નારીસંપદાઃ વિવેચન/રસપ્રદ અને વિચારોત્તેજક આત્મકથાઃ મુક્તિવૃત્તાંત: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 9: Line 9:

આત્મકથા એ સત્યને ઝંખતું સાહિત્ય સ્વરૂપ છે. એમાં લેખક પોતે જ કથક બનીને, પોતાના જીવનનું આલેખન કરે છે. આ માટે એની પાસે મુખ્ય સ્રોત પોતાની અને પોતાની સાથે સંકળાયેલાઓની સ્મૃતિઓ હોય છે. આપણે જાણીએ છીએ કે માણસ સ્મૃતિ બાબતે મહદ્અંશે સિલેક્ટિવ હોય છે. લખતી વેળા આત્મકથાકાર પોતાની મનોભૂમિમાં, જે-તે સમયની સ્મૃતિઓને પુનર્જીવિત કરે છે. એ પ્રક્રિયામાં મૂળનાં રંગો ઊપટી જાય છે તો ક્યારેક ઘેરા બનીને પણ ઊપસી આવે છે. આમ, સત્યને વરેલા આ સાહિત્યસ્વરૂપમાં લેખકની કલ્પના અને અર્થઘટનની આગવી છતાં સૂક્ષ્મ ભૂમિકાને પણ સ્વીકારવી રહી. વળી અહીં અતીત અને વર્તમાન વચ્ચેનું દ્વંદ્વ પણ સ્વાભાવિક રીતે જ રચાતું હોય છે. બાળપણનું વર્ણન કરતો આત્મકથાકાર ઊભો તો છે વર્તમાનમાં. એની આજની ચેતનાની ભેળસેળ વગરનો શુદ્ધ ભૂતકાળ કેટલી હદે સંભવે? અને જો એમ ન હોય તો એમાં આજનો આત્મકથાકાર ક્યાં? આમ આત્મકથાકારના નસીબે સત્યની વાટે, જતાં અને વળતાં બંને વખત વહેરાવાનું જ આવે. અપેક્ષા તો એવી હોય છે કે આત્મકથાકાર પોતાના જીવન અને સમયને પૂરી પ્રામાણિકતા અને પોતીકી મુદ્રા સાથે પોતાના 'હું'ને આગળ થવા દીધા વિના એવી રીતે મૂકે કે એ અનન્ય બની રહે. પરંતુ આત્મકથા અનન્ય હોય એટલું પૂરતું નથી. લેખક પોતાના અંગત અનુભવોને વ્યક્ત કરીને એની સાર્થકતાની સાથોસાથ સર્વસામાન્ય એવું માનવીય પરિમાણ પણ શોધવા ઇચ્છે છે. હું અને અન્યનું આ તાણ આત્મકથાનું ચાલક બળ છે. અહીં વ્યક્તિગત અનુભવનું વર્ણન માત્ર નથી, વર્તમાનના દૃષ્ટિબિન્દુના આધારે અતીતના પ્રસંગોની પુનર્રચના પણ થતી રહે છે અને એમાં એક પ્રકારની ભાત હોય છે. અંગત અનુભવની પ્રગાઢતા જ્યારે ભાષામાં રૂપાંતરિત થાય છે ત્યારે ઘટનાઓની પસંદગી, પુનર્ગઠન, વ્યાખ્યા અને મૂલ્યાંકન જેવી પ્રક્રિયા દ્વારા આત્મકથાનો ઘાટ ઘડાય છે.

લગભગ પાંચેક વર્ષ પહેલાં મુંબઈ મુકામે, સાહિત્ય અકાદેમીના એક પરિસંવાદમાં ‘ગુજરાતી લેખિકાઓની આત્મકથા' વિશે વાત કરતા મેં આશા વ્યક્ત કરેલી કે આવનારાં વર્ષોમાં હિમાંશી શેલતના હસ્તે ગુજરાતી લેખિકાની જૅન્યૂઈન આત્મકથા અવતરવી જોઈએ! જાન્યુઆરી ૨૦૧૬માં મારી એ આશા 'મુક્તિ-વૃત્તાંત' રૂપે મૂર્ત થાય છે એનો આનંદ છે. એક નિર્ભીક-નિખાલસ, કલાત્મક સભાનતા સાથેનો મર્મસ્પર્શી અને સંયમી સ્વર સંભળાય છે અહીં. હિમાંશીના આરંભિક કથાસાહિત્યની આગવી વિશેષતા-સાંકેતિકતા અને લાઘવનો પણ અહીં સઘન અનુભવ થાય છે.

Navigation menu