|
|
Line 58: |
Line 58: |
| * [[જયદેવ શુક્લની કવિતા/ગોદારને...|ગોદારને...]] | | * [[જયદેવ શુક્લની કવિતા/ગોદારને...|ગોદારને...]] |
| * [[જયદેવ શુક્લની કવિતા/તાલ-કાવ્યો|તાલ-કાવ્યો]] | | * [[જયદેવ શુક્લની કવિતા/તાલ-કાવ્યો|તાલ-કાવ્યો]] |
|
| |
| }} | | }} |
|
| |
|
| * [[જયદેવ શુક્લની કવિતા/પ્રારંભિક | પ્રારંભિક]]
| |
|
| |
|
| |
|
| |
| == પૃથ્વીકાવ્યો ==
| |
|
| |
| <poem>
| |
| ૧
| |
| ગ્રીષ્મના
| |
| તોતિંગ તડકામાં
| |
| પૃથ્વીનો
| |
| આ નાનકો દાણો
| |
| ધાણીની જેમ
| |
| ફૂટે તો?
| |
| </poem>
| |
|
| |
| <poem>
| |
| ર
| |
| ડાબા હાથની
| |
| વચલી આંગળીને
| |
| પાછળ ખેંચી
| |
| ટેરવેથી
| |
| આ પૃથ્વીની લખોટી
| |
| છોડું...
| |
| ચન્દ્ર
| |
| જો ટિચાય તો?
| |
| </poem>
| |
|
| |
| <poem>
| |
| ૩
| |
| પૃથ્વીના
| |
| ગબડતા
| |
| આ દડાને
| |
| ડાબે પગે
| |
| તસતસતી કીક મારું...
| |
| અધવચ્ચે
| |
| સૂર્ય
| |
| ઝીલી લે તો?
| |
| </poem>
| |
|
| |
| == પૃથ્વીપુષ્પ ==
| |
|
| |
| <poem>
| |
| જળ ઉપર
| |
| બન્ધ આંખે
| |
| ફૂલ બની તરતા હોઈએ.
| |
| ઝીલતા હોઈએ ઝરમર ઝલમલ આકાશ.
| |
| ઊઘડતું જાય કમળવન.
| |
| કમળવનમાં આંખો પટપટાવીએ.
| |
| સંભળાય
| |
| લુમઝુમ
| |
| રૂપેરી ઘૂઘરીઓ.
| |
| ઘૂઘરીઓની પાંખે ને આંખે
| |
| પહોંચીએ
| |
| ઊંચે
| |
| ને
| |
| ઊંડે.
| |
| વચ્ચે જળ.
| |
| તરાપો કમળપત્રનો.
| |
| તરાપા પર
| |
| મઘમઘ મોતી.
| |
| મોતીમાં
| |
| તગતગ આકાશ.
| |
| ઝળહળ આકાશ
| |
| પાંખો ફફડાવે.
| |
| હાલકડોલક અરીસામાંથી
| |
| ઊંચકાય
| |
| પૃથ્વીપુષ્પ!
| |
| </poem>
| |
|
| |
| == ચાંચમાં રણઝણતી પૃથ્વી ==
| |
|
| |
| <poem>
| |
| દિશાઓના દેહ પર
| |
| કેસૂડાં ચીતરતા
| |
| આહિર-ભૈરવના કણ્ઠમાં
| |
| પાંખો ફફડાવે છે
| |
| રક્તિમ સુગન્ધ.
| |
| લીમડાની મંજરીઓ
| |
| સન્તુરમાંથી
| |
| રોમરોમ પર વરસે
| |
| ને લેાહી ખીલી ઊઠે
| |
| કોમલ-રિષભના ઘેનમાં.
| |
| સ્વર્ણિમ સૂર્ય
| |
| બાંસુરીના ધૈવતમાં આંદોલિત થઈ
| |
| કર્ણિકારની ડાળીએ ભીનું ભીનું
| |
| રણકે.
| |
| ભીનું અન્ધારું
| |
| ઝાકળસૃષ્ટિમાં તરતું તરતું
| |
| ગાન્ધારના સ્પર્શે
| |
| લાલ ગુલાબ બની
| |
| રંગાઈ જાય.
| |
| શેતુરનાં ઝુમ્મરો વચ્ચેથી
| |
| પસાર થતી
| |
| દીપચંદી સવાર
| |
| લેાહીમાં
| |
| સમ પર ખણકે
| |
| રણકે ને રણઝણે...
| |
|
| |
| કેસરિયું દ્વાર ખોલી
| |
| પાંખો ફફડાવતો
| |
| હંસ
| |
| ચાંચમાં રણઝણતી પૃથ્વી લઈ
| |
| ઊડે...
| |
| </poem>
| |
|
| |
| == વસંત ==
| |
|
| |
| <poem>
| |
| કેસરિયા થઈ
| |
| ફરફરે છે
| |
| પવનના છેડા.
| |
|
| |
| કંસારાની ‘ટુક્...ટુક્’થી
| |
| ખણખણે છે પૃથ્વીપાત્ર.
| |
|
| |
| શાલ્મલિની નગ્ન કાયા પર
| |
| તગતગે છે
| |
| મધ.
| |
|
| |
| સોનેરી બુટ્ટાઓથી
| |
| ઝળહળે છે
| |
| દક્ષિણ દિશાનું
| |
| રેશમી વસ્ત્ર.
| |
|
| |
| લીમડા પરથી
| |
| ઝરમરે છે
| |
| સોનું.
| |
|
| |
| પીળી પછેડી ખભે નાખી
| |
| મલકે છે
| |
| ચલમ સંકોરતો
| |
| ખેડુ.
| |
|
| |
| હમણાં જ
| |
| મુક્ત કણ્ઠે કથા માંડી છે
| |
| આમ્રમંજરીએ.
| |
|
| |
| અને
| |
| કંકુ વરસાવી
| |
| રહ્યું છે
| |
| મંદાર.
| |
| </poem>
| |
|
| |
| == ગ્રીષ્મ ==
| |
|
| |
| <poem>
| |
| ફળફળતા
| |
| પિત્તળના ધોધને
| |
| ચીરતી
| |
| ટ્રેન.
| |
| બારી-બારણાંની
| |
| તિરાડમાંથી
| |
| તસુ પણ ન ચસકતી
| |
| સતત ડામ દેતી
| |
| હવા.
| |
| બળબળતાં શરીરોની
| |
| ખારી-કડવી
| |
| વાસ.
| |
| રાખોડી પોતડી
| |
| વીંટાળી
| |
| ફાટે ડોળે
| |
| ડગમગતો
| |
| વૃદ્ધ.
| |
| તળાવની રૂપેરી ચામડી
| |
| બળીને
| |
| ધૂળમાં ઢગલો.
| |
| ચક્કરચક્કર ફરતો,
| |
| ઘુમરડીઓ લઈ
| |
| હજારો જીભ ફેલાવતો,
| |
| ફૂંફાડતો,
| |
| ભડથું કરતો,
| |
| ટ્રેનને છાપરેથી
| |
| ગબડતો
| |
| બારી વચ્ચે...
| |
| બારીમાંથી
| |
| સૂરજ ફેંકવા
| |
| લંબાયેલો હાથ
| |
| ભડભડ
| |
| ભડભડ...
| |
| </poem>
| |
|
| |
| == વૈશાખ ==
| |
|
| |
| <poem>
| |
| લીમડા પર હસતો લીલો
| |
| આંબા પર ઢાળાયેલો વેરાયેલો ખાટો લીલો
| |
| ખેતરમાં ઊડતો સૂક્કો તપખિરિયો કાળો
| |
| ભેંસના શરીર પરથી રેલાતો ખરબચડો કાળો
| |
| ગરમાળાનાં ઝુમ્મરોમાં ખીલખીલાટ સળગતો પીળો
| |
| શિરીષની ડાળ પર ઝૂલતો સુવાસિત નાજુક લીલો
| |
| રાફડામાંથી ડંખ મારતો ઝેરી કાળો કાળો કાળો
| |
| બકુલ પરથી ખરી પડતો મઘમઘતો કથ્થાઈ-બદામી
| |
| આંબાને ભીંજવતો કોયલ-કાળો
| |
| આકાશને દઝાડતો બાળતો ગુલમહેારી લાલ
| |
| બાગમાં બટકી લીલાશ પર ખીલેલા સો સો ચન્દ્રનો વાચાળ સફેદ-રૂપેરી
| |
| ખૂલેલો ને ખીલેલો
| |
| દઝાડતો ને બાળતો
| |
| કાળોકાળોલાલરૂપેરીલીલો
| |
| કાબરચીતરા નગરમાં
| |
| ઑગળતો
| |
| કાળો લીલો લાલ કાળો કથ્થાઈ
| |
| ને
| |
| રૂપેરી...
| |
| </poem>
| |
|
| |
| == ઉનાળામાં ઘર ==
| |
|
| |
| <poem>
| |
| કાંસાના ધધખતા રસમાં
| |
| બૂડતા ઘરનો
| |
| બૂડબૂડાટ ને વરાળ ચારેકોર ....
| |
| તળિયે
| |
| ઊ
| |
| ત
| |
| ર
| |
| તા
| |
| જતા
| |
| ડોલતા ઘરની
| |
| અગાશી ટોચે
| |
| સક્કરખોરની ઝીણી સિસોટી... સી... સી...
| |
| ઘર આખ્ખું
| |
| ચમકતા ઘેરા-ભૂરા રંગથી છલોછલ!
| |
| સક્કરખોર ઊડ્યું...
| |
| ઘર ઊંચકાયું.
| |
| પતંગની દોર પર
| |
| ડોલતા ફાનસની જેમ
| |
| ડોલતું ડોલતું
| |
| ઘર
| |
| જઈ બેઠું
| |
| આછાં-પીળાં ફૂલોભરી
| |
| સરગવાની ડાળ પર!
| |
| </poem>
| |
|
| |
| == પ્રથમ વર્ષા : નવા ઘરમાંથી ==
| |
|
| |
| <poem>
| |
| ચપટી
| |
| :: ઝરમર
| |
| {{Space}} ઝર... ઝર...
| |
| {{Space}} ઝ... ર... મ ...ર
| |
| વૃક્ષ પર, ઘાસ પર,
| |
| વાડના તાર પર,
| |
| પીળી માટીના રસ્તા પર,
| |
| ધાબા પર.
| |
| દરજીડો
| |
| ઝરમર લઈ
| |
| સીવતો જાય
| |
| માળો.
| |
| હવા
| |
| કાળિયોકોશી બની
| |
| હાંફે.
| |
| ટપક્
| |
| :: ટીપાં ને ઝરમર
| |
| :: ઝીલી
| |
| ખૂણે સંતાય
| |
| પૃથ્વી.
| |
| જાંબુડિયું મોરપિચ્છ આકાશ
| |
| ટહુકે,
| |
| :: ચમકે
| |
| ટપકે
| |
| બોદું અગાશી પર.
| |
| કાનમાં
| |
| ઘરના પતરાંના છાપરા પર
| |
| માથું નમાવી દોડતાં
| |
| લવારાં જેવી વર્ષા
| |
| બરકે...
| |
| ::: છત
| |
| :: ટપકે
| |
| ::: ટપક્
| |
| :::: ફપ્...
| |
| </poem>
| |
|
| |
| == દરજીડો ==
| |
|
| |
| <poem>
| |
| ‘પપ્પા, દરજીડો કેવો હોય ’
| |
| ‘ખૂબ નાનકું પંખી.’
| |
| ‘પણ કેવું?’
| |
| ‘ચાલ ચીતરીએ : જો,
| |
| આ માથું ને પીઠ, આછાં લીલાં.
| |
| કપાળ પર લોખણ્ડના કાટ જેવી કથ્થાઈ લાલાશ.
| |
| આ ... એની પૂંછડી ઊંચી,
| |
| પણ સહેજ માથા તરફ ત્રાંસી.’
| |
|
| |
| આછો ફરફરાટ મારી બન્ને બાજુએ...
| |
|
| |
| ‘અને હા, ઊડાઊડ તો બસ તારી જેમ,
| |
| જંપીને બેસે જ નહીં.’
| |
| ‘એની ચાંચ કેવી?’
| |
| ‘શરીરના પ્રમાણમાં લાંબી, જરીક વાંકી, કાળી.
| |
| બોલે ‘ટુવિટ્, ટુવિટ્.’
| |
| ‘આ ‘ટુવિટ’ તો સંભળાયું, પણ ચીતરોને.’
| |
| બન્ને હાથને પાંખ બનાવી
| |
| આગળ નમી
| |
| ઓરડામાં
| |
| આમતેમ નાને પગલે કૂદું છું.
| |
| હોઠ પરથી પ્રગટે છે : ‘ટુવિટ, ટુવિટ્ ...ટુવિટ, ટુવિટ્’
| |
| ‘હેય! પપ્પા દરજીડોત્ત્ત્ત્’
| |
| </poem>
| |
|
| |
| == બિલાડી, બચ્ચું, લખોટી અને તું ==
| |
|
| |
| <poem>
| |
| બિલાડી.
| |
| કાળા પટા ને ધોળાં ટપકાંવાળો નાનકો વાઘ!
| |
| બચ્ચું.
| |
| ધોળું, જાણે રૂનું રમકડું,
| |
| ઊછળે દડાની જેમ.
| |
| લખોટી.
| |
| કાળી, પાણીદાર,
| |
| સરે રેલાની જેમ.
| |
|
| |
| સરકતા રેલા પર
| |
| ઊછળતો દડો તરાપ મારે,
| |
| નાનકો વાઘ
| |
| ચોકી કરે.
| |
|
| |
| બચ્ચું
| |
| લખોટી પકડી છોડી દે છે તરત.
| |
| ‘પપ્પા, આટલા નાના બચ્ચાને
| |
| નખ મારવાનું કેવી રીતે આવડી જતું હશે?’
| |
| ‘તને લોહી તો નથી નીકળ્યું ને?’
| |
| પૂછતાં ખૂલી જાય છે આંખો.
| |
|
| |
| ત્રાટકે છે કાળો વાઘ.
| |
| </poem>
| |
|
| |
| == અંધારું ધસી પડે છે ==
| |
|
| |
| <poem>
| |
| બારી પાસેના એકલિયામાં
| |
| મારી જોડે આવી સૂતાં
| |
| ધૂળવાળાં, બચુકડાં પગલાં.
| |
| પારિજાતની સુગન્ધ ભેળાં લોહીમાં ઊછળ્યાં
| |
| રાક્ષસ, પરી, રાજકુમાર,
| |
| વાંદરો ને મગર,
| |
| ‘એક હતી બીકણ સસલી...’
| |
| ‘પછી... પછી શું થયું પપ્પા?’
| |
| ‘જૂઈ જેવી પાંખોવાળી પરી
| |
| જકુને પોતાના હીરાના મહેલમાં લઈ ગઈ...
| |
| ત્યાં એની રૂપેરી પાંખો...’
| |
| ‘મને ઊંઘમાં પણ સંભળાય
| |
| એમ મોટ્ટેથી કહેજો હં...
| |
| હું ઊડતો... ઊ..ડતો...ક્યાં...’
| |
| ‘પછી એક વાર ખ્રાં...ખ્રાંં કરતો વાઘ આવ્યો...
| |
| કહે ‘ખાઉં...ખાઉં...’
| |
| ‘ના...ના... મારા પપ્પાને નહિ ખાવા દઉં’ કહેતાં
| |
| રડતો રડતો
| |
| તું મને વળગી પડે છે...
| |
|
| |
| આંસુ લૂછવા
| |
| ઊંચકાયેલા હાથ પર
| |
| અંધારું ધસી પડે છે...
| |
| </poem>
| |
|
| |
| == બૂટ પરથી ધૂળ રેલાય ==
| |
|
| |
| <poem>
| |
| ધૂળવાળા કાળા વરસાદી ગમબૂટ.
| |
| બૂટમાં છંટાયેલા પાઉડર અને રબરની ભેગી ગન્ધ.
| |
| બૂટના ખુલ્લા ભૂંગળામાંથી સંભળાય :
| |
| ‘પપ્પા, તમે આવો ત્યારે
| |
| વરસાદના બૂટ ભૂલતા નહીં...’
| |
|
| |
| બૂટમાં રોપાયેલા પગ
| |
| જાણે કમળ-દણ્ડ!
| |
| ‘બૂટને પણ આપણી જેમ
| |
| વરસાદમાં મઝા પડતી હશે?’
| |
|
| |
| કાદવવાળા, ભીના, ધૂળવાળા બૂટનાં પગલાં
| |
| આસપાસ ચકરાય
| |
| વીંટળાય...
| |
|
| |
| બૂટને તળિયે
| |
| સુકાયેલી ધૂળ-માટી
| |
| હળવેથી
| |
| આંગળી વડે ખોતરું છું...
| |
| ‘પપ્પા, પપ્પા મને બહુ જ ગીલીગોટા થાય છે,
| |
| બસ, મારાથી રડી...’
| |
|
| |
| બૂટ પરથી ધૂળ રેલાય...
| |
| </poem>
| |
|
| |
| == પપ્પા, બોલો ને! ==
| |
|
| |
| <poem>
| |
| ‘કોણ? હલો પપ્પા! કેમ છો?’
| |
| ‘મઝામાં બેટા.’
| |
| ‘તમારો પત્ર આજે જ મળ્યો.’
| |
| ‘હં...’
| |
| ‘પપ્પા, રાજા, દુર્ગા, અનુપ, ડેભાઈ શું કરે છે?’
| |
| ‘તને ખૂ...બ યાદ કરે છે.’
| |
| ‘તમે?’
| |
| ‘...’
| |
| ‘પપ્પા! પુરુકાકાની બારીમાં મધ પાછું બેઠું છે?
| |
| આ વખતે પરેશકાકાના આંબા પર
| |
| કેરી આવી છે?’
| |
| ‘...’
| |
| ‘તમે સાંભળો છો ને પપ્પા?’
| |
| ‘હા...હં..સાં...’
| |
| ‘પંખીઓ માટે પાણીની ઠીબ ભરો છો ને?’
| |
| ‘બેટા, રોજ રોજ ભરાય છે.
| |
| પણ બેટા, તને ચશ્માં ફાવી ગયાં?’
| |
| ‘તમે નવા નમ્બર કઢાવવાના હતા તે?
| |
| ધ્યાન રાખજો...હં....’
| |
| ‘...’
| |
| ‘એક વાત તો પૂછવી જ ભૂલી ગયો.
| |
| આપણી વાડમાં બુલબુલે
| |
| માળો બનાવી
| |
| આ વખતે ઈંડાં મૂક્યાં છે?’
| |
| ‘આ વખતે તો બેટા!
| |
| બચ્ચાંને ક્યારે પાંખો આવી
| |
| ને ક્યારે
| |
| ઊ...ડી...
| |
| ....’
| |
| ‘પપ્પા, પપ્પા!
| |
| બોલો ને!...’
| |
| </poem>
| |
| <br>
| |
|
| |
| == રસ્તો ઓળંગતી વેળા ==
| |
|
| |
| <poem>
| |
| તે સાંજે
| |
| આપણે વાતો કરતા ચાલતા હતા.
| |
| તારા પ્રશ્નનો ઉત્તર
| |
| આપવાને બદલે,
| |
| રસ્તો ઓળંગતી વેળાએ,
| |
| પોચા પોચા ખભા પર
| |
| મારી આંગળીઓનો દાબ પડ્યો હતો.
| |
| તારો ઉછાળ
| |
| જરા સંકોચાયો હતો.
| |
| આપણે સામે પહોંચી ગયા હતા.
| |
|
| |
| પછી તો તને ચંપલ ન ગમતાં.
| |
| હાફપેન્ટ નાનાં પડતાં.
| |
| તું જાતે જીન્સ ખરીદવા માંડ્યો.
| |
| તારાં ટેરવાં નીચેનો ઉછળાટ સંભળાવા લાગ્યો.
| |
|
| |
| આજે,
| |
| ભૂખરી સાંજે
| |
| વળી આપણે રસ્તો ઓળંગીએ છીએ.
| |
| એક મોટરબાઇક ફડફડાટ પસાર થઈ જાય છે.
| |
| મારા પગ અટકી જાય છે
| |
| ને હાથ ઊંચકાય...
| |
|
| |
| અચાનક
| |
| પહેલી જ વાર
| |
| લોહી છલકતી, કરકરી, સચિન્ત હથેળી
| |
| મારા સહેજ ઢીલા ખભા પર
| |
| દબાય છે.
| |
| બધું ઝાંખું ઝાંખું થઈ જાય છે.
| |
|
| |
| હું સામે પાર પહોંચી જાઉં છું.
| |
| </poem>
| |
|
| |
| == મા ==
| |
|
| |
| <poem>
| |
| ૧
| |
| ખળખળતી નદીને
| |
| આ કાંઠે
| |
| તું, હું, આપણે સૌ
| |
| રોજ હસતાં, રમતાં, ગોઠડી કરતાં...
| |
|
| |
| તારા હાથમાંની
| |
| રાખોડી રંગની લાકડીને
| |
| નેવું વર્ષે પણ
| |
| તારો ટેકો હતો.
| |
|
| |
| તું અચાનક સામે કાંઠે પહોંચી ગઈ
| |
| લાકડી તો મારા હાથમાં જ રહી ગઈ!
| |
| </poem>
| |
|
| |
| <poem>
| |
| ૨
| |
| ઊભો છું
| |
| આ
| |
| લાકડી પકડી.
| |
|
| |
| લાકડીના લીસ્સા હાથા પરથી
| |
| તારી મ્હેકતી હથેળી
| |
| ધીમે ધીમે
| |
| મારી હથેળી સાથે
| |
| ગુંથાઈ ગઈ.
| |
|
| |
| આજે
| |
| ફોરે છે
| |
| આખ્ખું ઘર!
| |
|
| |
| હું લાકડીને
| |
| જોરથી વળગી પડું છું.
| |
| </poem>
| |
|
| |
| <poem>
| |
| ૩
| |
| આ લાકડી
| |
| હવે ઊભી છે
| |
| એકલી.
| |
| પથારીની ડાબી બાજુએ
| |
| તું બેસતી
| |
| તે જગા પરનો આછો દાબ
| |
| આજે પણ
| |
| એમ જ છે.
| |
| ટાઇલ્સ પર
| |
| તારાં પગલાં ઘસાવાનો
| |
| ને લાકડીનો નજીવો અવાજ જાગ્યો...
| |
| એકદમ નજીક
| |
| આવી પહોંચી છે
| |
| તારા શરીરની ગન્ધ!
| |
| તારો રોજનો પ્રશ્ન :
| |
| ‘ભાઈ, કેટલા વાઈગા?’
| |
| હું શું જવાબ આપું?
| |
| </poem>
| |
|
| |
| == વ્રેહસૂત્ર ==
| |
|
| |
| <poem>
| |
| મૂળને સૂંઘતો
| |
| વૃક્ષને સંવેદતો
| |
| વનરાજિમાં પ્રસરતો
| |
| આનન્દથી વરસતો
| |
| પ્રતિપળ તરસતો
| |
| ટળવળતો
| |
| ગાતો, વાતો
| |
| ખડખડ હસતો,
| |
| ભાગતો, વાગતો, ખાળતો
| |
| ચાલી રહ્યો છું...
| |
| વૃક્ષો વીથિકાઓ વચ્ચેથી
| |
| અન્ધારમાં રણકતા ને ડણકતા જંગલો
| |
| ને ગૂઢ-ઘેરા વનમાં
| |
| વલવલતો
| |
| પસાર થતાં
| |
| ઊભો રહી જાઉં છું
| |
| ડધાઈને.
| |
| તાકી રહું છું.
| |
| આરપાર પ્રાણશંકર બની.
| |
| અન્ધારાં ફૂંફાડતાં ભરડી નાખે
| |
| મને ને મારી સાત પેઢીના પ્રાણને.
| |
| વૃક્ષને તાળવે બોલતા ઘુવડમાંથી
| |
| વેરાઈ જાઉં.
| |
| રાઈ રાઈ થઈ...
| |
| ત્યાં
| |
| સંકષ્ટ ચતુર્થીના ચન્દ્ર જેવું
| |
| આકાશમાં કંઈ ઊગે...
| |
| મોદકની ઝંખા જાગે
| |
| ટેરવાંમાં હણહણાટ
| |
| પલનો, વલવલનો, તલનો
| |
| અન્ધાર-જલનો...
| |
| ભૂલો પડી
| |
| શોધ્યા કરું છું
| |
| ભૂંસાતો, ગાતો, વાતો, વરસતો, તરસતો
| |
| આ બૃહદારણ્યમાં
| |
| દમયંતીને.
| |
| ૦
| |
| પૂર્વ
| |
| માથે દીર્ઘ શિખા રાખી
| |
| તાપીમાં સ્નાન કરી
| |
| ચાર છેડે પીતામ્બર ધારણ કરી
| |
| સન્ધ્યાવન્દન સમ્પન્ન કરી
| |
| યજુર્વેદ સંહિતાના ઘનપાઠ કરતો
| |
| પાઈ પાઈ માટે
| |
| જોજન જોજન ચાલતો
| |
| હું કોને શોધી રહ્યો હતો?
| |
| કોણ છે એ કશ્યપ?
| |
| શા માટે છે એ કશ્યપ?
| |
| એના પુત્ર, પૌત્રો ને પ્રપૌત્રોની પેઢીઓની પેઢીઓ
| |
| કયા અન્ધાર-જલમાં
| |
| ભૂલી પડી ગઈ છે...
| |
| ભૂલો પડેલો
| |
| બૃહદારણ્યક નિઃસીમ આકાશ નીચે
| |
| શોધું છું.
| |
| ૦
| |
| એ ઉન્નત અભિરામ ગ્રીવા
| |
| એ ચમ્પકવરણો દેહ
| |
| પ્રવાલસમ ઓષ્ઠદ્વય
| |
| કઠિનમૃદુ પીમળતા એ અમૃતકુમ્ભો...
| |
| અચાનક બધું લાક્ષાગૃહની જેમ સળગી ઊઠે છે.
| |
| હું કયા ભોંયરામાં થઈ
| |
| ક્યાં નીકળું તો
| |
| ભેદી શકું છેદી શકું
| |
| આ તળ-અતળ...
| |
| ભોંયરાનાં છમછમતાં અન્ધારાં
| |
| એવાં તો કર્બુર
| |
| કે ઓળખી શકાતી નથી
| |
| કૃષ્ણા કે તૃષ્ણા...
| |
| ૦
| |
| મારી પ્રમાતાનાં
| |
| સ્વપ્નોની ઉપત્યકાઓમાં
| |
| કોણ ગબડી રહ્યું છે?
| |
| ગર્ભ સમયે
| |
| જાંબુવન જોવાના દોહદ
| |
| કોણ જગાડે છે
| |
| આમ, રાતોની રાતો
| |
| સદીઓની સદીઓમાં...?
| |
| ૦
| |
| યાજ્ઞવલ્ક્ય
| |
| પાણિનિ
| |
| ને
| |
| દ્વૈપાયનમાં રેલાતો, ફેલાતો, છોલાતો, ઠોલાતો
| |
| ખોલાતો
| |
| અટકી જાઉં છું
| |
| વિ-સર્ગ આગળ.
| |
| અન્ધારાં જલ ઠલવાતાં જાય છે
| |
| ચારેકોર
| |
| લય પ્ર-લય
| |
| કયો?
| |
| કયા મન્વન્તરમાં જોયા હતો?
| |
| સાંભળ્યો હતો?
| |
| સૂંઘ્યો હતો?
| |
| ચાખ્યો હતો?
| |
| સ્પર્શ્યો હતો?
| |
| તે... તો...
| |
| ૦
| |
| કોણ દમયંતી તે કોણ સીતા ને કોણ પારમિતા?
| |
| કોણ વનલતા સેન?
| |
| કોટાનકોટિ સૂર્યો જ્યાં પ્રકાશે છે
| |
| એવા અન્ધારાની પેશીએ પેશી
| |
| ચશ્યશીને
| |
| કર્ણિકારની દીપશિખાએ લઈ
| |
| ઊંડે ને ઊંડે
| |
| ઊતરી પડવા મથું છું....
| |
| ત્યાં
| |
| આ કોના,
| |
| કોના શ્વાસની આંચથી
| |
| અટકી જાઉં છું?
| |
| કોણ છે એ?
| |
| કોણ વહી ગયું છે સમુદ્રને મારામાંથી?
| |
| કોણ હરી ગયું છે આકાશને મારામાંથી?
| |
| કોણ ચૂસી ગયું છે વાયુને...
| |
| કડેડાટ કરતી દિશાઓ ભીંસી નાખે છે મને
| |
| ને હું....
| |
| મૂળને સૂંઘતો
| |
| વૃક્ષને સંવેદતો
| |
| વનરાજિમાં પ્રસરતો
| |
| તરસતો
| |
| ટળવળતો
| |
| પંચકેશ ને વલ્કલ ધારણ કરી
| |
| યજ્ઞવેદીઓમાં
| |
| આજ્યની આહુતિઓ અર્પતાં
| |
| મસૃણ પીળી-કેસરિયા જ્વાળાઓ જોતો
| |
| इदं अग्नेय स्वाहा इदं अग्नये, (मह्यं च)
| |
| બોલતો
| |
| હાથમાં સ્રૂચિ ધારણ કરતો
| |
| ઊભો છું.
| |
| યુગોથી.
| |
| અગ્નિ.
| |
| કયો અગ્નિ?
| |
| કોણ અગ્નિ?
| |
| કોણ જમદગ્નિ?
| |
| કોણ કોને આહુતિ આપે?
| |
| ૦
| |
| મૂળને સૂંઘતો
| |
| પ્રસરતો, તરસતો
| |
| વરસતો
| |
| ટળવળતો,
| |
| કયા મનવન્તરમાં
| |
| કયા ઋષિને ત્યાં
| |
| વ્રેહસૂત્રનો અભ્યાસ કરતો બેઠો છું?
| |
| </poem>
| |
|
| |
| == પ્રતીક્ષા ==
| |
|
| |
| <poem>
| |
| ઘડિયાળનો કાચ ચોખ્ખો કર્યો.
| |
| ઊંધ લૂછી લૂછીને સાફ કરી.
| |
| પુસ્તકો ‘વ્યવસ્થિત’ ગોઠવ્યાં.
| |
| પંખા પર જામેલી ધૂળ ઉડાડી.
| |
| બહાર ‘ચરતી’ પેનોને પેન-સ્ટેણ્ડમાં સજાવી.
| |
| ખીંટીની છાપવાળાં કપડાં હૅન્ગર પર ઝુલાવ્યાં.
| |
| દાઢી માંજી.
| |
| સ્ટવની દીવેટ ખેંચી.
| |
| ઘડિયાળમાં જોયું.
| |
| સામેની બારીના સળિયા ગણ્યા :
| |
| એક...બે...ત્રણ...
| |
| ફરી જોયું.
| |
| શેરીના પગરવને સૂંઘ્યા કર્યો.
| |
| ઘડિયાળનો કાચ ઘસી ઘસીને લૂછ્યો.
| |
| ચાવી આપી.
| |
| ટક્...ટક્...ટક્...
| |
| ટક્...
| |
| </poem>
| |
|
| |
| == હજી તો... ==
| |
|
| |
| <poem>
| |
| સેકન્ડ, મિનિટની વાત જવા દઈએ
| |
| તોય પૂરા અગિયાર કલાક...
| |
| અગિયાર કલાકમાં
| |
| બે-ત્રણ વાર બ્લૅક કૉફી
| |
| સાથે મેથીના સક્કરપારાનો
| |
| વધ્યોઘટ્યો ભૂકો...
| |
| ગમતું પુસ્તક ખોલી મથવાનું...
| |
| અસ્તવ્યસ્ત ઘર વ્યવસ્થિત કરવાનું...
| |
| ક્યારામાં ગોડ કરવાની... ઘાસ...
| |
| અવકાશ ઝંઝેડવાનો.
| |
| પછી....
| |
| પછી જો લોહીમાં બોલતાં તમરાં જરી જંપે તો...
| |
| સવારે સોનેરી લીંબોળીની પીમળમાં ફરફરવાનું...
| |
| હા, યાદ રાખી દાઢી કરવાની.
| |
| ‘આ આફટર શેવની સુગન્ધ મને બઉ એટલે બઉ જ ગમે...’
| |
|
| |
| ટેબલ પરથી ધૂળ ઝાપટીએ.
| |
| પથારી પર ફૂલોની ચાદર પાથરીએ.
| |
| હાથ ધોવા બેઝીન પાસે જઈએ...
| |
| આમળાં-અરીઠાંની સુગન્ધ
| |
| ને જળશીકરોમાંનું મેઘધનુષ જોઈ
| |
| હાથ લંબાવીએ...
| |
| હાથ પર બેઠેલી લોખંડી માખી
| |
| હાથ અમળાવી નાખે.
| |
| આછો ટહુકો લોહીને જગાડે :
| |
| ‘કૉફી પીએ?’
| |
| ‘હા...હોં’ સાથે ઊભા થઈએ.
| |
| અરીસામાં ઑગળેલા
| |
| ધૂળિયા અન્ધકારને લૂછી
| |
| ચહેરો જોવા મથીએ.
| |
| વાડામાં જઈએ.
| |
| ઘાસ ખેંચી કાઢીએ....
| |
| એલાર્મની બન્ધ ક્ષણોને
| |
| ચાવી આપીએ.
| |
| કાંડાઘડિયાળ જોઈએ :
| |
| હજી તો...
| |
| હજી તો દસ કલાક ને પચાસ મિનિટ...
| |
| </poem>
| |
|
| |
| == આગમન ==
| |
|
| |
| <poem>
| |
| ભાઈસાહેબ ઘરમાં રહેતા જ નહીં હોય ને!
| |
| કોણ ધૂળ-કચરો કાઢવાની તસ્દી લે?
| |
| ચાનાં ઢગલો કપ-રકાબી
| |
| આમતેમ રવડતાં હશે.
| |
| કબાટને લૉક કરવાનું તો શીખ્યો જ નથી.
| |
| કો’ક દી બધ્ધું...
| |
| ‘ભાઈ તારી રીક્ષા આમ
| |
| ડચકિયાં ખાતી કેમ ચાલે છે?
| |
| આના કરતાં તો
| |
| હું ચાલતી
| |
| વહેલી પહોંચું.’
| |
| ટેબલ-પલંગ પર ઊંધાંચત્તાં પુસ્તકોના ઢગલા...
| |
| ને સિગરેટની રાખથી
| |
| ઊભરાતું હશે ઘર.
| |
|
| |
| કૂંડામાં પાણી...
| |
| દૂધ નિયમિત ગરમ કરવાનું,
| |
| અથાણું જોઈ તેલ નાખવાનું
| |
| યાદ કરાવ્યું
| |
| ત્યારે
| |
| ‘આટઆટલી સૂચનાને બદલે
| |
| તું જો જવાનું માંડી વાળે...’
| |
| તદ્દન નાનકુડા છોકરા જેવો
| |
| થોડા દી’ પણ...
| |
|
| |
| કમરે છેડો વીંટાળી
| |
| તાળું ખોલું છું.
| |
| પગથિયાં ચઢતાં જ
| |
| ‘સ્વાગતમ્’નું ચિતરામણ.
| |
| ધૂપસળીની સુવાસ
| |
| ને ચાંદી જેવું ચોખ્ખું
| |
| ઘર...
| |
| ‘લુ...ચ્ચો...’
| |
| </poem>
| |
|
| |
| == કેવેફી વાંચતાં જાગેલું સ્મરણ ==
| |
|
| |
| <poem>
| |
| ૧
| |
| દોડતી ટ્રેનમાં હું રાહ જોતો હતો.
| |
| એ સ્ટેશન પર.
| |
| થોડીક બીક સાથે
| |
| હાથ મળતાં
| |
| બધું ઝળાંહળાં...
| |
|
| |
| આપણી વ્યક્તિ સાથે
| |
| રેસ્તૂરાંમાં જવું
| |
| આમ તો સહેલું, પણ...
| |
| અઘરું હોય છે
| |
| શ્વાસમાં શ્વાસ ઊછળે
| |
| આંખમાં આંખ ઓગળે
| |
| એટલું નિકટ બેસવું.
| |
| ઘણી બધી બેઠેલી આંખો,
| |
| હરતી-ફરતી આંખો
| |
| સીધું યા ત્રાંસું
| |
| કોતરતી હોય છે આપણને.
| |
| રૅપ સંગીતના હણહણાટથી
| |
| ધ્રૂજી ઊઠે છે દીવાલો.
| |
| સ્ટ્રોબેરી આઇસક્રીમનો
| |
| મરુન-લાલ ટુકડો
| |
| મોંમાં ૨ચે મેઘધનુષ.
| |
| મન્દ મલકાટ ચૂમી લેવા
| |
| પાસે સરું.
| |
| ચમચીમાંથી આઇસક્રીમ
| |
| પેન્ટ પર,
| |
| બધેબધ રેલાઈ ગયું,
| |
| આજની જેમ જ.
| |
|
| |
| ૨
| |
| મેં કહ્યું : ‘ના...ના...નાઆ...’
| |
| તેં કહ્યું : ‘આવડી જશે. પછી તો સરર સર્ કરતી સાઈકલ...’
| |
| હાથમાં, આંખમાં પરસેવો.
| |
| ધ્રૂજતા હાથે
| |
| કાળા હાથા વિનાનુંં
| |
| લીસ્સું હેન્ડલ માંડ પકડ્યું...
| |
| ને પાછળથી ધક્કો.
| |
| તેં ‘બક્ અપ...બક્ અપ’-ના નારા ગજવ્યા.
| |
| થોડી હિમ્મત
| |
| ::: થોડો સંકોચ ફાટફાટ...
| |
| હૃદય આખ્ખું
| |
| ઊછળીને
| |
| નસોમાં, મસ્તકમાં...
| |
| પસાર થતાં વાહનોનો ફટ્ફટાટ્...
| |
| લોહીમાં પલીતો ચંપાયો.
| |
| સન્તુલન જાળવવા
| |
| જોરથી હેન્ડલ ભીંસ્યું...
| |
| સાથે અંગૂઠો
| |
| ઘંટડી પર પડતાં
| |
| ટણણણન્... ટણનન્...
| |
| નજર સામે
| |
| ફુવારો
| |
| આકાશ આંબતો હતો
| |
| </poem>
| |
|
| |
| == ભેજલ અન્ધકારમાં ==
| |
|
| |
| <poem>
| |
| ગભારામાં હીજરાતા
| |
| તાંબાના નાગને
| |
| કચડતો
| |
| ફૂલોની ગન્ધવાળો
| |
| ભેજલ અન્ધકાર.
| |
| નાગને માથે
| |
| ખીલેલું
| |
| જાસૂદનું ફૂલ.
| |
| દીવાની સ્થિર સળગતી જ્યોત.
| |
| મન્દ્ર ગાન્ધારમાં
| |
| કડકડાટ મહિમ્ન બોલતો
| |
| વરસાદ.
| |
|
| |
| નગારાં બજી ઊઠે છે.
| |
| આરતી પ્રગટે છે.
| |
| બેઠેલો નન્દી ઉછળે છે.
| |
|
| |
| ભેજલ અન્ધકારમાં
| |
| આગિયા રેલાય છે...
| |
| </poem>
| |
|
| |
| == મલ્હાર ઢોળાયો... ==
| |
|
| |
| <poem>
| |
| રાત આખી
| |
| મારા પર
| |
| મલ્હાર ઢોળાયો...
| |
| રેલાયો...
| |
| સવારે ઊઠીને
| |
| અરીસામાં જોયું :
| |
| આંખ કાન નાક
| |
| કેવળ મોગરા મોગરા ને મોગરા!
| |
| </poem>
| |
|
| |
| == પરોઢ ==
| |
|
| |
| <poem>
| |
| સન્તુરમાંથી ફોરતા
| |
| પીલુના કેસરિયા સ્વર જેવો શ્રાવણ
| |
| તારા દેહમાં રોપાયો.
| |
| ચીતરાયો.
| |
| મીંડમાં રેલાતું
| |
| લેાહી
| |
| કાનના ગુલાબો પર વરસ્યું.
| |
| મસૃણ ટેકરીઓ
| |
| નાચી ઊઠી
| |
| દ્રુત-ત્રિતાલમાં.
| |
| રાનેરી ક્ષિતિજની તિરાડમાંથી
| |
| ભૈરવી-મઢ્યું પરોઢ
| |
| પાંખો ફફડાવતું
| |
| ઊડ્યું!
| |
| </poem>
| |
|
| |
| == જલસો ==
| |
|
| |
| <poem>
| |
| મારા મસ્તિષ્કમાં
| |
| સન્તુર વસે છે
| |
| હું સન્તુરને નમું છું.
| |
| મારા શ્વાસમાં
| |
| તાનપુરો વસે છે
| |
| હું તાનપુરાને નમું છું.
| |
| મારા હૃદયમાં
| |
| મૃદંગ વસે છે
| |
| હું મૃદંગને નમું છું.
| |
| મારી નાભિમાં
| |
| ષડ્જ વસે છે
| |
| હું ષડ્જતે નમું છું.
| |
| મારાં ચરણોમાં
| |
| થાપ વસે છે
| |
| હું થાપને નમું છું.
| |
| મારા હાથમાં
| |
| બે તુંબડાવાળી સિતાર વસે છે
| |
| હું સિતારને નમું છું
| |
| ::: ચૂમું છું.
| |
| અગાંગ એક સાથે બજી ઊઠે છે!
| |
| </poem>
| |
|
| |
| == સ્તનસૂક્ત ==
| |
|
| |
| <poem>
| |
| ૧
| |
| હરિણનાં શિંગડાંની
| |
| અણી જેવી
| |
| ઘાતક
| |
| તામ્ર-શ્યામ ડીંટડીઓ
| |
| ખૂંપી ગઈ
| |
| છાતીમાં
| |
| પ્હેલ્લી વાર!
| |
|
| |
| છાતી પર
| |
| સદીઓથી
| |
| ધબકે છે
| |
| એ ક્ષણોનાં
| |
| ઘેરાં નિશાન!
| |
|
| |
| ૨
| |
| મોગરા જેવી
| |
| રૂપેરી મધરાતે
| |
| ચન્દ્રના આક્રમણથી બચાવવા
| |
| વ્યાકુળ હથેળીઓ
| |
| તળે
| |
| લપાવ્યાં
| |
| ભાંભરતાં સ્તનો.
| |
|
| |
| બન્ને હથેળીમાં
| |
| આજેય
| |
| ફરી રહી છે
| |
| લોહિયાળ
| |
| શારડી!
| |
|
| |
| ૩
| |
| તંગ હવાના પડદા પર
| |
| કાણાં પાડી
| |
| ટગર ટગર નેત્રે
| |
| સ્તનો
| |
| ઉચ્ચારે છે
| |
| વશીકરણ મન્ત્ર!
| |
|
| |
| ૪
| |
| ખુલ્લી પીઠ પર
| |
| તોફાની સ્તનોએ
| |
| કોતર્યા
| |
| સળગતા
| |
| રેશમી ગોળાર્ધ.
| |
|
| |
| ૫
| |
| તે
| |
| જાંબુકાળી સાંજે
| |
| છકેલ ડીંટડીઓએ
| |
| આખા શરીરે
| |
| ત્રોફેલાં
| |
| છૂંદણાંમાં
| |
| ટહુક્યા કરે છે
| |
| કોયલકાળો
| |
| પંચમ!
| |
|
| |
| ૬
| |
| લાડુની બહાર
| |
| મરક મરક
| |
| ડોકિયું કરતી
| |
| લાલ દ્રાક્ષ જેવી...
| |
| દેહ આખ્ખો
| |
| રસબસ
| |
| તસબસ...
| |
|
| |
| ૭
| |
| ચૈત્રી ચાંદની.
| |
| અગાશીમાં
| |
| બંધ આંખે
| |
| સ્પર્શ્યા હતા હોઠ
| |
| તે તો લૂમખાની
| |
| રસદાર
| |
| કાળી દ્રાક્ષ!
| |
|
| |
| ૮
| |
| કાયાનાં
| |
| તંગ જળમાં
| |
| ડોલે છે
| |
| એ તો ફાટફાટ થતાં
| |
| કમળો જ!
| |
|
| |
| ૯
| |
| નાવડીમાં
| |
| તરતાં-ડોલતાં
| |
| કમળો
| |
| સૂંઘતાં સૂંઘતાં જોયું :
| |
| ક્ષિતિજે
| |
| લાલ લાલ સૂર્ય!
| |
|
| |
| ૧૦
| |
| આછા પ્રકાશમાં
| |
| ને હવામાં
| |
| ગોબા પાડતાં
| |
| રઘવાયાં સ્તનો
| |
| હણહણ્યાં....
| |
| દેહ
| |
| રણઝણ રણઝણ.
| |
|
| |
| ૧૧
| |
| ગન્ધકની ટોચ જેવી,
| |
| સહેજ પાસાદાર ડીંટડીઓ
| |
| હવામાં
| |
| તણખા વેરતી
| |
| આ તરફ...
| |
| તણખો
| |
| અડે તે પહેલાં જ
| |
| શરીર
| |
| ફુરચે ફુરચા...
| |
|
| |
| ૧૨
| |
| રણઝણતી ટેકરીઓ પર,
| |
| સર્વત્ર
| |
| શરદપૂનમનો
| |
| તોફાની ચાંદો
| |
| આખ્ખે આખ્ખો
| |
| વરસ્યો...
| |
| આકાશ ભરપૂર ખાલી ખાલી...
| |
| </poem>
| |
|
| |
| == ગબડાવી દે, ફંગોળી દે... ==
| |
|
| |
| <poem>
| |
| ગાય માટે કાઢેલું
| |
| ભૂંડને ખાતાં જોઈ
| |
| ઉગામેલો હાથ
| |
| અચાનક
| |
| હવામાં સ્થિર.
| |
|
| |
| ભૂંડની રાખોડી, કાળી, ધોળી રૂવાંટી પર
| |
| હાથ ફેરવવા
| |
| હથેળી વાંકી ડોકે
| |
| જરી લંબાય.
| |
|
| |
| ચૂંચી આંખે
| |
| લાંબા નાકે
| |
| ઉકરડા ચૂંથતા ભૂંડને
| |
| ઊંચકી લેવા
| |
| લોહીમાં ઘંટડીઓ કેમ વાગતી હશે?
| |
|
| |
| સતત
| |
| લોલકની જેમ
| |
| ડોલતી
| |
| ક્યારેક ઊછળતી
| |
| ટૂંકી પૂંછડી
| |
| આટલી વહાલી કેમ લાગતી હશે?
| |
|
| |
| ચરબીથી લથબથ
| |
| તસતસતાં આંચળ જોઈ
| |
| હોઠ-જીભ પર ધારાનું રેશમ કેમ ફરફરતું હશે?
| |
|
| |
| ‘સુવ્વરની ઓલાદ’ ગાળથી
| |
| સળગી ગયેલાં અંગોમાં
| |
| આજે, પેલ્લી વાર
| |
| ઢોલ, નગારાં, શંખ બજી રહ્યાં છે...
| |
|
| |
| વરાહ! વરાહ!
| |
| હવે ગબડાવી દે,
| |
| ફંગોળી દે,
| |
| ઘા કરી દે
| |
| :: દૂર
| |
| :::: દૂ...ર...
| |
| ડુબાડી દે
| |
| ફરી ડુબાડી દે
| |
| પેલા આદિમ સમુદ્રમાં
| |
| આ બોડા, ધુમાડિયા ગોળાને,
| |
| આ હિરણ્યાક્ષોને.
| |
| </poem>
| |
|
| |
| == એક પીળું ફૂલ ==
| |
|
| |
| <poem>
| |
| લોક બધું રંગ-સુગંધથી છલકાય.
| |
| ભૂખરી-ભૂરી સાંજ ફેલાતી જાય.
| |
| આકાશ રંગરંગી ને પછી
| |
| ધુમાડાથી છવાય.
| |
| લચકાતી ચાલે ચાલતી
| |
| શિયાળુ હવાનો રુઆબ
| |
| શેરીઓમાં છંટાય.
| |
| ફટાકડાના ધડાકાથી
| |
| દીવા ઓલવાય.
| |
| ધુમાડિયું અંધારું દોડતુંક ઘરમાં ઠલવાય.
| |
|
| |
| દૂર પૂર્વમાંથી
| |
| ભીની ફુગાયેલી, સડેલી હવા વીંઝાય.
| |
| કપરકાબીના ખણકાર
| |
| ને
| |
| કાળીચૌદસે તળાતાં વડાંની સોડમ વિનાની
| |
| સાંજ ઓલવાતી જાય.
| |
|
| |
| ગણગણતું, હસતું
| |
| હૉર્નની કિકિયારીમાં ઊછળતું લોક
| |
| ઠલવાતું જાય અહીંતહીં.
| |
|
| |
| તારામંડળ
| |
| મધરાતે બારીમાંથી
| |
| વાતો કરતું કરતું ઢળી જાય.
| |
| સવારે :
| |
| કારેલીના વેલા પરનું
| |
| એક પીળું ફૂલ
| |
| દાઝી ગયું હતું.
| |
| </poem>
| |
|
| |
| == માગશરની અમાવાસ્યા ==
| |
|
| |
| <poem>
| |
| આકાશનાં
| |
| લાખ્ખો, કરોડો,
| |
| અબ્બજો કાણાં
| |
| ચમકતા બરફથી
| |
| પુરાઈ ગયાં છે.
| |
| કાંટાળા અન્ધકારમાં
| |
| એ
| |
| અસંખ્ય વિકરાળ પ્રાણીઓની
| |
| આંખ જેવાં
| |
| ચમકે છે.
| |
| ગોટેગોટ અન્ધકાર
| |
| વધુ ને વધુ છવાતો જાય છે.
| |
|
| |
| કાળા કાળા ગઠ્ઠા
| |
| આમતેમ અથડાય છે.
| |
| શ્વાસ ડચુરાય છે.
| |
|
| |
| જો સૂરજ ઊગે તો...
| |
| કદાચ...
| |
| સવારે
| |
| સૂરજ પણ બરફનું ગચ્ચું બની જાય તો?
| |
|
| |
| કાંટાળા અન્ધકારમાં
| |
| દીવા-સળી શોધું છું
| |
|
| |
| વાટ જડતી નથી.
| |
| </poem>
| |
|
| |
| == ધુમાડો ==
| |
|
| |
| <poem>
| |
| હજી ધુમાડો નીકળે છે.
| |
|
| |
| ધુમાડાની આ બાજુ હું.
| |
| ધુમાડો મારી સામે.
| |
| ધુમાડાની પાછળથી
| |
| તાકી રહી છે
| |
| મારી આંખો.
| |
|
| |
| બોલાતા શબ્દો
| |
| બની જાય છે ધુમાડો.
| |
| આ ચોખ્ખોચણાક
| |
| દેખાતો માણસ
| |
| એકાએક ધુમાડો.
| |
|
| |
| આંખો કોરીકટ્ટ
| |
| તાકી રહી છે
| |
| ધુમાડાના ગોટેગોટાને.
| |
| આરપાર.
| |
| મને.
| |
| મૃત્યુને.
| |
| </poem>
| |
|
| |
| == ૨૬ જુલાઈ ૨૦૦૮ ==
| |
|
| |
| <poem>
| |
| ૧
| |
| બ્લાસ્ટમાં
| |
| વધેરાઈ ગયેલાં
| |
| ને
| |
| ઘવાયેલાં
| |
| સ્ક્રીન પર.
| |
|
| |
| જખ્મી બાળકના
| |
| લોહિયાળ પગ પર
| |
| લીલી, ભૂખરી, કાળી માખીઓ
| |
| બણબણે છે.
| |
| બણબણતી માખીઓ
| |
| ઉડાડવા
| |
| મારો ઉદાસ હાથ
| |
| ફાંફા મારે છે,
| |
| ને ભીંત સાથે
| |
| અથડાય છે
| |
| ધડામ્.
| |
| </poem>
| |
|
| |
| == હા ભઈ હા, બધેબધ પડે જ છે... ==
| |
|
| |
| <poem>
| |
| ‘હવે
| |
| બહાર જો.
| |
| જો, જો, પાછળ વાદળો ઘેરાયાં છે.
| |
| સામે આકાશમાં સૂર્ય ઝાંખો-પીળો.
| |
| વચ્ચે વરસાદ.
| |
| નાગો વરસાદ!’
| |
| ‘આ ઋતુમાં પેલ્લી વાર,
| |
| પણ એની ક્યાં નવાઈ?’
| |
| ‘જુઓ તો ખરા.’
| |
| ‘થોડી ઠંડક થશે...’
| |
| ‘ના થાય. અન્દરની બાફ જોઈ?
| |
| લાવા રેલાતો જાય છે, જાણે.’
| |
| ‘ક્યાં છે લાવા?
| |
| ઘડીમાં વરસાદ,
| |
| નાગો વરસાદ
| |
| ને વળી લાવા?’
| |
| ‘વાઉ... આટલા બધા ભોળા?
| |
| ક્હે છે ભોળા ને ભોઠ...
| |
| સાનમાં સમજો.’
| |
| ‘સાનબાનની વાત
| |
| હવે પડતી મેલો.
| |
| ઘણું થયું.
| |
| ફોડ પાડીને ક્હો તો જ...’
| |
| ‘આ તડકો હવાઈ ગયો
| |
| નાગા વરસાદમાં.
| |
| ખવાતો જાય છે
| |
| આ સોનેરી પ્રકાશ...’
| |
| ‘વળી પાછું આ...’
| |
| ૦
| |
| ‘જુઓ, આ બાજુ જુઓ.
| |
| આવો, તમાશા...બજાર યહાં...વહાં...’
| |
| ‘ક્યાં? કૈસા?’
| |
| ‘આ સેલનું પાટિયું દેખો.’
| |
| ‘ક્યાં છે?’
| |
| ‘જરા ઝીણી આંખે જુઓ :
| |
| કોરિયા, ચીન, અમેરિકા, ઇસ્તમ્બુલ...
| |
| {{Space}} વાહ...વાહ!’
| |
| ‘સબ કુછ ઓપનમેં.’
| |
| ‘શું... ક્યા ચીજ છે!’
| |
| ‘બૉસ, બસ લઈ જાઓ હપ્તેથી ચૂકવજો.’
| |
| ‘બધું હપ્તેથી?’
| |
| ‘જુઓ, સેન્ટની બોતલ...
| |
| તીન બોતલ પર એક ફ્રી...’
| |
| ‘મારે છ જોઈએ.’
| |
| ‘ઇ મારે દસ.’
| |
| ‘બોલો, તમારે...
| |
| બસ વાપરો, છાંટો...’
| |
| ‘છાંટો, બધેબધ છાંટો.’
| |
| બૂ મહિનાઓથી, વર્ષોથી આવે છે.’
| |
| ‘ક્યાંથી આવે છે? પૂછતું નાક લઈ
| |
| ઘર, શેરી, સડક
| |
| શહેરો ને નગરો વટાવતોક ને
| |
| દિલ્લી!
| |
| ત્યાં તો વળી અચરજ!’
| |
| ‘શું?’
| |
| ‘કોઈના હાથમાં ત્રણ ને એક બોતલ!
| |
| બીજાનાં ગજવાં બોતલ...બોતલ...
| |
| દરેકના હાથમાં બોતલ!
| |
| સૌ એકબીજા પર કંઈ છાંટે...
| |
| છાંટંછાંટ...છાંટંછાંટ...
| |
| જાણે ધૂળેટી!’
| |
| ‘અઇલા, તાં હો નાગો વરહાદ?
| |
| બધેબધ એક હાથે?
| |
| વડોદરા, અમદાવાદ, દિલ્લી, અવધ બધેબધ?’
| |
| ૦
| |
| ‘આ નાગો વરસાદ.’
| |
| ‘ક્હો મેઘ-દૂત મોકલ્યા કોણે?’
| |
| ‘હવે એની જરૂર છે જ ક્યાં?
| |
| મોબાઇલ ટુ મોબાઇલ ફ્રી’
| |
| ‘ન્યાલ થઈ ગયા, વાહ!’
| |
| ‘આહ! વાત કરી કરી પેટ ભરો.’
| |
| ‘એનું એટલું તો સુખ ને...’
| |
| ‘પણ સાંભળે કોણ?’
| |
| ૦
| |
| ‘જુઓ તો ખરા.’
| |
| ‘તે પેલો વરસાદ
| |
| હજીય પડે છે?’
| |
| ‘હા ભઈ હા, બધેબધ
| |
| પડે જ છે,
| |
| પડે જ...’
| |
| </poem>
| |
|
| |
| == તાળું ==
| |
|
| |
| <poem>
| |
| તાળું.
| |
| ઉપર તાળું.
| |
| વળી તાળા ઉપર તાળું.
| |
| આમ તાળાં મારવાથી શું વળે?
| |
| શું મળે?
| |
| છતાંય ફેલાતું જાય છે
| |
| તાળું.
| |
| ઘરને તાળં.
| |
| કબાટને તાળું.
| |
| કબાટમાંના લૉકરને તાળું.
| |
| વળી લૉકરમાંના ચોરખાનાને પણ તાળું.
| |
| દેશને તાળું કે પ્રદેશને તાળું.
| |
| વેશને તાળું કે પ્રવેશને તાળું,
| |
| ચાલો, વહેતી નદીને તાળું મારો.
| |
| ચાલો, ખીલતી ઋતુને તાળું મારો.
| |
| આઠ આનાનું
| |
| કે
| |
| છસો સાડત્રીસ રૂપિયાનું,
| |
| સાદું તાળું
| |
| કે
| |
| ખંભાતી તાળું
| |
| તાજું, ચમકતું, નવું નક્કોર તાળું
| |
| આખરે કાટ તો ખાવાનું જ.
| |
| કાટ ખાય
| |
| વર્ષો પછી ખૂલે યા ન પણ ખૂલે.
| |
| પણ, આમ તાળાં મારવાથી શું વળે?
| |
| હા, લગરીક કળ વળે.
| |
| કળ બળથી ન ખૂલે.
| |
| કળ કળથી જ ખૂલે.
| |
| હૃદયનું તળ
| |
| કળથી, પળથી, ખળખળથી
| |
| ખૂલે તો ખૂલે.
| |
| ખૂલે તો...
| |
| ખ્યાલ ન કળનો કે તળનો.
| |
| પળને તાળું
| |
| કળતે તાળું.
| |
| ખળખળને તાળું.
| |
| થાય કે આ બધાને ખાળું ... પણ...
| |
| આ એક તાળું.
| |
| કાઈ પુરાતત્ત્વવિદ્, પધારો
| |
| જુઓ : કઈ ઘડીનું
| |
| :::: પળનું
| |
| :::: તિથિનું
| |
| :::: વારનું
| |
| :::: વર્ષનું
| |
| :::: યુગનું
| |
| મન્વન્તરનું
| |
| કાણે માર્યું છે તાળું?
| |
| કોને માર્યું છે?
| |
| તાળું છે મજાનું.
| |
| તાળાના કાણામાં અન્ધારું.
| |
| કયા વર્ષનું?
| |
| જુઓ જોષ.
| |
| ન ખપે રોષ.
| |
| તાળું છે મજાનું.
| |
| ઉપર હાથી ને સિંહનું કોતરકામ
| |
| સિંહની કાટખાધી યાળ
| |
| હાથીના લોખણ્ડના દાંત.
| |
| તાળા પર ‘સત્યમેવ જયતે’.
| |
| આવું તો હરિશ્ચન્દ્ર ને ગાંધીજી બોલતા.
| |
| તે ચાવી લો.
| |
| ક્યાં છે ચાવી?
| |
| આ છત્રીસ ચાવીઓનો ઝુડો.
| |
| તાળું એક આંખે હસે અવાવરુ.
| |
| અવાવરુ આંખમાં ચાવીએ ફરે.
| |
| કટડ્ કટ્
| |
| ન ફરે.
| |
| ચન્દ્રનું કાટવાળું તાળું ખૂલે તો ખૂલે,
| |
| ચાવી પછી ચાવી... ચાવી
| |
| કળ જરીકે ના ખસે.
| |
| કટ્ કટ્
| |
| કેરોસીન મૂકો
| |
| તપાવો
| |
| હથોડા મારો
| |
| સારો રસ્તો લો
| |
| મારો મારો ગમારો
| |
| ‘તાળું છે જ ક્યાં?’ એવું પૂછો છો?
| |
| આ અડીખમ તાળું.
| |
| ન હાલે ન ચાલે.
| |
| બસ ફાલે.
| |
| જુઓ : તાળું.
| |
| તાળામાં તાળું.
| |
| ને વળી તેમાં તાળું.
| |
| તાળું તાળાને તાકે.
| |
| અસલી તાળું.
| |
| ક્યાં છે?
| |
| ક્યાં છે તાળું?
| |
| અચાનક તાળાએ જોયું
| |
| તાળામાં વસતી દુનિયા પર તાળું.
| |
| ઘરવરશરકરપર
| |
| તાળું.
| |
| બહાર તાળું.
| |
| ‘ભીતર તાળું.
| |
| સાડત્રીસમી ચાવી તો...
| |
| </poem>
| |
|
| |
| == કાંટો ==
| |
|
| |
| <poem>
| |
| અચાનક કાંટો વાગે
| |
| ને ચીસ પડાઈ જાય...
| |
| લોહી જાગી જાય
| |
| ટગર ટગર...
| |
| અચાનક ટામેટાનો સૂપ યાદ આવી જાય,
| |
| સાથે ચમચી
| |
| ને નીચે પડી ગયેલો કાંટો.
| |
| ‘કાંટો કાંટાથી નીકળે’
| |
| એવું મા કહેતી.
| |
| આમ કંઈ કાંટો કાઢવો સહેલો નથી.
| |
| પતંગિયાનું તરફડવું
| |
| લોહીમાં ફરફરવું
| |
| કાંટો બાવળનો.
| |
| કાંટો ગુલાબનો.
| |
| લીલો કાંટો.
| |
| લાલ કાંટો તો ફર્યા જ કરે
| |
| બસ ફર્યા જ કરે...
| |
| લોહી ખળખળતું જાય
| |
| ઠોલાતું.
| |
| બાકી, કાંટો
| |
| વનવગડામાં જ વાગે
| |
| એવું કંઈ નથી.
| |
| વાગે તો વાગે.
| |
| કાંટો નીકળ્યા પછીની
| |
| મીઠી ખંજવાળમાં કોયલ ફરફર્યા કરે.
| |
| કાંટો તો
| |
| સાવ અચાનક જ...
| |
| એની ટીસ
| |
| અરીસા ખળભળાવી દે.
| |
| કાંટો
| |
| નમી ન જવો જોઈએ.
| |
| બરાબર વચ્ચે જ...
| |
| બન્ને પલ્લાં સરખાં થાય
| |
| તો જ...
| |
| કાંટો વાગે
| |
| ને ચીસ પડાઈ જાય અથવા...
| |
| એકલા હોઈએ
| |
| કાંટો ફરતો રહે
| |
| કાંટો કાઢવા કાંટો ન હોય
| |
| હોય માત્ર લાલ ચણી બોર.
| |
| </poem>
| |
|
| |
| == વાડ ==
| |
|
| |
| <poem>
| |
| વાડ.
| |
| વાડ હોય એટલે...
| |
| વાડ હોય.
| |
| થોરની,
| |
| કાંટાળા તારની
| |
| મેંદીની,
| |
| ભીંતની
| |
| કે વાડ વિનાની વાડ.
| |
| વાડ લીલી કે સૂકી,
| |
| વાડે કાળિયોકોશી, ને પતરંગો,
| |
| વાડે વાડે બંદૂકધારી.
| |
| વાડની અંદર ને બહાર
| |
| આગળ ને પાછળ
| |
| વાડ.
| |
| આકાશનેય વાડ
| |
| ને દરિયાને પણ.
| |
| વાડ હોય એટલે છીંડું હોય.
| |
| તો, ખોડીબારું પણ હોય.
| |
| વાડ ચણોઠીની આંખે તાક્યા કરે.
| |
| વાડ ક્યારેક
| |
| ઢગરાં ખુલ્લાં કરે.
| |
| ‘વસ્ત્ર પર વાડ સુકાણી’ જાણી છે?
| |
| વાડે વાડે તત્ત્વબોધ
| |
| વધે કે ઘટે?
| |
| વાડમાંથી ફૂટે વિવાદ...
| |
| વાડ
| |
| જો ઉલ્લંઘી ગયા
| |
| તો પછી...
| |
| હે પ્રબુદ્ધો!
| |
| વાડ જ આપણે,
| |
| વાડ જ આપણું...
| |
| આનન્દો!
| |
| </poem>
| |
|
| |
| == પિલ્લું ==
| |
|
| |
| <poem>
| |
| ગૂંચવાતું
| |
| ઊકલતું
| |
| ગૂંચવાતું
| |
| ખૂલતું
| |
| ગૂંચવાઈ ગયું છે
| |
| આ પિલ્લું.
| |
| ક્યારેક બે આંટા ઊકલે
| |
| ને થાય : હા... આ ... શ... હવે તો...
| |
| પણ રસ્તો રોકતો
| |
| બીજો વળાંક ને ત્રીજો, ચોથો...
| |
| ટેરવાં વાંકા વળી
| |
| નીચું જોઈ
| |
| ગલીકૂંચીઓમાં પહોંચી
| |
| કરામતથી આગળ વધવા
| |
| આતુર.
| |
| મધમાખીની જેમ આંખો ને ટેરવાં
| |
| દોરા પર, ગૂંચ પર, વળાંકો પર
| |
| સરે, અટકે, લપસે, ચઢે, પડે,
| |
| ઊડે, અથડાય.
| |
| ‘છોડો ને, શું કામ પાછળ પડ્યા છો?’
| |
| મને થાય કે છોડું.
| |
| પણ પિલ્લું
| |
| છૂટતું નથી.
| |
| ફક્ત બે-અઢી વેંત છૂટે.
| |
| ટોચ પર પહોંચ્યાનો આનન્દ.
| |
| ત્યાં જ અટકાવે ગાંઠ.
| |
| જબરી છે આ ગૂંચ સાથેની સાંઠગાંઠ.
| |
| ગાંઠ.
| |
| ઉબડખાબડ ટેકરા જેવી.
| |
| રસ્તા વચ્ચોવચ્ચ
| |
| ‘Stop’ ‘રસ્તો બન્ધ’ લખ્યા વિનાની.
| |
| લાલ સિગ્નલ વિનાની.
| |
| તોય અટકવું જ પડે.
| |
| ગુસ્સા સાથે, અકળામણ સાથે.
| |
| આ ગાંઠ છૂટે
| |
| અથવા એને કૂદવી કઈ રીતે?
| |
| ફરી ચાર વેંત ઊકલે.
| |
| ઊકલેલી દોરીનું
| |
| નાનું પિલ્લું વાળવું કે લચ્છી?
| |
| ટેરવાં
| |
| ઉત્સાહમાં
| |
| બીજા ટેકરા પરથી
| |
| દોડી, ઊતરી
| |
| નાના-મોટા રસ્તા ખોળે,
| |
| એકની નીચે બીજો, ઉપર ત્રીજો ને પાંચમો
| |
| જાણે ફ્લાયઓવરોની લીલા!
| |
|
| |
| અચાનક
| |
| દોરી પર લપેટાયેલો
| |
| ઉતરાણના દિવસનો
| |
| હવે થોડો ધૂળિયો થયેલો,
| |
| લાલ તડકો
| |
| ટેરવે ટેરવે, હથેળીમાં ને લોહીમાં
| |
|
| |
| ‘એ...ઈ...કાઈ.. પો...ચ...’
| |
| એક પતંગ સાથે ચાર ચાર પેચ,
| |
| વળી ધૂંધવાટ.
| |
| કોનો પેચ કોની સાથે?
| |
| કોણ ખેંચે? ઢીલ મૂકે? કોને કાપે?
| |
| ‘બરાબર ખેંચ લે.’
| |
| જેમતેમ ખેંચાખેંચ ન કર.
| |
| આ તો ધીરજનું કામ છે.’ બાપુજી કહેતા.
| |
| ‘ધોઈને ગોદડી બનાવવા ચાલશે’ મા કહેતી.
| |
|
| |
| ગૂંચમાં રસ્તો
| |
| ને રસ્તામાં જ ગૂંચ.
| |
|
| |
| ભર-દોરે કપાયેલા
| |
| પતંગ પાછળ
| |
| ઊંચકાયેલું, ખેંચાયેલું ખળખળતું શરીર,
| |
| વિલાયેલો ચહેરો
| |
| ને કિશોરનો લંબાયેલો હાથ...
| |
|
| |
| પિલ્લામાં બેઠેલું આકાશ
| |
| દોરીના લસરકા સાથે
| |
| છૂટતું જાય.
| |
|
| |
| આકાશમાં ઊડતાં કબૂતરોનો ફફડાટ.
| |
|
| |
| કબૂતરની કપાયેલી પાંખ જેવી
| |
| હથેળી
| |
| ગૂંચાળા પિલ્લા પર ચત્તીપાટ.
| |
|
| |
| પિલ્લું માંડ માંડ થોડું ઊકલ્યું ત્યાં...
| |
|
| |
| ‘કા...ઈ...પો...ચ’
| |
| </poem>
| |
|
| |
| == આપણી જ એક આંખમાં આંસુ જોઈને... ==
| |
|
| |
| <poem>
| |
| ન ગમતી વાણી
| |
| તાણી તાણીને પહેરી
| |
| હાથમાંનું મણ-મણનું ગુલાબ ઊંચકી
| |
| ઊંધે માથે ચાલવાનું,
| |
| ટાઢાટાપ્પ સૂરજના
| |
| બોદાઈ ગયેલા ચળકાટ જેવું
| |
| હસવાનું;
| |
| ન ગમે છતાંય.
| |
| ‘સત્યના પ્રયોગો’ ભણાવતી વખતે જ
| |
| જંગલ ભડકે...
| |
| ‘પ્લે બૉય’ના ધસમસતા
| |
| ઘુમ્મટોના ફુવારા
| |
| પૃષ્ઠે પૃષ્ઠે ઉછળે
| |
| મઘમઘે
| |
| ને ફીણ-ફીણ થઈ છટકી જઈએ;
| |
| ન ગમે છતાંય.
| |
| સાલ્લું, તાણી-તૂસીને હસવાનું, ખસવાનું.
| |
| ઘડિયાળથી જ બધું માપવાનું;
| |
| ન ગમે છતાંય.
| |
| તંગ નદીઓ માત્ર જોવાની જ,
| |
| ગમે છતાંય.
| |
| ધુમ્મસમાં
| |
| રણકતું ચીંચીં
| |
| શેાધવાનું,
| |
| ઓટ ઓઢીને ચાલવાનું;
| |
| ગમે કે ન ગમે છતાંય.
| |
| ક્ષણ વ્હેરીને ચાલવાનું ગમે તોય
| |
| વ્હેરી કે ચાલી ન શકાય.
| |
| ન હસી શકાય
| |
| આપણો ચહેરો ઓટના અરીસામાં જોઈને.
| |
| ન રડી શકાય કે ન હસી શકાય
| |
| આપણી જ એક આંખમાં આંસુ જોઈને,
| |
| સાલ્લી, આ તે કંઈ...
| |
| </poem>
| |
|
| |
| == જાવન-આવન ==
| |
|
| |
| <poem>
| |
| જતી વખતે
| |
| આપણે કેટકેટલું છોડીને જઈએ છીએ!
| |
| કેટલું બધું આપણા ભેગું
| |
| આવી જતું હોય છે,
| |
| જાણબહાર!
| |
|
| |
| તે સાંજે આપણે
| |
| કંડક કોફી પીધી હતી,
| |
| સાથે મેથીનાં ઢેબરાંનો
| |
| સ્વાદ પણ ભૂલ્યો નથી.
| |
|
| |
| બસ એટલું જ
| |
|
| |
| તે ક્ષણે
| |
| ન જવાની ઇચ્છા થઈ આવી હતી.
| |
|
| |
| જઈને ફોન કર્યો’તો પહોંચ્યાનો.
| |
| મેં ડૂસકું સાંભળ્યું હતું.
| |
| ફોન મુકાઈ ગયો હતો.
| |
|
| |
| આ દૂર અને સમીપ છે શું?
| |
|
| |
| ક્યારેક સમીપ હોઈએ,
| |
| છતાં ન લાગીએ.
| |
| દૂર હોઈએ તે વેળા
| |
| કેટલીક નાનીમોટી વાતો
| |
| ધ્યાનમાં આવે પણ નહીં.
| |
|
| |
| તું સાથે નથી કે હું?
| |
| આ માત્ર જનારનો
| |
| કે
| |
| રહેનારનો પણ અનુભવ હશે?
| |
| જવું અને રહેવું કોનું?
| |
| આ જાવન-આવન
| |
| કશુંક કશેક લઈ જાય છે
| |
| ને કશુંક કશેક મૂકી શકે છે.
| |
|
| |
| આવતી વખતે
| |
| બધું તો લઈને આવી શકાતું નથી.
| |
| પૂર્વે જોયેલાં - માણેલાં
| |
| આકાશગામી વૃક્ષો ક્યાં?
| |
| તાજગીભરી ભૂરી હવા, છાયા, હૂંફ ક્યાં?
| |
|
| |
| હોવું તેથી શું?
| |
| ન હોવું તેથી શું?
| |
| ના, ના, ના તેથી ઘણું બધું...
| |
| </poem>
| |
|
| |
| == રાહ જોવી ==
| |
|
| |
| <poem>
| |
| રાહ જોવી
| |
| રાહ જોવી એટલે
| |
| રાહ જોવી એટલે શું? – એ કઈ રીતે કહું?
| |
| તનથીમનથી, અન્દરથીબ્હારથી,
| |
| કશાથી નહીં, છતાં બધ્ધેથી
| |
| રાહ જોયા કરવી
| |
| અધરાતમધરાત
| |
| ઊઠતાંજાગતાં, ન ઊંઘતાં-ન જાગતાં
| |
| આખ્ખેઆખ્ખા શરીરને ન્હોરી નાખીએ
| |
|
| |
| રાહ જોતાંજોતાં મનમાંથી ધુમાડા નીકળે,
| |
| પણ દેખાય નહીં,
| |
| મનેતને કે કોઈને
| |
| તારામાં-મારામાં
| |
| જીવતી પેઢીઓની
| |
| અનેક જૂનીનવી સ્મૃતિઓસ્મૃતિઓસ્મૃતિઓ...
| |
| વિસ્મૃતિ તો થાય નહીં.
| |
| માણેલી-ન માણેલી, કલ્પેલી ક્ષણોની ભેળસેળ
| |
| જગાડી મૂકે, ખુલ્લી આંખે ઊંઘાડી શકે,
| |
| દોડાવી મૂકે ઝરૂખે, ઉંબરે, રસ્તે, ગામેગામ...
| |
| ખાતાંપીતાં, હરતાંફરતાં
| |
| વાંચતાંનાચતાં
| |
| પેલી કવિતા-કથામાં
| |
| રાહની, રાહ જોવાની વાતો...
| |
| :: ‘રાહ જુઓ.
| |
| :: પરિસ્થિતિ સમજો
| |
| આવું વર્તન....’
| |
| છોડો
| |
| મારે ડહાપણ નથી જોઈતું.
| |
| છોલાઈ રહ્યો છું,
| |
| બળી રહ્યો છું,
| |
| જીવતા રહીને.
| |
| રાહ જોતાંજોતાં
| |
| :::: રાહ મળતો નથી.
| |
| ‘બી પોઝિટિવ’
| |
| પણ કોઈ તો મને કહો,
| |
| રાહ જોવી એ પોઝિટિવ વાત નથી?
| |
| અન્ય કેવી રીતે સમજી કે નક્કી કરી શકે?
| |
| આ કડવાંમીઠાં વેણ
| |
| ભલે...
| |
| એક વાર સ્નેહભીનું જોવું
| |
| માત્ર જોવું.
| |
| બસ.
| |
| ‘મન મોર બની થનગાટ કરે’
| |
| બધું સપનામાં, કવિતામાં જોવું ગમે...
| |
| કહે છે
| |
| પણ સ્વતંત્ર રાહ છે ક્યાં?
| |
| આ ભ૨ચોમાસે
| |
| બધું ભડભડ શાને?
| |
| ભડભડાટ ધડધડાટ શાનો?
| |
|
| |
| આ ખુલ્લી આંખમાં
| |
| પ્રતિબિમ્બો
| |
| :::: બદલાઈ કેમ જાય છે?
| |
| દૃષ્ટિભ્રમ!
| |
| મતિભ્રમ?
| |
| કોનો?
| |
| ૦
| |
| રાહ જોવી
| |
| તારી મારી આપણા સૌની?
| |
| બધો બડબડાટ જોઈ-સાંભળી બોલ્યા,
| |
| આને મનોરોગ કહેવાય?
| |
| રાહ જોવી એટલે મનોરોગ?
| |
|
| |
| રાહ જોવી એટલે જીવવું?
| |
| કે
| |
| રાહ જોવી એટલે મરવું?
| |
| કે
| |
| બધ્ધું જીરવવું?
| |
| </poem>
| |
|
| |
| == પણ, આમ કેમ બનતું હશે? ==
| |
|
| |
| <poem>
| |
| ક્યારેક નાનકડી વાતમાં
| |
| રાજીના રેડ થઈ જવાય,
| |
| તો ક્યારેક સાવ નાની વાતમાં, ન જેવી વાતમાં
| |
| દુઃખી દુઃખી થઈ જવાય;
| |
| ખાવાનુંય ભાવે નહિ.
| |
| કોઈ આવવાનું નથી એ જાણવા છતાં
| |
| બીજા કપમાં ચા કાઢીને
| |
| રાહ જોતા રહીએ..
| |
| તો વળી ક્યારેક
| |
| માઠું લાગવા છતાં
| |
| બે કપ આપણે જ ગટગટાવી જઈએ.
| |
| પણ, આમ કેમ બનતું હશે?
| |
| ક્યારેક રાજી થવા જેવી વાતમાંથી જ
| |
| અન્દર ચચણાટ શરૂ થઈ જાય;
| |
| તો કોઈક ક્ષણે
| |
| સાવ એકલા એકલા મલકી પણ પડીએ, હા...
| |
| ક્યારેક તો...
| |
| આજે; બોલબોલ કરું છું તે પળે જ
| |
| મૌન થઈ જવાની ઇચ્છા છે;
| |
| બસ.
| |
| </poem>
| |
|
| |
| == ગોદારને... ==
| |
|
| |
| <poem>
| |
| ધડ...ધડ...ધડધડ...
| |
| દોસ્ત, તેં મને નાગો કરીને માર્યો હોત તો
| |
| વધુ સારુંં થાત...
| |
| આ ઉઝરડા અંગાંગે
| |
| ને આનન્દ-કિકિયારી કણ્ઠમાં જ થીજી જાય...
| |
| આ મૂઢ માર
| |
| આ ચગડોળાતો-રગદોળાતો
| |
| કશ્શે ના ખપતો...
| |
| પ્રેમ કરવો
| |
| કે રાજાની જરિયન શાલ જેવો આંબો
| |
| જોયા કરવો
| |
| ખોયા કરવો
| |
| '''કાવ્યનું નામ : ગોદારને...'''
| |
| વિશ્વાસ...
| |
| શ્વાસ...
| |
| ધડધડ... ધડ...
| |
| તેં તો એક કારમી ચીસ પણ ન પાડવા દીધી
| |
| મોઢે ‘આહ’ ને ‘વાહ’ના ડૂચા...
| |
| શ્વાસમાં ઓગણપચાસ મરુતો ઠીંગરાઈ જાય
| |
| આ દેશમાં ને આ-વેશમાં
| |
| વેશ્યાગમન પણ ક્યાં સહેલું છે?
| |
| છતાં... છતાં...
| |
| વેશ્યાગૃહો પાસેથી પસાર થતાં પૂર્વે
| |
| હિમ્મત એકઠી કરવી પડે
| |
| સિસોટી ને બૂચકારાથી
| |
| હૃદય ધબકાર ચૂકી જાય...
| |
| ઉત્તેજના સાતમા પાતાળમાં પહોંચી જાય
| |
| કો ફૂટી નીકળતું ઝરણું
| |
| લાલ લાલ લેાહીનું છૂટી નીકળતુ હરણું...
| |
| વહી જાય
| |
| રહી જાય તરડાતું... દબાતું... ઉછળતું... ભીચડાતું મન...
| |
| '''કવિ : જયદેવ શુક્લ'''
| |
| ‘live dangerously until the death-’
| |
| close up
| |
| અમે છાતીપૂર્વક જીવી શકતા નથી
| |
| વેશ્યાગમન કરી શકતા નથી
| |
| ને છાતીપૂર્વક મરી પણ શકતા નથી...
| |
| cut
| |
| આ મોટરોના હૉર્નની દિવસો લામ્બી ચિચિયારી છે
| |
| કે તું મારા કાનના પડદા પર
| |
| કાનસ ઘસે છે?
| |
| કે પછી
| |
| આમ ટ્રાફ્રિક જામ
| |
| મનના પન્થ વામ
| |
| ન મળે અમને ધામ
| |
| ચાલું છું.... પડું છું ... દોડું છું... બેફામ
| |
| dissolve
| |
| તન હોય તો સ્તન હોય
| |
| સ્તન હોય તા બળાત્કાર હોય
| |
| બાકી ન્યસ્તન કે વ્યસ્તન કે હ્યસ્તન હોય તો હોય
| |
| અમારે ત્યાં તો
| |
| ઉન્નત સ્તનો વિષે
| |
| વાતો પણ
| |
| cut
| |
| શટ્... શટ્... શટ્શટ્...
| |
| રિવોલ્વરમાંથી છૂટતી ગોળીઓ
| |
| જાણે શ્રાવણની ઝરમર
| |
| આ ખારાશ, આ પીળાશ, આ તુરાશ, લાલાશ
| |
| લોહીને ફોડી-ફાડી
| |
| સેકસોફોન ઉપર બાઝ ઉપર ડ્રમ્સ સુપર ઇમ્પોઝ થઈ
| |
| બજી ઊઠે... ધ્રૂજી ઊઠે...
| |
| ધડાધડ તૂટી પડે...
| |
| કિલ્લાઓ... ભોંયરાંઓ... બુરજો...
| |
| બુરજો પર
| |
| રસ્તામાં જંગલમાં
| |
| સર્વત્ર
| |
| હજારો જીભવાળાં
| |
| લોહીતરસ્યાં પ્રાણીઓ
| |
| ચરે...ફરે ને હસે
| |
| cut
| |
| સ્ત્રી, ઈંડા, માછલી ને યોનિ...
| |
| આ ગેરિલાઓ...
| |
| હું ગાંડો થઈ જઈશ
| |
| દોસ્ત, શ્વાસ લેતાં ડચૂરો બાઝે છે
| |
| દશાઓ દિશાઓ ત્વિષાએ કચ્ચરઘાણ
| |
| ક્યાં છે રિરંસા?
| |
| છે કેવળ હિંસા
| |
| ::: હિંસા
| |
| cut
| |
| પરેજી હોય કે ન હોય
| |
| ખૂનરેજી તો થવાની જ
| |
| દોસ્ત,
| |
| ઠણ્ડે કલેજે
| |
| એમિલી બ્રોન્ટીનુ સ્કર્ટ સળગાવી
| |
| ભડથું કરી નાખવી
| |
| એને માટે... એને માટે છાતી જોઈએ
| |
| દોસ્ત, જે કંઈ બળી રહ્યું છે
| |
| '''કાવ્ય રચ્યા તારીખ : ચૌદ, સોળ, બાવીસ જૂન ૧૯૮૦'''
| |
| એની રાખ
| |
| રાખમાં જીવતો સમાજ
| |
| તું જબ્બર હિમ્મતખાજ છે
| |
| તું સાલ્લા, જબ્બર પીડક છે
| |
| સેક્સ યા પરવર્ઝન શો ફરક પડે છે?
| |
| પત્નીને રેપ થતી જોયા કરવી
| |
| ને પછી
| |
| પછી બિન્ધાસ્ત રીતે કશ્શું જ ન બન્યું હોય એમ...
| |
| હૃદય
| |
| કટ્સ-જમ્પ કટ્સ
| |
| ખૂન-બળાત્કાર તો તારા હૃદયનો ધબકાર
| |
| અવિરત ચાલ્યા કરે
| |
| આ બુર્ઝવા સમાજ ને હું...
| |
| dissolve
| |
| તું ધ્રુજાવી દે... લોહીને અડધું પડધું બાળી નાખે
| |
| પાગલ બનાવી દે
| |
| કવિતા વાંચવા દે ચણા ખાવા દે
| |
| ભરપેટ હસવા દે...
| |
| રડવા
| |
| cut
| |
| ‘How nice!’ ‘Simply superb!’
| |
| ‘what a shot!’ ‘Very fine technique!’
| |
| એવું બધુ સાંભળી ગાંડો થઈ જઈશ
| |
| આ ક્ષણે તો
| |
| ઊછળતા ભૂરા ભૂરા સમુદ્રો એક સાથે પથ્થરના
| |
| હું તે મારી વા—
| |
| '''આ કાવ્ય ફિલ્મ-એપ્રિસિએશન કોર્સ દરમિયાન પૂણેમાં રચાયું'''
| |
| —ચા પણ...
| |
| આ માઈલેા લામ્બી હૅનની ચિચિયારી
| |
| ક્યારેય બન્ધ નહીં થાય?
| |
| આ રોડ...
| |
| આ ટ્રાકિ જામ...
| |
| આ ટ્રેકિંગ શોટ...
| |
| આ વ્યાખ્યાનો
| |
| પેલી સળગતી નવી નક્કોર લાલ મોટર
| |
| ટેંએંએએં...
| |
| તને તારી કલ્પના બહાર લોકો સમજે છે
| |
| આ સાલ્લા ડુક્કરો
| |
| cut
| |
| પ્રત્યેક દૃશ્ય નાઈટમૅરની જેમ
| |
| બીવડાવી દે ભીચડાવી દે હલબલાવી નાખે
| |
| ચામડી ઊતરડી નાખે
| |
| મગજની નસો ખેંચી કાઢે તે ઉપ્પર મીઠું ...
| |
| ફાસ્ટ બીટ્સ
| |
| વાયોલિન-સેકસોફોનની ચીસ ડ્રમ્સ... ટ્રમ્પેટ
| |
| તડ તડાતડ તડતડ તડતડ ઝુમ્મ!
| |
| ઝુઉઉમ્મ!
| |
| આંખકાનનાકમાં
| |
| ગાંડા દરિયાનું પાણી ઘૂસી જાય
| |
| છટપટાહટ તરફડાહટ
| |
| આના કરતાં
| |
| આના કરતાં તા મને નાગો કરીને
| |
| માર્યો હોત તો...
| |
| આ fade outમાં મને વાસ આવે છે
| |
| મારી ભીતિની
| |
| પરસેવાની થીજેલી રાખની
| |
| ઉન્નત સ્તનોની
| |
| સડેલા ઈંડાની માછલીની બળવાની કળ ન વળવાની
| |
| ડાર્ક ડાર્ક ડાર્ક રેડની
| |
| સંસ્કૃતિ... સમ્ભોગ... રાજકારણ... પ્રેમ... ફ્રેમ...
| |
| ધડાધડ... ધડ... ધડ...
| |
| પાછળ બેસી કિકિયારી કરતા પરદેશીઓ
| |
| ને ઠરી ગયેલો હું
| |
| સાચું શું?
| |
| આ અસહ્ય પીડા... બોજ... અસહ્ય ત્રાસ
| |
| છતાં
| |
| લોહીમાં નવો નક્કોર સ્વાદ...
| |
| રણકો
| |
| ને નવા નક્કોર રંગ...
| |
| હેટ્સ ઑફ, દોસ્ત!*
| |
| fade out
| |
|
| |
| * વિશસ્ત ફ્રેન્ચ ફિલ્મ-દિગ્દર્શક જ્યાં લુફ ગોદારની ‘week-end’ તથા ‘Breathless’ પ્રથમ વાર જોઈ અનુભવેલું સંવેદન
| |
| </poem>
| |
|
| |
| == તાલ-કાવ્યો ==
| |
|
| |
| <poem>
| |
| સંગીતકાર-મિત્ર ઋષિકુમાર શાસ્ત્રીને અર્પણ
| |
| ૧
| |
| તાલ
| |
| ચાલ ચાલે છે
| |
| ચાલ્યા ક૨ે છે લોહીમાં
| |
| નગારાની ઢામ્ ધડામ્ ઢામ્ ઢામ્ તડામ્
| |
| મૃદંગના ધાધા દિંતા કિટધા દિંતા
| |
| તબલાંની ધાગે તિરકિટ ધિનગિન ધાગે તિરકિટ ધિનગિન-ની ચાલથી
| |
| ::: રંગાતો રહું
| |
| ::: મદમાતો રહું
| |
| ::: મદમાતો ફરું....
| |
| તિરકિટ ધા તિરકિટ ધા તિરકિટ ધા-ની તિહાઈ પર
| |
| :: લોહીનાં ઝરણાં
| |
| :: વળાંકે વળાંકે
| |
| તોરમાં તૉરિલા...
| |
| :: મન્દિર ને સીમ
| |
| :: નૃત્ય તે ગાન
| |
| સમ પર
| |
| ભીંજોતો રહું
| |
| કિટધાતો ફરું...
| |
| ક્યારેક ઝપતાલ
| |
| ક્યારેક ધ્રુપદ-ધમાર
| |
| તો વળી ક્યારેક કહરવાનું ધાગેનતી નકધીં
| |
| સતત સતત બજ્યા કરે છે.
| |
| સસલાની જેમ પાંસળીઓમાં
| |
| મધુર મધુર કૂદ્યા કરે છે.
| |
| પાંસળીઓનાં પાલાણોમાં... ધાગેનતી નકધીં
| |
| ધાગેનતી નકધીં
| |
| ત્યારે
| |
| હું, હું નથી હોતો જાણો છો?
| |
|
| |
| દિવસે,
| |
| અત્યન્ત વિલમ્બિત એકતાલના લયમાં ચાલતા ગ્રીષ્મને
| |
| રાત્રિએ
| |
| ઝપતાલના ઠાઠમાં
| |
| મ્હેકતો પસાર થતો
| |
| જોયો છે કદી?
| |
| ધીંના ધીંધીંના તીંના ધીંધીંના
| |
| વર્ષાની
| |
| આછી ઝરમરમાં
| |
| બન્ધ બાજના તિરકિટના ‘રેલા’
| |
| સુણ્યા છે કદી?
| |
|
| |
| તબલાં સાંભળતાં જ
| |
| ટેરવે ટેરવે ઘર કરે
| |
| :::: રવ કરે
| |
| :::: રવ રવે
| |
| ધેટ ધેટ તેટ તેટના તોખાર...
| |
| શિરાએ શિરાએ બેઠેલી નાગણો
| |
| મૃદંગના કિટતક ગદીગન ધા તત્ ધા કિટતક ગદીગન ધા તત્ ધા
| |
| સાંભળતાં જ
| |
| રાનેરી લયથી નાચે છે...
| |
| ક્યારેક વર્ષો પર્યન્ત
| |
| સમ પર અવાતું જ નથી.
| |
| ધાધા તિરકિટ-ના ધાન ધેકેટ-ના
| |
| કાયદા પરન ને બોલ આવર્તાયા કરે છે
| |
| આવર્તાયા કરે છે...
| |
|
| |
| હું અધ્ધર શ્વાસે
| |
| રૂપક તાલના ખાલી પર સમ જેવી
| |
| કોઈ ઘટનાની
| |
| પ્રતીક્ષા કરું છું.
| |
|
| |
|
| |
| ૨
| |
| પતડત તડપત
| |
| ચિતવન ચિતવન
| |
| ધડકન ધડકન ધા
| |
| ધડકન ધડકન ધા
| |
| ધડકન ધડકન ધા
| |
| શર શર દરશન
| |
| દરશન દરપણ
| |
| ચલો મન ચલો મન
| |
| સ્તન કર સ્તન કર
| |
| ચપલ ચલત મન
| |
| ચરત ચપલ તન
| |
| ચપલ ચપલ ધીંધા.
| |
| ચરત છરત મન
| |
| ચપલ ચપલ સ્તન
| |
| અધીર અધર ધર
| |
| ચિતવત ચિતવન
| |
| તનત તનત તન-તા
| |
| તનત તનત તન-તા
| |
| મમત મમત મમ-તા
| |
|
| |
|
| ઘઘન ગગન ઘન
| |
| ઘનન ઘનન ઘન
| |
| મનન મનન નન
| |
| ગમન ગમન મન
| |
| અધિમન અતિમન
| |
| મતિમન જતિમન
| |
| પતડત તડપત
| |
| તડત તડત પત
| |
| તડત ઉડત મન
| |
| ઉડત ઉડત સ્તન
| |
| સ્તન ઘન
| |
| સ્તન વન
| |
| તવ સ્તન મમ સ્તન
| |
| સ્તનતા સ્તનતા
| |
| તડપત પતડત
| |
| તડપત બરસત
| |
| બરસત પતડત
| |
| ધીર ધીર ધીરધીર-તા ધીરતા
| |
| તીર તીર તીરતીર-તા તીરતા
| |
| ધીર ધીર તીરતીર-ધા તીરધા.
| |
| </poem>
| |
| <center>◼</center>
| |
| <br> | | <br> |
| | {{HeaderNav2 |
| | |previous = |
| | |next = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ |
| | }} |