|
|
Line 95: |
Line 95: |
|
| |
|
| }} | | }} |
|
| |
| ----
| |
|
| |
| * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/પ્રારંભિક | પ્રારંભિક]]
| |
|
| |
|
| |
| == ઠેશ ==
| |
|
| |
| <poem>
| |
| જમુનાને ઘાટ હું તે પાણીડાં ગૈ’તી ન્યાં
| |
| વાગી ગૈ એક મુને ઠેશ!
| |
| ગોધણ લઈ આવતા મોહનની બંસીનો
| |
| સૂર મુને આંહીં પરખાણો,
| |
| ઇમાં તે બૈ! હું તો ભાન ભૂલી ગૈ,
| |
| મારા પગમાં અટવાણો એક પાણો;
| |
| નંદવાણી ચૂડિયું ને તૂટી ગ્યું બેડું, મારાં
| |
| ભીંજવાયાં રુદિયું ને વેશ! — જમુનાને
| |
| ઈ ચિત્તડાના ચોર મારી પડખેથી સરક્યો
| |
| ને બોલ્યો ના એક્કે તે વેણ,
| |
| મૂંગાં મલકાટમાં પૂર્યા’તાં ઈણે તો
| |
| કૈ કૈયે લાખેણાં કેણ;
| |
| દલડાનો તઇં ભારો ચંદર ઊગ્યો ને
| |
| ઓલી સંધ્યા પે ઢળતી’તી મેશ! – જમુનાને
| |
| </poem>
| |
|
| |
| == મોં – સૂઝણું ==
| |
|
| |
| <poem>
| |
| એક કૂબાની બ્હાર રેલાતા કોડિયાનો અજવાસ રે ઝાંખો!
| |
| વાયરો સારી રાત વિંઝાયો; તો ય પેલી એ
| |
| દીપ–શિખાએ પ્રસન્ન ચ્હેરે આદર્યો જાણે નાચ!
| |
| ‘અહીં કૂબાની માંહ્ય છે કેવો દીપ, કે જે – હું –
| |
| વગડા કેરી બીક કશી ના લાગતી વળી આંચ?
| |
| સપન છે કે સતની લીલા?’
| |
|
| |
| દ્વારનો કરી હાથ હલાવે, ચોળતો જાણે નિજની આંખો! –
| |
| એક કૂબાની બ્હાર રેલાતો કોડિયાનો અજવાસ રે ઝાંખો!
| |
|
| |
| આવી રહી મોં સૂઝણી જ્યંહી વેળ
| |
| પ્રભંજન ભાન ભૂલીને ફૂંકતો બેઠો;
| |
| (નિર્મળા ને સ્વચ્છ ઝરાને બેઉં કિનારે
| |
| બાઝતો જતો લીલ ભરેલો મેલ.)
| |
|
| |
| ત્યાં જ ક્ષિતિજે સુરખી રેલી, ફૂટતી હતી સુનલમુખી રેખ,
| |
| અણમાનુષ વાયરે માર્યું ઝાપટુ, આખર તેજ રેલાવી
| |
| હોલવાયો એ દીવડો નાનો, મેલતો ગયો સ્મિત આછેરું એક
| |
| (પ્રકૃતિની ગોદમાં એની ઝાંય જાણે કે નીતરી રહી છેક!)
| |
| સાંકડી કોઈ નીડમાં સારી રાત ગોંધાએલ આજ પારેવાં
| |
| મોકળે મને, ચાંચમાં પ્રોવી ચાંચ ને ઊડ્યાં
| |
| {{Space}} પ્રસરાવી ને આભમાં પાંખો!
| |
| એ જ કૂબાની બ્હાર બધેબધ
| |
| {{Space}} કોડિયાં જલે આજ શું લાખો?
| |
| </poem>
| |
|
| |
| == ઑય મા મુંને – ==
| |
|
| |
| <poem>
| |
| ઑય મા, મુંને પગમાં કાંટો લવકે છે કંઈ
| |
| ઑય મા, જેવું આંખ્યમાં કણું ખટકે છે કંઈ...
| |
|
| |
| નેળ્યને કેડે આમ તો સખિ
| |
| હોય શું કહે : હોય ગાડેતી જણ, બીજું શું ધૂળ?
| |
| ધ્યાન બા’રી લગરીક થઈ ત્યાં
| |
| ‘ઝમ’ શારાની ગઈ ભોંકાઈ પગમાં બાવળશૂળ
| |
| ઑય મા, મુઝાઈ મરતી એવું સાંસમાં લીલું ચટકે છે કંઈ...
| |
| ઑય મા, મુંને પગમાં કાંટા લવકે છે કંઈ....
| |
|
| |
| કોઈ દિ’ રાતું ફાળિયું ભાળી અમથું અમથું
| |
| બોલવું નહીં ચાલવું નહીં કાઈ દિ’ સામે મળવું નહીં, નીમ
| |
| કોઈ દિ બાઈ, કારણ વગર દેખવું નહીં દાઝવું નહીં
| |
| લાજવું નહીં કોઈ વાતે પણ ચળવું નહીં, નીમ
| |
|
| |
| ઑય મા રે, સંભારણા પેઠે જામરો મારી પાનીએ મૂવો
| |
| સળકે છે કંઈ....
| |
|
| |
| ઑય મા, મને પગમાં કાંટો લવકે છે કંઈ....
| |
| ઑય મા, જેવું આંખ્યમાં કણું ખટકે છે કંઈ....
| |
| </poem>
| |
|
| |
| == તમે ભલે ઘર છોડી ચાલ્યાં– ==
| |
|
| |
| <poem>
| |
| તમે ભલે ઘર છોડી ચાલ્યાં તમે છતાં આ ઘરમાં.....
| |
| તમે ભલે મુખ મોડી ચાલ્યાં તમે હતાં આ ઘરમાં....
| |
|
| |
| હજી તમારી લાલ ઓઢણી ફરફરતી વળગણીએ
| |
| ટાંકા લેતી આંગળિયું કંઈ તરવરતી તોરણિયે
| |
| બારસાખ આંખો ઢાળીને જોઈ રહે ઉંબરમાં....
| |
|
| |
| નથી રોટલે ભાત્ય તમારી હથેળિયુંની પડતી
| |
| નથી રોટલે ભાત્ય – યાદ એ વળી વળી ઉપસતી
| |
| નથી તમે–ની સરત રહે ના કેાઈ અવરજવરમાં....
| |
|
| |
| આળીપાની વેલ્ય દીવાલે રોજ રહી કરમાઈ
| |
| પ્રભાતિયાંનો કંઠ વલોણે ગયો હવે મુરઝાઈ
| |
| ગીત વગરનું ગીત ટપકતું ફરી ફરી ભીતરમાં....
| |
|
| |
| તમે ભલે ઘર છોડી ચાલ્યાં તમે છતાં આ ઘરમાં....
| |
| તમે ભલે સુખ મોડી ચાલ્યાં તમે હતાં આ ઘરમાં....
| |
| </poem>
| |
|
| |
| == લંબાતા દંનનું ગીત ==
| |
|
| |
| <poem>
| |
| આમ હવાની ફૂંક વાગે ને ધૂળને ફૂટે પાંખ
| |
| આમ આઘેની ટેકરીના ગુલમૉરની ખૂલે આંખ
| |
|
| |
| થાય બપોરી વેળ ને ભીનો ધોરિયો પોરો ખાય
| |
| ૨ે પછી ધોરિયો પોરો ખાય
| |
| ભથવારીના હોઠની પેઠે ભાથની છૂટે ગાંઠ
| |
| ને દોણી છાશની ઊણી થાય
| |
| પીંપળા હેઠે થાકની આંખો જાય ઘેરાતી જાય ઘેરાતી જાય
| |
| કાંઈ નવાણે કાંઈ નવાણે
| |
| કાંઈ ધુબાકા ખાય હવે આ ચૈતર ને વૈશાખ....
| |
|
| |
| પંથને ફૂટે કેડીયું એવી કેડીયું જેવા
| |
| સીમમાં લાંબા દંન ઊગે રે દંન
| |
| આવશે ક્યારે આવશે ક્યારે આવશે ક્યારે
| |
| સાંજનાં શીળાં વંન કે શીળાં વંન
| |
| ખોરડાં મેલી ગામથી આઘા
| |
| જાય ઠેલાતા જાય લીલા આષાઢ અને શ્રાવણ
| |
| આભ વિના કેઈ આભ ના બીજે ક્યાંય
| |
| ના કાળુભારમાં વહે નીર કે વડે આભ....
| |
| આમ હવાની ફૂંક વાગે ને ધૂળને ફૂટે પાંખ
| |
| આમ આઘેની ટેકરીના ગુલમૉરની ખૂલે આંખ
| |
| </poem>
| |
|
| |
| == ‘ગામમુખીનાં ત્રણગીત’ માંથી ૩ ==
| |
|
| |
| <poem>
| |
| મુખી સત્તરવાર, તે કાળુભારને ધૂને
| |
| ધોમખપોરે જઈ ને શું ધૂબકા લગાવાય નંઈ?–
| |
|
| |
| રાતના ભેરુબંધની હારે
| |
| હીરપરાની વાડ્યને છીંડે ગરકી પછી
| |
| મનને ફાવે એટલાં લાગઠ ઝીંઝરાં ચારાય નંઈ? -
| |
|
| |
| ગામને સાડીસાત વખત ખપ હોય તા રાખે
| |
| આપણે ક્યાં જલમીને મુખીપદને લાવ્યા ’તા?
| |
| ગામઉતારે જઈ ને ક્યાં સરપંચ – તલાટી અથવા તો
| |
| કોઈ માનતા માની દેવ મનાવ્યા ’તા?
| |
|
| |
| વાઢ ફરે ત્યાં ઠાવકા થઈ બેસવું મોભાસર :
| |
| ઠામુકાં ગીત-સળુકા કાંઈ રે ગવાય નંઈ–
| |
|
| |
| છોકરા સાથે રમીએ જો નવકૂકરી ત્યાં તો
| |
| લેક કે’તું કે જોઈ લ્યો મુખીસાબ્યની છોકરમત
| |
| મુંજી થઈ બેસવું, કાં તો કોઈની વાદાકોદમાં
| |
| માથું મારવું – આને જીત કહું કે મત?
| |
|
| |
| ઘોડા મારે શિંગડાં, એવી ભોયની આ
| |
| પટલાઈ મળી કે ડેલીએ ઊભા રઈ
| |
| :નિરાંતે રેવડી ખવાય નંઈ –
| |
| </poem>
| |
|
| |
| == રુંઝ્યું વળવાની વેળ ==
| |
|
| |
| <poem>
| |
| અને ઊડે છે સાંજ મારે ફળિયેથી....
| |
| જાંબુડિયો રંગ જાય ઘૂંટાતો બીડમાં
| |
| :સુક્કી એકાદ ઘાસ સળિયેથી....
| |
| ધણની વચ્ચેથી બે’ક ઊઠે છે વાંભ
| |
| ::પણે સીમ માથે ઊડ્યો ગુલાલ
| |
| ખરીઓની છાલકથી વાટ ચડી હેલારે
| |
| ::ગામ ભણી તરતા આ આ ઢાળ
| |
| તરતા આ ઢાળના વળાંકમાંથી છેલ્લેરા
| |
| :::છૂટ્યા રે સૂર વાંસળીએથી....
| |
| લીંમડાની ડાળખીએ ટાંગેલી ઠીબમાંથી
| |
| ::::અંધારે ચાંચને ઝબોળી
| |
| ઘરની પછવાડે રાતરાણીનાં ફૂલોએ
| |
| ::હોઠભીની વાત કૈંક ખોલી
| |
| આખ્ખુંયે ગામ જાણે હુક્કાનો ડાયરો :
| |
| ::છલકે સોડમ ગલી-ગલીએથી....
| |
| રુંઝ્યું વળવાની વેળ ઓસરતી જાય
| |
| ::આમ કોલાહલ નીતરતો શેરીએ
| |
| ખેતરનો થાક પછી હળવેથી ચુપચાપ
| |
| ::::વાળુ કરીને ચડે મેડીએ
| |
| હવે, ઓરડામાં (ચણિયાનાં આભલાંમાં આભ બીજું)
| |
| ::::કોડિયાંઓ ઝલમલતાં ચણિયેથી....
| |
| ::::અને ઊડી ગઈ સાંજ મારે ફળિયેથી...
| |
| </poem>
| |
|
| |
| == દરિયાની વાત કાંક દરિયો જાણે — ==
| |
|
| |
| <poem>
| |
| દરિયાની વાત કાંક દરિયો જાણે ને કાંક જાણે છે નીતરતી આંખો
| |
| તૂટતાં મોજાંની પીડ ભેખડ જાણે ને કાંક જાણે છે ભીતરનો કાંઠો
| |
| હો ભાઈઓ, દરિયાની વાત
| |
|
| |
| રેતીમાં ભરતીની રેખા લંબાય એવી જમણા તે હાથમાં રેખાતી
| |
| ડૂસકાંનાં મોજાંમાં ઘુમરાતી જાય પછી છલતી ઊછળતી આ છાતી
| |
| હલ્લેસાં મારીને થાકે છે શ્વાસ : પડે સૂરજનો પડછાયેા ઝાંખો
| |
| હો ભાઈઓ, દરિયાની વાત
| |
|
| |
| એવા નિઃશ્વાસ કદી તળિયેથી ઊઠતા કે પળમાં ડૂબે છે કૈંક સદીઓ
| |
| દરિયાની જેમ છતાં ફેલાવો હાથ એમાં સળવળશે સંબંધની નદીઓ
| |
| શ્રાવણની ધૂપ સમા હળવા થઈ ઊડીએજી પ્હેરીને પાણીની પાંખો
| |
| હો ભાઈઓ
| |
| દરિયાની વાત કાંક દરિયેા જાણે ને કાંક જાણે છે નીતરતી આંખો
| |
| તૂટતાં મોજાંની પીડ ભેખડ જાણે ને કાંક જાણે છે ભીતરનો કાંઠો,
| |
| </poem>
| |
|
| |
| == શિખરિણી ==
| |
|
| |
| <poem>
| |
| {{Space}}ચરણ સરતા જાય મિતવા...
| |
| ઉઘાડું આંખો ત્યાં દિવસ ફરતા જાય મિતવા....
| |
|
| |
| અને સામે કૅલેન્ડર ઉપરથી સૂર્ય ખરતો
| |
| સવારે તક્તામાં કુમકુમ મુખે શો છલકતો
| |
| હવામાં મીરાંનાં પદ ટપકતાં જાય મિતવા....
| |
| {{Space}}ચરણ સરતા જાય મિતવા....
| |
|
| |
| વળાંકો છાયા નભ પથ અને ઢાળ નમણાં
| |
| કરે ઊંચા બાહુ હરખવશ, આ ઘાસ-તરણાં
| |
| મને ભીની ભીની લહર ધરતાં જાય મિતવા....
| |
| {{Space}}ચરણ સરતા જાય મિતવા....
| |
|
| |
| પ્રવેશું ઝાંપામાં અઢળક અહો, વ્હાલ વરસે
| |
| ભર્યાં એકાન્તોમાં મખમલ સમી દૃષ્ટિ પરસે
| |
| દિનાન્તે ગોખોના દીપ પ્રગટતા જાય મિતવા....
| |
| {{Space}}ચરણ સરતા જાય મિતવા....
| |
| </Poem>
| |
|
| |
| == આંગણમાં આવીને... (પાંચ વર્ષાગીતમાંથી -૨) ==
| |
|
| |
| <Poem>
| |
| {{Space}}{{Space}}આંગણમાં આવીને
| |
| કોનો અણસાર સખિ, નેવાંની હેઠ મને ખેંચે છે ઘરમાંથી લાવીને
| |
|
| |
| :::તડકા જો હોત તો તો સમજ્યાં કે
| |
| ::::જાળીથી વાયરાઓ લાવે છે લૂ
| |
| :::ખાંગા થૈ ચોમાસાં વરસે છે રાતના
| |
| ::::::ને પળે પળે દાઝું છું હું
| |
|
| |
| હૈયું છે હૈયું, એ છોકરું નથી કે એને ચપટીમાં રાખીએ મનાવીને
| |
|
| |
| :::આભેથી ઝીલીને ભોંય પછી મેલે છે
| |
| ::::સીમ ભણી ખળખળતાં વ્હેણ
| |
| :::સુક્કાં તે પાંદડાંના છૂટશે તરાપા
| |
| ::::::પણ કૈ કૈ પા મોકલવાં ક્હેણ
| |
|
| |
| એટલીયે સમજણ આ મનને નથી ને આમ જાગે છે નીંદર સજાવીને
| |
| ::::::::આંગણમાં આવીને
| |
| </Poem>
| |
|
| |
| == નદીએ ના’વાને હું તો એક વાર ગૈતી (બાયું : ચાર ગીત માંથી -૨) ==
| |
|
| |
| <Poem>
| |
| ::::::બાઈ
| |
| નદીએ ના’વાને હું તો એક વાર ગૈ’તી ત્યાં રામ જાણે ગઈ ક્યાં અટવાઈ!
| |
|
| |
| :::::કંચવો ઉતારીને પાણીમાં ગઈ
| |
| :::::એમાં એવી તે ભૂલ કઈ કીધી?
| |
| ::::ઝાડવાની આડશમાં આંખો માંડીને
| |
| :::::એણે પાણીની જેમ મને પીધી
| |
| ::લૂગડાં નીચોવીને વળગણીએ સૂકવ્યાં ને એમ અમે ચાલ્યાં સુકાઈ
| |
|
| |
| :::પોપચાં મીંચીને સ્હેજ પડખાભર થૈ’તી
| |
| ::::ત્યાં નદી થઈ વ્હેતી પરસાળ
| |
| :::મેં જોયુંઃ અંબોડો છૂટતાં તણાઈ ગયો
| |
| ::::::એક મારો સોનેરી વાળ
| |
| સાંજુકા, વાળ અને કુંવરીની વાત માંડી ઠૉળ કરે વચલી ભોજાઈ
| |
| </poem>
| |
|
| |
| == ગોધૂલિવેળા ==
| |
|
| |
| <poem>
| |
| ::::::થઈ ગોધૂલિવેળા
| |
| ફૂલ તિમિરનાં સ્હેજ ઊઘડતાં વહ્યા ગંધના રેલા
| |
|
| |
| ::::ફળિયામાં કલશોર : લીંમડે
| |
| :::::લચી ઊઠતા માળા
| |
| ::::બોઘરણે ઝિલાય ગાયના
| |
| :::::આંચળથી અજવાળાં
| |
|
| |
| ગાડામાંથી સીમ ઊતરતાં મળ્યા ઊલટના મેળા
| |
|
| |
| ::::ઘરમાં ઝીણી બોલાશુંની
| |
| :::::આળેખાતી ભાત
| |
| ::::જાળી પાસે નમી ડાળખી
| |
| :::::સાંભળવાને વાત
| |
|
| |
| છતમાંથી ચાંદરણાં ઊતર્યા : ભળ્યા વાયરા ભેળા
| |
|
| |
| ::::નભનાં મોતી ચરવા જ્યારે
| |
| :::::હંસો થાય પસાર
| |
| ::::ઝણણણ ઝાલરમાં ઝળકે છે
| |
| :::::દીપશિખાની ધાર
| |
|
| |
| તંબૂરનાં જળ મંદ હલકથી ઠારે કાંઈ ઝળેળા
| |
| :::::થઈ ગોધૂલિ વેળા
| |
| </poem>
| |
|
| |
| == મશ ==
| |
|
| |
| <poem>
| |
| મશ આંજી’તી મશ
| |
| ઈરખા કરી નીરખે મને વ્રજની દશેદશ
| |
|
| |
| એટલે તો વંકાઈને ચાલ્યાં જમનાજીનાં જળ
| |
| ફૂલનાં યે મોં ઝંખવાયાં તે જાય ઊડી ઝાકળ
| |
|
| |
| રીંસમાં રાધા કદમ્બની ત્યાં લૈ ઊભી આડશ
| |
|
| |
| કોઈકે લોચન ફેરવ્યાં : કીધાં કોઈકે વાંકાં વેણ
| |
| એવડી તે શી ભૂલ કે પવન લાવતો નથી ક્હેણ?
| |
|
| |
| મારગે મળે કા’ન તો બધી વાત માંડીને ક’શ
| |
|
| |
| પોપચે પ્હેરી પાંખ ને પછી પગમાં મૂકી ઠેક
| |
| ઊઠતી મારા પંડ્યમાંથી કાં કોઈ અજાણી મ્હેક?
| |
|
| |
| આજ તો એવું થાય કે જાણે હું ય ના મારે વશ
| |
| મશ આંજી’તી મશ
| |
| </poem>
| |
|
| |
| == વ્રજગીત ==
| |
|
| |
| <poem>
| |
| ::::::મૈં ભોરી બ્રિજ–નાર
| |
| પલ પલ હિય મેં હરખ લેઈકે ગઈ જસોદા-દ્વાર
| |
|
| |
| ::સુનકે મેરે પાંવ કે ઘુંઘરું બૈઠ ગયો મુખ મોરી
| |
| ::લગી રિઝાવત મધુર બાની મૈં લૈ ઝૂલે કી ડોરી
| |
|
| |
| નિંદિયારીં અંખિયન – સોં ઓરિ તૂટન લાગ્યો તાર
| |
|
| |
| ::મૈં હૂં તોરી મુગધ રાધિકા, મૈં હૂં કદમ્બ-ડારી
| |
| ::મૈં હી ગોધૂરિ બ્રિજ-બન કી, મૈં કાલિન્દી કારી
| |
|
| |
| શ્યામ મનોહર ઐસો રિઝ્યો બરસ્યો અનરાધાર
| |
| ::::::મૈં ભોરી બ્રિજ-નાર
| |
| </poem>
| |
|
| |
| == મોસમનો પહેલો વરસાદ ==
| |
|
| |
| <poem>
| |
| મોસમનો પહેલો વરસાદ પડ્યો, હેય હેય!—
| |
| {{Space}} આળસ મરડી ફટાક છાપરાનાં નળિયેથી
| |
| {{Space}}{{Space}} દરિયો ફળિયામાં દડ્યો, હેય હેય!–
| |
|
| |
| હેય હેય! નેવાંનાં પાણી–સમેત
| |
| {{Space}} વહે અંધારું રે ઝાકમઝોળ
| |
| નદીએ તો ઠીક, અહીં છાતીમાં ઊઠે છે
| |
| {{Space}} પ્હેલવ્હેલ્લો કોઈ હિલ્લોળ
| |
|
| |
| ગોખેથી સ્હેજસાજ સૂરજ દેખાય : ભીનો
| |
| {{Space}} ઘરને ઉજાસ જડ્યો, હેય હેય – !
| |
|
| |
| હેય હેય! વહેલી સવારે લખમીજીનાં
| |
| {{Space}} લીલાં પગલાંની જોઉં ભાત
| |
| પાંદડીએ પાંદડીએ ઝિલાતી જાય
| |
| {{Space}} એની ઘૂઘરીઓ તૂટ્યા–ની વાત
| |
|
| |
| જાસૂદનાં ફૂલ જેમ તારીયે આંખોમાં
| |
| {{Space}}{{Space}} કેવો ઉન્માદ ચડ્યો, હેય હેય – !
| |
| </poem>
| |
|
| |
| == એય...ને કાળુભાર ==
| |
|
| |
| <poem>
| |
| ચાલતી રહે એ...યને ઠુમકદાર બે કાંઠે મ્હાલતી રહે એય...ને કાળુભાર!
| |
| લૂનાં પીળાં ઝૂમખાઓ ખંખોળિયું ખાવા આવતાં એને હળવે રે હુલાવતી રહે
| |
| {{Space}}{{Space}}એય...ને કાળુભાર!
| |
|
| |
| રેતના ઘાસલ થૂમડે બેસી કાળિયો કોશી ભરબપ્પોરે સૂર રેલાવે મોકળે મને અડવાણે પગ સોંસરી વીંધી સીમ આ પવન વાતવે વળે ઝાડની આછી છાંયડી કને
| |
| એકલવાયું ઊડતું પંખી ચાંચ બોળીને જાય એ મશે જળનો દઈ સાદ એને
| |
| {{Space}}{{Space}}બોલાવતી રહે એય...ને કાળુભાર!
| |
| અહીંથી તહીં પતંગિયાની પાંખ–શાં નયન રઘવાયા થઈ ઠેકઠેકાણે ભટકે કદી ગઈ વેળાનાં સગડ ક્યાંથી હોય વેળુમાં? – તોય થાકોડાભેર બે ચરણ અટકે કદી
| |
| પાનીએ રાતા લવકારાને ઠારવા ત્યારે કોઈ ભીના સંભારણે છાલક મારતી રહે
| |
| {{Space}}{{Space}}એય...ને કાળુભાર!
| |
| </poem>
| |
|
| |
| == ફળિયે ફૉરી દાડમડી ==
| |
|
| |
| <poem>
| |
| ફળિયે ફૉરી દાડમડી ને દાડમડીનાં ફૂલ કે વાંકો ડોલરિયો
| |
| ફૂલની ઊઘડી આંખ : આંખની ઝલમલ ઝલમલ ઝૂલ કે વાંકો ડોલરિયો
| |
|
| |
| પગમાં ઊડશે સીમડી કાંઈ સીમે સૂકું ઘાસ કે વાંકો ડોલરિયો
| |
| છતાં તમારે હોઠ ફરક્યો ભીનો ચૈતર માસ કે વાંકો ડોલરિયો
| |
|
| |
| વનવગડામાં વાડિયું એક વાડી લચકાલોળ કે વાંકો ડોલરિયો
| |
| પાણી સીંચશે પાતળિયો સખી ન્હાશે માથાબૉળ કે વાંકો ડોલરિયો
| |
|
| |
| અડખેપડખે કેડિયુમાં ઊંચા-નીચા ઢાળ કે વાંકો ડોલરિયો
| |
| પછવાડેના ઓરડે કોણ ગૂંથશે સૈયર, વાળ કે વાંકો ડોલરિયો
| |
|
| |
| આગળ પાછળ આંગણુ ને વચાળ ઊભું ઘર કે વાંકો ડોલરિયો
| |
| ઘરહીંડોળે ઝૂલે સખિ ને હૈડે રાજકુંવર કે વાંકો ડોલરિયો
| |
|
| |
| ગામ ગોંદર્યે તલાવડી ને તલાવડીમાં નીર કે વાંકો ડોલરિયો
| |
| નીરથી આછી રાત ઊગશે ઊંઘમતીને તીર કે વાંકો ડોલરિયો
| |
| </poem>
| |
|
| |
| == રિસામણે જતી કણબણનું ગીત ==
| |
|
| |
| <poem>
| |
| કાંખમાં મેલ્યું છોકરું, માથે પોટકું, હાલી પિ’ર–
| |
| ::પગમાં ઠસ્સાભેર ઉતાવળ સામટી ઊડે
| |
| :::જેમ કે ઊડે આભમાં કાબર—કીર–
| |
|
| |
| :મરને માથાબંધણું મેલું દાટ જોઈ સંભારતો
| |
| ::વાવડ પૂછતો મારા ગામના : મારે શું?
| |
| :::જીવ ટાઢોબૉળ રાખશું, ભરત ભરશું
| |
| :::આઠે પો’ર હિલોળા, હીંચકો અને હું!
| |
| મારી બલારાત વેઠે ઉજાગરા, વેઠે વ્રત, વેઠે અપવાસ,
| |
| :::::નીતારે આંખ્યથી ઊનાં નીર –
| |
|
| |
| :આંય તો મીઠી માવડી, ખીલે ગાવડી
| |
| :સખિસૈયરું હશે ભાઈ અને ભોજાઈ
| |
| :ન્યાં સૂનાં—અણોસરાં તોરણ–તક્તા,
| |
| ભીંત્યું અડવી, ઝાંખા ઓરડા ને અભરાઈ
| |
|
| |
| હુંય વાલામૂઈ થઈ આફૂડી ગઈ’તી ના’વા
| |
| ::સાવ કોરી ધાકોર નદીને તીર –
| |
| </poem>
| |
|
| |
| == એંધાણી ==
| |
|
| |
| <poem>
| |
| એવાં ખોરડાંની રાખજો એંધાણી
| |
| {{space}}સંતો હો મારા, ઠામ–ઠેકાણાં લિયો જાણી
| |
|
| |
| ઊઘડતાં ફૂલ જેવી ઊઘડતી આંખ હોય
| |
| {{space}}{{space}}નીંદરમાં પોપચે બિડાણી
| |
| પંખીના કણ્ઠ હાર્યે ઝૂલે પ્રભાતિયાં
| |
| {{space}}{{space}}તુલસીક્યારો જ્યાં ઝીલે પાણી
| |
| {{space}}સંતો હો મારા, ઠામ–ઠેકાણાં લિયો જાણી
| |
|
| |
| વગડાનો થાક જેનો નીતરતો પંડ્યથી
| |
| {{space}}ન્યાં સો – સો સોડમની સરવાણી
| |
| એનાં ભાણેથી ભરજો અમરતના ઑડકાર
| |
| {{space}}{{space}}સાચકલાં અન્નને પિછાણી–
| |
| {{space}}સંતો હો મારા, ઠામ–ઠેકાણાં લિયો જાણી
| |
|
| |
| આઠે તે પૉર ઊલેચાય જેની અંજળિ
| |
| {{space}}{{space}}ને આઠે તે પૉરની ઉજાણી
| |
| આંટીઘૂંટીથી કાંઈ અળગી રહે છે એવી
| |
| {{space}}{{space}}ધૂળમાં રજોટાતી વાણી–
| |
| {{space}}સંતો હો મારા, ઠામ–ઠેકાણાં લિયો જાણી
| |
| </poem>
| |
|
| |
| == કોના હોઠે ==
| |
|
| |
| <poem>
| |
| ::::ધીરાં ધીરાં
| |
| દૂર દૂર ક્યાં ગળતી રાતે વાગે છે મંજીરાં?
| |
|
| |
| :::મ્હેક મ્હેકનાં થળથળ થાનક
| |
| :::ઊઘડ્યાં સૂરનાં પારિજાતક
| |
| :::ક્યાંથી ઊઘડી અદીઠ પાછી હલકભરેલી પીરા?
| |
|
| |
| ::::કોઈ ખાલી, કોઈ અધૂરાં
| |
| ક્યાં મેવાડ, ક્યાં ગોકુલ-મથુરા!
| |
| પગલાં પાછળ પગલાં રઝળે અણથક અને અધીરાં
| |
|
| |
| :::જાત ભૂલીને નીકળ્યાં પોતે
| |
| :::કોણ અહીંયા કોને ગોતે?
| |
| કોના હોઠે : માધવ માધવ : કોના હોઠે : મીરાં?
| |
| </poem>
| |
|
| |
| == ત્રણ ગાયત્રી ગીત ==
| |
| :::'''એક'''
| |
|
| |
| <poem>
| |
| તને નહીં હું શોધું માડી, તું જ મને લે શોધ –
| |
| ખબર તને પણ પડે ભલે કે ક્યાં ક્યાં છે અવરોધ?
| |
|
| |
| {{Space}}ખૂણેખાંચરે ફરીશ તોયે
| |
| {{Space}}એમ હાથ નહીં આવું
| |
| {{Space}}હું ય એટલું જાણું છું કે
| |
| {{Space}}કયે સ્થળે સંતાવું?
| |
|
| |
| છાનું છાનું હસી હું નીરખીશ : તારો ખોટ્ટો ક્રોધ :
| |
|
| |
| {{Space}}પાલવ પાછળ સંતાયાની
| |
| {{Space}}તને થશે જ્યાં જાણ
| |
| {{Space}}બેઉ આંખના વ્હેણ વચાળે
| |
| {{Space}}વધતું જાશે તાણ
| |
|
| |
| અળગાં કેમ કરીને થઈએ : તું સરિતા, હું ધોધ–
| |
| તને નહીં હું શોધું માડી, તું જ મને લે શોધ –
| |
| </poem>
| |
|
| |
| == 'મીરાં સામે પારનું’ સ્મરણ થતાં લખાયેલું ગીત ==
| |
|
| |
| <poem>
| |
| {{Space}}હરિ હાલીને આવ્યા અમરેલીએ
| |
| મેં તો ધાર્યું’તું કે પ્હેલવ્હેલા ઊતરશે ગામની ત્યાં ઊંચી હવેલીએ
| |
|
| |
| {{Space}}મારા હાથમાંથી વાસીદાં હેઠેં પડ્યાં
| |
| {{Space}}એ તો આવ્યા–ન આવ્યા ને હૈડે અડ્યા
| |
|
| |
| સખિ, આવવાના વાવડ જો લગરીકે હોત તો તો નીંદરને દીવે ના મેલીએ?
| |
|
| |
| {{Space}}જોયા લથબથ ને નખશિખ રઘવાયા થતા
| |
| {{Space}}કોના વિરહી લોચનથી ખેંચાયે જતાં?
| |
| કહે, ગોકુળના આંસુમાં ઓછપ હતી કે અહીં અટકે તે શ્રાવણની હેલીએ?
| |
|
| |
| {{Space}}ક્યાંક સ્યાહીમાં ઘૂઘરીઓ વાગી ઝીણી
| |
| {{Space}}જરી અટકે ને ઠમકારા લેતા વીણી
| |
|
| |
| પછી કાગળ પર મીરાંને નાચંતી જોઈ હિર ઊભા રમેશજીની ડેલીએ
| |
| </poem>
| |
|
| |
| == મરમી, તમે રે<Ref>પૂ. ‘દર્શક’ને કૃતજ્ઞતાપૂર્વક : અમૃત મહોત્સવ પ્રસંગે</ref> ==
| |
|
| |
| <poem>
| |
| મરમી, તમે રે ઉઘાડ્યા ભોગળ–આગળા–
| |
|
| |
| ખંખેર્યાં જાળાં ને ગાર–ગોરમટી
| |
| મન મૂકીને ધોળી ભીંતેભીંત
| |
| ખોરડાં ચાળ્યાં ત્યાં ઝળહળ ઓરડા
| |
| પાણિયારે ઝવ્યાં ઝીણાં ગીત
| |
|
| |
| ઝૂલ્યાં રે તોરણ ઝૂલ્યા ચાકળા
| |
| મરમી, તમે રે ઉઘાડ્યા ભોગળ–આગળા–
| |
|
| |
| આંગણે સુકાતી કૉળી ડાળખી
| |
| અડક્યાં—નાં નીતર્યાં જ્યાં નીર
| |
| લીલી રે બોલાશું ફરકી પાનમાં
| |
| પાને પાને બેઠાં કાબર—કીર
| |
|
| |
| કીધા રે અળગા જી તડકા આકરા
| |
| મરમી, તમે રે ઉઘાડ્યા ભોગળ આગળા
| |
| </poem>
| |
|
| |
| == પપ્પા, હવે ફોન મૂકું? ==
| |
|
| |
| <poem>
| |
| ::::::...તો, પપ્પા! હવે ફોન મુકું?
| |
| ::તમને યે મોજ જરી આવે તે થયું મને STDની ડાળથી ટહુકું?
| |
| ::હૉસ્ટેલને?... હૉસ્ટેલ તો ફાવે છે... જેમ કે કાંટામાં સચવાતું ફૂલ
| |
| :તોય એ તો ઊઘડે છે... રંગભર્યું મ્હેકે છે... ડાળખીમાં કરે ઝુલાઝૂલ
| |
| ::ફાગણના લીલાકુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું.
| |
| મમ્મીબા જલસામાં... બાજુમાં ઊભી છે?... ના ના...તો વાસણ છો માંજતી,
| |
| :કે’જો.... આ દીકરીયે તારાં સૌ સપનાંઓ રાત પડ્યે નીંદરમાં આંજતી.
| |
| ::સાચવજો...ભોળી છે... ચિન્તાળુ... ભુલકણી.... પાડજો ના વાંકું કે ચૂંકું,
| |
| :::શું લીધું !... સ્કૂટરને? ... ભારે ઉતાવળા... શમ્મુ તો કે’તો’તો..ફ્રિજ
| |
| ::કેવા છો જિદ્દી?.. ને હપ્તા ને વ્યાજ?... વળી ઘર આખ્ખું ઠલવશે ખીજ
| |
| ::::ઝાઝી તે વાતુંનાં ગાડાં ભરાય... કહું હાઈકુમાં, એટલે કે ટૂંકું
| |
| ::::::તો, પપ્પા! હવે ફોન મૂકું?
| |
| </poem>
| |
|
| |
| == તને ઓળખું છું, મા ==
| |
|
| |
| <poem>
| |
| :::::તને ઓળખું છું, મા
| |
| સરે અચાનક હોઠેથી બસ, એક વેણ તે ખમ્મા!
| |
|
| |
| ખમ્મા કહેતાં પાંપણ પરથી નહીં ખરેલાં આંસુ
| |
| ::ઘરને ખૂણે એકલવાયું વરસે છે ચોમાસું
| |
|
| |
| મળે લ્હેરખીઃ હોઉં ભલે હું લૂ-ઝરતા મારગમાં
| |
|
| |
| ::તરણા પેઠે ચાવે કે હડસેલે, કોઈ ફેંકે
| |
| પગભર ઊભો થાઉં ફરી તારી મમતાને ટેકે
| |
|
| |
| દસે ટેરવાં અડે ને પીડા છૂ થાતી પળભરમાં
| |
|
| |
| ::ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે
| |
| કોણ અભાગી હોય જે માને આમ સદા ના પામે?
| |
|
| |
| સ્મરણ-સ્મરણ તે તીરથઃ તારી એમ કરું પરકમ્મા
| |
| :::::તને ઓળખું છું, મા
| |
| </poem>
| |
|
| |
| == કદી સાંભરે ભાઈ ==
| |
|
| |
| <poem>
| |
| {{Space}}કદી સાંભરે ભાઈ
| |
| નદી જોઉં ને વહેવા લાગે ભીતર એક સગાઈ
| |
|
| |
| :પડુંઆખડું રડું હું ત્યારે પળમાં લેતા તેડી
| |
| ઝાડ-ઝાંખરાંની વચ્ચે પણ એ જ ચીંધતા કેડી
| |
|
| |
| એકલસૂરો જુએ જરી તો કોણ ઊઠે અકળાઈ?
| |
|
| |
| :બાની વાણી ફાગણ ને બાપુ ચૈતર-વૈશાખ
| |
| :ભાઈ એટલે આંબાડાળે લચી પડેલી સાખ
| |
|
| |
| ઘરમાં એ બોલાશ હતી કે કલરવની વનરાઈ?
| |
|
| |
| :આજે મારા ઘરના ફળિયે હું અભ્યાગત હોઉં
| |
| :સૌની વચ્ચે વસું છતાં યે હું જ મને ના જોઉં
| |
|
| |
| કાળે ખેંચી કિયા કારણે જોજન લગી જુદાઈ?
| |
| </poem>
| |
|
| |
| == તડકી ==
| |
|
| |
| <poem>
| |
| ::::અહો, પોષની તડકી
| |
| ::ટેકરીએ અથડાતાં ફૂટી અંધકારની મટકી
| |
| ઢાળ ઉપરથી દિશાદિશામાં વહ્યા તેજના રેલા
| |
| ન્હાય હૂંફાળા અજવાળામાં મારગ મેલાઘેલા
| |
| વાડ્યે - વાડ્યે વાત કહેવા હવા ઘડીભર અટકી
| |
| ::સોનલવરણી ધૂળ આવતી, ઠેક લઈને હરણાં
| |
| પંખી લઈ કલશોર : સીમે આ ધર્યાં જુઓ, પાથરણાં
| |
| ::તરણાંના ટાંકાથી એણે ભરી કિરણની ધડકી
| |
| :::પાનપાનમાં ભરી નવાઈ કાંઠે ઊભાં ઝાડ
| |
| મલકે, કારણ પૂછે લઈને એકબીજાની આડ :
| |
| તળાવથી જો નીકળ્યો સૂરજ ખોલી જળની ખડકી!
| |
| ::::અહો, પોષની તડકી.
| |
| </poem>
| |
|
| |
| == મારા પગમાંથી ==
| |
|
| |
| <poem>
| |
| મારા પગમાંથી કાંટો તેં કાઢ્યો તો કાંટાની પીડા પણ ફૂલ સમી મ્હેકે
| |
| પછી કેડી ઉ૫૨ જ્યાં તું ઊછળતી જાય : થાય છાતીમાં હરણાંઓ ઠેકે
| |
| :::::કુંજડીની હાર જાણે નભમાં લહેરાય :
| |
| :::::::તારા ઊડે છે એમ કોરા વાળ
| |
| :::::ગુંજી ઊઠી તે તારા હાથની આ બંગડી
| |
| ::::::::કે પંખીના કલરવથી ડાળ?
| |
| ઢાળ જેવા ઢાળ આમ બ્હેકી જો જાય પછી કોણ તને જોઈ ના બ્હેકે?
| |
| :::::ઝાડવાની નીચે તું ઊભેલી હોય :
| |
| :::::એની છાંય થતી જાય ભીને વાન
| |
| ::::હસુહસુ થાય ત્યાં તો સૂની બપ્પોર
| |
| :::::::એવું પાંદડાંને સૂઝે તોફાન :
| |
| ::દોથો ભરીને તારા ગાલ ઉપર તડકાનાં ચાંદરણાં હળવેથી ફેંકે
| |
| મારા પગમાંથી કાંટો તેં કાઢ્યો તો કાંટાની પીડા પણ ફૂલ સમી મ્હેકે
| |
| </poem>
| |
|
| |
| == ઝાડવું ઝૂરે ==
| |
|
| |
| <poem>
| |
| {{Space}}{{Space}}ગામથી દૂરે
| |
| :વગડા વચ્ચોવચ્ચ અટૂલું ઝાડવું ઝૂરે ઝાડવું ઝૂરે ઝાડવું ઝૂરે
| |
| ::લ્હેરખી અડે તોય કાં એને ચડતી નથી કોળ્ય?
| |
| ::સાદ પાડે છે ક્યારની શેઢા દીમથી લીલી ઓળ્ય
| |
| કાળિયોકોશી પૂછતો કારણ મીઠડા સૂરે મીઠડા સૂરે મીઠડા સૂરે
| |
| ::ટેકરી એના ઢાળને કહે : જાણજે એનું દુઃખ
| |
| ::પાંદડાં ક્યાં? ક્યાં છાંયડો? ભાળું કેમ ના રાતી ડૂંખ!
| |
| :દૂરની નદી એ જ વિચારે રેત વલૂરે રેત વલૂરે રેત વલૂરે
| |
| :કૈંક ચોમાસાં જીરવ્યાં : શીળા વાયરા : તીણા તાપ
| |
| :મૂળથી માંડી ટોચ લગી જે પ્રગટ્યું આપોઆપ
| |
| – એજ પીડાની પોટલી ખોલે : આમ થતું રે આમ થતું રે આમ થતું રે?
| |
| {{Space}}{{Space}}ગામથી દૂરે
| |
| :વગડા વચ્ચોવચ્ચ અટૂલું ઝાડવું ઝૂરે ઝાડવું ઝૂરે ઝાડવું ઝૂરે,
| |
| </poem>
| |
|
| |
| == તારી માન્નો તું ==
| |
|
| |
| <poem>
| |
| {{Space}}: તારી માન્નો તું :
| |
| ::અમથી મેં તો હોંશ કરી કીધું’ તું એમાં શું?
| |
| મધરાતે જ્યાં જાણ થઈ ત્યાં મેં જ વગાડી થાળી
| |
| પ્હેલવારુકી મેં જ ઘરેઘ૨ જૈ ઉઘડાવી જાળી
| |
| ભાનબળી હું એમ ઊડી’તી જાણે કે કાગળ-પત્તું
| |
| ::હરખપદુડી થૈને મેં તો માણું સાકર વ્હેંચી–
| |
| અને અટાણે તું જ આંખથી રઈ છો રીંસ ઊલેચી
| |
| :કર્યાંકારવ્યાં પર તેં બાઈ, આમ ફેરવ્યું પોતું?
| |
| :હાબા જેવા ઘરમાં તારે લાખ પળોજણ હોય
| |
| :લાલાને સાચવવા નવરી છે ગોવાલણ કોઈ?
| |
| ::આફૂડી હું એક, તે ભૂલી જાઉં ફરી બધ્ધું
| |
| {{Space}}: તારી માન્નો તું :
| |
| </poem>
| |
|
| |
| == કાંડું મરડ્યું ==
| |
|
| |
| <poem>
| |
| {{Space}}કાંડું મરડ્યું એણે
| |
| રીસ કરીને છોડાવ્યું તો ઝટ દઈ ઝાલી નેણે
| |
| ::જોઈજોઈ કેસૂડાં મ્હોર્યાં : હું થૈ સુક્કી ભઠ્ઠ
| |
| :મારી વાળી શેય વળે ના કોયલની આ હઠ્ઠ
| |
| :પોતીકાએ મને પળેપળ પજવી મ્હેણે - મ્હેણે
| |
| :શરમ મૂકીને પાછળ આવી બેઉ બાજુની વાડ
| |
| :ડાળ નમાવી ટગરટગર નીરખે આ નવરાં ઝાડ
| |
| :વળી વાયરે વાવડ વહેતા કર્યા નદીના વ્હેણે
| |
| ::ચૂંટી ભરતાં, પાણીથી પાતલડી થૈ ગૈ કેડ્ય
| |
| હુંય મૂઈ ના કહી શકી કે આમ મને કાં વેડ્ય?
| |
| પરવશ હું ખેંચાતી ચાલી સમજું નહીં કે શેણે?
| |
| {{Space}}કાંડું મરડ્યું એણે
| |
| </poem>
| |
|
| |
| == લહેરખીને થયું ==
| |
|
| |
| <poem>
| |
| લહેરખીને થયુંઃ મને ઝીણકુડી-ઝીણકુડી ફૂટી છે ફોરમની પાંખો
| |
| નજરુંની પીંછીથી પાડી દઉં ભાત્ય મારી ફરશે જ્યાં ભેજભરી આંખો
| |
|
| |
| આમ જરી જોઉં ત્યાં તો પાંદડીએ પાંદડીએ ઝાકળના ઝળહળતા દીવા
| |
| છાંયડાને આછેરું અડકી ત્યાં આલ્લે લે! ડાળખીની નમી જતી ગ્રીવા
| |
|
| |
| તડકાઓ સાતસાત રંગ લઈ આવ્યાઃ મેં ઝાડમહીં ઝુલાવી શાખો
| |
|
| |
| પંખીના કંઠે હું ઘૂંટીઘૂંટીને કાંઈ ટહુકાની પૂરું રંગોળી
| |
| થૉરની રૂંવાટી પર દોરું પતંગિયાં તો આખ્ખીયે સીમ જશે કૉળી
| |
|
| |
| સાંજ ઢળી જાય છતાં મારા આકાશનો આ પડશે અજવાસ નહીં ઝાંખો
| |
| લહેરખીને થયું મને ઝીણકુડી-ઝીણકુડી ફૂટી છે ફોરમની પાંખો
| |
| </poem>
| |
|
| |
| == પ્રાર્થના - ૫ ==
| |
|
| |
| <poem>
| |
| {{Space}}પ્રગટ્યા દીવા
| |
| અજવાળાં તરસ્યાં તે આવ્યાં અંધારાંને પીવા
| |
| {{Space}}નભને કશુંક ક્હેવા આવી
| |
| :{{Space}}જુઓ, અષાઢી બીજ :
| |
| {{Space}}અલોપ થઈએ તો ફણગે છે
| |
| {{Space}}અણધારી કો’ ચીજ
| |
| ચાસે ચાસે પ્રભુ પધાર્યા : નમી પાનની ગ્રીવા
| |
| {{Space}}આઠે પ્હોર રહે ઝળહળતું
| |
| {{Space}}તનનું આ મંદિર
| |
| {{Space}}નસનસ માંહી રહે ટપકતાં
| |
| {{Space}}ગળતી જેવાં નીર
| |
| શ્વાસે - શ્વાસે અહીં બિરાજે શિવજી સાથે શિવા
| |
| {{Space}}પ્રગટ્યા દીવા
| |
| </poem>
| |
|
| |
| == ઇચ્છાગીત ==
| |
|
| |
| <poem>
| |
| માથા પર છાપરું ને સૂવાને ખાટલી ને ઓળખીતું હોય એક નાકું
| |
| ઉપરથી આટલું મેં ઇચ્છ્યું કે એકે પળ કોઈની સાથે ન પડે વાંકું
| |
| :::ખડકી છે ખડકી : દુકાન છે એ ઓછી કે
| |
| ::::::જોખીજોખીને કરું વાત?
| |
| ::::આવેતુ જણ પૂછે જોઈ ભળભાંખળું
| |
| :::::કે ક્યારે આ વીતી ગૈ રાત?
| |
| હળુહળુ કાઢું એની અંદરની ગૂંચ છતાં લગરીકે ભાઈ, ના હું થાકું
| |
| ::::::આથમણાં અંધારાં ઊતરે તો ઊતરે
| |
| ::::::આ દીવાઓ દેશે અજવાસ
| |
| ::::આસનમાં આનાથી રૂડું શું હોય?
| |
| ::::::મળે ફળિયાનું લીલુંછમ ઘાસ
| |
| ઉઘાડું રાખ્યું છે હૈયું તો કેમ કરી ઘરની બે ચીજ કહો, ઢાંકું?
| |
| ::::::ડાળીમાં ઝૂલે છે નીરભરી ઠીબ
| |
| :::::::એમ સાચવું હું પંખીનાં ગીત
| |
| ::::નીડમાં એ લાવે છે ભરચક આકાશ
| |
| ::::::મને શીખવે છે જીવવાની રીત
| |
| હેમખેમ સાંજની બોલાશ એવી મળજો કે હોકલીમાં મ્હેકે ગડાકુ
| |
| માથા પર છાપરું ને સૂવાને ખાટલી ને ઓળખીતું હોય એક નાકું
| |
| </poem>
| |
|
| |
| == મૂક-બધિરોનું ગીત ==
| |
|
| |
| <poem>
| |
| :::::કોણ કહે છે કે ફૂલ નથી બોલતાં?
| |
| વાત એની સાંભળીને હોંકારા જેમ પેલાં પાંદડાંઓ લાગે હિલ્લોળતાં
| |
| :::::ખળખળ વહીને કોઈ ઝરણાંઓ બોલે તો
| |
| :::::::::ફૂલ નહીં રહેવાનાં ચૂપ
| |
| :::::પાંખડીમાં જુદા-જુદા રંગ બીજું શું છે?
| |
| :::::::::છે વાણીનાં જુદાં જુદાં રૂપ
| |
| ફોરમનો આસપાસ એવો કલશોર કે બારણાં સૌ કૌતુકથી ખોલતા
| |
| :::::::ઊંચે આકાશમાં તારાની ટોળકી
| |
| :::::::::છાનીછાની માંડે છે વાત
| |
| :::::::એવું શું એણે એકબીજાને કીધું કે
| |
| :::::::::હસી ઊઠ્યા બત્રીશે દાંત?
| |
| ઝાડવાં પણ સાંભળતાં હોય એમ લાગે છે અમથું કદી ન આમ ડોલતાં
| |
| :::::::આંગળીનાં ટેરવાંમાં મૂક્યો છે કંઠ
| |
| :::::::::અમે આંખોમાં મૂક્યા છે કાન
| |
| :::::ગમતું કૈં જોઈ-જોઈ હોઠ જરી મલકે તો,
| |
| :::::::::એને કહેશો ન તમે ગાન ?
| |
| એમ જ આ બારસાખ ઓ૨ડાઓ પાણિયારું ચૂલો ને ભીંત્યું કિલ્લોલતાં
| |
| :::::કોણ કહે છે કે ફૂલ નથી બોલતાં?
| |
| </poem>
| |
|
| |
| == મુને વાયરાએ ==
| |
|
| |
| <poem>
| |
| મુને વાયરાએ એક વાત વાયરાએ એક વાત વાયરાએ એક વાત કીધી જી રે
| |
| મારી પગલીને ધૂળસોતી પગલીને ધૂળસોતી પગલીને ધૂળસોતી પીધી જી રે
| |
| એને તડકાએ તોરમાં તડકાએ તોરમાં તડકાએ તોરમાં પૂછ્યું રે લોલ
| |
| કિણે ભીના આ પંડ્યને ભીના આ પંડ્યને ભીના આ પંડ્યને લૂછ્યું રે લોલ
| |
| મેં તો અણદેખી લે’રખીને અણદેખી લે’રખીને અણદેખી લે’૨ખીને ચીંધી જી રે
| |
| મારી પાની પસવારતી પાની પસવારતી પાની પસવારતી કેડી રે લોલ
| |
| પછી છાંયડીએ ઊંચકીને છાંયડીએ ઊંચકીને છાંયડીએ ઊંચકીને તેડી રે લોલ
| |
| જાણે માડીએ પડખામાં માડીએ પડખામાં માડીએ પડખામાં લીધી જી રે
| |
| ઇણે ઉઘાડી રીસને ઉઘાડી રીસને ઉઘાડી રીસને ઢાંકી રે લોલ
| |
| હું તો ધરથી હતી જ કાંઈ ધરથી હતી જ કાંઈ ધરથી હતી જ કાંઈ વાંકી રે લોલ
| |
| કીધી ચપટીમાં સોંસરી ચપટીમાં સોંસરી ચપટીમાં સોંસરી ને સીધી જી રે
| |
| </poem>
| |
|
| |
| == એક રે ભરોસો ==
| |
|
| |
| <poem>
| |
| :એક રે ભરોસો મારા રામનો
| |
| ::ભોંયને ભરોસે જેવાં નીર
| |
| સતીને ભરોસો એનાં આંસુનો
| |
| ::નવ સેં નવાણુ દીઠાં ચીર
| |
| અવસર આવ્યો જ્યાં એના નામનો...
| |
|
| |
| :ગાયુંને મળે રે એનો ગોંદર્યો
| |
| ::ઝાડવાંઓ ધરે મીઠી છાંય
| |
| :પંખીને દીધાં રે રૂડાં બેસણાં
| |
| ::ફળફૂલ આપી રાજી થાય
| |
| જલમારો બીજા તે કિયા કામનો...
| |
|
| |
| :કેડીયું જોતી રે ડુંગર-ટોચને
| |
| ::વન વીંધી ચડે ઊંચા ઢાળ
| |
| :થડકારો ચૂકે ના છાતી કૂમળી
| |
| ::ઊઠે નહીં ક્યાંએ રૂંવે ફાળ
| |
| સથવારો એને રે એની હામનો...
| |
|
| |
| :ઘેરશે અંધારાં સમી સાંજનાં
| |
| ::વિજનમાં સંભળાશે શ્વાસ
| |
| તારી સાથે ચાલે તારું આભલું
| |
| :આછો આછો દેશે રે અજવાસ
| |
| દીવો ત્યાં દેખાશે ઈ મુકામનો...
| |
| એક રે ભરોસો મારા રામનો...
| |
| </poem>
| |
|
| |
| == વસંતગીત ==
| |
|
| |
| <poem>
| |
| {{Space}}{{Space}}પાંદડીઓ લીલીછમ ભાળીને
| |
| કિરણોની સળીઓથી ચોખ્ખીચણાક નીચે ભોંય કરે ખિસકોલી વાળીને
| |
|
| |
| ::::પોતામાં કેમ અરે, કૂણું કૂણું સળવળતું
| |
| :::::કાલ હતાં સુક્કાં સૌ પાન
| |
| ::::આસપાસ કાન જરી માંડ્યા તો
| |
| ::::સંભળાતાં પંખીના કંઠેથી ગાન
| |
|
| |
| જંગલ તો વિમાસે : સોળે શણગાર કર્યા કોણે આ ભોળકુડી ડાળીને?
| |
|
| |
| ::::ઝાકળના આસવમાં એવું કશુંક છે કે
| |
| :::::તરણાંનાં ઘેન નથી ઊતર્યાં
| |
| ::::ટેકરીના ઢાળ વળ્યા ખીણમાં ને
| |
| ::::પડછાયા બીડમહીં દૂર દૂર વિસ્તર્યા
| |
|
| |
| હરખાઈ હરખાઈ હરણાંઓ કૂદે છે પુચ્છ અને શિંગડાં ઉછાળીને
| |
|
| |
| ::::આછી સવાર જેવી મઘમઘતી હમણાંથી
| |
| ::::::ઠેર ઠેર વગડે બપ્પોર
| |
| ::::સાંજને ત્યાં ઊતરતી જોઈ એવું થાય :
| |
| :::::આમાં રૂપ કોનું મ્હોરે છે ઓર?
| |
|
| |
| ::વાયરાએ તીરખીને લાડ કર્યાં એવાં કે જીજાજી હેત કરે સાળીને
| |
| કિરણોની સળીઓથી ચોખ્ખીચણાક નીચે ભોંય કરે ખિસકોલી વાળીને
| |
| {{Space}}{{Space}}પાંદડીઓ લીલીછમ ભાળીને
| |
| </poem>
| |
|
| |
| == સામે તીર ==
| |
|
| |
| <poem>
| |
| :::ઘર છે સામે તીર
| |
| સજન, તારું ઘર છે સામે તીર
| |
| :::ઓસરતાં નહીં નીર
| |
| સજન, તારું ઘર છે સામે તીર
| |
|
| |
| ::માળામાં કલશોર વળે છે
| |
| :નીરખે સંધ્યા : સૂર્ય ઢળે છે
| |
| :::ઊભી હું ય અધીર
| |
| :::::સજન...
| |
|
| |
| ::તારા ઘાટે ઝળહળ દીવા
| |
| :નાવ ન આવી, થાકી ગ્રીવા
| |
| ::તું શું જાણે પીર?
| |
| :::::સજન...
| |
|
| |
| સમજણ દુનિયાભરની કાચી
| |
| કેવળ ડાળ કદમ્બની સાચી :
| |
| :::જૂઠો એક અહીર
| |
| :::::સજન...
| |
| </poem>
| |
|
| |
| == બે ઝૂલણા-ગીત ==
| |
| ::'''પ્રભાત'''
| |
|
| |
| <poem>
| |
| ઠીબમાં પંખીઓ ખાય ખંખોળિયું મોગરો તો હજી ઘેન ઘૂંટે
| |
| સૂર્ય-ટુવાલથી અંગ લૂછી અને વાયુ ખોબા ભરી ગંધ લૂંટે
| |
|
| |
| દુકુલ ભીનાશનું જ્યાં જરી ફરફર્યું ગામથી સીમ સૌ મ્હક મ્હક
| |
| ફાળ જાણે ભરે આજુબાજુ હરણ : મ્હેકની ના છબે ક્યાંય ઠેક
| |
|
| |
| કેટલું મોકળું મોકળું મન થયું : વળગણો પોતીકાં તેય છૂટે
| |
|
| |
| કોણ આ પોપચે હાથ દાબી ઊભું? કૈ દિશા આમ થાતી અધીર?
| |
| ક્યાં નવા માર્ગ પર! કયા સ્થળે લૈ જશે? કોણ ખેંચે? - ન જાણું લગીર
| |
|
| |
| આપમેળે અહીં ઊઘડતાં દ્વાર સૌ ને ચરણને ફરી પાંખ ફૂટે
| |
| ઠીબમાં પંખીઓ ખાય ખંખોળિયું મોગરો તો હજી ઘેન ઘૂંટે
| |
| </poem>
| |
|
| |
| == સંધ્યા ==
| |
|
| |
| <poem>
| |
| કામ આટોપતું ગામ પાછું ફરે સીમમાં તો હશે દી હવે રાશ-વા
| |
| તેજની સોય લઈ રાત બેસી જશે આભના વસ્ત્રમાં આભલાં ટાંકવા
| |
|
| |
| આ સડક ડુંગરા ઝાડ માળા નદી વાડ શેઢા પછી સાવ જંપી જશે
| |
| ચીબરી ક્યાંક તીણા સ્વરે બોલશે બીડમાં આખ્ખું એ રાન કંપી જશે
| |
|
| |
| રાતવાસુ ક૨ે કોઈ ખેડૂ ભલે ક્યાં હડી કાઢશે ઊંઘને હાંકવા?
| |
|
| |
| દૂર ગોવાળની વાંભને સાંભળી વાયરે ગાયુંને વાત કીધી હશે
| |
| ક્ષિતિજને ઘેરતી ધૂળ ઊડ્યે જતી વાછરું કાજ તે ઓછીઓછી થશે
| |
|
| |
| ડેલીઓમાં ફરી જીવ જો સળવળ્યો : ઓરડા ઝળહળી લાગશે ખૂલવા
| |
| કામ આટોપતું ગામ પાછું ફરે સીમમાં તો હશે દી હવે રાશ-વા
| |
| </poem>
| |
|
| |
| == હું તો જાગી ગૈ ==
| |
|
| |
| <poem>
| |
| ::::::હું તો જાગી ગૈ માટીની મહેકથી
| |
| પ્હેલવ્હેલો આવ્યો આષાઢ અહીં મધરાતે : વરસે છે ધીમે... ધીમેકથી
| |
|
| |
| ::::::ઓચિન્તા મારા આ અંધારા ઓરડાને
| |
| ::::::::અજવાળે આભેથી વીજળી
| |
| ::::::વળ ખાતી જોઉં કોઈ બાલિકાની જેમ
| |
| ::::::ગામ-સોંસરવી ક્યાંથી ક્યાં નીકળી?
| |
|
| |
| અટવાતી અકળાતી થંભે જરીક : જરી ઊછળતી મોરલાની ગ્હેકથી
| |
|
| |
| ::::::કાંડું ઝાલીને મને પરણ્યાએ હોંશેથી
| |
| ::::::::નેવાંની ધાર નીચે ખેંચી
| |
| ::::::રૂંવેથી ટેરવેથી નખથી બે હોઠેથી
| |
| :::::::::પંડ્યમાંથી આખ્ખી ઊલેચી
| |
|
| |
| ધોધમાર ધબકારે એવું ભીંજાઈ, થતું : છૂટાં પડવું ન એકમેકથી
| |
| ::::::હું તો જાગી ગૈ માટીની મહેકથી
| |
| </poem>
| |
|
| |
| == તૉર સાંજનો ==
| |
|
| |
| <poem>
| |
| {{space}}શમી જશે કલશોર સાંજનો
| |
| હજી રતુંબલ મુખ છે એનું હજી રતુંબલ તૉર સાંજનો
| |
|
| |
| રેતીમાં પગલાં આળેખી વહી જતી ચુપચાપ હવાઓ
| |
| :પથ્થરમાં અફળાઈ જળની ફરકે ઊંચે શ્વેત ધજાઓ
| |
|
| |
| ::ઢાળ ઊતરીને સંભાળે અંધારાંઓ દોર સાંજનો
| |
|
| |
| ::રૂપાંની ઘંટડીઓ વચ્ચે અણસારા આવે ગોરજના
| |
| ફરફોલાઓ પડ્યા બીડનાં ઘાસ ઉપર દિનભર સૂરજના
| |
|
| |
| થશે સીમમાં શીતળ-શીતળ લેપ હવે ચહુઓર સાંજનો
| |
| {{space}}શમી જશે કલશોર સાંજનો
| |
| </poem>
| |
|
| |
| == જે પીડ પરાઈ જાણે રે ==
| |
|
| |
| <poem>
| |
| {{Space}}જે પીડ પરાઈ જાણે રે
| |
| ::વૈષ્ણવ તે : પહેલી પંગતમાં કદી ન બેસે ભાણે રે
| |
|
| |
| કહે નહીં એ : આઘો ખસ : કે : જા! : અથવા તો : ઊઠ! :
| |
| :::કિન્તુ પોતે પગ મૂકે ત્યાં રચે નવું વૈકુંઠ
| |
| ::પડે ન એને ફેર : ક૨ે કો’ નિંદા, કોઈ વખાણે રે
| |
|
| |
| ::ક્યાં જાવું? ક્યારે પહોંચાશે? બચે ન એવી ઈચ્છા
| |
| :::પંખી ચિન્તા કરે ન, એ તો રમતાં મૂકે પીંછાં
| |
| :ઊડી ઊડી નભ શણગારે નખશિખ નમણા ગાણે રે
| |
|
| |
| :::તે જગમાં ને જગ પોતામાં જગ દીઠું ના જૂદું
| |
| :::રંગ અને પાંખોથી ક્યારે અલગ હોય છે ફૂદું?
| |
| દુઃખમાં ચમચીક સ્મિત ઉમેરી સાચું જીવતર માણે રે
| |
| {{Space}}જે પીડ પરાઈ જાણે રે
| |
| </poem>
| |
|
| |
| == ચ્હેરા ==
| |
|
| |
| <poem>
| |
| સડકે સડકે હસતા ચ્હેરા,
| |
| દ્વારે દ્વારે વસતા ચ્હેરા.
| |
|
| |
| હું નિજમાં વિકસતો ને એ
| |
| મારામાં વિકસતા ચ્હેરા.
| |
|
| |
| બાળક શા એ મુગ્ધ મનોહર,
| |
| મુકત મને વિલસતા ચ્હેરા.
| |
|
| |
| એની ચંચલ રમત નિખાલસ,
| |
| ક્યાં ય રહે શું અછતા ચ્હેરા?
| |
|
| |
| પલપલ હું ભીંજાતો જાતો,
| |
| મૂંગુ હેત વરસતા ચ્હેરા.
| |
|
| |
| ચૂમી દર્દભીની આંખોને,
| |
| સારી રાત કણસતા ચ્હેરા.
| |
|
| |
| અહેાભાગ્ય, જ્યાં ચરણ જાય આ–
| |
| દૂર કદી ના ખસતા ચ્હેરા.
| |
| </poem>
| |
|
| |
| == ઈશ્વર ==
| |
|
| |
| <poem>
| |
| કદી કોઈ કિલ્લે ન પુરાય ઈશ્વર,
| |
| સહુ અંતરે તો ય છુપાય ઈશ્વર,
| |
| સૌંદર્યને ફૂલ પેઠે જુઓ તો,
| |
| બની ગંધ : ઉરે વસી જાય ઈશ્વર.
| |
| જરા દૃષ્ટિ નિર્મળ ને ભીની બનાવો,
| |
| પછી આંખમાં ન્હાય – રેલાય ઈશ્વર.
| |
| નથી પારધી-તીર મૃત્યુનું કારણ –
| |
| ફકત, ક્રૂર આંખે ય વીંધાય ઈશ્વર.
| |
| કટુતા ગઈ ઑગળી હોઠથી તો,
| |
| ખરે શબ્દ શબ્દે જ ફેલાય ઈશ્વર.
| |
| બીજાનાં દરદ ગોપવી લો હૃદયમાં,
| |
| સહાનુભૂતિમાં ય દેખાય ઈશ્વર.
| |
| ઘડીભર ભૂલી દુઃખ-દર્દો હસી લો,
| |
| ફરી હાસ્યમાં એ જ સંભળાય ઈશ્વર.
| |
| અમે આ ફળીમાં બગીચો ઉછેર્યો,
| |
| મને તૃણુ તૃણે જ વરતાય ઈશ્વર.
| |
| સમયની ક્ષણોને તમે સાચવી લો,
| |
| અનુભવ કહે : એમ ઝિલાય ઈશ્વર.
| |
| બધી સ્મૃતિઓ મૌનમાં ચિતરી લઉં,
| |
| મનોહર, છબિ જેમ સચવાય ઈશ્વર.
| |
| </poem>
| |
|
| |
| == વૃક્ષો વૃક્ષો ==
| |
|
| |
| <poem>
| |
| પર્વત, ઝરણું, દૂર વળાંકે,
| |
| વન – ઉપવનમાં વૃક્ષો વૃક્ષો.
| |
|
| |
| બિંબ ઊઠતાં આ દર્પણમાં,
| |
| હલે નયનમાં વૃક્ષો વૃક્ષો.
| |
|
| |
| મને ભેટતાં રસ્તે રસ્તે,
| |
| મળ્યાં સ્વજનમાં વૃક્ષો વૃક્ષો.
| |
|
| |
| આંખ બંધ જ્યાં કરી, ફરીથી–
| |
| સર્યાં સ્વપનમાં વૃક્ષો વૃક્ષો.
| |
|
| |
| તડકાતી બપ્પોરે છાયા–
| |
| ધરે વિજનમાં વૃક્ષો વૃક્ષો.
| |
|
| |
| ખોલ્યુ જૂનું ઘર : દ્વારો ને,
| |
| આ આંગણમાં વૃક્ષો વૃક્ષો.
| |
|
| |
| શૈશવનાં સ્મરણો શાં મીઠાં,
| |
| ગમે જીવનમાં વૃક્ષો વૃક્ષો.
| |
| </poem>
| |
|
| |
| == વચ્ચેથી ==
| |
|
| |
| <poem>
| |
| હવાઓને નીકળતી જોઉં છું આ ઘાસ વચ્ચેથી
| |
| નીકળતો જાઉં છું આ હુંય મારા શ્વાસ વચ્ચેથી
| |
|
| |
| તમારા હોઠ પરથી નામ મારું એ રીતે વ્હેતું
| |
| લહર કો’ ગીત થઈ વહી જાય ઝીણા વાંસ વચ્ચેથી
| |
|
| |
| ક્ષણો પડછાતી જાતી આંખમાં એવી રીતે દોસ્તો
| |
| તિમિર લંબાતું જાતું સાંજના ઉજાસ વચ્ચેથી
| |
|
| |
| મનોહર, ક્યાં સુધી મૃગજળને કાંઠે આમ બેસીશું?
| |
| ચરણને ચાલવું પડશે છલોછલ પ્યાસ વચ્ચેથી
| |
|
| |
| અહીંથી એક પળમાં કોણ સ્પર્શીને ગયું ચાલી?
| |
| અને જોયું તો હું ચાલું છું મારી લાશ વચ્ચેથી
| |
| </poem>
| |
|
| |
| == વિજોગણ પરમાર્યની ગઝલ ==
| |
|
| |
| <poem>
| |
| નીંદરા આવે નંઈ સૈયર મુંને સાજણ વિન્યા
| |
| ક્યાં લગણ આ ઝંખવાશે નેણલાં આંજણ વિન્યા?
| |
|
| |
| સાંભરણ્યનો વાયરો ફૂંકાય આંગણે મોલુમાં
| |
| આંગણે વેકુર્ય ઊડે વેળ્યની જો રણ વિન્યા
| |
|
| |
| ને અહુરો ઝાંપલી પેઠે વખત ખખડી જતો
| |
| સોણલાં ઝબકી જતાં મધરાતના એ જણ વિન્યા
| |
|
| |
| બાઈ, છાતીને ઊતરડી મોર એવું ગ્હેકતા :
| |
| (કે) પાંપણ્યું નેવાં સમી ભીંજાય છે સાવણ વિન્યા
| |
|
| |
| મોતીઓ વેરાઈ ગ્યાં રે આજ મારે ઉંબરે
| |
| ખાલીપો ઝૂલ્યા કરે આ ટોડલે તોરણ વિન્યા
| |
| </poem>
| |
|
| |
| == તડકો ==
| |
|
| |
| <poem>
| |
| પરોઢે શીતલ સ્હેજ તડકાય તડકો
| |
| ગલીએ ગલીએ વળી જાય તડકો
| |
|
| |
| સૂતી ધૂળ માથે સરી જાય તડકો
| |
| ભીની ઝાકળે ઑર ભીંજાય તડકો
| |
|
| |
| જૂના છાપરામાં કરી છિદ્ર છાનું
| |
| કરી આંખ ઝીણી ને ડોકાય તડકો
| |
|
| |
| ચડી ભેખડે રોજ ભૂસ્કા લગાવે
| |
| નદીને ઘૂને ડૂબકી ખાય તડકો
| |
|
| |
| રઝળતો ભૂખ્યો ડાંસ થઈ ને બપોરે
| |
| કેવો લાલ પીળો પછી થાય તડકો?
| |
|
| |
| પણે વાઢને મૉલમાં ઊગી શેઢે
| |
| લીલેરી હવામાં ચરી જાય તડકો
| |
|
| |
| નીકળવા જતાં વાડમાંથી અચાનક,
| |
| બળ્યો, બોરડીમાં ઉઝરડાય તડકો
| |
|
| |
| બપોરાં કરીને ચઢ્યાં લોક ઝોકે
| |
| લૂની ચીમટી કૈં ભરી જાય તડકો
| |
| </poem>
| |
|
| |
| == આરપાર ==
| |
|
| |
| <poem>
| |
| એવું કશુંક હોય છે તથ્યોની આરપાર
| |
| મારા વિચાર સંભવે શબ્દોની આરપાર
| |
|
| |
| મારું તને મળવું છતાં કારણ મળે નહીં
| |
| ઘટના ઘટે શું કૉ’ હકીકતોની આરપાર?
| |
|
| |
| આ જળનો વેગ જાણે મુલાયમ થઈ ગયો
| |
| કોની કુમાશ ડૂબી છે વમળોની આરપાર?
| |
|
| |
| શ્વાસોનાં દ્વાર ખૂલ્યાં કરે છે સવાર-સાંજ
| |
| જોયા કરું છું વિ-ગત રહસ્યોની આરપાર
| |
|
| |
| દોસ્તો, તમારી લાગણીનો અર્થ શો હશે?
| |
| તમને મળીને જોઉં છું અર્થોની આરપાર
| |
| </poem>
| |
|
| |
| == ન દે ==
| |
|
| |
| <poem>
| |
| ડગલું ભરું તો કોઈ મને ચાલવા ન દે
| |
| ને આંખ અશ્રુઓને વ્હેવા જરા ન દે
| |
|
| |
| નિઃશ્વાસ મેલું ક્યાં કહે, એની રજા ન દે?
| |
| હે મિત્ર, મને આમ તું ભારે સજા ન દે
| |
|
| |
| સરનામું લખી આપવું કયા શ્વાસ પર તને?
| |
| જે સાત અક્ષરોય મૂકવા જગા ન દે
| |
|
| |
| જીવી શકાય એટલી માગી હતી દવા
| |
| હું જીરવીય ના શકું એવી દુઆ ન દે
| |
|
| |
| ક્હેવાની વાત એટલે કહું છું ગઝલ વિષે–
| |
| ડૂમો ભરેલ કંઠ કશું બોલવા ન દે
| |
|
| |
| લઈ લે ‘તથાસ્તુ’ શબ્દ, મનોહર, હું શું કરું?
| |
| સચવાય નહીં એવડી મોંઘી મતા ન દે
| |
| </poem>
| |
|
| |
| == મિતવા-૧ ==
| |
|
| |
| <poem>
| |
| મોજ મળી છે કાફી મિતવા
| |
| ફુંક ચલમ, લે સાફી મિતવા
| |
|
| |
| ચાલ વિખૂટાં પડીએ એમ જ
| |
| આ શી માફામાફી મિતવા?
| |
|
| |
| સ્મરણો પાછળ દોડી દોડી
| |
| શ્વાસ ગયા છે હાંફી મિતવા
| |
|
| |
| તાળી બદલે મળ્યો તમાચો
| |
| વાહ્્ અદ્દલ ઈન્સાફી મિતવા
| |
|
| |
| દરેક હોઠે અર્થ મળે છે
| |
| શબ્દે શબ્દ શરાફી મિતવા
| |
| </poem>
| |
|
| |
| == હું એને ગઝલ કહું ==
| |
|
| |
| <poem>
| |
| આ એક એક ઢાળ હું એને ગઝલ કહું
| |
| તારા પ્રલંબ વાળ હું અને ગઝલ કહું
| |
|
| |
| આ હાથ નથી હાથ, નથી ફક્ત ચૂડીઓ
| |
| કલરવતી ડાળ ડાળ હું એને ગઝલ કહું
| |
|
| |
| ને ‘કોણ?’ પૂછતાં જ ખૂલી જાય બારણાં
| |
| કોઈ કહે ‘સવાલ’ હું એને ગઝલ કહું
| |
|
| |
| વરસાદ જેમ આવવું ને ભીંજવી જવું
| |
| તારું નગર વચાળ હું એને ગઝલ કહું
| |
|
| |
| લજ્જા ઢળેલ આંખ ને થોડીક મૂંઝવણ
| |
| કન્યા લખે ટપાલ હું એને ગઝલ કહું
| |
| </poem>
| |
|
| |
| == દરિયો મળ્યો ==
| |
|
| |
| <poem>
| |
| પત્રમાં દરિયો મળ્યો, કોરો મળ્યો
| |
| આજ લીલા શબ્દમાં ભડકો મળ્યો
| |
|
| |
| હાથમાં પળવાર પરપોટો મળ્યો
| |
| એક અન્તિમ શ્વાસનો ફોટો મળ્યો
| |
|
| |
| આંસુઓ રોકાય શે આ આંખમાં?
| |
| પાંપણો પાસેથી હડસેલો મળ્યો
| |
|
| |
| તું ભલે બોલે નહીં પણ દૃષ્ટિથી
| |
| જાણભેદુ એ જ હોંકારો મળ્યો
| |
|
| |
| મેં નથી જોયો મનોહર તે છતાં
| |
| ગઝલમાં કાંઈક અણસારો મળ્યો
| |
|
| |
| આ મનોહર આ મનોહર આ રહ્યો
| |
| હાથ પસવાર્યો અને તક્તો મળ્યો
| |
| </poem>
| |
|
| |
| == જળ ==
| |
|
| |
| <poem>
| |
| જળ પછી છે જળ પછી છે જળ પછી
| |
| સાવ વચ્ચોવચ્ચ વ્હેતુ છળ પછી
| |
|
| |
| જળની સામે આયનાઓ દો ધરી
| |
| એમ કરતાં એ થશે મૃગજળ પછી
| |
|
| |
| રાતના નીરવ સમયનું જળ વહે
| |
| ને સવારે જોઉં તો ઝાકળ પછી
| |
|
| |
| ભીનું જળનું ઝાપટુ તે સાંજ આ
| |
| સ્તબ્ધ ઘર થૈ જાય છે ચંચળ પછી
| |
|
| |
| જળ ઉગાડું લાવ તારી આંખમાં
| |
| યાદ જેવી ફૂટશે કૂંપળ પછી
| |
|
| |
| તે કબીરે છે વણ્યું જળવસ્ત્ર આ
| |
| મેં પહેર્યું તે બધે ઝળહળ પછી
| |
|
| |
| જળપરી ઊડી જશે છોડી નદી
| |
| બેઉ કાંઠા ઝૂરશે વિહ્વળ પછી
| |
|
| |
| ઢાળ ભાળીને વહી આ જળકથા
| |
| હે મનોહર, શું બન્યું આગળ પછી?
| |
|
| |
| કોઈ બાકી સ્થળ પછી તો ના બચ્યું
| |
| જળ પછી છે જળ પછી છે જળ પછી
| |
| </poem>
| |
|
| |
| == ઘેર્યા ==
| |
|
| |
| <poem>
| |
| મનોહર જુઓ, સર્વ સીમાએ ઘેર્યા
| |
| અને ચો—તરફના અરીસાએ ઘેર્યા
| |
|
| |
| નથી છોડી મૂક્યે હજી અંત આવ્યો
| |
| અહીં એ જ પંખીનાં પીંછાએ ઘેર્યા
| |
|
| |
| કહો, કોણ રોકી શકે એને, મિત્રો
| |
| હશે કોઈ કંકણના કિલ્લાએ ઘેર્યા
| |
|
| |
| કહી મેં ગઝલ, ને તમે આંખ ઢાળી
| |
| પછી એકબીજાંની પીડાએ ઘેર્યાં
| |
|
| |
| ગયા નીકળી અન્ય ઘેરાવથી તો
| |
| હવે પોતપોતાના કિસ્સાએ ઘેર્યા
| |
|
| |
| સ્થળાંતર કર્યાથી કશું ક્યાં વળે છે?
| |
| સ્વજન જો ગયાં તો ફરિસ્તાએ ઘેર્યા
| |
| </poem>
| |
|
| |
| == નથી એ – ==
| |
|
| |
| <poem>
| |
| નથી એ કાશીની ને નથી એ કાબાની
| |
| અમારી શ્રદ્ધા છે ફક્ત ગામ-તાબાની
| |
|
| |
| તમે મળ્યાં ને હૃદય લીલું લીલું ઝૂલે છે
| |
| અસલ આ ભોંય હતી સીમની-ખરાબાની
| |
|
| |
| મળી છે સન્ત અને અન્ત : બેઉની કરુણા
| |
| મજા અનોખી છે અલગ અલગ આંબાની
| |
|
| |
| સળંગ બીડીને તું જાત જેમ ફૂંકી લે
| |
| પછી સમીક્ષા કર બાપુ અને બાબાની
| |
|
| |
| મને તું ખેંચે છે ચરણ એમ ચાલે છે
| |
| ખબર ન જમણાની કે ખબર ન ડાબાની
| |
| </poem>
| |
|
| |
| == એ જ સજનવા, ભૂલ ==
| |
|
| |
| <poem>
| |
| વૃક્ષ વગરનું આંગણું, નહીં છાંયો, નહીં ફૂલ
| |
| એને ઘર ધાર્યું અમે એ જ સજનવા, ભૂલ
| |
|
| |
| કદી કોઈના ચરણની પડે ન ઉમ્બર ધૂળ
| |
| કીધી ત્યાં ગાર્યું અમે એ જ સજનવા, ભૂલ
| |
|
| |
| પંખીની બોલાશનું મળે ન ટીપું સુખ
| |
| મન કાં ના વાર્યું અમે? એ જ સજનવા, ભૂલ
| |
|
| |
| નીર–વછોયાં નેણલાં, હરખ-વછોયાં વેણ
| |
| ફળિયું શણગાર્યું અમે એ જ સજનવા, ભૂલ
| |
|
| |
| હૈયાં હાડે દૂબળાં, હાથ હમેશાં રાંક
| |
| સપનાને ભાર્યું અમે, એ જ સજનવા, ભૂલ
| |
|
| |
| ક્હેણ નજરનું મોકલી તમે રહ્યા’તા ચૂપ
| |
| મટકું ના માર્યું અમે એ જ સજનવા, ભૂલ?
| |
| </poem>
| |
|
| |
| == ભૂલી જા ==
| |
|
| |
| <poem>
| |
| ઉદાસ સાંજ હતી કે ગુલાબ? –ભૂલી જા
| |
| બધા સવાલ, બધાયે જવાબ –ભૂલી જા
| |
|
| |
| મળી’તી રાત અને તેય વળી ઝળહળતી
| |
| દિવસ ખરાબ મળ્યા છે, ખરાબ ભૂલી જા
| |
|
| |
| હતાં નજીક : મળાયું ન એક બીજાને –
| |
| શું કામ યાર, હજી આ નકાબ?—ભૂલી જા
| |
|
| |
| સળંગ ક્યાંય મળે છે કદી શું કોઈને?
| |
| ક્ષણોની આ તલાશ, ભાઈસા’બ, ભૂલી જા
| |
|
| |
| સભા બહાર મળ્યા તો હિસાબ પૂછે છે
| |
| ગઝલ કહી તો કહે કે હિસાબ ભૂલી જા
| |
|
| |
| નમીશું, હાથ નમીશું, પરંતુ તે પ્હેલાં –
| |
| જરીક, ‘ઈશ્વર છું’ – એ રૂઆબ ભૂલી જા
| |
| </poem>
| |
|
| |
| == પૂર્વવત્ બેઠા છીએ ==
| |
|
| |
| <poem>
| |
| સાવ ખાલી આ ક્ષણે બસ પૂર્વવત્ બેઠા છીએ
| |
| શી ખબર કયા કારણે બસ પૂર્વવત્ બેઠા છીએ
| |
|
| |
| લાખ મથીએ તે છતાં આ જાત સંધાતી નથી
| |
| કોઈ કાચા તાંતણે બસ પૂર્વવત્ બેઠા છીએ
| |
|
| |
| પ્હાડ કે પુષ્પો હશે, કંઈ પણ હશે આ આંસુઓ
| |
| ઊંચકીને પાંપણે બસ પૂર્વવત્ બેઠા છીએ
| |
|
| |
| સાંજ ઢળતાં, રાત ઊઘડતી જશે આ શહેરની
| |
| એમ તારે બારણે બસ પૂર્વવત્ બેઠા છીએ
| |
|
| |
| એટલા રસ્તા મળ્યા કે ક્યાં જવું સૂઝે નહીં
| |
| મૂંઝવણમાં આપણે બસ પૂર્વવત્ બેઠા છીએ
| |
|
| |
| દોસ્ત ક્યાં, ક્યાં ડાયરા, ક્યાં રાત, સાફી કે ચલમ
| |
| ઓલવાતા તાપણે બસ પૂર્વવત્ બેઠા છીએ
| |
| </poem>
| |
|
| |
| == અડે હોઠ ત્યાં ત્યાં ==
| |
|
| |
| <poem>
| |
| અડે હોઠ ત્યાં ત્યાં થતી દીપમાળા
| |
| ત્વચા-મંદિરે તેં કર્યાં અંજવાળાં
| |
|
| |
| વહી જાય છે મન ફરી તારી પાસે
| |
| અને આ ચરણ તો જતાં ગામઢાળા
| |
|
| |
| નગરપાલિકાએ લખ્યું, ‘...ભીનું સ્વાગત’
| |
| અહીં બારણે બારણે હોય તાળાં
| |
|
| |
| જુએ માંઝતા હાથનાં કોઈ કંકણ
| |
| જુએ કોઈ વાસણ ઉપર ઓઘરાળા
| |
|
| |
| પણે રાતભર ઓલિયો કો’ક જાગે
| |
| બીજું તો કરે કોણ લોહીઉકાળા?
| |
|
| |
| ખભે એક થેલો, ગઝલ-ડાયરી આ
| |
| મનોહર ચલો, અન્ય ક્યાં છે ઉચાળા?
| |
|
| |
| લખાતી ગઝલમાં જ જીવ્યા મનોહર
| |
| હતા જીવવાના અવર વ્યર્થ ચાળા
| |
| </poem>
| |
|
| |
| == તમારા ઘર સુધી ==
| |
|
| |
| <poem>
| |
| તમારા ઘર સુધી પહોંચી ગયો’તો જોતજોતામાં
| |
| પછી એ જીવ પાછો ના ફર્યો ક્યારેય પોતામાં
| |
|
| |
| સતત ઘરથી કબરના માર્ગ પર અટક્યા વગર ચાલ્યા
| |
| ગણે છે લોક એવા શખ્સને હોતા-નહોતામાં
| |
|
| |
| હવે આ ભીડમાં પગ મૂકવાની પણ જગા ક્યાં છે?
| |
| અદબ વાળી વિચારો સર્વ ઊભા પોતપોતામાં
| |
|
| |
| મને વાઢ્યો, પછી ચીર્યો, પછી ચૂસ્યો અને ફેંક્યો
| |
| તને યે રસ હજી છે કેમ કીડીબાઈ, છોતામાં?
| |
|
| |
| હશે કૈં સંસ્મરણ એમાં અને તેથી જ સાચવતાં
| |
| અમસ્તો જીવ વળગ્યો ના રહે મેલા મસોતામાં
| |
|
| |
| મનોહર, આ ગઝલ મત્લાથી મક્તામાં થશે પૂરી
| |
| ‘દુબારા’ ના સહી, તું કાફિયાને ફેંક શ્રોતામાં
| |
| </poem>
| |
|
| |
| == આવીને ==
| |
|
| |
| <poem>
| |
| આંખ સામે ધરાર આવીને
| |
| દૃશ્ય થાતાં ફરાર આવીને
| |
| શ્વાસની આરપાર આવીને
| |
| દોસ્ત કરશે દરાર આવીને
| |
| કોણ કહે છે ઉગાર આવીને?
| |
| કાળ પ્હેલા જ માર આવીને
| |
| તેં કર્યો છે ખુવાર આવીને
| |
| ફૂલ હે, ખુશ્બૂદાર આવીને
| |
| દુઃખ બધાં મૂલ્યવાન મોતી છે
| |
| ખોલ મા ઘર બહાર આવીને
| |
| ભાર ના રાખ આમ આંસુનો
| |
| સ્કંધ પર લે ઉતાર આવીને
| |
| એકલો હું જ સાદ પાડું છું
| |
| તું કદી તો પુકાર આવીને!
| |
| ‘શબ્દ પણ આજકાલ ઘાતક છે’
| |
| બોલ, પરવરદિગાર, આવીને
| |
| આ કબર દોસ્ત, તેં જ આપી છે
| |
| પગ હવે કાં પ્રસાર આવીને?
| |
| સૌ ગયાં, એક તું જ બાકી છે
| |
| લે, કરી લે પ્રહાર આવીને
| |
| </poem>
| |
|
| |
| == ઘા ==
| |
|
| |
| <poem>
| |
| કરતાં કેમ ડરે છે ઘા?
| |
| મિત્રો રોજ કરે છે ઘા
| |
|
| |
| આશ્વાસન જે આપે છે
| |
| મીઠાથી જ ભરે છે ઘા
| |
|
| |
| સાચવજે, એ પડઘા છે
| |
| પાછા એમ ફરે છે ઘા
| |
|
| |
| દર્દ વધારી જાણો છો
| |
| ઔષધથી વકરે છે ઘા
| |
|
| |
| જેમ મથું છું વિસ્મરવા
| |
| સતત સતત ચચરે છે ઘા
| |
|
| |
| પાંપણથી પસવાર હજી
| |
| દાઝું તોય ઠરે છે ઘા
| |
|
| |
| કે’જો કોઈ મનોહરને -
| |
| મરતાંવેંત મરે છે ઘા?
| |
| </poem>
| |
|
| |
| == પગમાં – ==
| |
|
| |
| <poem>
| |
| પગમાં કાશી, પગમાં મક્કા
| |
| તમે કહો છો ધક્કેધક્કા
| |
|
| |
| આંખ ખૂલી તો ઘર પણ ગાયબ
| |
| બંધ કરી તો હક્કા-બક્કા
| |
|
| |
| કદી પીઠમાં હાથ ફેરવે
| |
| કદી કદી છોડાવે છક્કા
| |
|
| |
| જન્મે જાણે હાલે ચાલે
| |
| મરવાના યે આમ તબક્કા?
| |
|
| |
| પંડિત સર્વે ચૂપ થયા ત્યાં
| |
| અભણ ભણાવે જગને કક્કા
| |
|
| |
| મરતાંને જે કહે નઃ મર તું
| |
| તમે મનોહર, ભારે પક્કા
| |
| </poem>
| |
|
| |
| == છીએ ==
| |
|
| |
| <poem>
| |
| પ્રેમ છે તો આપણે મળીએ છીએ
| |
| એમ આખ્ખું વિશ્વ સાંકળીએ છીએ
| |
|
| |
| મૂલ્ય જાણ્યું તે અહીં જીવી ગયાઃ
| |
| ધૂળ છીએ, ધૂળમાં ભળીએ છીએ
| |
|
| |
| બા કહેતી કેટલી હળવાશથી? :
| |
| અન્ન સાથે ઊંઘને દળીએ છીએ
| |
|
| |
| ટોચ પર પહોંચ્યા પછી આ શું થયું?
| |
| ઢાળ ભાળ્યો ને બધા ઢળીએ છીએ!
| |
|
| |
| માર્ગ રોકે છે, ચલો, રોકાઈએ–
| |
| આપણે ક્યાં કોઈ આંગળીએ છીએ?
| |
|
| |
| ફૂલમાંથી ગંધ છૂટે છે સહજ
| |
| જાતમાંથી એમ નીકળીએ છીએ
| |
|
| |
| સાચવ્યું છે ડાળ જેવું બાળપણ
| |
| જેમ વાળો તેમ લ્યો, વળીએ છીએ
| |
| </poem>
| |
|
| |
| == ચોમાસે ==
| |
|
| |
| <poem>
| |
| વાંચ વિજોગણ! ખત ચોમાસે
| |
| આવ્યો’તો જે ગત ચોમાસે
| |
|
| |
| ટીકીટીકી નીરખવાની-
| |
| સારી નહિ આ લત ચોમાસે
| |
|
| |
| વૈશાખે ચાંદરણાં ચૂવે :
| |
| એમ જ ચૂવે છત ચોમાસે
| |
|
| |
| નાનકડી ધૂણે છે નદીઓ
| |
| પ્રગટ્યું ક્યાંથી સત ચોમાસે?
| |
|
| |
| નેવાં નીચે રહી સચવાશે-
| |
| આમ કુંવારાવ્રત ચોમાસે?-
| |
|
| |
| કોરાં રહેવું કે ભીંજાવું?
| |
| સૌને સૌના મત ચોમાસે
| |
|
| |
| પંક્તિ-પંક્તિ જલની ધારા
| |
| નભ : પુસ્તકની પ્રત ચોમાસે.
| |
| </poem>
| |
|
| |
| == આ ગઝલ મેં ફોનમાં– ==
| |
|
| |
| <poem>
| |
| આ ગઝલ મેં ફોનમાં પ્હેલા કહી મિસ્કીનને
| |
| ગુજ્જુને સમજાય તે સમજાય ક્યાંથી ચીનને?
| |
|
| |
| આયના સામે ગઝલ ધરતાં મળે છે વિંઝુડા
| |
| સંજુ! આ પર્યાયનો છે અર્થ પણ કોની કને?
| |
|
| |
| ડૂબકી મારી, અદમઆદિલ ને અશરફ જોઉં છું
| |
| ગૂર્જરી જળથી જુદાઈ ના ગમે આ મીનને
| |
|
| |
| જો પણે ઈર્શાદગઢમાંથી ચિનુજી નીકળ્યા–
| |
| બાટલી ખાલી કરીને પૂરશે ક્યા જીનને?
| |
|
| |
| હર્ષ હે! રાજેન્દ્ર-મીનાશ્રુ, ર.પા. કે હો મનોજ
| |
| તું અલગ કર ચાલ, અર્વાચીનને - પ્રાચીનને
| |
|
| |
| એક હર્ષદને સ્મરું ત્યાં અન્ય હર્ષદ સાંભરે
| |
| છે, સ્મરણની ગૂંચ છે, જુદો કરું હું ક્યાં મને?
| |
| </poem>
| |
|
| |
| == ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા ==
| |
|
| |
| <poem>
| |
| નથી રાત દેખી, ન દેખા સબેરા :
| |
| ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા
| |
| જિહાં પાંવ રુક્કે તિહાં હો બસેરા :
| |
| ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા
| |
|
| |
| હમેં ક્યા? અહીંસે વહીં તક ફકીરો,
| |
| ખબર છે જવાના વહીં સે નહીં તક
| |
| અરે, હમને સારી જમીં કો હી ઘેરા :
| |
| ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા
| |
|
| |
| કરેગા ક્યા છતછાપરે ઔર વંડી?
| |
| રમાઈ હૈ ધૂની તો કિસ કામ બંડી?
| |
| અબે યાર, લે જા, અગર સબ હૈ તેરા :
| |
| ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા
| |
|
| |
| કિહાં રખ્ખૂં બોજા? ન રખ્ખૂ મૈં રોજા,
| |
| મિલીં આંખ બંદે અબી હાલ સો જા
| |
| જરા દેખ હમકું તો લે’રા હી લે’રા :
| |
| ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા
| |
|
| |
| કરે સિર્ફ માલિક હુકુમ એ જ કાફી,
| |
| રહેગી ચલમ કે રહેગી ન સાફી
| |
| યિહાં કોન ચાચા ભતીજા મમેરા?
| |
| ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા
| |
| </poem>
| |
|
| |
| == મૂકી જો ==
| |
|
| |
| <poem>
| |
| એક પલ્લે સ્વભાવ મૂકી જો
| |
| ત્રાજવાં પર પ્રભાવ મૂકી જો
| |
|
| |
| જે હશે તે જ તે કહી દેશે–
| |
| દર્પણે હાવભાવ મૂકી જો
| |
|
| |
| પ્રેયસી જેવું જ વિશ્વ સુંદર છે
| |
| તું જરી તો લગાવ મૂકી જો
| |
|
| |
| ઘર બને છે પછી જ સાચું ઘર
| |
| બારણે આવ-જાવ મૂકી જો
| |
|
| |
| શ્હેર વસ્તી વગરનું થૈ જાશે
| |
| આપણો ત્યાં અભાવ મૂકી જો
| |
|
| |
| ડૂબશે કે જશે કિનારા પર?
| |
| તારું છે કામ : નાવ મૂકી જો
| |
|
| |
| એમનો અણબનાવ ભૂલી તું
| |
| પ્રેમનો રખરખાવ મૂકી જો
| |
|
| |
| ઘાવ કરજે પછી જ બીજા પર
| |
| ત્યાં તું તારા જ ઘાવ મૂકી જો
| |
|
| |
| ‘મ્હેક પોત કને તું રાખી લે’
| |
| પુષ્પ સામે સુઝાવ મૂકી જો
| |
| </poem>
| |
|
| |
| == કોઈ ==
| |
|
| |
| <poem>
| |
| બહાર નહીં તો અંદર કોઈ
| |
| નિત્ય કરે છે હરફર કોઈ
| |
|
| |
| ચૉક અને ચૉરા પર કોઈ
| |
| શોધે પોતાનું ઘર કોઈ
| |
|
| |
| ઓઢાડે જે ચિન્તા રાખી
| |
| ભરનીંદરમાં ચાદર કોઈ
| |
|
| |
| મોતી એમ નથી વીંધાતું
| |
| વીંધે સાત સમંદર કોઈ
| |
|
| |
| ભાર બધો ઓશીકે મૂકી
| |
| ઊંઘે છે ભડભાદર કોઈ
| |
|
| |
| ચોર-પગે મેં જોઈ ચાંદની
| |
| ચડે-ઊતરે દાદર કોઈ
| |
|
| |
| મોભ અને મોભો સાચવતાં
| |
| થાય પડીને પાદર કોઈ
| |
|
| |
| સ્વાગત કરશે વિશ્વ નવું આ
| |
| ઓળંગે જો ઉંબર કોઈ
| |
| </poem>
| |
|
| |
| == ક્યાંક તો છેડો હશે ==
| |
|
| |
| <poem>
| |
| આ કથા છે, આ કથાનો ક્યાંક તો છેડો હશે
| |
| રાખ શ્રધ્ધા કે વ્યથાનો ક્યાંક તો છેડો હશે
| |
|
| |
| ના તને કોઈ પ્રતીતિ દોસ્ત, ઈશ્વરની થશે-
| |
| તું વિચારે છે : હવાનો ક્યાંક તો છેડો હશે
| |
|
| |
| સાંજ પંખી ખીણ વાદળ-ને ભરી લે મીટમાં
| |
| દૃશ્યના આ દબદબાનો ક્યાંક તો છેડો હશે
| |
|
| |
| હું પહોંચ્યો એટલે તો છેક તારા મન સુધી
| |
| એક કાચા તાંતણાનો ક્યાંક તો છેડો હશે
| |
|
| |
| ના હશે આકાશને આરંભ અથવા અંત, પણ-
| |
| આપણા હોવાપણાનો ક્યાંક તો છેડો હશે
| |
|
| |
| ખૂબ ગરવાઈ થકી ચર્ચા કરે વિદ્વત્જનો
| |
| એ જ કે : સદ્ગત ૨.પા.નો ક્યાંક તો છેડો હશે
| |
| </poem>
| |
|
| |
| == ઠસ્સો ==
| |
| '''મંદાક્રાન્તા'''
| |
|
| |
| <poem>
| |
| ચૂલામાં તેં વખતસર ઑબાળ પૂર્યો. અડાયાં
| |
| ફૂંકે ફૂંકે જરીક સળગ્યાં ને ફરી ઓલવાયાં.
| |
| ચોમાસાની અસર પણ દેખાય છે આ હવામાં
| |
| થાપ્યાં છાણાં ઊલટભર જે, ઘાર છે મોઢવામાં.
| |
|
| |
| ઘેરી લેતી ઘર સકળને, સાજને ધૂમ્રસેર–
| |
| ધક્કેલાવે, તસુ નવ ખસે. જોઉં હું : અશ્રુભેર
| |
| મુંઝાતી તું, વધુ વધુ તને ભીડવે, ચાડ રાખે
| |
| જોતી બેઠી–અવર કશું ના સૂઝતાં–તપ્ત આંખે.
| |
|
| |
| થાકી તોયે અધરદ્વયથી આગ સંધ્રૂકતી તું
| |
| લીધેલું ક્યાં પણ સરળતાથી કદી મૂકતી તું?
| |
| રેલો ચાલ્યો કુમકુમતણો, કાનનાં દૂલ ડોલે
| |
| શ્વાસે શ્વાસે સ્તન થરકતાં, બંગડી શી હિલોળે!
| |
|
| |
| બેસી પાસે સ્મિતસભર, ગુસ્સો નિરાંતે નિહાળું
| |
| ઠસ્સો તારો લથબથ : ભલે દૂર ઠેલાય વાળુ.
| |
| </poem>
| |
|
| |
| == ભીતરે ==
| |
| '''મંદાક્રાન્તા'''
| |
|
| |
| <poem>
| |
| છેલ્લા પત્રે પ્રિય, ઉમળકાભેર મેં વાંસ્યું તાળું,
| |
| કોરે મોરે વિગત, વચમાં જોઉં ખેંચાણ મારું :
| |
| ‘લાંબા લાગે દિન પિયરના, રાત વેંઢારવાની’
| |
| (તેડી આવ્યો) વધુ સમય તું ક્યાં હતી ગાળવાની?
| |
|
| |
| ગૈ કાલે જે પડતર હતું, આજ ચોખ્ખુંચણાક
| |
| હોંશે હોંશે ઘર કર્યું પ્રિયે, રમ્ય. દીસે ન થાક
| |
| તારા ચ્હેરે. વિહગ ફરક્યાં ભીંતનાં શાં ફરીને,
| |
| એના ઝીણા–નીરવ ટહુકા આળખે ઓશરીને!
| |
|
| |
| બેડાં માંઝ્્યાં, ઝળહળ થયાં, ઓસર્યાં ઓઘરાળાં,
| |
| ખંખેર્યાં તેં છત સહિત બાઝેલ સર્વત્ર જાળાં,
| |
| વાળીઝૂડી, પુનરપિ બધી ગોઠવી ચીજવસ્તુ
| |
| ઑળીપાની સુરભિ વદતી હોય જાણે, ‘તથાસ્તુ’.
| |
|
| |
| ખેંચી પાસે, સુખકમળ ત્યાં ઊઘડ્યાં સ્વેદભીનાં
| |
| ચૂમી લેતાં, સરવર છલ્યાં ભીતરે સારસીનાં!
| |
| </poem>
| |