|
|
Line 49: |
Line 49: |
|
| |
|
| }} | | }} |
|
| |
|
| |
|
| |
|
| |
|
| |
|
| |
|
| |
|
| |
|
| |
|
| |
|
| |
| == માચુ પિચુનાં ખંડેરોમાં ==
| |
|
| |
| <poem>
| |
| એ ગહન ગંભીર ઉપત્યકાઓમાં
| |
| જ્યાં વાદળો સરકે છે પાછલા પ્રહરના સ્વપ્નની જેમ,
| |
| જ્યાં એ વાદળોની ધૂસર જવનિકા પાછળ
| |
| પૂરો થયો છે એક કરુણ ખેલ
| |
| ઉપર ઓગણપચાસ મરુતો
| |
| જ્યાં ઝાંયઝાંય કરતા ફૂંકાય છે ઝંઝાના વેગથી
| |
| ને
| |
| નીચે કશુંક રહ્યું છે
| |
| સ્થિર, નિષ્કંપ.
| |
| કેડીઓ ને રસ્તાઓ
| |
| જ્યાં ઝરણાં બનીને દોડતાં ખોવાઈ જાય છે
| |
| ઘનપલ્લવ વનરાજીની ગંભીર છાતીમાં
| |
| જ્યાં ઉર્વર ઉદ્ભિજ સૃષ્ટિ હળવા-હળવા હાથથી
| |
| રૂઝવે છે ઘવાયેલા પથ્થરોના ઘાવ.
| |
| જ્યાં મૃત્યુ કોઈ એકાકી ધનિક પ્રૌઢાની જેમ
| |
| રહ્યું છે તેનો અસબાબ સાચવતું
| |
| એ માચુ પિચુનાં ખંડેરોમાં આમ કોણ બેઠું છે
| |
| પોતાના જ બે હાથ વચ્ચે માથું ટેકવી
| |
| આટલુ બધું એકાકી?
| |
| કોનો પડછાયો ભળી જાય છે
| |
| હરતી-ફરતી ભૂતાવળોની સાથે?
| |
| કોણ ચડે છે ને ઊતરે છે આ, સોપાનશ્રેણીઓ પર?
| |
| અલપઝલપ આંખો દેખાડી કોણ છુપાઈ જાય છે
| |
| આ શિલાઓ પાછળ?
| |
| કોણ આ કર્ણમૂળ સુધી ઝૂકીને
| |
| આછા નિઃશ્વાસ સાથે કહી જાય છે કશુંક
| |
| સાવ જનાન્તિક?
| |
| ક્યાં ગયા એ શ્રમિકોની સુડોળ કાયા પર ચળકતા સૂર્યો?
| |
| ક્યાં ગઈ એ રક્તવર્ણી ચળકતી પીઠો?
| |
| એ બલિષ્ઠ સ્નાયુઓની સુરેખ ચાપો?
| |
| એ કુંતલકેશરાજિમાં ભૂલી પડેલી બે સફેદ કોડી જેવી આંખો?
| |
|
| |
| ધરબાયેલા કંકાલો
| |
| ધૂળ ખંખેરી ઊભા થાય ભૂમિમાંથી.
| |
| ચાંદની રાતે
| |
| નરકંકાલો સાથે નારીકંકાલોની ક્રીડા
| |
| અફળાતા અસ્થિઓના બોદા અવાજો, ભયાવહ ચિત્કારો
| |
| એક જડબાના પોલાણમાં ફસડાઈ પડેલી બીજા જડબાની ડાબલી.
| |
| ક્યાં ગયાં એ કામુક સ્તનો?
| |
| એક સ્તનની પરિક્રમા કરતાં-કરતાં જ
| |
| થાકીને સૂઈ ગયેલી આંગળીઓ
| |
| અગ્નિના બાણ જેવા હોઠો
| |
| જંઘાના મૂળમાં બાઝેલાં પ્રસ્વેદનાં મોતીઓ.
| |
| સુવર્ણનાં કંકણથીય ઉજ્જ્વળ એ કમનીય હાથ,
| |
| કાનની બૂટમાં રતાશ બની ફરકી ગયેલો એ કંપ.
| |
| નરમ માંસની ઉષ્ણ ઘ્રાણ,
| |
| એકમેકની કામનાએ વણેલું એ નગ્નતાનું વસ્ત્ર
| |
| એક અસ્થિના પોલાણમાંથી
| |
| હૂહૂકાર કરી વિસ્તરતું જાય છે કશુંક
| |
| જ્યાં મરે છે બધું જ આ પૃથ્વી પરનું.
| |
| જ્યાં કોટાનકોટિ નિહારિકાઓ,
| |
| લક્ષલક્ષ નક્ષત્રો, તારાઓ મરે છે કોઈ જ અવાજ વગર.
| |
| જ્યાં મરે છે કાળ ધીમેધીમે
| |
| કોહવાતાં જતાં પાંદડાંની જેમ.
| |
|
| |
| ઇન્કાના પથ્થરજડ્યા સર્પિલ રસ્તાઓ પરથી પડછાયો સંકોરી
| |
| કોઈ ઊતરી ગયું છે હળવે પગલે
| |
| એન્ડીઝની પેલી તરફ
| |
| પાસિફિકની પેલે પાર.
| |
| એક સમયે પૃથ્વીનાં હૂંફાળા ગર્ભાશય સમા આ ટીટીકાકા
| |
| સરોવરમાં
| |
| કારખાનાનાં ઓકેલાં પાણીથી
| |
| ટૂંપાઈ ગયો છે નીલ માછલીનો નરમ ગર્ભ.
| |
| પૂર્ણિમાની રાત્રે જળમાં રમવા ઊતરી આવેલ
| |
| આખા આકાશને વેતરતી ચાલે છે
| |
| સહેલાણી લૉન્ચોની ભખભખતી ચીસ.
| |
| કોઈ કાળે પૃથ્વીની નાભિસમ કુઝકો નગરીમાં
| |
| ઇન્ડિયનોની રક્તિમ નાભિ નીચે ધીમે ધીમે
| |
| ભળતું જાય છે રાખોડી લોહી.
| |
| શસ્ય ક્ષેત્રોનાં ધનધાન્યમાં
| |
| હવે નથી રહ્યો કોઈ દેવોનો કે રાજાનોય ભાગ
| |
| બધો ભાગ –
| |
| બધો ભાગ હવે મરણના મુખમાં.
| |
| સોનેરી કણસલાંઓની, ભરી ભરી ઊંબીઓની
| |
| પવન સાથે કાલીઘેલી વાતો હવે ભૂમિમાં.
| |
| સમર્થ નૃપતિઓય ચાલ્યા ગયા છે.
| |
| પૃથ્વીની હૂંફાળી શય્યા સેવવા.
| |
| ને,
| |
| એક જ લાકડીએ હાંકા કઢાયેલ દેવો છે
| |
| સાવ નિર્વાસિત – ચૂપ.
| |
| મધ્યાહ્નના નિશ્ચેષ્ટ પ્રહરમાં
| |
| મૃતનગર પર સૂર્ય પ્રજ્વળે છે
| |
| પ્રખર ક્રૂર બાજની જેમ
| |
| એક સાદ પાડું ને
| |
| હજાર-હજાર પડઘાઓ ગબડી પડે ખીણમાં.
| |
|
| |
| લથડતા સમયને જ્યાં પસાર થતાં
| |
| પરસેવો વળે છે એ ખંડેરોમાંથી એક ટૂરિસ્ટ
| |
| દોડી જાય છે સડસડાટ
| |
| બધે મીંઢા મૌનનું મરણવર્તી સામ્રાજ્ય.
| |
| કાળ જેવું વિકરાળ સ્વરૂપ છે
| |
| તે સમય તો
| |
| પડ્યો રહ્યો છે શ્લથ, અલસ, નિદ્રાવશ
| |
| બે પથ્થરો વચ્ચે પડી રહેલી ગરોળીની મીંચાયેલી આંખમાં.
| |
| રઝળતી ખોપરીઓના પાત્રમાં દારૂ પીને છાકટા થાય છે સ્પેનયાર્ડો.
| |
| સો-સો મણ સોનાના ભાર નીચે દબાય છે પેરુ.
| |
| છેલ્લો ઇન્કા બેસી પડે સૂર્યનો અસ્ત જોઈને.
| |
|
| |
| પણ કોણ જાણે ક્યાંથી
| |
| આ અળવીતરો પવન આવીને પાનું ફેરવી જાય છે
| |
| ને
| |
| એન્ડીઝનાં તુષારમંડિત શિખરો ૫૨થી
| |
| સાંજના વિલાતા જતા પ્રકાશમાં
| |
| ફરી-ફરીને પાછો ફરું છું
| |
| મારી જ તૂટેલી ખુરશીના ખોળામાં.
| |
| સાંજ ઢળી ચૂકી છે
| |
| ઝાંખા પ્રકાશમાં રેખા ચિત્ર જેવી
| |
| લીમડાની ચમરી હળવા પવનમાં જરાક કંપે છે
| |
| સાંધ્ય આકાશમાં આર્દ્રાનો ગુલાબી તારો
| |
| મારાં આંસુમાં ચળકે છે.
| |
|
| |
| * <small>માચુ પિચુ – દક્ષિણ અમેરિકાના પેરુ દેશમાં આવેલું ઇન્કા સંસ્કૃતિનું મહત્ત્વનું પ્રાચીન સ્થળ</small>
| |
| </poem>
| |
|
| |
| == મોતીસરીનું આ વન ==
| |
|
| |
| <poem>
| |
| દૂરદૂરથી ઊડેલો કલાન્ત પવન
| |
| તેનાં પીંછાં પસવારે રાયણના વૃક્ષ પર
| |
| ને
| |
| તેનાં પીંછાંમાંથી ખરે, હવામાં તરે તરે
| |
| તેના ભ્રમણદેશોની ગંધ.
| |
| કૂકડાની કામેચ્છા જેવો સૂર્ય – લાલ
| |
| આથમી જાય વનનાં વૃક્ષોમાં.
| |
| કલકલિયા ચાષની પાંખોનો રંગ નીલ–
| |
| જળનો કે આકાશનો?
| |
| ટિટોડીની પ્રગલ્ભ ચાલ,
| |
| વનમેનાની આંજીમાંજી આંખ,
| |
| હુદહુદના માથા પરનો કેસરી તાજ,
| |
| બધું જ ઘોળાતું ઘોળાતું ભળી જાય અંધકારમાં.
| |
| વૃક્ષો પણ હવે સંકેલી લે છાયાની માયા
| |
| ને
| |
| ધીમેધીમે ધૂસર થતું જાય
| |
| કબૂતરની લીલી ડોક જેવું ચળકતું
| |
| મોતીસરીનું આ વન.
| |
| પછી રહે
| |
| ધૂસર હવામાં ઝીણી-ઝીણી ઘંટડી જેવું
| |
| બંધાતું ધુમ્મસ,
| |
| દશરથિયાં, ચીબરી કે કોઈ રાત્રિપક્ષીનો રઝળતો અવાજ,
| |
| વટવાગોળની પાંખોનો અસ્પષ્ટ ફડફડાટ,
| |
| ને
| |
| કંસારીના ઝાંઝરનો રણકતો સૂર.
| |
| ગોરડ, બાવળ ને હરમાની વિકળ ગંધ
| |
| ઓગળતી-ઓગળતી ભળી જાય અંધકારમાં.
| |
| તળાવના તરલ અંધકારમાં
| |
| ઝબકોળાવા આવે
| |
| વનની, જળની રૂપસીઓ.
| |
| એકાએક પૂર્વજન્મની કરુણ સ્મૃતિ જેવો
| |
| બપૈયાનો આર્જવભર્યો ટહુકો
| |
| ઝાંખા ચન્દ્રની જેમ ઊગી શમી જાય અંધકારમાં.
| |
| નક્ષત્રોના ઝાંખા ઉજાસમાં
| |
| વનના ઉચ્છ્વાસ
| |
| ને
| |
| પૃથ્વીના આ ઝાંખા અંધકારનાય અંધકારમાં
| |
| સાવ ખુલ્લી આંખે
| |
| સ્વપ્ન જુવે
| |
| આ બે આંખ
| |
|
| |
| <small>મોતીસરીનું વન એ જસદણ પાસે આવેલું પક્ષીઓ માટેનું નાનુંસરખું અભયારણ્ય છે.</small>
| |
| </poem>
| |
|
| |
| == વસ્તુઓ ==
| |
|
| |
| <poem>
| |
| દાદાની લાકડી, ચશ્માં, જૂનું મકાન,
| |
| ખુરશી, પલંગ ને પ્રાઇમસ,
| |
| રેશમની સાડી, ટેરીનનું શર્ટ, સુક્કાં ફૂલો
| |
| ને અત્તરની શીશી :
| |
| વસ્તુઓ ધારણ કરે છે આપણને
| |
| સાંખ્યયોગના અદ્ભુત તાટસ્થ્યથી.
| |
| આપણી લાખલાખ માયા છતાં
| |
| વસ્તુઓ અળગી રહે છે સતત
| |
| આપણા ભાવથી,
| |
| આપણી માયાથી,
| |
| આપણી છાયાથી.
| |
| વસ્તુઓ ધુમાય છે, ધરબાય છે,
| |
| કટાય છે ને કજળે છે –
| |
| કોઈ આપણી પહેલાં, કોઈ આપણી પછી
| |
| કોઈ આપણી બહાર
| |
| તો કોઈ આપણી જાણ બહાર.
| |
| આપણી સામે જ કરમાતાં જતાં ફૂલથી ધીમે,
| |
| લીમડાની ડાળડાળ ને પત્રપત્ર પર સરકતા જતા
| |
| ચન્દ્રથીય ધીમે,
| |
| આપણાં માથાંમાંથી ખરતા જતા
| |
| વાળથીય ધીમે
| |
| સાવ ધીમે-ધીમે
| |
| વસ્તુઓ પામે છે કોઈ બાળકના હાથનો મસૃણ સ્પર્શ
| |
| કે
| |
| કોઈ બરછટ હાથનો રૂક્ષ તિરસ્કાર.
| |
| વસ્તુઓ ચહાય છે ઉપેક્ષાય છે આપણાથી.
| |
| કોઈ વિશુદ્ધ આત્માના શાશ્વત તત્ત્વની જેમ જ
| |
| વસ્તુઓ દેહ દેહાંતરિત
| |
| રૂપ રૂપાંતરિત થઈને આવે છે આપણી સમક્ષ.
| |
| અને આપણે તો જાણતા નથી
| |
| સાવ સીધી સાદી વસ્તુ-પારના
| |
| વસ્તુનું સત્ય.
| |
|
| |
| ઉકરડે ઊભરાતી એક પણ વસ્તુ
| |
| ક્યારેય જોતી નથી નરકની ખીણ કે દુરાત્માઓનો દેશ.
| |
| કશુંક બીજું જ શુભ
| |
| તેનાં બારણાં ખોલીને આમંત્રે છે,
| |
| પ્રકાશની છૉળછૉળમાં સત્કારે છે, સંસ્કારે છે, સંમાર્જે છે.
| |
| આપણી અવશિષ્ટ, ઉચ્છિષ્ટ
| |
| આપણી તિરસ્કૃત એકએક વસ્તુ
| |
| સડી ગળી
| |
| તપી તવાઈ
| |
| કટાઈ કોહવાઈને
| |
| ફરી પામે છે
| |
| કલિંગરનાં પીળાં ફૂલનાં ઝાકળમાં રમતા સૂર્યનું રહસ્ય.
| |
| કોઈ ધીરોદત્ત, ક્ષમાશીલ રાજવીની જેમ
| |
| સંગ્રહસ્થાનમાં સામસામે હાથ મિલાવતાં
| |
| ઊભાં રહે છે રોમન આયુધો ને કાર્થેજિયન શસ્ત્રો
| |
| મોગલ શિરત્રાણની હૂંકમાં જ ઢબુરાઈ બેસે છે મરાઠાઓની ઢાલ
| |
| ચન્દ્રખનીજની નજીક જ નદીના પાંચીકાની જેમ
| |
| રમ્યા કરે છે
| |
| કોઈ લુપ્ત સંસ્કૃતિનાં મૃત્તિકાપાત્રો.
| |
| કાળકાળના આઘાતોને સહે છે વસ્તુઓ,
| |
| – કોઈ પ્રગલ્ભ નારીની જેમ.
| |
| ઝાંખું થઈ ગયેલું કિનખાબ પરનું જરીકામ,
| |
| લીલા ડાઘાથી શિળિયાટું તામ્રપત્ર,
| |
| સૂર્ય, પવન ને કાળે વાંચી-વાંચી ઘસી નાખેલા શિલાલેખો,
| |
| થરથરતા ઊભા જીર્ણશીર્ણ સ્થંભો,
| |
| પોતાનાં વિવર્ણ અંગોને શોધતી
| |
| ખંડિત મૂર્તિઓ;
| |
| ધુમાઈ-ધુમાઈને ઊડી ગયેલાં
| |
| અક્ષરોવાળી ધૂસર હસ્તપ્રત,
| |
| અક્ષુણ્ણ પૃથ્વી પર પહેલીવહેલી
| |
| રમવા આવેલી વનસ્પતિઓના અશ્મિઓ,
| |
| સુવર્ણ-રૌપ્ય મુદ્રાઓ, ધાતુપાત્રો, ધૂપદાનો,
| |
| મૌક્તિક માલાઓ,
| |
| હજારો વરસો પહેલાંના ઘઉંના દાણાઓ,
| |
| જાણે હમણાં જ
| |
| રમતાં રમતાં તૂટી ગયેલાં રમકડાંઓ,
| |
| શિલાલેખો, શિલ્પો, નગરનગરના નકશાઓ
| |
| પિરામિડ કે પૉમ્પી બની ધરબાય છે ઊંડે
| |
| સૂર્યચંદ્રથી દૂર,
| |
| નક્ષત્રતેજથી દૂર,
| |
| વનસ્પતિના બુભુક્ષુ મૂળથીય દૂર,
| |
| પૃથ્વીના ઉષ્ણ ગર્ભમાં
| |
| મમી બની તેના કાળનો અસબાબ થઈ રહેવા.
| |
| ખન્ ન્ ન્
| |
| ઉત્ખનનમાં ફરી જુએ છે સૂર્યનું મોં
| |
| ફરી માનપાન પામે છે મ્યુઝિયમમાં.
| |
| શેરીઓ, શહેરો ને દુકાનો
| |
| રાજમાર્ગો, મહેલો ને ઉદ્યાનો
| |
| ફરી ફરી પામે છે
| |
| સાવ વળી કોઈ બીજું જ નામ,
| |
| ઓળખાય છે વળી કોઈ બીજા જ મહાનુભાવના નામથી.
| |
| અમારી એ આલ્ફ્રેડ હાઈસ્કૂલ પર રાતોરાત જ ચીપકી ગયેલું
| |
| નવું નામ
| |
| ‘મહાત્મા ગાંધી હાઈસ્કૂલ’
| |
| પણ એક વાર મેં જોયું છે કે
| |
| એક બાળક રમે છે પીળી લખોટીઓથી,
| |
| સહજ પ્રેમપૂર્વક.
| |
| ક્યોટોની એક સન્નારી
| |
| વાંસની ફૂલદાની હાથમાં લઈને સહેજ ઝૂકી છે
| |
| જાણે તેની કૂખનું જ બાળક
| |
| એક શિલ્પી સ્પર્શે છે ગ્રેનાઇટના કાળમીંઢ પથ્થરને હળવેકથી
| |
| રખે તેનાં ટેરવાંનોય ઘસરકો પડી જાય.
| |
| શાકવાળો ફેરિયો
| |
| દૂધીની લીલી છાલને સ્પર્શે છે,
| |
| પ્રિયાની સુંવાળી જંઘા પર હાથ પસવારતા યક્ષની જેમ.
| |
| પેલી વૃદ્ધા
| |
| છીંકણીની ડાબલીને એક બાળકની જેમ જાળવીને મૂકી દે છે
| |
| તેના જર્જરિત ખિસ્સાના હૂંફાળા અંધકારમાં
| |
| વૈદૂર્યમણિના મમત્વથી.
| |
| પેલો મૂછાળો ચાઉસ
| |
| તેની બેનાળીને સાફ કરે છે કશુંક ગણગણતો-ગણગણતો
| |
| એક સલૂકાઈભરી માવજતથી.
| |
|
| |
| પણ
| |
| આ પૃથ્વી પર વસ્તુઓ
| |
| આવું બહુ બધું પામતી નથી વારંવાર.
| |
| કોઈ હાથનો પ્રેમપૂર્વક સંસ્પર્શ,
| |
| રૂપસિદ્ધ વળાંક, હેત, હૂંફ,
| |
| પોતાના શ્વાસ જેવો જ અંગત અનુબંધ પામેલી વસ્તુઓ
| |
| એક હાથથી બીજે હાથ
| |
| ને બીજે હાથથી બાવીસ હજાર હાથે
| |
| કોઈ હબસી ગુલામથીય વધુ પાશવી રીતે
| |
| વેચાતી ફરે છે
| |
|
| |
| કોઈ બાર વરસની બાળા પરના બળાત્કારથીય વધુ ક્રૂરતાથી
| |
| ઉપભોગાય છે,
| |
| અભડાય છે,
| |
| અબોટાય છે,
| |
| ને ઓછાય છે આપણાથી.
| |
|
| |
| વસ્તુઓ જાણતી નથી કે
| |
| વસ્તુઓથી જ વિરોધાય છે વસ્તુઓ
| |
| ને વસ્તુઓથી જ અંકાય છે અવસ્તુતાનાં મૂલ.
| |
| વ્હાઇટ હાઉસ ક્યારેય હાંસી નથી ઉડાવતું
| |
| મારા આ પડુંપડું થતા ઘરની ને
| |
| આ ઇલેક્ટ્રૉનિક ટાઈમ વૉચ
| |
| ક્યારેય આગળ નીકળી જવા નથી માગતી
| |
| મારા દાદાના ગારલીંપ્યા ઓરડાની જૂની ડંકા ઘડિયાળથી.
| |
| ગુલાબ, પુસ્તક કે રૂમાલ
| |
| સંવહે છે આપણા પ્રેમને,
| |
| બને છે આપણી ઉષ્માનું આકાશ,
| |
| અને કદીક ક્યારેક તો
| |
| આપણાં પ્રિયજનોથીય વિશેષ
| |
| આપણે સચવાઈ રહીએ છીએ
| |
| વસ્તુઓના હૃદયમાં.
| |
|
| |
| આપણા મરણોત્તર
| |
| વસ્તુઓ જાળવી રાખે છે આપણો સંબંધ,
| |
| સાચવી રાખે છે આપણી હૂંફ,
| |
| આપણા સ્પર્શની આપણા પ્રેમની.
| |
| તોપનું નાળચું બનાવવા માટે
| |
| ભઠ્ઠીમાં ભરખાઈ ગયેલી રમ્ય તામ્રમૂર્તિઓ,
| |
| ઇન્કાના પ્રાચીન ખંડેરોથી હિરોશીમાના ભગ્નાવશેષ
| |
| કોઈ પાગલના પ્રહારથી પાએટાની મૂર્તિના
| |
| હૃદય સુધી ઊંડી ઊતરેલી તિરાડો,
| |
| અજંતામાં શામળી રાજકુંવરીના ભીંતચિત્ર પર
| |
| કોઈના ઘાતકી ઉઝરડાથી ટશિયે-ટશિયે ઊભરાઈ આવેલ ચહેરો
| |
| હજાર હાથનો મેલ ખાધેલી
| |
| આપણા હાથના મેલ સમી રૂપિયાની નોટ,
| |
| ટેબલ પર આપણા ખૂની હાથોની સ્પષ્ટ છાપ,
| |
| હવામાં લટકતા રાંઢવાની ગૂંગળાવતી ગાંઠ,
| |
| આપણી પાશવી કામનાની સાક્ષી બનેલ
| |
| ચોળાયેલી ચાદર, ચૂંથાયેલું ઓશીકું :
| |
| વસ્તુઓ તો રહે છે
| |
| તટસ્થ, મૂક–
| |
| આપણા આતંકની,
| |
| આપણા અમાનુષી તાંડવની,
| |
| આપણી નિર્લજ્જતાની સાક્ષી બનીને.
| |
| ચન્દ્ર, મંગળ કે
| |
| કોઈ અક્ષુણ્ણ ગ્રહભૂમિ પર એ વસ્તુઓ જ
| |
| શ્વસે છે પૃથ્વીના પ્રાણમાં.
| |
| વસ્તુઓ જ હોય છે પૃથ્વીમંત્રથી દીક્ષિત.
| |
| દિક્કાળને ઉલ્લંઘીને દિગ્દિગંતમાં
| |
| એ વસ્તુઓ જ
| |
| ફેલાવે છે પૃથ્વીધર્મ.
| |
| તોય
| |
| વસ્તુઓના આ જગતમાં
| |
| વસ્તુઓ જ છે ચૂપ,
| |
| ઉપેક્ષિત.
| |
| ‘વસ્તુમાત્ર વ્યયધર્મી છે
| |
| વસ્તુમાત્ર ક્ષયધર્મી છે.’
| |
| એ બુદ્ધમંત્ર જાણવા છતાંય
| |
| વસ્તુઓ અતિક્રમે છે વસ્તુત્વને,
| |
| વસ્તુઓ ઉલ્લંઘે છે આપણને,
| |
| આપણી સીમાને
| |
| આપણા મરણને,
| |
| અને
| |
| વસ્તુઓ જ રહે છે
| |
| તેમની હસ્તિમાં સ્થિત,
| |
| તેમના કાર્યમાં રત.
| |
| </poem>
| |
|
| |
| == ‘અશ્વત્થામા’ ==
| |
|
| |
| <poem>
| |
| હા,
| |
| હું જ અશ્વત્થામા
| |
| જન્મોજન્મના ઝળહળતા મોતી વચ્ચે
| |
| એક અભિજ્ઞાન સૂત્ર.
| |
| યુગોયુગોના તળિયે જઈજઈને પણ
| |
| સાવ બોદા બુચની જેમ સપાટી પર તરતો
| |
| વહાણ પરથી ફેંકેલા કોલસાની જેમ જળજળમાં ઝબકોળાતો
| |
| તોય
| |
| તરડ બરડ તરતો
| |
| કેમેય ન મરતો.
| |
| ના,
| |
| ના, હું સહદેવ નથી.
| |
| એટલે જ તો જાણતો નથી
| |
| આવતી ક્ષણોનો ભીષણ ભાર,
| |
| પણ જાણું છું
| |
| કે
| |
| નવું શું છે?
| |
| વેદના પણ નહીં
| |
| કે નહીં
| |
| આ મુમૂર્ષા કે વિવક્ષા પણ.
| |
| તાર પરથી ટીપાં સરકે છે.
| |
| ટપ દઈને ટપકે છે.
| |
| અને એ પછી આવે છે બીજું ટીપું.
| |
| પણ એથીય કશુંક ભંગુર ક્ષણજીવી
| |
| આછા એવા થડકારથી રાઈ-રાઈ
| |
| થઈ વેરાઈ જાય છે
| |
| ને
| |
| આંગળીઓ વકાસીને હથેળી જોઈ રહે છે.
| |
|
| |
| બોધિવૃક્ષની પૃથુલઘન છાયા એ મારું સૌભાગ્ય નથી
| |
| ને
| |
| હું જાતિસ્મર પણ નથી.
| |
| આ એક જન્મની ઑરમાં જ
| |
| વીંટળાઈ-વીંટળાઈને મળ્યા છે અનેક જન્મો
| |
| ને જન્મે-જન્મે અનેક મૃત્યુ.
| |
| તે દિવસે ધર્મરાજા યુધિષ્ઠરે તો કહેલું
| |
| ‘અશ્વત્થામા હતઃ’
| |
| પણ, સત્ય હોત જો એ મૃત્યુ!
| |
| ભાગ્યવાન છે,
| |
| મહાભાગ્યવાન છે એ હાથી
| |
| ને હું?
| |
| હું હતભાગ્ય.
| |
| મેં જાણે કે જોયું છે તોય જોયું નથી
| |
| વહેતા કેશની ધારા સાથે કોઈ લે જળસમાધિ,
| |
| તો કોઈને સ્વીકારે પૃથ્વી.
| |
| કોઈના છેલ્લા શ્વાસ પ્રિયજનના સાથમાં,
| |
| કોઈ ફૂલ કરમાઈ જાય કોઈના હાથમાં,
| |
| તો કોઈ ટહુકો ઝરી જાય સાવ એકાંતમાં.
| |
| લાખોની મેદનીમાં ટીટો નાસરની સ્મશાનયાત્રા
| |
| એકએકમાં મેં જોઈ છે મૃત્યુની કોઈ ને કોઈ માત્રા.
| |
| પણ
| |
| મસ્તકનો એ મરકતમણિ લઈ જાય
| |
| એ સાથે જ લઈ જાય બધું જ
| |
| ને રહે કેવળ
| |
| એક જ્વાળામુખીના કરાલ મુખ જેવું
| |
| રાતા ડંખની ઝૂલ લઈ બેઠેલી કીડીઓની કોરવાળું ઘારું
| |
| –અસ્થિઘન વેદના, નિશ્વાસોનું સંઘગાન.
| |
| યુદ્ધ પછી યુદ્ધના રક્તકર્દમને ખૂંદતો આવું છું વારંવાર
| |
| એ મહાકાલની એ રૂદ્ર ભૈરવીની મુંડમાલાને ગણ્યાં કરું છું
| |
| એક પછી એક,
| |
| ક્ષણ પછી ક્ષણને જોડ્યા કરું છું યુગોથી
| |
| મેં માપી છે મારા ચરા તળેની ધરતીને સહસ્ત્રવાર
| |
| ને જોયું છે,
| |
| ને જોયું છે કે
| |
| પૃથ્વી હ્રસ્વ થતી જાય છે
| |
| પ્રત્યેક પરિક્રમાએ પરિઘ ટૂંપાતો જાય છે
| |
| ધોળો ધૂપ થઈ ધુમાઈ-ધુમાઈને ધૂસર ધુમ્મસમાં
| |
| ચાલ્યું જાય છે બધું જ
| |
| એ શુકપ્રિયા,
| |
| એ શાલભંજિકા, એ કલભાષિણી
| |
| એ અરણ્યના દેવતાઓ,
| |
| મોતીના થાળમાં એ ઝગમગતું મુખ,
| |
| હણહણતી ઇચ્છાઓ,
| |
| એ થનગનતા અશ્વારોહીઓ,
| |
| ધનુષટંકારનો એ ગંભીર શબ્દ
| |
| એ તળાવડીમાં નહાવા પડેલો ચન્દ્રનો હંસ,
| |
| કાળા માથાના માનવીના લલાટ પર
| |
| લખેલો એ ગૌરવલેખ.
| |
| ચાલ્યું જાય છે બધું જ
| |
| બધું જ આ આકાશ નીચેનું આ આકાશની પેલે પાર
| |
| ને
| |
| જીભ પર રહી જાય છે
| |
| કેવળ પેલા ડોયેલા લોટનો સ્વાદ.
| |
|
| |
| ક્ષણ બે ક્ષણ
| |
| વચ્ચેના અંતરાલમાં એક જરીક ઝોકું
| |
| ને ઝબકીને જાગું તો
| |
| ઠણણ...
| |
| ત્રિકમ અફળાય છે મારા નલાસ્થિ સાથે
| |
| ચારે તરફ ચશ્માંના કાચમાંથી તાકતા ચહેરાઓ
| |
| શ્રમિકોની સુડોળ કાયા પર સ્વેદલેપનું આછું આવરણ,
| |
| ખૂલતા નકશાઓ, જીપમાં અફસરોની દોડધામ.
| |
| વધુ ખોદકામનું બજેટ નથી
| |
| પણ
| |
| આત્મખનન,
| |
| વારંવાર આત્મખનન,
| |
| ફરી ફરી એ જ આત્મખનન.
| |
| ને અંતે
| |
| ઠાલી ઠીબડીમાં ઠન ઠન,
| |
| હા,
| |
| મિ. ઢાંકી,
| |
| હું જ અશ્વત્થામાં.
| |
| જુઓ,
| |
| બધું કેવું સંગ્રહસ્થાનમાં શોભે તેવું થઈ ગયું છે નહીં?
| |
| હું તો તમને કહું છું કે હમણાં
| |
| મ્યુઝિયમની નવી ગૅલેરી બાંધવાનું રહેવા દો.
| |
| આમેય,
| |
| ચીનની દીવાલ બાંધવી હવે સહેલી નથી.
| |
| હવે તો શું મ્યુઝિયમની અંદર ને શું બહાર
| |
| એવા ક્યાં કશાય રહ્યા છે ભેદ?
| |
| અને તેનોય કોનો રહ્યો છે ખેદ?
| |
| જવા દો, તમે તારે જવા દો,
| |
| મને જંપવા દો ઘડી બે ઘડી
| |
| તમારા માણસોને કહી દો કે મને ધૂળ ન ઉડાડે.
| |
|
| |
| દશેય દિશાઓ પૂછે છે,
| |
| ચોસઠેય જોગણીઓની શ્રેણી પૂછે છે,
| |
| પૂછે છે વિવર્ણ દેવો,
| |
| કજળેલા ગોખમાંથી કંટાળીને ગણપતિ પૂછે છે,
| |
| ખાંગા ગવાક્ષમાં બેઠેલી પેલી અપ્સરા પૂછે છે,
| |
| ગઢની રાંગ પરનું મરેલું ઘાસ પૂછે છે,
| |
| નિર્જન અરણ્યમાં જીર્ણ શિવાલયનું અપૂજ લિંગ પૂછે છે,
| |
| અંધારી વાવનાં અવાવરુ પગથિયાં પૂછે છે,
| |
| પૂછે છે,
| |
| ને શોધે છે;
| |
| રામ શોધે હનુમાનને,
| |
| ને હનુમાન શોધે સંજીવની;
| |
| ને
| |
| સંજીવની શોધે છે માણસને.
| |
| મારા શ્વાસમાં બેઠેલું મૃત્યુ શોધે છે મને.
| |
| ને હું શોધું છું મૃત્યુને.
| |
| અર્જુન શોધે ગાંડીવ.
| |
| ક્યાં છે અલી લક્ષ્મી તારો વરદ હસ્ત?
| |
| ક્યાં છે પિનાકપાણિ તારું પિનાક?
| |
| ને
| |
| ક્યાં છે વાગીશ્વરી તારી વીણા?
| |
| મૂકોને પંચાત.
| |
| હવે
| |
| જુઓ.
| |
| બોસ્ટનમાં એક સ્કાયસ્ક્રેપરના ૭૮મા માળે
| |
| પાણીની ટાંકીમાં એક મચ્છરે મૂકેલાં ૩૭ ઈંડાં,
| |
| મુસોલિનીના શબ પર શિષ્ટ ઘરની સન્નારીઓએ
| |
| બીભત્સ ચાળા સાથે કરેલો પેશાબ,
| |
| સંગ્રહસ્થાનમાં બુદ્ધના દાંતને સ્થાને આબેહૂબ
| |
| ગોઠવાઈ ગયેલો એક વૃદ્ધનો દાંત,
| |
| એક ખટારો ઊથલી પડતાં ચાર મજૂરોનાં મરણ
| |
| ને
| |
| અંગોલામાં બળવો.
| |
| ચાર વરસનું એક કરચલિયાળું બાળક
| |
| લુખ્ખા આકાશ સામે જોઈને
| |
| એક ઉબાયેલું બગાસું ખાય છે.
| |
| અને માઉન્ટ રશમોરના પૂતળાંઓ
| |
| જોઈ રહે છે આકાશ ફાકતા.
| |
| એક પક્ષી ઊડી જાય છે
| |
| તેની છાતીમાં આકાશનો સ્નેહ લઈને,
| |
| એક પીળું અજાણ ફૂલ ખીલીને
| |
| કરમાઈ જાય છે પૃથ્વીની માયા લઈને.
| |
| હર્યાભર્યા આંગણાના તુલસીને
| |
| મેં ડાલડાના કટાયેલા ડબામાં ફ્લૅટને ત્રેવીસમે માળે ચડી
| |
| કરમાતા જોયા છે.
| |
| તૂતનખામનના શબને મેં ભારે
| |
| દબદબા સાથે લઈ જવાતું જોયેલું.
| |
| પિરામિડોના પ્રલંબ પડછાયામાં
| |
| મેં મિસરને ધરબાતું જોયું છે.
| |
| ને નાઈલ તો વહી જાય છે શાંત નિર્મમ.
| |
| મેં જોયું છે કે ઑલિમ્પસના દેવોનો
| |
| દરબાર ઉચાળો ભરે છે અહીંથી.
| |
| લૂઈ સોળમાના લોહીથી શણગારેલી તલવાર મેં જોઈ છે.
| |
| ઇન્કાના સમર્થ દેવ કરગરીને રહેવા માટે માગે છે ટેકરી પર
| |
| એક નાનું અમથું થાનક;
| |
| શું મળશે?
| |
| આ બજાર વચ્ચે કોની શબવાહિની
| |
| રસ્તો ચીરતી ચાલી જાય છે?
| |
| બસ ડ્રાઇવર સબૂર કર.
| |
| એય સાઇકલસવાર સાઇકલ પરથી ઊતરી જા, તું.
| |
| માથા પર રૂમાલ મૂક, હાથ જોડ,
| |
| ખંભો દે, જોયું ને?
| |
| ભરબજારે અદબભેર જુઓને બધાં કેવું જાળવે છે
| |
| પામર તુચ્છ માનવના ઉદ્દંડ મૃત્યુનું માન!
| |
| કોફિનની કાળાશ સહુના મુખ પર
| |
| પછી
| |
| અંધકારના ચૈત્યમાં
| |
| ભેજ અને જંતુ કોરે છે ઝીણું નકશીકામ.
| |
| ઝીણાં જંતુઓની જીભ માંજી માંજીને વીંછળે છે અસ્થિને
| |
| આકાશના ઘવાયેલા ધુમ્મટ નીચે
| |
| કે પછી અગ્નિમાં.
| |
| ઉચ્છિષ્ટ અસ્થિ શાંતિ પામે
| |
| માટીના ગર્ભમાં
| |
| કે
| |
| જળના તળિયે.
| |
| નરકંકાલ મળે જિબ્રાલ્ટરમાં
| |
| કે
| |
| પેકિંગમાં :
| |
| ર્હોડેશિયામાં મળે તેનાં પગલાં
| |
| ને
| |
| ન્યૂયૉર્કમાં મળી આવે તેની બખોલો.
| |
| પછી ચાલે વિવાદ મનુષ્યની ઉત્પત્તિનો.
| |
| ઉત્ખનન ચાલે એક ટીંબાનું
| |
| ને
| |
| મળી આવે એક આખું જીવતુંજાગતું નગર.
| |
| કોટિ કોટિ યુગલોનો કેલિકલહ
| |
| રાજવીઓના કૃપાકોપ વ્યથા માયા સંઘર્ષ.
| |
| નગર નગર ને શહેર શહેર આ મરેલ માટીના ટીંબા
| |
| કાળે કોઈ હોથલ
| |
| ને પછી લોથલ.
| |
| કઈ અસંયત ક્ષણે બ્રહ્મશીરાસ્ત્ર સનનન
| |
| વછૂટે છે ભાથામાંથી
| |
| ને
| |
| હજાર-હજાર ઉત્તરાના ભૃણમાં મૃત્યુ પ્રવેશે છે.
| |
| પણ અસ્ત્ર કયા ગર્ભને મારશે
| |
| ને
| |
| કૃષ્ણ કયા ગર્ભને તારશે?
| |
| કલ્પનાઓ કાળી ભઠ્ઠ પડી જાય છે.
| |
| હૃદય ચાલ્યું જાય છે ઊંડું,
| |
| કાન ચાલ્યા જાય છે કોલાહલના કળણમાં.
| |
| ઇન્દ્રિયો છપાક દઈને લપાઈ જાય કાયાના કૂવામાં.
| |
| નગરનગર ને શહેરશહેરની
| |
| શેરીએ શેરીએ ભટકું છું,
| |
| જ્યાં એકએક વન છે ખાંડવ,
| |
| એકએક ઘર લાક્ષાગૃહ
| |
| ને
| |
| એકએક નગર એક ટીંબો.
| |
| પણ
| |
| ધાવતાં-ધાવતાં જ મોંમાં નરમ ડીંટડીનું શ્યામ ફૂલ લઈ
| |
| ઊંઘી ગયેલા પેલા બાળકને ખબર નથી
| |
| કે બોખા-બોખા મોંમાં
| |
| હજીય શેરડીનો સ્વાદ વાગોળતી પેલી
| |
| વૃદ્ધાને તેની કશી જાણ નથી.
| |
| સ્ટેડિયમના મહેરામણ વચ્ચે બેઠેલા
| |
| હિપ હિપ હૂ...રેના છાકે ચડેલ
| |
| અપાણિપાદ ટોળાને ખબર નથી
| |
| ખબર નથી થિયેટરોના કુત્સિત અંધકારમાં
| |
| વંદાની જેમ ઊછરતી જતી પેઢીઓને
| |
| કે
| |
| લોકલ ટ્રેનોમાં ભરાઈ ભરાઈને ઠલવાતી જતી ગિરદીને
| |
| કે
| |
| શું રઝળે છે આ રખડુ હવામાં,
| |
| શું ગંધાયા કરે છે આ અવાવરુ લોહીમાં,
| |
| શું આ જ હથેળીએ ઝાલ્યું હતું કમળફૂલ?
| |
| ઝીલ્યું હતું જળનું હેત?
| |
| ભિખ્ખુ આનંદની પ્રવ્રજ્યા તો પૂરી થાય
| |
| તેના મરણે
| |
| પણ હું?
| |
| હું અશ્વત્થામા
| |
| હજાર હજાર અશ્વોના બળનું સિંચન કરી
| |
| હવે વકરેલા વરાહની જેમ રઝળતો
| |
| મરણવર વંચિત, શાપિત શાશ્વતતાનો
| |
| ઘેરઘેર બણબણતા ઘારાને લઈ ફરતો
| |
| ધખધખતા દાહને શામવા મુંડપાત્રમાં ઘીનો પિંડ માગતો ફરું છું.
| |
| હું અશ્વત્થામા
| |
| દૂઝતા વ્રણના મેરુદંડ પર ઊભેલો
| |
| આત્મનિર્ભર્ત્સનાની ગર્તામાં સરતો
| |
| ઉચ્છુંખલ છોકરાઓના કાંકરી ચાળાથી ઉપહાસપાત્ર બનતો
| |
| રઝળતો ફરું છું,
| |
| કોઈ એકલદોકલને ભડકાવું છું.
| |
| મારી વેદનાના સ્તુપની ગરિમા સાથે
| |
| પૃથ્વીપટે અહરહ હું ભટક્યા કરું છું નિરૂદ્દેશ;
| |
| અને કહો,
| |
| હવે મરણનોય
| |
| શો રહ્યો છે ઉદ્દેશ?
| |
| </poem>
| |
|
| |
| == મારી શેરી ==
| |
|
| |
| <poem>
| |
| જ્યાં બાળક ભાષાની પહેલાં ગાળ શીખે છે,
| |
| જ્યાં દિવસે અંધારી નવેળીમાં પ્રૌઢ સ્ત્રીઓ નજર ચુકાવી
| |
| પેશાબ કરવા જાય છે ઝટપટ,
| |
| જ્યાં ચાર વરસની છોકરી હાજત જતી વખતે
| |
| આબરૂ ઢાંકે છે ટૂંકા ફ્રોકથી,
| |
| જ્યાં આછા કણસાટથી બબડતું શરીર ઊંઘરેટાયેલી આંખે
| |
| આવતી કાલના સૂર્યની રાહ જુએ છે
| |
| વરસોવરસથી.
| |
|
| |
| વરસોથી પૂજાતો – લીલથી ય વધુ જમાનાનો ખાધેલ પીપળો.
| |
| પીપળાં ફરતાં આંટા મારે ખખડપાંચમ ડોશીઓ.
| |
| ડગડગતા બોખા મોંમાંથી ફસકી પડતાં પ્રભાતિયાંઓ.
| |
| રાતપાળી કરી આવેલ કાંતિભાઈના મોંમાં સૂર્યનું સળગતું ઢેફું
| |
| આળસ ખાતી વખતે દડી પડે છે રોજ.
| |
| ને તેમની
| |
| બગલનો ઉબાયેલો અંધકાર તેના ગંદા મુખે
| |
| સૂર્ય સામે કરે છે ચાળા.
| |
| પંદર પૈસાની ચા ને સાથે દુકાનદારની ગાળ માટે
| |
| સવારથી જ શરૂ થઈ જાય છે વિનુ અને ફારૂકની દોડાદોડ.
| |
| રાતને ખીલે બંધાયેલ ખેરૂનની બકરી હાશ કરતીક
| |
| દોડી જાય છે પાસેની શેરીમાં એઠવાડ ચરવા.
| |
| લથડતા બે પગ રઝળતા બે હાથને લઈ
| |
| નીકળી પડે છે રોજનો રોટલો રળવા.
| |
|
| |
| રેડિયો પર રેઢિયાળ ગીતોના રીડિયા,
| |
| કાળા કાગડાઓની કકલાણ,
| |
| ધૂળિયા ઝાડમાં ભરાઈને બેઠેલી કેટલીક ચકલીઓ.
| |
| રહી રહીને ઊડી જવા મથતી
| |
| ઝાંખરામાં ભરાયેલી ફાટેલી પતંગ,
| |
| ડુંગળી, લસણ ને શેકાતી રોટલીની વાસની ભીડ.
| |
| અલપઝલપ ઊંઘનું ઝોકું હાટ્ હાટ્ રાંડ મર મૂઈ
| |
| રસોડામાં દૂધ પીતી મીંદડી ઠેકી જાય બેચાર ઠામનો ખડખડાટ કરીને
| |
| એઠાં વાસણમાં મોં નાખતો કૂતરો,
| |
| નળિયાં પર પહોળા પગ કરી બેઠેલો તડકો,
| |
| ને
| |
| નવેળીની ગંદી ગટરમાં પોતાનું મોં જોતો સૂર્ય.
| |
|
| |
| મસ્જિદના બે સફેદ મિનારા આકાશની છાતીને તાકે છે શૂળીની જેમ
| |
| મુલ્લાની બાંગ મસ્જિદની દીવાલ સાથે અફળાઈ અફળાઈને
| |
| વેરાઈ જાય છે ચારેતરફ
| |
| લોબાનના વેશમાં આવે છે દૂરનો દરવેશ.
| |
| ધૂપતી વાસમાં ચાચર-ચોકમાંથી રૂમઝૂમ રૂમઝૂમ
| |
| બહુચર અંબા ઊતરે છે કોઈ ખોરડાના ખૂણામાં
| |
| ઝાંખો અરીસો ને અરીસાથીય ઝાંખી મરિયમ
| |
| અરીસામાં જુએ છે તેના લમણામાં ફૂટી આવેલા ધોળા વાળ
| |
| ને પછી બધાં મરઘાંબતકાંને બુચકારી-બુચકારીને
| |
| પૂરી દે છે પેટીમાં.
| |
| બકરીને કાન ઝાલીને લઈ આવે છે ગફુરમિયાં
| |
| બારીનું નેજવું ઊંચું કરી રાહ જુએ છે એક ઘર.
| |
| સાયરનની સાથે જ ખદબદવા લાગે છે શેરી.
| |
| સંડાસની ઓરડીમાં સંતાડેલ શીશો
| |
| ગટક ગ... ટ્ક ગ..ટ...ક
| |
| પથ્થરજડી શેરી પર પરચૂરણનો અવાજ
| |
| પાંચસાત પાસા કે ગુલામ, રંડી ને બાદશાનું રાજ.
| |
| જલતા-બુઝાતા ટોપકામાં ચમકતી લોલુપ આંખો.
| |
| વકરેલા પશુને વશ રાખવા લેંઘો વલૂરતાં-વલૂરતાં
| |
| સહુ છૂટા પડે છે
| |
| આવતી કાલના રંડીના કે જીતનાં સ્વપ્ન જોતાં.
| |
| ફાતિમા કોઈ લફંગા સાથે રમીની છેલ્લી ગેમ રમીને
| |
| ફરી પુરાઈ જાય છે તેના કાળમીંઢ કિલ્લામાં
| |
| ને છળી મરે છે રાતે
| |
| તેનાં ગળેલી કેરી જેવાં સ્તન જોઈને.
| |
| બિલાડી પહેરો ભરે છે મૂછો પસવારતી-પસવારતી.
| |
| અંધારી નવેળીની ઉબાયેલી હવા ભાગી છૂટે છે
| |
| બે હવસખોર છોકરાઓની ચુગલી કરવા.
| |
| કોઈ દુઃસ્વપ્ન જેવી ચીબરીઓ આથડ્યા કરે છે આમથી તેમ
| |
| આ તારથી પેલે તાર
| |
|
| |
| ફળિયાના ભીના અંધકારમાં પાંજરામાં આંખો મીંચતો પોપટ યાદ કરી લે છે કે
| |
| કદી એક કાળે તે હતો વિદિશા નગરીની ગણિકાનો માનીતો,
| |
| કામસૂત્રના પાઠથી આવકારતો પ્રેમિકોને
| |
| તર્જની પર બેસતો પ્રેમિકોની
| |
| પગમાં ઘૂઘરા ઘમકતા
| |
| દોમ-દોમ સાહ્યબી હતી
| |
| ને હવે
| |
| છળી મરે છે વંડી પરની બિલાડીના પેંતરાથી.
| |
|
| |
| આ શેરીનો એક છેડો ખૂલે શિકાગોના સબર્બમાં
| |
| ને બીજો છેડો ખૂલે કલકત્તાની બસ્તીમાં
| |
| સામ્યવાદનું હળ શેરીસોંસરું ચાલે ખચ્ચ
| |
| ખચકાતું ખચકાતું;
| |
| સમાજવાદનો પોપટ પઢ્યા કરે ઢમઢમ ઢંઢેરામાં.
| |
| ‘શેરીનો કૂતરો જો મતપત્રક પર સિક્કો મારી શકતો હોત
| |
| તો
| |
| તેને પણ કાપડનો તાકો મળ્યો હોત–
| |
| તે પણ પાંચ મીટર પૂરો હોં! પણ આપણે શું?
| |
| ગુમાવ્યો સાલ્લે.’
| |
| દિવસ પછી દિવસ
| |
| રાત પછી રાત
| |
| ને
| |
| સદી પછી સદી
| |
| આકાશની બોદી બારીમાં બેઠેલો એ
| |
| જાણે કે જુએ છે તોય જોતો નથી.
| |
| મારા ખભા પર લટકતા હે સિદ્ધહસ્ત વૈતાલ
| |
| તું પૂછીશ નહીં
| |
| જોવાનું દુઃખ છે ને જાણ્યાનું ઝાઝું.
| |
| ઈ. પૂ. પાંચસોમાં કકુત્થા નગરીમાં આમ જ હતું.
| |
| ને
| |
| આમ જ રહેશે બે હજાર ને પાંચસોમાં પણ.
| |
| તારે પૂછવું હોય તો પૂછ
| |
| પણ જવાબ હરિગઝ નહીં આપું.
| |
| તારે મારું માથું ધડ પરથી જુદું કરવું હોય તો કર,
| |
| મારા રાઈ-રાઈ જેવડા ટુકડા કરવા હોય તો કર,
| |
| ભલે મારો અનુત્તર જ મારા શિરચ્છેદનું નિમિત્ત બને.
| |
| આમ એક જ ડાળ પર કાચાકાચા લટકી રહેવા કરતાં
| |
| રાઈ-રાઈ રોળાઈ જવું સારું
| |
| તારે તેમ કરવું હોય તો ભલે તેમ કર.
| |
| પણ જવાબ –
| |
| જવાબ હરગિઝ નહીં આપું.
| |
| </poem>
| |
|
| |
| == પૃથ્વી ==
| |
|
| |
| <poem>
| |
| વરસોનાં વરસ,
| |
| વરસતાં વરસ,
| |
| વરસતો બરફ.
| |
| બરફ, બરફ, બરફ.
| |
| ખરખર ખરતો શીત સ્ફુલ્લિંગ જેવો,
| |
| ફર ફર વરસતો ફૂલ જેવો,
| |
| ચૂપચાપ વરસતો
| |
| સૂમસામ વરસતો;
| |
| જમીન પર ઘાસ પર વૃક્ષો પર
| |
| ડઠ્ઠર પથ્થર જેવો જામતો નીંભર
| |
| બરફ
| |
| બધે
| |
| બરફ બરફ બરફ.
| |
|
| |
| ભીતર ગુફાના ભભકતા અગ્નિમાં
| |
| ચીરાતાં લાલ માંસ
| |
| ચળકતા સફેદ દાંતો
| |
| હાડકાનો ગરમ માવો
| |
| રૂંછાદાર ચામડીનો ગરમાવો.
| |
| નરમ ઉષ્ણ ચામડીની નગ્નતા
| |
| એ નગ્નતાની હૂંફમાં
| |
| લપાતો હું
| |
| લપાતું મારું બાળક
| |
| ને અંતે
| |
| અગ્નિ માંસ ને માદાની હૂંફને તજી
| |
| ગુફામાંથી નીકળી બહાર
| |
| હાથનું નેજવું ધરી
| |
| જોઈ હતી પૃથ્વી પરની
| |
| સફેદ બરફની અફાટ ચાદરને
| |
| હળવે હળવે પીગળતી પીગળતી રેલાતી.
| |
| ખળખળતાં જળ તોડ્યું હતું
| |
| પૃથ્વીનું પ્રલંબ મૌન
| |
|
| |
| જોયું હતું દબાયેલા ઘાસને માથું ઊંચું કરતાં,
| |
| પક્ષીઓને થીજેલી પાંખ ખંખેરતાં,
| |
| ઉપર નભ નીલામ્બર
| |
| નીચે હરિતામ્બરા પૃથ્વી.
| |
| મનમાં ને મનમાં જાણે
| |
| હું એક મેદાન મારી ગયો હતો.
| |
|
| |
| ઠરતા લાવાએ
| |
| પીગળતા બરફે
| |
| ગાયોની વાંભે,
| |
| સેકાતાં માંસે,
| |
| આંગણામાં ડોલતાં કણસલાએ,
| |
| ચાલતાં ચક્રોએ
| |
| ઘડ્યાં છે મારાં હાડ
| |
| ઘડ્યો છે મારો પંડ.
| |
| દરિયો ડહોળી, ખંડો ખૂંદી,
| |
| કોઈ શોધે અમેરિકા,
| |
| કોઈ લાંગરે ઇંડિયા,
| |
| કોઈ આથડે પોલીનેશિયામાં,
| |
| નો કોઈ ખાબકે અજ્ઞાત અંધારી ખાડીઓમાં.
| |
| કોઈ ઠેકી જાય અખાતને
| |
| ગીચ દુર્ગમ જંગલોમાં કોઈ શોધે
| |
| એમેઝોનનું મૂળ,
| |
| કોઈ શોધવા નીકળે પોતાનું કુળ,
| |
| તો કોઈ શોધે સૂર્યમાળાનો દસમો ગ્રહ
| |
| પણ ‘જામાતા દશમો ગ્રહ’...
| |
|
| |
| આ મનુપુત્ર
| |
| ભર્યું ભાણે ભરપૂર ભોગવે તને.
| |
| અમે વસુઓ મહીપતિ
| |
| ધીરજ ધર તું ધરિત્રી,
| |
| મળી છે તું અમને પટેથી.
| |
| – યાવત્ ચન્દ્રદિવાકરૌ’
| |
| તને નથ પહેરાવી નાથી છે,
| |
| તને જોતરી છે ખોતરી છે
| |
| ખેડી છે ખૂંદી છે ગૂંદી છે તને.
| |
|
| |
| પહેલાં તો ખોળામાં સમાઈ જતું શિશુ,
| |
| મારા એક આશ્લેષમાં
| |
| પ્રાકૃત પ્રિયા મારા પાશમાં.
| |
| આજે આ લંબાયેલા હાથે
| |
| બાથ ભરું છું.
| |
| સાતે ય સમુદ્રોને
| |
| નવેય ખંડોને
| |
| દશેય દિશાઓને
| |
| ઈશ્વરમાં તરતાં કોટાનકોટિ વિશ્વોને
| |
| તો ય કેમ ફંફોસ્યા કરું છું આકાશને?
| |
| બધુંય છે હાથવેંતમાં
| |
| આ પૃથ્વી તો ‘હસ્તામલકવત્’
| |
| તો ય કેમ કશું નથી આવતું હાથમાં?
| |
| તો ય કેમ કશું નથી રહેતું હાથમાં?
| |
| કોણ બરાડી બરાડીને આરડે છે અહીં
| |
| ‘દ્યૌ શાંતિઃ પૃથ્વી શાંતિ : અંતરીક્ષ શાંતિ’ઃ
| |
| જમીન પર ઝૂકીને કાન માંડું
| |
| ને સંભળાય આર્જવભર્યો અવાજ
| |
| ‘ચન્દ્રની ધૂલિનું તિલક ભાલે’
| |
| ને વ્હાલે વિસારી શું મને જ?
| |
| ગગન ગોરંભતો
| |
| ગ્રહેગ્રહે ઘૂમતો
| |
| પરકિયા પ્રેમમાં પ્રમત્ત મોજમાં મસ્ત
| |
| વડછડે છોડે તરછોડે મને જ!
| |
|
| |
| બહુ બહુ જોઈ રાહ
| |
| કે વરાહ!
| |
| દંતશૂળથી ઉગારો
| |
| આ આકાશથી પાતાળ જતી પૃથ્વીને
| |
| કોઈ આજ ખંડખંડને જોડી
| |
| શોધો આખી પૃથ્વી!
| |
| આખી પૃથ્વી
| |
| આખેઆખી પૃથ્વી
| |
| હા, ભૂગોળના પીરિયડમાં માસ્તર
| |
| લાવતો’તો ભોળો.
| |
| પતરાનો જે ગોળો
| |
| તે તો એ ગોબાયેલું ડબલું બની
| |
| આમતેમ ઠેબાય
| |
| પાબ્લો એડમંડ સવલી જીવલીના પગ નીચે.
| |
| બે બિલાડીઓની રમતમાં
| |
| ગાભાની દડીની જેમ વીંખાય
| |
| લીરે લીરે પીંખાય.
| |
| પૃથ્વી!
| |
| ઝાળઝાળ વેદના હતી.
| |
| રોમરોમ ભભૂકતો રોષ હતો,
| |
| અગ્નિગર્ભા
| |
| જ્વાલામુખે અગ્નિ ફુત્કારતી રહી તું.
| |
| અનરાધાર વરસાદમાં લથબથ પલળી હતી
| |
| હિમયુગોની શાશ્વત શીત રાત્રિઓમાં થરથર ધ્રૂજી હતી,
| |
| મહાકાય ડીનોસોરના દેહભારથી જંતુની જેમ ચપાઈ હતી
| |
| થાકીને ત્રાહિમામ્ ત્રાહિમામ્ પોકારી ગઈ છે તું
| |
| દુરાત્માઓના વંશોથી
| |
| તું સત્ત્વનષ્ટ
| |
| મનુભ્રષ્ટ
| |
| પણ બે પડ વચ્ચે તે સાચવી રાખે છે
| |
| કાળે પાડી સળ,
| |
| છાતીસરસું છુપાવી રાખે છે તું જળ
| |
| ખંડેરોની પથ્થર છાતી પર પાથરે તું
| |
| મખમલપોચી લીલ
| |
| જેમાં ઘાસ ઉતારે તેનાં નાજુક કૂમળાં મૂળ
| |
| પછી હવે શું રહેશે કશું કશું કે ધૂળ?
| |
| રહેશે હતું કશું – ની અફવા રહેશે
| |
| રહેશે આમતેમ આથડતા પવનો
| |
| રહેશે આમતેમ અફળાતા સમુદ્રો
| |
| રહેશે પર્વતોની નિર્જન ગરિમા
| |
|
| |
| તગતગ તાકતી રહેશે જેને
| |
| માત્ર સૂર્યચંદ્રની ડરાંડરાં આંખ
| |
| રજનું ગજ કરી
| |
| રજ ચકરાતી ચકરાતી ચકરરાતી રહેશે રજરજમાં
| |
| પછી દટાઈ જઈશું આપણે
| |
| સાથે દાટી જઈશું તામ્રપત્રો તારીખો, તવારીખો,
| |
| ધરબી ભંડારી દઈશું કોઈ કાળસંદૂક,
| |
| અડાયા છાણાની જેમ ધૂંધવાતી રહેશે પૃથ્વી
| |
| પૃથ્વીની આંખે વળશે ઝાંખ
| |
| આંખે વળશે રાખ,
| |
| પછી કયા ગ્રહના માનવો
| |
| વાંચશે પૃથ્વીની પ્રાક્તન લિપિ.
| |
| પવન, પર્જન્ય ને પ્રકાશની
| |
| વિલસે જે અનેકવિધ લીલાઓ
| |
| તે ઝિલાશે ક્યાંય?
| |
| દિશા ભૂલ્યું છે
| |
| ખોરંભે ખરાબે ચડ્યું છે,
| |
| આ ડામાડોળ વહાણ
| |
| લીરેલીરા ફાટયા છે શઢ
| |
| કડડ દઈ તૂટ્યો છે કૂવાથંભ
| |
| તૂતક છૉળછૉળ
| |
| ફસડાયા છે પાટિયાં
| |
| ખાળ્યાં ખળાતાં નથી આ પૂર
| |
| કાંઠો છે દૂર
| |
| ધીમે ધીમે ડૂબે છે આ વહાણ
| |
| લોઢલોઢ ઉછાળા
| |
| અને ખારી થપાટો વચ્ચે
| |
| ડૂબી જઈશું આપણે
| |
| તરતો મૂકી લીલા કાચના શીશામાં સંદેશ
| |
| મળે જે દૂર દૂરના નાવિકને તેમ?
| |
| ધીમે ધીમે વધતું જાય છે તાણ
| |
| ધીમે ધીમે ગરકે છે આ વહાણ
| |
| કોઈ નોહાએ બાંધ્યું નથી આ વહાણ.
| |
| હમણાં તળિયે ગારદ નદારદ આ વહાણ
| |
| વાંસ ઘાસ
| |
| કીડીથી કુંજર લગ ડૂબશે,
| |
| બડબડ બૂડશે,
| |
| ને માણસ તો
| |
| પૃથ્વીના સ્વિંગબોર્ડમાંથી જંપ મારી
| |
| નહાવા પડ્યો હશે
| |
| અવકાશના સ્વીમિંગપુલમાં!
| |
| કોપરનીસ, ગેલિલિયો ભલેભલે લવે
| |
| ભલે ફંગોળે હડસેલે તને વિશ્વના કેન્દ્રની બહાર
| |
| પણ તું જ છે અમારું વિશ્વ.
| |
| તારી પ્રદક્ષિણા ફરે છે
| |
| સોમ ને વ્યોમ
| |
| પૃથ્વી!
| |
| જોઈ છે તને તારા ધ્રુવો પર
| |
| હિમયુગોની સ્મૃતિને સંઘરી બેઠેલી
| |
| અનિશ્ચલ શોકાર્ત વિષાદ - વસ્ત્રાવૃતા
| |
| જોગણની જેમ પડી છે કર્બુર પીંગળ વર્ણધારી.
| |
| ઉષર ભૂખર રેતરણોમાં
| |
| પણ તારી નાભિમધ્યે તું ઉર્વરા.
| |
| રહ્યું છે તને જળનું ઓધાન.
| |
| અડાબીડ જંગલમા કોળ્યો છે તારો દેહ,
| |
| ગંધવતી નારીની જેમ મ્હોર્યો છે ફોર્યો છે તારો દેહ.
| |
| માત્ર તેત્રીસ વરસોથી નહીં
| |
| પણ લક્ષલક્ષ વરસોથી
| |
| મત્સ્ય મંડૂક,
| |
| કચ્છપ વરાહ,
| |
| નર વાનર કિન્નર થઈ
| |
| ફરતો રહ્યો છું પૃથ્વીપટે.
| |
| અયુત વરસોથી ભમતો રહ્યો છું તારી
| |
| રોમરાજી વનરાજીમાં
| |
| વિહરતો રહ્યો છું તારાં મેદાનોમાં,
| |
| ગરક થયો છું તારી ગુફાઓમાં ગહવરોમાં,
| |
| ખોવાઈ ગયો છું તારી ખીણોમાં,
| |
| વહેતો રહ્યો છું તારા નદ નદી નિઝરમાં
| |
| તો વળી
| |
| લાંગર્યો છું કોઈ લગુનમાં
| |
|
| |
| નક્ષત્રનાં ભ્રમણો,
| |
| બદલાતાં નદીના વહેણો
| |
| નારંગી ઉત્ફુલ્લ પ્રભાતો, રૂપેરી નભઝુમ્મરો
| |
| ઉદાસ ઘેરી સંધ્યાઓ, રેલાતી ચંદન ચાંદનીઓ
| |
| દારુણ ઘોર રાત્રિઓ, ભયાવહ ધૂમકેતુઓ
| |
| પૃથ્વીગર્ભા ધાતુઓ
| |
| આગ ઓકતા જ્વાળામુખીઓ, પ્રમત્ત પવનો
| |
| પ્રતાપી પર્વતો, કરાલ કાંઠા કરાડો
| |
| ધોધો જલપ્રપાતો
| |
| લેપાતી લોપાતી દિશાઓ
| |
| ખૂલતા ખંડો, ઓટના દરિયાઓ
| |
| ચિંઘાડતા હાથીઓ
| |
| ચૂપચાપ ચાલતાં નીલગાયોનાં ટોળાં
| |
| જંગલને ચીરતી વાનરીની ચીસો
| |
| સૂનકારને પડઘાવતાં બિહામણાં તમરાંઓ
| |
| જંતુની જેમ મરી જતાં કુળો,
| |
| સળી જતાં સામ્રાજ્યો
| |
| દળકટક લઈ ચડી આવતાં ઘડીવારમાં
| |
| પડી જતાં લાવલશ્કરો
| |
| મહાકાલની આ વિવર્તલીલાને
| |
| મેં જોયા કરી છે આદિમ આશ્ચર્યથી.
| |
|
| |
| ધમણની જેમ હાંફ્યા કરતી
| |
| રાજ્યોની સીમા બહાર
| |
| જોયું છે મેં અસીમને.
| |
| ભૂમિ પર રહ્યાં રહ્યાં જ
| |
| પામ્યો છું ભૂમાનો સ્વાદ
| |
|
| |
| પૃથ્વી!
| |
| તારા ગ્રહથી જ હું છું ગૃહસ્થ
| |
| અહીં જ ઝૂમે છે ડમરો ને ગુલબાસ,
| |
| અહીં હતો મારા પૂર્વજોનો વાસ,
| |
| અહીં જ લીધો છે મારા પુત્રે શ્વાસ.
| |
| પૃથ્વી!
| |
| જોઈ છે તને
| |
| ચન્દ્ર પરથી નીલઆકાંક્ષા થઈ ઊગતી
| |
| પણ કોઈની આંખમાં આથમતી
| |
| જોયું જગત
| |
| માઇક્રોસ્કોપની આંખે
| |
| ટેલીસ્કોપની પાંખે
| |
| પણ જોયું ન જોયું ઉઘાડી આંખે
| |
| આ બારી બહાર.
| |
|
| |
| અનેક પૃથ્વીઓ મરી છે પૃથ્વી પર
| |
| અનેક પૃથ્વીઓ ફરી છે આ પૃથ્વી પર
| |
| પૃથ્વીની ધરી બહાર
| |
| પોતાની જ ધરી ફરતી.
| |
|
| |
| જેટલું જીવ્યો છું હું પૃથ્વી પર
| |
| તેટલું, પૃથ્વી! તું જીવી છે મારામાં!
| |
| પોતાના બે પગ પર ઊભા રહેવાની
| |
| મારી ઉદ્દંડ ઇચ્છાને તેં પોષી છે જીવનભર
| |
| ને અંતે
| |
| શેષ આશ્લેષમાં લીધો છે નિઃશેષ.
| |
|
| |
| માત્ર સીતાને નહીં
| |
| બધાંને જગ્યા કરી આપે છે તું
| |
| જીવતાં ને પછી મરતાં.
| |
| </poem>
| |
|
| |
| == અવરોહે આરોહણ ==
| |
|
| |
| <poem>
| |
| મેં જ સ્વયં માગ્યું અંધ ગાંધારી પાસે
| |
| મારું જ મૃત્યુ
| |
| એકાકી સંગહીન એક વિજન વગડામાં.
| |
|
| |
| મારા મૃત્યુનો મહાસમારોહ નથી
| |
| હાહાકાર નથી, કોલાહલ નથી
| |
| એ નથી અભિમન્યુ જેવું વીરોચિત
| |
| કે નથી એ નગરચોકમાં થયેલી હત્યા જેવું ચર્ચિત :
| |
| પણ એક અજાણ્યું ફૂલ હળવેકથી
| |
| વગડામાં ખીલીને ખરી જાય
| |
| તેમ ઝરી જઈશ હું આ ખોળામાંથી
| |
| આખી ય રાત ચન્દ્રને નીરખી હળવેકથી;
| |
| જેમ બિડાઈ જાય એક પોયણું
| |
| તેમ જ બિડાઈ જશે આ આંખો.
| |
| સમુદ્રનું જળ મેઘમાં વરસી
| |
| અનેક ધારાએ ધારાએ
| |
| નિર્ઝર-નદમાં વહી
| |
| ફરી ભળી જાય જેમ સમુદ્રમાં
| |
| તેમ ભળી જઈશ.
| |
| પક્વ-મૃત્યુમિષ્ટ થયા પછી
| |
| વળગી રહેવું આ દીંટાને
| |
| તે દ્રોહ છે વૃક્ષનો.
| |
| યુધિષ્ઠિર દ્યુતમાં હારી હારીને પણ
| |
| અજેય રહ્યા અંત સુધી
| |
| હું ક્યારેય ન રમ્યો દ્યુત
| |
| તો ય હારતો રહ્યો
| |
| હારતો રહ્યો છું એ ગોકુળની ગલીઓને
| |
| ગોરજટાણી ધૂળને
| |
| પ્રતીક્ષારત તરવરતી તગતગતી
| |
| બે માછલીઓને.
| |
| જમુનાના ઘુનામાં વમળાતા જળમાં
| |
| ખોવાઈ ગયેલ મારા દડાને,
| |
| તડકો ભરીને બેઠેલી સીમને,
| |
| મધ્યાહ્નના અલસ સુખકારી પ્રહરોને.
| |
| ચાલ્યું ગયું બધું
| |
| વમળાતું, વમળાતું, વમળાતું
| |
| દૂર... દૂર... દૂર.
| |
|
| |
| એક વાર અહંકારલિપ્ત થઈ
| |
| ઘોષણા કરેલી કે
| |
| કાલોડસ્મિ;
| |
| પણ કોણ પાછું આપી શકે
| |
| આ એ કે તે
| |
| ગયું કાળના વમળમાં?
| |
|
| |
| માનવી બની જાણવું છે મારે
| |
| ગર્ભકાળનું ઊંધે માથે લટકવાનું દુઃખ.
| |
| એક ધક્કા સાથે બહાર ફેંકાઈ જઈ જન્મવાનું,
| |
| અનંત અપરિચિતતામાં ફંગોળાઈ જવાનું.
| |
| જાણવી છે મારે શૈશવની અસહાયતા.
| |
| યૌવનની વિફળતા.
| |
| વાર્ધક્યને ઓવારે જાણવો છે મારે
| |
| મારા ગાત્રોનો વિરોધ
| |
| મારા વિરુદ્ધ ચાલતો મારી ઇન્દ્રિયોનો જ પ્રપંચ.
| |
|
| |
| દેહ ધારણ કરી બનવા મથ્યો એક મર્ત્ય માનવી
| |
| ક્ષયીષ્ણુ, મરણશીલ, સ્ખલનવશ.
| |
| દેવોથી ભલે દશાંગુલ નીચો
| |
| પણ માનવી-નિજમાં સ્ફુટ
| |
| પણ
| |
| હું જાણું છું,
| |
| હું જાણું છું કે આ માણસો
| |
| મને માનવી નહીં બનવા દે
| |
| અને ખરેખર ખૂબખૂબ
| |
| દુઃસાધ્ય લાગ્યું છે માનવ બનવાનું.
| |
|
| |
| ફરી આવીશ
| |
| ફરી આવીશ
| |
| આ તૃણવતી
| |
| આ જલવતી
| |
|
| |
| આ માયાવિની પૃથ્વી પર
| |
| પણ ખભે ભાર નહીં હોય
| |
| આ અવતારનો,
| |
| આ અભિજ્ઞાનો.
| |
|
| |
| પ્રત્યેક ક્ષણ હશે આવિષ્કાર.
| |
| પ્રત્યેક ક્ષણ હશે છલાંગ.
| |
| પ્રત્યેક દૃશ્ય હશે નૂતન.
| |
| એમ જ એક એક ક્ષણ ક્ષણ ભરી
| |
| બનતો જઈશ હું.
| |
| ઓળખવા મથીશ શ્રીમુખની એક એક રેખા
| |
| પછી સમયને માપીશ નહીં યુગોથી...
| |
| – પામીશ ઋતુઋતુની ગંધમાં,
| |
| ઉત્સવોના ઉન્માદમાં,
| |
| રાતને શોધીશ અંધકારના નરમ ગર્ભમાં.
| |
| ઐશ્વર્યખચિત પૃથ્વીને બારણે
| |
| ઊભો રહીશ એક અતિથિ બનીને
| |
| – ઇન્દ્રિયોના તાંદુલ લઈને.
| |
| શૂન્યપટ પર કોઈ ચાપ દોરે
| |
| તેમ વિસ્તારીશ નહીં જગતને મારી માયાથી.
| |
| આ માયાની જ માયા લાગશે મને
| |
| આયુના ઉત્તરાર્ધમાં મેં ગીતા ગાઈ
| |
| હવે થાય છે કે ગીત ગાઉં.
| |
| તડકામાં આળોટતા મેદાનનું,
| |
| જળનું કે કેવળ એમ જ.
| |
| અર્જુનને બતાવેલ વિશ્વરૂપના
| |
| દર્પણની કરચેકરચમાં હું જ ન પામ્યો ક્યારેય
| |
| મારું જ રૂપ.
| |
| રચ્યાં મેં પ્રપંચો વ્યૂહો–ચક્રવ્યૂહો, દુર્ગો;
| |
| મેં કર્યું કપટ,
| |
| કરી મેં છલનાઓ.
| |
| યશોદાને મુખગ્રાસમાં દેખાડ્યું બ્રહ્માંડ.
| |
| સજીવન કર્યો મેં ઉત્તરાનો ગર્ભ.
| |
| રોપ્યું મેં પારિજાતનું સ્વર્ગીય વૃક્ષ આ પૃથ્વી પર.
| |
| આપ્યું ઉગ્રસેનને મથુરા.
| |
| ને પાંડવોને ફરી આપ્યું હસ્તિનાપુર.
| |
| વસાવી મેં દ્વારકા.
| |
| ચડાવ્યો મારી ખ્યાતિનો ધ્વજ બધે જ.
| |
| અણુએ અણુમાં વિભુ બનીને વિસ્તર્યો
| |
| હવે પ્રહર પ્રહર એક પુત્કાર
| |
| ક્ષણ ક્ષણ એક ચિત્કાર
| |
| હજાર હજાર મુખે
| |
| પવન બોલ્યા કરે શિશુપાલ-વાણી
| |
| શું માત્ર આ એક સાંજમાં જ પામ્યો
| |
| બધી જ સાંજોનું ૨હસ્ય?
| |
| આયુના અવસાન-કાળે ભજવાય છે
| |
| આખુંય મહાભારત
| |
| પર્વ પછી પર્વ
| |
| પણ હવે તો મહાપર્વ
| |
| પાત્ર પછી પાત્ર
| |
| ગળતાં જાય છે મારાં ગાત્ર.
| |
| નર્મસખા અર્જુનનો હળવો હાથ
| |
| નથી મારા ખભા પર
| |
| ના... ના
| |
| હવે અર્જુન નહીં
| |
| હવે તો મૃત્યુ જ પરમસખા.
| |
| લઈ લો આખોય કલ્પ
| |
| તે તો અલ્પ;
| |
| આપો મને એક સાંજ સુદામા સાથે
| |
| ઓહ!
| |
| ઝાંખું ઝાંખું ઝાંખું એક ચિત્ર – આ જગત
| |
| એ ઝાંખપમાંથી ચળકી ઊઠે ચળક ચળક
| |
| એક જાજ્વવલ્યમાન ચિત્ર –
| |
|
| |
| ઓટના દરિયામાં ખોવાયેલી વસ્તુ પાછી મળે તેમ
| |
| એ આ મળી ઝાંઝરની ઘૂઘરી.
| |
| એ આ મળ્યા પ્રભાતના જોગિયાના કરુણ સ્વર
| |
| આ મળી પગ પાસેથી જ ફૂટતી કેડી
| |
| કોનાં આ પગલાં નજીક ને નજીક
| |
| કોમળ પાંખડી જેવી કોની આ આંગળીઓ
| |
| ને ઝાકળ જેવા કોના આ નખ?
| |
| હવે
| |
| હવે સાવ પાસે
| |
| કોણ ઊતરે છે અંદર?
| |
| ધીમે ધીમે જળ ભરવા કોઈ વાવમાં ઊતરે તેમ?
| |
| પ્રભાસના દરિયાકિનારે આ કોનો આભાસ?
| |
| ફરી એક વાર કિલકિલાટ કરતાં પક્ષીઓ
| |
| પાછાં ફર્યાં છે સામેના આંબા પર
| |
| પાંખો સંકોરી સૂર્ય પણ ઊડતો ઊડતો બેઠો છે
| |
| પશ્ચિમસમુદ્રની ડાળે
| |
| પૂરો થયો છે કાર્યકલાપ
| |
| વર્ષાકાળ પછી કલાપી ખેરવી નાખે પિચ્છ
| |
| એક પછી એક
| |
| તેમ ખેરવી નાખ્યું છે બધું
| |
| પૂરો થયો છે ભાસ્વતીનો ઉત્સવ,
| |
| પ્રકાશનું શિશુ ફરી ઢબુરાય છે
| |
| અંધકારના ખોળામાં.
| |
| અંધકારના તળિયે શમે બધો કોલાહલ
| |
| ઓગળે બધી રેખા
| |
| ઠરે આખું જગત
| |
| અંધકારના ગર્ભમાં અંધકાર થઈ રહેવા દો મને.
| |
| હું નિષાદ
| |
| હવે કોઈ નથી વિષાદ
| |
| વિશ્વ કર મને
| |
| જીવનથી હું વિદ્વ
| |
| હવે કર મને બાણવિદ્ધ
| |
| જલદી કર તું. જોજે મૃત્યુના
| |
| રાજ્યાભિષેકનું મંગળ મુહૂર્ત ચાલ્યું ન જાય
| |
| નિશાન લેવાનીય ન ક૨ વાર.
| |
| હવે કોઈ નથી મર્મસ્થાન
| |
| શરીર આખુંય મર્મ.
| |
| પગની પાનીમાંથીય સર્પની જેમ
| |
| સરકી જશે જીવ
| |
| બસ તારું એક જ બાણ
| |
| મારા માટે રામબાણ.
| |
| આ સાયંસંધ્યાની રક્તિમ લાલિમા
| |
| જેમ ભળે છે અંધકારમાં,
| |
| ગોમતીનાં જળ જેમ શાંત રીતે
| |
| ભળી જાય છે સમુદ્રમાં,
| |
| તેમ જ ભળી જઈશ લવણનું એક કણ બનીને
| |
| આ મહાસિંધુમાં.
| |
| પછી
| |
| રંગમંચ પરથી
| |
| નટ જશે નટી જશે.
| |
| નેપથ્યમાં ગયા પછી યૌવન પણ જશે.
| |
| તેમના ચહેરાનું
| |
| વાતો કરતું કરતું વિખેરાઈ જશે વૃંદ.
| |
| તાલ મૃદંગ લઈ ગવૈયા પણ જશે.
| |
| વિદૂષક જશે.
| |
| જશે સૂત્રધાર.
| |
| નાટ્યશાળા હશે ખાલી.
| |
| રંગશાળા હશે સૂની,
| |
| પણ જવનિકા નહીં પડે
| |
|
| |
| નાટ્ય ચાલુ રહેશે
| |
| રાહ જોજો
| |
| મારે હજી માનવ બનવાનું છે.
| |
| </poem>
| |
|
| |
| == ગંધમંજૂષા ==
| |
|
| |
| <poem>
| |
| ગંધ વિના મારો પરિચય અંધ
| |
| બધું બંધ બંધ અકબંધ
| |
| ત્યાં તો અકળ આ ગંધકળથી ખૂલે કેટકેટલાં તાળાં
| |
| બાઝ્યાં હતાં જ્યાં વરસોનાં જાળાં.
| |
|
| |
| ગંધઝરૂખે આ પહેલવહેલું ઝૂક્યું કોણ?
| |
| તો લજવાઈને કહે એ તો હું – ધોવાના સાબુની ગંધ.
| |
|
| |
| '''ધોવાના સાબુની ગંધ :'''
| |
|
| |
| દૂર દૂર નક્ષત્ર થયાં તે દિવસો.
| |
| કાળા ડિલ પર સફેદ ફીણનો લેપ.
| |
| ક્ષીણ છીછરો ઉતાવળીનો જલપ્રવાહ.
| |
| તળિયે સરકતી વેકુર.
| |
| ભીનાં-ભીનાં કાળાં-ધોળાં મોતી જેવા પથ્થરો.
| |
| કૂવાના થાળે સીંચણિયાનું નમણા હાથથી સરકવું
| |
| સરકતી ખણકતી ચૂડીઓ એક પછી એક.
| |
| જળના ઠંડા અંધકારને તળિયે બે ગાગરની વાતો.
| |
| સૂની સીમ પહેરીને નહાતી સ્ત્રીઓ.
| |
| ઉપર બળબળતો તડકો.
| |
| ભેખડ પરથી ભફાંગ કૂદકો.
| |
| થોરની વાડમાં બોલતાં લેલાં
| |
| ક્યાં ગયાં એ બધાં
| |
| સાથે-સાથે નાગાનાગા ના’તા જે પેલાં?
| |
|
| |
| '''પરસેવાની ગંધ :'''
| |
|
| |
| પામું તેને તેની આશ્વસ્ત ગંધથી જ પૂર્ણ
| |
| સ્પર્શ પણ અધૂરો લક્ષ્મણરેખાની બહાર
| |
| ગંધ બની ઊખળે વિસ્તરે તે મારામાં
| |
| બહાર બધું બહાર
| |
| બહાર જરા વ્યાધિ-ઉપાધિનું જગત આખુંય બહાર
| |
| ગંધના ગર્ભમંડપમાં એક એ એક હું
| |
| ગંધ પરસેવાની અંગત આશ્વસ્ત કામુક
| |
| માનવ કાયાના શ્લોકનું ઉદ્ગાન
| |
| પામું તેની બાહુમૂલ મંજૂષામાં ઝળહળતું ગંધરત્ન.
| |
|
| |
| '''ચૈત્રી લીમડાની મંજરીની ગંધ :'''
| |
|
| |
| સાવ હોઉં સ્થિર સ્થવીર
| |
| ને વ્યાકુળ વિહ્વળ કરે મંજરીની કડવી મીઠી ગંધ
| |
| સરિયામ રસ્તાઓ પર માથું ધુણાવતા લીમડાઓ,
| |
| રોમષ શિરીષો.
| |
| ગ્રીષ્મની દીર્ઘરાત્રિઓએ મારી સાથે ટહેલવા નીકળતી મંજરીની ગંધ.
| |
| સ્વર્ગમાં બધું હશે
| |
| હશે, બધું હશે
| |
| પણ શિરીષ લીમડાની ગંધ શું હશે ત્યાં?
| |
|
| |
| '''અવાવરુ હવડ ગંધ :'''
| |
|
| |
| વાવ ખંડેરમાં
| |
| ગંધ અંધકારની, ભેજની, ચામાચીડિયાંની હગારની, કોહવાયેલી કથાઓની,
| |
| એ અવાવરું ગંધ શ્વસી લઉં પછી
| |
| બધું જ સ્થિર.
| |
| જગતની બધી જ ઘડિયાળોની ગતિ એક આંધળી દોડ
| |
| બીગબેંગ સુપરનોવા મૂર્ખ ઉચ્છ્વાસ
| |
| હવડ ગંધ નીચે દટાય બધાં સ્થવીરો, શ્રેષ્ઠીઓ, વીરો, વારાંગનાઓ,
| |
| કામ્યરૂપવનિતાઓ, નૃસિંહો, સિંહદ્વારો, વિજયકમાનો, કીર્તિસ્થંભો
| |
| રહે કેવળ અવાવરું હવડ ગંધ.
| |
|
| |
| '''ગંધ મોગરાની :'''
| |
|
| |
| ઉનાળાને ગાળ દેવાની ક્ષણે જ
| |
| હવા વહી લાવે મોગરાની ગંધ
| |
| જાણે મઘમઘતી ચાંદની,
| |
| કોઈનો મદિર ઉચ્છ્વાસ કે શિશુનાં પગલાં?
| |
| ન જાને!
| |
| પણ આ ગંધની આંગળી ઝાલીને જ પહોંચાય ક્યાંક
| |
| પરિચિત ચિરઅપરિચિત ગંધવતી ગંધમતી નગરીએ.
| |
| પૃથ્વીની જ આ ગંધપુત્રી કરે મને પૃથ્વીમુક્ત.
| |
|
| |
| '''શિશુકાયાની ઘ્રાણ :'''
| |
|
| |
| બહુ ગમે છે મને શિશુ કાયાની લાડકી ગંધ.
| |
| ધરતી અને કાયાનું અપૂર્વ મિલન.
| |
| શિશુકાયાની ઘ્રાણમાં પામું એક નોળવેલ આશ્વાસન.
| |
| બગાસું ખાતાં જ ગોળ મુખમાં દેખું બ્રહ્માંડ.
| |
|
| |
| '''ડામરની ગોળીની ગંધ :'''
| |
|
| |
| બહુ-બહુ વરસો પછી પેટી પટારામાંથી કાઢ્યાં વસ્ત્રો
| |
| જતનથી જાળવી રાખ્યું છે જેણે બધું અકબંધ.
| |
| મામાનાં લગ્ન, મેડી પર શણગાર સજતી સ્ત્રીઓની ચહલપહલ;
| |
| બેંડની ધૂનો,
| |
| મા માસી મામીઓ વચ્ચે અટવાતા મારા નાના પગો,
| |
| છંટાતા ગુલાબજળ વચ્ચે તરી આવતી મોગરાની વેણીની તીવ્ર ગંધ,
| |
| રેશમની સાડીઓનો સુંવાળો અવાજ મખમલનું મૌન.
| |
| ને સોટીનનું બોલકાપણું .
| |
|
| |
| '''નવી ચોપડીની ગંધ :'''
| |
|
| |
| પૂરા થયા વૅકેશનના દિવસો.
| |
| લીમડાની સહુથી ઊંચી ડાળ,
| |
| બપોરની અલસ ઊંઘ,
| |
| લેલૂંબ લટકતી લીંબોળીઓ;
| |
| જીતેલી કોડીના ભારથી ઝૂકી ગયેલું ખિસ્સું,
| |
| હારૂન-અલ-રશીદ વિક્રમ વેતાળની વાર્તાના દિવસો.
| |
| મોંમાં હજીય ગ્રીષ્મની કેરીનો સ્વાદ.
| |
| ક્લાસરૂમના બ્લૅક બૉર્ડની કાળાશ.
| |
| કણકણ બની વિખેરાય બધે જ.
| |
| એકમેકમાં ભળવાં લાગે બધાં અક્ષરોનાં અળસિયાં.
| |
| બારીના બે સળિયા વચ્ચેથી કૂદી
| |
| ચાલી જાઉં વરસાદી પવન સાથે,
| |
| વિસ્તીર્ણ મેદાનોમાં મેઘ વરસે છે મન મૂકીને.
| |
|
| |
| '''લોબાનની ગંધ :'''
| |
|
| |
| લોબાનના વેશમાં આવે દૂરનો દરવેશ
| |
| શું રાગ મારવા પૂરિયાએ ધર્યો આ વેશ?
| |
|
| |
| '''પારિજાતની ગંધ :'''
| |
|
| |
| વરસો પછી
| |
| આજે ફરી સૂંઘ્યું એક પારિજાતનું ફૂલ.
| |
| આંખો ભરાઈ આવી
| |
| બસ પડ્યો રહેવા દો મને અહીં
| |
| આ ખુરશીમાં રાતભર.
| |
|
| |
| '''તાજાં ધોળેલાં મકાનની ગંધ :'''
| |
|
| |
| યાદ આવે છે
| |
| રઝળપાટમાં કરેલા અનેક વસવાટો.
| |
| નવા ઘરના ચૂને ધોળ્યા રંગ વાર્નિશની ગંધભર્યા
| |
| મોટા-મોટા સફેદ ઓરડાઓ.
| |
| વાર-તહેવારે દિવાળીએ વરસે બે વરસે થાય છે નવા
| |
| પણ એ જ જૂના
| |
| જૂના જૂના ઓરડાઓ.
| |
| નવી નકોર રહી છે માત્ર આ ગંધ.
| |
| </poem>
| |
|
| |
| == વના જેતાની વાતું ==
| |
|
| |
| <poem>
| |
| સ્થળ : મધ્યમ શહેરનો સોસાયટી વિસ્તાર.
| |
| જૈફ વયે પહોંચેલા સફાઈ કામદાર વના જેતા અને તેના મુકાદમ વચ્ચેની વાતચીત.
| |
|
| |
| વના જેતા
| |
| – હાજર સાયેબ, પાય લાગણ મા’બાપ.
| |
|
| |
| કેમ સાવ છેવાડે રઈ ગ્યો?
| |
| – આપડે જ સેવાડે રઈ પસે કોઈ સેવાડાવાળાની ચંત્યા તો નંઈ. સાચુ ને સાઈબ?
| |
|
| |
| વના જેતા
| |
| સર્વોદય સોસાયટી શેરી નંબર-૪નો રોડ બરોબર વાઈળો છે’ને? ડેપુટી કાલે રાઉન્ડ મારવાના છે, ફરિયાદ નો આવવી જોઈ સઈમજો?
| |
| – વાળીઝૂડીને સોખ્કો સણાક -ચાચર ચોક જેવો મા’બાપ
| |
| અંબામાને પગલાં પાડવાનું મન થાવું જોવે.
| |
|
| |
| એલા તારાં છોકરાંવ કેટલા?
| |
| ઈ ભણશે કે ઈ’યે ઢૈડો કરશે તારી જેમ?
| |
| – તણ છોકરાંવ. બે દેવે દીધા દીકરા ને એક માતાજીએ દીધી દીકરી.
| |
| ભણવાનું તો સાઈબ...
| |
| ભણે નરસી મે’તો, ભણે શિવાણંદ ને ભાણે મારો દાસી જીવણ.
| |
| અમે તે શું ભણી સાઈબ.
| |
| બે-ચાર સોપડી વાંસી છોરાં રોજી રળશે ધરમની.
| |
| ને હુંય ક્યાં દાડા, વૈતરાં કે ઢૈડાં કરું છું સાઈબ.
| |
| રાજીનો રોટલો રળું છું રામે દીધો.
| |
|
| |
| વના જેતા, તારે કાંઈ ટુકડો જમીન ખેતર ખોઈડા ખરા?
| |
| – અલખનો ઓટલો સેને સાઈબ, ને રાતે ઉપર નવલખ સંદરવો.
| |
| ઈ આખેઆખો મારો જને બાપ.
| |
|
| |
| એલા તારી કાંઈ બાપકમાઈ ખરી કે નંઈ?
| |
| – આ દખ જ બાપીકું ક્યો’તો બાપીકું
| |
| ને પોતીકું ક્યો’તો બાપીકું.
| |
| આ દખનું જ અમને ભારી સખ ઈના ભારી હેવા
| |
| ઈના વગર સોરવે જ નંઈ, ઈના વન્યા ટુકડો હેઠ નો ઊતરે.
| |
|
| |
| વના જેતા અનામતની તને કાંઈ ખબર્ય?
| |
| – દર બે-પાંસ વરહે મતે ય લઈ’ગ્યા પોટલી મોઢે
| |
| ને અનામતે ય ક્યારના ઢઈડી ગ્યા પોટલા મોઢે
| |
| અમે ઈની રમત મમતમાં ક્યાં પડિયે સાઈબ.
| |
|
| |
| તું પરમાટી ખાશ વના જેતા?
| |
| – પરમાટી તો સુ સાઈબ અળસિયાની જેમ
| |
| માટી ય ખાવી પડે.
| |
| જલમ-જલમના પુન કે જેવા તેવા તોય જીવતર મઈળા મનેખના.
| |
| ઈને કાંઈ રોળી નખાય? જતન તો કરવું પડેને બાપ.
| |
| ગમે તેવું તો ય મનેખનું ખોળિયું સાઈબ.
| |
| અંદરનો રામ રાજી રે’વો જોવે.
| |
| ને પરમાટી સાઈબ.
| |
| ખોટું નંઈ બોલું મા’બાપ, ઉપરવાળે પુગે મને;
| |
| ગામને પાદર ઢોરાં ઠોલતાં ગીધડાંવ ઉડાડી-ઉડાડી
| |
| ચામડાં ચીઈરાં છ લાલપીળાં લાબરાં લીરાં જેવાં.
| |
| પણ, હવે પેધેલાં લોઠકાં આ ગીધડાંવ હારે અમે હામ નો ભીડી હકી.
| |
| અમારું ગજું નંઈ સાઈબ.
| |
|
| |
| વના જેતા, તું ભજન તો કરતો હઈસ, ખરું કે નઈ?
| |
| – અમારે તો બાપ, ભોજન ઓછા ને ભજન વધારે.
| |
| ઇ’નાથી કાંઈ વધારે છે સાઈબ?
| |
| ગામમાં બોલાવી જાય સંધાય.
| |
| ભોજન તો અમે ક્યાં દંઈ, કિમ દંઈ?
| |
| પણ ભજનની ના નંઈ.
| |
| લોક ક’યે ‘ભગત જાતે હલકા પણ હલક ભારી’
| |
| સુંદડીના, પિયાલાના નોખાંનોખાં ભજન ગાંઉ અસલના.
| |
| પણ સા’નો (ચાનો) પિયાલો તો ભેગો જ રાખું સાઈબ.
| |
| સા કાંઈ થોડી ખોબામાં પિવાય સ?
| |
| લોક ભલે બોલે
| |
| પણ મરઘાંથી નંઈ, નરઘાંથી પેટ ભરાય સાઈબ.
| |
| નરઘું બોલે ને પેટમાં ટાઢક વળી જાય.
| |
| સાતે’ય કોઠે દીવા બાપ.
| |
|
| |
| વના જેતા,
| |
| સચરાચર મૅ વઈર્હો’તો ઓણુકો
| |
| બારે મેઘ ખાંગા થ્યા’તા, સીમ ખેતર લે’રાણા’તા યાદ છે?
| |
| – કિમ ભુલાય સાઈબ
| |
| લથબથ ભીંજાણો’તો સાઈબ, બારે બાર મે’માં ભીંજાણો તો ભરપૂર.
| |
| ખેતરમાં મોતીડા જેવી બાજરી ધરપીને ધાવી’તી દૂધમલ ડૂંડાને
| |
| – જોયું’તું સીમમાં.
| |
| પસે તો મે’ભેગો મોલ ક્યાં ઊડી ગ્યો ઈ ખબર નંઈ.
| |
| પસે તો રાડા જોયા’તા રાડા-સુક્કાભઠ્ઠ
| |
| તો ય અમે રાડારોળ નો’કરી કે નો પાડી રાડું,
| |
|
| |
| વના જેતા, આ તારા માથે ધોળા ભાળું તો ગાંધીબાપુનું કાંઈ ઓહાણ ખરું?
| |
| – ધોળા તો બાપ આ તડકાના. સાંયો નંઈ ને ઈમાં.
| |
| હા, બાપુ થઈ ગ્યા કો’ક મા’તમા – પોતડી પેરતા ખાલી.
| |
| ઓલા સોકમાં ઈમનું પૂતળું - લાગે’કે લાકડી લઈ મંડશે હાલવા.
| |
| લાકડી તો જોયે સાઈબ.
| |
| મા’તમાનો સોક સોખ્ખો રાખું
| |
| વે’લી સવારે સાનામાના નવરાવી યે દઉં
| |
| મારી ડ્યુટીમાં નંઈને તોય.
| |
| ખોટું નંઈ કંઉ સાઈબ
| |
| સૂતરની આંટી જોઈ ઈમ થાય કે દોરી એક ખેંચી
| |
| મારું પે’રણ સાંધી લઉં
| |
| પણ પસે મા’તમાને પોતડીમાં જોઉં ને થાય
| |
| ‘ફટ ભૂંડા.’
| |
|
| |
| ને બાબાસાહેબને ઓળખે ને?
| |
| – સાઈબ, ઈ યે કો’ક બાબા થઈ ગ્યા.
| |
| કયે છે કે બાપુની જીમ ઈ યે અમારું બઉ રાખતા
| |
| આ બાબા તે અત્તારના બાબા જેવા નંઈ સાઈબ
| |
| તંયે તો બધા કે’તા હઈશે ને બાબાસાયબ! બાબાસાયબ!
| |
|
| |
| વના જેતા
| |
| ખબર છે આ નવખંડ ધરતીમાં માછલાથી માંડી બુદ્ધ સુધી
| |
| એણે અવતાર ધઈરો સે ખાલી આ ભરતખંડમાં?
| |
| – મને તો ઈની કાંઈ ખબર્ય નંઈ સાઈબ.
| |
| એટલી ખબર્ય કે
| |
| ઉપરવાળો હાજરાહજૂર છે સંધેય, ને અજવાળે છે સંધુય.
| |
|
| |
| વના જેતા
| |
| બઉ મજા આવી તારી હારે વાતું કરવાની.
| |
| – વાતુંનું તો એવું ને માબાપ કે મજો જ આવે
| |
| કરવાવાળું જોવે.
| |
| હું તો વાતું કરું સકલા હારે, ઝાડવા હારે
| |
| આભલા હારે કે માયલા હારે.
| |
| વાતું તો ખૂટે જ નંઈ સાઈબ.
| |
| સખદખના સિમાડા હોય સાઈબ, સાચું ક નંઈ?
| |
| વાતુંના તે હોય?
| |
| ઈ તો મે’રામણ, લેરાય!
| |
|
| |
| વના જેતા
| |
| મોડું થાય છે મને. તારી વાતું તો સાંજ પાડી દેસે.
| |
| કાલ પાછા ડેપુટી...
| |
| લે સરખો બોળી આંયાં દઈ દે અંગૂઠો ને ગણી લે બરોબર.
| |
| પાછો આવીસ નિરાંતે. અત્તાર મોડું થાય છે.
| |
| લે, દઈ દે અંગૂઠો.
| |
| – લો દઇ દઉં સાઈબ
| |
| તમે ઈવડા ઈ મા’તમા થોડા સો કે સંચોડો માગી લેહો.
| |
| આ આંગળિયું ભેળો અંગૂઠો સે તાં લગણ
| |
| વાંધો નથ સાઈબ.
| |
| ને, ગણવાની તો વાત જ નો’ કરો સાઈબ.
| |
| તમે ય ઉપરવાળાની સાખે જ ગઈણા હશે ને સાઈબ.
| |
| લો, તારે રામેરામ સાઈબ, રામેરામ.
| |
|
| |
|
| |
| નોંધ :
| |
| મુકાદમનો સંવાદ
| |
| – વના જેતાનો સંવાદ
| |
| પરમાટી એટલે માંસ-આમિષ આહાર
| |
| સંચોડો એટલે આખેઆખો કે પૂરેપૂરો
| |
| ઓહાણ એટલે સ્મૃતિ-યાદ.
| |
| </poem>
| |
|
| |
| == મધર ઈવ - આદિમાતા ==
| |
|
| |
| {{Poem2Open}}
| |
| (પ્રત્યેક માનવના કોષમાં બે પ્રકારના ડી.એન.એ. હોય છે. કોષકેન્દ્રમાં રહેલું ડી.એન.એ. એ માતા અને પિતાના ડી.એન.એ.થી સંયોજિત થયેલું હોય છે, જ્યારે પ્રત્યેક કોષના પાવરહાઉસ સમા માઇટોકોન્ડ્રિયામાં રહેલું ડી.એન.એ. એ માતાના અંડકોષ મારફત વારસામાં મળેલું માત્ર માતાનું જ ડી.એન.એ હોય છે. એ પ્રમાણે માઇટોકોન્ડ્રિયન ડી.એન.એ. એ આપણને માત્ર માતા તરફથી, તેને તેની માતા તરફથી, અને તેને વળી તેની માતા તરફથી મળેલું હોય છે. તેમાં પૈતૃક ડી.એન.એ.નો કોઈ હિસ્સો હોતો નથી. માનવજાતિનાં હજારો સેમ્પલના માઇટોકોન્ડ્રિયન ડી.એન.એ મેપિંગ વખતે એક વાત પ્રકાશમાં આવી કે તેમાં ઘણી સમાનતા હતી અને સમાનતાના આધારે તેને સાત જૂથમાં વહેંચી શકાય તેમ હતું. તે વાતનું તારણ એ હતું તે માનવજાતિ એ જૂજ સાત માતાના ઉર્સૂલા, ઝેનિયા, હેલેના, વેલ્ડા, તારા, કેટ્રીન અને જાસ્મીનનાં સન્તાનો છે. એ સપ્તમાતૃકાની માતા ‘મધર ઈવ’ કે ‘માઇટોકોન્ડ્રિયન ઈવ’ તરીકે ઓળખાઈ.
| |
| બે લાખ વર્ષ પહેલાં ઉત્ક્રાંત થયેલી માનવજાતિ પૂર્વ આફ્રિકામાંથી નીકળી મધ્યપૂર્વ એશિયા થઈ યુરોપ, ઉત્તર એશિયા સુધી ફેલાઈ, ત્યાંથી ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા સુધી એ આદિ માતાના વંશજો ફેલાયા. આજની સમસ્ત માનવજાતિ એ જ નારીઓનાં સન્તાનો છે તેવી વિભાવના માનવકોષમાં રહેલા માઇટોકોન્ડ્રિયન ડી.એન.એ.ના મેપિંગના આધારે વિકસિત થઈ છે. ‘આદિમાતા’ની એ વિભાવના આ કાવ્યના કેન્દ્રમાં છે.)
| |
| {{Poem2Close}}
| |
|
| |
| <poem>
| |
| '''મા'''
| |
|
| |
| તમે મારા દેવના દીધેલ છો,
| |
| તમે મારા માગી લીધેલ છો,
| |
| તમે મારું ફૂલવસાણું છો,
| |
| આવ્યા છો તો અમર થઈને ર’યો
| |
| મંદિર જઉં ઉતાવળી ને ચડાવું ફૂલ
| |
| મા’દેવજી પરસન થયાં ને આવ્યા તમે અણમૂલ
| |
| તમે મારા દેવના દીધેલ છો,
| |
| હલુલુલુ... હાં...હાં...હાંત
| |
| '''પુત્ર'''
| |
| ક્યાંથી સૂઉં મા?
| |
| તું કરે હલુલુલુ... હાં.. હાં...હાંત
| |
| ને બધાં કરે છે ‘હાત્ હાત્’
| |
| '''મા'''
| |
| કોઈ ન કરે મારા દિ’કાને હાત્
| |
| હલુલુલુ... હાં...હાં...હાંત
| |
| '''પુત્ર :'''
| |
| પહેલાં ફૂટ્યા નાના કૂમળા નખ
| |
| પછી તારા દૂધથી ફૂટ્યા દાંત, દૂધિયા દાંત
| |
| ને તે ખર્યા પછી હવે ફૂટી છે રાક્ષી
| |
| હા હા મા રા..ક્ષી
| |
| તું તો તેની હતી સાક્ષી.
| |
| પહેલી વાર મારા કસાયેલા બાવડે પણછ ખેંચી
| |
| સન્ન્ન્ તીર છોડ્યું હતું પંખીને પાડતું, પશુને વીંધતું
| |
| ત્યારે વરસો પછી તને જ ધાવણ વછૂટ્યું’તું ને મા!
| |
| હવે લોહિયાળ સવાર જોઈ હબકી ગઈ?
| |
| હીણી, સાવ હીણી
| |
| બંને બાજુ અક્ષૌહિણી.
| |
| જો હવે તો રોજ રોજ ઓગણીસમા દિવસનું પરભાત
| |
| આમાં ક્યાંથી ‘દીસે અરુણું પરભાત’?
| |
|
| |
| રોજે રોજ ચડું છું જુદ્ધે
| |
| ડાઉનટાઉન, સ્ક્વેર, આર્કેડ, મોલ, પ્લાઝા બજારમાં
| |
| રાન રાન પાન પાન સીમમાં વેરાનમાં
| |
| ન કોઈ ગન ન સુદર્શન - સાવ નિહથ્થો - કોઈ હાથો.
| |
| ઘર સુધી જ મારી હદ
| |
| ઉમરો ઓળંગતા જ સરહદ.
| |
| તારો લાખેણો જોધ રોજ રોજ ચડે છે જુદ્ધે.
| |
| રોળાય છે રોજ રોજ
| |
| રોજ રોજ શિરચ્છેદ વિચ્છેદ છેદ છેદ છેદ છેરણવેરણછેરણ
| |
| સાંજે હેમખેમ મારી ખેપ પછી તું ચૂલે મૂકે છે આંધણ
| |
| ને તોય મુઠ્ઠીભર નિરાંતવા ધાનની તો લાંઘણ.
| |
| તારી ડીંટડીએથી છૂટ્યો એ છૂટયો
| |
| તારો ખોળો છૂટ્યો, ઉમરો છૂટયો, દેશ છૂટ્યો
| |
| ‘કાળજા કેરો કટકો તારો ગાંઠથી છૂટી ગ્યો.’
| |
| ભાલે ભોંકાયો
| |
| ખીલે ઠોકાયો
| |
| જીવતો ધરબાયો
| |
| ગૂંગળાયો મા ગૅસચેમ્બરમાં
| |
| ને બહાર બગીચામાં જોને મા, જોને
| |
| ચિરૂટ પીતું કોઈ સાંભળે છે ‘મૂનલાઇટ સોનાટા’
| |
| આ ચાંદની રાતના સન્નાટામાં,
| |
| '''મા'''
| |
| હાય મારા પંડના પંડ, મારા દીકરા.
| |
| '''પુત્ર'''
| |
| હાય તો મને લાગી છે પે’લા પહેલા પાડેલા પંખીની મા.
| |
| '''મા'''
| |
| તનેય પેટ છે મારા પેટ
| |
| તારે બેઈ બાજુ વાંહા થોડા છે
| |
| તંયે તો પાશેર’કો ખાડો પૂરવા
| |
| તેં પાઈડાં પંખી ને માઈરા હૈણકા.
| |
| પણ ઈ પાપ નૈ, ઈ પાપ નૈ મારા છોરુ.
| |
| પાપનાં પોટલાં તો તેં તી’કેડે બાંઈધા
| |
| વના કારણ વન વાઈઢા, પંખી પાઈડા, જનાવર વીંઈધા
| |
| {{Space}} માણા થૈ માણાને માઈરા.
| |
| આજે કરું છું વચાર,
| |
| મારા પાતરમાં કપાતર પાઈકો મારો વસ્તાર
| |
| પણ, તોય તારી મા, પાપ સંધુય મારા માથે,
| |
| હું તો બાળોતિયાની બળેલી
| |
| પણ તું સુખી રે મારા બાપ.
| |
| મુંજાઈશ નંઈ, છાણાં વીણતી હું છું ને!
| |
| '''પુત્ર'''
| |
| તું ગાતી’તી ને
| |
| ‘તમે મારા દેવના દીધેલ છો...’ ‘તમે મારા દેવના દીધેલ છો...’
| |
| પણ મા માદેવ નંઈ તારા દેવ તો સૂરજ-ચંદર, વા, મે’ ને દે’તવા એને હવે ક્યાં ગોતવા?
| |
| કોક કોક તો પુરાઈ ગ્યા બૉટલમાં કે બાક્સમાં
| |
| બીજા જે, હાથમાં આઈવું ઈ લઈ લઈ ભાઈગા, ઉચાળા ભરી ગ્યા બચારા.
| |
| પછી કેથેડ્રલ, પેગોડા દેવળના ગભારામાં ખડકાણા
| |
| એકની વાંહે બીજા, બીજાની વાંહે ત્રીજા
| |
| એની વાંહેય બીજા જ બીજા
| |
| લવારા બચારા.
| |
| ગારા-ફારા, લાકડા-ફાકડા, આરસ-ફારસ કે પથરા પી.વી.સી.ના
| |
| આ...આમાં
| |
| તું કોને કોને પૂજીશ મા?
| |
| એકને પૂજો તો એક રૂઠે,
| |
| પંચાયતનના પાંચને પૂજો તો બીજા પચાસ ત્રૂઠે.
| |
| '''મા'''
| |
| હા બાપ
| |
| ઈ સંધાય તો મારા અજાઈણા,
| |
| ઈ તો તમે જાતે જઈણા,
| |
| મારાથી તો ઈ સંધાય અજાઈણા.
| |
| '''પુત્ર'''
| |
| ઓલા તારા દેવને ગુંજામાંથી કાઢ મા.
| |
| હું તો આ સંધાયને પૂજી પૂજીને થાક્યો
| |
| કંઈક પગ પખાળ્યા પ.પૂ.ધ.ધુ.ના,
| |
| ધોયા હૉલી હૉલી લેગ્ઝ
| |
| ઈ સંધાય કાંય ગંધાય કાંઈ ગંધાય!
| |
| કાંઈ મેલ કાંઈ મેલ!
| |
| '''મા'''
| |
| હવે વાતું મે’લ મારા છોરા
| |
| ઈમ કે’ને સુખી તો છે ને?
| |
| માથે છાપરું તો છે ને?
| |
| રોટલો ઓટલો તો છે ને?
| |
| કોઈ કનડતું કવરાવતું તો નથી ને મારા દિ’કાને?
| |
| '''પુત્ર'''
| |
| છાપરું તો આકાશનું
| |
| એક ધડાકે ફાટી પડે છે રોજ
| |
| ઓટલા રોટલા વેરણછેરણ
| |
| આ મોંઘારતમાં ક્યાં પૂરી થાય મારી આરત
| |
| સેન્સેક્સનો આંક તો આડો આંક
| |
| ઊતરી જાય દેશદેશની છાતી સોંસરવો
| |
| હુંય ઊતરી જાઉં છું હેઠે – ફ્લૅટ પરથી રોડ પર.
| |
| રખડું આથડું છું
| |
| પગલે પગલું મૂકું છું જાળવી
| |
| પગ નીચે ફૂટી જાય જો ટોટો
| |
| તો હાથેય ન આવે ફોટો.
| |
| મા, ‘તારે યાં સૂરજ દીવા
| |
| મારે આંય અંધારાં પીવા’
| |
| વહેંચીને ખાધું નથી મા
| |
| વેચી ખાધું છે બધું
| |
| ધરતી વેચી
| |
| વેચ્યું આકાશ
| |
| વેચ્યો દરિયો
| |
| વેચતા વેચતા વેચાવા કાઢી છે જાત.
| |
| તારા સિવાય કોણ લે મા?
| |
| '''પુત્ર'''
| |
| </Poem>
| |
| {{Poem2Open}}
| |
| વ્હાલી બા,
| |
| ચિંતા કરીશ નહીં. આફ્રિકા પહોંચ્યા પછી નૈરોબી રાત રોકાઈ સીધા જ નૈવાસા આવી ગયા છીએ. અત્યારે નૈવાસા સરોવરને કાંઠેથી જ પહેલવહેલો કાગળ તને જ લખું છું. મોબાઇલ અહીં ચાલતો નથી ને તારી હારે વાત ગમે તેટલી થાય તોય અધૂરી જ લાગે. અહીંયાં જમવાનું ગુજરાતી જ મળે છે. તારા હાથ જેવું તો નહીં પણ આપણા ટેસ્ટનું. દૂર છું એટલે ચિંતા કરીશ નહીં. તારો ખોળો છોડ્યો પછી તો તારા માટે તો હું પરદેશ જ ને!
| |
| {{Poem2Close}}
| |
| <Poem>
| |
| મા, આવ્યો છું મારે મોસાળ
| |
| મસાઈમામાના ઢોલે તાલે ઊછળે છે મારું લોહી.
| |
| મા,
| |
| તું અહીંયાં જ જન્મી’તી ને?
| |
| તું અહીંયાં જ પોઢી’તી ને?
| |
| આ માટીમાં માટી.
| |
| હુંય તારી માટી સાચી ખોટી પણ માટી.
| |
| આ એ જ લાલ કાંકરિયાળી જમીન, કાંટનું જંગલ, બીડ
| |
| એ જ સિંહ દીપડા ને જંગલી જરખની બીક.
| |
| હું તો આવ્યો વિમાનમાં – અરબી સમુદ્ર એક ઠેકે ઠેકીને
| |
| પણ તું તો ઠોકાતી, ઠેબાતી
| |
| ક્યાં ક્યાં આથડી, લથડી
| |
| તોય તેં મારા માટે રાખી બાધા આખડી.
| |
| તારે તો શું દેશ કે પરદેશ
| |
| તારો પગ જ્યાં પડે એ જ તારો દેશ.
| |
| અહીં રુડોલ્ફ સરોવરને કાંઠે લખલખ તારોડિયા નીચે
| |
| સીસા જેવા અંધારામાં રાની પશુઓની ભીંસ વચ્ચે મારણ જેમ હીંસતી,
| |
| કાળા ડિબાંગ આકાશમાં અચાનક ચમકેલી ચાંદીની વેલ જેવી તિરાડ પછી
| |
| આકાશનો ઘટ ફોડતી વીજળી નીચે
| |
| બ્રહ્મા, વિષ્ણુ, મહેશ
| |
| માતંગી, મેલડી, તથાગત,
| |
| અલ્લાહ, અહુર, એખનટન, ક્રાઇસ્ટ, ‘રા’ની ઓથ વગર
| |
| તું કોના આધારે જીવી મા?
| |
| આજે તારો એ ફફડાટ, એ વલવલાટ મારી નસનસમાં
| |
| મારા રોમરોમમાં એ લખલખું
| |
| એ કેમ કરી લખું?
| |
| '''મા'''
| |
| બોલ’મા દીકરા બોલ’મા
| |
| યાદ કરુંં છું ને
| |
| શેરડો પડે છે અંદર
| |
| ધરતી ધરૂજે છે ને પડે છે ધ્રાસ્કો
| |
| ઝાળ જોઉં છું ને પડે છ ફાળ,
| |
| મારા પેટ
| |
| મારા ગભારાના દેવ,
| |
| તિયારે અંદર ને અંદર મેં ધિયાન ધઈરું’તું તારું
| |
| તને ખોળામાં ઢબૂરી આંગળિયે ઝાલી
| |
| અંધારા ખંડ ખૂંઈદા, ઊડતી રેતના રણ વટાઈવા
| |
| સોરાતા વાયરા વચ્ચે બરફના વેરાન વીંઈધા.
| |
| પીઠ જેવા પહાડ ઓળંઈગા
| |
| લોઢ લોઢ દરિયા ખેઈડા ને
| |
| તી કેડે મીં ખેઈડા ખેતર ને વાડીવજીફા.
| |
| સહરા વટી સાઈબીરિયા પૂગી
| |
| યાંથી દરિયા ડૉળી હાલી નીકળી અલાસ્કા
| |
| નીચે ઊતરી ગઈ અંધારિયા અમેરિકામાં.
| |
| પુગાય યાં હુધી હું પૂગી.
| |
| હવે તું પૂગ.
| |
|
| |
| '''પુત્ર'''
| |
| અમે તો પહોંચ્યા ચંદ્ર મંગલ નેપ્ચ્યુન ને પ્લુટો
| |
| ને તોય
| |
| નીલ આર્મસ્ટ્રોંગે જોઈ’તી જે નીલી લીલી ધરતી
| |
| એ તો અમારી પહોંચની બહાર
| |
| ખંડ-ખંડ જોડી ધરતી તેં મને આપી અખંડ
| |
| એ તો મારી ખંડણીથી ફરી ખંડ ખંડ.
| |
| ઘંટી દળી, કાલાં ફોલી, ટેભે ટેભે જીવતર સીવી
| |
| ભીની ભદભદતી આંખે ભીનામાંથી સૂકામાં રાખ્યા તેં
| |
| ઘર જુદાં થ્યાં ત્યારે તેં જ મને આપ્યું’તું મારું ગમતું ટેબલ.
| |
| ને આપી’તી સાદડી ને ઓલી મારી ગોદડી.
| |
| તું તો ઘરમાં વીંટાઈ સંતાઈને રહી સાદડી ગોદડીના વીંટામાં
| |
| ને બાપે ગજવ્યું ગામ.
| |
| યજ્ઞેશ રમેશચંદ્ર, રમેશચંદ્ર રવિશંકર, રવિશંકર પ્રભુજી,
| |
| પ્રભુજી નરસિંજી, નરસિંજી કેશવજી
| |
| વધ્યો વાધ્યો એ વંશવડલો
| |
| મઘમધ મહોર્યો એ કુળઆંબો
| |
| એ વડલા આંબાનું તું તો મા ખર્યું પાન
| |
| તારું ન રહ્યું નામોનિશાન.
| |
| જ્યારે જ્યારે તને રહ્યું ઊજળું ઓધાન
| |
| વડવાઓએ ધાર્યું તારી કોઠીમાં એમનું જ ધાન.
| |
| કોઈ વહીવંચાએ ન આલેખી તારી વહી
| |
| પણ
| |
| વહીની પરવા વગર તું તો વહી ચાલી
| |
| પેઢીએ પેઢીએ અમારી નસેનસમાં, કોષેકોષમાં.
| |
|
| |
| '''મા'''
| |
| હવે તારો બાપ ઈ મારો દીકરો જ ને?
| |
| તારામાં જોઉં તારો બાપ, એ જ નાક નેણ એ જ બોલાશ.
| |
| ને તુંય મારો બાપ જ ને!
| |
| તારા પંડમાંથી જલમું તારો વસ્તાર થઈ.
| |
| અટક પાસે અટકતો નંઈ મારા છોરા
| |
| અટક બટક તો બટકાં
| |
| ઈ અટકું તો મોટું છટકું.
| |
|
| |
| '''પુત્ર'''
| |
| ભલે મા.
| |
| અટક પાસે અટકી જાય બાપ
| |
| ભટકી ભૂલી ડૂબી જાય કાંઈક કુળ.
| |
| પણ મા,
| |
| તું મારા કોષેકોષમાં તગતગતી તરવરતી.
| |
| યાદ છે તારા ચળકતા અબનૂસના સોટા જેવું હાડ
| |
| તારા થાનેલાએ વળગ્યો’તો બચબચ બચ્ચું થઈ.
| |
| તારું થાનેલું મારું થાનક.
| |
| સંસાર આ ભલે બહોળો
| |
| હું ઝંખું તારો ખોળો.
| |
| બ્રહ્મા-ફ્રમાને હું ન જાણું
| |
| ન જાણું આદમ-બાદમ કે ઈવ-ફિવ
| |
| નથી દિતિ કે અદિતિ
| |
| ચુપચાપ અમારા લોહીમાં સદીઓથી વહી રહી તું અદીઠી.
| |
| અમારા રક્તપીતશ્વેત વર્ણવિકાર નીચે
| |
| ઉજ્જ્વળ તારો શ્યામ વર્ણ
| |
| મા,
| |
| તારી સાત પુત્રીઓ
| |
| ઉર્સૂલા, ઝેનિયા, હેલેના, વેલ્ડા, તારા, કેટ્રીન ને જાસ્મીન
| |
| અમારી સપ્તમાતૃકા
| |
| ને મા,
| |
| જીવી સવલી, રઝિયા રોઝાલ્બા, એસ્તેર અનુરાધા તું જ
| |
| ‘યા દેવી સર્વ કોષેષુ શક્તિરૂપેણ સંસ્થિતા
| |
| નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ’
| |
| '''મા'''
| |
| હવે આમ ગાંડા ગદોડ મા ગાંડા.
| |
| દેવીફેવી કેવી ને વાત કેવી,
| |
| હું તો તારી મા, તારી માવડી, બાપડી તારી માવડી.
| |
| જો છમકારા મારતું ધીખે છે તારું કપાળ
| |
| ધાણીફૂટ ધીખે છે તારું ડિલ
| |
| લવરીએ ચડી ગ્યો છ મારા છોરા
| |
| લે, માથે ભીનાં પોતાં મૂકું
| |
| વીંઝણો ઢાળું મારા પેટ
| |
| મારા ખોળામાં માથું રાખી સૂઈ જા જો હવે, ડાયો દિ’કો.
| |
| ‘તમે મારા દેવના દીધેલ છો,
| |
| તમે મારા માગી લીધેલ છો.
| |
| તમે મારું ફૂલવસાણું છો,
| |
| આવ્યા છો તો અમર થઈને રયો.’
| |
| '''પુત્ર'''
| |
| ક્યાંથી સૂઉં મા?
| |
| જો ને આ જો ને, આ આ જોને, જોને.
| |
| </poem>
| |
|
| |
| == લઘુકાવ્યો ==
| |
|
| |
| <poem>
| |
| ઘાસ જરીક મેં ખેંચ્યું...
| |
|
| |
| ઓહ!
| |
| આટલું બધું વળગેલું તે કોઈ હોય?
| |
| ***
| |
|
| |
| દરવાજાઓ
| |
| મને હંમેશા ગમે છે....
| |
|
| |
| ક્યારેક બહાર ખૂલતા
| |
| ક્યારેક અંદર
| |
| ***
| |
|
| |
| આ
| |
| આ તે ખુરશીઓ
| |
| કે
| |
| વાતે વળગેલા બે જણ!
| |
| ***
| |
|
| |
| બપોરે હોઉં છું દેહ
| |
| સાંજે થાઉં છું ગૃહસ્થ
| |
| રાત્રે નર
| |
| નિદ્રામાં કિન્નર.
| |
| ***
| |
|
| |
| આ શરીર
| |
| ક્યારેક પિંજર
| |
| તો ક્યારેક પાંખ.
| |
| ***
| |
|
| |
| સમય જતા
| |
| સંતાનો પક્ષીઓ થઈ જાય છે.
| |
| ***
| |
| </poem>
| |
|
| |
| == પત્ર ==
| |
|
| |
| <poem>
| |
| -લખતા પહેલાંએ લખાય છે
| |
| વંચાયા પછીય વંચાય છે.
| |
| ***
| |
|
| |
| તે ‘તું’ થાય છે
| |
| તેનું મને આશ્ચર્ય નથી.
| |
| પણ
| |
| કશી તું-તા થયા વગર
| |
| તું ‘તે’ થાય છે
| |
| તે કેમ?
| |
| બસ એમ?
| |
| ***
| |
|
| |
| ડોક લાંબી જો હોત
| |
| મારી સુરખાબ જેવી
| |
| તો
| |
| મારા જ ખોળામાં
| |
| હું મારું માથું મૂકી શક્યો હોત.
| |
| ***
| |
|
| |
| સમયનું વાહન
| |
| પહેલા હતી પરી
| |
| પછી થયો અશ્વ
| |
| હવે છે : કીડી.
| |
| </poem>
| |
|
| |
| == આકાશ ==
| |
|
| |
| <poem>
| |
| -શું બહાર જ છે?
| |
| તો અંદર છે તે શું છે?
| |
| ***
| |
|
| |
| આકાશમાં
| |
| માત્ર એક ટીંટોડીનું ક્રંદન
| |
| ને
| |
| આખો ને આખો દરિયો ઉલેચાય.
| |
| ***
| |
|
| |
| દરિયાકાંઠે
| |
| આવ્યો છું નિરાંતે રહેવા
| |
| પણ જોને,
| |
| આ ભૂરો રંગ ક્યા જંપવા દે છે!
| |
| ***
| |
|
| |
| પૂરો થયો છે વાદળોનો નાચ
| |
| આકાશ ચોખ્ખું કાચ.
| |
| ***
| |
|
| |
| રસ્તા પરથી
| |
| ઊતરી એક કેડી,
| |
| ને ખોવાઈ ગઈ ઘાસમાં
| |
| ***
| |
|
| |
| બારી બહાર એક પતંગિયું
| |
| હું બંદીવાન.
| |
| ***
| |
|
| |
| ઊડતું ઊડતું
| |
| આવ્યું એક પીછું ઘરમાં...
| |
|
| |
| અને આકાશ ખંડિત.
| |
| ***
| |
|
| |
| કારાગૃહની કાળમીંઢ દીવાલને
| |
| ફૂટી એક રતુંબડી કૂંપળ
| |
| ને
| |
| વાત બધી ફેલાઈ
| |
| આકાશે આકાશે.
| |
| ***
| |
|
| |
| બધા
| |
| સ્થાપે છે દુર્ગનું મહત્ત્વ
| |
| ને
| |
| હું પ્રમાણું છું
| |
| તિરાડને.
| |
| ***
| |
|
| |
| બધે ભગ્ન મંદિરો.
| |
| ખંડિત મૂર્તિ જ હવે લાગે પૂર્ણ
| |
| આખી એટલી અધૂરી
| |
| ***
| |
| </poem>
| |
|
| |
| == ગુચ્છ કાવ્યો ==
| |
|
| |
| === ધૂળ ===
| |
|
| |
| <poem>
| |
|
| |
| રવિવારે નિરાંતે
| |
| ઝાપટીયાથી ધૂળ ઝાપટી
| |
| તો ઝપટાઈ ગયા
| |
| હસ્તિનાપુર ને મગધ
| |
| બેબીલોન અને બુખારા
| |
| એથેન્સ એલેક્ઝાન્ડ્રીયા
| |
| ન્યૂયૉર્ક બ્રઝિલિયા
| |
| ***
| |
|
| |
| ધૂળ પગલાં પાડે છે
| |
| ભૂંસે છે પણ!
| |
| ***
| |
|
| |
| હે મેઘ!
| |
| અલકાનગરીમાં
| |
| કુરવક કરેણ કદંબ કુંદ
| |
| બકુલ અંબ અર્જુન ભલે હોય,
| |
| મારી યક્ષિણી પણ ભલે હોય;
| |
| પણ ત્યાં શું
| |
| ધૂળ છે?
| |
| </poem>
| |
|
| |
| === પવન ===
| |
|
| |
| <poem>
| |
| પવન લટકતા પાટલૂનના પાયચાને
| |
| પગ બનાવે છે
| |
| પગને પાયચા બનાવી દે છે
| |
| ***
| |
|
| |
| પવને બારણું ખખડાવ્યું.
| |
| મેં કહ્યું :
| |
| ‘તિરાડ તો છે!’
| |
| તેણે કહ્યું :
| |
| ‘મારે ભેટવું છે.’
| |
| ***
| |
|
| |
| આજે
| |
| સૂસવતા પવનમાં
| |
| એક પંખીએ આવીને કહ્યું :
| |
| ‘ચલ!’
| |
| ***
| |
|
| |
| આવી એક લહેરખી
| |
| ઉકેલી ગઈ મને.
| |
| </poem>
| |
|
| |
| === અવકાશકાવ્યો ===
| |
|
| |
| <poem>
| |
| દિવસે બધિર આ કાન
| |
| રાત્રે સૂણે નક્ષત્રોનાં ગાન.
| |
| ***
| |
|
| |
| બારીમાંથી દિવસે દેખાય
| |
| સામેનું ઘર
| |
| રાતે દૂરસુદૂરના ગ્રહ
| |
| ***
| |
|
| |
| દિવસે ગૃહવાસી
| |
| પૃથ્વી ગ્રહવાસી
| |
| રાતે આકાશવાસી.
| |
| ***
| |
|
| |
| માતા તો છે આ પૃથ્વી
| |
| રાતે,
| |
| ‘પિતા!’
| |
| ગગનમંડળમાં ધા નાખતો
| |
| ફરે છે મારો અવાજ...
| |
| ***
| |
|
| |
| પક્ષીઓને પાંખો આપી
| |
| આપ્યું આકાશ
| |
| આપણને આંખો આપી
| |
| આપ્યો અવકાશ...
| |
| </poem>
| |
|
| |
| === હાથ ===
| |
|
| |
| <poem>
| |
| આ હાથ
| |
| આજે કોઈ પંખી નહીં પાડે
| |
| કોઈ ધાન નહીં વાઢે
| |
| કોઈ ઘડો નહીં ઘડે
| |
| કોઈ ચિત્ર નહીં દોરે
| |
| કોઈ સ્ક્રૂ નહીં ખોલે
| |
| કે
| |
| નહીં કહો કે કોઈ વેબસાઈટ
| |
| આ હાથ...
| |
| આજે સ્પર્શશે તને.
| |
| ***
| |
|
| |
| હાથ ઝાલે... પકડે
| |
| પગ ચાલે ... છોડે.
| |
| ***
| |
|
| |
| હું સ્પર્શું છું મારા હાથને.
| |
| કાશ,
| |
| એ બીજાનો હાથ હોત.
| |
| </poem>
| |
|
| |
| === પત્ની ===
| |
|
| |
| <poem>
| |
| એક અમથા એવા દોરે
| |
| એ કામરુ દેશની નારી,
| |
| બનાવી દે છે મને
| |
| ઘડીકમાં પશુ
| |
| તો ઘડીકમાં શિશુ
| |
| ***
| |
|
| |
| મેં કહ્યું
| |
| ‘આજે કાંઈ વંચાયું-લખાયું નહીં
| |
| દિવસ આખો નકામો ગયો.
| |
| તેં શું કર્યુ?’
| |
| તે બોલી
| |
| મેં તો બબુનાં બટન ટાંક્યાં
| |
| તમને ભાવતું શાક બનાવ્યું,
| |
| બગીચામાં વેલ પરનાં પીળાં પાંદડાં ખંખેર્યાં
| |
| રોટલી શેકતી વખતે તેની ગંધ સૂંઘી
| |
| પાછળ કુંડીના નળ પાસે પોપટ સાંભળ્યા
| |
| અમથી ઘડીક વાર બેઠી
| |
| અને તમારી રાહ જોઈ.’
| |
| </poem>
| |
| <br>
| |
| <center>◼</center>
| |
| <br>
| |