વૃક્ષે ઊડે છે એ કોણ!
| |
| {{Space}} છાયાનો આભાસ બનીને
| |
| {{Space}} જળને તળિયે બૂડે છે એ કોણ?
| |
| ઉનાળામાં આગ વરસતી વર્ષાકાળે મેઘ
| |
| ખંડેરોમાં હજી ચળકતી દેખું તાતી તેગ
| |
| રાત પડે સંભળાતા પાછા અસવારોના વેગ!
| |
| ઓ જંગલદેવ!
| |
| દેવને દવની ઇચ્છા
| |
| ભડભડ લાગે આગ, આગમાં બળતી કોની જાત?
| |
| પહાડો ઉપર જૌહર કરતી રાત!
| |
| મારી ભીતર બળી રહી છે રાતી ચટ્ટક વાત
| |
| બળી રહ્યાં પાતાળો સાત!
| |
| {{Space}} આ ઉમરા ઊંચા રાજમહેલ છે
| |
| {{Space}} વૃક્ષો છે પ્રાસાદો
| |
| {{Space}} ફૂલ ભરેલી વલ્લરીઓ સુન્દરીઓ
| |
| {{Space}} પ્હાડે પ્હાડે મેદાનોમાં
| |
| {{Space}} જંગલ નામે શહેર વસ્યું છે સૈકાં જૂનું
| |
| {{Space}} સૂનું સૂનું!
| |
| વનકન્યાઓ ફરવા નીકળે ફૂલો પહેરી
| |
| શ્વાસોથી ભીંજેલા વનમાં
| |
| ચાંદરણાંએ લીધી ઘેરી
| |
| દેવોએ પણ ઊંચા થઈને દેખી –
| |
| {{Space}} કોક દીસે દમયંતી જેવી
| |
| {{Space}} કોક વળી પાંચાલી
| |
| {{Space}} કોક શ્યામળી કોક વીજળી
| |
| {{Space}} ક્યાંક ઉર્વશી શકુન્તલાઓ મળશે
| |
| {{Space}} જંગલને બેહોશ કરી કન્યાઓ પાછી વળશે
| |
| {{Space}} અજવાળાના કાંઠે ઊભી અંધકારને મળશે
| |
| {{Space}} સવાર થશે તે ઊંડાણોમાં
| |
| {{Space}} સમય સાથરે ઢળશે
| |
| {{Space}} સૂનકારનો સાપ બધાંનો ચોકી પહેરો ભરશે.
| |
| આ રાતી રાતી ભોંય
| |
| તે પર પડતી કાળી ભૂરી છાંય
| |
| શૃંગો ઉપર શ્યામવાદળી ઢોળાવો પર રાતું
| |
| જંગલ સાંજે ફરફરતા કોઈ રુમાલ જેવું વાતું
| |
| ચાંદનીએ ભીંજાતું...
| |
| કેસૂડાં થકી કેસરી વળી શીમળાથી કૈં લાલ
| |
| ફૂલો ફળતાં ફરી વળે જંગલ ઉપર વ્હાલ
| |
| {{Space}} સૂનકાર લાગવા છતાં
| |
| {{Space}} અશાન્ત છે આ અરણ્ય આમ તો
| |
| {{Space}} એની ભીતરમાં તો
| |
| {{Space}}{{Space}} માણસ ડૂબ્યાં
| |
| {{Space}}{{Space}} યુદ્ધો ડૂબ્યાં
| |
| {{Space}}{{Space}} દરિયા ડૂબ્યા!
| |
| {{Space}} એક માણસથી વિશેષ કશું જ નથી આ રાન
| |
| {{Space}} લાગે તદ્દન અભાન
| |
| {{Space}} પણ
| |
| {{Space}} હજારો ક્ષણો ગર્ભાધાનની સંગ્રહી બેઠું છે.
| |
| {{Space}} ગર્ભવતી હવાઓ વાય
| |
| {{Space}} છાયાઓ જાંબુડી થાય
| |
| {{Space}} અરણ્ય એટલે નિકટતા
| |
| {{Space}} નરી ખચિતતા!
| |
| આદિમ જળની ફેલાયેલી જાળ
| |
| જળને જીવતું રાખી રહી શેવાળ
| |
| છદ્મવેશમાં ફરતો પ્રાગૈતિહાસિક કાળ!
| |
| વૈદર્ભીનેે છોડી અહીંથી નળ ગયો છે
| |
| ટળવળતી એ પળ તો જુઓ
| |
| સ્વર્ણમૃગના છળથી બીને
| |
| તીવ્રગતિએ વહી રહેલું જળ તો જુઓ!
| |
| લાક્ષાગૃહનું કાળું કાળું સ્થળ તો જુઓ
| |
| જંગલ વચ્ચે સમય રચેલાં છળ તો જુઓ!
| |
| {{Space}} જળને વેશે મૂળને જઈને મળતું કોણ?
| |
| {{Space}} ફૂલો રૂપે ડાળે ડાળે ફળતું કોણ?
| |
| {{Space}} રંગો થઈને દિવસ રાતમાં ભળતું કોણ?
| |
| લીલાપીળા દિવસો ને કાળી ધોળી રાત
| |
| માંડી બેઠો માનવી અનંતકાળની વાત
| |
| ચરણો તો ચાલી જતાં પડી રહે છે ભાત
| |
| </poem>
| |
|
| |
| == બારમાસા ==
| |
|
| |
| === | કારતક | ===
| |
|
| |
| <poem>
| |
| બાંકી બીજના ચન્દ્ર શી નાકે પહેરી નથ
| |
| રાતા મીણની પૂતળી નીરખી રહી છે રથ
| |
|
| |
| ઝાકળવંતી રાતમાં જોબનવંતી નાર
| |
| ક્રૌંચ યુગલ બોલે બહુ નિર્દય ચાંદાધાર
| |
|
| |
| કુમકુમ પગલાં પાડતા નવજુ નમણા દિન
| |
| જળમાં તરસ્યું વેઠતું મનડું જાણે મીન
| |
|
| |
| નવી નવેલી નાયિકા છે પ્હેલી આણાત
| |
| ફોરમ ફૂટે દેહથી મ્હેકે પારિજાત
| |
|
| |
| કોડ ભરેલી રાતડી કોડીલો ભરથાર
| |
| કોક કામરુદેશની કામણગારી નાર
| |
|
| |
| સોના સરખા દિવસો રૂપા સરખી રાત
| |
| દીવા બળતા દેહમાં ઢાંકી ના રે’ વાત
| |
|
| |
| નદીઓ સાથે નીતર્યા કુંવારકાના કોડ
| |
| આભે અડવા નીકળે કુંજડીઓની જોડ
| |
|
| |
| જળથી જુદું મન પડી ઝંખે કૂંણો સંગ
| |
| આંખો ચાખે આભલું ચાખે સાંજ અનંગ
| |
|
| |
| કન્યા ખીલતી પોયણી પરણ્યો ઘેઘૂર જળ
| |
| ચાંદો સૂરજ ચાખવા ‘આ જ ઋતુમાં મળ’
| |
| </poem>
| |
|
| |
| === | માગસર | ===
| |
|
| |
| <poem>
| |
| શમણે ભીની આંખડી ઝાકળ ભીનું ઘાસ
| |
| નેહે ભીનાં નેવલાં સુગંધ ભીના શ્વાસ.
| |
|
| |
| મેના મીઠું બોલતી મેડી પ્હેરે રૂપ
| |
| પડસાળે પગલાં પડે ચંપા ખીલ્યા ચૂપ
| |
|
| |
| નખમાં નદીઓ નીતરી, તડકો પૂછે ક્ષેમ
| |
| ચૂંટી ખણતી સૈયરો - ‘દીવડો બળતો કેમ?’
| |
|
| |
| તાંદુલવરણી રાતડી જાસૂદવરણી જાત
| |
| પ્રીતમવરણી આંખડી તાંબુલવરણી વાત
| |
|
| |
| નદીએ સારસ બોલતાં તળમાં દીવા થાય
| |
| અડધી ખીલી પોયણી સૂરજથી શરમાય
| |
|
| |
| ઝબૂકે તરુવર આગિયા ચાંદો જળમાં ન્હાય
| |
| આઘાં ખેતર ખોરડે નભગંગા ઠલવાય
| |
|
| |
| જોબનચડતી રાતમાં પંખી બોલે ક્યાંક
| |
| અનંગ જાગ્યો આપમાં ફફડાવે છે પાંખ
| |
|
| |
| સૂના મ્હોલો સોગઠાં સૂનું મન ચોગમ
| |
| દૂર સિતારી વાગતી અંગાંગે સરગમ
| |
| </poem>
| |
|
| |
| === | પોષ | ===
| |
|
| |
| <poem>
| |
| ઉત્તર કેરા વાયરા હેમાળો લૈ વાય
| |
| ખરખર વૃક્ષો ખરી પડે થરથર કાંપે કાય
| |
|
| |
| પોષ માસનો પોપટો પીળા વનમાં જાય
| |
| વસ્ત્ર વગરની વેદના છાનો છૂપો ગાય
| |
|
| |
| બગલા જેવી ચાંદની વરસે વન મોજાર
| |
| તો પણ સુક્કા હોઠ છે કોરી મોરી નાર
| |
|
| |
| નીડથી ચકલી નીકળે દરમાં છૂપે સાપ
| |
| કાચાં કૂણાં પોયણાં ઝંખે ઝીણો તાપ
| |
|
| |
| ધુમ્મસ ખેતર ખોરડાં ધુમ્મસ ઊભાં ઝાડ
| |
| ધુમ્મસ ટહુકે મોરલા તરતા ધુમ્મસ પ્હાડ
| |
|
| |
| બર્ફે થીજી રાતમાં ઘરના એકલવાસ
| |
| રજાઈ ઓઢી પોષની કરવટ બદલે શ્વાસ
| |
|
| |
| નીલુ વરસે આભલું પલળે ઊભા પ્હાડ
| |
| પલળે કન્યા પાતળી તડકો પીતાં ઝાડ
| |
|
| |
| આંસુ ખરતાં ઓરડે વગડે ખરતાં પાંદ
| |
| કોણ નિસાસા નાખતું ક્ષય પામે છે ચાંદ
| |
|
| |
| પાદર ઊભા પાળિયે દીવે બળતી રાત
| |
| આદમ વિણ જાગ્યા કરે ઈવની એકલ જાત
| |
| </poem>
| |
|
| |
| === | મહા | ===
| |
|
| |
| <poem>
| |
| વનમાં ફૂટી કૂંપળો જોવા જૈએ ચાલ
| |
| ફૂટ્યાં ફૂલ પલાશને હમણાં અબ્બીહાલ
| |
|
| |
| એક નજર નીરખ્યું તરત પામ્યાં ફૂલો આગ
| |
| તરુવર ઊઘડ્યાં આભલે રાતા પ્રગટ્યા રાગ
| |
|
| |
| પંચમ સ્વરમાં ગાય છે કોયલ થૈ કિરતાર
| |
| રાતે સૂતાં સેજમાં શમણાં આવ્યાં બાર
| |
|
| |
| હિમસરોવર આંખડી બાણ ચઢાવે કામ
| |
| ઘર બધાં ગોકુળ થયાં છલક્યાં ખાલી ઠામ
| |
|
| |
| આંબા મ્હોર્યાં સીમમાં વાટે વગડે ગંધ
| |
| મન મ્હોર્યાં નરનારનાં ખૂલ્યાં બારણાં બંધ
| |
|
| |
| મ્હેકી ઊઠ્યા દિવસો ગ્હેકી ઊઠી રાત
| |
| મેળો મેળામાં મળ્યો પ્રીત ન પૂછે જાત
| |
|
| |
| સાંજ પડે પાછાં વળે પંખી બીડે પાંખ
| |
| ઘરે ગુલાબી આવિયા હવે લૂછશે આંખ
| |
|
| |
| અનંગનો અવતાર છે રાતા પીળા રંગ
| |
| તનમનવનમાં જાગતી આગ મરોડે અંગ
| |
|
| |
| જળની સોબત ઝંખતું મનમાં જાગ્યું કોક
| |
| દક્ષિણવાયુ નીકળ્યા સંયમ સઘળા ફોક
| |
| </poem>
| |
|
| |
| === | ફાગણ | ===
| |
|
| |
| <poem>
| |
| ફાગણ આવ્યો ને સખી કરે કાનમાં વાત
| |
| ‘પરણ્યાં આપણ હોત તો સાસરવાસે જાત’
| |
|
| |
| ચૂંટી ખણતી સૈયરો ચૂમી લે ભરથાર
| |
| પ્હેલ્લે આણે આવતી નસીબવંતી નાર
| |
|
| |
| અમથી અમથું નીકળે કરતી નેત્રકટાક્ષ
| |
| વયમાં આવી ષોડષી ના રહે ઘરે-ગવાક્ષ
| |
|
| |
| ઝીણું ઓઢી ઓઢણું ભાભી ખેલે ફાગ
| |
| અંગે ખીલ્યા ખાખરા નસનસ એની આગ
| |
|
| |
| ‘કટિ છિન કુચ કઠણ હો’ મદભર જિસ કી બાત
| |
| નિર્દે જેનો નર થયો કઠ્ઠણ એની રાત
| |
|
| |
| વનમાં વાંકાં કેસૂડાં ઘરમાં વાંકી નાર
| |
| વાંકા શીમૂળ કંટકો પણ બાંકો ભરથાર
| |
|
| |
| આંબે આવી કેરીઓ મેડીએ આણાત
| |
| ચાખ્યા જેવા દિવસો સૂંઘ્યા સરખી રાત
| |
|
| |
| રાગે રાતી કૂંપળો આગે રાતે કોડ
| |
| જાગ્યે રાતી આંખડી તાંબુલ રાતા હોઠ
| |
|
| |
| કોક વિજોગણ પાળતી પારેવાંની જોડ
| |
| છાતીમાં ડુંગર-ડૂમો સામે સૂના મોડ...
| |
| </poem>
| |
|
| |
| === | ચૈત્ર | ===
| |
|
| |
| <poem>
| |
| પીળી ઓઢી ઓઢણી રાતી જેની કોર
| |
| ઝાંઝરના ઝણકારથી જાગી ઊઠ્યા થોર
| |
|
| |
| ચંપો મ્હોર્યો આંગણે વાડી વચ્ચે વેલ
| |
| આઘા બોલે મોરલા વાંકું બોલે છેલ
| |
|
| |
| તૂરા તૂરા તાપમાં ઉદર કમળ લ્હેરાય
| |
| પરદેશીને જોઈને જીવ પછી વ્હેરાય
| |
|
| |
| ગુલમ્હોરોની છાલકે બુલબુલ રાતાં થાય
| |
| આંગણ લીંપે કન્યકા ગીત લગ્નનાં ગાય
| |
|
| |
| ચૈતર કેરી ચાંદની મહુડાં કેરો કેફ
| |
| શીતળ પણ બાળે બહુ ચંદન કેરા લેપે
| |
|
| |
| ઓખા નામે વારતા લૂણ વગરનાં અન્ન
| |
| વ્રત વીંટળાઈ ષોડષી તનથી અળગાં મન્ન
| |
|
| |
| આંબે કેરી ઝૂલતી તૂરો ખાટો સ્વાદ
| |
| ચાખ્યા વિણ ચાલે નહીં અંતર જાગ્યો નાદ
| |
|
| |
| મનમાં ફૂટ્યા ઓરતા વનવગડામાં પાન
| |
| કાળી કોયલ ગાય છે રાતું રાતું ગાન
| |
|
| |
| વનમાં વાયુ નીકળ્યા ઊડવા લાગ્યાં ઝાડ
| |
| પંખી થઈ ઊડ્યા કરે ઘરની સામે પ્હાડ
| |
| </poem>
| |
|
| |
| === | વૈશાખ | ===
| |
|
| |
| <poem>
| |
| કુમકુમ લખી કંકોતરી ગુલમહોરોની ડાળ
| |
| પાદર પડઘમ વાગતાં મનને પડતી ફાળ
| |
|
| |
| ગરમાળાના દેશમાં લૂમે ઝૂમે ફૂલ
| |
| કન્યાને પીઠી ચડે ગુલાલવરણી ધૂળ
| |
|
| |
| બોલે કોયલ બ્હાવરી આંગણ આંબા ઝાડ
| |
| ગોરજવેળા ટળવળે ટહુકા પીવા પ્હાડ
| |
|
| |
| કો’ છૂંદાવે મોરલા કોક ઉછેરે ગ્હેક
| |
| કો’ સજાવે માંડવા કોક પાળતું મ્હેક
| |
|
| |
| વનમાં વાતા વાયરા જનમાં એની ચોટ
| |
| ઊડે સાફા-ચૂંદડી ઉત્સુક રાતા હોઠ
| |
|
| |
| મેંદી મૂકી હાથમાં કોણ નીરખતું વાટ
| |
| રજ વળી રત્નો ઉપર કણસે સૂની ખાટ
| |
|
| |
| કાચી કેરી ખટમીઠી ખાવા મન લલચાય
| |
| સાખ થતાં ચાખે સૂડો મૂરખ ફેરા ખાય
| |
|
| |
| દૂર રણકતા ઘૂઘરા ફળિયે વાગે ઢોલ
| |
| મોંઘાં તોરણ ચાકળા એથી મોંઘા બોલ
| |
|
| |
| વેલ્ય ગઈ વેળા ગઈ શોભા લૈ ચૂપચાપ
| |
| આંગણ ઊભાં એકલાં સૂનમૂન મા ને બાપ
| |
| </poem>
| |
|
| |
| === | જેઠ | ===
| |
|
| |
| <poem>
| |
| બરછટ બુઠ્ઠો કાગડો પણ બાંધે છે નીડ
| |
| ઊડે ઘરનું છાપરું એ નારીની પીડ
| |
|
| |
| ભીડ પડી ભાંગી નહીં વળતી શાની આશ
| |
| રોજ ઊઠે છે આંધીઓ પણ જીવડો નિરાશ
| |
|
| |
| ધૂળમાં ચકલી ન્હાય ને મનમાં ઘણું યે થાય
| |
| સુગરી માળો ગૂંથતી એને ‘દિવસો જાય’
| |
|
| |
| વટપૂજન વ્રત પાળતી નારીને સંદેહ
| |
| ક્યાં છે બંધન પ્રેમનાં શેં દૂઝતા વ્રેહ
| |
|
| |
| લમણા શેકી નાખતી ઘર લગ વાતી લૂ
| |
| વાદળ વ્હેલા પો’રનાં બપોર થતાંમાં છૂ
| |
|
| |
| આઠમ ને એકાદશી નિર્જળ છે ઉપવાસ
| |
| દુઃખનું ઓસડ દિવસો મુખ જોયાની આશ
| |
|
| |
| વગડા શાં વેરાન છે ઘર ખેતર ને ગામ
| |
| નર નારીના સંગને નોખો કરતો ઘામ
| |
|
| |
| આવળ બાવળ બોરડી સુક્કાં કાંટા ઝાડ
| |
| દબાઈને ડૂસકાં થયા વર્ષા વિના પ્હાડ
| |
|
| |
| સૂનાં ખેતર કેડીઓ વિહગ વછોઈ વાડ
| |
| સૂનાં મેડી સોગઠાં ખાલીખમ ચોપાડ
| |
| </poem>
| |
|
| |
| === | અષાઢ | ===
| |
|
| |
| <poem>
| |
| માથે ગાજે મેવલો ડસ ડસ ડારે વીજ
| |
| ‘આષાઢે અમ આવશું’ આવો, આવી બીજ
| |
|
| |
| ઊંડો ઊંડો ગાજતો સમી સાંજનો મેઘ
| |
| ગયા ગુલાબી ચાકરી ઘરમાં ઝૂરે તેગ
| |
|
| |
| નવલખ ધારે આભલાં ઝીણી ધારે નાર
| |
| બેઉ થકી બચવું ઘણું અઘરું છે આ વાર
| |
|
| |
| કણ કણ ઊગે ઓરતા પળપળ ફૂટે પાંખ
| |
| જળ જળ માયા ઝળહળે જોતી જળની આંખ
| |
|
| |
| મઘ મઘ માટી મ્હેકતી રગ રગ હળ હંકાય
| |
| નિર્મળ કન્યા કોડ લૈ વ્રત ઊજવવા જાય
| |
|
| |
| કાજળ કાળો મેઘ છે જાણે યમનો વેશ
| |
| નારી! કાળા મેઘથી પણ કાળા તવ કેશ
| |
|
| |
| ઝળહળ જળની છાલકે હભળક જાગ્યા થોર
| |
| સોડમ સૂણી માટીની વળતું બોલ્યા મોર
| |
|
| |
| ઝરણે ઝાંઝર પ્હેરિયાં નદીએ પ્હેર્યાં નીર
| |
| ઓસરીઓ ઊભી રહી જળનાં પ્હેરી ચીર
| |
|
| |
| જાગ્યા વીંછી જાતથી દરથી નીકળ્યા સાપ
| |
| ફુત્કારે, વીંટળાય બે પણ ના શમતો તાપ
| |
|
| |
| પાસે પાસે આવતા પરમેશ્વરના રથ
| |
| દ્વાર ઉઘાડી દોડિયાં તો નીકળ્યો મન્મથ
| |
| </poem>
| |
|
| |
| === | શ્રાવણ | ===
| |
|
| |
| <poem>
| |
| ઊતર્યાં દેવો આભથી ચારે બાજુ વાસ
| |
| અડકો દડકો રમ્યા કરે તડકા સાથે ઘાસ
| |
|
| |
| દિવસે ઊઘડે પોયણાં સાંજે મનનાં દ્વાર
| |
| ફૂલ રાતું મધરાતનું લૈ જાતું ઓ પાર
| |
|
| |
| મેઘે આંજી આંખડી જોબન મેળે જાય
| |
| કોક રિસાયું ખેતરે મનડું બહુ પસ્તાય
| |
|
| |
| લીલી ઓઢી ઓઢણી પીળી પાવા જોડ
| |
| છેલ છોગાળી પાઘડી હૈયાં બકતાં હોડ
| |
|
| |
| વળી વળી વરસ્યા કરે તરુવર તડકો મેહ
| |
| સાદ પાડતા ડુંગરો નદીઓ નરદમ નેહ
| |
|
| |
| પવન ચકોરી ચેતના ચંચળ છે ચગડોળ
| |
| ચંચળ નારી મોરલા બોલે વિહ્વળ બોલ
| |
|
| |
| જળને વાચા ફૂટતી જળને ઊગ્યા નખ
| |
| જળની કરવત કાપતી જળથી જળનાં દખ
| |
|
| |
| રતિ સુંવાળા વાયરા મખમલિયો અંધાર
| |
| ઢળતી રાતે ન્હાય છે નેવાં નીચે નાર
| |
|
| |
| કાચી ભીંતો ઓગળી ઊગી આવ્યું ઘાસ
| |
| પર્વત પાદર ઘર સુધી પતંગિયાંનો વાસ
| |
| </poem>
| |
|
| |
| === | ભાદરવો | ===
| |
|
| |
| <poem>
| |
| ભાદરવાનો ભાર લઈ ગાંડો ગાજે મેહ
| |
| ગર્જે પણ વરસે નહીં પ્રેમ પુરુષનો છેહ
| |
|
| |
| કાચિંડા ટાઢા પડ્યા થયા અધીરા સાપ
| |
| કાળી નાગણ નીકળે લીલો વખ ઉત્તાપ
| |
|
| |
| વ્હાલા લાગે વાયરા ખાવી ગમતી ખીર
| |
| ભૂખી રતિની ઋતુઓ છોડે તાતાં તીર
| |
|
| |
| આકુળ વ્યાકુળ શ્વાન છે દૂધે આવ્યાં ધાન
| |
| તડકો ભડકો છે હવે જળ પણ બદલે વાન
| |
|
| |
| ઘાસ ભર્યા મેદાનમાં મદમાં ચરતાં ઢોર
| |
| વાગે પાવા પાદરે ટહુકે ટાંક્યા મોર
| |
|
| |
| કાળાં જંગલ ઝાડવાં કાળાં નારી-નેણ
| |
| કાળાં ડુંગર-વાદળો કાળાં કામણ ક્હેણ
| |
|
| |
| બોલે બેસી કાગડો ઘરને નેવે રોજ
| |
| વહુવારુને સાંભરે પરણ્યો રાજા ભોજ
| |
|
| |
| રંગ બદલતું આભલું પ્હેરી લૈને કાય
| |
| સાંજ પડે સાગર તટે મળવાનું મન થાય
| |
|
| |
| ભૂત બની સ્મરણો પીડે ભૂવા વિણ શી વાત
| |
| પાળ્યો વીંછી કાળવો ડંખ્યા કરતો રાત
| |
| </poem>
| |
|
| |
| === | આસો | ===
| |
|
| |
| <poem>
| |
| ઝાંઝર પ્હેરી દોડતી ખળે ખેતરે વેળ
| |
| ઊભા ખેડુ આંબલા નારી ઊભી કેળ
| |
|
| |
| તાંબાવરણા તાપમાં મદમાતી બપ્પોર
| |
| પાક્યાં ખેતર શાળનાં સુગંધનો શો તોર
| |
|
| |
| સમાં સૂતરાં ઊતર્યાં માટીનાં ઓધાન
| |
| આંખે જોણાં ઊભર્યાં નારી માગે માન
| |
|
| |
| વસ્ત્ર બદલતા દિવસો રાત બદલતી રૂપ
| |
| દર્પણવત્ કાસારમાં ચાંદો પેઠો ચૂપ
| |
|
| |
| પીળી ઊડે પામરી પીળા ઊડે ધૂપ
| |
| પીળી પ્હેરી પાઘડી ફરવા નીકળે ભૂપ
| |
|
| |
| રાધા સઘળી નારીઓ યુવક અમથો કા’ન
| |
| સમજી જાતાં સાનમાં વૃંદાવનનું ગાન
| |
|
| |
| ડેરા ઊઠ્યા આભથી વાદળ વળિયાં ઘેર
| |
| ઊઘડી પારિજાતમાં માટી કેરી મ્હેર
| |
|
| |
| વાડે પાકી ચણોઠીઓ મનમાં પાકી વાત
| |
| નરનારી નરવાં થઈ રમતાં સારી રાત
| |
|
| |
| દીવા ઝબક્યા આંગણે ઊતરી આવ્યું આભ
| |
| ઘરમાં જાગે ગોઠડી દ્વારે શુભ ને લાભ
| |
| </poem>
| |
|
| |
| == પોળોનાં જંગલોમાં ==
| |
|
| |
| <poem>
| |
| કૂંપળની ભાષામાં
| |
| જંગલ બોલ્યું
| |
| તન તરણાંનું ડોલ્યું
| |
| ઝરણાએ મોં ખોલ્યું
| |
|
| |
| કેશ કર્યા છે ખુલ્લા કોણે? જંગલ વચ્ચે રાત પડી
| |
| ચાંદો પ્હેરી કોણ ગયું કે રસ્તે રસ્તે નક્ષત્રોની ભાત પડી!
| |
|
| |
| ઢાળ ઉપરથી દદડે પ્હાડ
| |
| ઝીલવા ઊભાં ઝાડ
| |
| કાળું જંગલ
| |
| ઊંડાણોમાં નાખે ત્રાડ
| |
| આભ ઊતરતું કોણ નીતરતું?
| |
| ખીણ વચાળે વાદળ તરતું
| |
| જ્યોત સમી ઝળહળતી કેડી ઉપર
| |
| દમયંતીના મત્સ્ય સમાણું
| |
| ભીતરમાંથી કોણ જાય એ સરતું?
| |
| ભારે પગલાં ભરતું!
| |
|
| |
| કાળાં વાદળ વચ્ચે ઊડે રાજહંસની જોડી,
| |
| ચૌદ ચૌદ વર્ષોની સૂની ઊર્મિલાની
| |
| એકલતાને કોણ ગયું અહીં ખોડી?
| |
| આ હરણાં ઝરણાં તરણાં ચાલે
| |
| જંગલ વચ્ચે જંગલ મ્હાલે
| |
| ગંધ ઘૂંટાતી પગલે પગલે
| |
| શ્વાસે શ્વાસે અરણ્ય ફાલે
| |
|
| |
| પવન પાતળો વનરાજીમાં બૂડે
| |
| ધ્રાણ મહીં મ્હેંકાતી મઘમઘ
| |
| કેશરાજીઓ ઊડે!
| |
|
| |
| જળવેલાને પરપોટાનાં ફૂલો
| |
| આંખો ઊઘડી શતસહસ્ત્ર કન્યાઓની
| |
| લીલપનાં અજવાળાં ઝૂલો
| |
|
| |
| આ હવા મહીંથી કોનું કહેશો હરણ થયું છે
| |
| લક્ષ્મણ-રેખા ભૂંસી કોણે?
| |
| જંગલ વીંધી રાતું રાતું કોણ ગયું છે?
| |
|
| |
| પહાડો વીંધી જંગલ નીકળે
| |
| કલરવ પહેરી કિરણો નીકળે
| |
| વૃક્ષે વૃક્ષે વાચા ફૂટે
| |
| ત્રાડ થકી પાતાળો તૂટે
| |
|
| |
| સુકાતું સુકાતું જળમાં ખૂટે છે એ કોણ!
| |
| ટહુકો થઈને પંખીમાંથી છૂટે છે એ કોણ!
| |
|
| |
| પૂર્વ દિશામાં રાતો સળગે ફાગ
| |
| તરુવર તરુવર કોણે મૂકી આગ?
| |
| પશ્ચિમમાં પીળા ગરમાળા ઝૂલે
| |
| શીમળાઓમાં કોની કાયા–
| |
| હિમદિશા થૈ ખૂલે!
| |
| દક્ષિણમાં બાવળિયા બળતા
| |
| વૃક્ષે વૃક્ષે દિવસો ઢળતા!
| |
| ચિત્કારો ફળફળતા!
| |
|
| |
| યુધિષ્ઠિરોના પીતાંબર શો તડકો વરસે
| |
| કરાડ કોતરે કાન માંડીને સાંભળીએ તો–
| |
| બાર વરસનાં વનવાસીઓ કણસે
| |
| અયુત વર્ષનું મૌન સત્યને તરસે!
| |
|
| |
| શિલ્પો ઉપર ઊગ્યા પીપળા અઢળક
| |
| નગર હતું ક્યાં? ક્યાં ગઈ ખલક?
| |
| સદીઓ પ્હેરી ઊભાં ઝાડ, ઘટાઓ,
| |
| સૂરજને સપડાવે ભરચક જાળ-જટાઓ!
| |
|
| |
| લીલી કથ્થાઈ મ્હેંક
| |
| શ્યામ વાદળી ગ્હેંક
| |
| નદીઓ દર્પણ!
| |
| વેરણછેરણ પડ્યા પાળિયા
| |
| ક્યાં છે ખાંપણ?
| |
| ફૂટી ગયું સ્વ-અર્પણ?
| |
|
| |
| ‘વંનપર્વ-’નું વંન દીસે આ!
| |
| કોનો વિરહ હજી ભીંસે આ?
| |
| કેટકેટલા કાળ તણો અહીં હાસ રઝળતો
| |
| ક્યાંક ઘટામાં ક્યાંક ગર્ભમાં
| |
| સદીઓનો ઇતિહાસ રઝળતો!
| |
|
| |
| ‘લીલો ઘોડો ઊડી ગયો ને પડી રહી તલવાર’
| |
| કંઈ યુગો થયા ને કંઈ યુગોથી
| |
| જંગલ વચ્ચે જંગલ વરસે અનરાધાર!
| |
| </poem>
| |
|
| |
| == પ્રેયસી : એક અરણ્યાનુભૂતિ ==
| |
|
| |
| <poem>
| |
| તું નિબિડ અરણ્ય
| |
| ધરતીની છાતી પર ફૂટેલાં
| |
| બદામરંગી બે શૃંગો તું,
| |
| વૃક્ષોનો ચંદનવર્ણો વ્યાપ,
| |
| લીલાકચ ઝેરનો દરિયો તું
| |
| તું કંટકવાળું લોહી
| |
| રુક્ષ ખાલ પર,
| |
| તારા હોઠથી સરેલા શબ્દો જ
| |
| દવની શિખાઓ છે,
| |
| શાખાઓ તારી આંગળીઓ
| |
| હથેલી : પાંદડાં,
| |
| તું વૃક્ષોને વીંટળાય
| |
| આગિયાઓ થઈ થઈને,
| |
| સૂતેલા પ્હાડો તારાં પડખાં
| |
| ઊરુઓ ખીણોમાં ઢળતા ઢાલ
| |
| કંપાવી દે મારાં પાતાળને
| |
| એ પ્રજ્વલિત ભૂમિ તે તું જ....
| |
| તારી છાતીનાં પંખીઓ ઊડે
| |
| બૂડે ટેકરીઓ છાતીમાં
| |
| કુંવારી ધરા સુખડગંધી–
| |
| તારી કાયાનો તરભેટો!
| |
| ને ભરડો લેતી કટિમેખલા નદીનું
| |
| વ્યગ્ર-વિવશ વહેવું એટલે તું,
| |
| નિર્મળ્ નિર્ઝરના
| |
| તળિયે ઝગમગતી
| |
| તારી આંખો-કૂકા
| |
| ઉ૫૨ તારાં તડકિત ઉન્નત શૃંગો
| |
| ને પાતાળમાં યજ્ઞવેદી
| |
| તું પ્રગટું પ્રગટું થતી આગ,
| |
| વૃક્ષોને આલિંગતી
| |
| નજર લોહીલુહાણ,
| |
| તું વૃક્ષોની ટશર
| |
| રુક્ષ પવનો રમે કેશમાં
| |
| તારી ઉચ્છ્વાસિત હવા
| |
| રીંછ થઈ રસ્તા સૂંઘે,
| |
| ડોલતા તરુઓનો કેફ તું....
| |
| તું ગંધની ખરબચડી ટેકરીઓ
| |
| શમણામાં સૂર્યોદય થાય
| |
| ને ખીણોમાં ઝરણાં ફૂટે!
| |
| પછી સવારે
| |
| ખળખળ વહેવા માંડે અરણ્ય
| |
| ખળખળ વહેવા માંડે તું–
| |
| આ અરણ્યથી
| |
| તે અરણ્ય સુધી...
| |
| </poem>
| |
|
| |
| == તમે ઘેર નથી ==
| |
|
| |
| <poem>
| |
| વાડ પર બેસીને દૈયડ ગાય છે
| |
| વાડના કાંટાઓ એનાથી સુંવાળા થાય છે
| |
| ને તમે ઘેર નથી...
| |
|
| |
| બારીમાંથી મધુમાલતીની વેલ અંદર આવે છે
| |
| ભીંતો ઓરડાઓ મહેક મહેક થાય છે
| |
| ને તમે ઘેર નથી...
| |
|
| |
| ચાંદની આવીને પથારીમાં બેસે છે, પછી –
| |
| સૂનમૂન પંખી પણ કલરવતું થાય છે
| |
| ને તમે ઘેર નથી...
| |
|
| |
| કેટલા દિવસો પછી એક પતંગિયું
| |
| આજે આવ્યું છે ઘરમાં ને
| |
| ફરફરે છે હવા શું બધબધે
| |
| કણકણમાં કોઈ રણઝણ રણઝણ રણઝણે છે
| |
| ને તમે ઘેર નથી...
| |
|
| |
| પહેલો વરસાદ અને માટી પણ મહેક મહેક
| |
| છાતીમાં આરપાર મારમાર
| |
| તારતાર વાછંટો વાય છે
| |
| ને તમે ઘેર નથી...
| |
|
| |
| શ્રાવણમાં ભીંજાતા તડકાઓ સંગાથે
| |
| આખુંયે ઘર હવે ઓગળતું જાય છે
| |
| ને તમે ઘેર નથી...
| |
|
| |
| વેલાથી લીલેરી વાડ ખુદ ગાય છે
| |
| કે તમે ધેર નથી...
| |
| </poem>
| |
|
| |
| == શું હોય છે પિતાજી...? ==
| |
|
| |
| <poem>
| |
| તે દિવસે ક્યારીમાં પાણી વાળતા
| |
| વિધુર પિતાજીની આંખોમાં
| |
| ઉચાણે નહિ પલળેલી માટી જેવી
| |
| ગોરાડું રેતાળ લાગણીઓ જોઈને
| |
| ભૂલી ગયો હતો કાળી ભૂખ...
| |
|
| |
| ઓતરાચીતરાના નિષ્ઠુર તડકાની
| |
| વાઘ જેવી વેળામાં સોનાવરણી ડાંગરનું–
| |
| ગાડું ભરતા પિતાજીની એકલતા જોઈને
| |
| જલદી જલદી મોટા થવાનું મન થયું હતું...
| |
|
| |
| ખેતર ખેડીને ઘેર આવતા
| |
| થાકેલા દિવસના પડછાયાની આંખોમાં
| |
| રસોડામાં નહિ સળગેલા ચૂલાનો ખાલીપો
| |
| અને તમ્બાકુ પીવાની તલબઃ
| |
| જોવાતાં – જીરવાનાં ન્હોતાં
| |
| મને ખીચડી રાંધતાં ને
| |
| ‘હુક્કો ભરી આપતાં’ અમસ્થું નથી આવડ્યું!
| |
|
| |
| જે જાણે છે તે જ જાણે છે -
| |
| અભાવોના કાફલાઓને આવતા રોકવા
| |
| અહોરાત જટાયુની જેમ ઝૂઝતા પિતાને -
| |
| વ્હાલ કરવા જેટલો વખત જ નથી હોતો...
| |
| ભાવથી ભરપૂર -
| |
| પ્રમાણી શકાતા નથી પિતાને
| |
| એ તો હોય છે રાખ વળેલો અંગારો
| |
| અંદરથી બળબળતો
| |
| ખોળો ઝંખતો ટળવળતો તીખારો...
| |
| થંભ પીગળે તો ઘર ટકે કેવી રીતે?
| |
| - એ લાગણીઓને સમજાતાં વાર લાગે છે!
| |
| ભીના વિસ્તારમાં ઝાડને પાણી લાગે છે -
| |
| એવા ઝાડની જેમ –
| |
| ધીમે ધીમે સુક્કાતા જતા પિતાને મેં જોયા છે...
| |
|
| |
| પડસાળમાં બેઠેલા પિતાજીની આંખોમાં
| |
| ઝળઝળિયાં થઈને વહી ગયેલાં વર્ષો જોયાં
| |
| હતાં...
| |
| મા શું હોય છે?
| |
| એ તો એની હયાતીમાં જ સમજાઈ જાય છે..
| |
| પરંતુ
| |
| પિતાજી શું હોય છે? –
| |
| એ તો એમના ગયા પછી જ
| |
| સમજાય તો સમજાય કોઈકને...!!
| |
| </poem>
| |
|
| |
| == વળી વતનમાં ==
| |
|
| |
| <poem>
| |
| પાછો આવી ગયો છું,
| |
| મારાં સીમવગડામાં
| |
| બહુ ઊંડા ચાસ પાડી ગયા છે મારામાં, તે -
| |
| ખેતરો પૂછે છે કે કોતરો ક્યાંથી લાવ્યો? હેં?
| |
| ભલા માણસ!
| |
| બહુ દૂર નીકળી ગયો હતો?
| |
| ઉષર માટીમાં કશું ઊગતું નથી, જાણે છે ને!
| |
|
| |
| પછી તો કૂવાનાં પાણી કબૂતર થૈને બોલ્યાં
| |
| કૂંપળમાં વૃક્ષોએ કાળજાં ખોલ્યાં
| |
| જતી વળતી કેડીઓની
| |
| કરકરિયાળી ધૂળ વ્હાલથી વળગી પડી...
| |
|
| |
| મા-ની ગેરહાજરીમાં
| |
| શેઢાઓએ મને ખોળામાં બેસાડ્યો
| |
| તડકો તેતર થૈને રમવા આવ્યો
| |
| સસલાં ચાંદની લઈ આવ્યાં...
| |
| ષોડષીના ગવન શો પવન ફરફર્યો
| |
| માથાબોળ નાહેલી સાંજનાં
| |
| સૂનાં અંધારાં મને ઘેરી વળ્યાં
| |
| તરસ્યાં ખેતરો તડપી ઊઠ્યાં રોમેરોમ...
| |
| ખેડેલાં ખેતરોમાં તરફેણો ફરે એમ
| |
| ઋતુઓ ફરી વળી લોહીમાં...
| |
|
| |
| પુનઃ
| |
| હું તરસી ઊઠ્યો -
| |
| પીઠ પસવારતા મા-ના હાથ માટે!
| |
| પાંપણ પાંદડે મોતી લૈને -
| |
| સવાર
| |
| મારી સામે પાછી ઊભી રહી ગઈ!
| |
| </poem>
| |
|
| |
| == હોવાપણું ==
| |
|
| |
| <poem>
| |
| છીએ ત્યારથી જ
| |
| ચાલે છે કરવત શ્વાસની જેમ
| |
| તે જતીય વ્હેરે ને વળતીય વ્હેરે
| |
| કાશી જવાની જરૂર જ ન પડી
| |
| આપણે તો ઠેર ના ઠેર
| |
| ભોળા ભામણ-જીવને ઘણુંય કઠે કે –
| |
| ઘેરના ઘેર ને ભૈડકાભેર
| |
|
| |
| છીએ એ ગઢ કાળવો – બિકાળવો
| |
| કાઠો ને કપરો આકરો અને અઘરો
| |
| ઝવરો ખાપરોય થાકી જાય
| |
| એવો ચાલે છે કૅર
| |
| ઠેર ઠેર માલીપા મલકમાં
| |
| ચાંપાનેરનાં ખંડેરો જેવા દિવસો
| |
| ને રાતો પાવાગઢ પ્હાડ જેવી
| |
| જાતને ઝાડ જેવી બનાવવા સારુ
| |
| માટી ને મેઘ બહુયે મથ્યાં
| |
| પણ –
| |
| બળીઝળી કૂંપળ પછી –
| |
| ક્યારેય કળી ન થઈ શકી!!
| |
| </poem>
| |
|
| |
| == ગઝલ ==
| |
|
| |
| <poem>
| |
| છાંયડાની શી ખખર આકાશ ઊંચા તાડને?
| |
| એ વિશે તું પૂછ જઈને લીમડાના ઝાડને!
| |
|
| |
| કૃષ્ણની ખાતર હું મારું સ્વપ્ન એ કહેતો નથી :
| |
| તર્જની પર ઊંચકું છું હું ઇડરના પ્હાડને!
| |
|
| |
| ઓઢણીને કન્યકાએ સૂકવી છે નાહીને
| |
| એટલે રોમાંચ લીલો થઈ રહ્યો છે વાડને!
| |
|
| |
| જા નદી તું પ્હાડ તોડી જા હવે સાગર ભણી
| |
| કોણ ઉવેખી શક્યું છે આંખ બાંધી આડને?
| |
|
| |
| લીલાશ ધોખો દઈ અને ચાલી ગઈ કોરી કડાક!
| |
| મન મનાવ્યું : શું કરે વરસાદ સૂકા ઝાડને?
| |
|
| |
| છેલ્લીવેલ્લી બોલ હવે તારી અપેક્ષા છે કઈ!
| |
| કોઈ નહીં રોકી શકે મારી થડકતી નાડને!
| |
| </poem>
| |
|
| |
| == સંવનન ==
| |
| ::(શિખરિણી)
| |
|
| |
| <poem>
| |
| મકાઈનું લીલું-હરિત વરણું ખેતર તમે
| |
| બની આવ્યાં મારી ખળખળ વિનાની નજરમાં;
| |
| સૂકા શેઢાનું હું તણખલું હતો, ઘાસ-લીલવું
| |
| તમારી આંખોનો પલક પવને થૈ ઝૂમી ઊઠ્યો!
| |
| હવે હું હાંકું છું હળ-બળદ, શો પીત તડકો!
| |
| તમે ત્યાં છીંડેથી મખમલ સમી કાય, સ્મિત લઈ
| |
| વળો આ બાજુ ત્યાં અમથું અમથું ગાઈ ઊઠતો!
| |
| મને બોલાવો છો ટીમણ કરવા, સ્હેજ શરમે
| |
| નવાં છો તેથી તો થડકી થડકી સીમ નીરખો–
| |
| રખે કોઈ જુવે! પણ અવશ આંખો મરકતાં–
| |
| તમારી છાતીમાં ડગુમગુ થતું કૈં અનુભવી
| |
| તમારી કંકુ-શી નજર ઢળી જતી : પાસ સરકું!
| |
| તમે મીંચો આંખો, નસનસ મહીં શોય થડકો
| |
| ઝળૂંબી પીતો હું સીમ-ચસચસી રૂપ-તડકો!
| |
| </poem>
| |
|
| |
| == માણસ ઉર્ફે મણિલાલાખ્યાન ==
| |
|
| |
| <poem>
| |
| આ મણિલાલ એ કોણ હશે?
| |
| મણિલાલમાં વણખેડેલું ખેતર સૂતું સદીઓ ઓઢી,
| |
| મણિલાલની માટી ઝૂરે તરસે!
| |
| આ મણિલાલને ખેડ્યો હોય તો કેવું લાગે?
| |
| આમ જુઓ તો મણિલાલ તો વ્હેળા જેવો
| |
| ઝરણાં જેવો હરણાં જેવો તરણાં જેવો તરબતરિયો!
| |
| મણિલાલમાં કોયલ બોલે કાળી
| |
| મણિલાલમાં ઊભા શ્રીવનમાળી!
| |
|
| |
| મણિલાલને મળવું છે તો બેસો,
| |
| જોકે મણિલાલને મળવું અઘરું
| |
| મણિલાલમાં ભળવું અઘરું
| |
| અઘરું અને કળવું,
| |
| એનામાંથી અઘરું પાછાં વળવું!
| |
| મણિલાલ તો અર્થો ચાવે શબ્દો પીએ
| |
| આ મણિલાલને મળવા નદીઓ રુવે!
| |
| મણિલાલ તો સૂકા ઘાસની ગંજી
| |
| મણિલાલ તો ખોબેખોબા આગ
| |
| આ મણિલાલને સળગાવો તો કેવું લાગે?
| |
|
| |
| મણિલાલ તો સ્વપ્ન વગરનો પ્રેમ -
| |
| કે પ્રેમ વગરનું સપનું છે?!!
| |
| મણિલાલ તો સાગર છે રઘવાયો
| |
| એના કાંઠા ઉપર
| |
| સ્પર્શ ભરેલાં રોમાંચોનાં વ્હાણ ઊભાં છે,
| |
| મણિલાલમાં જંગલ ફરતું
| |
| વાદળ તરતું,
| |
| મણિલાલને ચાખો તો એ ખારો ખારો લાગે!
| |
| આ મણિલાલમાં વૃક્ષો ઊગે, ખરે પાંદડાં!
| |
| પુષ્પો ખીલે, ઝાકળ ઝૂલે...
| |
| પણ મણિલાલમાં મોટે ભાગે મૃગજળ ભમતાં લાગે!
| |
| આમ જુઓ તો મણિલાલ છે સાવ ઉદાસી
| |
| તાજો તાજો લાગે, પાછો વાસી વાસી!
| |
| આ મણિલાલને સૂંઘો તો સુંવાળો લાગે
| |
| મણિલાલમાં ઊંઘો તો બાવળિયા વાગે!
| |
| મણિલાલ તો અફવાઓમાં મળે
| |
| સવાર સાંજમાં ઢળે,
| |
| મણિલાલ તો માણસપાડી ચીસ
| |
| મણિલાલ પર સૌને રીસ!
| |
| મણિલાલને આવે ના મંજરીઓ
| |
| મણિલાલને માટે તોયે કન્યાઓ વ્રત કરતી!
| |
| મણિલાલમાં મોસમ જેવું કશું નથી
| |
| પણ મણિલાલમાં થાકીપાકી સદીઓ સૂતી છે!
| |
| મણિલાલમાં પરિસ્થિતિના તપે થાંભલા
| |
| એ પર કીડીઓની ના હાર,
| |
| મણિલાલનો તડાક થાંભલો ક્યાંથી તૂટે!
| |
| મણિલાલમાં શલ્યા થૈને અહલ્યા સૂતી હશે?
| |
| કે મણિલાલની પદરજ માટે કોક ઝૂરતું હશે?
| |
| મણિલાલ તો પડછાયો છે, પડઘા જેવો!
| |
| મણિલાલ તો પથ્થર ઉપર પાણી
| |
| મણિલાલ તો પયગંબરની વાણી!
| |
| મણિલાલ તો આમ જુઓ તો કશે નથી ને કશું નથી!
| |
| જોકે મણિલાલને મળવા માટે
| |
| ચાંદો સૂરજ ભમી રહ્યા છે,
| |
| ઝરણાં થૈને ઝમી રહ્યા છે પહાડો!
| |
| મણિલાલને મળવા માટે સુખ બિચારું ઝૂરે...
| |
| મણિલાલમાં ઝૂરી રહ્યો છે માણસભૂખ્યો માણસ!
| |
| મણિલાલમાં મણિલાલ પણ ક્યાં મળે છે?
| |
| મણિલાલને મળવા માટે ટોળાં ઊભાં આંસુ લૂછે,
| |
| મણિલાલને મળવું હોય તો બેસો
| |
| જોકે
| |
| મણિલાલને મળવા માટે
| |
| મણિલાલ પણ ટોળું થૈને ઊભો છે.
| |
| </poem>
| |
|
| |
| == આ-ગમન પછી ==
| |
| ::(શિખરિણી-સૉનેટ)
| |
|
| |
| <poem>
| |
| પરોઢે આવેલા સપન સમ આવ્યા પિયુ તમે
| |
| અહીં મારે ઘેરે, સ્વજન વચ હું એકલ ઊભી–
| |
| કમાડે અંઢેલી, નયનજલ રોકી નવ શકી :
| |
| રડી હર્ષે હું વા વિરહ-દુઃખ? -જાણી નવ શકી
| |
|
| |
| તમે આવ્યા ત્યારે મૂક રહી કશું યે નવ કહ્યું;
| |
| ન જોયું પૂરું મેં તવ મુખ અને પાંપણ ઢળી
| |
| હતું હૈયે એવું કર પકડશો, કૈંક પૂછશો ...
| |
| ઉવેખી લજ્જાને સ્વજન વચ એ ય નવ થયું!
| |
| વિના બોલ્યા, ચાલ્યા? કશું પણ કથ્થું નૈ નજરથી?
| |
| તમે આવ્યા શું ને પ્રિયતમ ગયા એ ય શમણું!
| |
|
| |
| સવારે ઊઠું ને પગથી પરનાં ચૂપ પગલાં
| |
| થઈ સાચાં મારા વિરહકૃશ પાદે ચચરતાં :
| |
| રડી આંખો ધોઉં, શિશિર ઋતુમાં અંગ સળગે
| |
| તમે? ના... ના, સૂના પથનજરને આવી વળગે!
| |
| </poem>
| |
|
| |
| == ગામ જવાની હઠ છોડી દે ==
| |
| ::(ગઝલ ગાન)
| |
|
| |
| <poem>
| |
| બાની સાથે ગયું બાળપણ ગામ જવાની હઠ છોડી દે
| |
| વસતિ વચ્ચે વિસ્તરતું રણ ગામ જવાની હઠ છોડી દે
| |
|
| |
| બન્યો ડેમ ને નદી સૂકાઈ ગામ જવાની હઠ છોડી દે
| |
| ખેતર વૃક્ષો ગયાં કપાઈ ગામ જવાની હઠ છોડી દે
| |
|
| |
| ચોરો તૂટ્યો ગયા પાળિયા ગામ જવાની હઠ છોડી દે
| |
| નથી ગોખલા બચ્યા આળિયા ગામ જવાની હઠ છોડી દે
| |
|
| |
| નથી વાવતા ભાઈ મકાઈ ગામ જવાની હઠ છોડી દે
| |
| લોહી ખરું પણ નથી સગાઈ ગામ જવાની હઠ છોડી દે
| |
|
| |
| નથી ઓટલે ભીંતે ઓકળી ગામ જવાની હઠ છોડી દે
| |
| સગપણ ભૂલી પ્રજા મોકળી ગામ જવાની હઠ છોડી દે
| |
|
| |
| પાદર રસ્તા નામ પૂછશે ગામ જવાની હઠ છોડી દે
| |
| કોનું છે ભૈ કામ પૂછશે ગામ જવાની હઠ છોડી દે
| |
|
| |
| સગાં અને સગપણ સૌ છૂટ્યાં ગામ જવાની હઠ છોડી દે
| |
| ખેતર સાથે અંજળ ખૂટ્યાં ગામ જવાની હઠ છોડી દે
| |
|
| |
| તને કોકનાં વેણ વાગશે ગામ જવાની હઠ છોડી દે
| |
| વાતવાતમાં દુઃખ લાગશે ગામ જવાની હઠ છોડી દે
| |
|
| |
| આંબા રાયણ મહુડા ક્યાં છે? ગામ જવાની હઠ છોડી દે
| |
| નોંધારી ટેકરીઓ ત્યાં છે ગામ જવાની હઠ છોડી દે
| |
|
| |
| ગયા સોબતી ના રહી શાળા ગામ જવાની હઠ છોડી દે
| |
| બધા લોક શીખ્યા સરવાળા ગામ જવાની હઠ છોડી દે
| |
|
| |
| નથી નેળિયાં સડકો થૈ ગૈ ગામ જવાની હઠ છોડી દે
| |
| એક સીમ પણ ધોખો દૈ ગૈ ગામ જવાની હઠ છોડી દે
| |
|
| |
| છાશ રોટલો ગયાં વસૂકી ગામ જવાની હઠ છોડી દે
| |
| માટીએ પણ માયા મૂકી ગામ જવાની હઠ છોડી દે
| |
| </poem>
| |
|
| |
| == કેડીનું ગીત ==
| |
|
| |
| <poem>
| |
| {{Space}}{{Space}}સૈ હું તો વગડામાં વહી જતી કેડી...
| |
| રૂપ મારું વાયરાની લ્હેરખીઃ હોય જાણે વાંસળીએ કોક ધૂન છેડી
| |
| {{Space}}{{Space}}{{Space}}સૈ હું તો આઘા મલકની કેડી...
| |
|
| |
| {{Space}}{{Space}}મારગ મેલીને હું તો ફંટાતી ચાલતી
| |
| {{Space}}{{Space}}સીમાડે સીમાડે મસ્તીમાં મ્હાલતી
| |
| ડુંગરની કેડ્યે વીંટળાઉં અને ઘાટીલી ટેકરીઓ લ્યે મને તેડી
| |
| {{Space}}{{Space}}{{Space}}સૈ હું તો હૈયાં બ્હેલાવતી કેડી...
| |
|
| |
| {{Space}}{{Space}}કેટલાંય ગામોનાં પાદર બોલાવતાં
| |
| {{Space}}{{Space}}સુંવાળા રસ્તાઓ શમણામાં આવતા
| |
| જાય મારી બલ્લા! જ્યાં પથ્થરમાં કોરેલાં હોય બધાં માઢ અને મેડી
| |
| {{Space}}{{Space}}{{Space}}સૈ હું તો ભવભવની કેડી...
| |
| </poem>
| |
|
| |
| == ચોમાસું : ગીત ==
| |
|
| |
| <poem>
| |
| ફળિયામાં પાદરમાં સીમ અને વગડામાં ચોમાસું બેકાબૂ રાનમાં
| |
| દોમદોમ માટીની સાહ્યબી લીલપ થૈ ઝૂલે છે વરણાગી પાનમાં
| |
|
| |
| {{Space}}ભાઈ હવે ઓરે છે નેહ નર્યો ચાસમાં
| |
| {{Space}}ઓળઘોળ ગામ અને સીમ સાવ પાસમાં
| |
| {{Space}}આખ્ખું આકાશ પણે આળોટે ઘાસમાં
| |
|
| |
| પહાડો મન મૂકી ઓગળતા આવ્યા, લ્યે! ઝરણાંના ગાનમાં
| |
| દોમદોમ માટીની સાહ્યબી લીલપ થૈ ઝૂલે છે વરણાગી પાનમાં
| |
|
| |
| {{Space}}કોક મને બોલાવે વાદળમાં પ્હાડમાં
| |
| {{Space}}મન મારું મસ્ત અહીં વેલા ને વાડમાં
| |
| {{Space}}વૃક્ષોનું ગામ ઘડી ડોલે છે તાડમાં.
| |
|
| |
| ખીણોમાં ઊછળતી કુંવારી નદીઓ, લ્યો! આવી પૂગી રે મેદાનમાં
| |
| ફળિયામાં પાદરમાં સીમ અને વગડામાં ચોમાસું બેકાબૂ રાનમાં...
| |
| </poem>
| |
|
| |
| == કણબી કાવ્ય ==
| |
|
| |
| <poem>
| |
| કણબીની વિયાઈ ભેંસ અને આવ્યો છે પાડો
| |
| ખેતરથી ઘેર જતાં કણબીને ઊતર્યો છે સાપ એક આડો
| |
|
| |
| ચ્હેરાના અજવાળે રોટલા ઘડતી પટલાણીબાઈ ફાટફાટ રોતી
| |
| દીકરા વિનાના સાવ નોંધારા આયખાને પડુંપડું ઊભેલું જોતી
| |
| પટલાણી જોવાને ઝંખતી’તી ઝાડભર્યા પ્હાડો
| |
| ખેતરથી ઘેર જતાં કણબીને ઊતર્યો છે સાપ એક આડો
| |
|
| |
| ઢંઢેરો પીટાયો ગામમાં કે વણજારો પોઠ ભરી આવ્યો
| |
| લેવાનું મન છતાં લીધી લેવાય નહિ એવી એ કઈ વસ લાવ્યો
| |
| જીવતરમાં ધાડ પડી તોય નથી સંભળાતી રાડો
| |
| કણબીની વિયાઈ ભેંસ અને આવ્યો છે પાડો
| |
|
| |
| પાણી ના હોય એવા કૂવાને કેમ કરી કહેવાનો કૂવો
| |
| કેળ સમી ઊભી છે લ્હેરાતી પટલાણી તોય, તમે જુઓ
| |
| ઊંચી છે ન્યાત મહીં આબરૂ ને મોટો છે વાડો
| |
| ખેતરથી ઘેર જતા કણબીને ઊતર્યાં છે સાપ એક આડો
| |
|
| |
| કણબીની વિયાઈ ભેંસ અને આવ્યો છે પાડો...
| |
| </poem>
| |
|
| |
| == અવસર ==
| |
|
| |
| <poem>
| |
| ડાળ ડાળથી ખરી જવાના અવસર આવ્યા
| |
| કૂંપળ સુધી ફરી જવાના અવસર આવ્યા
| |
| ખેતર ખેતર તેતર રમતાં દીઠાં પાછાં
| |
| વગડા વેર વરી જવાના અવસર આવ્યા
| |
| માટીમાં મન રોપ્યું’ તું મેં કો’ક સવારે
| |
| જળ સંગે ત્યાં સરી જવાના અવસર આવ્યા
| |
| ફાંટ ભરીને ઋતુઓ લાવી ખળે ખેતરે
| |
| એ તડકાઓ તરી જવાના અવસર આવ્યા
| |
| વૃક્ષે વૃક્ષે સાદ પાડતી નીરવતા લ્યો
| |
| વાત કાનમાં કરી જવાના અવસર આવ્યા
| |
| વયની ડાળે કાચી કેરી લૂમે ઝૂમે
| |
| વેળા એંઠી કરી જવાના અવસર આવ્યા
| |
| દૂર સીમમાં કો’ક ગાય છે ગીત ગગનનું
| |
| હરિવર અમને હરી જવાના અવસર આવ્યા
| |
| જળમાં, તળમાં, દીવા બળતા દશે દિશામાં
| |
| દૂર મલકમાં ફરી જવાના અવસર આવ્યા
| |
| </poem>
| |
|
| |
| == પટેલભાઈ ==
| |
|
| |
| <poem>
| |
| {{Space}}સમજણમાં ભોળા ને કાળજાના કાચા, પટેલભાઈ
| |
| {{Space}}વાણીથી વાંકા ને રગરગથી સાચા પટેલભાઈ
| |
|
| |
| કાળઝાળ કાળી મજૂરી કરી ભરવાનાં દેવાં તે એમ તમે જિન્દગી ન જાણી
| |
| રોટલાના જેવું છે બૈરીનું મોઢું ને ઉપરથી બળદોને જોઈ ચઢે પોશ પોશ પાણી
| |
| વાણિયાના વિશ્વાસે હાલે છે વ્હાણ તમે ટેસથી ખાધા કરો છો રોજ ધાણી
| |
|
| |
| {{Space}}તમે ફૂગ્ગો થઈ ફૂલ્યા ને શઢ જેમ ખૂલ્યા; પટેલભાઈ
| |
| {{Space}}મેળાની જેમ, તમે ઋતુ આવી ને સાવ ઉલ્યા, પટેલભાઈ
| |
|
| |
| ગોફણના પથ્થરની જેમ રહે ફેંકાતું આયખું આ ફેંકાવું કોણ છે, બોલો
| |
| કણબણની ઇચ્છાઓ રાહ જોઈ પથ્થર થઈ જાય, એમ બોલે છે હોલો
| |
| ઘૂઘરાઓ બાંધની આવે અંધારું ઘેર, કોક જાગો રે, જાગો રે, બારણાં ખોલો
| |
|
| |
| {{Space}}માટીના મોર વિશે પટલાણી પૂછે, પટેલભાઈ
| |
| {{Space}}આણાની રાત કોણે આંસુઓ લૂછે, પટેલભાઈ
| |
|
| |
| ખેતરના શેઢાની જેમ વ્હાલ લંબાવે હાથ કૈંક કંકણને સમજો તો સારું
| |
| રાતા ગવનમાં ધ્રુજે છે આભલાનાં આભ એના પાણીને ચાખો તો ખારું
| |
| લાપસીના આંધણ મૂકીને પૂછે પટલાણી : આજ ઘેર રોકાશો વારું?
| |
|
| |
| {{Space}}ખેતરમાં દાણા ને ઘરનાંની મૂંઝાતી વાણી, પટેલભાઈ
| |
| {{Space}}ખેતરમાં ચોર પડ્યા, ઘરમાં ઉજાગરે-ઉજાણી, પટેલભાઈ
| |
|
| |
| પાંસળીએ પાંસળીએ વાંસળીઓ વાગતી ને સોનાના દાગીના પટલાણી માગતી
| |
| મેળાના થાક પછી ઊંઘે પટેલ ઠૂસ! મહીસાગર-પટેલાણી ચોમાસું જાગતી
| |
| ચિંતામાં સૂકાતા કણબીને રોજ રોજ પટલાણી જીવતર ને જોબન સમજાવતી
| |
|
| |
| {{Space}}સમજી સમજીને બધુ છેવટમાં ભૂલ્યા, પટેલભાઈ!
| |
| {{Space}}વાયરામાં ઝૂલ્યા ને જીવતરમાં ડૂલ્યા, પટેલભાઈ!
| |
| </poem>
| |
|
| |
| == પહેલો વરસાદ ==
| |
|
| |
| <poem>
| |
| પાંદડે પાંદડે પગલી પાડતો
| |
| ટાઢૂં દઝાડતો
| |
| પહેલો વરસાદ પસાર થાય છે...
| |
| નેવાં જળતરંગ થઈ બજી ઊઠે છે.
| |
| એક સામટી કેટલી નદીઓ
| |
| વાડાઓમાંથી નીકળી
| |
| ફળિયાં માથે મૂકી વહી નીકળી છે...
| |
|
| |
| તીતીઘોડાને પાંખો ફૂટી છે.
| |
| માટી માથું ઊંચકે છે
| |
| ઇન્દ્રગોપના મખમલી સ્પર્શથી
| |
| રોમાંચિત હવાઓ રણઝણે છે
| |
| હણહણે છે ઊંડાણોમાં અશ્વો વેળા લઈને...
| |
|
| |
| લીલાં વસ્ત્રધારી વનદેવી
| |
| ઘરની પછીત લગોલગ પ્રગટ થયાં છે
| |
| ને ઉંબરમાં આવજા કરે દૂરની ટેકરીઓ
| |
| દાદાના હુક્કામાં દરિયાનાં પાણી ગડગડે...
| |
|
| |
| મા મકાઈની ધાણી ફોડે છે...
| |
| એની સુગંધ લેવા પૂર્વજો
| |
| પડસાળે આવ્યા છે
| |
| છાપરાંનાં નળિયાંને ઢોળ ચઢાવતો –
| |
| તડકો ઘડીકમાં ઘરભંગ થાય છે તો
| |
| ઘડીકમાં ગારો ગારો...
| |
|
| |
| વૃક્ષો આજે વડીલ જેવાં લાગે છે
| |
| ઘટાઓમાંથી નીકળેલો
| |
| મારકણો અંધકાર પાસે ને પાસે આવે છે
| |
| પ્હાડોમાં હજી બળતા દવનો ધુમાડો છે કે –
| |
| વાદળી વેળાઓ રમવા નીકળી છે?
| |
| પીઠ પર પૃથ્વી લઈને ગોકળગાય
| |
| મારા ઘર તરફ આવી રહી છે
| |
| ને હું હજી નેવાં નીચે...
| |
| </poem>
| |
|
| |
| == જાત સાથે - ==
| |
|
| |
| <poem>
| |
| બારીઓ બંધ કરી દીધી છે
| |
| પડદા પાડી દીધા છે
| |
| મારી આંખે કાળા ડાબલા ચઢાવી દીધા છે
| |
| ઘાણીનો બળદ અને એક્કાનો ઘોડો મારામાં પમાય છે...
| |
| બારણું બંધ કરતાં દીકરો કહે છે :
| |
| ‘તમારી સાથે જ રહી જુઓ હવે તમે એકલા...’
| |
| તારા વિહોણો અંધકાર જીરવાતો નથી
| |
| દિવાળીની દીપમાળાઓ કલ્પવી જ રહી
| |
| બેસતા શિયાળાની સાંજ બહાર ઢળું ઢળું થતી હશે
| |
| સામેના બગીચામાં વૃક્ષોની છાયાભાત એકલવાઈ -
| |
| ભીંજાઉં ભીંજાઉં હળુ હળુ હલચલતી પામું છું પથારીમાં
| |
| રસોડામાંથી મૂઠિયાં તળાવાની સુગંધ ઊઠી રહી છે
| |
| ઘીની સોડમ સાથે ઘર - ગામ - મા...? ના રે ના
| |
| દિવાનખંડમાં દીકરો ડિસ્કવરી ચેનલ પર
| |
| મેડિકલ સિરિયલ જુએ છે - ‘બધું જ બદલી શકાય છે - હૃદય
| |
| પણ...’
| |
| ઉપરના રૂમમાં - બીજો દીકરો -
| |
| ‘હર તરફ હર જગહ બેસુમાર આદમી
| |
| ફિર ભી તન્હાઈયોં કા શિકાર આદમી’
| |
| ગઝલ સાંભળતાં સાંભળતાં
| |
| કમ્પ્યૂટર સાથે શતરંજ રમતો લાગે છે
| |
| ઉકળતા પાણીમાં નેપકીન નીચોવી -
| |
| મારાં અંગોને ઘસીને - લૂછી આપીને હમણાં જ
| |
| દીકરી પાછી સાસરે ગઈ છે - એનો પતિ બહારગામથી
| |
| આવવાનો છે - એની પૂંઠે પૂંઠે નીકળી ગયેલું મારું મન
| |
| મહીસાગર કાંઠેના મારા ખેતરમાં ચોળાની કૂંણી કૂંણી સીંગો
| |
| ચાવે છે; હમણાં જ ખોદાતી મગફળી - માટીની સુગંધ
| |
| મને હવામાં તરતી તરતી -
| |
| કહે છે કે : ‘જે પોતાની જાત સાથે એકલો રહી શકે છે તે -
| |
| સૌથી સુખી હોય છે દુનિયામાંઃ’
| |
| જો કે જાત સાથે રહેવું ઘણું મુશ્કેલ છે; નહીં?
| |
| કેમ, તમે શું કહો છો?
| |
| </poem>
| |
|
| |
|
| |
| == ચોપાઈ ==
| |
|
| |
| <poem>
| |
| લાગી આવે હાડોહાડ
| |
| ભાઈ કરે આંગણમાં વાડ
| |
|
| |
| જીવન ખુદનો આપે અર્થ :
| |
| ગણ દિવસો ને વરસો કાઢ
| |
|
| |
| જે બંધાવે એ પણ જાય–
| |
| મૂકી સૂનાં મેડી માઢ
| |
|
| |
| ના છાંયો, ના ફળની આશ
| |
| ‘ઊંચા લોકો’ એવા તાડ
| |
|
| |
| ઝાડ નથી એ છે જીવતર
| |
| બેઠો છે એ ડાળ ન વાઢ
| |
|
| |
| મતલબ બ્હેરાં સઘળાં લોક
| |
| ફોગટ તારી રાડારાડ
| |
| ૦
| |
|
| |
| એની ઇચ્છા એનું હેત
| |
| બાકી માણસ નામે પ્રેત
| |
|
| |
| મનથી દે એ સાચું માન–
| |
| પ્રેમ વગર સૌ રણ ને રેત
| |
|
| |
| અવસર છે કે તેડું : પામ,
| |
| આંગણ આવ્યું પંખી શ્વેત
| |
|
| |
| પાછળ પગલાં ગણતું કોણ
| |
| કર સાવધ ને તું પણ ચેત
| |
|
| |
| પ્રેમ કરે ને રાખે દૂર
| |
| પીડા આપી જગવે હેત
| |
|
| |
| મોલ બનીને ‘એ’ લ્હેરાય :
| |
| ખુલ્લું મૂકી દે તું ખેત
| |
| ૦
| |
|
| |
| રક્ષક થૈને વાઢ્યાં ઝાડ
| |
| પથ્થર થૈ ગ્યા લીલા પ્હાડ
| |
|
| |
| જુઠ્ઠાણાં બોલે મોટ્ટેથી
| |
| સાચ કરે ના રાડારાડ
| |
|
| |
| વ્હાલાંથી વઢવામાં, બોલ–
| |
| પામ્યો શું, શી મારી ધાડ
| |
|
| |
| કોનું કાયમ ક્યાં કૈં છે જ
| |
| ખેતર વચ્ચે કર મા વાડ
| |
| મેં વૃક્ષોમાં જોયો ‘એ’ જ
| |
| મલકે લૈ કૂંપળની આડ
| |
| ૦
| |
|
| |
|
| |
| જે કુદરતનો કારોબાર
| |
| વૃક્ષો ઊભાં હારોહાર
| |
|
| |
| ‘ઊંચો પર્વત ઊંડી ખીણ’
| |
| ને ચલવે એ ધારો ધાર
| |
|
| |
| તારી દૃઢતા જાણે એ ય–
| |
| પીંજે તેથી તારોતાર
| |
|
| |
| કીડી કુંજર એક જ ન્યાય
| |
| તું શીખી લે કારોબાર
| |
|
| |
| કરે કસોટી રાખે દૂર
| |
| પૂછે ખબરો બારોબાર
| |
|
| |
| મોસમ થૈ અવતરશે ‘એ’ જ
| |
| ને છલકાશે. ભારોભાર.
| |
| </poem>
| |
|
| |
| == મણિલાલ હ. પટેલના કાવ્યસંગ્રહો ==
| |
|
| |
| {{Poem2Open}}
| |
| ૧. ‘પદ્મા વિનાના દેશમાં’, ૧૯૮૩. નક્ષત્ર ટ્રસ્ટ ગુ. સા. પરિષદ.
| |
| ૨. ‘સાતમી ઋતુ’, ૧૯૮૮. ચંદ્રમૌલિ પ્રકાશન.
| |
| ૩. ‘ડુંગર કોરી ઘર કર્યાં’, ૧૯૯૬. પાર્થ પ્રકાશન
| |
| ૪. ‘પતઝડ’ (ચયન કરેલી રચનાઓનો હિન્દી અનુવાદ) અનુ. ડૉ. માયા પ્રકાશ પાંડેય, ૧૯૯૯. દર્પણ પ્રકાશન.
| |
| ૫. ‘વિચ્છેદ’ ૨૦૦૬. પાર્થ પ્રકાશન
| |
| ૬. ‘સીમાડે ઊગેલું ઝાડવું’, ૨૦૧૧. લજ્જા પબ્લિકેશન
| |
| ૭. ‘માટી અને મેઘ’, ૨૦૧૮. પાર્શ્વ પબ્લિકેશન
| |
| ૮. ‘ચૂંટેલી કવિતા’
| |
| {{Poem2Close}}
| |