17,546
edits
(+1) |
No edit summary |
||
Line 9: | Line 9: | ||
હિંદુસ્થાનમાં રાજાઓને મળ્યો છું, મોટા મહારાજાઓને પણ મળ્યો છું! બર્લિનની ચાન્સેલરીમાં હેર હિટલરના અને રોમના ‘પૅલેસ દ વેનીઝીઆ’માં મુસોલિનીનાં દર્શન પણ કર્યાં છે! પરંતુ આ બધાએ પોતાની કોઈ કાયમી વિશેષ છાપ મારા માનસ ઉપર પાડી નથી. પણ હું ના ભૂલી શકું એવી ત્રણ મુલાકાતો મારી સ્મૃતિના આકાશમાં શુક્ર, બૃહસ્પતિ અને મંગળના ગ્રહોની જેમ પોતપોતાની વિશિષ્ટ રંગભરી તેજસ્વિતાથી ચમક્યા કરે છે. | હિંદુસ્થાનમાં રાજાઓને મળ્યો છું, મોટા મહારાજાઓને પણ મળ્યો છું! બર્લિનની ચાન્સેલરીમાં હેર હિટલરના અને રોમના ‘પૅલેસ દ વેનીઝીઆ’માં મુસોલિનીનાં દર્શન પણ કર્યાં છે! પરંતુ આ બધાએ પોતાની કોઈ કાયમી વિશેષ છાપ મારા માનસ ઉપર પાડી નથી. પણ હું ના ભૂલી શકું એવી ત્રણ મુલાકાતો મારી સ્મૃતિના આકાશમાં શુક્ર, બૃહસ્પતિ અને મંગળના ગ્રહોની જેમ પોતપોતાની વિશિષ્ટ રંગભરી તેજસ્વિતાથી ચમક્યા કરે છે. | ||
૧૯૩૭ના મે મહિનાના એક દિવસે બાદશાહી પેગામ આવ્યો. અમે ત્યારે લંડનની મશહૂર હોટલ ‘ગ્રોવનર હાઉસ’માં રહેતા હતા. એ પેગામે બાદશાહ છઠ્ઠા જ્યોર્જની મુલાકાતની ખુશનસીબી અમને મળી હતી એ સત્તાવાર ખબર આણી હતી. અમારા રાજવીને અને અમને એમના સાથીઓને આ બહુમાન મળ્યું એને માટે અમારા કરતાં અમારા મિત્રોને બહુ આનંદ થયો હતો અને જેમને આ ભાગ્ય નહોતું મળ્યું તેઓ અમારા સુભાગ્યની ઈર્ષ્યા કરતા કરતા પણ અમને અભિનંદન આપતા હતા. આ વાર્તા અમારા મિત્રમંડળમાં પ્રસરી ગઈ. બાદશાહની મુલાકાત પહેલાં અમારા મુલાકાતીઓ વધી ગયા. મુલાકાતનો દિવસ પાસે આવતો હતો. ત્રણેક દિવસ પહેલાં અમને શાહી મહેલના મુખ્ય સંચાલક તરફથી એક બીજો પેગામ મળ્યો. તેમાં જે પોશાક અમે મુલાકાત વખતે પહેરવાના હતા, જે કંઈ જર-ઝવેરાતથી અમે શોભવાના હતા અને જે કંઈ ચંદ્રકો અમે લટકાવવાના હતા તે સર્વની સાથે અમારે શાહી મહેલમાં ‘રિહર્સલ’ને માટે હાજર થવાનું હતું. બધી જ વસ્તુઓ આપણે સમજીને કરીએ છીએ એવું ઓછું હોય છે! કેટલીક વાતો તો આપણને કર્યા પછી જ સમજાય છે. વખતસર અમે અમારા પૂર્વજોના પરંપરાગત હિંદી પોશાકમાં એની બધી વિગતો સાથે, અમને કહ્યું હતું એ જ દરવાજે થઈને શાહી મહેલમાં હાજર થઈ ગયા. ‘પોશાકની સંપૂર્ણતા’ના નિષ્ણાતોએ અમને તપાસ્યા. અમારી સુશોભિત આકૃતિની બરાબર પરીક્ષા થઈ ગઈ. પછી ‘શિસ્ત અને નિયમો’ના ધુરંધરે અમને કેટલીક પ્રાથમિક સમજણ આપી. ‘રીતરિવાજો’ના પ્રમુખે અમને શહેનશાહને મળવાના પ્રસંગનું મહત્ત્વ સમજાવ્યું. શાહી મહેલના મુખ્ય સંચાલકે પછી અમારે ક્યાં થઈને શહેનશાહ પાસે જવું, કેવી રીતે જવું અને શી રીતે જવું અને શી રીતે મળવું – એ બધું અભિનય કરીને સમજાવ્યું. અને અમે એ બધું સમજ્યા છીએ એવી ખાતરી કરી લીધી. | |||
શાહી મુલાકાતનો એ દિવસ આવ્યો. શરીર, મન અને આત્મા ત્રણેય અસ્વસ્થ હતાં. મુલાકાતની સફળતાની અપેક્ષાએ બેચેની આવી હતી. બસ આવી અવસ્થામાં સમ્રાટ છઠ્ઠા જ્યોર્જની મુલાકાત થઈ ગઈ. જરા પણ ભૂલ કર્યા વિના, આગલે પ્રસંગે કર્યું હતું, તે જ રીતે અમારા સરઘસને સંપૂર્ણ શિસ્તબદ્ધ રીતે, વધારે ગાંભીર્યયુક્ત છટાથી મોટા મોટા ઓરડાઓમાંથી પસાર કરાવીને સમ્રાટ અને સમ્રાજ્ઞી ઊભાં હતાં તેની પાસેના ખંડમાં લાવવામાં આવ્યું. ‘રિહર્સલ’ વખતે અમને શીખવ્યું હતું તે જ રીતે અમારે એક પછી એક જઈને રાજા છઠ્ઠા જ્યોર્જ અને રાણી ઇલિઝાબેથ સાથે હસ્તધૂનન કરવાનું હતું. તે વખતે પાસે ઊભેલા ‘રીતરિવાજો’ના પ્રમુખ અમારાં નામો બોલતા જતા હતા. અમે હાથ મિલાવી ન મિલાવીને પેલી બાજુથી સરકીને શિખવાડ્યા પ્રમાણે અભિનયપૂર્વક ધીરે ધીરે અદૃશ્ય થતા હતા. મુલાકાતના આ ક્ષણજીવી નાટકને માટે અમે હિંદુસ્થાનમાં કેટકેટલાં સપનાંઓ સેવ્યાં હતાં, કેટલી બધી તૈયારીઓ કરી હતી! કયા રંગના કિનખાબની શેરવાની અમને વધારે શોભશે અને કેવી ભાતની જરી વધારે ચમકશે એ શોધવા માટે અમે બનારસમાં ઘણી દુકાનો ફર્યા હતા. દરજીઓ રાત જાગ્યા હતા. હીરાનાં બટનો માટે ખાસ મુંબઈના ઝવેરીઓને બોલાવ્યા હતા. પહેરવાના ઝવેરાતની પસંદગી માટે અમારા મહારાજાએ ઘણા દિવસો ચિંતામાં ગાળ્યા હતા. અને આ શાહી મુલાકાતનું માન અમને મળે તે માટે અમારા મહારાજાએ નામદાર વાઇસરોયને ખાસ વાઘના શિકાર માટે બોલાવીને બાદશાહી મહેમાનગતિ કરી હતી. | શાહી મુલાકાતનો એ દિવસ આવ્યો. શરીર, મન અને આત્મા ત્રણેય અસ્વસ્થ હતાં. મુલાકાતની સફળતાની અપેક્ષાએ બેચેની આવી હતી. બસ આવી અવસ્થામાં સમ્રાટ છઠ્ઠા જ્યોર્જની મુલાકાત થઈ ગઈ. જરા પણ ભૂલ કર્યા વિના, આગલે પ્રસંગે કર્યું હતું, તે જ રીતે અમારા સરઘસને સંપૂર્ણ શિસ્તબદ્ધ રીતે, વધારે ગાંભીર્યયુક્ત છટાથી મોટા મોટા ઓરડાઓમાંથી પસાર કરાવીને સમ્રાટ અને સમ્રાજ્ઞી ઊભાં હતાં તેની પાસેના ખંડમાં લાવવામાં આવ્યું. ‘રિહર્સલ’ વખતે અમને શીખવ્યું હતું તે જ રીતે અમારે એક પછી એક જઈને રાજા છઠ્ઠા જ્યોર્જ અને રાણી ઇલિઝાબેથ સાથે હસ્તધૂનન કરવાનું હતું. તે વખતે પાસે ઊભેલા ‘રીતરિવાજો’ના પ્રમુખ અમારાં નામો બોલતા જતા હતા. અમે હાથ મિલાવી ન મિલાવીને પેલી બાજુથી સરકીને શિખવાડ્યા પ્રમાણે અભિનયપૂર્વક ધીરે ધીરે અદૃશ્ય થતા હતા. મુલાકાતના આ ક્ષણજીવી નાટકને માટે અમે હિંદુસ્થાનમાં કેટકેટલાં સપનાંઓ સેવ્યાં હતાં, કેટલી બધી તૈયારીઓ કરી હતી! કયા રંગના કિનખાબની શેરવાની અમને વધારે શોભશે અને કેવી ભાતની જરી વધારે ચમકશે એ શોધવા માટે અમે બનારસમાં ઘણી દુકાનો ફર્યા હતા. દરજીઓ રાત જાગ્યા હતા. હીરાનાં બટનો માટે ખાસ મુંબઈના ઝવેરીઓને બોલાવ્યા હતા. પહેરવાના ઝવેરાતની પસંદગી માટે અમારા મહારાજાએ ઘણા દિવસો ચિંતામાં ગાળ્યા હતા. અને આ શાહી મુલાકાતનું માન અમને મળે તે માટે અમારા મહારાજાએ નામદાર વાઇસરોયને ખાસ વાઘના શિકાર માટે બોલાવીને બાદશાહી મહેમાનગતિ કરી હતી. |
edits